________________
૧૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેજો વેશ્યા મૂકી તેથી તું બળી જઈ સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી બથી નરકોમાં તું બબ્બેવાર જન્મી અનંતદુ:ખ પામ્યો. પછી તિર્યંચ યોનિમાં અનંતવાર ભમ્યો. પછી એક શેઠનો પુત્ર થયો. ત્યાં તાપસી દીક્ષા નિષ્કપટપણે પાળી ત્યાંથી મૃત્યુ પામી તું આ હરિવિક્રમ રાજપુત્ર થયો છું. મુનિઘાતનું પાપ ઘણું ભોગવ્યું અને શેષ રહેલું તે આ ભવમાં ઉદય આવવાથી વેદના ભોગવી પૂરું કર્યું. આ પ્રમાણે ગુરુમુખથી પોતાનો પૂર્વભવ સાંભળી શ્રી ગુરુ પ્રત્યે શ્રદ્ધા આવવાથી તે સમ્યકદર્શનને પામ્યો. શ્રદ્ધાથી ચલાયમાન કરવા યક્ષ અને દેવે અનેક ઉપસર્ગો કર્યા છતાં ચલાયમાન ન થયો. અંતે દીક્ષા લઈ ગુરુમુખથી સમ્યક્દર્શનનો મહિમા સાંભળી ઘર્મમાં નિશ્ચલ દ્રઢતા ઘરીને જિનનામકર્મ ઉપાર્જ વિજય વિમાનમાં બત્રીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી પૂર્વ વિદેહક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામશે. //૧૨ા.
જે ઘર્મનું મૅળ કહ્યું, વશ વૈરી થાય, સમ્યકત્વ ગુણ પણ જે ઘરમાં પમાય; તે રત્નતુલ્ય દશમા પદને નમું હું વાણી વડે, વિનય નામ ઉરે ઘરું છું. ૧૩
અર્થ :- ૧૦. વિનય આરાધના – પંચ પરમેષ્ઠિ પ્રત્યે ગુણસ્તુતિ કરી યથાયોગ્ય પરમાદર દાખવવો તે વિનય આરાઘના ગુણ છે. જેને ઘર્મનું મૂળ કહ્યું છે, જેના વડે વૈરી પણ વશ થાય છે. સમ્યક દર્શનના ગુણ પણ વિનયને ઘારણ કરવાથી જ પમાય છે. તે રત્નસમાન આ તીર્થકરપદ પ્રાપ્તિના દશમા વિનયપદનું પાણી વડે ગુણગાન કરી નમસ્કાર કરું છું અને મનમાં પણ વિનયનામના ગુણને તે પ્રાપ્ત કરવા અર્થે ઘારી રાખું છું.
ઘનશેઠનું દ્રષ્ટાંત – કૃતિકાવતી નામની નગરીમાં સુદત્ત શેઠને ઘન અને ઘરણ નામના બે પુત્રો હતા. ઘન પોતાના ઉત્તમ ગુણોથી લોકોમાં યશ પામતો હતો. જ્યારે ઘરણ નિર્દય અને ઈર્ષાળુ હોવાથી અપકીર્તિ પામતો અને ઘનના છિદ્રો જોતો હતો. ઘરણનો આવો દુષ્ટ સ્વભાવ જાણી ઘનને સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી ચારિત્ર અંગીકાર કર્યું. એક દિવસ ગુરુમુખથી સાંભળ્યું કે સર્વ ગુણોમાં પ્રધાન એવા વિનય ગુણથી ગુરુજનને સંતોષ પમાડે તે શાશ્વત સુખના ભોગી થાય છે. કેમકે વિનયથી જ્ઞાન અને જ્ઞાનથી શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થાય છે. તે વડે સમ્યકુચારિત્ર, ચારિત્રથી સંવર, સંવરથી તપસ્યા, તપસ્યાથી નિર્જરા, નિર્જરાથી અષ્ટકર્મનો નાશ, કર્મનાશથી કેવળજ્ઞાન અને તેથી અનંત અવ્યાબાધ એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. વિનયગુણનો આવો મહિમા સાંભળી ગુરુ આદિ પંચપરમેષ્ઠિનો ત્રિકરણ શુદ્ધિએ વિનય કરતાં તે તીર્થંકર નામકર્મને પામી કૃતાર્થ થયો. ૧૩ના
ચારિત્ર નામ પદ, આત્મ-અનુભવે છે, અગ્યારમું સકલ કર્મકલંક લૂછે; તેનું રહસ્ય સમતા, ખમીખુંદવામાં; સાથે સ્વહિત ઘરી તે, રહી આતમામાં. ૧૪
અર્થ:- ૧૧. ચારિત્રશુદ્ધિપદ – સમ્યકજ્ઞાનદર્શનના બળે આત્માનું સ્વરૂપ જાણ્યું, શ્રછ્યું, હવે તેવો આત્મામાં સ્થિર સ્વભાવ પ્રગટવો, આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે સમ્યક ચારિત્ર પદ છે. એ સમ્યક ચારિત્ર નામનું પદ આત્મઅનુભવ થયે જ પ્રાપ્ત થાય છે. તીર્થંકરપદ પ્રાપ્તિના આ અગ્યારમાં ચારિત્ર શુદ્ધિ પદવડે સર્વ કર્મકલંકનો નાશ થાય છે. આ ચારિત્ર શુદ્ધિ થવાનું રહસ્ય સમતાભાવ છે. અથવા ખમીખુંદવાપણું છે અર્થાત્ જે કર્મ ઉદય આવે તેને ક્ષમા રાખી સહન કરવાં; એ સર્વ કર્મથી મુક્ત થવાનો ઉપાય છે. જેથી સાધુપુરુષો ચારિત્રમાં જ સ્વકલ્યાણ સમજી, સ્વરૂપાચરણરૂપ આત્મભાવનામાં સ્થિત રહે છે.