________________
૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સ્થાન તે મનવચનકાયાના યોગ નિમિત્તથી બનેલ છે. તે બધા ગુણસ્થાનમાં જીવ કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંઘ કરે છે અને કઈ નથી કરતો, તે બધાનું ક્રમપૂર્વક વિવરણ અત્રે આપવામાં આવે છે. ગરબા
મિથ્યાત્વ-ગુણસ્થાની બાંઘે ના ત્રણને-હો લાલ બાંધે ના
તીર્થંકર-પ્રકૃતિ, આહારક દ્રિકને. હો લાલ આહારક. ૨૧ અર્થ - પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળા જીવનું શ્રદ્ધાન વિપરીત હોય છે. તે દેહને આત્મા માને છે. તથા દેહ અને પરપદાર્થોને પોતાના માને છે. આ ગુણસ્થાનકમાં જીવને તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર તથા આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી આ ગુણસ્થાનમાં બંઘ યોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી ત્રણ પ્રકૃતિઓને બાદ કરતાં ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૨૧
સાસ્વાદની ન બાંધે બીજી સોળ પ્રકૃતિ-હો લાલ બીજી
નરક-ત્રિક, જાતિ ચાર, મિથ્યાત્વ-મોહની, હો લાલ મિ. ૨૨ અર્થ :- આ બીજું સાસ્વાદન નામનું ગુણસ્થાનક છે. તે સમકિત પામ્યા પછી કોઈ એક અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનું સમકિત નાશ પામે, તે નીચે ઊતરતી વખતે આ સાસ્વાદન ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં સમકિતનો હજું આસ્વાદ છે, અને સંપૂર્ણ મિથ્યાત્વમાં આવ્યો નથી, તે વચમાંની ભૂમિકાનું નામ સાસ્વાદન ગુણસ્થાન છે. આ ગુણસ્થાનકમાં બીજી ૧૬ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તે નરક-ત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરક આયુષ્ય; જાતિ ચાર તે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, તથા મિથ્યાત્વ મોહનીય છે. ૨રા.
આતપ, હુંડક, વેદ-નપુંસક, છેવટું હો લાલ નપુંસક
સ્થાવર આદિ ચાર, મિથ્યાત્વ-બળ ઘટ્યું, હો લાલ મિ. ૨૩ અર્થ:- તથા આતપ, હુંડક, નપુંસકવેદ, છેવટું કહેતા છેલ્લે સેવાર્તનામનું સંહનન તથા સ્થાવર, સુક્ષ્મ, પર્યાપ્ત અને સાધારણ નામકર્મનો બંધ આ બીજા ગુણસ્થાનકમાં થતો નથી. મિથ્યાત્વનું બળ ઘટવાથી પહેલાની ૧૧૭ પ્રવૃતિઓમાંથી બીજી ૧૬ હવે બાદ કરતાં ૧૦૧ પ્રકૃતિઓનો જ બંઘ આ બીજા ગુણસ્થાનકમાં થાય છે. રહા
મિશ્ર સત્તાવીસ બીજી, બંઘાય ના-હો લાલ બીજી
તિર્યંચ-ત્રિક અશુંભ ખગતિ, દુર્ભગ-ત્રિકા હો લાલ ખગ. ૨૪ અર્થ :- આ ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. એમાં જીવની સાચી અને મિથ્યા બન્ને પ્રકારની મિશ્ર દ્રષ્ટિ હોય છે. તેથી મળેલા દહી અને ગોળના સ્વાદની માફક એક ભિન્ન પ્રકારના મિશ્ર પરિણામ થાય છે. આ ગુણસ્થાનમાં બીજી સત્તાવીસ પ્રકૃતિઓનો બંઘ થતો નથી તે આ પ્રમાણે -
તિર્યંચ ત્રિક એટલે તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચ આયુ, અશુભ ખગતિ એટલે વિહાયોગતિ અર્થાત્ ચાલવાની રીત તથા દુર્ભગ ત્રિકા એટલે દુર્ભગ, દુઃસ્વર અને અનાદેય એ ત્રણ નામકર્મનો બંઘ મિશ્ર ગુણસ્થાનમાં થતો નથી. ૨૪
પ્રથમ કષાય-ચતુષ્ક, મ્યાનગૃદ્ધિ-ત્રણે, હો લાલ મ્યાન મધ્ય સંહનન ચાર, સ્ત્રીવેદ, કુગોત્ર ને હો લાલ સ્ત્રીવેદ, ૨૫