SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૯ ૫ કવલ વિષે રસ હોય જજુદી જુદી જાતના હો લાલ જાદી. કર્મ-અણુના તેમ અનુભાગો ઘણા. હો લાલ અનુભાગો. ૪૬ અર્થ - લીઘેલા કોળીઆમાં જુદી જુદી જાતના રસ હોય છે. તેમ સંચય કરેલા કર્મ પુદગલોના ફળમાં સુખ દુઃખ આપવાના તીવ્ર કે મંદ રસરૂપ અનુભાગો ઘણા હોય છે. II૪૬ાા. તીવ્ર મંદાદિ ભેદ ઉદય-કાળે દીસે હો લાલ ઉદય-કાળે સ્થિતિ બંઘનો કાળ જઘન્યાદિક છે. હો લાલ જઘન્યા. ૪૭ અર્થ - સુખદુઃખ આપવારૂપ તીવ્ર કે મંદરસ, તે કર્મના ઉદયકાળે જણાય છે. તેમ કર્મબંઘનો સ્થિતિકાળ પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ છે. II૪૭ના યોગે પ્રકૃતિ, પ્રદેશ; સ્થિતિ, રસ કષાયથી, હો લાલ સ્થિત કવલથી તનુ સમ, કર્મ સમય-પ્રબદ્ધથી. હો લાલ સમય ૪૮ અર્થ - મનવચનકાયાના યોગથી કર્મોની પ્રકૃતિ અને પ્રદેશબંઘ થાય છે. તથા કષાયથી તે કમની સ્થિતિ અને રસ બંઘ પડે છે. કર્મબંઘનના ચાર પ્રકાર નીચે પ્રમાણે : (૧) પ્રકૃતિ બંઘ - પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ. બંધાયેલા કર્મ જ્ઞાનાદિ ગુણ ઉપર આવરણ કરે છે. જેમકે સુંઠનો લાડુ વાયુને હરે અને જીરાનો લાડુ પિત્તને હરવાના સ્વભાવવાળો છે; તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મનો જ્ઞાન વિગેરે રોકવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંઘ. (૨) સ્થિતિ બંઘ - સ્થિતિ એટલે કાળની મર્યાદા. જે કર્મ બંઘાય તે કર્મ આત્મપ્રદેશની સાથે કેટલા સમય સુધી રહેશે તેની મર્યાદા તે સ્થિતિબંઘ. જેમકે તે લાડુ એક પખવાડીયા કે એક માસ સુધી બગડે નહીં. તેમ જ્ઞાનાવરણાદિ કર્મનો ૩૦ કોડાકોડી સાગરોપમ વિગેરે સુધી ટકવાનો જે કાળ તે સ્થિતિ બંઘ. (૩) રસ બંઘ :- કર્મના શુભ-અશુભ રસનું તીવ્ર-મંદપણાનું નક્કી થવું તે રસબંધ અથવા અનુભાગ બંઘ. એ કર્મના રસનું ઓછાવત્તાપણું બતાવે છે. જેમકે લાડુમાં ગોળ કે સાકરના ઓછાવત્તા પ્રમાણથી મીઠાશમાં ઓછાવત્તાપણું જણાય છે. (૪) પ્રદેશ બંઘ – જીવ કેટલા કર્મ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરશે તેનું પ્રમાણ તે પ્રદેશ બંઘ. જેમ કોઈ લાડુ પાશેર, અડઘો શેર, કે શેર પ્રમાણનો હોય, તેમ કર્મોના પુદ્ગલ પરમાણુના ડંઘોનું પ્રમાણ નક્કી થયું તે પ્રદેશ બંઘ. જેમ કવલ એટલે કોળીયાથી લીઘેલ આહારમાંથી હાડ, માંસ, ચામડી, લોહી આદિ અંગોપાંગ થાય છે; તેમ એક સમય-પ્રબદ્ધમાં એટલે એક સમયમાં જેટલા પરમાણ-પુદગલ આવે તે આઠે કર્મમાં વહેંચાઈ જઈ ઉત્તર પ્રકૃતિરૂપે પરિણમે છે.
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy