SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલા આહારપાણીથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં. હવે તો રોગ વૃદ્ધાવસ્થાના કારણે મરણ સમીપ જણાય છે. તો તે અલ્પ આહાર શું કૃમિ દઈ શકશે? પણ આ પેટ ભરવા માટે જે જે પ્રકારના અસત્ય કે આરંભ આદિના પાપ સેવ્યા હશે તેના ફળ પરભવમાં ભોગવવા પડશે. T૩૦ના પાપી પેટ તણી વેઠે તું દીન, પરાથીન, નીચ થયો, રાત-દિવસ કે ભક્ષ્ય-અભક્ષ્ય શક્તિ તણો ના લક્ષ લહ્યો; રસ-લંપટતા હજીં ય ન છૂટે, તો વ્રત, સંયમ, યશ નાશે, મરણ બગાડી દુર્ગતિદુખમાં જીવ પરાથીન બની, જાશે.” ૩૧ અર્થ :- આ પાપી પેટ માટે તું દીન બની પરાધીન થયો, નીચ વૃત્તિઓ પણ સેવી. સ્વાદનો લંપટી બની રાતદિવસ ભક્ષ્ય અભક્ષ્યની શુદ્ધિનો પણ લક્ષ રાખ્યો નહીં. રસની લંપટા હજી પણ છૂટતી નથી. તો તે વ્રત, સંયમ, યશનો નાશ કરશે અને અંતે મરણ બગાડી દુર્ગતિના દુઃખમાં પડી જીવ પરાધીન બની જશે. [૩૧ાા એમ વિચારી ઉપવાસાદિક તપ-અભ્યાસ કર્યા કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર-ખાડો કર્દી ભરવો; શરીર, શક્તિ, આયુષસ્થિતિ નીરખી જળ ને દંઘ લેવાં, પછી છાશ જળ, પ્રાસુક જળ લે, અંતે તે પણ તર્જી દેવાં. ૩૨ અર્થ :- એમ વિચારીને ઉપવાસ આદિ તપનો અભ્યાસ કરવો. અલ્પ અને નીરસ આહારથી આ ઉદર એટલે પેટનો ખાડો કદી ભરવો. શરીરની શક્તિ અને આયુષ્ય સ્થિતિને જોઈ અર્થાત્ રોગાદિના કારણે શરીર ટકી શકે એમ ન લાગતું હોય તો જળ અને દૂઘ જ લેવા. પછી છાસ તથા ઉકાળેલું પાણી પીને રહે. પછી કેવળ પાણી જ પીએ. એમ ક્રમે કરીને સમસ્ત આહારનો ત્યાગ કરી અંતે તે પણ તજી દેવા. આમ ઘર્મધ્યાન સહિત ભારે પુરુષાર્થથી દેહનો ત્યાગ કરે તે કાય સલ્લેખના કહેવાય છે. ૩રા. મસા સમા આ દેહન વૃદ્ધિ આખર સુથી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરી કુશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કહે ક્રિયા આ અણસમજું ઉપલકબુદ્ધિ; આતમહિત સમજી, સદ્ગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ. ૩૩ અર્થ - મસાની સમાન આ દેહની વૃદ્ધિ મૃત્યુના આખર સમય સુધી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરીને પણ આ કાયાને કુશ કરી, તજવા માટે સમાધિમરણના આરાઘક સર્વ ઇચ્છે છે. સલ્લેખના એટલે સંથારો કરી દેહત્યાગની ક્રિયાને અણસમજુ ઉપલક બુદ્ધિવાળા જીવો આપઘાતની ક્રિયા કહે છે. પણ એમાં પોતાના આત્માનું હિત સમજી સદગુરુ આજ્ઞાએ જો કરવામાં આવે તો તે અનુપમ શુદ્ધિનું કારણ છે. ૩૩ાા મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ઘર્મ-ધ્યાન જ્યાં સુર્થી થાયે, દુષ્કાળાદિક આફતથી ના ઘર્મ-નિયમ જો લૂંટાયે, ત્યાં સુર્થી ઔષઘ-આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાઘન, ઘર્મવૃદ્ધિ-બુદ્ધિ ઘરવી. ૩૪
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy