________________
૧૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિશ્ચયપણે જાણીએ છીએ;” (વ.પૃ.૨૯૦) //પપા)
આમ કર્યાથી અખંડ ખુમારી પ્રવહે નિશ્ચય એવો રે
જાણી ગુપ્તપણે આરાધે; નરભવ- લ્હાવો લેવો રે. શ્રીમદ્ અર્થ - આવી પ્રભુ પ્રત્યે ઘેલછાથી પ્રેમની ખુમારી અખંડપણે રહેશે એવો પરમકૃપાળુદેવને નિશ્ચય છે એમ જાણી તેને ગુપ્તપણે આરાઘે છે. કેમકે મળેલ માનવદેહનો પૂર્ણપણે લાભ ઉઠાવવા તેઓ ઇચ્છે છે. પિકા
જનકવિદેહી જ્ઞાનદશા લહી માયા દુસ્તર તરતા રે,
સહજ ઉદાસીનતા હતી તોપણ દુરંત પ્રસંગે ડરતા ૨. શ્રીમ અર્થ :- રાજા જનક આત્મજ્ઞાનના બળે વિદેહીદશાને ઘારણ કરી દુસ્તર એવી મોહમાયાને જીતી ભવસાગર તરતા હતા. તેમની સહજ ઉદાસીનદશા હોવા છતાં માયાનો દુરંત એટલે દુઃખે કરી અંત આવી શકે એવા જગતના પ્રસંગોમાં તેઓ પણ ડર રાખી પ્રવર્તતા હતા.
“વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” (વ.પૃ. ૩૧૩) //૫૭ી.
જલધિમાં તોફાને ડોલે નાવ કુશળ નાવિકની રે,
તેમ પરિણતિ ડોલે ત્યાં લે મદદ અષ્ટાવક્રની રે. શ્રીમદ્ અર્થ :- જલધિ એટલે સમુદ્રમાં જેમ તોફાન આવવાથી કુશળ નાવિકની નાવ પણ ડોલાયમાન થઈ જાય, તેમ પરિણતિ એટલે ભાવોમાં ચંચળતા આવી ડોલાયમાન થાય ત્યારે જનક વિદેહી પોતાના શ્રી ગુરુ અષ્ટાવક્રની મદદ લેતા હતા. પટા
માયાના પ્રત્યેક પ્રસંગે કેવળ ઉદાસ અવસ્થા રે,
સદગુરુની રહેતી હોવાથી શરણ તણી બલવત્તા રે. શ્રીમદ અર્થ - તેમના સદ્ગુરુ અષ્ટાવક્રની માયામોહના પ્રસંગે પણ કેવળ ઉદાસ દશા રહેતી હોવાથી તેમનું શરણ જનકવિદેહીને બળવત્તર હતું. /પલા
પથ્થરના સ્તંભે વીટાતી વેલ ન પવને હાલે રે,
તેમ શરણ સદગુરુનું લેતાં ચંચળ મન ના ચાલે રે. શ્રીમદ્ અર્થ :- જેમ પત્થરના સ્તંભે વીંટાયેલી વેલ તે પવન વડે હાલી નીચે પડે નહીં તેમ સાચા આત્મજ્ઞાની સદગુરુ ભગવંતનું શરણ લેવાથી સ્વભાવ ચંચળ એવું મન પણ પતિત થાય નહીં પણ સ્થિર રહે છે. કારણકે સ રુના શરણની એવી જ બળવત્તરતા છે. ૬૦ના
આ કળિકાળ વિષમ હોવાથી સ્વરૂપ-સ્થિરતા દુર્ઘટ રે, જંજાળ અનંતી, અલ્પ જિંદગી અનંત તૃષ્ણા-ખટપટ રે- શ્રીમદ