________________
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
૧૭૯
સહજ નમે મુજ મસ્તક અતિ આભારમાં રે, અતિ
ભવ્ય જીવોના આઘાર અપાર સંસારમાં રે. અપાર. ૧૦ અર્થ :- આત્મસ્વરૂપ ઓળખવા માટે જ જેના વચનામૃતની આગમરૂપે મહાન રચના છે તે શ્રી તીર્થંકરદેવના ઉદ્દેશ વચન અહો! કેવા ઉપકારક છે. તે અત્યંત ઉપકારના આભારમાં મારું મસ્તક સહજ તેમના ઉદ્દેશ વચનને નમસ્કાર કરવા નમી પડે છે. કેમ કે તે વચનામૃતો આ અપાર દુઃખમય સંસારમાં ભવ્ય જીવોને પરમ આધારરૂપ છે. ૧૦ના
વિદેહી દેવ તો સિદ્ધ પરમ શુદ્ધતા ઘરે રે, પરમ સહજ, અનંત ગુણવંત ભક્ત અષ્ટ ગુણ સ્મરે રે - ભક્ત ક્ષાયિક સમ્યકત્વ-જ્ઞાન-દર્શન, સુખ-પૂર્ણતા રે, દર્શન
પૂર્ણ વીર્ય, અવ્યાબાઇ, અગુરુલઘુ, સૂક્ષ્મતા રે, અગુરુ૦ ૧૧ અર્થ - હવે શ્રી સિદ્ધ ભગવંતના સ્વરૂપનું વર્ણન કરે છે. દેહ રહિત પરમાત્મા તે સિદ્ધ ભગવાન છે. તે આત્માની પરમ શુદ્ધતાને ઘારણ કરેલ છે. સહજ સ્વભાવથી તે અનંતગુણોથી યુક્ત છે, છતાં ભક્તો તેમના મુખ્ય આઠ ગુણોનું સ્મરણ કરે છે. તે આ પ્રમાણે છે – જેમને ૧. આયુષ્યકર્મનો ક્ષય થવાથી સાયિક એટલે અક્ષયસ્થિતિગુણ પ્રગટ થયેલ છે. ૨. જ્ઞાનાવરણીય કર્મ જવાથી અનંતજ્ઞાન. ૩. દર્શનાવરણીય કર્મ જવાથી અનંત દર્શન. ૪. મોહનીયકર્મ જવાથી અનંતસુખ તથા ૫. અંતરાયકર્મ જવાથી અનંત વીર્યગુણ પ્રગટેલ છે. વળી ૬. વેદનીયકર્મ જવાથી અવ્યાબાઘ ગુણ. ૭. ગોત્રકર્મ જવાથી અગુરુલઘુગુણ તથા નામકર્મના ક્ષયથી સૂક્ષ્મતા ગુણ પ્રગટ થયેલ છે. ||૧૧ાા.
(સર્વ) કર્મ-કલંકરહિત અતીંદ્રિય સુખનિધિ રે, અતીં. નિર્વિકારી વીતરાગ ત્રિકાળ અનંત-થી રે, ત્રિકાળ૦ શુદ્ધ પરમગુરુ, બ્રહ્મ, અ-સંસારી નમું રે, અસંસા.
વિશ્વશિરોમણિ સ્વામી સ્મરી મુજ મન દમું રે; સ્મરી. ૧૨ અર્થ - સર્વ કર્મ કલંકથી સિદ્ધ ભગવાન રહિત છે. અતીંદ્રિય એવા આત્મસુખના નિશાન છે. નિર્વિકારી વીતરાગ પરમાત્મા છે. ત્રણે કાળનું એક સાથે જાણપણું હોવાથી અનંતજ્ઞાની છે. જે શુદ્ધ પરમગુરુ પરમાત્મા છે, પૂર્ણ બ્રહ્મસ્વરૂપ છે. જેને હવે કદી સંસાર નહીં હોવાથી અસંસારી એવા સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું. જે ગુણોએ કરી સકળ વિશ્વમાં શિરોમણિ એવા પવિત્ર સ્વામીને સ્મરી મારા મનની વૃત્તિઓનું દમન કરું છું. ૧૨ા.
પુરુષાકારે પ્રદેશો છે સિદ્ધાત્મા તણા રે, છે અનાહારી અશરીરી ધ્યેય એ આપણા રે; ધ્યેય નભસમ નિર્લેપ નાથ, પ્રભુ અપુનર્ભવી રે, પ્રભુ
કૃતકૃત્ય નિરાકુળ, નિત્ય ચહું પદ એ સ્તવી રે. ચહું ૧૩ અર્થ :- મોક્ષમાં રહેલ સિદ્ધ આત્માના પ્રદેશો લગભગ એક તૃતીયાંશ ન્યૂન પુરુષાકારે છે. તે અનાહારી તથા અશરીરી છે. આપણો પણ ધ્યેય અશરીરી એવી સિદ્ધ દશાને પામવાનો છે. સિદ્ધ