________________
૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ના બાલ છે.
નોંધ :- બીજી બે બંઘન નામકર્મ અને સંઘાતન નામકર્મની પ્રકૃતિનો સમાવેશ શરીર નામકર્મમાં જ કરાય છે. કેમકે શરીર નામકર્મ બાંધે ત્યારે તેના ભેગી જ તે બંઘાય છે માટે. આ બે પ્રકૃતિ આ પ્રમાણે છે–
બંઘન નામકર્મ – જે કર્મોના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતાં ઔદારિક આદિ પુદ્ગલોને એકમેક કરે તે બંઘન નામકર્મ. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧. ઔદારિક બંઘન, ૨. વૈક્રિય બંઘન, ૩. આહારક બંઘન, ૪. તૈજસ બંઘન અને ૫. કાર્પણ બંધન. તેના પેટા ભેદ ૧૫ થાય છે.
સંઘાતન નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ જુદા જુદા કર્મ પરમાણુઓને ભેગા કરે છે. દંતાળી જેમ ઘાસને ભેગું કરે તેમ ઔદારિક આદિ પુગલોને તેના તેના વર્ગમાં જે એકઠા કરે છે. તેના પાંચ ભેદ–ઔદારિક સંઘાતન, વૈક્રિય સંઘાતન, આહારક સંઘાતન, તૈજસ સંઘાતન અને કાર્યણ સંઘાતન.
પ્રત્યેક નામકર્મની ૮ પ્રકૃતિઓ :- જેના પેટા ભેદ ન હોય તેને પ્રત્યેક નામકર્મની પ્રકૃતિ કહે છે.
૧. પરાઘાત નામકર્મ – જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહીં અર્થાત્ મહાબળવાનને પણ ક્ષોભ પમાડે તે. લવ અને કુશની જેમ. અથવા કેટલાક તેજસ્વી માણસો જોતાની સાથે જ જોનાર પર છાપ પાડી દે અથવા બોલવાની છટાથી કે બુદ્ધિથી મોટી સભામાં પણ સભાસદોને આંજી નાખે તે પરાઘાત શક્તિ કહેવાય છે.
૨. ઉપઘાત નામકર્મ :- જેના ઉદયથી જીવ પોતે પોતાના વધારાના અંગોપાંગથી પીડાય, દુઃખી થાય. જેમકે રસોલી કે પડજીભી વગેરેથી અથવા મોટા સીંગ વગેરેથી અથવા આપઘાત કરવાના બઘા જ નિમિત્તો આ કર્મના ઉદયથી આવે છે.
૩. ઉચ્છવાસ નામકર્મ – જેના ઉદયથી શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિ પ્રાપ્ત થાય. તેમાં કસર હોય તેટલી અડચણ થાય.
૪. આપ નામકર્મ :- જેના ઉદયથી પોતે શીતળ છતાં તેનો પ્રકાશ ગરમ લાગે એવું શરીર, સૂર્ય વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે.
૫. ઉદ્યોત નામકર્મ :- જેના ઉદયથી પોતે શીતળ અને તેનો પ્રકાશ પણ શીતળ હોય એવું શરીર, ચંદ્ર વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે.
૬. અગુરુલઘુ નામકર્મ :- જેના ઉદયથી શરીર અત્યંત ગુરુ એટલે ભારે પણ ન હોય અને લઘુ એટલે અત્યંત હલકું પણ ન હોય; સમ શરીર હોય તે.
૭. તીર્થકર નામકર્મ :- જેના ઉદયથી કેવળજ્ઞાની બન્યા પછી ત્રણેય લોકના જીવોને પૂજવા યોગ્ય બને છે. પણ દેવો અવધિજ્ઞાનથી જાણીને પહેલા પણ પ્રભુના જન્મકલ્યાણક વગેરે કરીને પૂજે છે.
. નિર્માણ નામકર્મ :- જેના ઉદયથી શરીરના અંગોપાંગ યથાયોગ્ય સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાય છે.
ત્રસદશક નામકર્મની ૧૦ પ્રકૃતિઓ :- બે ઇન્દ્રિયથી જીવો ત્રસકાય કહેવાય છે. ૧. ત્રસ :- જે કર્મના ઉદયથી જીવ સુખદુઃખના પ્રસંગે ઇચ્છા મુજબ જઈ આવી શકે છે. ૨. બાદર – જેના ઉદયથી આંખથી જોઈ શકાય એવું સ્થૂલ શરીર મળે.
૩. પર્યાપ્ત - જેના ઉદયથી પોતાને યોગ્ય પર્યાયિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાયિઓ કહેવાય છે.