________________
૧૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- એવા કહેવાતા સંતોના અયોગ્ય વર્તનથી બચવા માટે જ સરકારે કાયદા કર્યા છે. બધો સંત સમાજ તેવો નથી. કોઈ અપવાદરૂપ કુગુરુના પ્રસંગો આવા બની આવે તો તેનો મુખ્ય દાખલો લેવા યોગ્ય નથી. રજા
જિજ્ઞાસુ કહે : “આશ્રમથર્મો જૈનજનો ના માને રે,
તેથી ત્યાગ તણા ઉપદેશો કેવલ, નાખે કાને રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ કહે : આ ચાર આશ્રમ ઘમ - બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમને જૈન લોકો માનતા નથી. અને માત્ર સંસાર ત્યાગ કરો એવા ઉપદેશો જ બઘાને કાને નાખે છે. ગરબા
સત્યમતિ કહે : “હે! જિજ્ઞાસુ, મોક્ષ લક્ષ છે સૌનો રે,
સપુરુષાર્થ વિના ન મળે તે, લાગ મળ્યો નરભવનો રે. શ્રીમદ્દ અર્થ - ઉત્તરમાં સત્યમતિ કહે : હે જિજ્ઞાસુ! જૈન લોકો ત્યાગનો ઉપદેશ શા માટે આપે છે કે તે સર્વનો લક્ષ મોક્ષ પ્રાપ્તિનો છે. તે મોક્ષ, સંસાર ત્યાગી સપુરુષાર્થ કર્યા વિના મળતો નથી, અને આ મનુષ્યભવમાં સપુરુષાર્થ કરવાનો ઉત્તમ લાગ મળ્યો છે. માટે તે ચૂકવો જોઈએ નહીં, કેમકે કળિયુગમાં આયુષ્યનો કંઈ ભરોસા નથી. રા
નરભવમાં ના સો વર્ષોનું નિશ્ચિત સૌનું આયુ રે,
પચીસ પચીસ વર્ષોના આશ્રમ પૅરા કરે દીર્ધાયુ રે. શ્રીમદ્ અર્થ :- આ મનુષ્યભવમાં બઘાનું સો વર્ષનું આયુષ્ય થશે એવું કંઈ નિશ્ચિત નથી. પચ્ચીસ પચ્ચીસ વર્ષોના ચાર આશ્રમો તો જો સો વર્ષનું નિશ્ચિત દીર્ધાયુ હોય તો પૂરા થઈ શકે. રા.
અલ્પ ર્જીવનમાં જો એ પાળો તો શિવ-સાઘન ખોશો રે,
ગૃહજીવન પૂરું થાતાં તો અંત જીંવનનો જોશો રે. શ્રીમદ્ અર્થ - આ અલ્પ જીવનમાં ચાર આશ્રમોનું પાલન કરતાં વાનપ્રસ્થ અને સંન્યસ્થ આશ્રમ જો પ્રાપ્ત ન થયા તો મોક્ષનું સાઘન ખોઈ બેસીશું. કેમકે આ કાળમાં ગૃહસ્થ જીવન પૂરું થતાં તો જીવનનો અંત જોશો. જીવન હશે તો પણ શારીરિક શક્તિઓ ઘટી ગયેલી જણાશે. તેથી આત્માર્થ સાધી શકાશે નહીં. માટે અલ્પ આયુષ્યવાળા આ જીવનમાં આશ્રમધર્મ પાળવો યોગ્ય જણાતો નથી. ૩૦
નારદ, શુકદેવ, સનત્કુમારો આજીવન બ્રહ્મચારી રે,
ગૃહાશ્રમ ના માંડે તેથી થશે શું દુર્ગતિઘારી રે? શ્રીમદ્ અર્થ :- નારદ, શુકદેવ, સનત્કુમારો વગેરે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર આજીવન બ્રહ્મચારી રહ્યા છે. કોઈ ગૃહસ્થાશ્રમ ન માંડે અને યુવાવયમાં પણ ત્યાગ લઈને આત્માર્થ સાથે તો શું તે દુર્ગતિમાં જશે? ત્યાગભાવ જ ઉત્પન્ન થવો દુર્લભ છે. તે જેને થાય તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. ૩૧
વર્તમાન સમાજ વિષે તો આશ્રમ શબ્દ જ શાસ્ત્ર રે, અન્ય ઘર્મને દૂષણ દેવા વાપરતા કુનેગે રે. શ્રીમદ્