________________ 198 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પણ ચાલ્યા જવાથી તેઓ અભુત વૈરાગ્યને ઘારણ કરી જીવે છે. 23aaaa મમતા ને અધ્યાત્મ ન સાથે ઘર કરે; જિજ્ઞાસા, વિવેક વડે મમતા મરે. મમતાનો ના ત્યાગ, ન સમતા આદરી, ન તત્ત્વનો જિજ્ઞાસુ, વૃક્ષા દીક્ષા ઘરી. 24 અર્થ - મમત્વભાવ અને આત્માસંબંધીનું જ્ઞાન સાથે ઘર કરીને રહી શકે નહીં. આત્મતત્ત્વ જાણવાની જિજ્ઞાસા તથા હિત અહિતનો વિવેક જ્યાં આવ્યો ત્યાં મમતાનો નાશ થવા લાગે છે. જો મમત્વભાવનો ત્યાગ ન કર્યો અને સમતાભાવને જીવનમાં આપ્યો નહીં તો આત્મતત્ત્વ મેળવવાનો તે સાચો જિજ્ઞાસુ નથી; તેની લીઘેલી દીક્ષા પણ વૃથા છે. 24 વિવિઘતા ઘરે કર્મ, દીસે વ્યવહારથી, શુદ્ધનયે સમતા જ શુભાશુભ-ત્યાગથી; સ્વગુણે જો એકત્વ-કૂટસ્થ વિચારથી મન બને આત્મારામ, પ્રખર સમતા કથી. 25 અર્થ :- કર્મ તો અનેક પ્રકારના વિવિઘ પ્રપંચોને રચે છે. તે તો દીક્ષા પણ અપાવી દે. તે બથો વ્યવહાર ઘર્મ છે. શુદ્ધ નિશ્ચયનયે જોતાં આત્માનો મૂળ ઘર્મ સમતાભાવ છે. તેને સદા ટકાવી રાખવા માટે વ્યવહાર ઘર્મરૂપે દીક્ષા આદિ વ્રતોની યોજના છે. ખરો સમતાભાવ તો શુભ અશુભ ભાવોના ત્યાગથી પ્રગટે છે. જો આત્મા સમતાગુણને પોતાનું ઘર જાણી, તેમાંજ એકમાત્ર દ્રઢ વિચારે કરી વળગી રહે તો તેનું મન આત્મામાં રમણતા કરતું થાય; કેમકે સમતાભાવનું બળ પ્રખર છે. પંરપરા કને રહેલા જીવ જાતિ-વિરોઘનાં તજતા સર્વે વૈર; ટકે કૃત્રિમ ક્યાં? કરું હું શું વખાણ આત્માર્થી સામ્યનાં? સ્વર્ગ-મોક્ષ તો દૂર, સામ્ય-સુખ ઉરમાં. 26 અર્થ - સમતાભાવમાં સદા રહેલા મહાત્માઓ પાસે, પરસ્પર જાતિ વિરોઘવાળા જીવો પણ પોતાના વૈરભાવને ભૂલી જાય છે. એવો જે મહાત્માઓનો પ્રભાવ છે ત્યાં કોઈ પ્રકારની કૃત્રિમતા ક્યાંથી ટકી શકે? એવા સામ્ય એટલે સમતાસુખમાં રમતા આત્માર્થી મહાત્માઓના હું શું વખાણ કરી શકું? સ્વર્ગ અને મોક્ષ તો દૂર છે પણ સમતાભાવમાં રમવાવાળા મહાત્માઓ તો અહીં જ હૃદયમાં સમતાના પ્રશમસુખને અનુભવે છે. [26aaaa સમતા-રસમાં સ્નાન કર્યું સ્મર-વિષ ટળે, ટળે ક્રોઘનો તાપ, ઉદ્ધતતા પણ ગળે; યમ, નિયમ, તપ, દાન કરો કે ના કરો, સમતા એક જ નાવ ઘરી ભવજળ તરો. 27 અર્થ :- સમતારૂપી રસમાં સ્નાન કરવાથી સ્મર એટલે કામદેવને ચઢેલું વિષ ઊતરી જાય છે, ક્રોધાગ્નિનો તાપ ટળે છે તથા મનની ઉદ્ધતાઈનો નાશ થાય છે. તમે યમ, નિયમ, તપ, દાન કરો કે ના કરો; પણ આ એક જ સમતારૂપી નાવમાં બેસીને સંસારરૂપી સમુદ્રને તરી જાઓ. રા. સમતા-આશ્રય માત્ર ઘરી ભરતાદિ જે વિના ક્રિયા કે કષ્ટ, તર્યા ભવ-વારિ તે. ગિરિ-ગુફા-અંઘકાર અનાદિનો જતો, સમતા-દીપ-પ્રકાશ બઘાં કર્મ છેદતો. 28 અર્થ :- ભરતેશ્વર આદિ રાજાઓ પણ પ્રભુ આજ્ઞાએ માત્ર સમતાભાવનો આશ્રય ગ્રહણ કરી, ક્રિયા કે કષ્ટ કર્યા વિના ભવ સમુદ્રને તરી ગયા. જેમ પ્રકાશ આવતા પહાડની ગુફામાં રહેલ અનાદિનો અંઘકાર નાશ પામે છે, તેમ સમતારૂપી દીપકનો પ્રકાશ બઘા કર્મરૂપી અંધકારને છેદવા સમર્થ છે. 28