________________
૧૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - ૧૭. તૃણસ્પર્શ પરિષહ :- સૂકી ગયેલ ઘાસ અને સંખળા એટલે ઉબી ઉપરના સોય જેવા રેસા ખૂંચે કે કઠિન ગોખરું, કાંકરી કે કાંટા વાગે કે રજ ઊડીને આંખમાં પડે કે જ્યાં પગ ફાટ્યા હોય તેમાં ફાંસ તીર સમાન વાગે તો પણ મુનિ વસ્ત્ર કે પગરખાની મદદ, તે દુઃખને દૂર કરવા ઇચ્છે નહીં. તે તો કામમાં અંધ બનેલ માણસની જેમ બીજું કંઈ ગણકારે નહીં; પણ મુક્તિરૂપી સ્ત્રીમાં ચિત્તને નિરંતર રાખી સ્વયં સંસાર સમુદ્રને તરી જાય છે. અને ઉદયાથીન બીજા જીવોને પણ તારે છે. II૧૯થા
“આર્ય ઘર્મ-સંયમ જીવન મુજ’ આત્મપરાયણ મુનિ તો માને, પરસેવામાં ઘૂળ ભળ્યાથી મલિન તન, મન જાય ન સ્નાને; સ્નાન, તેલ, સાબુ સુગંઘી ઑવતા સુર્થી મુનિઓએ ત્યાગ્યાં,
મૃગચર્યા સેવે મુનિ મોટા; કર્મ તેમનાથી ડરી ભાગ્યાં. ૨૦ અર્થ :- ૧૮. મલ પરિષહ :- મલ એટલે શરીરનો મેલ. હું આર્ય છું, ઘર્મ સંયમમય મારું જીવન છે, એમ આત્મામાં રમણતા કરનારા મુનિઓ માને છે. તેમનું મન પરસેવામાં ઘૂળ ભળવાથી શરીર મલિન થઈ જાય તો પણ સ્નાન કરવાને ઇચ્છે નહીં, કેમકે સ્નાન, તેલ, સાધુ, સુગંધી પદાથોને જીવતા સુઘી મુનિઓએ ત્યાગ્યાં છે. મોટા મુનિઓ તો મૃગચર્યા એટલે જંગલમાં રહેનારા મૃગની જેમ નિર્વસ્ત્ર અને ભોજનની પરવા કર્યા વગર ધ્યાનમાં મગ્ન રહે છે. તેમનાથી કર્મ પણ ડરીને ભાગી ગયા. મારા
શ્રીમંત, નૃપ, વંદન કરનારા, ભક્તિ કરી મોદક દેનારા, ચહે નહીં તત્ત્વજ્ઞ મુનિ તે રાયક સરખા જોનારા; પરવા નહિ પૂજનની જેને, માન ન દે તો ખેદ ન ઘારે,
રીઝે-ખીજે માનામાને તે મુનિ તુચ્છ ભમે સંસારે. ૨૧ અર્થ - ૧૯. સત્કાર પરિષહ :- શ્રીમંત કે રાજા આદિ વંદન કરે કે ભક્તિ કરીને મોદક એટલે લાડું વહોરાવે તો પણ તત્ત્વજ્ઞ એવા મુનિ તેને ઇચ્છે નહીં. તે રાજા હો કે રંક સર્વને એક સરખા જોનારા છે. જેને મન પોતાને પૂજાવાની ઇચ્છા નથી, તેમને કોઈ માન ન આપે તો પણ મનમાં ખેદ પામે નહીં. જે મુનિ માનમાં રીઝે અને અપમાનમાં ખીજે તે મુનિ તુચ્છ છે. તે સંસારરૂપી અટવીમાં જ ભમ્યા કરે છે. ૨૧ના
વાર્દી-ગજો પ્રતિ કેસર સમ મુનિ આગમ-તત્ત્વ-કળામાં પૂરા, તો ય તજે મદ પ્રજ્ઞાનો, ગણી કેવળી વણ સર્વે અધૂરા; પ્રજ્ઞામંદ-દશાથી પણ મુનિ પૂર્વ કર્મ ગણ નહિ મૂંઝાતા,
કર્મ ટાળવાના ઉપાયો પ્રભુદર્શિત યોજી શિવ જાતા. ૨૨ અર્થ - ૨૦. પ્રજ્ઞા પરિષહ - વાદ કરનાર તે વાદી. વાદીરૂપ હાથી પ્રત્યે જે કેસરી સિંહ સમાન અને આગમ તત્વ-કળામાં પરિપૂર્ણ હોવા છતાં પણ પ્રજ્ઞાના મદનો ત્યાગ કરે છે. કેમકે કેવળી ભગવંતના જ્ઞાન વિના સર્વ જીવો અધૂરા છે. જો પ્રજ્ઞા મંદ હોય તો એવી દશામાં મુનિ પોતાના પૂર્વ કર્મનો દોષ ગણીને મુંઝાતા નથી પણ કર્મ ટાળવાના પ્રભુ દ્વારા બતાવેલ ઉપાયોને યોજી મોક્ષને પામે છે. //રરા
સત્સંગે સન્દુરુષ-યોગથી અજ્ઞાનહેતું દૂર કરવામાં, ઢીલ થયે મુનિ નહિ મૂંઝાતા હિત સત્યાઘનને સ્મરવામાં,