________________
૫ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હાં રે ઑવ લોભી ન કરવા યોગ્ય કરે નચ કામ જો, લડાઈમાં પણ લોભે જઈ જાતે મરે રે લોલ; હાં રે સૌ સુખી થવા લ્યો સત્ય શરણ “સંતોષ” જો,
ન્યાયમાર્ગનું ઘન પણ પડી રહે આખરે રે લોલ. ૨૨ અર્થ - લોભી જીવ ન કરવા યોગ્ય એવા નીચ કામ પણ કરે છે. લડાઈમાં રાજ્યના લોભે કે કીર્તિના લોભે કે ઘનના લોભે સ્વયં જઈને મરે છે. માટે સર્વ જીવો સુખી થવા અર્થે “સંતોષ” રૂપી ઘનનું સત્ય શરણ અંગીકાર કરો. કેમકે ન્યાયમાર્ગથી ઉપાર્જન કરેલું ઘન પણ મરણ થયે આખરે અહીં જ પડ્યું રહેવાનું છે; તે કોઈની સાથે આવવાનું નથી. રિરા
હાં રે સમજી સન્દુરુષો તજતા ઘન, બાળ જો, કરી વ્યવસ્થા સ્વજન-પર-ઉપકારની રે લોલ; હાં રે કોઈ ઝેર ગણી તજતાં ના લે સંભાળ જો,
કોઈ ઉપાથિ ન હોરે લવ વ્યવહારની રે લોલ. ૨૩ અર્થ:- ઉપરોક્ત પ્રકારે ઘન કે બાળ કુટુંબાદિ સંયોગનું અનિત્યપણું જાણીને સત્પરુષો તેને તજે છે. તે ઘનને સ્વજન કુટુંબાદિ અને પરના ઉપકારને અર્થે વ્યવસ્થા કરીને તજે છે. જ્યારે કોઈ તો ઘન વૈભવને ઝેર જેવા ગણી, આ ઝેર હું બીજા કોને આપું એમ માનીને તેની સંભાળ એટલે વ્યવસ્થા કર્યા વિના જ તજી દે છે. વળી કોઈ ઉત્તમ પુરુષ, પ્રથમથી ઘર માંડીને આ ઘનની કે વ્યવહારની લેશમાત્ર ઉપાધિ વહોરતા નથી, અર્થાત તેઓ સંસારમાં જ પડતા નથી. ૨૩ના
હાં રે એ ત્યાગ તણી તરતમતા સમજે કોણ જો? મન વૈરાગ્યે નીતરતું જેનું રહે રે લોલ; હાં રે સૌ સંયોગોનું અનિત્યપણું પ્રમાણ, જો,
થાય પ્રબળ, જો આત્મતત્ત્વ ઉરે લહે રે લોલ. ૨૪ અર્થ :- ઉપર પ્રમાણે પરિગ્રહના ત્યાગની અંતરંગ તરતમતા એટલે ઓછા વત્તાનો ભાવ, તેને કોણ સમજી શકે? જેનું મન વૈરાગ્યભાવથી સદૈવ નીતરતું રહે તે ભવ્યાત્મા સપુરુષોની આવી અંતરંગ વૃત્તિને સમજી શકે છે. આ પાઠમાં જણાવ્યા પ્રમાણે ઘનકુટુંબાદિ સર્વ પદાર્થોના સંયોગનું અનિત્યપણું પ્રમાણભૂત છે. પણ તે અનિત્યપણાનો ભાવ ક્યારે પ્રબળ થાય? તો કે જ્યારે સત્પરુષના બોઘે હૃદયમાં એવો ભાવ દ્રઢ થાય કે હું તો આત્મા છું. એ સિવાય જગતની કોઈ પણ વસ્તુ મારી નથી. જગતના સર્વ સંયોગિક પદાર્થો અનિત્ય છે, જ્યારે હું તો અસંયોગિક એવો શાશ્વત પદાર્થ આત્મા છું. એમ વસ્તુ સ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય તો તે જીવ સમ્યક્દર્શનને પામે છે. ૨૪
આ સંસારના સર્વ સંયોગ અનિત્ય છે, અશરણ છે. જ્યારે આત્માનો સ્વાભાવિક ગુણધર્મ સમતા, તે નિત્ય છે અને શરણરૂપ છે. એમ જાણી મહાત્મા પુરુષોએ અનંત સમતાને આદરી પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું. એવી આત્માના ઘરરૂપ સમતાનો અત્રે વિસ્તાર કરવામાં આવે છે –