________________
૧૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હિતકારી છે. ૬૩
જિજ્ઞાસુ કહે, વિનય કરી : “હે! સત્યમતિ, ઉપકારી રે,
સંશય ટાળી, સન્મતિ આપી, કર્યો માર્ગ–અનુસારી રે.” શ્રીમ અર્થ - હવે જિજ્ઞાસુ મુમુક્ષ બની શ્રી ગુરુને વિનયસહિત કહે છે કે હે સત્યમતિ! આપ અમારા પરમ ઉપકારી છો. આપે સર્વ સંશયો એટલે શંકાઓને ટાળી, સન્મતિ અર્થાત્ સમ્યકુબુદ્ધિ આપીને મને સતુમાર્ગને અનુસરનારો કર્યો. એ આપનો પરમોપકાર કોઈ રીતે ભુલાય એમ નથી. અનંત જન્મમરણના નાશનો ઉપાય બતાવનાર શ્રી ગુરુનું માહાભ્ય લાગવાથી શિષ્ય બોલી ઉઠ્યો કે :
“અહો! અહો! શ્રી ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો!અહો! ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર ૬૪.
જિનમત સંબંધીની શંકાઓનું સમાધાન થયું હોય તો ભગવાન જિનેશ્વરે કહેલા વીતરાગમાર્ગને અવશ્ય આરાઘવો જોઈએ. વીતરાગમાર્ગ આરાઘનારે મોહનીયકર્મ બાંઘવાના ત્રીસ સ્થાનકને અવશ્ય જાણવા જોઈએ. એ કર્મના સ્થાનકમાં વર્તનાર જીવ ઉત્કૃષ્ટ સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંઘ કરી અનંતકાળ સુધી આ સંસારમાં ભટકી અનંતદુઃખ પામે છે. માટે ઘર્માભિલાષીએ આગળના પાઠમાં બતાવેલ આ ત્રીસ મહા મોહનીય કર્મના સ્થાનકને જાણી અવશ્ય વર્જવા જોઈએ. મોહનીય કર્મનો એક ભેદ દર્શનમોહ છે. તેને મહામોહ પણ કહ્યો છે. તે કયા કારણો વડે ગાઢ થાય તેવા સ્થાનકોને મહામોહનીય સ્થાનક કહ્યાં છે. તે સર્વને જાણી આત્માને ઘોર મહાપાપથી દૂર કરી શકાય છે.
“દર્શનમોહને ઘણી વખત “મોહ” એવું નામ અપાય છે. પરંતુ દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી મોહનીય કર્મનો ત્રાસ જીવને લાગે એ અર્થે દર્શનમોહને પણ મહામોહનીય નામ અપાય છે અને મહામોહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શનમોહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમોહનીયકર્મનો ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી :
“અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળમાંહી.” એ વિચારતાં સહજ સમજાશે.” ઓથામૃત ભાગ-૩ (પૃ.૨૮૫) “ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યા છે તે સાચાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯૮)
(૬૨)
મહામોહનીય સ્થાનક
(લલિત છંદ)
વિધિ સહિત હું રાજચંદ્રને, ગુરુ ગણી નમું ભાવવંદને; ભ્રમણ આ મહા-મોહથી બને, ક્ષય તમે કશો મોક્ષ-કારણે. ૧