Page #1
--------------------------------------------------------------------------
________________
*
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈન શાસ્ત્રમાળા, પુષ્પ-૧૬૨
ॐ
परमात्माने नमः।
હું ૫રમાત્મા
શ્રીમદ્દ-યોગીન્દુદેવ પ્રણીત ‘યોગસા૨ ’ ૫૨ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં ભાવવાહી પ્રવચનો
: પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪૨૫૦ ( સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
*
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિ: 2000 વીર સં. ૨૫૧૩ * વિ. સં. ૨૦૪૩ * ઈ. સ. ૧૯૮૭
દ્વિતીય આવૃત્તિઃ ૨000 વીર સં. ૨૫૨૧ * વિ. સં. ૨૦૫૧ * ઈ. સ. ૧૯૯૫
પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન છે” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે “વ્યવહારના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવેક્ષાથી જ શાસ્ત્રમાં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, “તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવેક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (આલંબન, વલણ, સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહિ.
- પ. હિંમતભાઈ જે. શાહ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Dakshaben Sanghvi, Geneva, Switzerland who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Hoon Parmatma Choon is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
23 Oct 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત )
તારવા
સંસારસાગર જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ )
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર–વી-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી )
સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત )
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વર્ષે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં–અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા )
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હૈ જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(સ્રગ્ધરા )
ઊંડી ઊંડી, ઊંડેથી સુનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મુર્તિ ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન શ્રી તીર્થકર ભગવાનના શુદ્ધાત્માનુભવપ્રધાન અધ્યાત્મશાસનને જીવંત રાખનાર એવાં શ્રી સમયસાર વગેરે પરમાગમોનાં ઊંડાં હાર્દને સ્વાનુભવગત કરી આધ્યાત્મિક સંત પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સરળ તેમ જ સુગમ પ્રવચનો દ્વારા તેમનાં અમૂલાં રહસ્યો મુમુક્ષુ સમાજને સમજાવ્યાં અને એ રીતે આ કાળે અધ્યાત્મચિનો નવયુગ પ્રવર્તાવી તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં સમગ્ર ભારતવર્ષને વિષે તેમ જ વિદેશોમાં પણ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિભીની અધ્યાત્મવિદ્યાના પ્રચારનું જે આંદોલન પ્રવર્તે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના ચમત્કારી પ્રભાવનાયોગનું સુંદર ફળ છે.
આવા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનાં ટેઈપ-અવતીર્ણ, અધ્યાત્મરસભરપૂર પ્રવચનોનું પ્રકાશન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ પણ આપણું પરમ સૌભાગ્ય છે. તદનુસાર વીતરાગ દિગંબર મુનિવર શ્રી યોગીન્દુદેવ પ્રણીત “યોગસાર” ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન “હું પરમાત્મા” રૂપે પ્રકાશિત કરતાં કલ્યાણી ગુસ્વાણી પ્રત્યે અતિ ભક્તિભીની પ્રસન્નતા અનુભવીએ છીએ.
પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાસ્થલી અધ્યાત્મતીર્થ શ્રી સુવર્ણપુરીમાં, વીતરાગ દેવશાસ્ત્ર-ગુરુ તેમ જ પરમ-તારણહાર અધ્યાત્મમૂર્તિ પૂજ્ય કહાનગુરુદેવનો અનુપમ ઉપકારમહિમા પ્રકાશનાર સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની જ્ઞાનવૈરાગ્યરસભીની મંગલ આશિષછાયામાં, પૂર્વવત પ્રવર્તતી અનેકવિધ ગતિવિધિના અંગભૂત પ્રકાશનવિભાગ દ્વારા પ્રકાશિત થતા આર્ષપ્રણીત મૂળ, તેમ જ પ્રવચનગ્રંથો પૈકીના “હું પરમાત્મા” નામના સંકલનનું આ દ્વિતીય સંસ્કરણ છે. ગુજરાતી “આત્મધર્મ પત્રમાં પ્રકાશિત થયેલ “યોગસાર” ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો આ સંકલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
હું પરમાત્મા” ના પ્રકાશનપ્રસંગે, “આત્મધર્મ' માટે “યોગસાર' ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો લિપિબદ્ધ કરનાર સંપાદકનો તેમ જ આ પ્રવચનગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપનાર કહાન મુદ્રણાલયનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા મુમુક્ષુઓ નિજ-કલ્યાણ સાધે-એવી ભાવના ભાવીએ છીએ.
ફાગણ વદ ૧૦, સં. ૨૦૧૧ બહેનશ્રી ચંપાબેન ૬૩મી સમ્યકત્વજયંતી
તા. ૨૬-૩-૧૯૯૫
પ્રકાશનસમિતિ, શ્રી દિ0 જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪ ૨૫૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीमद्-योगीन्दुदेवाय। नमः श्रीकहानगुरुदेवाय।
ઉપોદ્યાત वीर-हिमाचलते निकरी, गुरु गौतमके मुखकुण्ड ढरी है।
मोह-महाचल भेद चली, जगकी जडतातप दूर करी है।। આપણા આ ભરતક્ષેત્રની પ્રવર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરદેવ ૧OO૮ પરમપૂજ્ય શ્રી મહાવીરસ્વામીરૂપ હિમાચલની ગંગોત્રીમાંથી વહેલ શુદ્ધાત્માનુભૂતિપ્રધાન જિનશાસનના બીજભૂત અધ્યાત્મજ્ઞાનગંગાનો પુનિત પ્રવાહ પ્રધાન ગણધર શ્રી ગૌતમસ્વામી દ્વારા સૂત્રબદ્ધ થયો, અને ગુરુપરંપરા દ્વારા તે પ્રવાહ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયો. મિથ્યાત્વને રાગદ્વેષરૂપ મોટા પહાડોને ભેદીને જગતના ભવ્ય જીવોની જડતા અર્થાત્ અજ્ઞાન તેમ જ આપને દૂર કરનાર તે પાવન પ્રવાહને શ્રી કુંદકુંદાચાર્યદવે, સમયસાર વગેરે પ્રાભૃતભાજનોમાં ભરીને, ચિરંજીવી કર્યો. ઉત્તરવર્તી આચાર્યો કે વિદ્વાનોએ જે અધ્યાત્મપ્રમુખ ગ્રંથરચનાઓ કરી છે તેમાં પ્રાય: સર્વત્ર કુંદકુંદાચાર્યદેવની કૃતિઓની તેજસ્વી આભાનાં પુનિત દર્શન થાય છે. અધ્યાત્મવિષયના ઉત્તરવર્તી ગ્રંથકારો પૈકીના એક, મહાન અધ્યાત્મયોગી શ્રી યોગીન્દુદેવ દ્વારા પ્રણીત પરમાત્મપ્રકાશ” ને “યોગસાર” વગેરે ગ્રંથોમાં પણ ભગવાન કુંદકુંદાચાર્યદવ પ્રણીત અધ્યાત્મરચનાની કલ્યાણી છાયા જ દષ્ટિગત થાય છે.
હું પરમાત્મા નામના આ પ્રવચનગ્રંથમાં શ્રીમદ્યોગીન્દુદેવ પ્રણીત યોગસાર” ઉપરનાં, અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં સરળ, સુગમ તેમ જ ભાવવાહી પ્રવચનોનું સંકલન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. યોગસાર” માં યોગ” નો અર્થ “જોડાણ' છે. આત્માનું પોતાના ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ સાથે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ વડે “જોડાણ' થવું તેનું નામ “યોગ” છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ વડ જોડાણ” થવું તેનું નામ યોગ” છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ આ યોગ, વિપરીતતા તેમ જ રાગાદિના વિકલ્પ રહિત હોવાથી, સ્વયમેવ “સાર' અર્થાત ઉત્તમ છે. “યોગસાર' માં ગ્રંથકારે ૧૦૮ દોહરામાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપે આત્માના વર્ણનનો પ્રારંભ કરીને અપભ્રંશભાષામાં સરળ અને સાદી શૈલીથી અધ્યાત્મતત્ત્વનો સુંદર પ્રકાશ કર્યો છે. અધ્યાત્મસાગરને “યોગસાર” રૂપ ગાગરમાં સંક્ષેપનાર ગ્રંથપ્રણેતા જેવા મહાન છે તેવા જ વિશિષ્ટ, તે ગાગરને પ્રવચનસાગરમાં વિસ્તારનાર તેના પ્રવચનકાર છે. યોગસાર” ના પ્રવચનકાર પરમોપકારી પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી શુદ્ધાત્મદષ્ટિવંત, સ્વરૂપાનુભવી, વીતરાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬) દેવ-ગુરુના પરમ ભક્ત, કુમારબ્રહ્મચારી, સમયસાર આદિ અનેક ગહન અધ્યાત્મશાસ્ત્રોના પારગામી, ચતુરનુયોગ-રહસ્યવેત્તા, સ્વાનુભવઅંદી ભાવકૃતલબ્ધિના ધણી, સતતજ્ઞાનોપયોગી, વૈરાગ્યમૂર્તિ, નયાધિરાજ શુદ્ધનયની પ્રમુખતા સહુ સમ્યક અનેકાન્તરૂપ અધ્યાત્મતત્ત્વના અસાધારણ ઉત્તમ વ્યાખ્યાનકાર અને આશ્ચર્યકારી પ્રભાવના-ઉદયના ધારક અધ્યાત્મયુગભ્રષ્ટા મહાપુરુષ છે. તેમનાં આ પ્રવચનોનું અવગાહન કરતાં જ અધ્યેતાને તેમનો ગાઢ અધ્યાત્મપ્રેમ, શુદ્ધાત્મ-અનુભવ, સ્વરૂપ તરફ ઢળી રહેલી પરિણતિ, વીતરાગ-ભક્તિના રંગે રંગાયેલું ચિત્ત, જ્ઞાયકદેવના તળને સ્પર્શનારું અગાધ શ્રુતજ્ઞાન અને સાતિશય પરમ કલ્યાણકારી અભુત વચનયોગનો ખ્યાલ આવી જાય છે.
પૂજ્ય ગુરુદેવે અધ્યાત્મનવનીત સમા આ “યોગસાર' ના પ્રત્યેક દોહરાને સર્વ તરફથી છણીને એ સંક્ષિસ દુહાસૂત્રના વિરાટ અર્થોને આ પ્રવચનોમાં ખોલ્યા છે. સૌને અનુભવમાં આવ્યા હોય એવા ઘરગથ્થુ પ્રસંગોના અનેક ઉદાહરણો વડે, અતિશય સચોટ છતાં સુગમ એવા અનેક ન્યાયો વડ અને પ્રકૃત-વિષયસંગત અનેક યથોચિત દષ્ટાન્તો વડ પૂજ્ય ગુરુદેવે ‘યોગસાર” ના અર્થગંભીર સૂક્ષ્મ ભાવોને અતિશય સ્પષ્ટ અને સરળ બનાવ્યા છે. જીવને કેવા ભાવ સહજ રહે ત્યારે જીવ-પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન સમજાયું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયું ગણાય, ભૂતાર્થ જ્ઞાયક નિજ ધ્રુવ તત્ત્વનો (અનેકાન્ત-સુસંગત) કેવો આશ્રય હોય તો દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પરિણમી મનાય, કેવા કેવા ભાવ રહે ત્યારે સ્વાવલંબી પુરુષાર્થનો આદર, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યાદિકની પ્રાપ્તિ થઈ કહેવાય-વગેરે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત બાબતો, મનુષ્યજીવનમાં બનતા અનેક પ્રસંગોના સચોટ દાખલા આપીને, એવી સ્પષ્ટ કરવામાં આવી છે કે આત્માર્થીને તેને વિષયનું સ્પષ્ટ ભાવભાસન થઈ અપૂર્વ ગંભીર અર્થો દષ્ટિગોચર થાય અને તે, શુભભાવરૂપ બંધમાર્ગને વિષે મોક્ષમાર્ગની મિથ્યા કલ્પના છોડી, શુદ્ધભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને સમજી, સમ્યક પુરુષાર્થમાં જોડાય. આ રીતે “યોગસાર' ના સ્વાનુભૂતિદાયક ઊંડા ભાવોને, સોંસરા ઊતરી જાય એવી અસરકારક ભાષામાં અને અતિશય મધુર, નિત્ય-નવીન, વૈવિધ્યપૂર્ણ શૈલીથી અત્યંત સ્પષ્ટપણે સમજાવી ગુરુદેવે આત્માર્થી જગત પર અનહદ ઉપકાર કર્યો છે. “યોગસાર” ના અપભ્રંશ-દોહરામાં છુપાયેલાં અણમૂલ તત્ત્વરત્નોનાં મૂલ્ય સ્વાનુભવવિભૂષિત કહાનગુરુદેવે જગતવિદિત કર્યા છે.
આ પરમ પુનિત પ્રવચનો સ્વાનુભૂતિના પંથને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશિત કરે છે એટલું જ નહિ, પણ સાથે સાથે મુમુક્ષુ જીવોના હદયમાં સ્વાનુભવની રુચિ અને પુરુષાર્થ જાગ્રત કરી, કંઈક અંશે સત્પરુષના પ્રત્યક્ષ ઉપદેશ જેવું ચમત્કારિક કાર્ય કરે છે. આવી અપૂર્વ ચમત્કારિક શક્તિ પુસ્તકારૂઢ પ્રવચનવાણીમાં જવલ્લે જ જોવામાં આવે છે.
આ રીતે “યોગસાર” શાસ્ત્રમાં નિહિત અધ્યાત્મતત્ત્વવિજ્ઞાનનાં ગહન રહસ્યો અમૃતઝરતી વાણીમાં સમજાવી, સાથે સાથે શુદ્ધાત્મચિને જાગ્રત કરી, પુરુષાર્થને પ્રેરી, પ્રત્યક્ષ સત્સમાગમની ઝાંખી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭) કરાવનારા આ પ્રવચનો જૈન સાહિત્યમાં અજોડ છે. પ્રત્યક્ષ સત્સમાગમના વિષયોમાં મુમુક્ષુઓને આ પ્રવચનો અનન્ય આધારભૂત છે. નિરાલંબન પુરુષાર્થ સમજાવવો અને પ્રેરવો તે જ ઉદેશ હોવા સાથે યોગસાર” ના સર્વાગ સ્પષ્ટીકરણ સ્વરૂપ આ પ્રવચનોમાં સમસ્ત શાસ્ત્રોનાં સર્વ પ્રયોજનભૂત તત્ત્વોનું તલસ્પર્શી દર્શન આવી ગયું છે. શ્રુતામૃતનો સુખસિંધુ જાણે આ પ્રવચનોમાં હિલોળી રહ્યો છે. આ પ્રવચનગ્રંથ શુદ્ધાત્મતત્ત્વની રુચિ ઉત્પન્ન કરી પર પ્રત્યેની રુચિ નષ્ટ કરવાનું પરમ ઔષધ છે, સ્વાનુભૂતિનો સુગમ પંથ છે અને ભિન્ન ભિન્ન કોટિના સર્વ આત્માર્થીઓને અત્યંત ઉપકારક છે. પરમ પૂજ્ય ગુરુદેવે આ અમૃતસાગર સમાં પ્રવચનોની ભેટ આપી દેશવિદેશમાં વસતા મુમુક્ષુઓને ન્યાલ કર્યા છે.
સ્વરૂપસુધાને પ્રાપ્ત કરવા ઇચ્છતા જીવોએ આ પરમ પવિત્ર પ્રવચનોનું વારંવાર મનન કરવા યોગ્ય છે. સંસારવિષવૃક્ષને છેદવાનું તે અમોઘ શસ્ત્ર છે. ડાળે-પાંખડ વળગ્યા વિના તે મૂળ પર જ ઘા કરે છે. આ અલ્પાયુષી મનુષ્યભવમાં જીવનું પ્રથમમાં પ્રથમ કર્તવ્ય એક નિજ શુદ્ધાત્માનું બહુમાન, પ્રતીતિ અને અનુભવ છે. તે બહુમાનાદિ કરાવવામાં આ પ્રવચનો પરમ નિમિત્તભૂત છે.
અંતમાં એ જ પ્રશસ્ત ભાવના કે-મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ પ્રવચનોનો ઊંડો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી તેમાં કહેલા ભાવોને સંપૂર્ણ રીતે દયમાં ઉતારી, નિજ શુદ્ધાત્માની રુચિ, પ્રતીતિ તથા અનુભવ કરી, શાશ્વત પરમાનંદને પામો.
શ્રાવણ વદ ૨, વિ. સં. ૨૦૪૩ (બહેનશ્રી ચંપાબેન-૭૪મી જન્મજયંતી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪.
(6
૧
39
અનુક્રમણિકા પ્રવચન નં. દોહરા નં. પાના નં. પ્રવચન નં. દોહરા નં. પાના નં. ૧-૩ ૧
૬૬-૬૮ ૧૨૯ ૪-૬
૨૫ ૬૯-૭૧ ૧૩૫ ૩ ૭-૯ ૧૪
૭૧-૭૪
૧૩૯ ૧૦-૧૨ ૧૯
૭૪-૭૫ ૧૪૪ ૧૩–૧૫ ૨૫
૭૬-૭૭ ૧૪૯ ૧૬-૧૭
૭૭-૮૦ ૧૫૪ ૧૮-૧૯
૮૦–૮૨ ૧૫૮ ૧૯-૨૦ ४४
૮૨-૮૩ ૧૬૩ ૨૧-૨૩ ૫)
૮૪-૮૫ ૧૬૭ ૨૩-ર૬ ૫૭
૮૫-૮૬ ૧૭ ર૬-૨૮ ૬૪
૮૬-૮૭ ૧૭૭ ૨૯-૩ર ૭૦
८८ ૩ર-૩૪ ૭૬
૩૬ ૮૯-૯O ૧૮૮ ૩૫-૩૭ ૮૧ ૩૭ ૯૧-૯૨ ૧૯૪ ૩૮-૪૨ ૮૬
૯૩
૧૯૯ ૪૨-૪૫ ૯૧
૯૩-૯૪ ૨૦૪ ૪૬-૪૯
૯૫-૯૬ ૫૦-૫૩ ૧૦૧
૯૭-૯૮ ૨૧૪ ૫૩-૫૬ ૧૦૬
૯૯-૧OO ૨૧૯ પ૭-૫૮ ૧૧૧
૧૦૦-૧૦૩ ૨૨૪ ૫૯-૬૨ ૧૧૫
४४ ૧૦૪-૧૬ ૨૨૯ રર ૬૨-૬૩ ૧૨૦ ૪૫ ૧૦૬-૧૭૮ ૨૩૪ ૨૩ ૬૪-૬૬ ૧૨૪
૧૨
૩૫.
૧૮૩
TO
૩૯
૪૦
૨૦૯
ru
૪૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ
परमात्मने नमः ।
હું ૫રમાત્મા
શ્રી યોગીન્દ્દેવ-વિરચિત યોગસાર ઉપર
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન
[પ્રવચન નં. ૧]
પૂજ્ય ગુરુદેવશ્રીનાં મંગલ આશીષઃ
અમે તને પરમાત્મપણે દેખીએ છીએ
(શ્રી યોગસા૨ ઉપ૨ ૫રમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૬-૬૬)
શ્રી યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦–૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયા; તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસા૨ છે.
દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર....સાર જ આપ્યું છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે, તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમાં પ્રથમ મંગલરૂપે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે.
णिम्मल-झाण-परिट्ठया कम्म-कलंक डहेवि। अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि।।१।। નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદું તે જિનરાય. ૧. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમૂર્તિ સિદ્ધ સમાન છે. સિદ્ધ પરમાત્મા સમાન આત્મા છે. તેનું અંતર સ્વરૂપમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં અંતર વેપાર દ્વારા સાર એટલે સિદ્ધદશા પ્રગટ કરવી એનું નામ યોગસાર કહેવામાં આવે છે. યોગીન્દ્રદેવે ૧૪૦૦ વર્ષ પહેલાં પરમાત્મપ્રકાશ અને યોગસાર કર્યા છે. યોગીન્દ્રદેવ મહા સંત થયા, તેઓ યોગસારની શરૂઆત કરતાં મંગલરૂપે સિદ્ધ પરમાત્માને યાદ કરે છે, સ્મરણ કરે છે.
નિર્મળ ધ્યાન એટલે કે શુદ્ધ ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈ શુદ્ધ ધ્યાન વડે સિદ્ધ થયા છે. મોક્ષમાર્ગની શરૂઆત શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાનથી થાય છે. આ આત્માને સર્વજ્ઞદેવે સિદ્ધ સ્વરૂપે જોયો છે.
“પ્રભુ તુમ જાણગ રીતી સૌ જગ દેખતા હો લાલ,
નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતા હો લાલ.” હે સર્વજ્ઞદેવ! સૌ જીવોને આપ તો નિજ સત્તાએ-પોતાના હોવાપણે શુદ્ધ દેખો છો. બધા આત્માઓ પોતાની સત્તાએ શુદ્ધ છે એમ ભગવાન દેખે છે અને જે કોઈ આત્મા એ રીતે શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાન વડે એકાગ્ર થાય છે તે સિદ્ધ થાય છે. જ્ઞાનાવરણીનો ક્ષય થાય ત્યારે જ્ઞાન થાય તેમ નથી કહ્યું હતું ! પણ નિર્મળ ધ્યાન વડે સમસ્ત પ્રકારે સ્વરૂપમાં સ્થિર થયા ત્યારે સિદ્ધ થાય છે.
ધર્મદશા પ્રગટ કાળમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિની એકાગ્રતાને અંશ પ્રગટ થાય ત્યારે તેને સમ્યગ્દર્શન-ધર્મની પ્રથમ શરૂઆત થાય છે. સિદ્ધ ભગવાને શરૂઆત પછી પૂરણતાની પ્રાપ્તિના કાળ વખતે શું કર્યું એ વાત અહીં ચાલે છે. જેમાં અતીન્દ્રિય આનંદ ભર્યો પડયો છે એવી નિજ સત્તાના હોવાપણામાં તારું સુખ છે, બીજાના હોવાપણામાં પણ તારું સુખ નથી, પરમાત્મા સિદ્ધના હોવાપણામાં પણ તારું સુખ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિકાળી નિજ આત્મામાં એકલો આનંદ જ ભાળ્યો છે, એ અતીન્દ્રિય આનંદની નજર કરીને વિશેષપણે ધ્યાનમાં સ્થિત થયા, બહારથી તદ્દન ઉપેક્ષા કરીને અંદરમાં ઠર્યા, શુદ્ધ ધ્યાનમાં સ્થિત થયા-આ રીતે સિદ્ધ પરમાત્મા થયા; વર્તમાનમાં થાય છે ને ભવિષ્યમાં પણ આ રીતે સિદ્ધ પરમાત્મા થશે. મોક્ષને પ્રાપ્ત કરવાની, મોક્ષના માર્ગની આ ક્રિયા છે. વચમાં કોઈ દયા-દાનનો વિકલ્પ આવે એ કોઈ મોક્ષના માર્ગની ક્રિયા નથી. આ યોગસાર છે ને! યોગ એટલે આત્મામાં ઉપયોગનું જોડાણ કરવું એ જ મોક્ષનો માર્ગ છે. પરમાં જોડાણ થાય-રાગાદિ હો પણ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી, એ તો બંધના માર્ગના બધા વિકલ્પો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૩ સિદ્ધ ભગવાને પોતાના શુદ્ધ સ્વરૂપને પહેલાં પ્રતીતમાં અનુભવમાં લીધું, પછી પર્યાયમાં પૂરણ પ્રાપ્તિ માટે સ્વરૂપમાં લગની લગાડી. અંદરમાં ધ્યાનની લગની લગાડી
ત્યારે કર્મના કલંકને બાળી મૂકયા છે. કર્મ બળ્યા માટે ધ્યાન થયું છે એમ નથી. કર્મ બિચારે કૌન?–એ તો જડ છે, નિમિત્ત છે, તું વિકાર કર તો કર્મનું આવરણ નિમિત્ત થાય અને ધ્યાન કર તો કર્મો ટળી જાય. કર્મો કાંઈ કાંડુ પકડીને ઊભા નથી કે તને ધ્યાન નહીં થવા દઉં.
કર્મોરૂપી કલંકના મેલને ધ્યાન વડે બાળી નાખ્યા છે. નાશ કર્યા છે એમ નહીં પણ બાળી મૂકયા છે એટલે કે કર્મરૂપે જે પર્યાય હતી તે બીજા પુદ્ગલરૂપે-અકર્મરૂપે થઈ ગઈ–એ બાળી મૂક્યાનો અર્થ છે. સિદ્ધ ભગવાનનો આત્મા પરમાત્મપણે થયો ત્યારે તેણે કર્મના કલંકને બાળ્યા એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કર્મ તો અકર્મરૂપ થવાની લાયકાતથી જ થયા છે, આત્મા તેને બાળે-ટાળે એમ કોઈ દી બને નહીં, કેમ કે એ તો જડ છે, જડનો કર્તા-હર્તા આત્મા નથી. અહીં તો એમ કહ્યું કે વિકારનો સંગ હતો ત્યારે કર્મનું નિમિત્તપણે આવરણ હતું, એ વિકારનો સંગ છૂટ્યો ત્યારે કર્મનું આવરણ બીજી દશારૂપે થઈ ગયું તેને અહીં કર્મ-કલંક બાળ્યા એમ કહેવામાં આવે છે.
- ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાન પરમાત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ એનું ધ્યાન કરતાં એની દશામાં પરમાત્મદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા લક્ષમાં લઈને એવા સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે ભાઈ ! સિદ્ધ પરમાત્માને નમસ્કાર કોણ કરી શકે?-કે જે હૃદયમાં-જ્ઞાનની દશામાં સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન શક્તિએ છું-એમ જે શ્રદ્ધા-જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે. ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ! પધારો, પધારો, મારે આંગણે પધારો. સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય! રાજા આવે તોય આંગણું કેટલું સાફ કરે છે! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું, આદર કરું છું એટલે કે એ સિવાય રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં ઉજળા કર્યા છે પ્રભુ! આપ પધારોને! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો, પધારો!એવી જેની દષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને તેણે ભગવાનને નમસ્કાર કર્યા કહેવામાં આવે છે. આમ ને આમ નમો અરિહંતાણમ્ કર્યા કરે પણ જેને નમે એ ચીજ જ શું છે, તે નમનાર એમને કેવા ભાવથી આદર આપે છો, તારા ભાવમાં શું શુદ્ધતા આવી છે–એની ખબર વિના નમો અરિહંતાણમ્ના ગડીયા તો અનંતકાળ હાંકયા પણ તેમાં કાંઈ વળ્યું નહિ.
પોતાની પર્યાયમાં બધુંય ભૂલીને સિદ્ધોને યાદ કર્યા છે. જાણે એકલા સિદ્ધો જ નજરમાં તરતા હોય ! રાગ, અલ્પજ્ઞતા ને નિમિત્ત કોઈ નમવા જેવી ચીજ ન હોય ને નમવા લાયક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪] તો જાણે અનંતા સિદ્ધોના ટોળા એવી સિદ્ધની પર્યાય જ હોય-એમ જેને અંતર દષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાના જ્ઞાનમાં પધરાવે છે. પ્રભુ! આપે તો નિર્મળ ધ્યાન કર્યું હતું ને એ નિર્મળ ધ્યાન દ્વારા અનંત આનંદ આદિ શક્તિની વ્યક્તતા પર્યાયમાં આપે પ્રગટ કરી છે માટે આપ પરમાત્માને હું નમસ્કાર કરું છું-એમ પ્રથમ ગાથામાં મહા માંગલિક કર્યું.
સર્વજ્ઞ પરમાત્માએ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ફરમાવ્યું કે ભાઈ ! અમે તને સિદ્ધ સમાન જોઈએ છીએ, તું પણ એમ જોતા શીખને! ત્રણલોકનો નાથ અતીન્દ્રિય આનંદમૂર્તિ, દર્શન, જ્ઞાન ને ચારિત્રથી પૂર્ણાનંદને પામે એવો આ આત્મા એને હાડમાંસમાં શરીરમાં રહેવું પડે, જનમ-મરણ કરવા પડે એ કલંક છે, કલંક છે તેથી અહીં અશરીરી થવા માટે પ્રથમ સિદ્ધને યાદ કર્યા. હવે અમારે શરીર નથી, એક બે ભવે અમે અશરીરી થવાના એમ કોલકરાર કરીને આચાર્યદવે સિદ્ધોને નમસ્કાર કર્યા છે.
धाइ-जउक्कहं किउ विलउ णंत चउक्कु पदिठु। तह जिणइन्दहं पय णविवि अक्खमि कव्वु सु-इठु।।२।।
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ;
તે જિનવર ચરણે નમી, કઠું કાવ્ય સુઇષ્ટ, ૨. અરિહંત ભગવાન અત્યારે ભરતક્ષેત્રમાં નથી પણ મહાવિદેહમાં વર્તમાનમાં સીમંધર ભગવાન અને લાખો કેવળીઓ બિરાજે છે. અરે ! એ અરિહંત ભગવાન ને લાખો કેવળીઓની સત્તાનો સ્વીકાર કરીને અંદરમાં નમન એ કોઈ અપૂર્વ વાત છે. અહો ! અરિહંત પરમાત્માના જેણે દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણ્યા, દ્રવ્ય-ગુણ તો ઠીક પણ એની નાતનો ને જાતનો આવો આત્મા છું-એમ અરિહંત પરમાત્માના સ્વરૂપ સાથે એના આત્માના દ્રવ્યને મેળવે છે ને અંદરમાં જાય છે ને પૂરણ સ્વરૂપની પ્રતીત કરે છે ત્યાં એને સમકિત થયું એટલે કેવળજ્ઞાન લીધે છૂટકો.
જેણે ધ્યાન દ્વારા ચાર ઘાતિ કર્મનો વિલય-વિશેષે નાશ કરી નાખ્યો છે અને અનંત ચતુર્યની પ્રાપ્તિ કરી છે એને અરિહંત ભગવાન કહીએ. એમ ને એમ નમો અરિહંતાણમ્ કરીને મરી ગયો! પ્રવચનસારમાં શરૂઆતની ગાથામાં કુંદકુંદસ્વામીએ કહ્યું કે રે પ્રભુ! હું આપને વંદન કરું છું પણ હું કોણ છું? આપને વંદન કરું છું તો આપ કોણ છો ને વંદન કરનાર હું કોણ છું? એ બન્નેનું મને ભાન છે. પ્રભુ! વંદન કરનાર હું જ્ઞાનદર્શનમય ભગવાન આત્મા છું. વંદન કરનાર હું માણસ નહિ, કર્મવાળો નહિ, રાગવાળો નહિ, હું તો અનંત અનંત બેહંદ જાણવું દેખવું એવા સ્વરૂપવાળો ભગવાન આત્મા છું. જ્ઞાતાદષ્ટાપણું એ મારું હોવાપણું છે. આપ પૂરણ પરમાત્મા છો ને હું આપને નમસ્કાર કરું છું. વિકલ્પ ઊઠયો છે એ વ્યવહાર નમસ્કાર છે ને સ્વરૂપમાં એકાગ્રતા થઈ એ નિશ્ચય નમસ્કાર છે.
અહીં કહે છે કે ચાર ઘાતિ કર્મનો નાશ થઈને શું પ્રાપ્ત થયું?-કે અનંત ચતુષ્ટયનો લાભ થયો. અનંત કાળથી આત્મામાં જ્ઞાન-દર્શન-વીર્ય ને સુખ જે શક્તિરૂપે હતા તેને ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ] આપે પર્યાયરૂપે પ્રાપ્ત કર્યા છે–એ મારા જ્ઞાનમાં છે. આપે આવું પ્રાપ્ત કર્યું એની સત્તાનો અમને સ્વીકાર છે. આવા અરિહંતો હોય એનું અમને જ્ઞાન છે, ભાન છે અને તેથી અમે નમસ્કાર કરીએ છીએ. અંધશ્રદ્ધાએ નમસ્કાર કરીએ છીએ એમ નથી-એમ કહે છે. | સર્વજ્ઞ ત્રિલોકનાથ વીતરાગે કહેલા માર્ગ સિવાય બીજે ક્યાંય આ માર્ગ હોઈ શકે નહિ. પરંતુ એના માર્ગમાં જન્મ્યા તોય ખબર ન મળે! એમ ને એમ ભગવાન ભગવાન કર્યા કરે! અહીં કહે છે કે અરિહંત પરમાત્મા આત્મા હતા ને તેને અનાદિનો આઠ કર્મોનો સંબંધ હતો, તેણે ચાર ઘાતિકર્મને ટાળ્યા ને તેઓ અનંત ચતુષ્ટયને પામ્યા.-એવા જિનેન્દ્રદેવના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરીને હવે હું પ્રિયકારી, આત્માના હિતના માર્ગને કહેનાર સુંદર કાવ્ય-શ્લોકોને કહું છું. હવે ગ્રંથ રચવાની યોગ્યતાને કહે છે: - -
संसारह भयभीयहं मोङ्कखहं लालसयाहं । પપ્પા-સંવાદ- ય ય વોરા માદા રૂપા ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત;
તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એકચિત્ત. ૩. આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે કે આ કાવ્ય કોને માટે બનાવું છું?-કે સંસારથી ભય રાખનારાઓ માટે, ચાર ગતિથી ભય પામ્યા હોય તેને માટે કહું છું. જેને ચાર ગતિમાં રહેવું છે ને મજા કરવી છે તેને માટે નહિ હો! જેને સ્વર્ગના સુખથી પણ ભય લાગે છે, કેમ કે સ્વર્ગના સુખની કલ્પના તે પણ દુઃખ છે, ચક્રવર્તીના રાજ્ય હોય કે એક દિવસના અબજો રૂપિયાની પેદાશો હોય-એ બધી કલ્પનાઓ દુઃખ છે, એ દુ:ખથી જેને ત્રાસ થયો છે કે હવે આ દુ:ખ નહિ, આ દુ:ખ ન જોઈએ-એને માટે આ માટે આ કાવ્ય કહું છું એમ કહે છે.
મોક્ષાર્થીઓ માટે મારી આ વાત છે, ચારગતિનો ત્રાસ....ત્રાસ....અરેરે ! અવતાર....! અવતરવું એ દુઃખરૂપ છે. જનમ-મરણ....સંયોગ એ બધું દુઃખરૂપ છે. ચારગતિની પ્રાપ્તિ, ઇન્દ્રપદની પ્રાપ્તિ પણ દુઃખરૂપ છે. કેમ કે ઇન્દ્રપદની પ્રાપ્તિમાં જે લક્ષ જાય છે એ બધાં રાગ દુઃખરૂપ છે. ધર્માત્માને અધૂરું રહ્યું ને સ્વર્ગમાં જાય છે ને જુએ છે ને કહે કે અરેરે ! અમારે રાગ બાકી રહી ગયો એમાં આ મળ્યું? અરેરે ! અમારા કામ ઓછાં-અધૂરાં રહ્યાં. સ્વરૂપમાં સ્થિરતા કરવી જોઈએ તેટલી અમે ન કરી શક્યા તેના આ ફળ આવ્યા–એમ ખેદ કરે છે. ધર્માત્મા ઇન્દ્રપદને દેખીને ખેદ કરે છે કે અરે ! આ ફળ આવ્યા! અરે! અમારો આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, પૂરણજ્ઞાન ને આનંદની પ્રાપ્તિ કરે એવી શક્તિવાળો તેને આ સંયોગના ફળ મળ્યા! અરે ! અમે કામ બાકી રાખ્યાતા! અમારા કામ અધૂરાં રહી ગયા-એમ ખેદ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહીં કહે છે કે સંસારનો ભય જેને લાગ્યો છે તેને હું આ કહું છું. સંસારથી ભયભીત છે તેને કહું છું. જેમ ફાંસી દેવાનું નક્કી થઈ જતાં ત્રાસ લાગે તેમ જેને ચારગતિના દુઃખનો ત્રાસ લાગ્યો હોય એવા જીવોને માટે આ મારો યોગસારનો ઉપદેશ છે એમ કહે છે. હજી અમારે એકાદ ભવ કરવો છે, સ્વર્ગમાં જવું છે.....જેને જનમમરણનો ત્રાસ નથી એને અમારો ઉપદેશ લાગશે નહિ.
કોના માટે છે. અમારો ઉપદેશ?-કે જેને એકલી મોક્ષની અભિલાષા છે કે મારે તો બસ છૂટવું છે. સ્વર્ગમાં જવું નથી પણ મારે તો છૂટવું, છૂટવું ને છૂટવું છે. એવા મોક્ષની લાલસા, મોક્ષની અભિલાષા ધારણ કરવાવાળા માટે આ મારું યોગસાર છે-- એમ આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે. છેલ્લે એમ કહેશે કે મારા માટે આ યોગસાર કહ્યું છે.
ચારગતિનો ત્રાસ અને મોક્ષની અભિલાષાવાળા જીવોને માટે આ અમારો યોગસારનો ઉપદેશ છે. બીજે ખારવાળા ખેતરમાં અમે બીજ વાવતાં નથી! સ્વર્ગ આદિની ચાહનાવાળા જીવોને માટે અમારો ઉપદેશ નથી. ચારગતિનો ત્રાસ અને મોક્ષની તાલાવેલીવાળા જીવોને મારે એક જ વાત કહેવી છે, શું કહેવી છે?-કે આત્માનું સ્વરૂપ સમજાવવા માટે, તારી અંદર જાત શું છે ભાઈ !—એ સમજાવવા માટે આત્માનું સંબોધન કરવું છે. તારા સ્વરૂપમાં શું ભર્યું છે ને આ વિકાર-ફિકાર એ તારી જાત નથી-એવા આત્માના સ્વરૂપને સમજાવવા માટે એકાગ્ર મનથી હું અત્યારે દોહાની રચના કરીશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ પ્રવચન નં. ૨] શ્રી ગુરુનો સદુપદેશ:
નિજ પરમાત્માનું ચિંતન કરો [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૬-૬૬]
આ યોગસાર ચાલે છે. યોગીન્દ્રદેવ દિગંબર આચાર્ય થયા. તેમણે આત્માના સ્વભાવનો વેપાર કેમ કરવો? અને એ કેમ ભૂલ્યો છે તે અહીં કહ્યું છે. પણ કોના માટે કહ્યું છે? કે જે ચાર ગતિના ભવના ભયથી દુઃખી થયો હોય, ચાર ગતિના દુ:ખનો ડર લાગ્યો હોય અને જેને મોક્ષની અભિલાષા હોય તેને માટે આ યોગસાર કહે છે-એમ પહેલી શરત મૂકી છે.
कालु अणाइ अणाइ जिउ भव-सायरु जि अणंतु । मिच्छा-दसण-मोहियउ णवि सुह दुख्ख जि पत्तु ।। ४।।
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત,
મિથ્યામતિ મોહે દુઃખી, કદી ન સુખ લહંત. ૪. કાળ અનાદિનો છે. વર્તમાન, ભૂત ને ભવિષ્ય એમ કાળ અનાદિનો ચાલ્યો આવે છે. જીવો અનાદિ છે. સંસારમાં રખડનારા જીવો પણ અનાદિથી છે. નિગોદથી માંડીને નવમી રૈવેયકના-ચાર ગતિમાં રખડનારા દુઃખી-દુ:ખી જીવો અનાદિથી છે. એક જરીક પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખી દુઃખી થઈ જાય ને જરીક અનુકૂળતા આવે ત્યાં હરખના સંડકા માને!—એ બધા દુઃખી-દુઃખી છે. કાળ પણ અનાદિનો ને જીવ પણ અનાદિથી છે. સંસારી જીવની અશુદ્ધતા પણ અનાદિની છે. આત્મા અનાદિનો છે અને તેની મલિન પર્યાય પણ અનાદિની છે. શેરડીમાં રસ ને કૂચો ભેગા જ છે, પહેલા-પછી નથી; ખાણમાં સોનું ને પથ્થર પહેલેથી જ બન્ને સાથે છે. પહેલાં સોનું હતું ને પછી પથ્થર ભેગો થયો-એમ નથી; દૂધમાં દૂધને પાણી જોવામાં સાથે જ હોય છે; તલમાં તેલને ખોળ બન્ને પહેલેથી જ ભેગા છે અને જુદા પાડે તો પાડી શકે એમ છે. ચકમકમાં અગ્નિ અને ચકમક અનાદિના છે. તેમ આત્મા શુદ્ધ દ્રવ્ય તરીકે અનાદિ છે ને સંસાર અશુદ્ધ દશા અનાદિથી છે.
દ્રવ્ય ધ્રુવ તરીકે અનાદિ છે ને તેની મલિન પર્યાય અનાદિની છે. પહેલાં નિર્મળ પર્યાય હતી ને પછી મલિન થઈ એમ છે નહીં. ચણાની કાચાપણાની અવસ્થા પહેલેથી જ છે. એમ આત્મા વસ્તુએ તો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ છે છતાં તેને પર્યાયમાં મલિનતા કેમ આવી?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮] એની કેટલાકને શંકા છે. કર્મને લઈને મલિનતા આવી-એમ પણ નથી. જીવ અનાદિ છે ને તેની સંસારી મલિનદશા પણ અનાદિની છે. જો મલિનતા ન હોય તો તેને આનંદનો અનુભવ હોવો જોઈએ! અને જો મલિનતા ન હોય તો તેને ટાળવા પુરુષાર્થ કરવો, સાચી શ્રદ્ધા કરવી ઇત્યાદિ કાંઈ રહેતું જ નથી ! સાચું સમજવું એ કાંઈ રહેતું નથી ! તેથી સંસારી જીવ અનાદિ છે ને મલિનતા પણ અનાદિની છે.
ભવસાગર પણ અનાદિનો છે. ૮૪ લાખ યોનિના અવતાર પણ અનાદિના છે. આ કોઈ પહેલો અવતાર છે એમ છે નહીં. નરકમાં અનંતવાર ગયો, સ્વર્ગમાં અનંતવાર ગયો, નિગોદમાં અનંતા ભવ કર્યા, ઢોરમાં અનંતવાર ગયો, માણસ અનંતવાર થયો-એ ભવસાગર મોટો ઊંડો અનાદિનો છે. કાળ અનાદિ, ભગવાન ભૂલેલો અનાદિ ને ભવસાગર અનાદિ છે.
અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા. પોતે જ પોતાને અનાદિથી ભૂલેલો છે; કેમ કે તેની દષ્ટિ ઇન્દ્રિય ઉપર છે, અંદર ભગવાન અતીન્દ્રિય કોણ છે એની એને ખબર નથી, એનું માહાભ્ય નથી એટલે કર્મજન્ય ઉપાધિના લક્ષે તેના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. સ્વયં અખંડ આનંદકંદ સ્વસત્તાની અંતર્મુખ દષ્ટિ નથી ને બહિર્મુખ દષ્ટિમાં ઇન્દ્રિયો, અલ્પજ્ઞતા, રાગદ્વેષનું અસ્તિત્વ દેખાય છે તે સંસાર છે.
* મિથ્યાશ્રદ્ધાને લઈને મોહિત થયો થકો ભવસાગરમાં રખડે છે *
ભવસાગરમાં અનાદિ છે; અનાદિ-અનંત છે એમ નહીં પણ ભવસાગર અનાદિ છે. કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર પણ અનાદિ છે. હવે એ ભવસાગરનું રખડવું છે કેમ?–એ સિદ્ધાંત સિદ્ધ કરે છે. મિથ્યા શ્રદ્ધાને લઈને મોહિત થયો થકો ભવસાગરમાં રખડ છે, કર્મને લઈને રખડે છે એમ નહીં-એ સિદ્ધાંત છે. ભગવાન આત્માના આનંદ સ્વભાવને ભૂલેલો ને પુણ્ય-પાપના ભાવ, શરીર આદિની જે ક્રિયા એનું અસ્તિત્વ ભાળે છે ને અંદરમાં પૂરણ અસ્તિત્વ છે તેની તેને ખબર નથી, ખબર નથી એનું નામ જ અજ્ઞાન મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વથી અનાદિ કાળથી મોહ્યો છે, મિથ્યા શ્રદ્ધામાં મોહ્યો છે, એમાં એની રૂચિ છે, એમાં એની પ્રીતિ છે. મિથ્યાદર્શનના મોહના કારણે જગતના કર્મજન્ય સંયોગમાં એની લગની લાગી છે. જેમાં સુખ નથી તેને સુખ માને છે, જેમાં દુઃખ છે તેને સુખ માને છે. આ ભાવ તેને કેમ છે?-કે મિથ્યાદર્શનના કારણે મોહિત થયો હોવાથી આ ભાવ છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપના ભાન વિના પરની સાવધાનીની મિથ્યા શ્રદ્ધાથી “ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર”-કર્મના લઈને સંસાર છે એમ ત્યાં વાત નથી કરી. પરમાં, રાગમાં એના ફળમાં, ઈન્દ્રિય આદિમાં સાવધાનીની કલ્પના એ મિથ્યાદર્શન છે. પણ ભગવાન આત્મા શદ્ધ આનંદકંદ પ્રભ છે. સચ્ચિદાનંદ પ્રભ ?
અંતર અવલોકતાં સંસારનો વ્યય થઈને મોક્ષ થતાં એને વાર લાગે નહીં. પરંતુ મિથ્યાદર્શનને લઈને અનાદિથી મોહ્યો છે.
એક જરીક સગવડતા મળે ત્યાં આહાહા ! પચ્ચીસ રૂપિયાનો પગાર હોય ને પાંચનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯
પરમાત્મા] વધારો થાય ત્યાં તો ઘરમાં હરખ હરખ થાય ! આજે લાપશી કરો! અને જ્યાં કાંઈક ગુનો થયો ને પાંચ ઘટે ત્યાં હાય હાય! મોહને લઈને મફતમાં વધ્યો ને ઘટયો-એમ અજ્ઞાની માને છે પણ બહારનું વધ્યું-ઘટયું ક્યાં તારા આત્માને અડે છે! દુકાન સરખી ચાલે ત્યાં હવે આપણે વધ્યા હો ! પણ બાપુ! શ્રીમદ્ રાજચંદ્ર તો ૧૬ મે વર્ષે પોકાર કરે છે કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો.' અરેરે ! મિથ્યા મોહને લઈને મારો પગાર વધ્યો ! હું આમ વધ્યો! પહેલાં તો સાધારણ વેપાર કરતા હતા પણ હમણાં બહુ બાદશાહી છે! મૂઢ છે ને? કષાયની હોળી સળગી રહી છે, પણ મિથ્યાત્વ ને મોહથી આ માન્યતાએ સંસાર ઊભો કર્યો છે. ત્યાં બહારમાં ક્યાં સુખ ને દુ:ખ હતા? ઊંધી માન્યતાએ મોહેલો અજ્ઞાની પરમાં અગવડતા-સગવડતા માની રહ્યો છે.
કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર અનાદિનો છે. તેમાં વર્તમાન વાત કહે છે કે જ્યાં જ્યાં તું છો ત્યાં તારી ઊંધી શ્રદ્ધાથી તું મોહ્યો છે. આ મહાન સંસારનું મૂળ કારણ કહ્યું છે. સાત વ્યસન કરતાં પણ આ પાપ મોટું છે. બહારના ઇન્દ્રિય સંયમ અને ત્યાગ કરે પણ અંદરમાં જેને દયા-દાનના ભાવ ધર્મ છે. તેનાથી મને ધર્મ થશે-એ મિથ્યાદર્શનમાં મોહેલો પ્રાણી અનાદિના અજ્ઞાની છે. ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર છે તેનું તો ભાન નથી ને દયા-દાન-વ્રત-ભક્તિ ને ક્રિયાકાંડ એ તો બધો રાગ છે. એ રાગનો વિવેક સમ્યગ્દર્શનમાં થાય છે. મિથ્યાદર્શનમાં એ રાગનો અવિવેક રહે છે. ઊંધી શ્રદ્ધાને લઈને શ્રદ્ધામાં રાગનો અત્યાગ રહે છે. મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી દયા-દાનવ્રતાદિના રાગને લાભદાયક માને છે. એક સમયનો રાગ વિકલ્પ સ્વભાવમાં નથી, તેને પોતાનો માન્યો-તેને લાભદાયક માન્યો તે મહા મિથ્યાત્વથી મોહેલો પ્રાણી છે.
ભાઈ ! તારો આત્મા રાગ વિના રહી શકે તેવું તત્ત્વ છે, એને બદલે રાગ વિના ન રહી શકું એ મિથ્યાદર્શનથી મોહેલો મૂઢ બહિરાત્મા છે અથવા બહિર એટલે દયા-દાન આદિ રાગભાવ-પુણ્યભાવ તેના વડે નિશ્ચય પ્રાપ્ત થશે એમ માનનાર મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી રાગનો ત્યાગ કરવા માગતો નથી. મિથ્યા શ્રદ્ધાથી મોહેલો પ્રાણી સુખને પ્રાપ્ત કરતો નથી. મિથ્યા શ્રદ્ધાને લઈને આત્માના સ્વભાવની ખબર વિના, દયા–દાનવ્રત-ભક્તિના જે ભાવ છે તે વિકાર છે, તેમાં મોહેલો પ્રાણી સ્વભાવમાં સાવધાન નથી તેથી તે સુખને પામતો નથી પણ દુઃખને પામે છે. અતીન્દ્રિય આનંદકંદ પ્રભુને ભૂલીને રાગ ને વિકલ્પમાં મોહેલો પ્રાણી તેમાં સાવધાન રહેતો થકો અંગે પણ સુખને ન પ્રાપ્ત કરતો થકો દુઃખને જ પ્રાપ્ત કરે છે. સંસારના સુખ-દુઃખ બન્નેને દુઃખ કહેવામાં આવે છે. અહીં જે સુખ કહ્યું તે અતીન્દ્રિય સુખની વાત કરી છે.
પોતાનું નિજ સ્વરૂપ, અખંડ જ્ઞાયકસ્વરૂપ જેમાં રાગના કણનો ભેળસેળ ને મેળ નથી, દયા-દાન, પંચમહાવ્રતનો ભાવ અને સ્વભાવ તે બેને મેળ નથી, છતાં અજ્ઞાની એ રાગભાવને પોતાનું સ્વરૂપ માનીને તે છોડવા યોગ્ય નથી એટલે કે તે મારાથી છૂટો પડવા લાયક નથી એમ માનનાર મિથ્યાદર્શનથી એકલો દુઃખી દુઃખી ને દુઃખી થઈ રહ્યો છે, તે જરીયે આત્માના આનંદના સમ્યગ્દર્શનના સુખને પામતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦]
મિથ્યાદર્શનથી મોહેલો ૮૪ લાખ યોનિમાં રખડે છે, “મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવયેક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન ન લેશ સુખ પાયો.” દિગંબર સાધુ થાય, ૨૮ મૂળ ગુણ પાળે, પણ એ તો રાગ છે, તેમાં હિત માને એ મિથ્યાશ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે. તેને આત્માના જ્ઞાન ને આનંદની ખબર નથી તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના છે. મિથ્યાશ્રદ્ધાવાળાને જરીયે સુખ નથી એમ કહ્યું. મિથ્યાશ્રદ્ધા એટલે શું? આપણે કુદેવકુશાસ્ત્ર-કુગુરુને માનતા નથી, આપણે પંચમહાવ્રત પાળીએ છીએ, માટે આપણને મિથ્યાશ્રદ્ધા નથી; પણ એ પંચમહાવ્રત રાગ છે, એને પાળું ને એ મારા છે એ માન્યતા પોતે જ મિથ્યાશ્રદ્ધા છે, તેથી તે જીવ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે, ભલે તે જીવ દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ એ ભાવ મને હિતકર છે એમ માને છે તેને મિથ્યાદર્શનનું ઝેર ચઢેલું છે, તેને આત્માના અમૃતનો જરીયે સ્વાદ હોતો નથી. ૪.
जई वीहउ चउ-गई गमणा पर-भाव चएहि । अप्पा झायहि णिम्मलउ जिम सिव-सुक्ख लहेहि।।५।।
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી લે શિવસુખનો લાભ. ૫. શુભ ને અશુભ રાગ એ સ્વરૂપમાં નથી, એને હિતકર માનવો એ જ મિથ્યાદર્શનમાં મોહેલો જીવ છે, તેથી આત્માના ધર્મનું કારણ કોણ તે કહે છે.
* ચાર ગતિનો ભય લાગ્યો હોય તો પરભાવને છોડ * ચાર ગતિનો ભય લાગે, સ્વર્ગમાં અવતરવું એ પણ દુઃખ માને. કેટલાક કહે છે કે આપણે અત્યારે વ્રતાદિ પાળો, સ્વર્ગમાં જઈશું ને ત્યાંથી ભગવાન પાસે જઈશું. પણ અત્યારે તો આત્માનો અનાદર કરે છે, ભગવાને કહ્યું કે દયા-દાન-વ્રતાદિ આત્માના હિતનું કારણ નથી એને તો તું માનતો નથી. ભગવાનનો તો તું અનાદર કરે છે તો સ્વર્ગમાંથી ભગવાન આગળ સાંભળવા જઈશું એ ખોટી ભ્રમણા છે.
એક બળદ હતો તે ખોવાઈ ગયો. તેનો માલિક બળદ શોધવા માટે લુહારને ત્યાં આવ્યો કે તમારી પાસે બળદને ખસ્સી કરવા એકવાર લાવેલ તેથી કદાચ અહીં આવ્યો હોય! લુહાર કહે કે ભાઈ ! એ બળદ અહીં તે પાછો આવતો હશે? ખસ્સી કરાવવામાં તો બહુ ત્રાસ થાય ને તે અહીં પાછો ડોકાતો હશે?–એમ વાત આવે છે. તેમ અહીં કહે છે કે જેને ૮૪ લાખ યોનિના ત્રાસ લાગ્યા છે ને ફરી હવે મારે આ ગતિમાં નથી આવવું-તેને માટે આ વાત છે.
ટૂંકો સિદ્ધાંત કહે છે કે જો તને ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો, ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિવાય પુણ્ય-પાપનો રાગ પરભાવ છે, એ પરભાવને તું છોડી દે. બહુ ટૂંકી ને ટચ વાત કરી છે કે ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો પરભાવને છોડી દે. તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧
પરમાત્મા] અર્થ કે વ્યવહાર છે તે પરભાવ છે, તે પરભાવને છોડ! તો નિશ્ચય પમાશે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત રહેતી નથી. પહેલાં વ્યવહાર પાળો! વ્યવહાર પાળો ! દયા-દાન-વ્રત-સંયમ પહેલાં પાળો! વ્યવહાર પાળો! એટલે કે વિભાવને પાળો એમ ને! અહીં તો કહે છે કે એ પરભાવને છોડી દે! રાગની મંદતા હોય, કષાયની મંદતા હોય તો તેમાંથી શુદ્ધતા થશે-એ મિથ્યાત્વ છે. શુભમાંથી શુદ્ધતા નહીં થાય, શુભને છોડ તો શુદ્ધતા થશે.
ભગવાન આત્મા જ્ઞાતાનો ભંડાર, તેનાથી ભિન્ન જેટલો ભાવ જે ભાવે તીર્થંકર ગોત્ર બાંધે તે ભાવ પણ-પરભાવ પરભાવ પરભાવ છે. જો તને ચારગતિના દુ:ખનો ભય લાગ્યો હોય તો ઈ પરભાવ છોડ. રાગ મને લાભદાયક છે એમ જે માને છે તે શરીરને જીવ માને છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે ને શરીર, કર્મ રાગ શુભાશુભભાવ તે બધું શરીર છે. રાગના કણને પોતાના માને છે તે બહિરાત્મા શરીરને જ આત્મા માને છે.
બાપુ! ભાઈ ! જો તને ચાર ગતિનો ડર લાગ્યો હોય તો પરભાવને છોડ. શેનો ત્યાગ કરવો? શુભાશુભ ભાવનો ત્યાગ કર; ઘરબાર કે દી એનામાં હતાં તે એનો ત્યાગ કરે ! એની પર્યાયમાં પર્યાયપણે પકડેલો પરભાવ તેને દ્રવ્યદૃષ્ટિએ તું છોડ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ પરભાવ છે, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ પણ પરભાવ છે, તેને છોડ! તે ગતિનું કારણ છે, મોક્ષનું કારણ નથી.
* મોક્ષનો ઉપાય : શુદ્ધાત્માનું ધ્યાન * આ તો નાસ્તિથી વાત કરી. ત્યારે હવે શું?-કે નિર્મળ ભગવાન આત્માનું ધ્યાન કર. કેવો આત્મા?-કે અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વસત્તાએ બિરાજમાન પૂર્ણાનંદનો નાથ કેવળજ્ઞાન સત્તાથી ભરેલું તત્ત્વ આત્મા છે તેનું ધ્યાન કર. જેમાં અનંતા નિર્મળ ગુણો ભર્યા છે તેનું ધ્યાન પર્યાયમાં કર. આત્મા વસ્તુ છે ને ધ્યાન એ પર્યાય છે. મોક્ષના સુખનો ઉપાય શું? મોક્ષનો માર્ગ શું?-કે આત્મા અખંડાનંદ જ્ઞાનની મૂર્તિ છે તેનું ધ્યાન કરવું તે મોક્ષનો માર્ગ છે, તે મોક્ષનો ઉપાય છે. ધ્યાનમાં દર્શન-જ્ઞાન ને ચારિત્ર ત્રણેય આવી જાય છે. પોતાની શુદ્ધ સત્તાનો આદર કરવો તે ધ્યાન ને મોક્ષનો માર્ગ છે. આત્મા તરફનું ધ્યાન તે એક જ સંવર-નિર્જરાનો માર્ગ છે.
આત્માને ઓળખ. બહું ટૂંકી વાત કરી દીધી છે. આત્મા એટલે એક સમયની પર્યાય-પુણ્ય-પાપ જેવડો નહીં પણ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ કે જેના અંતર્મુખના અવલોકને સંસારની ગંધ પણ રહેતી નથી. એવા નિર્મળ આત્માનું-ત્રિકાળીનું ધ્યાન કર-એ મોક્ષનું કારણ છે. આત્મા અખંડાનંદ પ્રભુની સામું જોઈને એકાગ્ર થવું એનું નામ સમાયિક છે.
તત્ત્વાર્થસૂત્રનું સૂત્ર છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:- એ ત્રણે અહીં આત્માના ધ્યાનમાં સમાડી દીધા છે. અઠયાવીસ મૂળગુણ એ આત્મધ્યાન નહીં, એ પરભાવ હતાં, પરધ્યાન હતું, આત્મધ્યાન ન હતું. અહીં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે આત્મા કોણ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[હું
એને પહેલાં જાણજે ને પછી તેનું ધ્યાન કરજે. એટલે કે જે દષ્ટિ બહાર તરફ છે. પર ત૨ફ છે તેનો પલટો મારીને અંદર સ્વ તરફ કરજે; તેનાથી શાંતિ ને શિવસુખ પામીશ, એ સિવાય મોક્ષના સુખની પ્રાપ્તિનો બીજો ઉપાય વીતરાગ પરમેશ્વરના માર્ગમાં નથી અને બીજે તો છે જ નહીં. હવે છઠ્ઠી ગાથા કહે છેઃ
આત્માના ત્રણ પ્રકાર છે. આત્મા આત્મા કરે છે ને! તેને આત્માની પર્યાયના ત્રણ પ્રકાર કહે છે. એકલો નિર્મળ આત્મા અનાદિથી છે એમ કહે છે તે ખોટું, એકલો મલિન જ આત્મા કહે છે તે પણ ખોટું; ત્રણ પ્રકારે આત્મા છે, તે કહે છેઃ
ति-पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु ।
पर झायहि अंतर सहिउ बाहिरु चयहि णिभंतु ।। ६ ।। ત્રિવિધ આત્માની જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મસ્વરૂપ. ૬.
આત્માને પર્યાય અવસ્થાથી ત્રણ પ્રકારે જાણો; દ્રવ્ય અપેક્ષાએ તો ત્રિકાળી
એકરૂપ આત્મા છે. પર્યાયમાં ભૂલ, ભૂલનું ટળવું ને નિર્મૂલની પૂરણ પ્રાપ્તિ-એ બધું પર્યાયમાં છે. બહિરાત્માપણું એટલે કે પુણ્ય-પાપના રાગને પોતાના માનવો એ એની પર્યાયમાં છે, અંતરાત્માપણું એટલે કે આત્મા શુદ્ધ છે એમ માનવું તે એની પર્યાયમાં છે અને પૂરણ પ૨માત્મપણે પરિણમવું એ પણ એની પર્યાયમાં છે.
શક્તિરૂપે તો દરેક આત્મા પરમાત્મા છે. ૫૨માત્માની બધી અવસ્થા જે સાદિઅનંત પ્રગટ થવાની છે તે બધી શક્તિ તો વર્તમાનમાં આત્મામાં પડી છે, પરંતુ અહીં તો પ્રગટ પૂરણ પર્યાયની અપેક્ષાએ ૫રમાત્માની વાત કરે છે.
નિર્વિકલ્પ શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ હજુ પર્યાયમાં પ્રગટ થયું નથી પણ વસ્તુએ આવો છું એમ જેણે શ્રદ્ધા-જ્ઞાનથી-ધ્યાનથી નક્કી કર્યું છે તેને વર્તમાન દશાની નિર્મળતાની –અપૂર્ણ નિર્મળ દશાની અપેક્ષાએ અંતરાત્મા કહેવામાં આવે છે.
ભગવાન પૂરણ શુદ્ધ નિર્મળાનંદ છે અને એ સિવાયના દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ ને દેહની ક્રિયા તેને પોતાની માનનારો, તેનાથી હિત માનનારો, તેને ભિન્ન નહીં માની શકનારો આત્મા બહિરાત્મા છે. રાગાદિના પરિણામ જે આસ્રવતત્ત્વ છે, તે બહિતત્ત્વ છે, તેને આત્માના હિતરૂપ માનનારો બહિરાત્મા છે. કર્મજન્ય ઉપાધિના સંસર્ગમાં આવીને ક્યાંય પણ ઉલ્લસિત વીર્યથી હોંશ કરવી એ બહિરાત્મા છે. ભગવાન આત્માનો ઉલ્લસિત વીર્યથી આદર છોડીને બહારના કોઈ પણ ઉપાધિભાવ કે કર્મજન્ય સંયોગના સંસર્ગમાં આવતાં તેમાં વીર્ય ઉલ્લસિત થઈ જાય કે “ આહાહા! આહાહા ! ”– એમ ૫૨માં વિસ્મયતા થઈ જાય તેને બહિરાત્મા કહે છે. અંતરના આનંદથી રાજી ન થયો ને બહારના શુભાશુભભાવ ને એના ફળ કે જે આત્માના સ્વભાવથી બાહ્ય વર્તે છે તેમાં ખુશી થયો, તેમાં આત્માપણું માન્યું એને બહિરાત્મા મિથ્યાદષ્ટિ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૧૩ સમકિતી ચક્રવર્તી છ ખંડનો રાજા છ— હજાર રાણીઓના છંદમાં પડેલો હોય તેને બાહ્યત્યાગ ન દેખાવા છતાં અંતરંગમાં રાગનો વિવેક અને રાગનો ત્યાગ વર્તે છે એટલે કે રાગની ભિન્નતા અને આત્માની એકતામાં રાગનો ત્યાગ વર્તે છે. બહિરાભા નગ્ન દિગંબર થઈને અઠ્ઠાવીસ મૂળગુણ પાળે, ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે પણ અંતરમાં રાગનો અત્યાગ ને રાગની સાથે એકત્વબુદ્ધિ પડી છે તે બહિરાત્મા બાહ્યબુદ્ધિમાં રાજી થનાર મિથ્યાષ્ટિ છે. શરીરમાં નીરોગતા મારા આત્માને સાધન થશે, રોગ વખતે શરીરમાં પ્રતિકૂળતા હતી હવે શરીરમાં નીરોગતા થઈ, પૈસાદિની સગવડતા થઈ, હવે હું નીરાંતે ધર્મધ્યાન કરી શકીશ એમ આત્મા સિવાય રજકણથી માંડી બાહ્યઋદ્ધિમાં ક્યાંય અનુકૂળતા કલ્પી જવાય ને પ્રતિકૂળતાના ગંજમાં એના કારણે ક્યાંય અણગમો થાય એની બુદ્ધિ બાહ્યમાં રોકાયેલી હોવાથી તે બહિરાત્મા છે.
એ ભ્રાંતિ ને શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દે. શુભાશુભભાવથી માંડીને જગતની સમસ્ત સામગ્રીમાં અનુકૂળતા ને પ્રતિકૂળતામાં ઉલ્લાસીત વીર્યને છોડી દે. હરખના સડકે ચઢેલો તારો ભાવ એ બહિરાત્મા છે, તથા પ્રતિકૂળતામાં ખેદે ચઢેલો તારો ભાવ એ પણ બહિરાત્મા છે. એ ભ્રાંતિ-શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દે.
શ્રદ્ધા-જ્ઞાનમાં બહિરાત્મબુદ્ધિનો ત્યાગ કરીને અંતરાત્માને ગ્રહણ કરી પરમાત્માનું ધ્યાન કર. અંતરાત્માનું ધ્યાન કરવાનું નથી પણ પરમાત્માનું ધ્યાન કર-એનું નામ મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[ પ્રવચન નં. ૩]
શ્રી ગુનો કોલકરાર : પરમાત્મસ્વરૂપની દષ્ટિ કર, જરૂર પરમાત્મા થઈ જઈશ. [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૮-૬-૬૬ ]
આ યોગસાર ચાલે છે, તેમાં છઠ્ઠી ગાથા ચાલી. ત્રણ પ્રકારના આત્માનું વર્ણન ચાલ્યું; પરમાત્મા, અંતરાત્મા ને બહિરાત્મા. જોકે પરમાત્મામાં અંદર શક્તિમાં ભૂતનૈગમનયથી અંતરાત્મા ને બહિરાત્મા તો છે પણ આ તો પ્રગટ પર્યાયની વાત છે. પરમાત્માનું સ્વરૂપ જાણીને અંતરાત્મા થઈને બહિરાત્મપણું છોડીને પરમાત્માનું ધ્યાન કરવું એ ગાથાનો સાર છે. ત્રણ પ્રકારની પર્યાય બતાવીને હતું શું?-કે દરેક જીવમાં ત્રણ પ્રકારની શક્તિ પડી છે. તેમાંથી પરમાત્માનું સ્વરૂપ જાણી અંતરાત્મા થઈ બહિરાત્મપણું છોડી પરમાત્માનું ધ્યાન કરવું તે હેતુ છે, તે સાર છે. હવે સાતમી ગાથા
मिच्छा-दसण-मोहियउ परु अप्पा ण मुणेइ । सो बहिरप्पा जिण-भणिउ पुण संसार भमेइ ।।७।। મિથ્યા મતિથી મોહીજન, જાણે નહીં પરમાત્મ; તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
* બહિરાત્માનું સ્વરૂપ * મિથ્યાદર્શનથી મોહી થયેલો જીવ, રાગને પોતાનું સ્વરૂપ માને, પાપના ફળને પોતાનું માને, પાપના ફળમાં દુઃખી છું એમ માને, જ્ઞાનના ક્ષયોપશમથી થોડો વિકાસ થયો ત્યાં હું પંડિત છું એમ માને-એ બધા મિથ્યાદર્શનથી મોહિત થયેલા જીવો છે. મારુ સ્વરૂપ એક સમયમાં ત્રિકાળ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે-એનો આશ્રય કરતો નથી ને કર્મના ઉદયથી મળેલી બાહ્ય ને અત્યંતર સામગ્રીમાં, મિથ્યાશ્રદ્ધા દ્વારા હુંપણું સ્વીકારતો, એમાં હું છું, એ મારા છે એમ માનતો થકો મિથ્યાત્વથી મોહિત થયેલો પરમાત્માને નથી જાણતો. પોતાનું સ્વરૂપ જે અનંત જ્ઞાન, દર્શન ને આનંદ આદિની સમૃદ્ધિવાળું છે તેને તે જાણતો નથી. ફક્ત બહારની અલ્પજ્ઞ અવસ્થા, રાગની અવસ્થા અને બહારના અનુકૂળ-પ્રતિકૂળ સંયોગના અસ્તિત્વના સ્વીકારવામાં તેની દષ્ટિ પડી છે. પોતે અનંત લક્ષ્મીવાળો છે તેને ભૂલીને, થોડા પૈસાવાળો થાય ત્યાં હું પૈસાવાળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
[૧૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ] એમ મૂઢ થઈને મફતનો માને છે. કર્મના લઈને મોહ્યો છે એમ નથી, પણ પોતાનું સ્વરૂપ જે અનાકુળ આનંદ એને સ્પર્યા વિના અડ્યા વિના, કર્મજન્ય સામગ્રી છે તેમાં-અનંત પ્રકારની બાહ્ય ચીજો તથા અસંખ્ય પ્રકારના શુભાશુભ રાગ એ બધા કર્મના ફળનું સામ્રાજ્ય છે તેમાં હું પણાની દષ્ટિ છે તે મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી છે.
પરીક્ષામાં પાસ થાય ત્યાં હું પાસ થયો! પણ એ તો કર્મની સામગ્રીનું ફળ છે, એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. પણ મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી એમાં ખુશી થાય છે, એને જ પોતાનું સ્વરૂપ માને છે. ભગવાન પૂર્ણાનંદ, એક સમયમાં અનંત સમૃદ્ધિનું પૂરણ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેને ન માનતા, અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ એક સમયની અલ્પજ્ઞતાને, વિકારને ને બાહ્ય સંયોગને પોતાના માને છે. પરમાત્માને જાણતો નથી ને બાહ્ય ચીજને પોતાની માને છે તે બહિરાત્મા છે.
જેમ દારૂ પીવાથી જે બધી ચેષ્ટાઓ થાય તેને તે પોતાની માને, તેમ કર્મના સંયોગથી થયેલ ચેષ્ટાઓ-વિકાર અને પર તે બધાને મિથ્યાત્વના દારૂને લઈને તે પોતાની માને છે. ભગવાન આત્મા તો જ્ઞાન-દર્શન-આનંદનું ધામ છે. પૂરણ જ્ઞાન, દર્શન આનંદનું ધામ છે-એવા આત્માને ન શ્રદ્ધાંતો, એવડી મોટી સત્તાને ન સ્વીકારતો અલ્પ અવસ્થાને ને બાહ્યચીજને માનતો થકો મિથ્યાદર્શનથી મોહિત થઈને ત્યાં પડયો છે તે બહિરાત્મા છે. અંતસ્વભાવની પ્રતીત નથી ને બાહ્યની પ્રતીત છે તેને બહિરાત્મા કહે છે.
અંતસ્વભાવ મહાન પરમાત્મસ્વરૂપ છે, એની શ્રદ્ધા ને જ્ઞાન કરતો નથી, પોતાના પરમાત્મા–ધ્રુવસ્વરૂપને જાણતો નથી ને મિથ્યાદર્શનથી બાહ્યમાં મોહિત થયો છે તેને ભગવાને બહિરાત્મા કહ્યો છે. પુણ્યની ને પાપની સામગ્રી ઓછી-વધતી મળે, અંદર શુભાશુભભાવ ઓછા-વધતા થાય, પરના પક્ષે જ્ઞાનનો ઓછા વધતો ઉઘાડ થાય, એને જ આત્મા માને છે પણ અંદરમાં પોતાના પરિપૂર્ણ પરમેશ્વર પરમાત્મસ્વરૂપને સ્વીકારતો નથી, આદર કરતો નથી, વલણ કરતો નથી તે બહિરાત્મા છે. તે બહિરાત્મા વારંવાર ફરીને સંસારમાં ભમશે. અનંત કાળથી તો ભમ્યો છે ને એ બહિરબુદ્ધિથી ફરી ફરીને સંસારમાં રખડશે.
આત્મામાં એકકોર પરમાત્માનો પિંડલો દ્રવ્યવસ્તુ છે પોતે, ને એકકોર એની વર્તમાન દશામાં અલ્પજ્ઞતા, અલ્પદર્શન, અલ્પવીર્ય, વિપરીતતા, સંયોગની અનુકૂળતાપ્રતિકૂળતા છે; પોતાને માનતો નથી તેથી આ બધાને પોતાના માને છે તેનું નામ મિથ્યાષ્ટિ બહિરાત્મા કહેવામાં આવે છે એ બહિરાત્મા મિથ્યાદષ્ટિ ફરી ફરીને ચાર ગતિમાં રખડવાના ભાવવાળો છે. ૭.
जो परियाणइ अप्पु परु जो परभाव चएइ । सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ।।८।। પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ; તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬]
* અંતરાત્માનું સ્વરૂપ * જે કોઈ પૂર્ણાનંદ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે ને તેનાથી ભિન્ન અલ્પ જ્ઞાનને, રાગદ્વેષને, પરને જાણે-ભલી રીતે જાણે, પોતાથી ભિન્નપણે જાણે તે પરભાવને ત્યાગ છે, અને તેને પંડિત કહે છે, શૂરવીર કહે છે જેણે આત્માના પૂરણ અખંડાનંદ સ્વરૂપને જાણ્યું ને તેનાથી ભિન્ન વિકારને ને પરચીજને “આ છે” એમ જાણીને બેની વચ્ચે ભેદવિજ્ઞાન થયું છે તે પોતાના શુદ્ધસ્વભાવના આશ્રયથી પરભાવનો આશ્રય કરતો નથી એટલે કે તે પરભાવને છોડે છે. વ્યવહારરત્નત્રયના વિકલ્પને પણ છોડ છે તેમ કહ્યું !
ઓછું જ્ઞાન હોય કે વધારે જ્ઞાન હોય તેની સાથે સંબંધ નથી, અંતર પરમાત્માના સ્વરૂપને જાણતો, પર આદિના સ્વરૂપને જાણતો, સ્વભાવનો આશ્રય કરે છે ને વિકારને છોડ છે તેને પંડિત કહેવામાં આવે છે. અગિયાર અંગ ભણ્યો હોય કે ન ભણ્યો હોય, પ્રશ્નોત્તર દેતાં આવડે કે ન આવડે તેની સાથે કોઈ સંબંધ નથી, ફકત ચૈતન્યાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ મારો આત્મા તેને જાણ્યો ને તેનાથી વિપરીત જેટલા પુણ્ય-પાપના ભાવો કર્મની સામગ્રી આદિને જાણ્યા કે તે પર છે, તે સ્વભાવનો આદર કરે છે અને પરનો આદર કરતો નથી માટે તેણે દૃષ્ટિમાં પરભાવોને છોડયા છે. આનું નામ ત્યાગ છે. આ ત્યાગ વિના ત્યાગ આગળ વધે નહીં. અંતસ્વભાવના આશ્રય ને આલંબન વિના રાગનો ત્યાગ થાય નહીં ને એ રાગના ત્યાગ વિના બીજો ત્યાગ સાચો હોય નહીં.
અંતરાત્માને પંડિત, શૂરવીર, વીર, ભેદજ્ઞાની, લઘુનંદન-પરમાત્માનો લઘુનંદન કહેવાય છે. એ લઘુનંદન શું કરે છે?-કે પોતાના પૂરણ શુદ્ધ સ્વરૂપને જાણ્યું ને અનુભવ્યું કે આજ આત્મા અને એના સિવાય શુભાશુભ પરિણામ તે પરભાવ છે એમ દષ્ટિમાંથી છૂટી ગયા છે. દષ્ટિમાં ત્રિકાળ સ્વભાવનો આદર વર્તે છે ને પરભાવોનો ત્યાગ વર્તે છે. આને પરભાવનો ત્યાગ ને ખરેખરો ત્યાગી કહેવામાં આવે છે.
અંદરમાં જતાં રાગાદિનો આદર વર્તે છે તેને તો બધું-આખો સંસાર ગ્રહણપણે પડ્યો છે, તેને અંગે પણ રાગનો ત્યાગ નથી. પૂર્ણાનંદ પ્રભુ અનંતગુણની ગંઠડી એવા આત્માનો શ્રદ્ધામાં આદર છે ને વેદન છે કે આ આત્મા તે જ હું એમ જેને સ્વભાવનું ગ્રહણ વર્તે છે તેને પંડિત, જ્ઞાની ને અંતરાત્મા કહેવાય છે. ભલે પછી તેને બહારમાં છે. ખંડના રાજ્ય હોય, ૯૬ હજાર સ્ત્રી હોય, ૪૮ હજાર પાટણ, ૭ર હજાર નગરી આદિ સામગ્રી હોય-પણ એ સામગ્રી જ્યાં પર તરીકે દષ્ટિમાં આવી, તેના તરફના વલણનો રાગ પણ પર છે, મારા સ્વભાવમાં તે નથી–એમ જ્યાં દૃષ્ટિમાં આવ્યું તેને તો દૃષ્ટિમાં બધો ત્યાગ જ છે. છ ખંડના રાગનો દષ્ટિમાં ત્યાગ છે. સમ્યદષ્ટિને ઈન્દ્રના ઇન્દ્રાસનનો દષ્ટિમાં ત્યાગ વ છે અને આખો આત્મા પૂરણ સ્વરૂપ છે તેને જાણતો થકો તેનો આદર વર્તે છે.
બહિરાત્માને એક લંગોટી પણ બહારમાં ન હોય, નગ્ન દશા હોય પણ અંદરમાં પૂર્ણાનંદના નાથનો આદર નથી ને રાગના કણનો આદર છે તેને શ્રદ્ધામાં આખા ચૌદ બ્રહ્માંડનો આદર છે, તેને બાહ્યત્યાગ દેખાવા છતાં જરીયે ત્યાગ નથી, કેમ કે તેને પરભાવ છૂટયા જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
[ ૧૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા] નથી, સ્વભાવને જાણ્યા વિના આ પરભાવ ભિન્ન છે એમ પરભાવ શી રીતે છૂટે? પોષા, પ્રતિક્રમણમાં સામાયિકના નામ ધરાવીને બેઠો પણ પૂરણ શુદ્ધ સ્વરૂપ અખંડ આત્માનો અંદર શ્રદ્ધામાં આદર નથી ત્યાં તેને દયા-દાન આદિ વિકલ્પ ઊઠે એ પરનો જ એકલો આદર વર્તે છે તેથી તેને એકલો પરમાત્માનો જ ત્યાગ વર્તે છે, તેને પરમ સ્વભાવનો ત્યાગ વર્તે છે.
જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ્ય હો કે ઇન્દ્રના ઇન્દ્રાસન હો, પણ અંતરમાં સ્વભાવની અધિકતાની મહિનામાં બહારના પદાર્થો ને તેના કારણો શુભાશુભભાવ તે બધાનો દષ્ટિમાં ભાગ છે. તેથી તે તીર્થકરગોત્ર બંધાય એ ભાવથી લાભ માનતો નથી. જે ભાવનો દષ્ટિમાં ત્યાગ વર્તે છે તેનાથી લાભ માને શી રીતે? સ્વરૂપમાં એકાગ્ર થઈશ તો લાભ થશે એમ માને છે.
દ્રવ્યલિંગી નગ્ન મુનિ થઈને બેઠો હોય છતાં એક અંશનો ત્યાગ નથી તેને ત્યાગ હોય તો અંદર એક માત્ર પરમાત્માનો ત્યાગ છે, તેને ચૌદ બ્રહ્માંડનો ભોગ છે. રાગના એક કણનો આદર છે તેને આખા ચૌદ બ્રહ્માંડનો ભોગ છે.-આવી વસ્તુસ્થિતિ છે બાપુ !
પરભાવને જે દષ્ટિમાંથી છોડે છે, શ્રદ્ધામાં આત્મસ્વરૂપ પકડીને જ્ઞાનમાં આત્માને પ્રત્યક્ષ કર્યો છે તે અંતરાત્મા સંસારથી છૂટી જશે. બહિરાત્મા બાહ્ય ચીજને-કર્મની સામગ્રીને પોતાની માને છે તે સંસારમાં રખડશે કારણ કે તેની દૃષ્ટિમાંથી સ્વભાવની અધિકતા છૂટી ગઈ છે, ને બહારની અધિકતા દષ્ટિમાંથી જતી નથી તેથી તે નવા કર્મો બાંધશે ને ચાર ગતિમાં રખડશે. અંતરાત્મા તો શુભાશુભ રાગના અભાવસ્વભાવ સ્વરૂપ પૂરણ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતો થકો-ચોથા ગુણસ્થાનથી આત્માનો અનુભવ કરતો થકો “પ્રગટ લહે ભવપાર” શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરનાર, પરભાવનો ત્યાગ કરનાર ક્રમે ક્રમે સંસારને મૂકી દેશે, તેને સંસાર રહેશે નહીં-એવા જીવને પંડિત, જ્ઞાની, વીર ને શૂરવીર કહેવામાં આવે છે. ૮.
णिम्मलु णिक्कलु सुद्ध जिणु विण्हु बुद्ध सिव संतु ।
सो परमप्पा जिण-भणिउ एहउ जाणि णिमंतु ।।९।। નિર્મળ, નિકલ, જિનેન્દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત,
તે પરમાત્મા જિન કહે, જાણો થઈ નિશ્ચંન્ત. ૯. બહિરાત્મા ને અંતરાત્માનું સ્વરૂપ કહીને હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે. રાગદ્વપના ભાવ રહિત પરમાત્મા છે. અંતરાત્માને રાગ-દ્વેષ ભિન્ન પડ્યા હતા પણ છૂટયા ન હતા, દષ્ટિમાંથી એકત્વબુદ્ધિમાંથી રાગ-દ્વેષ છૂટયા હતા પણ સ્થિરતા દ્વારા પૂરણ છૂટયા ન હતા, એ રાગાદિ પરમાત્માને પૂરણ છૂટી ગયા છે, આઠ કર્મના રજકણને ને પુણ્ય-પાપના મલિનભાવને પરમાત્માએ છોડયા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮]
| નિકલ જેને કલ-શરીર નથી તેને પરમાત્મા કહેવાય છે. વૈકુંઠમાં જઈને ભગવાનની સેવા-ચાકરી કરે એમ કહે છે ને? પણ ભગવાનને શરીર જ હોતું નથી. પરમાત્મા તો એને કહીયે કે જેને શરીર નથી, રાગ નથી, જે શુદ્ધ અભેદ એક છે, તેમને અશુદ્ધતા નથી, બેપણું નથી. પહેલાં કર્મરૂપી શત્રુ હતા તેને જીત્યા માટે જિનેન્દ્ર છે. આવા સિદ્ધ ભગવાનને વિષ્ણુ કહીયે. જગતને રચે તે વિષ્ણુ નથી. ભગવાન પરમાત્મા એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞાતા તરીકે જાણે, એક સમયમાં યુગપત્ જાણે, એક સમયમાં પૂરું જાણે માટે તેને વિષ્ણુ કહે છે.
ભગવાનના જ્ઞાનમાં ભૂત-ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળ જણાયા છે. આવડી સર્વજ્ઞદશા!—એમ સ્વીકારવા જાય ત્યારે દ્રવ્યસ્વભાવમાં દષ્ટિ પડ્યા વિના એનો સ્વીકાર નહીં થાય. ભગવાનનો એક સમયનો એક પર્યાય આવડો કે ત્રણકાળ ત્રણલોકને યુગપપણે જાણે-એવા જ્ઞાનનો સ્વીકાર શું રાગથી કરી શકે ? રાગના આશ્રયે સ્વીકાર થાય? પર્યાયથી સ્વીકાર થાય પણ એ પર્યાયના આશ્રયે શું સ્વીકાર થાય? સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ તેનો આશ્રય લીધા વિના પર્યાયમાં સર્વજ્ઞપણાનો નિર્ણય ન થાય. સર્વજ્ઞસ્વભાવી આત્મસ્વરૂપનો નિર્ણય થતાં તેને ક્રમબદ્ધનો નિર્ણય થઈ જશે ને વીતરાગ પર્યાય પણ થઈ જશે. એનું નામ જ પુરુષાર્થ છે, પુરુષાર્થ એટલે કાંઈ ખોદવું છે? અંતરની દશા કર્તૃત્વમાં હતી તે અંતરમાં અકર્તૃત્વમાં ગઈ એ પુરુષાર્થ છે.
ભગવાનને વિષ્ણુ કહેવામાં આવે છે. વિષ્ણુ એટલે પરમાત્મા એમ નહીં પણ પરમાત્માને વિષ્ણુ કહેવામાં આવે છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે તેને વિષ્ણુ કહેવામાં આવે છે, એ સિવાય જગતનો કર્તા-હુર્તા બીજો કોઈ વિષ્ણુ છે નહીં.
સ્વ-પર તત્ત્વનો ભેદ પાડીને જાણે તેને બુદ્ધ કહીયે. સર્વજ્ઞ પરમાત્મા પોતાના સ્વરૂપને પૂરણ જાણે ને લોકાલોકને પણ જાણે-એ સ્વપરને જાણનારા સર્વશદેવને બુદ્ધ કહેવાય છે. એકલા ક્ષણિકને જાણે તે બુદ્ધ નથી.
આવા પરમેશ્વરને શિવ કહેવાય. પોતાનું પૂરણ કલ્યાણ સ્વરૂપે પ્રગટ કર્યું છે માટે તેને કલ્યાણ કરનારા શિવ કહેવાય છે. શાંત વીતરાગ, પરમશાંતધારા પરમાત્માને પરિણમી ગઈ છે માટે તેને શિવ કહે છે. અકષાય સ્વભાવે પરિણમીને વીતરાગ દશાએ પરિણમી ગયા તેને શાંત કહીયે, તેને પરમાત્મા કહીયે.-એમ જિનેન્દ્રદેવે કહ્યું છે, માટે તું ભ્રાંતિ રહિતપણે પરમાત્મસ્વરૂપને જાણ ને રાગ-દ્વેષને છોડ. પરમાત્મસ્વરૂપ તો તારી શક્તિમાં પડયું જ છે તેને જાણ ને રાગ-દ્વેષને છોડ.
આવા પરમાત્મા છે એમ ભગવાને કહ્યું છે માટે તું ભ્રાંતિ રહિતપણે જાણ તું નિભ્રાંતિ થઈ જા, નિઃસંદેહ થઈ જા, નિઃશંક થઈ જા કે આ સિવાય કોઈ સાચા પરમાત્મા હોઈ શકે નહીં.
૦ ૦ ૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૯ [ પ્રવચન નં. ૪] મુક્તિનો ઉપાય : પોતાને પરમાત્મરૂપ જાણ | [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૯-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત યોગસાર છે. જેમણે પરમાત્મપ્રકાશ બનાવ્યું છે તેમણે જ આ યોગસાર બનાવ્યું છે. બહિરાત્માની વ્યાખ્યા થોડી આવી ગઈ, હવે અહીં વિસ્તારથી કહે છે. બહિરાત્મા પરને પોતારૂપ માને છે -
देहादिउ जे परि कहिया ते अप्पाणु मुणेइ । सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ।।१०।। દેદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપ;
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦ આ આત્મા શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ વસ્તુ-પદાર્થ છે. તેને છોડીને શરીર, ઘર, ધન, ધાન્ય, મકાન, આબરૂ, કીર્તિ, શરીરની ક્રિયા કે અંદરમાં પુણ્ય-પાપના ભાવ એ બધાં મારા છે એમ માને છે તે બહિરાત્મા મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. જ્ઞાન આનંદ આદિ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં જ નથી એવા શુભાશુભ વિકલ્પો, ચાર ગતિ, વેશ્યા, છકાય, કષાય આદિ ભાવો પરભાવ છે, તે આત્માનો સ્વભાવ નથી. શરીરથી માંડીને રાગની મંદતા તીવ્રતાના શુભાશુભભાવ એ બધા આત્માથી બાહ્ય છે.
શાસ્ત્રમાં આનંદસ્વરૂપ અભેદ આત્માથી દયા-દાન-વ્રત કે હિંસા-કષાય-ગતિ આદિ ભાવોને બાહ્યભાવો કહ્યાં છે. એવા બાહ્યભાવોને જે આત્મા માને તેને અહીં મિથ્યાષ્ટિ બહિરાત્મા મૂઢ કહ્યો છે. અખંડ જ્ઞાનાનંદમૂર્તિ આત્મા સિવાયના જે કોઈ બહિરભાવો મારા છે, શ્રાવકના છ પ્રકારના વ્યવહાર કર્તવ્યના ભાવો એ શુભ રાગ છે ને પંચમહાવ્રતાદિનું આચરણ એ મુનિનો શુભ રાગ છે. એ આચરણ મારું છે, એ આચરણથી મારું હિત થાય એમ માનનાર બહિર્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ છે, અન્તર્દષ્ટિ નથી.-એમ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે.
જ્ઞાનીને શુભ આચરણના એવા ભાવ તો હોય છે ને?–કે હોય છતાં તેને પોતાનું સ્વરૂપ જાણતો નથી, તેનાથી હિત માનતો નથી. શ્રાવક અને મુનિના આચરણના ભાવથી જે લાભ માને તે બહિરાત્મા મિથ્યાષ્ટિ છે. શુભ આચરણ મારું સ્વરૂપ છે અથવા તે મારા કલ્યાણનું સાધન છે એમ માને તે મિથ્યાદષ્ટિ છે. પરમાર્થે વ્યવહાર આવશ્યક, શુભ વિકલ્પ વૃત્તિ એ બધા પર છે, વિભાવ છે, વિકાર છે, સદોષ છે.
- ઉદયના ૨૧ બોલમાંથી કોઈ બોલ આત્માનો માને તે બહિરબુદ્ધિ મિથ્યાદષ્ટિ છે. વસ્તુસ્વરૂપની દષ્ટિએ એ બધા બહિરભાવ છે. યોગીન્દુદેવ એમ કહે છે કે દેહ, શરીર, વાણી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[હું મન, કર્મ, ધન, ધાન્ય, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર એ બધા ભગવાન આત્માથી જુદી ચીજ છે. અંદરમાં જે શુભ પરિણામ ઊઠે છે, જેને શાસ્ત્રમાં વ્યવહાર આચરણ કહ્યું એવા જે શુભઆચરણના ભાવ તે પણ ખરેખર બહિરભાવ છે. કેમ કે તે અંતસ્વભાવ છે નહીં ને અંતરસ્વભાવમાં રહેતા નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર આદિના વિકલ્પ તે શુભ આચરણના ભાવ વિભાવ છે. તે જ્ઞાનાનંદ સ્વરૂપમાં નથી ને પૂરણ જ્ઞાનાનંદની પ્રાપ્તિ થાય ત્યારે રહેતા નથી માટે તે બહિરભાવો છે.
એક સમયમાં અખંડ આનંદકંદ અભેદ ચિદાનંદની મૂર્તિને આત્મા તરીકે જાણે ત્યારે સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન થાય. જેવો એનો સ્વભાવ છે તેવો એનો સ્વીકાર કરવો એ તો સમ્યગ્દર્શન છે. પણ એવો આત્મા ન માનતા, આત્માથી બાહ્ય ચીજ વિકલ્પ આદિ કે જે એનામાં નથી, ઉત્પન્ન થાય છતાં તેના સ્વભાવમાં રહેતા નથી ને તેના સ્વભાવને સાધનરૂપે મદદ કરતા નથી-એવા-દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના શુભ વિકલ્પ છે, તેને સ્વભાવ માને કે વિભાવને સ્વભાવનું સાધન માને કે મારી ચીજમાં એ છે એમ માને તે બહિરાત્મા મિથ્યાષ્ટિ છે.
શુભભાવ, તેનાથી બંધાયું પુણ્ય ને તેનું ફળ આ રૂપિયા બે-પાંચ હજારનો પગાર-એ ત્રણે મને મળે કે એ મારા છે-એમ માનવું તે મૂઢતા છે. પુણ્યના પરમાણુઓ, પુણ્યના ભાવ અને એના ફળની બહારની વિચિત્રતાના ભભકે પોતે વધ્યો એમ માનનારો મૂઢ છે એમ અહીં કહે છે.
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો !' એક શેઠને આખા શરીરે સોપારી જેવા ગૂમડાં હતાં, મરતાં સુધી રહ્યાં; પણ એ મને થયું છે એમ માનવું તે બહિરાત્મબુદ્ધિ છે. એ ગૂમડાં આત્મામાં થયા નથી, એ તો જડમાં થયા છે. એવી રીતે સુંદરતા, કોમળતા, નરમાઈ વિગેરે જડની દશામાં થતાં મને થયું, હું રૂપાળો છું, હું નમણો છું, હું સુંદર છું,-એ બુદ્ધિ શરીરાદિ પરને પોતાના માનનારની મિથ્યાબુદ્ધિ છે.
નિજ પરમાત્મસ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાયકમૂર્તિ અખંડાનંદ ધ્રુવ અનાદિ અનંત સ્વભાવથી જેટલા બાહ્યભાવો તેને પોતાના માને, તેનાથી પોતાને લાભ માને, તે મારું કર્તવ્ય છે એમ માને, તેનાથી જુદો કેમ પડે? દયા-દાન-વ્રત-ભક્તિ આદિના શુભભાવો તે મારું કર્તવ્ય છે અને હું ખરેખર તેનો રચનારો છું એમ જે માને તે એવા કર્તવ્યને કેમ છોડે? એવા કર્તવ્યને પોતાના માનનાર બહિરામા મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. એમ પરમેશ્વરે કહ્યું છે.
ચૌદમા ગુર્ણસ્થાન સુધી અસિદ્ધભાવ છે, એ બધા અસિદ્ધભાવ, અપૂરણભાવ, મલિનભાવ, વિપરીતભાવ, ખંડખંડભાવ એને પોતાની વસ્તુ માને તેને બહિરાત્મા મૂઢ જીવ કહે છે. ભગવાન આત્મા જ્ઞાયકની મૂર્તિ ચૈતન્યસૂર્ય આનંદનો કંદ એવું સ્વયંસિદ્ધ સ્વતત્ત્વ એને પોતાનું ન માનતા એનાથી બાહ્ય કોઈ પણ વિકલ્પ-વ્યવહાર આચાર, વ્યવહાર ક્રિયા, વ્યવહાર મહાવ્રત,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૨૧ વ્યવહાર શ્રદ્ધા આદિના વિકલ્પ એ બધા વિભાવો મારી ચીજ છે અથવા તેનાથી મારું હિત થશે એમ માનનાર એ વિભાવને જ-એ બહિરભાવને જ આત્મા માને છે.
આ તો મહાન સિદ્ધાંત છે. એક સ્વ રહી ગયો ને તેનાથી ભિન્ન જે દેહાદિ તેને આત્મા માને અર્થાત્ તેનાથી હિત માને અર્થાત્ ઈ વ્યવહાર આચારને પોતાના સ્વભાવનું સાધન માને, સ્વભાવને ને વિકારને એક માને તે વિકારને જ–દેહાદિને જ આત્મા માને છે. તેની દષ્ટિ ચિદાનંદ જ્ઞાયક ઉપર નથી પણ તેની દષ્ટિ ખંડખંડ આદિ ભાવ ઉપર પડી છે. તે અપંડિત કહ્યો છે. આત્મા જેવો છે તેવો જેણે જાણ્યો ને માન્યો તેને પંડિત કહ્યો છે. તો તેનાથી વિરુદ્ધ જે વિકલ્પ રાગ આદિને પોતાનું સ્વરૂપ માને તેને અપંડિત કહીયે, મૂરખ કહીયે, બહિરાત્મા કહીયે.
એકકોર શુદ્ધ ધ્રુવ ચૈતન્યસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે, તેને પોતાનો માનવો એ તો ધર્મદશા થઈ પણ એવું એણે અનાદિથી માન્યું નથી, પરંતુ તેનાથી વિરુદ્ધ જે અલ્પજ્ઞતા, અલ્પ અવસ્થા, પુણ્ય-પાપના વિકલ્પો કે સંયોગી બાહ્ય ચીજ મને હિતકર છે, સાધન છે, મારા છે, એવી માન્યતાવાળાને બહિરાત્મા કહે છે.
મંદિર, પૂજા ને યાત્રાના જે વિકલ્પો છે એ બધા હો ભલે પણ વિભાવ તરીકે હોય છે. એના કાળે હો ભલે પણ મને કાંઈ લાભ કરે છે એમ નથી, છતાં એ ભાવ વ્યવહાર તરીકે આવ્યા વિના રહેતો નથી. જેમ એકરૂપ અખંડ ચૈતન્યવ આત્મા છે ને જેમ શરીર આદિ જડરૂપ પદાર્થ પણ છે અને શુદ્ધ ચૈતન્ય વસ્તુનું ભાન થતાં જેમ શરીર આદિ બીજી ચીજ કાંઈ વઈ જતી નથી તેમ અંદરમાં પૂરણદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યવહારના ભાવ હોય છે, પણ તે પર તરીકે હોય છે, સ્વ તરીકે ખતવવા માટે હોતા નથી.
શ્રાવકના વ્યવહાર-આચાર ને મુનિના વ્યવહાર-આચરણ મને હિતકર છે એમ માનનારા બહિરાત્મા મિથ્યાષ્ટિ છે એમ અહીં કહે છે. એ ભાવ હોય છે, આવે છે પણ
એ આત્માનું કર્તવ્ય નથી. કમજોરીના કાળમાં એ ભાવ આવે છતાં એ હિતકારી નથી. હિતકારી નથી તો એ ભાવ લાવે છે શું કામ?–ભાઈ ! બાપુ! એ ભાવને તે લાવતો નથી પણ આવે છે. પરંતુ એ વિકલ્પો આત્માને કલ્યાણ કરનાર છે કે આત્માનું સ્વરૂપ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. મારા સ્વરૂપમાં હું છું ને તે ભાવો મારામાં નથી તેનું નામ અનેકાન્ત કહેવામાં આવે છે.
અનાદિકાળથી પરને પોતાના માનતો આવે છે ને પરને છોડતો નથી એટલે પરમાં-સંસારમાં વારંવાર ભ્રમણ કરતો રહે છે. આત્માના અસલી સ્વરૂપને જાણ્યા વિના વિકૃતરૂપને પોતાનું સ્વરૂપ માને છે તેથી વિકૃતરૂપને કેમ છોડ? તેથી તે વિકૃતિમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. સંસારમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. ૧૦
જ્ઞાનીએ પરને આત્મા નહીં માનવો જોઈએ. સત સ્વરૂપનો સ્વીકાર કરનાર ધર્મીએ અસમાં પોતાપણું માનવું ન જોઈએ.-એમ હવે બહિરાત્માની સામે અંતરાત્માની વિશેષ વાત કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
देहादिउ जे परि कहिया ते अप्पाणुं ण होहिं। इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ।।११।। દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧ બહુ ટૂંકા શબ્દોમાં એકલો માલ ભરી દીધો છે. આ તો એકલું માખણ તારવીને મૂક્યું છે. શુભાશુભભાવ, વ્યવહાર આચરણ, ક્રિયા, દેહ-વાણી-મન એ બધા આત્મા થઈ શકતા નથી. જ્ઞાનમૂર્તિ પ્રભુથી ભિન્ન જે પદાર્થ કહ્યાં તે આત્મા થઈ શકતા નથી, તે અણાત્માપણે બહાર રહે છે. આત્મા જે સ્વભાવ સ્વરૂપે છે તેમાં તે પદાર્થો આવી શકતા નથી, તે પદાર્થો આત્માપણે થઈ શકતા નથી. શુદ્ધ જ્ઞાનની મૂર્તિ ચૈતન્યસૂર્ય પ્રભુરૂપે પુણ્ય-પાપના ભાવ કે શરીર થઈ શકતા નથી. દેહાદિ જે બાહ્ય કહ્યાં તે આત્મા થઈ શકતા નથી; માને તો એ માન્યતા બહિરાત્માની થઈ, પરંતુ એ બાહ્ય પદાર્થો આત્મા થઈ જતા નથી.
એક રાગનો કણ-શુભરાગનો સૂક્ષ્મ કણ ને રજકણ એ આત્મા થઈ શકતા નથી. દયા-દાનનો વિકલ્પ હો કે પરમાણુ રજકણ હો, એ પર પદાર્થ કાંઈ આત્મા થઈ શકતા નથી. રાગ વિભાવ એ સ્વભાવ થઈ શકે? રજકણ અજીવ એ જીવ થઈ શકે ? સ્ફટિકની સાથે રાતો-પીળા ફૂલ પડ્યાં હોય તો એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જાય? અને સ્ફટિકમાં રાતી-પીળી ઝાંય દેખાય એ ઝાંય કાંઈ સ્ફટિકરૂપે થઈ જાય?
જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે......
શ્રી જિન વીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે. જેમ સ્ફટિક નિર્મળ પિંડ છે, તેમ ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન ને આનંદનો પિંડ છે. જેમ સ્ફટિકની જોડે લાલ-પીળા ફૂલ હોય એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જતાં હશે? અને જે લાલ-પીળી ઝાય પડી તે સ્ફટિકપણે થાય ? તેમ ભગવાન આત્માથી બાહ્ય જે પદાર્થ તે આત્મા થઈ શકતા નથી. પુણ્યા-પાપના વિકલ્પો ને શરીરાદિ બાહ્ય પદાર્થ સ્ફટિક જેવા નિર્મળાનંદ ભગવાન આત્મારૂપે થઈ શકતા નથી. ભગવાન આત્મારૂપે કોણ થઈ શકતા નથી?–કે વિભાવ શરીર ને વાણી આત્મારૂપે થઈ શકતા નથી.
વળી તે પદાર્થો રૂપે આત્મા થઈ શકતો નથી. આ દેહાદિ તો રજકણ માટી છે, અંદર શુભાશુભ ભાવ છે તે રાગ છે; તે રાગ આત્મારૂપે થઈ શકે ? અને આત્મા રાગાદિરૂપે થઈ શકે ? આહાહા ! પરભાવે ભલ્લો રે આત્મા...પરભાવના મોહમ પોતે પોતાને ભૂલી ગયો..કહે છે કે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા શું કાંઈ વિભાવરૂપે થાય? એ આત્મા શું કાંઈ શરીરરૂપે થાય? એ આત્મા શું કાંઈ વાણીરૂપે થાય? વિભાવના વિકલ્પમાં આત્મા આવે તો એ રૂપે થાય ને? વિભાવના વિકલ્પમાં કાંઈ આત્મા આવે? વાણીમાં કાંઈ આત્મા આવે? શુભભાવના વિકલ્પમાં જ આત્મા આવે તો આત્મા શુભભાવરૂપે થઈ જાય. પણ આત્મા એમાં આવે નહીં. કેમ કે વિભાવ એ તો બાહ્યચીજ છે, તેથી વિભાવ તે સ્વભાવ ન થાય તે સ્વભાવ તે વિભાવ ન થાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
| ભગવાન
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩
પરમાત્મા]
ઉદયભાવ, પંચ તપ-આચારના જે વ્યવહારના વિકલ્પો તેના રૂપે પ્રભુ થાય છે?-કે એ વિકલ્પો પ્રભુરૂપે થાય છે? ન થાય ભાઈ, ન થાય. અરે પ્રભુ! તું ક્યાં છો ?-એ જરીક જો તો ખરો! જ્યાં તું છો ત્યાં વિકાર નથી ને વિકાર છે ત્યાં તું નથી. પુણ્ય-પાપના વિકલ્પોની વિભાવદશામાં સચ્ચિદાનંદ પ્રભુ નથી અને એ વિભાવો સ્વભાવરૂપે ત્રણકાળમાં થઈ શકતા નથી.
પુણ્ય-પાપના આસ્રવના ભાવ અને કર્મ શરીર અજીવભાવ, એ આસ્રવભાવ ને અજીવભાવ સ્વભાવરૂપે થતાં નથી અને ચૈતન્યગોળો ધ્રુવ અનાદિ અનંત સત્ત્વ ભગવાન આત્મા પોતે આસ્રવરૂપે-અજીવરૂપે થતો નથી. અજીવ, આસ્રવ ને આત્માત્રણ તત્ત્વ નિરાળા છે ને ! તેથી કર્મ શરીર ને વાણી એ અજીવ અને અંદર જે શુભાશુભભાવ ઊઠે તે આસ્રવ, તેમાં કાંઈ આત્મા ન આવે. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામમાં આત્મા ન આવે ને એ આસ્રવભાવો આત્મારૂપે થાય નહીં. તેથી આત્મારૂપે થયા વિના એ આસવભાવો આત્માને લાભ કેમ કરી શકે ?
એમ જાણીને, એવું જ જ્યાં સ્વરૂપ છે કે જ્ઞાનસૂર્ય પ્રભુ કદી અજીવરૂપે થતો નથી ને આસ્રવરૂપે થતો નથી તથા અજીવ અને આગ્નવો જીવરૂપે થતાં નથી-એમ સત્ય સમજીને હે જીવ! તું અપનકો પહિચાન. ભગવાન ચૈતન્યસૂર્ય પ્રભુ તરફ તું જો. તું યથાર્થ આત્માનો બોધ કર. શુદ્ધ સ્વરૂપ ભગવાન તરફનો ઝૂકાવ કરીને તું જો કે આ આત્મા એકલો જ્ઞાનનો સાગર આનંદની મૂર્તિ છે.-એમ આત્માને જાણ.
પરની દયા પાળી શકું છું, પરના કામ કરી શકું છું-એમ કહેનારને પોતાના સિવાયની પર ચીજ જુદી નથી; એ અને હું બન્ને એક છીએ માટે હું પરના કામ કરી શકું છું, પણ બાપુ! તું જુદો ને એ જુદા. ત્યાં એની દયા કોણ પાળે? જે જુદા પદાર્થ છે એની જુદી અવસ્થાને બીજો શી રીતે કરે ? શરીર, કર્મ, કુટુંબ, દેશ-એ તો પરવસ્તુ છે; તો એ પરના કામ તું કરી શકે છો? જો તું પરના કામ કરી શકતો હો તો બે એક થઈ ગયા, તેથી પોતાનું સત્ત્વ નાશ થઈને તું પરરૂપે થઈ ગયો-એમ તે માન્યું !
તેથી હે જીવ! આમ સમજીને તું અપને આત્માકો પહિચાન, યથાર્થ આત્માનો બોધ કર. ૧૧.
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છે. આત્માના ભાનવાળાની જ મુક્તિ થાય છે. આત્માના ભાન વિનાનાને સંસારમાં રખડવું થાય છે. એમ બન્ને વાત અહીં કહે છે:
अप्पा अप्पउ जइ मुणहि तो णिव्वाणु लहेहि। पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।।१२।। નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨. જો આત્માને આત્મા સમજશે એટલે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ જ્ઞાતાદષ્ટા છે તે જ મારું સ્વરૂપ છે ને તે જ હું આત્મા છું-એમ આત્માને પોતાના
શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[હું
સ્વભાવવાળો સમજશે તે નિર્વાણને પામશે. જેણે આત્મા જાણ્યો, તેમાં દષ્ટિ માંડી ને એકાકાર થઈ તે પૂર્ણાનંદરૂપી નિર્વાણ ને મુક્તિ પામશે.
જો તું ભગવાન આત્માને અંદર જ્ઞાનાનંદ ચૈતન્યસૂર્ય આત્મા તરીકે જાણ ને સમજ, તો છૂટા તત્ત્વને છૂટું જાણતાં અલ્પકાળમાં તદ્દન છૂટું જે નિર્વાણપદ તેને પામશે. એમાં ને એમાં ઘોલન કરતાં નિર્વાણને પામશે, આત્મા ચૈતન્યજ્યોત જ્ઞાયક છે એમ જાણ્યું ને એમાં ને એમાં સ્થિર થશે એટલે વિતરાગતાને પામશે; વચ્ચે વ્યવહા૨ આવશે એની અહીં વાત પણ કરી નથી.
પુણ્ય-પાપના વિકલ્પ વિનાની ચીજ તે ભગવાન આત્મા એમ જાણ્યું એટલે બસ ! પછી એમાં ને એમાં દષ્ટિ ને સ્થિરતા કરતાં નિર્વાણને પામશે. આહાહા! ચૈતન્ય પ્રભુ, ચૈતન્યપ્રકાશની મૂર્તિ! પ્રકાશનો પ્રકાશક; રાગનો, જડનો પ્રકાશક આત્મા અને પોતાના સ્વરૂપનો પણ પ્રકાશક એવો પ્રકાશક સ્વરૂપ ભગવાન આત્મા જાણ્યો કે હું તો સ્વપરનો પ્રકાશક પ્રકાશનો પૂંજ આત્મા છું-એમ જાણીને તેમાં જ સ્થિરતા કરતાં કરતાં નિર્વાણને પામશે.
હવે તેનાથી ઊલટી વાત કહે છે:
‘૫૨રૂપ માને આત્માને, તો ભવભ્રમણ ન જાય.'
આત્મા સિવાય કર્મ, શરીર, ઉદયભાવ આદિ પરભાવને મલિનભાવને, ક્ષણિક વિકારી ભાવને જે આત્મા માનશે કે આ અસ્તિત્વમાં હું છું-તે તેનાથી છૂટશે નહીં એટલે સંસારમાં રખડશે. આત્માને આત્મા જાણે તો મુક્તિ ને આત્માને પરરૂપે જાણે તો સંસારભ્રમણ, વિકાર તે સંસાર છે, વિકારને પોતારૂપે માનશે તો એમાં ને એમાં રહેશે, વિકારમાં ને વિકારમાં ૨હેશે, સંસારમાં ને સંસારમાં રહેશે.
વિકારને શરીરને, કર્મને-જે તારા સ્વરૂપમાં નથી તેના અસ્તિત્વમાં જો તારું અસ્તિત્વ માન્યું તો બસ! એ છૂટશે નહીં. છૂટશે નહીં એનું નામ જ સંસાર!–એમ મુક્તિ અને સંસારની બન્ને વાત એક ગાથામાં સમાવી દીધી.
M
M
M
M
M M
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૨૫ [ પ્રવચન નં. ૫] જિન-વચન :
પરમાત્મ-વિમુખતાથી બંધ
પરમાત્મ-સન્મુખતાથી મોક્ષ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૧-૬-૬૬ ]
શ્રી યોગીન્દુદેવ એક દિગંબર સંત થયા છે. એમણે આત્માનો અંતર યોગ એટલે કે વેપારનો સાર કે જે આત્મ-વેપારથી આત્માનું કલ્યાણ ને મુક્તિ થાય તે આ યોગસારશાસ્ત્રમાં વર્ણવ્યો છે. તેમાં બાર ગાથા થઈ ગઈ છે. હવે ૧૩ મી ગાથા કહે છે:ઈચ્છારહિત તપ નિર્વાણનું કારણ છે:
इच्छा-रहियउ तव करहि अप्पा अप्पु मुणेहि । तो लहु पावहि परम-गई फुडु संसारु ण एहि ।।१३।। વિણ ઈચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ;
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩. પોતાના પવિત્ર શુદ્ધ આનંદ સ્વરૂપને જાણીને, શુભાશુભ ઈચ્છારૂપ રાગને રોકીને પોતાના શુદ્ધ પવિત્ર સ્વરૂપમાં તપવું એટલે લીન થવું તેને ઈચ્છારહિત તપ કહેવામાં આવે છે. પુણ્ય-પાપના રાગ રહિત શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન કરીને પુણ્ય-પાપના ભાવને રોકીને સ્વરૂપમાં લીન થાય તેને તપ કહેવામાં આવે છે અને તે તપથી મુક્તિ થાય છે.
આત્મા વસ્તુસ્વરૂપે ઈચ્છારહિત છે. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપી અનંત આનંદની મૂર્તિ છે, એમાં ઈચ્છા જ નથી. તેથી જે ઈચ્છા છે તેનો આશ્રય-લક્ષ છોડીને જેમાં ઈચ્છા નથી એવા જ્ઞાન-દર્શન ને આનંદમય આત્માના શ્રદ્ધા-જ્ઞાન ને લીનતા વડ–શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગની લીનતા વડે સંવર ને નિર્જરા થાય છે.
અશુભ ભાવ હો તો પાપ થાય, દયા-દાન આદિ શુભ ભાવ હો તો પુણ્ય થાય પણ ધર્મ ન થાય. ચિદાનંદ સ્વરૂપ આનંદમૂર્તિ ભગવાન આત્માના ભાન વિના એકલા ઉપવાસ આદિ કરે ને તેમાં રાગની મંદતા હોય તો મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે પણ તેને ધર્મનું સ્વરૂપ કહેવામાં આવતું નથી કે તેનાથી જન્મ-મરણના અંત આવતા નથી. ભગવાન આત્મા પોતાના વીતરાગી નિર્દોષ અકષાય સ્વરૂપને જાણીને તેમાં લીન થાય તેનું નામ ઈચ્છારહિત કહેવામાં આવે છે ને તેનાથી જન્મ-મરણના અંત આવે છે.
હું અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું-એવું જેને જ્ઞાન નથી તે તેમાં ઠરે કેમ? પોતાનામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬]
[હું
જેને અતીન્દ્રિય આનંદ ન ભાસે તે તેમાં લલચાય કેમ? જેને પુણ્યપાપના પરિણામમાં ઠીકપણું લાગતું હોય તે ત્યાંથી ખસે કેમ? માટે ભગવાન આત્મા જ્ઞાન-દર્શન-આનંદ સ્વરૂપ છે તેને જાણ, કેમ કે તે ઈચ્છા વિનાની ચીજ છે. તેથી ઈચ્છા વિનાની જે ચીજ છે તેના લક્ષે ઈચ્છાને ટાળીને વીતરાગસ્વરૂપમાં ઠરે તેને ઈચ્છારહિત તપ કહે છે. પવિત્ર આનંદસ્વરૂપમાં ઠરે ને લીન થાય એટલે ઈચ્છા રોકાઈ ગઈ ને સ્વરૂપમાં લીન થયો તેને મુક્તિનો માર્ગ કહેવામાં આવે છે.
ઈચ્છાને-રોકીને એમ કહેવું એ પણ નાસ્તિથી એક વાત છે. જ્ઞાયકની સત્તાનું ભાન કરીને તેમાં દૃષ્ટિ ને સ્થિરતા કરતાં ઈચ્છા રોકાઈ જાય છે ને સ્વરૂપમાં લીનતા થાય છે તેને પરમાત્મા તપ અને ધર્મ કહે છે. આહાર ન લેવો કે અમુક ૨સ ન લેવોએ તો બધી લાંઘણ છે, ચારિત્રની રમણતા તે તપ છે. અનાદિથી રાગમાં રમે છે, પુણ્ય-પાપના રાગના વિકલ્પમાં ૨મે છે તે સંસાર છે. એ પુણ્ય-પાપના રાગથી ખસીને જેમાં એ પુણ્ય-પાપ નથી એવા ભગવાન આત્માના સ્વભાવમાં ઠરવું તે તપ ને મુક્તિનો ઉપાય છે.
આત્માને જાણ્યા પછી તપ થાય એમ હ્યું, પણ અમે તો આત્માને જાણવા માટે તપ કરીએ છીએ! બાપુ! આત્માને જાણ્યા વિના તપ શી રીતે હોય ? તમારું નામ જાણવું હોય તો કેટલા ઉપવાસ કરે ત્યારે નામ જણાય ? મારે તમારું નામ પૂછવું નથી, ઉપવાસ કરીને તમારું નામ જાણવું છે, તો કેટલા ઉપવાસ કરવાથી નામ જણાય ? ભાઈ ! પૂછવું પડે ને ?-કે તમારું નામ-ઠામ શું? જ્ઞાન દ્વારા જ અજ્ઞાનનો નાશ થઈ શકે છે. તેથી આત્મા પોતાના આત્માનું પ્રથમ જ્ઞાન કરે કે જાણનાર દેખનાર તે આત્મા-એમ આત્માનો વિશ્વાસ ને શ્રદ્ધા-જ્ઞાન કરીને, રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે ત્યારે તપ થાય છે ને તેને ધર્મ કહેવામાં આવે છે.
મોક્ષસ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવાથી અલ્પકાળમાં મોક્ષ દશાને પામે છે, તેને પછી ચાર ગતિ હોતી નથી. પંચમ પરમ ગતિ પામ્યા પછી તેને ફરીથી અવતરવું પડતું નથી. જેણે ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવનો વિશ્વાસ કરીને, વિશ્વાસે તેમાં ૨મીને તે દ્વારા જેણે પરમ ગતિને પ્રાપ્ત કરી તે ફરીથી સંસાર પામતો નથી. અતીન્દ્રિય આનંદમાં જે લીન થયો, પૂરણ લીનતા પામ્યો તે હવે ત્યાંથી પાછો ખસે–એમ ત્રણકાળમાં બનતું નથી. માખી જેવું પ્રાણી પણ સાકરની મીઠાસમાં લીન થયા પછી તેની પાંખ ચોંટી જાય કે બાળકના આંગળાથી થોડી દબાય તોપણ માખી તે મીઠાસને છોડતી નથી, ઉડતી નથી. તેમ આનંદસ્વરૂપ આત્માનો જેને વિશ્વાસ આવ્યો છે, આત્માનું જ્ઞાન કરીને તેનો વિશ્વાસ આવ્યો ને તેમાં ઠરે છે, તપે છે, લીનતા કરે છે તે અલ્પકાળમાં પર્યાયમાં મુક્તદશાને પામે છે ને પછી તે સંસારમાં ફરી અવતરતો નથી. ૧૩.
હવે ચૌદમી ગાથા છે, આ ગાથા બહુ સમજવા જેવી છે. કહે છે કે પરિણામોથી જ બંધ ને પરિણામોથી જ મોક્ષ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि । इउ जाणेविणु जीव तुहुं तहभाव हुं परियाणि ।।१४।। બંધ-મોક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ;
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવો જાણ. ૧૪. ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માએ પરિણામોથી જ કર્મબંધ કહ્યો છે. તારા જે પરિણામ છે તેનાથી જ બંધ થાય છે. કોઈ જીવની હિંસા કે દયાથી બંધન થતું નથી પણ તારા પરિણામથી ભગવાને બંધ કહ્યો છે. શ્રી સમયસારમાં પણ ભગવાન પોતે એમ કહે છે કે કોઈ વસ્તુના આશ્રયે બંધ થતો નથી, પર જીવ મરે કે બચે તેના આશ્રયે બંધ થતો નથી. તારા જેવા શુભ ને અશુભભાવ-મિથ્યાભાવ તેનાથી બંધ થાય છે. શુદ્ધસ્વભાવની સન્મુખતા છોડી દઈને પરસમ્મુખતાના તારા પરિણામ તે એક જ બંધનું કારણ છે.
આત્મા શુદ્ધસ્વરૂપી છે, તેની સન્મુખતાના પરિણામ તે મોક્ષનું કારણ છે અને તેની વિમુખતાના તારા જે પરિણામ તે બંધનું કારણ છે. કર્મના લઈને બંધ થાય કે સામો જીવ જીવે-મરે તે બંધનું કારણ છે જ નહીં. ભલે એ પરિણામમાં પર ચીજ નિમિત્ત હો, પણ એ ચીજ બંધનું કારણ નથી. તારા સ્વભાવની વિમુખતા ને પરચીજની સન્મુખતાના તારા મિથ્યાત્વ પરિણામ ને પુણ્ય-પાપના પરિણામ તે એક જ બંધનનું કારણ છે.
જેમ પોતાના અશુદ્ધ પરિણામ-મિથ્યાત્વના પરિણામ, શુભાશુભભાવના, અવ્રતના, પ્રમાદના, કષાયના તારા જે પરિણામ તે પરસમ્મુખતાના પરિણામ જ બંધને ઉત્પન્ન કરાવનારા છે. તેમ તારા પરિણામથી જ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામથી જ મોક્ષ છે. સ્વસમ્મુખતાના પરિણામ જ મોક્ષનું કારણ છે ને તેને છોડીને મિથ્યાત્વના અવ્રત આદિના પરસમ્મુખતાના પરિણામ જ બંધનું કારણ છે-એમ તીર્થંકરદેવ સો ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં કહેતા હતા.
પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખતારૂપ નિશ્ચયરત્નત્રયના પરિણામ જ મોક્ષનું કારણ છે-એમ તું જાણ-એમ ભગવાન ફરમાવે છે. પોતાની શુદ્ધ સંપદાને છોડીને એના માહાભ્યને મૂકીને પોતાથી અધિકપણે પર વસ્તુની કિંમત કરવારૂપ મિથ્યાત્વના પરિણામ અને તેની સાથે જે શુભ કે અશુભ પરિણામ તે એક જ બંધનું કારણ છે. ચાર ગતિમાં રખડવાનું આ એક જ કારણ છે. નવા કર્મો જ બંધાય તે તારા પરિણામથી બંધાય છે, પરચીજથી બંધાતા નથી. પર જીવ મરે કે પર જીવ બચે, લક્ષ્મી જાય કે રહે, લક્ષ્મી આવવાની જે ક્રિયા થાય અથવા કંજુસાઈની જે ક્રિયા થાય તે કાંઈ તને બંધનું કારણ નથી. પરંતુ તેના તરફની રુચિ ને આસક્તિપૂર્વકના તારા જે પરિણામ તે એક જ બંધનું કારણ છે, બીજું બંધનું કારણ નથી, પોતાના પરિણામ બંધનું કારણ ને કર્મ પણ બંધનું કારણ-એમ બે કારણ છે જ નહીં. બીજું નિમિત્ત ભલે હો પણ બંધનું કારણ તો એક જ જીવના પોતાના પરિણામ જ છે.
ભગવાન આત્માના શુદ્ધ આનંદસ્વભાવને ભૂલીને પરમાં કે પુણ્ય-પાપના ભાવમાં ક્યાંય પણ સુખ છે એવી માન્યતાના પરિણામ તે તેને સંસારના બંધનું કારણ છે અને તે જ પરિણામથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[હું
ગુલાંટ ખાઈને શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના પરિણામ જ મોક્ષનું કારણ છે, દેહની ક્રિયા મોક્ષનું કારણ નથી એમ કહે છે! મોક્ષ પણ આત્માના પરિણામથી થાય, દેહની ક્રિયાના નિમિત્તથી થાય નહીં. સ્વભાવની મહિમાનું જ્ઞાન, સ્વભાવની મહિમાનો વિશ્વાસ, સ્વભાવની મહિમામાં લીનતારૂપ સ્વ-અભિમુખના પરિણામ એ જ ભગવાન આત્માને મુક્તિનું કારણ છે, પણ બે-પાંચ લાખ રૂપિયા દાન દેવાથી કાંઈ મુક્તિ કે ધર્મ થઈ જતો નથી. અરે! દાનના શુભરાગના પરિણામ તો બંધનું કારણ છે–એમ અહીં વાત ચાલે છે, કેમ કે એ તો ૫૨સન્મુખતાના પરિણામ છે. ધર્મીને દયા-દાન આદિના પરિણામ હોય ખરા, આવે ખરા, પણ એ જાણે છે કે આ બંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને બંધનું કારણ છે, ને સ્વસન્મુખતાના અબંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને છૂટવાનું કારણ છે.
આ તો યોગસાર છે ને! કહે છે કે સ્વરૂપની સન્મુખતાનો વેપાર એ પરિણામ મુક્તિનું કારણ ને સ્વરૂપથી વિમુખ પરિણામ તે બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાદષ્ટિ હો જે અશુદ્ધ પરિણામ થયા તે બંધનું જ કારણ છે. સમ્યગ્દષ્ટિને પણ વ્રતાદિના જેટલા પરિણામ આવે તે પ૨સન્મુખતાના પરિણામ છે ને જેટલા પરસન્મુખતાના પરિણામ છે તેટલું બંધનું કારણ છે તથા જેટલા સ્વસન્મુખતાના પરિણામ છે તે જ પરિણામ પૂરણ શુદ્ધ પરિણામરૂપી મુક્તિનું કારણ છે.
પરિણામથી જ મુક્તિ ને પરિણામથી જ સંસાર એમ તું જાણ. એમ જાણીને એ બન્ને ભાવને તું ઓળખ. ૫૨સન્મુખતાના પરિણામનું જ્ઞાન કર અને સ્વસન્મુખતાના પરિણામનું જ્ઞાન કર. પૂર્ણાનંદના નાથની સન્મુખના પરિણામને તું જાણ અને તેની વિમુખના પરિણામને તું જાણ. આ તો સમ્યગ્દષ્ટિને કહે છે કે જ્ઞાન તો બન્નેનું કરવાનું છે. સમકિતીને પણ વિષય-કષાયના કામ-ક્રોધના પરિણામ આવે છે, દયા-દાન-વ્રતભક્તિના પરિણામ આવે છે પણ એને તું બંધના કારણ જાણ.
અરે ! જ્ઞાન શું ન જાણે! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાવાળું ચૈતન્યતત્ત્વ એ
સાધક સ્વભાવને ને બાધકપરિણામને કેમ ન જાણે? જેને ત્રણ કાળ ને ત્રણ લોક એક સમયની પર્યાયમાં સમાઈ જાય છે–એવો ભગવાન આત્મા સાધકપણામાં સ્વસન્મુખના પરિણામને અને પરસન્મુખના પરિણામને બરાબર જાણી શકે છે.
ભાઈ! તારે જન્મ-મરણ રહિત થવું હોય તો આ વાત છે. બાકી તો આ ચાર ગતિમાં ધોકા (–માર) તો અનાદિથી ખાઈ રહ્યો છે. હેરાન હેરાન થઈ ગયો. એક ચાર-છ કલાક બોલાય નહીં કે પડખું ફરી શકાય નહીં ત્યાં હાય હાય! ક્યાંય સખ પડતું નથી ! અકળામણ અકળામણ થાય છે! પણ અકળામણ શેની છે? અકળામણ તો તારા રાગની છે, પડખું ન ફરવાની નથી. ૫૨નું કરે કોણ? અહીં તો કહે છે કે જડની અવસ્થાના અભિમાનના પરિણામ બંધના કારણ છે. તને ખબર નથી બાપુ! ભગવાન આત્મા ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે તેની સન્મુખના પરિણામ તે એક જ તને હિતકર અને કલ્યાણનું કારણ છે, એ સિવાય કોઈ તને હિતકર કે કલ્યાણનું કારણ છે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાત્મા]
[૨૯
મુનિવ્રત, શ્રાવકના વ્રત, તપ, ભક્તિ, પઠન-પાઠન-ઇત્યાદિનો રાગ, મંત્ર-જાપનો રાગએ-એ સર્વે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ એક વીતરાગ ભાવ છે. ભગવાન આત્માના અંતર શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, નિર્વિકલ્પતા, વીતરાગતા, શુદ્ધ સ્વરૂપને અવલંબીને થયેલા શુદ્ધતાના પરિણામ એ એક જ સંવર-નિર્જરારૂપ છે ને તે એક જ મુક્તિનો ઉપાય છે. ૧૪.
હવે ૧૫મી ગાથા દ્વારા કહે છે કે પુણ્ય-કર્મ મોક્ષસુખ આપી શકતું નથી.
अह पुणु अप्पा णवि मुणहि पुण्णु जि करहि असेस । तो वि ण पावहि सिद्धि-सुहु पुणु संसारु भमेस ।। १५ ।। નિજરૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય; ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય. ૧૫.
પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપનું જ્ઞાન ને વિશ્વાસ સિવાય બધા પ્રકારના ઊંચામાં ઊંચા શુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ, સાધુના પાંચ મહાવ્રત, બાર તપ આદિ શુભભાવ સાધક છે નહીં. પંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂળગુણના પરિણામ, જાવજીવ બ્રહ્મચર્ય પાળવાના પરિણામ, એક લંગોટી માત્ર પણ ન રાખવાના પરિણામ, નવમી ઐવયેક જાય એવા શુભ પરિણામ-એ બધાય બંધના કારણ છે. આત્માના ભાવ વિનાનું એ પુણ્ય મુક્તિનું કારણ નથી. આત્માના ભાન સહિત એ હોય તો તેને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે એટલે કે તે મુક્તિનું કારણ તો છે જ નહીં.
નિજ શુદ્ધ સ્વભાવનો ભંડા૨ અંતરમાં ઊંડો પડયો છે એને જેણે જ્ઞેય બનાવ્યો નથી, એનો વિશ્વાસ ને જ્ઞાન કર્યા નથી ને ગમે તે જાતના ઊંચા શુભ પરિણામ કરે તોપણ તે મુક્તિના સુખને પામતો નથી એટલે કે તેને સંવ-નિર્જરા થતી નથી. પોતાના પૂર્ણાનંદની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના ભાવ શુદ્ધ ઉપાદાનથી પ્રગટ કર્યા ત્યારે વ્રતાદિના પરિણામ કે જે બંધના કારણ છે તેને નિમિત્ત તરીકે કહેવાય. નિમિત્ત દેખીને વાત કરી ત્યાં તેને વળગ્યો!
જેણે ભગવાન આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની કિંમત કરી નથી તે જીવો પુણ્યના પરિણામની કિંમત કરીને દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ કરીને તેનાથી અમારું કલ્યાણ થશે એમ માને છે તે જીવો ચા૨ ગતિમાં રખડશે. તેને જન્મ-મરણના અંતનો કાંઈ પણ લાભ નહીં થાય. દેહ ને રાગથી ભિન્ન એવો જે ૫રમાત્માનો નિજસ્વભાવ તેને જે જાણતો નથી તે ભલે અશેષ શુભભાવ કરે પણ એનાથી જરીએ ધર્મ થતો નથી. આટલું કરવા છતાં–ઊંચામાં ઊંચા શુભભાવો ને તેની ક્રિયાઓ કરવા છતાં તે સિદ્ધના સુખને પામતો નથી. ભગવાન આત્મામાં આનંદ ભર્યો છે પણ તેનો વિશ્વાસ કરતો નથી ને શુભભાવમાં વિશ્વાસ કરે કે આનાથી મુક્તિ થશે તે ચાર ગતિમાં રખડશે એટલે કે તેને આત્માના આનંદની પ્રાપ્તિ થશે નહીં ને ચાર ગતિમાં ફરી ફરીને રખડશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
આત્માના શુદ્ધ સ્વરૂપના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રગટપણા વિના છેલ્લામાં છેલ્લા શુભ પરિણામ કર તોપણ તે આત્માને સંવર-નિર્જરાનું કારણ નથી, તે બંધનું જ કારણ છે. ચોથેકાળે પણ આ જ વાત છે ને પંચમકાળે પણ આ જ વાત છે. પાંચમો આરો છે માટે શુભભાવ કાંઈક લાભનું કારણ હશે એમ નથી, શુભભાવ બંધનું જ કારણ છે.
બહિરાત્મા મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગીના આચરણ પાળે છે. શાસ્ત્રોક્ત વ્રત, સમિતિ, ગુતિ પાળે છે, તપ કરે છે પણ આત્મજ્ઞાન નથી તેથી મહાન પુણ્ય બાંધે છે ને નવમી રૈવેયક જાય છે. પરંતુ શુદ્ધ ચિદાનંદ આત્માનો અંતર વિશ્વાસ આવ્યા વિના પુણ્યના વિશ્વાસ ચઢી ગયો-ખોટા વિશ્વાસ ચઢી ગયો, ખોટે રસ્તે ચઢી ગયો, તેથી તે મોક્ષસુખને પામતો નથી ને ચાર ગતિમાં ફરી ફરી ભ્રમણ કરે છે.
માટે અહીં તો કહે છે કે અશેષ પુણ્યના જેટલા ભાવ હો તેટલા કરવામાં આવે છતાં તેનાથી ભિન્ન ભગવાન આત્માનું ભાન ન કરે તો તેને પરિભ્રમણ કદી મટે નહીં, ચાર ગતિમાં રખડવાનું થાય ને તેને અવતાર કોઈ દી ઘટે નહીં.
* ઈસ સંસારમેં દેહાદિ સમસ્ત સામગ્રી અવિનાશી નહીં હૈ, જૈસા શુદ્ધ બુદ્ધ પરમાત્મા અકૃત્રિમ હૈ, વૈસા દેહાદિમૅસે કોઈ ભી નહીં હૈ. સબ ક્ષણભંગુર હૈ, શુદ્ધાત્મતત્ત્વકી ભાવનાએ રહિત જો મિથ્યાત્વ વિષય-કષાય હૈં, ઉનસે આસક્ત હોકે જીવને જો કર્મ ઉપાર્જન કિયે હૈં, ઉન કર્મોસે જબ યહ જીવ પરભવમે ગમન કરતા હૈ, તબ શરીર ભી સાથ નહીં જાતા. ઈસલિયે ઈસ લોકમેં ઈન દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે,
ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની ચાહિયે.
-શ્રી પરમાત્મપ્રકાશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિન આદેશઃ
[પ્રવચન નં. ૬]
એક જ મોક્ષમાર્ગ : ૫૨માત્મદર્શન
[ શ્રી યોગસા૨ ઉ૫૨ ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૨-૬-૬૬ ]
આ યોગીન્દુદેવકૃત યોગસાર છે. યોગસારનો ખરો અર્થ તો એ છે કે યોગ એટલે આત્મસ્વભાવનો વેપા૨ ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્ય પૂરણ દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવી ને તેનો સાર એટલે કે ૫૨માર્થ મોક્ષમાર્ગ; તેની વ્યાખ્યા અહીં કરી છે. તેમાં આ ૧૬મી ગાથામાં તો બહુ ઊંચી વાત કરી છે.
अप्पा- दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि । मोक्खह कारण जोइया णिच्छंइं एहउ जाणि ।। १६ ।। નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ત માન;
હું યોગી ! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ. ૧૬
[ ૩૧
* આત્મદર્શન એ જ મોક્ષનું કા૨ણ છે *
હું ધર્માત્મા ! આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોક્ષનો માર્ગ છે. આત્મા એક સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પદ્ધતિથી એવા આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીત વડે આત્માને પહેલાં જાણીને મન-વચન ને કાયાથી ભિન્ન, પુણ્ય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી રહિત એવા આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે.
આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોંચવું નથી, વાણીની ગતિ નથી, કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના ભેદનું અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું, પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન એક જ મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુદ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમ જ બે મોક્ષમાર્ગ નથી.
આત્માનું દર્શન એક જ-એમ કહેતાં આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી, અજીવ છે, મન-વચન-કાયાની અજીવચેષ્ટાઓ પણ છે, અંદર આત્મામાં જેનો અભાવ છે એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨] પુણ્ય-પાપનો રાગ પણ છે-એમ તેમાં આવી ગયું. વિકલ્પના વિચાર વખતે મન પણ છે, વાણીથી કહે છે ને સાંભળે છે એ પણ છે, પણ એ બધાં આત્મદર્શનમાં કામ કરતાં નથી.
કોઈ કહે છે કે સમ્યગ્દર્શન બે પ્રકારે છે, જ્ઞાન બે પ્રકારે છે, ચારિત્ર બે પ્રકારે છે. તો અહીં કહે છે કે ના, બે પ્રકારે છે જ નહીં; કથન ભલે વ્યવહાર અને નિશ્ચયથી બે પ્રકારે આવે પણ નિશ્ચય સમ્યગ્દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે.
છકે સાતમે ગુણસ્થાને ઝૂલનારા મહાસંત યોગીન્દ્રદેવ કહે છે કે આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે એ સિવાય નવ તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, ભેદવાળી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, છ દ્રવ્યોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, એક સમયમાં પૂરણ ચિદાનંદ વસ્તુ તે આત્મા, તેનું દર્શન, તેનો અનુભવ, તેની પ્રતીતિ તે એક જ સમ્યગ્દર્શન છે. એ આત્મદર્શન વિના જે કોઈ ક્રિયાકાંડમાં ધર્મ મનાય તે મિથ્યાદર્શન છે. એક સમયમાં પૂરણ અભેદ અનંતગુણનું એકરૂપ જે ભગવાન આત્મા તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શનના પ્રકાશના અભાવમાં પુણ્ય-દયા-દાન આદિના પરિણામમાં ધર્મ છે તેમ માનવું તે મિથ્યાદર્શન છે. સમ્યગ્દર્શન પછી પુણ-દયાદાનના પરિણામ આવે, વચમાં વ્યવહાર આવે ખરો પણ તેનાથી તે ધર્મ માને નહીં, એ વ્યવહાર તો બંધનું જ કારણ છે પણ અનુકૂળતાથી કહીએ તો એ વ્યવહાર અંતર અનુભવની દૃષ્ટિમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે ને પ્રતિકૂળતાથી કહીએ તો તે બંધનું કારણ છે.
* આત્મદર્શન સિવાય અન્યને જરીયે મોક્ષમાર્ગ માનવો નહીં *
ભગવાન આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન સિવાય પર દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, નવ તત્ત્વોની શ્રદ્ધાનો રાગ, છ દ્રવ્યની શ્રદ્ધાનો રાગ એ બધુંય પર–અન્ય છે, તેને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં, શુભરાગમાં, દેહની ક્રિયામાં કે નવતત્ત્વોની શ્રદ્ધાના રાગમાં સમ્યગ્દર્શન અથવા મોક્ષનો માર્ગ કરીએ છે નહીં. આત્માના દર્શન સિવાય અન્યમાં સમ્યગ્દર્શન ને મોક્ષનો માર્ગ જરીએ નથી.
આહાહા! સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરના મુખમાંથી નીકળેલી આ દિવ્યધ્વનિમાં જે આ આવ્યું એવું સંતોએ ચારિત્ર સહિત અનુભવ્યું ને એમણે જગત સમક્ષ મૂકયું કે વસ્તુનું સ્વરૂપ આ છે.
આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે અને તેનાથી અન્ય બીજું જે કાંઈ છે તે કાંઈ પણ મોક્ષમાર્ગમાં ગણવામાં આવતું નથી. તેથી આત્મદર્શન સિવાય બીજી કોઈ વાતને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શન થાય છે. આત્માના અનુભવની દૃષ્ટિ સિવાય સમ્યગ્દર્શન બીજી કોઈ ચીજ વડે હોઈ શકે નહીં ને બીજી કોઈ ચીજમાં હોઈ શકે નહીં, ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા-દાન આદિ પાળો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદ્દન મિથ્યા છે.
હે ધર્મી !-સમ્યગ્દષ્ટિને યોગી–ધર્મી જ કહ્યો છે. ચોથે ગુણસ્થાને હોય, ભરત ચક્રવર્તી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૩૩ જેવા હોય પણ તેણે આત્મા સાથે યોગ જોડ્યો છે ને આખા સંસારથી અંદરમાં ઉદાસીનપણું વર્તે છે. જેને ભોગની રુચિ નથી, ભોગમાં સુખબુદ્ધિ નથી તેવા ચોથે ગુણસ્થાનવાળા સમ્યગ્દષ્ટિને ધર્મી-યોગી કહ્યો છે.
અહીં તો સમ્યગ્દર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ત્રણની વાત કરી નથી, કેમ કે અનુભવનું જોર દેવું છે. આત્માના અનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે તેમ કહેવું છે. શાંત, શાંત ધીરો થઈને અંતરના સ્વભાવની એકતાને અવલંબતા જે સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યજ્ઞાન ને સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો અંશ પણ ભેગો ઉત્પન્ન થાય છે, માટે અહીં એક સમ્યગ્દર્શનને જ મોક્ષનું કારણ કહ્યું તેમાં સમ્પર્શન–જ્ઞાન–વારિત્રામાં મોક્ષમા- એ આવી ગયું. પોતાના સહજાનંદ સ્વભાવની દષ્ટિ થઈને રુચિનું પરિણમન થયું તેમાં સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપમાં અંશે રમણતારૂપ ચારિત્ર આવી જાય છે. એનો અર્થ એ થયો કે–ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં સ્વરૂપાચરણ હોય છે. કેમ કે ભગવાન આત્મા પોતાના અંતર સ્વભાવ તરફ ઢળ્યો અને પ્રતિત ને જ્ઞાન થયા એમાં એટલો જ અનંતાનુબંધીનો અભાવ થઈને સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર પ્રગટ થયા વિના સમ્યગ્દર્શન જ હોઈ શકે નહીં.
સમ્યગ્દર્શન એક જ મોક્ષમાર્ગ કહેતાં એકાંત થઈ જતું નથી ? કે ના, એમાં અનેકાંત રહે છે. સ્વરૂપની દષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપાચરણ ત્રણે ભેગા છે ને તેમાં વિકલ્પાદિ ભાવનો નાસ્તિભાવ છે. વ્યવહાર સમકિત તો રાગ છે, તેનો નિશ્ચય સમ્યગ્દર્શનમાં અભાવ છે. આવા સમ્યગ્દર્શન વિના બીજાને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શનની પર્યાય હોય છે.
સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રદ્ધાને અમે સમ્યગ્દર્શન કતાં નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રતીત થવી, અનુભવ થવો તે એક જ સમ્યગ્દર્શન છે. બીજા પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતા નથી ને છે. પણ નહીં. ભગવાન તારામાં તું પૂરો પડયો છો, તારે કોઈની જરૂર નથી. પરસનુખના જ્ઞાનની પણ તને જરૂર નથી, પર પદાર્થની તો જરૂર નથી. પર પદાર્થના શ્રદ્ધાનની તો જરૂર નથી, પરસનુખના આશ્રયે થતાં દયા-દાન આદિના રાગભાવની તો જરૂર નથી; એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ એવા મનના સંગે ઉત્પન્ન થતાં વિકલ્પની પણ તને જરૂર નથી.
યોગીન્દ્રદેવ આદેશ કરે છે કે હું આત્મા! નિશ્ચયથી એ રીતે છે એમ તું જાણ બાકી બધો વિકલ્પ હોય તેને વ્યવહાર નિમિત્ત તરીકે તું જાણ. બીજો મોક્ષમાર્ગ જરીયે નથી. વ્યવહાર શ્રદ્ધાનો, શાસ્ત્રના જ્ઞાનનો કે કોઈ કષાયની મંદતાના વ્રતાદિનો ભાવ કિંચિત્ છૂટકારાનો માર્ગ નથી, એ તો બંધનનો માર્ગ છે–એમ હું આત્મા! નિશ્ચયથી જાણ ! વ્યવહારનું સ્વરૂપ જે છે તે જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. ભાઈ ! તને પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાનની મહિમા આવતી નથી ને તેની મહિમા વિના તને ભેદ ને રાગની જેટલી મહિમા આવે છે એ મિથ્યાદર્શન છે, શલ્ય છે. બાપુ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ જગતને સાંભળવા મળ્યો નહીં તેથી ઊંધે રસ્તે ચઢીને માને કે અમે ભગવાનને માનીયે છીએ, પણ ભગવાન તો એમ કહે છે કે જેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[હું
૩૪] રાખ ઉપર ગાર કરે તે ગાર નથી પણ લીંપણો છે, તેની જેમ આત્માના દર્શન વિના તેને દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા નથી, કેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુ તો આત્માના દર્શનને દર્શન કહે છે ને એ દર્શન વિના અમે દેવ-શાસ્ત્ર-ગુરુને માનીયે છીએ-એમ માને છે તે માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા રહેતી નથી ને તેથી એ વિના જે વ્રતાદિ ક્રિયા કરવામાં આવે તે રાખ ઉપર ગારના લીંપણા જેવું છે. ૧૬. હવે ૧૭મી ગાથામાં કહે છે કે માર્ગણાસ્થાન ને ગુણસ્થાન તારામાં નથી
मग्गण-गुण-ठाणइ कहिया विवहारेण वि दिठ्ठि । णिच्छय-णइ अप्पा मुणहि जिम पावहु परमेष्ठि ।।१७।।
ગુણસ્થાનક ને માર્ગણા, કહે દષ્ટિ વ્યવહાર
નિશ્ચય આતમજ્ઞાન તે, પરમેષ્ઠિપદકાર. ૧૭. ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા દિવ્યધ્વનિ દ્વારા જે વાત ફરમાવે છે તે વાત સંતોને વિકલ્પ દ્વારા વાણીથી આવી જાય છે. કહે છે કે આ જીવ કઈ ગતિમાં છે, કઈ લેશ્યા છે ને ભવિ-અભવિ છે, કયા જ્ઞાનનો પર્યાય છે એવા બધા ભેદોને જાણવા તે વ્યવહારનયનો વિષય જાણવાલાયક છે, આદરવાલાયક નથી.
- જિનેશ્વરદેવે માર્ગણા ને ગુણસ્થાન કહ્યા છે. ચૌદ માર્ગણા ને ચૌદ ગુણસ્થાનથી આ જીવ આમ છે એમ નક્કી કરવું એ જાણવાની પર્યાય જાણવાલાયક છે પણ એના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. કેવળ વ્યવહારનયની દષ્ટિથી માર્ગણા ને ગુણસ્થાન જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી. એના જ્ઞાન દ્વારા સમ્યગ્દર્શન થતું નથી. જેની પર્યાયમાં ભૂલ છે તેની તો અહીં વાત કરતા નથી અથવા તો મુનિદશા આવી હોય ને કેવળીની દશા આવી હોય કે સમ્યગ્દષ્ટિની આ દશા હોય એનો જેને ખ્યાલ પણ નથી તેની તો અહીં વાત કરતા નથી. જેને ખ્યાલ છે કે મુનિદશા આવી હોય, ચોથા ગુણસ્થાનની ને મિથ્યાદષ્ટિની દશા આવી હોય તે નક્કી કરે કે આ જીવ આ ગુણસ્થાનમાં છે, આ માર્ગણાસ્થાનમાં છે-એ બધું જ્ઞાન ભલે હો, જાણવા માટે છે, એટલો ભેદ છે તે જાણવા માટે છે પણ આદરવાલાયક કે તેનાથી સમ્યગ્દર્શન થાય એવી તેમાં તાકાત નથી.
માર્ગણાસ્થાન ને ગુણસ્થાન વર્તમાન પર્યાયમાં અતિરૂપ છે પણ એ તો કેવળ વ્યવહારદષ્ટિથી કથન છે. જે માટે નિશ્ચયથી છે એમ નથી, છે પણ તે વ્યવહાર છે. વસ્તુ છે, વ્યવહારનયનો વિષય છે, પરંતુ ત્રિકાળ અભેદદષ્ટિની અપેક્ષાએ એ બધા ભેદોને અભૂતાર્થ કહેવામાં આવે છે, અસત્યાર્થ કહેવામાં આવે છે. જૂઠા છે-એમ કહેવામાં આવે છે.
ભવિ છું-એમ ખ્યાલ આવવો એ વ્યવહારનયનો વિષય છે. આ મતિજ્ઞાનનો ઉપયોગ છે ને આ શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે ને આ ક્ષાયિક સમકિત કહેવાય તથા આ પાંચ ઇન્દ્રિયવાળો છે ને આ બે ઇન્દ્રિયવાળો છે-એ બધું અવસ્થાદષ્ટિએ છે ખરું, પણ ત્રિકાળ સ્વભાવના આશ્રય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫
૫૨માત્મા]
કરવાની અપેક્ષાએ એ બધું નથી, મને લાભદાયક નથી માટે એ નથી અને મને લાભદાયક અભેદ છે માટે એ છે.
કેવળ વ્યવહારનયથી આ જીવ પર્યાયમાં અહીં છે, આ જીવ આ ગુણસ્થાનમાં છે એમ કહેવામાં આવ્યું છે. અભેદ સ્વભાવની દૃષ્ટિથી કહેવામાં આવે તો આત્મા આત્મારૂપ જ છે, ભેદ એમાં નથી. આ ભિવ છે આ સમકિતી છે કે આ જ્ઞાન ઉપયોગ છે–એ ભેદો અભેદ વસ્તુમાં નથી. આ રાગ હજુ એકાદ બે ભવ કરશે-એ જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી.
અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, એથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.....
શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અમને થોડો રાગ વર્તે છે તેથી જણાય છે કે થોડો કાળ હજું રાગનું વેદન રહેશે, એથી એમ જણાય છે કે એકાદ ભવ કરવો પડશે-એવું જે પર્યાયનું જ્ઞાન તે હો, પણ તે આદરણીય નથી.
ભગવાનની વાણીમાં જે વ્યવહાર આવ્યો-માર્ગણાસ્થાન-ગુણસ્થાન-તે છે, ભેદરૂપ છે, અંશરૂપી દશાવાળા ભાવો છે પણ તે જાણવાલાયક ભાવો છે, આશ્રય કરવા લાયક નથી. પરમેશ્વર ત્રિલોકનાથે જે માર્ગણાસ્થાન આદિ પર્યાયના ભેદો જોયા ને કહ્યાં અને એમ છે-તેને તું જાણ તો હજુ તો તે વ્યવહાર છે.
ભગવાન આત્માને જાણ કે જેમાં કેવળજ્ઞાનના કંદ પડયા છે, જે અનંત ગુણની રાશિ પ્રભુ આત્મા છે, જેમાં ‘આ આત્મા ' એવો ભેદ પણ નથી એવા આત્માને આત્મારૂપે જાણ. આમ જાણવાનું ફળ શું?-કે તેનાથી અરિહંત ને સિદ્ધપદ મળશે. જે અભેદ ચિદાનંદ આત્માને જાણશે, તેનો આશ્રય કરશે તે નિશ્ચયથી અરિહંત ને સિદ્ધપદને પામશે.
પોતાના આત્માને જાણવાથી સિદ્ધ થઈશ, વ્યવહારને જાણવાથી સિદ્ધ નહિ થા. કેટલાક કહે છે કે જે ભાવે તીર્થંકગોત્ર બંધાયું એ ભાવથી મુક્તિ થશે કેમ કે તીર્થંકર પ્રકૃતિ બંધાણી ને! માટે મુક્તિ થશે. તેને અહીં કહે છે કે એ ખોટી વાત છે. તારું એ જ્ઞાન જ ખોટું છે. આત્મા આત્મામાં ઠરશે ત્યારે કેવળજ્ઞાનને પામશે, રાગ આવ્યો ને બંધ પડયો માટે કેવળજ્ઞાન થશે એમ છે જ નહીં. સમ્યગ્દષ્ટિને વિકલ્પ આવ્યો ને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડયો-એવું જ્ઞાન પણ આશ્રય કરવાલાયક નથી, વિલ્પ અને પ્રકૃતિનો બંધ જાણવાલાયક છે, પણ એનાથી મુક્તિ થશે કે એના જ્ઞાનથી મુક્તિ થશે એમ નથી.
એક જ વાત! જે આત્મા આત્માને જાણશે ને જે આત્મા આત્મામાં ઠરશે તે સિદ્ધપદને પામશે.
શ્રેણીકરાજાને વિકલ્પ ઊઠયો, ભગવાને કહ્યું કે હે શ્રેણીક! તું ભવિષ્યમાં તીર્થંકર થઈશ. શ્રેણીક સમવસરણમાં ક્ષાયિક સમકિત પામ્યા. પરંતુ તેઓ સ્વભાવના અવલંબન વડે ક્ષાયિક પામ્યા. વળી એ ક્ષાયિક થયું એમ જાણ્યું તે જ્ઞાન અને તીર્થંકર થઈશ એનું જ્ઞાન એ જ્ઞાન તેને કેવળજ્ઞાનનું કારણ નથી. જેને આત્મદર્શન થયું, સમ્યગ્દર્શન થયું
તેને વિકલ્પ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[હું
આવ્યો ને તીર્થંકર પ્રકૃતિ બંધાણી-એ સંબંધીનું જ્ઞાન તેને કેવળજ્ઞાન પમાડશે નહીં. માટે કહે છે કે વ્યવહારષ્ટિથી એ જાણવા લાયક છે પણ એ જ્ઞાનનો મહિમા નથી. ભગવાન આત્માનું જ્ઞાન કર, એમાં એકાગ્રતા કર, એનાથી કેવળજ્ઞાન થશે. પ્રકૃતિથી, વિકલ્પથી કે તેના જ્ઞાનથી કેવળજ્ઞાન થશે નહીં. ભગવાનની વાણીથી જ્ઞાનમાં નક્કી થઈ ગયું કે હું તીર્થંકર થઈશ. છતાં એ જ્ઞાન આશ્રય કરવા લાયક નથી.
વ્યવહારદષ્ટિથી જે કહ્યું તેને જાણ; પણ ભગવાન આત્મા એકરૂપ પ્રભુને જાણતા જ નક્કી તું કેવળજ્ઞાનને-સિદ્ધપદને પામીશ. ત્રણકાળમાં અમારી આ વાત ફરી એવી નથી એમ કહે છે. નિશ્ચયનયથી આત્મા સ્વયં અરિહંત ને પ૨માત્મા છે. વસ્તુ સદા સિદ્ધ પ૨માત્મા છે એવી અંતરની દૃષ્ટિ ને તેનું જ્ઞાન તે પર્યાયમાં સિદ્ધપદને પામવાનું કારણ છે. એ સિવાય અન્ય કોઈ શ્રદ્ધા, અન્ય કોઈ જ્ઞાન કે અન્ય કોઈ આચરણ આત્માને મુક્તિનું કારણ નથી.
જે પરમેષ્ઠિપદ વ્યવહારનયે જાણવાલાયક કહ્યું હતું; તેના આશ્રયે પરમેષ્ઠીપદ નહીં પમાય. એક સમયમાં અભેદ પરિપૂર્ણ પ્રભુ તેની દૃષ્ટિ થતાં, તેનું જ્ઞાન થતાં, તે શ્રદ્ધા-જ્ઞાન ૫૨મેષ્ઠિપદની પ્રાપ્તિનું કારણ થશે, પણ વ્યવહારત્નત્રય મુક્તિનું કારણ નહિ થાય એમ કહે છે. ૧૭.
હવે કોઈ એમ કહે કે આ માર્ગ તો મહા ત્યાગી મુનિ જંગલમાં હોય તેના માટે હોય, ગૃહસ્થ માટે શું? તેના ઉત્તરરૂપે ૧૮ મી ગાથામાં કહેશે કે ગૃહસ્થાશ્રમમાં પણ આ માર્ગ હોય શકે છે. રાજપાટમાં દેખાય, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં દેખાય છતાં એ ગૃહસ્થાશ્રમમાં પણ એ જીવ નિર્વાણમાર્ગ ઉપર ચાલી શકે છે. કેમ કે ભગવાન આત્મા પૂરણ અખંડ વસ્તુ તો મૌજૂદ છે, અખંડ વસ્તુનો આશ્રય કરનાર ગૃહસ્થાશ્રમમાં પણ નિર્વાણને પામવાને લાયક થઈ જાય છે. આટલા આટલા ધંધાદિ હોય તોપણ ?-કે હા; ધંધાદિ એનામાં રહ્યાં, એ તો જાણવાલાયક છે. ભગવાન આત્માનો આશ્રય કરીને ગૃહસ્થાશ્રમના ધંધાદિમાં જો હૈયાહેયનું જ્ઞાન વર્તે તો તે પણ નિર્વાણને લાયક છે.
સંસારમાં ઈન્દ્રિય-જન્ય જેટલા સુખ છે તે બધા આ આત્માને તીવ્ર દુઃખ આપનારા છે. આ રીતે જે જીવ ઈન્દ્રિય-જન્ય વિષય-સુખોના સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે. શ્રી રયણસાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૩૭ [ પ્રવચન નં. ૭] ગૃહસ્થાશ્રમમાં નિજ પરમાત્મ-અનુભવ [ શ્રી યોગસાર ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા ૧૩-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર ચાલે છે. તેમાં કહે છે કે ગૃહસ્થાશ્રમમાં પણ આત્મ-અનુભવ થઈ શકે છે. ગૃહસ્થમાં રહેલો જીવ મોક્ષના માર્ગ પર ચાલી શકે છે. એમ નથી કે સાધુ જ મોક્ષમાર્ગમાં ચાલી શકે એ અર્થની ગાથા કહે છે:
गिहि-वावार-परिढ़िया हेयाहेउ मुणंति । अणुदिणु सायहिं देउ जिणु लहु णिव्वाणु लहंति ।। १८ ।।
ગૃહકામ કરતાં છતાં, હેયાયનું જ્ઞાન
ધ્યાવે સદા જિનેશપદ, શીધ્ર લહે નિર્વાણ. ૧૮. ગૃહસ્થના વેપાર ધંધામાં લાગેલો હોવા છતાં હેયાયનું જ્ઞાન હોય છે એટલે કે છોડવાયોગ્ય શું છે ને આદરવાયોગ્ય શું છે એનું જ્ઞાન હોય છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં ધર્મ કઈ રીતે હોય છે?-કે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં યાયનું જ્ઞાન હોય છે. યા એટલે પુણ્ય-પાપના ભાવ, વેપાર-ધંધાના ભાવ કે પૂજા-ભક્તિ ના ભાવ તે હેય છેએવું એને જ્ઞાન વર્તવું જોઈએ.
ગૃહસ્થાશ્રમમાં ધર્મ થઈ શકે છે ને મોક્ષના માર્ગે ચાલી શકે છે તેની અહીં વાત છે. ગૃહસ્થાશ્રમમાં આપણને ધર્મ ન થાય. આપણે ધર્મ ન કરી શકીએ. એ તો મુનિ થાય, ત્યાગી થાય તેને ધર્મ હોય-એમ નથી. મુનિ ઉગ્રપણે પુરુષાર્થથી શીધ્રપણે મોક્ષનું સાધન ઉત્કૃષ્ટ કરે છે અને ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિને એને યોગ્ય હેયાયનું જ્ઞાન વર્તતું હોય છે. ધંધામાં હોય છતાં તેને દરેક ક્ષણે રાગાદિ ભાવ હેય છે, પર વસ્તુની, શરીર આદિની ક્રિયાનો કર્તા હું નથી–એવું જ્ઞાન વર્તે છે.
પાપના-પુણ્યના ભાવ હો, દેહની ક્રિયા હો પણ એ બધાને સમ્યગ્દષ્ટિ હેય તરીકે જાણે છે. શુદ્ધ ચૈતન્ય પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ જ મારે આદરણીય ને ધ્યાન કરવાલાયક છે. ગૃહસ્થાશ્રમમાં સમકિતી આ પ્રમાણે વર્તન કરી શકે છે. ગૃહસ્થાશ્રમમાં નિર્વાણમાર્ગ ન હોય એમ કેટલાક કહે છે ને? અહીં તો કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આ રીતે નિર્વાણમાર્ગ સમકિતીને હોય છે.
આત્મા પોતે નિર્વાણ સ્વરૂપ છે. ભગવાન આત્મા મોક્ષસ્વરૂપ છે. તેનું સાધન પોતામાં છે. તેથી ગૃહસ્થાશ્રમમાં તે કેમ ન કરી શકે? એક સમયનો વિકાર છે તે હેય છે ને તેને છોડીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮] અનંતગુણનો પિંડ આખો પૂર્ણાનંદ પ્રભુ ઉપાદેય છે અને એ સ્વરૂપ તો પોતાનું છે. તેથી ગૃહસ્થાશ્રમમાં એ કામ ન કરી શકે-એ કેમ હોઈ શકે ?
આત્મા પોતે અનંત જ્ઞાન-આનંદ આદિ ગુણનો પિંડ છે, તેને ઉપાદેય છે એમ કેમ ન કરી શકે? ગૃહસ્થાશ્રમમાં આત્મા છે કે નથી? આત્મા છે અને તે પોતાનો શુદ્ધ સ્વભાવ રાખીને પડ્યો છે. વીતરાગના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી. એવું પોતાનું સ્વરૂપ છે, એનું ઉપાદેયપણું કરી શકે છે, કેમ કે એનું સાધન પણ પોતામાં છે, કાંઈ બાહ્ય ક્રિયામાં રાગમાં નથી.
રાગાદિ તો દૂર છે, તારામાં નથી; તારામાં નથી એ કાંઈ તારું સાધન હોય? માટે રાગાદિ કોઈ તારું સાધન નથી. તારામાં જે છે એ તારું સાધન છે. ધંધાદિ હોય કે રાગાદિ હોય-એ તો એનામાં રહ્યાં, હું તો શુદ્ધ પરમાત્મા છું–આ જ હું છું-એમ માનવું તેનું નામ જ ઉપાદેયપણું.
વીતરાગના સ્વરૂપમાં ને મારા સ્વરૂપમાં પરમાર્થ કાંઈ ફેર નથી-એમ અંતરમાં રુચિ કરીને દષ્ટિ કરીને આત્માને સ્વીકારવો-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે ? દષ્ટિ દૂર હતી, તે દૃષ્ટિ સમીપમાં કરે કે આ આત્મા જ હું છું—એ તો ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
વસ્તુ શુદ્ધ છે ને એનું જ્ઞાન, એની શ્રદ્ધા ને એનું આચરણ-એ સ્વભાવનું સાધન પણ શુદ્ધ છે અને તે પણ પોતાની સમીપમાંથી–સ્વભાવમાંથી આવે છે, કાંઈ દૂરથી, રાગમાંથી કે પરમાંથી આવતાં નથી માટે ગૃહસ્થાશ્રમમાં આત્માને મોક્ષનો માર્ગ કેમ ન થઈ શકે ? જરૂર થઈ શકે છે–એમ કહે છે. વસ્તુ પોતે છે ને એ જ કિંમતી ચીજ છે, બીજી કોઈ પણ ચીજ-અલ્પજ્ઞતા, રાગ કે પર-મારી દ્રષ્ટિમાં કિંમતી ચીજ નથી-એમ દષ્ટિમાં ઉપાદેય તરીકે વસ્તુને ગ્રહણ કરવી-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે? જરૂર થઈ શકે. વળી એનું સાધન પણ અંદર છે. જ્ઞાનાનંદ ચૈતન્યસ્વભાવનું સાધન પણ એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
ભગવાન આત્મા પરમાનંદનું રતન છે. એ પરમાનંદ સ્વરૂપ રતન પોતે જ છે, એમ જ્યાં દૃષ્ટિમાં આદર આવ્યો ત્યાં સ્વભાવનું સાધન પણ પોતે જ છે અને એમાં એકાગ્ર થતાં સાધનથી જે દશા પ્રગટ થાય, સાધક દશા-એ પણ એના સમીપમાં-સાધન પણ એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
ધંધાનો ભાવ તો હેય છે પણ એ કાળે પણ એ જીવની શક્તિનું સત્ત્વ છે ને! તેથી ગૃહસ્થના અશુભભાવને ય જાણે ને આ આત્મા અનંતગુણનો પિંડ છે તે હું એમ હેયાયનું જ્ઞાન થઈ શકે છે. બાપુ! તું છો ને તારું ન કરી શકે એનો અર્થ શું? તું છો ને તારું જરૂર કરી શકે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેય-ઉપાદેયનો જ્ઞાનમાં વિવેક જરૂર કરી શકે. પહેલાં શાસ્ત્રથી, ગુરુગમથી, તીવ્ર જિજ્ઞાસાથી (ઉપાદેયનું જ્ઞાન કરે અને પછી એની દષ્ટિમાં આવે કે અહો! આ આત્મા! અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા તે હું પોતે છું. ગૃહસ્થાશ્રમમાં વેપારધંધાના કાળ વખતે શું આત્મા ક્યાંય ચાલ્યો ગયો છે? –ના તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૩૯ એ આત્માને ઉપાદેય તરીકે શ્રદ્ધા, જ્ઞાનમાં ગ્રહણ કરે ને રાગાદિને હેય જાણે-એવો ધર્મ ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
શરીર-વાણી ને મનની જે ક્રિયા થવા કાળે થાય છે, તે તો ચૈતન્યના સત્ત્વમાં નથી ને ચૈતન્ય તેનો કર્તા નથી ને ગૃહસ્થાશ્રમમાં તેનું જ્ઞાન થઈ શકે છે કે આ લક્ષ કરવા લાયક નથી. ગૃહસ્થાશ્રમમાં જે ધંધાદિના પરિણામ થાય તેનાથી અધિકપણે અંદર અનંતગુણનું ધામ આત્મા બિરાજે છે, તેને ઉપાદેય તરીકે સ્વીકારીને રાગાદિને હેય તરીકે સ્વીકારી શકાય છે, પણ પછી એને ધંધાદિમાં રસ ન રહે હો !
પણ ધંધામાં રસ ન રહે તો પૈસા શી રીતે કમાય?
ધંધામાં રસ હોય તો પૈસા કમાય કે પુણ્યને લઈને કમાય ? પુણ્ય હોય તો પૈસા મળે. અહીં તો કહે છે કે બે વાત છે. એક તું પોતે ને બીજો તારાથી વિરુદ્ધ વિકારનો ભાવ. ધંધાદિના વિકારી પરિણામ વખતે આત્મા ક્યાંય ચાલ્યો ગયો નથી. ધંધાદિના પરિણામ દુઃખરૂપ છે, હેયરૂપ છે, આદરવાયોગ્ય નથી-એમ એણે જ્ઞાન કરવું જોઈએ અને એનાથી રહિત ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ ચિદાનંદ શુદ્ધ આત્મા છું, એનો અંતર્મુખ થઈને આદર કરવો જોઈએ. આટલું તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થઈ શકે છે-એમ કહે છે.
ગૃહસ્થાશ્રમમાં પણ છૂટેલું જ્ઞાયક તત્ત્વ તું છો, તેના સાધન વડે છૂટવાનો ઉપાય થઈ શકે છે એટલે કે ધંધાદિના પરિણામ ને બાહ્ય ક્રિયામાં રહેવાથી આ ન થઈ શકે એમ છે નહીં. પરંતુ નનૂર થઈને એણે એની કિંમત કદી કરી નથી. વસ્તુ તરીકે તું જિનસ્વરૂપે જ છો. પરંતુ એનામાં જે છે એને દષ્ટિમાં ન લે અને જે વસ્તુમાં નથી એવા રાગાદિને દષ્ટિમાં લ–વસ્તુ છે છતાં તેને ભૂલીન એ ભાવ કરે તો અજ્ઞાન કરવામાં પણ જીવ સ્વતંત્ર છે. જ્ઞાનાનંદમૂર્તિ વસ્તુનો અંતરમાં સ્વીકાર કરીને આ આત્મા તે હું-એમ સ્વીકાર થતાં પછી જે વિકલ્પ ઊઠે તે તેના સ્વરૂપમાં ન હોવાથી તેને હેય જાણીને ગૃહસ્થાશ્રમમાં હેયાયનું જ્ઞાન કરી શકે છે.
સિદ્ધ સમાન સદા પદ મેરો-સિદ્ધ સમાન તારું આત્મતત્ત્વ છે પણ એની તને ખબર નથી ને કહ્યું કે મારે ધર્મ કરવો છે, પણ ક્યાંથી ધર્મ થાય ? ધર્મ કરનાર ધર્મી મહાન પદાર્થ છે એવી ઉપાદેય બુદ્ધિ ગૃહસ્થાશ્રમમાં કરે તો ધર્મ થઈ શકે છે. એનો અર્થ એ થયો કે ભગવાન આત્મા ગૃહસ્થાશ્રમમાં ધંધાદિની પર્યાયમાં હો કે બાહ્ય ક્રિયામાં નિમિત્ત તરીકે ઉપસ્થિતિ દેખાતી હો છતાં તેને હેય જાણી પોતાના શુદ્ધ આનંદસ્વરૂપ આત્માને ઉપાદેય જાણી અંતરના આનંદમાં વર્તી શકે છે, ગૃહસ્થાશ્રમમાં પણ અંતરમાં આનંદસ્વરૂપનો સ્વીકાર કરી શકે છે, રાગને હેય કરી શકે છે અને કોઈ કોઈ કાળે તે આનંદના અનુભવમાં વર્તી શકે છે. પણ વાત એમ છે કે એનો આત્મા કેવડો છે એની એને ખબર નથી.
ગૃહસ્થ એટલે ગૃહમાં રહેલો એટલે કે ધંધાદિમાં રહેલો જીવ, પણ એ વખતે પણ આત્મા તો મોજૂદ છે ને! જેમાં અનંત સિદ્ધ પરમાત્મા બિરાજે છે એવા પૂર્ણાનંદનો નાથ તો ધંધાદિના કાળે પણ મોજૂદ છે ને! તો એવા આત્માને દષ્ટિમાં ઉપાદેય કરીને, ધંધાદિના કે દયા-દાન આદિના રાગ હોય છે એમ દષ્ટિમાં રાગનો ત્યાગ ને શુદ્ધાત્માનો આદર કરી શકે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
દષ્ટિમાં પૂર્ણ આત્માનો સ્વીકાર થતાં પરમેશ્વરનો સ્વીકાર થયો ને હેય એવા રાગાદિ હોવા છતાં દષ્ટિમાં તેનો ત્યાગ થઈ ગયો. આ રીતે ગૃહસ્થાશ્રમમાં દષ્ટિમાં રાગના ત્યાગરૂપ ને સ્વભાવના આદરરૂપ ધર્મ થઈ શકે છે. પરંતુ પૈસાદિમાં લાભ માને તેને સ્વભાવનો લાભસ્વભાવનો સ્વીકાર શી રીતે થઈ શકે ? એક બાજુ પૈસાની મમતાનો ભાવ ને બીજી બાજુ સમતાનો પિંડ સ્વભાવ ! મમતાના કાળે પણ સમતાનો પિંડ પ્રભુ ક્યાંય ચાલ્યો ગયો નથી, માત્ર સમતાના પિંડનો સ્વીકાર ને મમતાનો અસ્વીકાર કરવો જોઈએ; તો ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મ થાય.
* ધ્યાવે સદા જિનેશપદ * રાત-દિવસ જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. જિનેન્દ્ર એટલે વિતરાગ; અંદર વિતરાગની લગની લાગી છે. જિનેન્દ્ર એટલે વિતરાગી આત્મા. વીતરાગી ભગવાન ને વસ્તુમાં કાંઈ ફેર નથી. સમકિતી ગૃહસ્થાશ્રમમાં ધંધામાં પડયો હોય, હજારો રાણીઓના વૃદમાં પડ્યો હોય છતાં રાત-દિન જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. વીતરાગ... શુદ્ધ..શુદ્ધ..સ્વભાવ આદરણીય છે, અશુદ્ધતા આદરણીય નથી. આવું જો સમકિતીને ન હોય તો સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન જ ન હોય.
પરને પર તરીકે, ય તરીકે જાણ્યા વિના ઉપાદેય તરીકે ચિદાનંદ ભગવાન આત્માનું જ્ઞાન યથાર્થ થઈ શકે નહીં. ઉપાદેય તરીકે આત્માને આદરણીય જાણ્યો એટલે રાગાદિ હેય તરીકે વર્તે એટલે તેમાં લાભનું કારણ કેમ માને ? એ તો નુકશાનનું કારણ છે, શુભાશુભભાવ થાય પણ તે નુકશાનનું કારણ છે.
મોક્ષ સાધનનો મોટો ભાગ મુનિ કરે પણ ગૃહસ્થાશ્રમમાં એકદેશ તો સાધન થઈ શકે છે. મોટા ભાગનું સાધન મુનિ કરે, મુનિ એટલે? બહારના ત્યાગી એટલે મુનિએમ નથી. શુદ્ધ ચિદાનંદના ભાનપૂર્વક તેમાં ખૂબ ઠરે ને ખૂબ આનંદને વેદે તે મુનિ તે મોક્ષના મોટા ભાગનું સાધન કરે. પરંતુ મોક્ષના માર્ગનો નાનો ભાગ તો ગૃહસ્થને મળે એમ છે હો !
જ્યાં એકલો પૂર્ણાનંદનો નાથ ચૈતન્યપ્રભુ દષ્ટિમાં પડ્યો છે ત્યાં આખા સંસારનોઉદય ભાવનો દૃષ્ટિમાં ત્યાગ વર્તે છે, આત્માનો આદર થયો ને મિથ્યાત્વનો ત્યાગ થયો ત્યાં તે મોટો ત્યાગી થઈ ગયો. આવા ત્યાગ વિના બહારની ક્રિયાને ત્યાગ કહે ને દયા-દાનના ભાવથી મને લાભ થાય એમ માનનાર ત્યાગીએ આખા આત્માનો જ ત્યાગ કર્યો છે. એણે રાગનો ત્યાગ કર્યો નથી પણ ત્યાગ કર્યો છે પોતાના આત્માનો. જ્ઞાનીએ તો જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે રાગનો પણ દષ્ટિમાંથી ત્યાગ કર્યો છે.
પ્રભુ અંતરમાં બિરાજે છે ને તેનું સાધન પણ દૂર-રાગમાં નથી પણ નજીકમાં અંતરમાં છે. અંતરમાં એકાગ્ર થવું તે એનું સાધન છે. આવા સાધનને ને સાધનના ધ્યેયને ન જાણે તેને આ હેય ને આ ઉપાદેય એમ જ્ઞાનમાં વર્તતું નથી. તેથી તેને દષ્ટિમાં આત્માનો ત્યાગ વર્તે છે પણ દષ્ટિમાં રાગનો ત્યાગ વર્તતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૧
પરમાત્મા ]
ધર્મી જીવ ગૃહસ્થાશ્રમમાં ૯૬ હજાર રાણીઓના છંદમાં પડ્યા હોય પણ એ ભોગના કાળે પણ દષ્ટિમાં એનો ત્યાગ વર્તે છે. મારો આનંદ મારી પાસે છે પણ અરેરે! આ સમાધાન થતું નથી એટલે રાગ આવે છે પણ સમકિતી એ અસ્થિરતાને હેય તરીકે જાણે છે. એ પ્રકારના અસ્થિરતાના રાગમાંથી બીજે જ ક્ષણે કદાચિત ધ્યાનમાં આવે તો અતીન્દ્રિય આનંદનું ધ્યાન પણ કરી લે. વાસનાના વિકલ્પમાં દોરાઈ ગયો પણ અંદર તો સચ્ચિદાનંદ પ્રભુને દષ્ટિમાંથી છોડયો નથી.
ગૃહસ્થાશ્રમમાં પણ સ્વસ્વરૂપ મોજૂદ છે છતાં તેને આદરણીય કેમ કરી શકતો નથી?-કે પોતાના સ્વરૂપનો એને મહિમા નથી એટલે વિકાર ને પરના મહિનામાં તેની દૃષ્ટિ પડી છે તેથી મિથ્યાત્વમાં પડ્યો છે. પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જ્યાં સ્વનો મહિમા આવ્યો કે આ અખંડાનંદ પ્રભુ જ મારે કરવાનું કામ, વિશ્રામનું ધામ છેએમ અંતર્દષ્ટિ ને જ્ઞાન કર્યા ત્યાં પૂજા-ભક્તિના ભાવને પણ ત્યાગબુદ્ધિએ દેખે છે. પ્રભુ! તું છો કે નહીં? છો તો કેવડો છો?-કે
અનંતા ગુણનો દરિયો છો, જ્ઞાન સ્વરૂપે ભરિયો છો.
આનંદનો તું કંદ છો, વીર્યની તું કાતળી છો, શાંતિનો તું સાગર છો, અનંત પુરુષાર્થના વીર્યથી ભરેલો પદાર્થ છો, સ્વચ્છતાનું ધામ છો, અનંત ગુણમાં એક-એક ગુણમાં પ્રભુતાથી ભરેલો પ્રભુ તું છો.
આવા ભગવાનને જેણે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં એનો શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકાર કર્યો એણે અનંતકાળથી જેનો ત્યાગ વર્તતો હતો તેને ગ્રહણ કર્યો ને અનંતકાળથી રાગાદિ પુણ્યપરિણામને ગ્રહણ કરવાયોગ્ય માનતો હતો તેનો દષ્ટિમાં ત્યાગ વર્યો.
સમકિતી જિનેન્દ્રદેવનું સદા ધ્યાન કરે છે એટલે કે સમકિતીને આત્માના શ્રદ્ધાજ્ઞાન તો નિરંતર છે પણ કોઈ વખતે ધ્યાનમાં અંદર સ્થિર થઈ જાય છે. ગૃહસ્થીને ધ્યાન પણ હોય છે એમ કહે છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં ધર્મીને રાત-દિવસ ભગવાન આત્માના શુદ્ધજ્ઞાનરૂપ પરિણતિ કાયમ વર્તે છે ને કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાન પણ ગૃહસ્થીને થઈ જાય.
ગૃહસ્થાશ્રમમાં આત્મા શું આત્મા મટીને વિકારરૂપે થઈ ગયો છે? ગૃહસ્થાશ્રમમાં રહેલો આત્મા શું જડ અને શરીરરૂપે થઈ ગયો છે?—ના; તો એ ત્રિકાળ સ્વભાવની દષ્ટિ થતાં વિકારપણે હું નથી એમ દષ્ટિ થતાં દષ્ટિમાં વિકારનો ત્યાગ વર્તે છે; ગૃહસ્થાશ્રમમાં પણ એને ધ્યાન વર્તે છે. જેને લક્ષમાં લીધો છે, તેમાં વારંવાર ઠરવારૂપ નિર્વિકલ્પ ધ્યાન પણ વર્તે છે.
સ્વરૂપ શુદ્ધ છે એમ અનુભવપૂર્વક સમ્યગ્દષ્ટિને જ્ઞાન થયા પછી સામાયિકમાં પ્રયોગ કરે છે કે હું પરમાત્મા છું તો ઉપયોગ એમાં સ્થિર રહી શકે છે કે નહીં એનો અજમાયશ ને પ્રયોગ સામાયિકમાં કરે છે. રોજ સામાયિકમાં અજમાયશને પ્રયોગ કરે છે તથા પંદર દિવસે, મહિને ચોવીસ કલાક પ્રયોગ કરે કે આત્મા અંદર સ્વરૂપમાં કેટલો રહી શકે છે. તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨] પ્રયોગને પૌષધ કહે છે. દેહના ત્યાગના કાળે નિર્વિકલ્પ કેટલો રહી શકું છું, ભવના અભાવના કાળે ભવના અભાવસ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિરતા કેટલીક રહી શકે છે? તેનો પ્રયોગ કરવો તેને “સંથારો-સમાધિ મરણ” કહે છે. આ બધું ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે એમ અહીં તો કહેવું છે હો !
-આ રીતે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જે આત્માને ઉપાદેય જાણે ને રાગાદિને હોય જાણે તે અલ્પકાળમાં નિર્વાણને પામે છે. ૧૮. હવે ૧૯મી ગાથામાં કહે છે કે જિનેન્દ્રદેવનું સ્મરણ પરમપદનું કારણ છે.
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण ।
सो झायंतहं परम-पउ लब्भइ एक्क-खणेण ।।१९।। જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯. હું આત્મા! વીતરાગ પરમેશ્વર અને તારો આત્મા–તે બનેના સ્વભાવમાં કાંઈ ફેર નથી. વર્તમાન પર્યાયમાં-અવસ્થામાં ફેર છે. ભગવાનની દશા પૂર્ણાનંદરૂપ થઈ ગઈને તારી દશામાં રાગ ને મલિનતા છે પરંતુ વસ્તુ સ્વભાવમાં ને ભગવાનના સ્વભાવમાં કાંઈ ફેર નથી. તેથી અહીં કહે છે કે કેવળજ્ઞાની પરમેશ્વરે જેવો ભગવાન આત્મા જોયો છે તેવો આત્મા જેને શ્રદ્ધા-જ્ઞાનમાં બેઠો છે એવો ધર્મીજીવ એનું વારંવાર
સ્મરણ કરે છે. રાગનું, નિમિત્તનું કે સંયોગનું સ્મરણ કરતાં નથી પણ ભગવાન આત્માનું સ્મરણ કરે છે.
હે આત્મા! શુદ્ધભાવથી જિનેન્દ્રનું સ્મરણ કરો. જિનેન્દ્ર એટલે આત્મા, તેનું શુદ્ધભાવથી સ્મરણ કરો. ભગવાન આત્માનો સ્વભાવ વીતરાગી ઇન્દ્ર-ઈશ્વર છે પણ પોતે પોતાને રાંકો માનીને બેઠો, આની વિના ચાલે નહીં ને તેની વિના ચાલે નહીંએને કેમ બેસે? આબરૂમાં જરાક ખામી થઈ જાય ત્યાં તો એને કેમ બેસે કે પોતે પરમેશ્વર પ્રભુ છે! આબરૂમાં જરાક ધક્કો લાગે ત્યાં તેને કાંઈ થઈ જાય, પણ બાપુ ! અનાદિનો તને આબરૂનો આ મોટો ધક્કો લાગી ગયો છે તેનું શું? ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ જિનેન્દ્ર છે તેને રાગવાળો માનવો એ તને મોટું કલંક છે બાપુ!
ભાઈ ! ભગવાન આત્મા વીતરાગમૂર્તિ પ્રભુ છે તેનું ચિંતવન કર ને! આ રાગ ને દયા-દાન આદિના વિકલ્પ છે એ તો છોડવાલાયક છે, એને વારંવાર યાદ શું કામ કરે છો? આવે તો પણ તેને યાદ શું કરવા કરે છો? આત્મા સાક્ષાત્ વસ્તુ તરીકે જિનેન્દ્ર પ્રભુ છે ને તેની દશામાં જિનેન્દ્રપણું પ્રગટ કરવા માટે એ જિનેન્દ્ર પ્રભુમાં એકાગ્ર થઈને ધ્યાન કરવું એ પ્રગટ જિનેન્દ્ર થવાનો ઉપાય છે.
આહાહા ! ઘરે પરમેશ્વર પ્રભુ આદિનાથ મુનિ પધારે ને તેનો આદર ન કરે અને સડલાં રોગવાળી વાઘરણનો આદર કરે! તેમ ત્રણ લોકનો નાથ ભગવાન પોતે સમીપમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[૪૩
બિરાજે છે તેનો આદર ન કરતાં પુણ્ય ને પાપ મેલ-ભિખારી જેવા વિકારને શરીરાદિનો સત્કાર કરે!!
જિન સમરો–ભગવાન આત્મા ચૈતન્યપ્રભુ ઉપાદેય છે ને રાગાદિ મેલ હૈય છે એમ જેને પહેલાં સમ્યજ્ઞાનમાં વિવેક પ્રગટયો છે તે જિનેન્દ્રનું સ્મરણ કરે છે. બહારની હોળીના સ્મરણ કરે છો તેના કરતાં સમીપમાં ચિદાનંદપ્રભુ બિરાજે છે તેનું સ્મરણ કર ને! એનું સ્મરણ કરતાં એ પ્રગટ થાય એવો છે. માટે અંદર જે રાગ ને પુણ્યભાવ આવે એને યાદ ન કર! ઝેરને યાદ કરવા જેવા નથી, છોડી દે લક્ષમાંથી! પવિત્ર પ્રભુ ભગવાન આત્મા છે તેનું સ્મરણ કરવા જેવું છે, તે તને હિતનું કારણ છે.
અહો ! હું જ તીર્થંકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડાં પડયા છે. પરમાત્માનો એટલો ઉલ્લાસ...કે જાણે પરમાત્માને મળવા જતો હોય ! પરમાત્મા બોલાવતા હોય કે આવો.......આવો.......ચૈતન્યધામમાં આવો ! આહાહાહા ! ચૈતન્યનો એટલો આહ્લાદ જ હોય ! ચૈતન્યમાં એકલો આહ્લાદ જ ભર્યો છે. એનો મહિમા, માહાત્મ્ય ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશે આવવો જોઈએ - પૂજ્ય ગુરુદેવશ્રી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
•
૪૪]
[ પ્રવચન નં. ૮] હે મોક્ષાર્થી ! નિજ પરમાત્મામાં ને જિનેન્દ્રમાં
કિંચિત્ ભેદ ન જાણ! [ શ્રી યોગસાર ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા ૧૪-૬-૬૬ ]
આ યોગસાર શાસ્ત્ર છે. આત્માનું હિત જેમાંથી પ્રગટ થાય એવો જે પોતાનો આત્મા તેની એકાગ્રતાનો જે ભાવ તે યોગ છે અને તે યોગથી જે વીતરાગતા પ્રગટ થાય તે યોગસાર છે. અહીં આપણે ૧૯મી ગાથા ચાલી રહી છે.
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण । सो झायंतह परम-पउ लब्भइ एक्क-खणेण ।। १९ ।। જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯
* શુદ્ધ ભાવે જિનેન્દ્રનું સ્મરણ કરો * શુદ્ધ ભાવે જિનેન્દ્રનું સ્મરણ કરો એટલે શું?-જિનેન્દ્ર એટલે જે પૂરણ પરમાત્મા થઈ ગયા એવો જ આ આત્મા જિનેન્દ્ર છે; એ જિનેન્દ્રનું શુદ્ધભાવથી સ્મરણ કરવું એટલે કે રાગ વિનાની વીતરાગી દશા દ્વારા ભગવાન આત્માનું સ્મરણ કરવું.
રાગનો આશ્રય એ કાંઈ જિનેન્દ્રનું સ્મરણ નથી, એ તો વિકારનું સ્મરણ છે. પુણ્યપાપના રાગમાં તો જિનેન્દ્રથી વિરુદ્ધ વિકારભાવનું સ્મરણ કર્યું, તેથી તેને સંસાર અનાદિ જેમ છે તેમ રહે છે. ભાઈ ! તારે એ સંસારનો અંત લાવવો હોય, સુખી થવું હોય તો જિનેન્દ્રનું સ્મરણ કરવું એટલે કે જિનેન્દ્ર સમાન તારો સ્વભાવ છે તેનું સ્મરણ કરવું. એ સ્મરણ ક્યારે કરી શકે ?-કોણ કરી શકે ?-કે પહેલાં નિર્ણય કર્યો હોય કે હું પોતે પરિપૂર્ણ પરમાત્મા છું, મારા સ્વભાવમાં પૂર્ણાનંદ ને પૂરણ નિર્દોષતા ભરી પડી છે-આમ જેને શ્રદ્ધામાં ધારણામાં આવ્યું હોય એ જિનેન્દ્રનું સ્મરણ કરી શકે.
જેનો જેને પ્રેમ હોય તેનું તે સ્મરણ કરે. લગ્નની ધમાલમાં અરે! મોટીબેન ને ભાણીયા ન આવી શક્યા-એમ ઓરતો કરે-યાદ કરે; કેમ કે પ્રેમ છે ને! એટલે લગ્નની ધમાલમાં પણ સ્મરણ કરે! તેમ શુદ્ધ અખંડાનંદ પરમાત્માનું સ્વરૂપ તે જ મારુ સ્વરૂપ છે-એમ નિર્ણયમાં આત્માનો જેને પ્રેમ જાગ્યો હોય તે તેનું વારંવાર સ્મરણ કરે
જેણે નિર્ણય કર્યો છે કે પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ પરમાત્મા હોય છે, તેને એવો નિર્ણય આવે કે હું પોતે વસ્તુ તરીકે પરમાત્મા છું, મારું સ્વરૂપ જ વીતરાગ બિંબ છે. વસ્તુમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૪૫ સદોષતાનો અંશ નથી કે અપૂરતા નથી, એવી મારી વસ્તુ છે એવો જેણે જ્ઞાનમાં નિર્ણય કરીને અનુભવ કર્યો છે કે આ વસ્તુ આમ જ છે, એને વારંવાર એ વસ્તુ સ્મરણમાં આવે છે.
સંસારના ભોગમાં, પૈસા કમાવા આદિમાં કેવી હોંશ આવે છે?-કેમ કે અજ્ઞાનમાં એને એનો પ્રેમ છે ને? માને ભલે મજા પણ અત્યારેય દુઃખી છે ને ચાર ગતિમાં રખડવાનો છે. આમ કમાવું, આમ પરણવું, આનું આમ કરવું-એમ કષાયમાં હોંશ કેટલી છે-એ તો એકલા દુઃખની વાણીમાં પીલાઈ રહ્યો છે.
અહીં તો એમ કહે છે કે જેનો જેને પ્રેમ તેને તે વારંવાર સંભાર્યા કરે ને તેમાં તેનું ઉલ્લસિત વીર્ય કામ કર્યા કરે છે. પરનું કાંઈ કરતો નથી પણ આનું આમ કર્યું ને તેમ કર્યું-એમ એનું ઉલ્લસિત વીર્ય ત્યાં કામ કર્યા કરે છે. રુચિ અનુયાયી વીર્ય. જેની જેને રુચિ તેનું વીર્ય ત્યાં કામ કર્યા વિના રહે નહીં, તેનું જ્ઞાન, તેની શ્રદ્ધા, તેનું વીર્ય જ્યાં રુચિ હોય ત્યાં કામ કર્યા કરે.
જેને આ આત્મા સુખી કેમ થાય-એવી જરૂરીયાત જણાય, આ આત્માની દયા આવે કે અરે આત્મા! અનંત કાળથી ૮૪ લાખ યોનિના અવતારમાં ક્યાંય કોઈ શરણ નથી, ક્યાંય કોઈ આધાર નથી, એકલો દુ:ખી થઈને તરફડ છો, તરફડ છો ! –એમ એને દયા આવવી જોઈએ કે અરે આત્મા! તને કાંઈક સુખ થાય એવો રસ્તો લે ભાઈ ! તું જિનેન્દ્રસ્વરૂપી છો-એમ શ્રદ્ધા-જ્ઞાનમાં લે. એમ જેણે શ્રદ્ધા-જ્ઞાનમાં લીધું છે ને તે વારંવાર જિનેન્દ્રનું સ્મરણ કરે છે.
ભાઈ! વસ્તુ સ્વરૂપ પૂર્ણાનંદની મૂર્તિ છે, એના શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેનું વારંવાર સ્મરણ કરતાં એટલે કે એકાગ્રતા કરતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેથી અહીં કહે છે કે જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો. હું પોતે વીતરાગ પરમાત્મા છું એમ સ્મરણ કર, ચિંતવન કર ને એમાં ને એમાં એકાગ્રતા કર.
ત્રસની સ્થિતિ તો બે હજાર સાગરની છે, પછી તો એકેન્દ્રિયની લાંબી સ્થિતિએ આત્મા ચાલ્યો જાય. કેમ ?-કે જિનેન્દ્ર સ્વરૂપી આત્માના સ્મરણ ને ધ્યાનના અભાવને લઈને વિકારના સ્મરણ ને ધ્યાનને લઈને ત્રસની સ્થિતિ પૂરી કરીને નિગોદમાં અનંતકાળ ચાલ્યો જશે.
અરે આત્મા! તું પરમાત્મા છો ને આ પરિભ્રમણના પંથે ક્યાં ચઢી ગયો! પરિભ્રમણના પંથનો અભાવ કરવાની તારામાં તાકાત છે. અરિહંત પરમાત્માએ ભવનો અભાવ કર્યો છે ને એ ભવનો અભાવ કરવાની તાકાતવાળો હું આત્મા છું-એમ પલટો માર.
* ક્ષણમાં કેવળજ્ઞાન લઈ શકે એવો તું છો * હવે કહે છે કે એક ક્ષણમાં કેવળજ્ઞાન લઈ શકે એવો આત્મા છે. એક ક્ષણમાં કરોડો રૂપિયાનો બંગલો બાંધવો હોય તો બાંધી ન શકે પણ એક ક્ષણમાં કેવળજ્ઞાનરૂપી બંગલો પ્રગટ કરી શકે એવો તૈયાર પરમાત્મા છે. ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ, જ્ઞાનસૂર્ય વીતરાગ સ્વરૂપી છે, તેનું ધ્યાન કરતાં–તેને ધ્યેય બનાવીને તેમાં લીન થતાં ક્ષણમાં કેવળજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬] પામે-સાદિ અનંતકાળ રહે એવું કેવળજ્ઞાન ક્ષણ એકમાં પામે એવો આત્મા પોતે છે, પણ એની સામે એણે કદી જોયું નથી.
ભગવાન આત્માને સચિમાં લઈ, જ્ઞાનમાં એને શેય બનાવીને, તેનું સ્મરણ, ચિંતવન કરે ને તેમાં ઠરે તો ક્ષણમાં કેવળજ્ઞાન પામે અને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રના અંશમાં જેટલો સ્વરૂપમાં ઠરે એટલો આનંદનો સ્વાદ આવે. એ આનંદના સ્વાદીયા સમ્યગ્દષ્ટિ જગતને એમ જુએ છે કે અહો ! આ બધા પરમાત્મા પ્રભુ છે, એની ભૂલ છે તે એક સમયની છે. તેથી કોઈ આત્મા પ્રત્યે સમ્યગ્દષ્ટિને વિષમભાવ થતો નથી. બધા આત્માઓ પરમાત્મસ્વરૂપે પરમાત્મા છે. એક સમયની વિકૃત દશા છે, એ વિકૃત દશાને જેણે સ્વભાવના આશ્રયે તોડીને જિનેન્દ્રસ્વરૂપે પોતે છે એમ જાણ્યોમાન્યો એ બધા આત્માને એવા જ સ્વભાવે જુએ છે એટલે કોને કહેવા નાના ને કોને કહેવા મોટા?
જેની શ્રદ્ધામાં વીતરાગ સ્વભાવી આત્માની કિંમત થઈ છે ને વારંવાર એ કિંમતી ચીજને યાદ કરીને સ્મરણ કરીને ઠરે છે. તે જો અલ્પકાળ ઠરે તો તેટલો આનંદ આવે છે ને વિશેષ ઠરે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન પામે છે, ક્ષણમાત્રમાં પરમાત્મા થઈ જાય.
વીતરાગ સ્વરૂપ પરિપૂર્ણ ભગવાન આત્મા છે એમ વિશ્વાસ કરે, મારું પરમપદ નિજાનંદસ્વરૂપે ત્રિકાળ બિરાજમાન છે એવો જેને અંતર રુચિપૂર્વક જ્ઞાન થઈને વિશ્વાસ આવ્યો ને એની જ્યાં લગન લાગી ને અંદર ઠર્યો ત્યાં ક્ષણમાં પરમાત્મા ! સાદિ અનંત સિદ્ધ દશા ! પરમાત્મા સમાન છું...પરમાત્મા સમાન છું... પરમાત્મા છું...પરમાત્મા છું.એમ ધ્યાન કરતાં કરતાં પરમાત્મા પોતે થઈ જાય છે. હું રાગી છું. હું રાગી છું. હું રાગનો કર્તા છું-એમ કરતાં કરતાં મૂઢ થઈ જાય છે. રાગનો કર્તા ને પરનો કર્તા આત્મા નથી, જો કર્તા હોય તો તન્મય થઈ જાય. પણ એ રૂપે આત્મા થયો જ નથી. એવો ભગવાન આત્મા વીતરાગ સ્વરૂપી પરમપદનું કારણ છે. ૧૯.
હવે કહે છે કે પોતાના આત્મામાં ને જિનેન્દ્રમાં ફેર નથી. એક સમયની દશામાં વિકાર છે એ કાંઈ અસલી આત્મા નથી. એક સમયની અલ્પજ્ઞ દશા, વર્તમાન પર્યાય ને રાગ એ કાંઈ આત્માનું અસલી સ્વરૂપ નથી. એ તો વિકૃત ને અપૂર્ણરૂપ છે. ભગવાન આત્મામાં એક સમયમાં ત્રણ પ્રકાર છે. પુણ્ય-પાપની વિકૃત દશા અને તેનાથી મને લાભ થાય એવી ભ્રાંતિ એ એક પ્રકાર છે તેને જાણનારી વર્તમાન પર્યાય અલ્પજ્ઞતા તે બીજો પ્રકાર છે અને એ વિકૃત તથા અલ્પજ્ઞદશા વખતે જ પૂરણ શુદ્ધ પવિત્ર સર્વજ્ઞ સ્વરૂપ તે ત્રીજો પ્રકાર છે. એક સમયની પર્યાયમાં અલ્પજ્ઞતા છે ત્યારે પોતે સર્વજ્ઞ છે, પર્યાયમાં જ્યારે રાગાદિ ભાવ છે ત્યારે પોતે વીતરાગનું બિંબ છે. આવો આત્મા–સર્વજ્ઞ સ્વરૂપી વીતરાગ બિંબ ભગવાન આત્મા અને જિનેન્દ્રમાં ભેદ નથી. જિનેન્દ્ર ભગવાનના દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે અને એવા જ મારા દ્રવ્ય-ગુણ શુદ્ધ છે, જિનેન્દ્ર દેવની પર્યાય અપૂર્ણની પૂર્ણ થઈ ગઈ ને વિકારની અવિકારી વીતરાગી પર્યાય થઈ ગઈ–એ પોતાના ત્રિકાળ પરમાત્મસ્વરૂપના આશ્રયે થઈ છે અને એવી જ સર્વજ્ઞતા ને વીતરાગતા મારા ત્રિકાળી સ્વરૂપમાં પડી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सुद्धप्पा अरु जिणवरहं भेउ म मिं पि वियाणि । मोक्खहं कारणे जोइया णिच्छईं एउ विजाणि ।। २० । જિનવ૨ ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ; મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન. ૨૦.
[૪૭
આહાહા! આમાં તો એકલા માખણ ભર્યા છે. ગળ્યા સાટા પીરસ્યા છે! દાંત વિનાના છોકરાય ખાય, દાંતવાળા છોકરાય ખાય, યુવાન પણ ખાય ને વૃદ્ધો પણ ખાય-એવા સાટા પીરસ્યા છે!
હું યોગી એટલે કે જેને પોતાના સ્વરૂપની કિંમત ભાસી છે એવા હે યોગી! પોતાના આત્મામાં જે જિનેન્દ્રમાં કોઈ ભેદ ન સમજો. અંતર વલણમાં જ્યાં વીતરાગી ચૈતન્યની કિંમત થઈ છે, રાગના ભાવથી જ્યાં ભગવાન આત્માને જુદો જાણ્યો છે, એવા હૈ યોગી ! આત્મામાં ને પરમાત્મામાં જરીયે ભેદ ન જાણ.
સર્વજ્ઞ ૫રમાત્મા વીતરાગ દેવ પોતાના જ્ઞાનમાં જ્ઞાનથી બધું જેમ ભિન્ન છે તેમ જાણે છે–એ સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી. તું પણ જાણનાર જ્ઞાનસ્વરૂપી પ્રભુ જ છો. સર્વજ્ઞદેવ સર્વજ્ઞની પર્યાય દ્વારા જાણે છે ને તું અલ્પજ્ઞ પર્યાય દ્વારા સર્વજ્ઞપદને લક્ષમાં લઈને જાણવાનું કામ કરે છે. માટે સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી.
વસ્તુસ્વભાવ જ એવો છે માટે તારામાં ને સર્વજ્ઞમાં ભેદ ન જાણ, જુદા ન પાડ! સમ્યગ્ગાનદીપિકામાં કહ્યું છે કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી જુદો પાડે તે મિથ્યાદષ્ટિ સંસારી છે. કેમ ?–કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી પોતાને જુદો માને છે તેણે રાગ ને વિકલ્પની એકતા માની છે, રાગનો ને પરનો કર્તા થઈને ત્યાં રોકાયો છે, તેથી વીતરાગ પરમાત્માથી એક ક્ષણ પણ જુદો રહ્યો તો મૂઢ મિથ્યાદષ્ટિ સંસારી નિગોદગામી છો !
સર્વજ્ઞ જિનેશ્વરદેવ પણ જાણે....જાણે.......જાણે, ભલે પૂરણ પર્યાય દ્વારા જાણે પણ જાણે...જાણે ને જાણે છે અને તું અલ્પજ્ઞ પણ પૂરણ સ્વભાવના આશ્રયે જાણે છે. જેમ જિનેન્દ્ર પણ રાગાદિના કર્તા નથી તેમ તું પણ રાગાદિ આવે તેનો કર્તા નથીજિનેન્દ્રદેવને રાગાદિ છે નહીં ને કર્તા નથી અને અહીં નીચલી ભૂમિકામાં રાગાદિ છે પણ તારા સ્વરૂપમાં નથી ને રાગનો કર્તા છો જ નહીં. માટે કહે છે કે જિનેન્દ્રમાં ને તારા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ ન જાણ! જુદા ન પાડ!
સર્વજ્ઞ ૫રમાત્માથી પોતાને જુદો જે પાડે તે રાગનો કર્તા થાય છે, તે આત્મા રહેતો નથી. જેમ જેના અન્ન જુદા તેના મન જુદા, તેમ પ૨માત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમેશ્વર સ્વરૂપી હું આત્મા છું-એવી જેને અંતરમાં પ્રતીત થઈ છે તેણે આત્મા રાગવાળો માન્યો નથી તેથી તે પરમાત્માથી જુદો પડયો નથી. પરંતુ જેણે પોતાને પરમાત્માથી જુદો પાડયો છે તે રાગ મારો ને પર મારા એમ પ૨માત્માથી જુદો પડીને પરમાં-ચાર ગતિમાં રખડશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮]
* નિશ્ચયથી મોક્ષનું સાધન * નિશ્ચયથી મોક્ષનું સાધન આ છે, બીજું કાંઈ નિશ્ચયથી મોક્ષનું સાધન નથી. વીતરાગ પરમાત્માનો જેવો સ્વભાવ છે તેવો જ મારો સ્વભાવ છે એમ પ્ર
- મારો સ્વભાવ છે એમ પ્રતીતિ કરીને તેના ધ્યાન વડે અંતરમાં એકાગ્ર થવું એ જ મોક્ષનું સાધન છે, એ સિવાય મોક્ષનું કોઈ બીજું સાધન નથી. મોક્ષસ્વરૂપે પણ પોતે છે અને મોક્ષનું સાધન પણ પોતે છે.
વ્યવહારરત્નત્રય મોક્ષનું સાધન છે કે ગુરુ મોક્ષનું સાધન છે-એ બધું કાઢી નાખ્યું ! એક જ મોક્ષનું સાધન છે કે પરમાત્માને ને આત્માને જુદા ન જાણવા ! એટલે
દેવ વીતરાગી પર્યાયવાળા પરણ પરમાત્મા છે અને હું પણ એવી સર્વજ્ઞા વીતરાગી પર્યાય પ્રગટ કરવાની તાકાતવાળો વીતરાગી સ્વરૂપી આત્મા છું અને એની પ્રતીતિ, જ્ઞાન ને સ્થિરતા એ સર્વજ્ઞ વીતરાગી પર્યાય પ્રગટ કરવાનું સાધન મારામાં છે. વીતરાગભાવે જ્ઞાતાને જોવો-જાણવો એ જ મોક્ષનું સાધન છે. રાગવાળો છું કે મેં રાગ કર્યો-એ કાંઈ મોક્ષનું સાધન નથી.
વીતરાગ પરમાત્મા અને તારા સ્વભાવમાં-બેમાં ફેર નથી. એ જ મોક્ષનું કારણ છે. બેમાં ફેર ન પાડ તો મોક્ષનું કારણ છે, ફેર પાડ કે હું રાગવાળો છું ને કર્મવાળો છું તો એ મોક્ષનું કારણ નથી પણ એ બંધનું સાધન છે.
નિશ્ચયથી એમ જાણ એટલે કે સત્ય આમ જ છે-એમ જાણ. વિકલ્પનો કર્તા વીતરાગ પરમાત્મા નથી તેમ તું પણ નથી, સિદ્ધ ભગવાન નિમિત્તને મેળવતા નથી કે છોડતા નથી. જાણે છે તેમ તું પણ નિમિત્તને મેળવે કે છોડ એવું તારામાં નથી, તું તો જાણનાર દેખનાર છો ! એવા જાણનાર-દેખનાર ભગવાન આત્માને સર્વજ્ઞદેવ જેવો જાણવો એ જ મોક્ષનું કારણ છે.
' અરે! અનંતકાળથી ભૂલ્યો ભાઈ ! અને હવે એ ભૂલ ભાંગવાના આ ટાણા આવ્યા ત્યાં આમ નહીં ને તેમ નહીં-એમ ઊંધાઈ ક્યાં કરવા બેઠો? ભાઈ ! એ તને નડશે હો ! ખાવા ટાણે બીજી હોળી ક્યાં કરે છો?–ટાણું ગયા પછી ખાવાનું ઠરી જશે ને પછી તને ભાવશે નહીં તેમ આ ભૂલ ભાંગવાના ટાણા આવ્યા છે હો ! ટાણું ચૂકીશ નહીં બાપુ!
ભગવાન આત્માને પરમાત્મામાં કાંઈ આંતરો નથી. એની નાતનો હું છું એમ જાણ. સ્તુતિમાં પણ આવે છે કે હું તીર્થકર દેવ ! રાગને વિકારને ને સંયોગને મારા સ્વભાવમાં એકત્વ ન કરવા એ આપના કુળની રીત છે. આપે રાગને ને સંયોગને સ્વભાવમાં મેળવ્યા નથી અને અમે આપના ભગત છીએ માટે અમે પણ દયા-દાનવ્રત ભક્તિના વિકલ્પને ને સંયોગને આત્મામાં નહીં આવવા દઈએ, એકપણે થવા નહીં દઈએ. પ્રભુ! અમે પણ આપના જેવા છીએ તો અમે એ રાગાદિને સ્વભાવમાં એકપણે કમ થવા દઈએ?–એમ સ્તુતિમાં પણ આવે છે.
ભગવાન આત્મા કોણ છે? એની પર્યાય શું છે? અલ્પજ્ઞ પર્યાયની હદ શું છે? વિકારમાં સ્વરૂપની સ્થિતિ શું છે? એને જાણ્યા વિના આત્માનો પત્તો ક્યાંથી લાગે? ભાઈ ! તારા સ્વરૂપની પૂરણતામાં અપૂરણતા કેમ કહેવી ? તારા સ્વરૂપને વિકારવાળું કેમ કહેવું? તારા સ્વરૂપને સંયોગના સંબંધવાળું કેમ કહેવું? ભાઈ! સંબંધ વિનાનો, વિકાર વિનાનો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૯
પરમાત્મા] અલ્પજ્ઞતા વિનાના તારો આત્માનો સ્વભાવ પરમાત્માના સ્વભાવ જેવો જ નિશ્ચયથી તું જાણ. એમ જાણતા તને વીતરાગતા પ્રગટ થશે ને વીતરાગતા પ્રગટ થતાં તને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે.
જેમ સિંહનું બચ્ચું પહેલેથી બકરાંના ટોળામાં ઉછર્યું હોય તેથી તે માને કે હું પણ આ બધા જેવો જ છું-બકરું છું પણ જ્યાં બીજો મોટો સિંહ આવ્યો ને ત્રાડ પાડી ત્યારે બધાં બકરાં ભાગી ગયા તોપણ સિંહનું બચ્ચું ભાગ્યું નહીં. કેમ ન ભાગ્યું?-કે એ ત્રાડથી એને કોઈ ભય ન લાગ્યો માટે ન ભાગ્યું. ત્યારે સિંહ કહે કે તું મારી નાતનો છો, તારું મોઢું પાણીમાં જો, બકરાં, જેવું નથી, મારી જેવું છે, તું સિંહ છો, બકરાના ટોળામાં તું ન હોઈ શકે, આવી જા મારી સાથે.
તેમ સર્વજ્ઞદેવ કહે છે કે તું રાગ ને દ્વેષ ને અજ્ઞાનમાં પડ્યો હોવાથી હું રાગી છું, હું સંસારી છું-એમ બકરાંના ટોળામાં સિંહના બચ્ચાની જેમ ભેળસેળ થઈ ગયો! હવે પરમાત્માની જ્યાં ત્રાડ પડી કે તું પરમાત્મા છો, મારી નાતનો ને જાતનો છો ! તારી ચીજને તું જો તો ખરો! મારામાં પૂરતા પ્રગટી એવી પૂરતા પ્રગટાવવાની તારામાં તાકાત પડી છે કે નહિ! અંદર જો તો ખરો ! કર્મ કર્મમાં રહ્યા, રાગ રાગમાં રહ્યો ને અલ્પજ્ઞતા પર્યાયમાં રહી, તારા પૂરણ સ્વરૂપમાં અલ્પજ્ઞતા, કર્મ કે વિકાર આવતા નથી-એમ તું તને જો તો ખરો!
એકવાર વિશ્વાસ દ્વારા જો તો ખરો કે પરમાત્મામાં ને મારામાં કાંઈ ફેર નથી. આખો પરમાત્મા તારી પડખે ઊભો છે. તારે! બીજાની જરૂર શું છે? તું તારામાં ને પરમાત્મામાં ભેદ ન જાણ. આહાહા ! ગજબ વાત કરી છે ને!
દશાશ્રીમાળી કરોડપતિને ત્યાં નાતનું જમણ હોય તેમાં ગરીબ દશાશ્રીમાળી વાણિયો જમવા બેસી જાય કે અમે એક જ નાતના છીએ. પરંતુ બંગલાવાળો વાઘરી જમવા નહિ જઈ શકે. તેમ સિદ્ધ ભગવાનના મંડપમાં પેસી જનારા અમે આત્મા છીએ, દૂર આઘા ઊભા રહીએ એવા અમે નથી પણ એક નાતના, મંડપમાં અંદર પેસી જનારા આત્મા છીએ-એમ એકવાર તો નક્કી કર!
ભગવાન આત્મામાં ને સિદ્ધ પરમાત્મામાં કાંઈ ફેર નથી-એમ ફેર કાઢી નાખ તો સિદ્ધ થયા વિના નહીં રહે. માટે પરમાત્મામાં ને તારામાં કિંચિત્ ભેદ ન પાડ-એ જ મોક્ષનું સાધન છે. બીજું કોઈ મોક્ષનું સાધન છે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ પ્રવચન નં. ૯] વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિનો સાર :
તું પરમાત્મા જ છો એમ અનુભવ કર | [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૫-૬-૬૬ ]
આ યોગસાર ચાલે છે. તેની ૨૧ મી ગાથામાં કહે છે કે આત્મા જ જિનવર છેએ સિદ્ધાંતનો સાર છે. ચાર અનુયોગનો સાર, સર્વે સિદ્ધાંતનો સાર, દિવ્યધ્વનિનો સાર શું છે? તે આ ગાથામાં કહેવામાં આવે છે.
जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धंतहं सारु । इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ।।२१।। જિનવર તે આતમ લખો, એ સિદ્ધાંતિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર. ૨૧. ભગવાનની વાણીમાં-ચારે અનુયોગમાં એમ આવ્યું કે જે જિનેન્દ્ર છે તે જ આત્મા છે એમ મનન કરો. પોતે સર્વજ્ઞ ને વીતરાગ થયા પછી જે વાણીમાં આવ્યું તે એમ આવ્યું કે અમે જે છીએ તેટલો જ તું છો ને તું છો તે અમે છીએ-સ્વરૂપે પરમેશ્વરના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી. વસ્તુ તરીકે બે ભિન્ન છે પણ ભાવ તરીકે ફેર નથી.
જે આત્માઓએ પોતાના સ્વરૂપને વીતરાગ જ્ઞાતાદષ્ટા તરીકે જાણીને ભેદનું લક્ષ છોડી દઈને અભેદ ચૈતન્યનું સાધન કર્યું તે આત્માઓની કથાને પુરાણ કહે છે. તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનું એમાં વર્ણન છે. એ બધાં વર્ણનમાં શું આવ્યું? કે એ બધા સલાકા પુરુષોએ વીતરાગ જેવો જ હું આત્મા છું, એમને મોક્ષ પ્રગટ થઈ ગયો ને મારે મોક્ષ સ્વભાવમાં પડેલો જ છે એમ આત્મતત્ત્વને વીતરાગ પરમાત્મા જેવો તે સલાકા પુરુષોએ જાણ્યો હતો એ જ પ્રથમાનુયોગમાં કહેવાનું તાત્પર્ય-સાર છે.
કરણાનુયોગનો સાર શું છે?-કે કરણાનુયોગમાં જે કહ્યું કે કર્મ નિમિત્ત છે, તેના નિમિત્તે વિકાર થાય, અનેક પ્રકારની અવસ્થાઓ થાય પણ એનાથી રહિત આત્મા છે એ કહેવાનો આશય છે. કરણાનુયોગમાં કહેવાનો આશય એ છે કે કર્મ એક ચીજ છે, તેના લક્ષે જીવની અનેક અવસ્થાઓ થાય છે અને એના લક્ષે કેવા પરિણામ હોય છે તે બતાવીને એ બધાં વિકારી પરિણામ ને કર્મથી રહિત તું છો એમ બતાવ્યું છે. પરંતુ કર્મના લઈને તું દુઃખી થયો છો કે તેનાથી સહિત તું છો એમ ત્યાં નથી બતાવવું. વર્તમાન પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૧
૫૨માત્મા ]
કર્મ ને વિકારનું સહિતપણું-સંબંધ છે પણ વસ્તુમાં એનો સંબંધ નથી એમ બતાવીને આત્મા વીતરાગ પરમાત્મા સમાન છે–એ કરણાનુયોગના કહેવાનો સાર છે.
સર્વજ્ઞદેવનું જે કથન આવ્યું તે સર્વજ્ઞ ને વીતરાગ થયા પછી આવ્યું છે ને! તેથી તેમાં શું આવે ?-કે તું સર્વજ્ઞ ને વીતરાગ થા તે માટે ચારે અનુયોગ કહ્યાં છે. ભગવાન આત્મા પરમાત્મા સમાન છે. ભાઈ! વિકાર સહિત કહ્યો તે રહિતપણે બતાવવા માટે કહ્યું છે, એનું સહિતપણું વસ્તુમાં નથી એ બતાવવા માટે સહિતપણું બતાવ્યું છે. કેમ કે ચારે અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે, એ વીતરાગતા ક્યારે આવે ? જ્ઞાનાવરણીએ જ્ઞાનને રોકયું–એમ બતાવ્યું એટલે શું?-કે તું જ્યારે જ્ઞાનની અવસ્થા હીણી કર ત્યારે તેમાં જ્ઞાનાવરણી નિમિત્ત છે; પરંતુ એ બતાવવાનો હેતુ શું છે?-કે હીનદશા ને નિમિત્તનો આશ્રય છોડ, ત્યાં રોકવા માટે એ કહ્યું નથી પણ તેનો આશ્રય છોડાવીને વીતરાગતા બતાવવા માટે કહ્યું છે, પરમાત્મા થવા માટે કહ્યું છે. અલ્પજ્ઞપરિણામના આદર માટે એ વાત નથી કરી. અલ્પદર્શન થાય, અલ્પવીર્ય થાય, તારી અલ્પદશા તારાથી થાય એ બતાવીને તું પૂર્ણાનંદ અખંડ આત્મા છો ને હું પરમાત્મા થયો તેવો પરમાત્મા તું થઈ શકે તેવો છો–એમ બતાવવા માટેનું એ કથન છે.
જિનેન્દ્ર છે તે જ આત્મા છે એટલે કે એવો જ આત્મા છે એવું મનન કરો. ચારે અનુયોગમાં આ જ કહ્યું છે. ચરણાનુયોગમાં પણ જેણે શુદ્ધાત્મા જિન સમાન જાણ્યો છે, એના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ છે તે ભૂમિકાના પ્રમાણમાં તે જીવને-મુનિને ને શ્રાવકને રાગના આચરણનો ભાવ-વ્રતાદિનો કેવો હોય એ ત્યાં બતાવ્યું છે. પરંતુ એકલા રાગના આચરણ ખાતર ત્યાં એ આચરણ બતાવ્યું નથી.
રાગનો ને વિકલ્પનો આશ્રય છોડી, નિમિત્તનો ને અલ્પજ્ઞતાનો આશ્રય છોડી, સર્વજ્ઞ ૫૨માત્મા સર્વજ્ઞ થયા. તારે પણ સર્વજ્ઞ પરમાત્મા થવું હોય તો અમારા જેવું તું કર એટલે કે અમારા જેવો તું છો એમ નક્કી કર. હું પૂરણ પરમાત્મા વીતરાગ પરમેશ્વર છું-વસ્તુસ્વરૂપે; અલ્પજ્ઞતા ને રાગ પર્યાયમાં છે એ આદરવા લાયક નથી-એમ ચરણાનુયોગમાં પણ કહ્યું છે.
શ્રાવકનું ને મુનિનું આચરણ-વ્યવહાર કેવો હોય તે ચરણાનુયોગમાં કહ્યું છે. એવો વ્યવહાર કોને હોય ?-કે નિશ્ચય શુદ્ધતા જ્યાં પ્રગટી હોય ત્યાં તેવો વ્યવહાર હોય. એવી નિશ્ચય શુદ્ધતા ક્યાં હોય ?-કે હું વીતરાગ સમાન પરમાત્મા છું, એકલો જ્ઞાતાદષ્ટા પરિપૂર્ણ પરમાત્મા છું એવું ભાન હોય ત્યાં નિશ્ચય શુદ્ધતા હોય અને એવા ભાનની ભૂમિકામાં બાકી રહેલાં આચરણનો રાગ કેવો હોય એ ચરણાનુયોગમાં કહ્યું છે, તેથી ચરણાનુયોગનો સાર તો આત્મા જ છે, રાગની ક્રિયા કાંઈ સાર નથી. ભેદથી બતાવ્યો છે તો અભેદ, ભેદ કાંઈ સાર નથી. વ્યવહારથી બતાવ્યો છે તો નિશ્ચય, વ્યવહા૨ કાંઈ સાર નથી. વ્યવહારનું આચરણ બતાવીને ત્યાં નિશ્ચય કેવો હોય તે બતાવ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨]
અહીં ચોકખી વાત કરી છે કે વીતરાગ તે આત્મા. વીતરાગ સર્વજ્ઞ અને આત્મા એક છે એમ નહિ પણ જે શુદ્ધ ચિદાનંદ સર્વજ્ઞ પરમાત્મા છે એવો જ તું જ્ઞાતાદૃષ્ટાનો કંદ આત્મા છો. આત્મા તદ્દન વીતરાગનો પિંડ જ છે. પરમાત્મા પર્યાયે વીતરાગ પિંડ થઈ ગયા ને તું વસ્તુએ વીતરાગ પિંડ જ છો. જાણવા-દેખવાની ક્રિયા સિવાય કોઈ એની ક્રિયા છે જ નહિ. એમ તું આત્માને જિન સરખો જાણ.-એમ ચરણાનુયોગનું કહેવું છે.
દ્રવ્યાનુયોગમાં તો આ જ કહ્યું છે. આત્માને અભેદ બતાવવો છે. ભેદથી બતાવે તોપણ કાંઈ ભેદ બતાવવો નથી, વ્યવહારથી બતાવે તોપણ કાંઈ વ્યવહાર બતાવવો નથી, બતાવ્યો છે તો એક અભેદ. આ વસ્તુ પૂરણ પરમાત્મા છે, મહા સત્ સ્વરૂપ ભગવાન ચિદાનંદ પરમાત્મા તું છો. અનંતા પરમાત્મા જેના ગર્ભમાં પડયા છે ને તેનો પ્રસવ કરવાની તાકાત જેમાં છે એવો તું આત્મા છે રાગને પ્રગટ કરે તે આત્મા નહિ, તે આત્મામાં છે નહિ, અલ્પજ્ઞતા રહે એ આત્મામાં છે નહિ એમ કહે છે આહાહા !
દીવાળી આવે ને વાણિયા ચોપડા મેળવે ને?—એમ આ કેવળજ્ઞાન પામવાના ટાણા છે. આહાહા ! સંસારનો સંકેલ ને મોક્ષનો વિસ્તાર! ચાર અનુયોગના સિદ્ધાંતનો સાર આ છે કે સંસારનો અભાવ ને મોક્ષની ઉત્પત્તિ. આત્મા પરમાત્મા સમાન છે એમ જાણ્યા વિના એને સ્વભાવનો આશ્રય નહિ થાય ને અલ્પજ્ઞ ને રાગનો આશ્રય નહિ ટળે ને સર્વજ્ઞ વીતરાગ નહિ થાય. આહાહા! આ કાંઈ વાતો નથી પણ વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહારથી નજર સંકેલીને અંદરનો વિસ્તાર કર્યો હતો, તું પણ બહારથી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ પરમાત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી એમ ફેર કાઢી નાખનારને ફેર છૂટી જશે. આહાહા ! દિગંબર સંતોની કોઈ પણ ગાથા લ્યો પણ સંતોની કથન શૈલી અલૌકિક છે! પરમાત્મા પરમેશ્વરે જે ધર્મ કહ્યો તેને દિગંબર સંતોએ ધારીને ઢંઢેરો પીટયો છે!
ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! તું પરમાત્મા જેવો ને તું જિનમાં ને તારામાં ફેર પડે છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું રાગવાળો, અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો ! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે? એ વાત રહેવા દે ભાઈ ! હું તો પૂરણ પરમાત્મા થવાને લાયક છું—એમ નહિ પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું-એમ મનન કર ! આહાહા !
હું પોતે જ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છું મારામાં ને પરમાત્મામાં ફેર નથી.-એમ મનન કર, આ સિદ્ધાંતનો સાર છે. ચાર અનુયોગના લાખો કથનનો આ સાર છે. વીતરાગની બધી વાણીના શાસ્ત્રોનો, દિવ્યધ્વનિનો સાર તો આ છે કે પરમાત્મા સમાન આત્મા જાણવો. સર્વજ્ઞ ને વીતરાગસ્વરૂપ હું આત્મા છું એમ અંતરષ્ટિ કર તો તું પર્યાયમાં પરમાત્મા થયા વિના રહીશ નહિ, તું પરમાત્મા થયા વિના રહી શકીશ નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[પ૩ માર ધડાક પહેલેથી! તું પામર છો કે પ્રભુ છે! તારે શું સ્વીકારવું છે? પામરપણું સ્વીકારે પામરપણું કદી નહિ જાય! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્ય પરમેશ્વરસ્વરૂપે જ છું—એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. દષ્ટિમાં વીતરાગ થયો તે સ્થિરતાએ વીતરાગ થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે.-એમ અહીં વાત કરે છે. અરે! અમે ક્યારે વીતરાગ થઈશું? શું થશે?—એ બધી લપ મૂક ને! તું વીતરાગ પરમાત્મા છો જ! આખો ભગવાન આત્મા જિનેશ્વર જેવો પૂર્ણાનંદ પરમાત્મા છે જ, બધા એવા ભગવાન છે હો !—એને તું જો ને ભાઈ ! અલ્પજ્ઞતા ને રાગ એ કાંઈ આત્મા છે? એ તો વ્યવહાર-આત્મા છે. જે આત્મા છે એ તો અલ્પજ્ઞતા, રાગ ને નિમિત્ત વિનાનો છે, એની સામું જો ને!
આમ જાણીને હું ધર્મી જીવ ! માયાચાર છોડી દે! એટલે ! આ અલ્પરાગ છે.... રાગ કરતાં કરતાં થશે....એવી માયા છોડી દે! રાગ કરીશું તો આમ થશે ને પુણ્યની ક્રિયા લોકોને બતાવું-એ બધી માયાચારી છોડી દે! રાગની ક્રિયા કરીને હું સાધુ છું એમ લોકોને તારે બતાવવું છે?
જિન સોહી હૈ આતમા ને અન્ય સોહી હૈ કરમ,
યેહી વચનસે સમજ લે જિન-વચનકા મરમ. --એમ બનારસીદાસે કહ્યું છે.
આહાહા! ભગવાન એને મોટો કહેવા જાય ત્યાં આ ભાઈ સા'બ કહે ના... ના...ના...એવો મોટો હું ન હોઉં! પણ એલા બહુ મોટો કહીને, જેમ પૈસાવાળાને બહુ મોટો કહીને પૈસા લૂંટી લે-ફાળો ઉઘરાવી લે, તેમ ભગવાને તને મોટો ઠરાવીને શું કરવું હશે?-કે તારી પામરતા લૂંટવી છે! કંઈ તારા પૈસા લૂંટવા નથી હો! !
આહાહા ! પરમાત્મા ને મારામાં કાંઈ ફેર નથી-એમ પોતાની દૃષ્ટિમાં ભગવાન આત્માને સમભાવી વીતરાગ પૂર્ણાનંદ તરીકે દેખતો, વીતરાગમાં ને આત્મામાં ક્યાંય ફેર ન દેખતો, સિદ્ધાંતના સારને માયાચાર રહિત થઈને પામી જાય છે.
જેનાથી અંદર ભગવાન મોટો થાય છે, એની મોટપથી એને તું દેખને! એની શોભાથી તું શોભને! રાગ દ્વારા, વિકલ્પ દ્વારા મોટપ માનવી છોડી દે! બહુ વાણી મળવાથી કે વાણીના ઉપદેશ દ્વારા મોટપ માનવી છોડી દે ! એ તો માયાચાર છે, એને મૂકને પડતી ! તારી મોટપ તો અંદર પ્રભુ પ્રભુતાથી બિરાજે છે તેમાં છે, તેના શરણમાં જતાં શાંતિ ને વીતરાગતા પ્રગટ થશે.
અમને બહુ આવડે છે, હજારો માણસોને સમજાવીએ, લાખો પુસ્તકો બનાવીએએ તે કાંઈ તારા આચરણ છે કે તેનાથી તું મોટપ મનાવી રહ્યો છો ! ભગવાન પોતે પરમાત્મા સમાન છે એવું અંતરમાં જાણીને ઠરે તેને મોટપનો લાભ મળે છે, બાકી બધું ધૂળધાણી છે! માટે વિકલ્પની જાળ દ્વારા ને શરીરની સ્થિતિ દ્વારા મોટપ ન માનીશ, એનાથી મોટપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪] ન કરીશ. અમને બહુ કહેતાં સમજાવતાં આવડે છે, અમે મોટા આચાર્ય થયા છીએ, ૫૦૦-૫૦૦ સાધુઓના ઉપરી–મોટા કરીને અમને પદવી આપી છે એવાથી મોટપ માનવી રહેવા દે!—એમ આ ર૧મી ગાથામાં કહ્યું.
હવે રર મી ગાથા કહે છે. પહેલાં જિન તે આત્મા કહ્યું હતું ને? હવે એટલો ભેદ કાઢી નાખીને હું જ પરમાત્મા છું-એમ અનુભવ કર એમ કહે છે.
વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન! તમે પરમાત્મા છો એટલું તો અમને નક્કી કરવા દ્યો! –કે એ નક્કી ક્યારે થશે?-કે જ્યારે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચયનું નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. તે વાત કહે છે:- -
जो परमप्पा सो जि हउं सो परमप्पु । इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।।२२।। જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. રર. કહે છે કે ભાઈ ! હે ધર્મીજીવ! જે પરમાત્મા છે તે જ હું છું, પરમાત્માને વિકલ્પ નથી, પરમાત્મા બોલતા નથી, પરમાત્મા બોલવામાં આવતા નથી-એવો જ હું આત્મા પરમાત્મા છું એમ દષ્ટિમાં લે.
બીજા જેટલા વિકલ્પો છે-બીજાને સમજાવવાના, શાસ્ત્ર રચવાના, એનાથી તું મોટપ માનીશ તો એ વસ્તુમાં નથી. તેથી હવે બધી શાસ્ત્રચર્ચા છોડીને આ કર એમ કહે છે. ક્યાં સુધી તારે શાસ્ત્રની ચર્ચાઓ લખવી છે? શાસ્ત્રમાં આ કહ્યું છે, આ શાસ્ત્રમાં આ કહ્યું છે ને આ શાસ્ત્રમાં કહ્યું છે-એ તો બધી વિકલ્પની જાળ છે.
જે પરમાત્મા છે તે જ હું છું. પરમાત્મા જેવો જાણ એમ નહિ, પરમાત્મા જ હું છું. પહેલાં પરમાત્મા સાથે મેળવણી કરી હતી. હવે કહે છે કે એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં અનંત ગુણનો પિંડલો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પરમાત્મા ભગવાન તે જ હું છુંએમ અંતરમાં અનુભવમાં લાવ અને એનો અનુભવ કર એ જ તારા લાભમાં છે, બાકી બધા વિકલ્પો, શાસ્ત્રની ચર્ચા ને વાદવિવાદ એ કાંઈ તારા લાભમાં નથી-એમ અહીં કહે છે.
વ્યવહારની કલ્પનાને છોડીને કેવળ શુદ્ધ પોતાના આત્માને ઓળખ. શાસ્ત્રોનું જ્ઞાન સંકેત માત્ર છે. શાસ્ત્રના જ્ઞાનમાં જ પડ્યો રહીશ તો પોતાના આત્માનું જ્ઞાન થશે નહિ. ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજી રહ્યો છે ને તું વ્યવહાર-રોકાઈથી પરમેશ્વર છો ? ભિખારી પરમેશ્વર બનાવે? વ્યવહારનો રાગ ભિખારી-રાંક છે, નાશ થવાને લાયક છે, એ પરમેશ્વરપદને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૫૫ પ્રાપ્ત કરાવે? શાસ્ત્રની ચર્ચાઓ પરમેશ્વરપદને પ્રાપ્ત કરાવે? ૩૩-૩૩ સાગર સુધી સર્વાર્થસિદ્ધના દેવો શાસ્ત્રની ચર્ચાઓ કરીને કહે છે કે મૂક આ ચર્ચાઓ! સ્થિર થવાથી કેવળજ્ઞાન થશે !
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ મહા પરમાત્માના અંતરસ્વરૂપે ભરેલો એવો પરમાત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું--આહાહા ! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે! ભાઈસા'બ અમને બીડી વિના ચાલે નહિ, આબરૂમાં થોડો ફેર પડે તો આંચકો ખાઈ જઈએ ને આપ કહો કે તું પરમાત્મા છો ! અરે બાપુ! એ બધાને છોડને ! એ કે દી તારા સ્વરૂપમાં હતા? આખો પરમેશ્વર ભગવાન પડ્યો છે અને તે વિકલ્પની આડમાં ગોઠવી દીધો છે. ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ છે તે નિર્વિકલ્પ દશાથી પ્રાપ્ત થાય તેવો છે.
હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું-એમ જાણીને બીજા વિકલ્પો ન કરો, પંચ મહાવ્રતના વિકલ્પો, શાસ્ત્ર ભણતરના વિકલ્પો, નવ તત્ત્વોના ભેદના વિકલ્પો-એ બધું હવે ન કર, ન કર કરવાનું તો આ કહ્યું તે છે; છોડવા જેવું છે તે છોડ ને આદરવા જેવું છે ત્યાં ઠર. પરમ સ્વરૂપનો પિંડ આત્મા છે એ જ હું એમ એનો આશ્રય કર ને વિકલ્પ છોડી દે.
જ્યાં તું છો ત્યાં વિકલ્પ ને વાણી નથી ને શુભ વિકલ્પથી મને લાભ થશે! – એમ માનનાર તો મૂઢ અજ્ઞાની છે. એનાથી લાભ માનીશ તો હીણો પડતાં પડતાં હું આત્મા છું કે નહિ એ શ્રદ્ધા ઊડી જશે, આત્મા છું એવી વ્યવહાર શ્રદ્ધા ઊડી જશે ને નિગોદમાં હાલ્યો જશે! આહાહા! આળ ન દે, આળ ન દે, ભગવાન આત્માને આળ ના દે. આળ દીધા તો તારા ઉપર આળ ચઢી જશે. હું પરમાત્મા છું–તેના બદલે હું રાગવાળો, હું અલ્પ છું એમ આત્માને આળ આપનારને આત્મામાં હું નહિ એમ આળ ચઢી જશે, જગતમાં હું આત્મા જ નથી, હું નથી, હું નથી, હું ક્યાં છું?–એમ આંધળો થઈ જઈશ!
પરમાત્મા જ છું, અલ્પજ્ઞ ને રાગ નહિ પણ હું પરમાત્મા જ છું, એ સિવાયના વિકલ્પો છોડી દે! તીર્થકરગોત્ર બાંધવાનો વિકલ્પ છોડી દે! ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ પ્રભુ છે ને! તારે ખજાને ખોટ ક્યાં છે કે તારે વિકલ્પાદિનું શરણ લેવું પડ? હું સ્વરૂપમાં એકાગ્રતા કરનાર જીવ! એકાગ્રતા સિવાયના જે વિકલ્પો છે તે-પછી ભલે પંચ મહાવ્રતનો હોય કે વ્યવહાર સમિતિ-ગતિ આદિનો હો કે શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ હો-છોડી દે. શાસ્ત્રનું જ્ઞાન પણ પરાલંબી જ્ઞાન છે, તેનો મહિમા છોડ, તે વિના આત્માને પત્તો નહિ લાગે.
આહાહા...? એકવાર તો ઊંચો થઈ જાય એવી વાત છે! ભગવાન તો એમ કહે છે કે અમને સાંભળવું છોડી દે! ભગવાન ફરમાવે છે કે અમારી સામે જોવું છોડી દે! અમારી સામે જોવાથી તારો ભગવાન હાથ નહિ આવે! આહાહા ! ભગવાન ત્રિલોકનાથ સમવસરણમાં ફરમાવવા હતા કે અરે આત્મા! તું પરમાત્મા જ છો. જો પરમાત્મા ન હો તો પર્યાયના કાળે પરમાત્મા ક્યાંથી આવશે? એક સેકન્ડમાં પૂરણ આત્માનું આખું રૂપ જ ભગવાન આત્મા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત પ્રભુતા, આદિ એવા બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬] ગુણોથી ભરેલો પરિપૂર્ણ આત્મા તું છો. તને તું જો ને આત્મા જાણ ને માન, મારી સામે જોવું રહેવા દે-એમ ભગવાન કહે છે. ૨૨.
- હવે એ ભગવાન આત્મા કયા સ્થળે બિરાજી રહ્યો છે? એનું ક્ષેત્ર ક્યાં? એનું ઘર કયું? એ બતાવે છે:
सुद्ध-पएसहं पूरियउं लोयायास-पमाणु । सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીધ્ર લહો નિર્વાણ. ૨૩ આ શરીર તો જડ માટીનો પિંડલો છે, અંદર રાગ-દ્વેષના પરિણામ થાય એ કાંઈ આત્મા નથી, કર્મના રજકણ એ કાંઈ આત્મા નથી, ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી સ્થળમાં રહેલો છે, એવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડયા છે. ક્ષેત્ર શું કામ બતાવે છે?-કે કોઈ કહે કે લોકવ્યાપક આત્મા છે, તો એમ નથી. ભગવાન આત્મા દેહ-પ્રમાણે દેહથી ભિન્ન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પોતાના અસંખ્ય પ્રદેશમાં બિરાજી રહ્યો છે, રાગમાં કે ક્યાંય બિરાજતો નથી.
આહાહા! જ્યાં હોય ત્યાં “શીઘ્ર લહો નિર્વાણ' આવે છે! મોક્ષ કર, મોક્ષ કર, મોક્ષ તો તારું ઘર છે. આહાહા! સંસારમાં રખડીને મરી ગયો! ૮૪ લાખ યોનિમાં સોથા નીકળી ગયા તો ય તેને મૂકવાનો વિચાર નથી આવતો? ઘરે તો આવ! તારા ઘરે તો બાપુ તું આવ! પરઘર રખડી રખડીને મરી ગયો! તારું ઘર ક્યાં છે?-કે જે અસંખ્ય પ્રદેશનું શુદ્ધ અરૂપી દળ છે, જે અસંખ્ય પ્રદેશ રત્ન સમાન શુદ્ધ નિર્મળ છે, જે ક્ષેત્રમાં અનંતા અનંતા ગુણો બિરાજે છે, એ તારું ઘર છે ભાઈ !
અસંખ્ય પ્રદેશ એ આત્માનું સ્થળ-ક્ષેત્ર છે. એક એક પ્રદેશ પૂર્ણાનંદ નિર્મળાનંદથી ભરેલાં છે, જેમાં અનંત આનંદ પાકે એવું એનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છે. તારું અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર એવું છે કે અનંત કેવળજ્ઞાન ને અનંત આનંદ પાકે ! સિદ્ધની પર્યાય પાકે એ આત્મા છે, સંસાર પાકે એ આત્મા નહિ, રાગ-દ્વષ પાકે એ આત્મક્ષેત્ર નહિ! ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, જેમાં અનંત ગુણ બિરાજમાન છે, એવો અસંખ્ય પ્રદેશી ભગવાન બિરાજે છે ત્યાં નજર કર, એ ક્ષેત્રમાં નજર કર, ધ્યાન કર, તો અલ્પકાળમાં કેવળજ્ઞાનરૂપી નિર્વાણદશા પ્રાપ્ત થાય, બીજી રીતે પ્રાપ્ત થાય એમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૧૦]
જો તને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષની ઈચ્છા હોય તો, રાત-દિવસ એક નિજ ૫૨માત્માનું જ મનન કર
[૫૭
[શ્રી યોગસા૨ ઉ૫૨ ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૬-૬-૬૬ ]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં આપણે ૨૩ મી ગાથા ચાલી
રહી છે:
सुद्ध-पएसहं पूरियउं लोयायास-पमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३ ।। શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ
પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લો નિર્વાણ. ૨૩.
ભગવાન આત્મા આ દેહમાં પોતાના શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે; એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે, એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે તેથી તે પરિપૂર્ણ છે. દેહ-વાણી-મન-કર્મ ને વિકારનું ક્ષેત્ર જુદું છે. અસંખ્ય પ્રદેશી પરિપૂર્ણ પ્રભુ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરેલો પરિપૂર્ણ છે, એવા આત્માને આત્મા જાણ અને એવા આત્માનું દિન-રાત મનન કર.
અસંખ્ય પ્રદેશમાં અહીં જ બિરાજમાન ભગવાન આત્માનું દિન-રાત મનન કરો. ભગવાન આત્મા લોકવ્યાપક નથી પરંતુ તેનું ક્ષેત્ર અહીં પરિપૂર્ણ શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં જ પૂરું છે, એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. કોઈ લોકવ્યાપક કહે ને કોઈ અનંતમાં અનંત ભળી જાય કે બધા આત્મા એકના અંશરૂપ છે-એમ નથી. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશોમાં પરિપૂર્ણ ભરેલો છે. એવા આત્માનું દિન રાત મનન કરો એટલે કે તેનો અનુભવ કરો.
આત્મા અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશ, તેને અનુસરીને રાતદિન અનુભવ ક૨વો, આત્માની શાંતિનું વેદન કરવું-એનું નામ ધર્મ ને મોક્ષમાર્ગ છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશના પૂરથી ભરેલો પૂરો છે, તેનો અનુભવ કરવાથી શીઘ્ર નિર્વાણને પ્રાસ કરો એટલે કે આ ઉપાય દ્વારા શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો; એ સિવાય મન-વચનની ક્રિયા આદિ બીજા કોઈ ઉપાય વડે નિર્વાણ પ્રાપ્ત થાય તેમ નથી.
પોતાના સ્વરૂપને ભૂલે તો બંધ થાય છે ને પોતાના સ્વરૂપની સાવધાની કરે તો મુક્તિ થાય છે, એ સિવાયની બીજી બધી તો વાતો છે! પોતાનો અસંખ્ય પ્રદેશી અનંત ગુણોથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮] ભરેલો જે સ્વભાવ છે તેને ભૂલે ને રાગ-દ્વેષ ને પરમાં મારી સત્તા છે એમ માન્યતા કરે તો એ પરિભ્રમણ કરે; કર્મના લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી.
જેમ કોઠીમાં માલ ભર્યો હોય ને! તેમ આ અસંખ્ય પ્રદેશમાં આત્માનો બધો માલ પડ્યો છે. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે પણ માલ તો અનંત ગુણનો તેમાં ભર્યો પડ્યો છે, ભાવ અનંત ભર્યા છે. ક્ષેત્ર નાનું માટે માલ થોડો એવું કાંઈ નથી. જેમ આંખનું ક્ષેત્ર નાનું છતાં વૃંગર ઉપરથી કેટલા માઈલનું દેખી શકે છે? તેમ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા પોતાની–સત્તામાં રહીને અનંત ક્ષેત્રને જાણે એવી એના સ્વભાવની સામર્થ્યતા છે. માટે એ ભગવાન આત્માને અંતરમાં જે, તારું ઘર અસંખ્ય પ્રદેશ છે, શરીર-મન-વચન કે કર્મ એ તારું ઘર નથી. અરે! પરમાત્મા જિનેશ્વરદેવથી પણ તારું ઘર જુદું છે.
અસંખ્ય પ્રદેશનો પિંડ શુદ્ધ અનંત ગુણથી ભરેલો પ્રભુ છે, એવા આત્માનું ધ્યાન કરો. આહાહા! આ તો યોગસાર છે ને? એટલે બહું ટૂંકું કરીને માલ બતાવ્યો છે. ૨૩.
હવે ૨૪મી ગાથામાં કહે છે કે વ્યવહારથી આત્મા શરીર પ્રમાણે છે અને નિશ્ચયથી લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી છે તેમ કહે છે:- -
णिच्छइं लोय-पमाणु मुणि ववहारें सुसरीरु । एहउ अप्प-सहाउ मुणि लहु पावहि भव-तीरु ।।२४।। નિશ્ચય લોકપ્રમાણ છે, તyપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીધ્ર લહો ભવપાર. ૨૪. આહાહા! જ્યાં હોય ત્યાં “શીઘ્ર લહો ભવપાર;”—કેમ કે અહીં તો ભવનો અભાવ કરવાની એક જ વાત છે. ભવ મળે એ કાંઈ વસ્તુ નથી, એ તો અનાદિથી ચાલી આવે છે. આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે ને ભવનો અભાવ કરે એ નવી વાત છે, બાકી ભવ પ્રાપ્ત કરે ને સંસારમાં રખડ એ તો અનાદિનો સંસારભાવ છે, તેમાં નવું શું કર્યું? તેથી અહીં કહે છે કે શીધ્ર લહો ભવપાર.
નિશ્ચયથી આત્મા લોકપ્રમાણે છે એટલે કે લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશ પ્રમાણ નિશ્ચયથી આત્મા છે, લોકના પ્રદેશ જેટલો પહોળો આત્મા છે એમ વાત નથી, પણ લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા નિશ્ચયથી છે. એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા કર્મમાં, શરીરપરમાણુમાં કે રાગમાં પણ આવતો નથી.
નિશ્ચયથી અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. નિમિત્તપણે વ્યવહારથી ગણો તો શરીરના આકારપ્રમાણે ત્યાં આત્મા રહેલો છે. અસંખ્ય પ્રદેશી એ જ એની પહોળાઈ–એટલું જ એનું પહોળું ક્ષેત્ર છે. આ શરીરપ્રમાણે અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. જેમ પાણીનો કળશ હોય તેમાં અંદર પાણીનો આકાર ને એનું સ્વરૂપ કળશના આકારે હોવા છતાં પાણીનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[ ૫૯ ક્ષેત્ર પોતાના આકારે પોતામાં છે. તેમ આ શરીર પ્રમાણે અંદર આત્મા હોવા છતાં પોતે પોતાના કારણે જ અસંખ્ય પ્રદેશી પોતાના આકારે પોતામાં રહેલી સત્તા છે.
આત્મા એક સત્તા છે, હોવાવાળી ચીજ છે, હોવાવાળી ચીજ હોવાથી તેને આકાર અવગાહન, પહોળાઈ હોય કે નહિ? તેથી આત્મા અસંખ્ય પ્રદેશની પહોળાઈવાળું સત્ત્વ છે. કર્મ, રાગ કે શરીર સ્ત્રી-પુત્ર કે ખેતર એ કાંઈ આત્માનું ક્ષેત્ર નથી. અસંખ્ય પ્રદેશના એના બંગલામાં આત્મા બિરાજી રહ્યો છે. વ્યવહાર નિમિત્તથી કહેવાય કે શરીર પ્રમાણે આત્મા છે.
એવા પોતાના આત્માના સ્વભાવને જાણો. ભગવાન આત્મા અનંત શાંતરસથી ભરેલો મહા પૂરણ આનંદ સાગરથી સદા ભરેલો છે, તેમાં તું ડૂબકી માર. જેમ બાથમાં ડૂબકી મારે છે ને ! તેમ આ ચૈતન્યરત્નનો આનંદથી ભરેલો દરિયો છે, એમાં ડૂબકી માર. ચૈતન્યસ્વભાવને તું જાણ. જાણવાથી ભવ તરી જવા પામે છે. ભગવાન આત્મા આવો જ્ઞાનમૂર્તિ આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ અસંખ્ય પ્રદેશમાં બિરાજમાન છે તેને જાણ. રાગનું ને નિમિત્તનું જે જાણવું છે તેને બદલે આમ-આ તરફ આત્માની સન્મુખ થઈને તેને જાણ.
શું કરવું?-કે અસંખ્ય પ્રદેશમાં ભગવાન બિરાજે છે તેની સામે જો ને તેને જાણ. તેને જાણવો એનું નામ મોક્ષનો માર્ગ છે. તેને જાણ કહેતાં તેને જાણવો, શ્રદ્ધવો ને તેમાં એકાગ્રતા કરવી એ ત્રણે જાણ કહેવામાં આવી જાય છે. કારણ કે આ વસ્તુ છે એ શી રીતે જાણું? શ્રદ્ધા વિના જાપ્યું? આવો ભગવાન આત્મા જાણ, જાણે એ જ ભવ તરી જાય છે એમ અહીં તો કહ્યું છે. પરંતુ જાણવાનો અર્થ કે આત્મા પૂર્ણાનંદ છે એમ એને જાણવા એના તરફ વળ્યો ત્યાં શ્રદ્ધા પણ થઈ ને સ્થિરતા પણ થઈ. આખી ચીજ અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ પ્રભુ તેને જાણતાં કયા ગુણના અંશના અંકુર ફૂટયા વિના રહે? બધા ગુણના અંકુરો ફૂટે.
ભગવાન આત્મા કેવો છે?-કે લોકાલોકને દેખે એવી વસ્તુ છે. લોકાલોકને દેખવાનો જ એનો સ્વભાવ છે, એને આત્મા કહેવાય. ભગવાન આત્મા અનંત સૌખ્યસ્વરૂપી છે. અનંત આનંદ સ્વરૂપ છે. રાગ-દ્વેષ ને દુઃખ ભગવાનમાં નથી. અનંત અતીન્દ્રિય આનંદના ચોસલા ભર્યા છે. અનાદિ સ્વરૂપ આવો જ ભગવાન આત્મા છે અને તે વસ્તુએ નિત્ય છે. આવા આત્માના સ્વાનુભવથી જ દર્શન થાય છે. પરંતુ કોઈ મનવચનની ક્રિયાથી કે દયા-દાન-ભક્તિના વિકલ્પો દ્વારા આત્માનો અનુભવ થતો જ નથી. ' અરે, ભાઈ ! બાપા! તારે કરવાનું તો આ છે, એના સિવાય બધું થોથા છે. ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા અનંત આનંદના પિંડ પ્રભુથી વિરુદ્ધ જેટલા વિકલ્પો છે તે તો વેરી છે, એ વેરી વ્યવહારના વિકલ્પો ન રહે તો અમારું-સંપ્રદાયનું-શું થશે? પણ ભાઈ ! વેરીને રાખીને તારે શું કામ છે? ભાઈ ! તું અનંત આનંદનો પિંડ છો ને! એ અનંત આનંદ એમાં નિત્ય છે, એમાં નજર કર તો તારી મુક્તિ થાય.
આ આત્મા સ્વાનુમૂત્યા વાતે-પોતાના સ્વાનુભવની ક્રિયાથી પ્રગટ થાય એવું એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[હું
સ્વરૂપ છે. વ્યવહારના વિકલ્પોથી-દયા-દાન-ભક્તિના વિકલ્પોથી પ્રગટ થાય એવું એનું સ્વરૂપ નથી. ત્રણ લોકનો નાથ બાદશાહ પોતે, પણ અરેરે! આવા વિકલ્પો હોય તો કાંઈ લાભ થાય! શુભ વિલ્પ હોય તો અંદર જવાય!–આવી તો ભ્રમણાઓ!! અરે ! જેનો આદર કરવો છે તેમાં એ વિકલ્પ તો છે નહિ અને જેને-વિકલ્પોને છોડવા છે એના લઈને અંદર પ્રવેશ કેમ થઈ શકશે?! આત્મા તો આનંદરૂપ છે, એ આનંદસ્વરૂપ આત્મા દુ:ખસ્વરૂપ વિકલ્પોથી શી રીતે પ્રાપ્ત થાય ? એ તો સ્વાનુભવથી જ જણાય તેવો છે, રાગથી કે વિકલ્પથી જણાય એવો નથી.
ત્રણ લોકના નાથ પરમેશ્વર આમ ફરમાવે છે કે ભાઈ! તું તો અનંત આનંદસ્વરૂપ છો ને! અને તે પણ તારાથી તું તને અનુભવી શકે એવી ચીજ છો, તને પામર વિકલ્પોની કોઈ જરૂર નથી. ભીખારી પામર રાગની તને જરૂર નથી ભાઈ ! એના ટેકાની તને જરૂર નથી ભાઈ!
ભગવાન બોલાવે છે કે એલા! હાલ તને અનુભૂતિની પરિણતિ સાથે પરણાવીયે ! પણ આ અનાદિનો ભીખારી, મારા વિકલ્પ ચાલ્યા જશે, મારો વ્યવહાર ચાલ્યો જશે, એમ એનો પ્રેમ છોડતો નથી તેથી અંદરમાં જઈ શકતો નથી ને ધોયેલ મૂળાની જેવો રાગ ને વ્યવહા૨ લઈને ૮૪ લાખ યોનિના અવતા૨માં ચાલ્યો જાય છે. ૨૪.
હવે ૨૫મી ગાથામાં કહે છે કે જીવ સમકિત વિના ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે. એમ આત્માનો સીધો અનુભવ કર્યા વિના આનાથી ધર્મ થશે ને તેનાથી ધર્મ થશે, શુભભાવથી થશે ને વ્યવહા૨થી થશે એમ માનીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શન ન કર્યું તેથી ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છેઃ
चउरासी-लक्खहिं फिरिउ कालु अणाइ अणंतु ।
पर सम्मत्तु ण लद्दु जिय एहउ जाणि भिंतु ।। २५ ।।
લક્ષ ચોરાશી યોનિમાં, ભમિયો કાળ અનંત;
પણ સમક્તિ તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્તિ. ૨૫.
અનાદિ કાળથી ૮૪ લાખ યોનિમાં શેકાણો! સ્વર્ગમાં અનંતવાર ગયો, પણ ભાઈ! તેં આત્માના અનુભવના અભાવમાં, રાગને છોડીને સીધું સ્વરૂપની દષ્ટિરૂપ સમ્યગ્દર્શનના અભાવમાં ૮૪ લાખ યોનિમાંથી એકેય યોનિ ખાલી નથી રાખી. નરકની અંદર દસ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, દસ હજાર ને એક સમયની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, એમ એક એક સમય અધિકની સ્થિતિએ અનંતવા૨ ઉપજ્યો ને ૩૩ સાગર સુધીની સ્થિતિએ અનંતવા૨ ઉપજ્યો. ૧૦ હજાર વર્ષથી માંડીને ૩૩ સાગર સુધીના જેટલા સમય છે તે એક એક સમયના અનંતા ભવ નરકમાં ગાળ્યા !
અભેદ ચિદાનંદમૂર્તિની સીધી પકડરૂપ સમ્યગ્દર્શન વિના નરકના ભવ અનંતા કર્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૬૧ ને સ્વર્ગના પણ અનંતા ભવ કર્યા. સ્વર્ગમાં પણ નરકની જેમ દસ હજારની સ્થિતિથી માંડીને નવમી ગ્રેવયેક સુધીના ૩૧ સાગર સુધીની સ્થિતિના એક એક સમયની સ્થિતિમાં અનંતવાર જીવ ઉપજ્યો છે હો! આહાહા ! અરે ! કીડીના અનંતા, કાગડાના અનંતાને કષાઈના અનંતા ભવ કર્યા! ત્રાસ ત્રાસ થઈ જાય એવા અનંતા ભવ તે કર્યા બાપુ! ઘાણીમાં અનંતવાર પીલાયો, વીંછીના આકરાં ડંખથી અનંતવાર માર્યો, અનંતવાર નાગના કરડવાથી મર્યો, પણ ભાઈ ! તું ભૂલી ગયો ! એક સમ્યગ્દર્શન વિના તે ૮૪ લાખ યોનિમાં અનંતા ભવ કર્યા.
નવમી ગ્રેવયેક અનંતવાર ગયો, ત્યાં પાપ કરીને તો જાય નહિ, મહા પંચ મહાવ્રત ને શુક્લલેશ્યા એવી હોય ત્યારે એવા પરિણામથી નવમી ગ્રેવયેક ગયો હોય. પરંતુ એવા પરિણામથી પણ સમકિત ન પામ્યો તો હવે બીજા પરિણામથી તું શું સમકિત પામીશ? એમ અભેદ ચિદાનંદમૂર્તિની સીધી દષ્ટિ કરીને અનુભવ કરે તો જ સમ્યગ્દર્શન પામે, એ સિવાય નવમી ગ્રેવયેક જેવા પરિણામ કરે તો પણ તેનાથી સમકિત પામતો નથી.
અનાદિકાળથી આજ સુધીના ગયા કાળમાં હજુ સુધી સમ્યગ્દર્શન પામ્યો નથી. એક ભગવાન આત્માનો આદર ન કર્યો ને બીજું બધું જ કર્યું તેથી સમકિત ન પામ્યો. તારા મિથ્યાત્વભાવે તને અનંતવાર ૮૪ લાખ યોનિના કૂવામાં તને નાખ્યો છે. પુણ્યથી ધર્મ થશે, ક્રિયાથી ધર્મ થશે, રાગથી લાભ થશે-એવા કાળા નાગ જેવા મિથ્યાત્વભાવને લઈને અનંતા પરિભ્રમણ કર્યા. ભગવાન વિના સમકિત નહિ થાય એમ તેં માન્યું નહિ ને રાગ વિના ને વ્યવહાર વિના ધર્મ નહિ થાય એમ માનીને તે અનંતા ભવ કર્યા.
આવા ભવ કર્યા પણ સમકિત ન પામ્યો. ભવના કારણ સેવ્યા તેથી સમકિત ન પામ્યો. કેમકે જેના કારણે ભવ મળે તેના કારણે સમકિત ન મળે. ચામડી ઉતરડીને ખાર છાંટે તોપણ ક્રોધ ન કરે એવા પરિણામે નવમી ગ્રેવયેક ગયો તોપણ સમકિત ન પામ્યો તેનો અર્થ એ કે સમકિત કોઈ બીજી ચીજ છે, એ ભાવ વડે સમકિત પમાય એવી એ ચીજ નથી.
આ તો યોગસાર છે ને! યોગીન્દ્રદેવ મુનિ જગત સમક્ષ આ વાત મૂકે છે કે આત્માના સ્વભાવનો આશ્રય કરીને જે નિર્મળ યોગ સમકિતનો પ્રગટ થાય છે તે કદી પ્રગટ કર્યો નથી એક સમકિત વિના બીજું બધું અનંતવાર કરી ચૂક્યો છે પણ આ એક સમકિત કર્યું નથી.
એમ નક્કી કર કે અનંતા ભવમાં અનંતા ભાવ કર્યા પણ એ ભાવ વડે સમકિત પામ્યો નથી. અંદર અખંડ આનંદ પ્રભુનો આશ્રય કરવાથી જ સમકિત પમાય છે એ સિવાય બીજા કોઈ આશ્રયે સમકિત પમાતું નથી. પરંતુ અનાદિથી એને પરની કિંમત લાગી છે ને સ્વની કિંમત થઈ નથી. પોતે અનુભવ કરવાને લાયક પોતાથી છે, પરના અવલંબનથી નહિ, રાગ ને વ્યવહારના અવલંબનથી અનુભવ થાય એવી ચીજ આત્મા નથી. એવા આત્માની કિંમત કર્યા વિના આવા ૮૪ લાખ યોનિના અવતારમાં રખડવું મયું નથી, પછી ભલેને ૧૨-૧૨ મહિનાના અપવાસ કર્યા હોય !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર ]
આ૨૧
એકરૂપ ભગવાન આત્મા સીધો અનુભવ કરવાને લાયક છે પણ એની એણે કદી કિંમત કરી નથી. પૈસાની કિંમત ! ધૂડની કિંમત ! પણ એક આત્માની હિંમત નથી, આહાહા! જગતના મોહ તો જુઓ! જ્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામતો નથી ત્યાં સુધી હે જીવ! નિઃસંદેહ એમ વાત જાણ કે ૮૪ લાખ યોનિમાં ફરવું મટતું નથી.
ભગવાન આત્મા “સ્વાનુમૂલ્ય વસંતે' સીધો અનુભવ થવાને લાયક હોવા છતાં ભવિષ્યમાં જ્યાં સુધી સમ્યગ્દર્શનને પામશે નહિ ત્યાં સુધી રખડશે. એમ નિર્કાન્તપણે જાણ. “સમકિત નવ લહ્યું” એમ કહ્યું છે પણ કાંઈ ચારિત્ર વિના રખડી રહ્યો છે એમ કહ્યું નથી. કેમ કે સમકિત હોય ત્યારે ચારિત્ર હોય. સમકિત વિના ચારિત્ર હોતું નથી. ક્રિયાકાંડ કાંઈ ચારિત્ર નથી, એવા ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા છે.
શ્રી સમતભદ્રાચાર્ય શ્રાવક રત્નકરંડાચાર બનાવ્યું છે, તેમાં એક શ્લોક છે કે ત્રણ લોકમાં ને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવું જીવને હિતકારી કોઈ નથી. સમ્યગ્દર્શન સિવાય બીજા કોઈ પણ પરિણામ આત્માને હિતકારી નથી. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, પંચ મહાવ્રત આદિના પરિણામ અનંતવાર કર્યા પણ એની કાંઈ કિંમત નથી વ્યવહાર આચરણનો જે ગ્રંથ શ્રાવકરત્નકરંડાચાર તેમાં પહેલી ભૂમિકા એમ બાંધી છે કે ત્રણ કાળ ત્રણ લોકમાં સમકિત જેવું જીવને હિતકર કાંઈ નથી અને મિથ્યાદર્શન જેવું જીવનું બુરુ કરનાર કાંઈ નથી. ભગવાન આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન થાય એ સમ્યગ્દર્શન વિના જીવને જગતમાં બીજું કોઈ હિતકારી નથી. હિંસા-જૂઠું-ભોગ-વાસનાના અશુભ પરિણામ એટલું બૂર ન કરે જેટલું બૂરું મિથ્યાશ્રદ્ધા કરે છે.
ભગવાન આત્માએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંત કાળમાં જીવે કદી કરી નથી; ત્રણ લોકમાં એવા સમ્યગ્દર્શન જેવી કિંમતી બીજી કોઈ ચીજ નથી. અને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ હોવા છતાં તેનાથી વિરુદ્ધની શ્રદ્ધા, શુભરાગના એક કણથી પણ મને લાભ થશે, દેહની ક્રિયા મને સહાયક થાય તો મારું કલ્યાણ થાય-એવી મિથ્યામાન્યતા એવી જગતમાં બીજી કોઈ બૂરી ચીજ નથી.
આહાહા ! સમકિત શું ચીજ છે એની જગતને ખબર નથી ! નિરાવલંબી નિરપેક્ષ ચીજને સાપેક્ષ માનવી એ વાત જ ખોટી છે, ભલે વ્યવહાર હો, પણ હોય તેથી શું થયું? એને કોઈ રાગ કે નિમિત્ત કે ગુરુ કે કોઈ શાસ્ત્ર કે કોઈ ક્ષેત્રના આધારની કોઈની જરૂર નથી. એવો નિરાવલંબી ભગવાન બિરાજી રહ્યો છે. એની શ્રદ્ધા ને જ્ઞાન જેવી કિંમતી ચીજ ત્રણ કાળ ત્રણ લોકમાં અન્ય કોઈ નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માને સીધો જાણ્યો નથી ને રાગના કણને લાભદાયક માને, પરના આશ્રયે કાંઈક હળવે હળવે કલ્યાણ થશે, રાગ કરીશું તો કલ્યાણ પામીશું-એવી જે મિથ્યાશ્રદ્ધા એના જેવું જગતમાં કોઈ બૂરું કરનાર નથી. ૨૫.
શુદ્ધાત્માનું મનન જ મોક્ષમાર્ગ છે, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ બિરાજે છે તેનો અનુભવ કરવો તે એક જ મોક્ષમાર્ગ છે. શુદ્ધ પવિત્ર આત્મા અંદર બિરાજે છે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[ ૬૩ શરીર-વાણી-મનથી, આઠ કર્મોથી ને શુભાશુભભાવથી ભિન્ન સચ્ચિદાનંદ આનંદકંદ સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, તેની એકાગ્રતારૂપ મનન તે એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ છે નહિ તેમ હવેની ગાથામાં કહે છે –
सुद्ध सचेयणु बुद्ध जिणु केवल-णाण-सहाउ । सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु सिव-लाहु ।। २६ ।। શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ર૬. અરે ભગવાન આત્મા! જો પરમાનંદરૂપી મોક્ષની દશા ચાહતો હો તો રાત-દિન આ આત્માનું મનન કરો. આહાહા ! ગાથા બહુ ઊંચી છે. આત્માની પરમાનંદ દશા, પૂરણ દશાનું નામ મોક્ષ; એવી મોક્ષની દશા જ ચાહતા હો તો રાત-દિન શુદ્ધ નિર્મળાનંદ પરમાત્માનું ધ્યાન કરવું અરે ભગવાન! તું મોટો મહા શુદ્ધ ચૈતન્યપ્રભુ છો, તેનું દિન-રાત ધ્યાન કર ને !
જેને એક સમયમાં ત્રણ લોક ને ત્રણ કાળ પૂરણ જણાયા, તેની વાણીમાં આ આવ્યું કે અરે આત્મા! તું તો શુદ્ધ છો, પુણ્ય-પાપના મેલ ને કર્મમળ રહિત તારી ચીજ છે-એનું મનન કર. રાગનું પુણ્યનું કે વ્યવહારનું મનન છોડી દે-જો તારે મુક્તિનો લાભ જોઈતો હોય તો. બાકી તો ૮૪ ના ગોથા તો અનંત કાળથી ખાધા જ કર્યા છે. પરંતુ આત્માની શાંતિની પૂરણ પ્રાસિરૂપ જે મુક્તિ એનો લાભ જોઈતો હોય તો શુદ્ધ નિજાત્માનું મનન કર.
પરમાનંદની મૂર્તિ પ્રભુ પુણ્ય-પાપથી રહિત છે, કર્મથી ને શરીરથી રહિત છે ને પોતાના અનંત પવિત્ર ગુણથી સહિત છે એવા ભગવાનનું તું મનન કર ભાઈ ! આ રાગ ને પુણ્યના મનનથી પ્રભુ પ્રગટે એવો નથી. દયા દાન ને વ્રત-જપના પરિણામે પ્રભુ પ્રગટે એવો નથી. નિર્વિકલ્પ નાથ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ પૂરણ અનંત ગુણથી ભરેલું જે તત્ત્વ છે તેનું મનન કર તો તેની પ્રાપ્તિ થશે. અનુકૂળ નિમિત્ત હોય તો ઠીક-એવું મનન રહેવા દે ભાઈ, રહેવા દે! આવા નિમિત્ત હોય તો ઠીક, આવા શુભ ભાવ હોય તો ઠીક, આવા કષાયની મંદતાના પરિણામ હોય તો ઠીક-એ બધું તો રાગનું મનન તે કર્યું, એવું મનન તો તે અનાદિ કાળથી કર્યું છે ને એનાથી સંસાર અનાદિનો ફળે છે પણ હવે તારે મુક્તિ કરવી છે કે પછી ૮૪ માં રખડવું છે?
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ, નિરંજન, વીતરાગ છે તેની ઉપર દૃષ્ટિ કર એક એનું મનન ને એકાગ્રતા જ મુક્તિનો ઉપાય છે. ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ પ્રભુ છે, તેનું એકનું જ મનન ને એકાગ્રતા કર તો તને કેવળજ્ઞાન ને મુક્તિનો લાભ થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
[ પ્રવચન નં. ૧૧] નિઃસંદેહ જાણ :
ત્રિલોકપૂજ્ય પરમાત્મા હું પોતે જ છું [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૭-૬-૬૬ ]
આ યોગસાર ચાલે છે. શુદ્ધ ચૈતન્યમય અનંત ગુણનો પિંડ આત્મસ્વભાવ તેમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવું તે મોક્ષના માર્ગનો સાર છે, તે યોગસાર છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય છે, તેની સન્મુખ થઈને એકાગ્રતાથી આત્મસ્વભાવનો વેપાર તે જ સાર અને મોક્ષનું કારણ છે. તેમ અહીં ર૬ મી ગાથામાં કહે છે કે
सुद्ध सचेयणु बुद्ध जिणु केवल-णाण-सहाउ । सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु-सिव-लाहु ।। २६ ।। શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ર૬. આત્માના પૂરણ આનંદની પૂરણ અતીન્દ્રિય દશારૂપી મુક્તિના લાભને એટલે કે પૂરણ કલ્યાણમૂર્તિ આત્માની શિવ-કલ્યાણમય પૂરણ નિર્મળ પર્યાયની પ્રાતિને જો કોઈ ચાહતું હોય તો શુદ્ધ વીતરાગ પૂરણ પવિત્ર પરમાત્મસ્વરૂપ આત્માને દિન-રાત અનુભવવો. આ આત્મા અત્યારે શુદ્ધ છે એમ અનુભવવો-એ મોક્ષલાભના કામીનું કર્તવ્ય છે.
વીતરાગ, કલ્યાણમૂર્તિ આત્માની શુદ્ધ પરિપૂર્ણ પ્રગટ પર્યાયરૂપ મુક્તિના લાભને જો તું ઈચ્છતા હો તો પૂરણ શુદ્ધ, પૂરણ શુદ્ધ, વીતરાગ નિર્દોષ સ્વભાવ ભગવાન આત્માને તારે અનુભવવો, શિવલાભનો હેતુ આ છે. મોક્ષાર્થીને શું કરવા જેવું છે? ને શું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે?—કે શુદ્ધ ભગવાન પૂરણ ચૈતન્ય પ્રભુનું અંતર ધ્યાન ને અનુભવ કરવો, એને અનુસરીને અંદર ઠરવું એ એક જ મુક્તિનો ઉપાય છે અને એ જ મોક્ષાર્થીનું કર્તવ્ય છે.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ છે, જ્ઞાનચેતનામય છે, પુણ્ય-પાપને કરું એવી કર્મચેતના કે હરખ-શોકને ભોગવું એવી કર્મફળચેતના એના સ્વભાવમાં નથી. વસ્તુ તો ચેતનામય છે, જ્ઞાનચેતનાને વેદે એવું એનું સ્વરૂપ છે. જ્ઞાનને વેદ, જ્ઞાનને અનુભવે, જ્ઞાનના આનંદના સ્વાદને લે એવો જ આત્મા છે. પુણ્ય-પાપના સ્વાદને લે કે હરખશોકના સ્વાદને લે એવો આત્મા છે જ નહિ. વસ્તુ ચેતનામય છે એટલે પરને કરે કાંઈ કે પરથી લે કાંઈ એવું એનું સ્વરૂપ નથી, તેમ જ રાગને કરે કે રાગને વેદે એવું પણ એનું સ્વરૂપ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
ભગવાન આત્મા તો સચેતનસ્વરૂપ, જાગૃત, જાગૃત, ચેતનાર, ચેતનાર સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદને વેદવું એવું આત્માનું સ્વરૂપ છે. આહાહા ! આ તો પરમાર્થ માર્ગની વાત છે. માર્ગ એક જ છે, બીજો માર્ગ હોઈ શકે જ નહિ. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ...' ભગવાન આત્મા ચેતનાને વેદ, ચેતનાને કરે એવું જ ચૈતન્યનું સ્વરૂપ છે. રાગને કરે કે હુરખને ભોગવે એ વસ્તુ સ્વરૂપ જ નથી. સંસારના ભાવને કરે કે સંસારભાવને હરખથી વેદ એ આત્મા જ નથી.
જેમાં એકલી ચેતના ભરેલી છે તેને આત્મા કહીંએ. ચેતનાનું જાણવાનું દેખવાનું અનુભવવાનું કામ કરે એવો આત્મા છે. એવા આત્માને તું આત્મા જાણ. રાગને કરે એ આત્મા નથી, એ તો અણાત્મા છે. વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો ઊઠે તેને કરે કે વેદે તે આત્મા નથી આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે તે તો જ્ઞાનને જાણીને જ્ઞાનને અનુભવે, જ્ઞાનને વેદે, જ્ઞાનમાં જ્ઞાનની એકાગ્રતાનો અનુભવ કરે એવો છે.
બોલે તે આત્મા નહિ, સાંભળે તે આત્મા નહિ, વિકલ્પથી સાંભળે તે આત્મા નહિ! ભગવાન આત્મા ચેતનસ્વરૂપ છે, એનું તો ચેતવાનું, જાણવાનું કામ છે. એને આત્મા જાણ, એ આત્માનો અનુભવ કર, એ શિવના લાભનો હેતુ છે. નિરૂપદ્રવ, કલ્યાણમૂર્તિ મુક્તદશાના લાભનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
આ તો યોગસાર છે ને! એકલો સાર સાર ભર્યો છે. ભગવાન આત્મા બુદ્ધ છે. બુદ્ધદેવ છે, સત્યબુદ્ધ છે. એવા બુદ્ધદેવને તું જાણીને અનુભવ. આવો આત્મા જાણીને બીજાને કહેજે કે સમજાવજે-તો એવો આત્મા છે જ નહિ. સર્વજ્ઞ તીર્થકર ભગવાન ત્રિલોકનાથ દેવ ફરમાવે છે કે ભાઈ ! તું તો સત્યબુદ્ધ છો ને! સાચું બુદ્ધપણું તું છો એને જાણીને તેનો અનુભવ કર. એ જ મોક્ષના લાભનો હેતુ ને કારણે છે, એ સિવાય બીજું કોઈ કારણ નથી. ' ઉપશમરસ, અકષાયરસ ને વીતરાગ શાંતરસથી જામેલું તત્ત્વ ભગવાન આત્મા છે. વીતરાગના અકષાય શાંતરસનું ઢીમ તત્ત્વ છે; તેમાં વિકલ્પ ઊઠાવવો કે હું બીજેથી સમજું કે બીજાને સમજાવું એ વસ્તુના સ્વરૂપમાં નથી. પોતાથી પોતાને જાણે એવો ભગવાન આત્મા છે. જાણપણાના વિશેષ બોલથી બીજાને સમજાવે તો તે અધિક છે એવું આત્માનું સ્વરૂપ છે જ નહિ
ભગવાન આત્મા સત્ય સાહેબ બુદ્ધદેવ છે, તેમાં વિકલ્પનો અવકાશ છે જ ક્યાં ? જે જાણેલું તત્ત્વ છે તેને કહું એવો વિકલ્પ તે વસ્તુનું સ્વરૂપ ક્યાં છે? એવો આત્મા જ નથી. કેમ કે જો આત્મા એવો હોય તો સિદ્ધ ભગવાન પણ બોલવા જોઈએ!
ભગવાન આત્મા પોતે જિનદેવ છે. સાચો જિન ભગવાન આત્મા છે. સમવસરણમાં બિરાજમાન ભગવાન તારા માટે તો વ્યવહારજિન છે. તારે માટે આત્મા પોતે વીતરાગીબિંબ પરમેશ્વરદેવ જિન છે. અંદરમાં પરમાત્મસ્વરૂપ છે તે તારા માટે જિન છે. સમવસરણમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[હું
વાણી નીકળે ને ઇન્દ્રો પણ સાંભળવા આવે, એ જિનદેવને ને આત્માને કાંઈ સંબંધ છે નહિ. તું પોતે સાચો જિન છે. વસ્તુરૂપે વીતરાગબિંબ ભગવાન છે. એને જાણ ને અનુભવ-એટલું બસ ! આવા આત્માને જિન તરીકે સ્વીકાર! વીતરાગીબિંબ પ્રભુ આત્મા હું પોતે છું-એમ તું તને અનુભવ. જો રાગ, વાણી, વાંચન, લેવું, દેવું, કે પુણ્યપ્રકૃતિમાં ક્યાંય અધિકાઈ મનાઈ ગઈ તો તેં જિનસ્વરૂપ આત્મામાં, અધિકાઈ માની નથી.
ભગવાન જિનસ્વરૂપ પોતે જ છે, તેમાં જિનસ્વરૂપ સિવાય જેટલા બોલ ઊઠે તેમાં અધિકતા થઈ જાય અથવા બીજાને આવું હોય તેને અધિક માને તે ભૂલમાં પડયો છે. ભગવાન આત્મા જિન એટલે કે સંસારવિજયી જિનેન્દ્ર છે. વિકલ્પ અને એના અભાવસ્વરૂપ જિનેન્દ્ર છે. અરે! શાસ્ત્રના ભણવાના ભાવથી પણ મુક્ત એવો જિનેન્દ્ર છે. એવા જિનેન્દ્ર પ્રભુનું નિર્વિકલ્પ દષ્ટિથી ધ્યાન કરવું, નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા શેય કરવો ને એમાં ઠરવું તે શિવલાભનો હેતુ છે.
ભગવાન આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ છે, સંપૂર્ણજ્ઞાનનો ધણી છે, પૂરણ નિરાવરણ જ્ઞાનનો પિંડ છે. જે જ્ઞાન પરથી આવતું નથી એવા સ્વતઃ જ્ઞાનનો પિંડ છે. ચૈતન્યનો પુંજ ભગવાન નિરાવરણ કેવળજ્ઞાનના સ્વભાવવાળો જ છે. શરીર તો નહિ, રાગ તો નહિ પણ અપૂરણ પણ નહિ, એકલો પૂરણ જ્ઞાનસ્વભાવ તે ભગવાન છે. ચાર જ્ઞાનનો વિકાસ તે ખરેખર આત્મા નહિ, પૂરણ જ્ઞાનસ્વભાવ તે આત્મા.
ચૌદ પૂર્વની રચના કરનાર ગણધરદેવની કેટલી અધિકતા !–કે ના, એકલો જ્ઞાનસ્વભાવ છે તેમાં આ રચવું ને આ વિકલ્પ વસ્તુમાં છે જ ક્યાં? ચાર જ્ઞાનની ઉઘડેલી પર્યાય છે તે પણ ખરેખર આત્મા નથી; ખરેખરો આત્મા નથી પણ વ્યવહા૨ આત્મા છે. એવો કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે. આને આત્મા કહીયે. આ સિવાય ઓછું, અધિક વિપરીત નાખે તે આત્માને જાણતો નથી.
રાત-દિવસ એટલે કે હંમેશા આવા આત્માનું મનન કરો. જગનું કલ્યાણ કરવા માટે-પ્રભાવના થતી હોય તો એકાદ બે ભવ ભલેને વધારે થાય ?–એમ કોઈક કહે છે. પણ ભાઈ! એકાદ બે નહિ પણ ચોકખા અનંતા ભવ થશે. એક પણ ભવના ભાવની ભાવના કરે છે તેને અનંતા નિગોદના ભવ એના કપાળમાં પડયા છે! જગતનું કલ્યાણ કરે કોણ ? વિકલ્પ કરે કોણ ? વિક્લ્પ વસ્તુમાં નથી ને એ વિક્લ્પ આવ્યો તે તો અનાત્મસ્વરૂપ નુકશાનકારક છે અને એનાથી જે સ્વને લાભ માને તે આત્માને જાણતો નથી.
માટે આવો ભગવાન આત્મા અંતરમાં નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રથી અનુભવવો. બસ, એ જ આત્માનું સ્વરૂપ ને મોક્ષના લાભનો હેતુ છે. બાકી વાતો છે. શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ આત્માને હંમેશા એક ધારાવાહી અનુભવવો-જો શિવલાભ ચાહતા હો તો. ૨૬.
હવે ૨૭ મી ગાથામાં કહે છે કે નિર્મળ આત્માની ભાવના કરવાથી મુક્તિ થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
| [ ૬૭ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશે જાગૃત સ્વભાવનો પિંડ પ્રભુ તેની ભાવના એટલે કે નિર્વિકલ્પ એકાગ્રતા કરવાથી મોક્ષ થશે. આ તો ભાવનાનો ગ્રંથ છે, તેને પુનઃક્તિદોષ ન લાગુ પડે, એને તો પુનઃભાવના લાગુ પડે. ભાવના એટલે નિર્વિકલ્પ એકાગ્રતા, તે એક જ મોક્ષનો માર્ગ છે, વ્યવહારના વિકલ્પો મોક્ષનો માર્ગ નથી. શાસ્ત્રની સ્વાધ્યાય કરતાં નિર્જરા થાય. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે. તેની એકાગ્રતા કરતાં જ મોક્ષ થશે, બીજી રીતે મુક્તિ થશે નહિ. માટે તું ભ્રમના ભૂલાવામાં ન પડ. ભટકવા માટે ભ્રમણાના સ્થાન ઘણા છે અને ભ્રમણા મૂકવાનું સ્થાન ભગવાન આત્મા એક જ છે.
जाम ण भावहि जीव तुडं णिम्मल अप्प-सहाउ । ताम ण लब्भइ सिव-गमणु जहिं भावइ तहि जाउ ।। २७।।
જ્યાં લગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાંલગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭. હે જીવ! જ્યાં સુધી નિર્મળ આત્માના સ્વભાવની ભાવના નહિ કર ને લાખ વ્રત-નિયમ-પૂજા-ભક્તિ તથા શાસ્ત્ર દેવા-લેવાના વિકલ્પની જાળમાં જ્યાં સુધી અટક્યો છો ત્યાં સુધી આત્માનો મોક્ષમાર્ગ નથી બધી વિકલ્પની જાળોને છોડીને ભગવાન પૂર્ણાનંદ અભેદ ચૈતન્યસ્વરૂપનો અનુભવ ન કર ત્યાં સુધી મોક્ષમાં જઈ શકતો નથી, પૂર્ણાનંદ તરફ તારું ગમન-પરિણમન નહિ થાય.
લોકો તો બિચારા પ્રભાવના માટે જિંદગી ખોઈ બેસે છે! આપણે પ્રભાવના કરીએ તો ઘણાને લાભ થાય ને!-એમ એના માટે જિંદગી ખોઈ બેસે! પણ જ્યાં સુધી ભગવાન આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની ભાવનાની એક્તા ન કર ત્યાં સુધી મોક્ષ પામી શક્તો નથી, ભલેને લાખ પ્રકારના બહારના વ્યવહાર-વિકલ્પો કરતો હો ! પણ મુક્તિ પામીશ નહિ.
આહાહા! આવો માર્ગ છે. દિવ્યધ્વનિ તે જૈનશાસન નહિ, વિકલ્પ ઊઠે તે જૈનશાસન નહિ, પંચમહાવ્રતના પરિણામ ઊઠે તે જૈનશાસન નહિ, બીજાને સમજાવવાના વિકલ્પમાં રોકાવું તે જૈનશાસન નહિ. ઠરેલું શાંતરસનું બિંબ આત્મતત્ત્વ, તેમાં આવા વિકલ્પોને અવકાશ જ ક્યાં છે? અને તે વિકલ્પ હોય તોપણ તે શિવપંથના કારણમાં કેમ ભળે? ભગવાન આત્માની અનુભવની દષ્ટિ, અનુભવનું જ્ઞાન ને અનુભવની સ્થિરતા તે એક જ શિવપંથનું-મોક્ષના પંથનું ગમન ને પરિણમન છે.
જ્યાં સુધી સ્વભાવમાં એકાગ્રતા ન કરે ને બહાર વિકલ્પની જાળમાં ઠર્યા કરે ત્યાં સુધી શિવમાર્ગને પામીશ નહિ માટે જ્યાં તને ગોઠે ત્યાં જા, મુક્તી જોઈતી હોય તો સ્વભાવ તરફની એકતા કર, બાકી વિકલ્પમાં તો છો ને તેનાથી લાભ થશે-એ તો અનાદિનું ચાલ્યું જ આવે છે. એમાં અમારે તને શું કહેવું?
જ્યાં રુચે ત્યાં જા, મોક્ષનો લાભ ચાહતો હો તો સ્વભાવ તરફ એકાગ્ર થા. બધાં પ્રપંચની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮] વિકલ્પની જાળ છોડી દે. ભગવાન આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપે ધ્યાન કર એ એક જ મોક્ષનો ઉપાય છે. ૨૭.
ત્રણ લોકમાં પૂજ્ય હોય તો ભગવાન પોતે જ છે, પોતાને માટે પોતાનો આત્મા જ પૂજ્ય છે. એમ ૨૮ મી ગાથામાં કહે છે:
जो तइलोयह झेउ जिणु सो अप्पा णिरु वुत्तु । णिच्छय-णई एमइ भणिउ जाणि णिभतु ।। २८ ।। ધ્યાનયોગ ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાંતિ ન આણ ૨૮. ત્રણલોકના પ્રાણીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જિન છે એટલે કે ભક્તોને ધ્યાન કરવા લાયક કોઈ હોય તો તે ભગવાન આત્મા છે. ભગવાનની ભક્તિ-પૂજાનો વ્યવહાર વિકલ્પ વચ્ચે આવે ને?–તો ભલે આવે, પણ કાંઈ પરમાર્થે પૂજ્ય નથી. જો પરમાર્થે પૂજ્ય હોય તો ત્યાંથી લક્ષ ફેરવીને અંદરમાં લક્ષ કરવાની જરૂર પડે નહિ!
ભગવાનની મૂર્તિના દર્શનથી નિધત-નિકાચિત કર્મને તોડે ને? ભાઈ ! બાપુ ત્રણલોકનો નાથ પૂજ્ય ભગવાન આત્મા છે, તેના દર્શનથી નિધત ને નિકાચિત કર્મના ભૂક્કા ઊડી જાય છે! એવો ભગવાન આત્મા છે. વ્યવહારના લખાણ આવે કે પરમેશ્વર અને મૂર્તિ દેખવાથી સમ્યગ્દર્શન થાય પરંતુ નિજ ભગવાન આત્માના દર્શનથી સમ્યગ્દર્શન થાય ત્યારે બહારમાં નજીકમાં શું હોય તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.
ત્રણલોકના પ્રાણીઓને ધ્યાન કરવા લાયક જે જિન છે તે ભગવાન આત્મા છે. પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો જિનસ્વરૂપ પરમાત્મા પોતે જ ધ્યાન કરવા લાયક છે. ભક્તજનોએ એટલે કે આત્માની ભક્તિ કરનાર જીવોએ ભક્તિ કરવા લાયક પોતાનો ભગવાન આત્મા છે. તીર્થકર ભગવાન વ્યવહારે પૂજ્ય છે ને નિશ્ચયથી તો એનો પોતાનો ત્રણલોકનો નાથ આત્મા પૂજ્ય છે.
એકલો શુદ્ધ બુદ્ધ જ્ઞાનઘન આનંદકંદ ધ્રુવ તેને નિશ્ચયથી આત્મા કહ્યા છે. દેહની કિયા તો જડ, પુણ્ય-પાપના ભાવ આસ્રવ, વર્તમાન પર્યાયની અલ્પતા એ વ્યવહારઆત્મા ને ખરેખરો આત્મા તો ત્રિકાળી શુદ્ધ બુદ્ધ ધ્રુવ, એકલો ચૈતન્ય પિંડ ધ્રુવ તે ખરેખર આત્મા છે. સત્ય વાત કહેનાર વાણી અને જ્ઞાન આમ કહે છે.
ત્રણ લોકનો નાથ પ્રભુ તું પૂજ્ય છો, આહાહાહા! ભગવાન સર્વશદેવ ને પ્રતિમા એ વ્યવહાર પૂજ્ય છે ને મોક્ષનો માર્ગ પૂજ્ય તે પણ વ્યવહારે, પૂરણ શુદ્ધ ચૈતન્યનો પિંડલો ભગવાન કે જ્યાં નમવા જેવું છે, જ્યાં અંતર સન્મુખ થવા જેવું છે એવો ત્રણ લોકનો નાથ પૂજ્ય પ્રભુ પોતાનો આત્મા પોતાને પૂજ્ય છે.
નિશ્ચયનય આમ કહે છે માટે તેમાં સંદેહ ન કર. અમે આવા આત્મા? ભક્તો પોતાના ભગવાન આત્માને પૂજે? આવડું મોટું આ તત્ત્વ?–એમ ભ્રાંતિ ન કર. સો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૯
૫રમાત્મા]
ઇન્દ્રોમાં એ વાત પ્રસિદ્ધ છે કે આત્મા જ પૂજ્ય છે. વ્યવહાર તરીકે વ્યવહાર છે, વ્યવહાર નથી એમ નથી. પરંતુ વ્યવહારને નિશ્ચયથી પૂજ્યપણે સ્વીકારી લે તો એ વાત ખોટી છે. ભગવાનને વંદન, નામ-સ્મરણ, પૂજા-ભક્તિનો શુભ રાગ હોય છે, વ્યવહાર હોય છે પણ એ જાણવાલાયક છે, પૂજવાલાયક તો ખરેખર આત્મા છે.
ભક્તિવંત પ્રાણીના શુભભાવ એ કાળે એવા હોય છે પણ એ જાણવાલાયક છે. વ્યવહારે તે આદરવાલાયક કહેવાય, નિશ્ચયથી તે આદરવાલાયક નથી. ત્રણ લોકના નાથ સર્વજ્ઞદેવ વ્યવહા૨ે પૂજ્ય છે, જાણવાલાયક છે, તેને કાઢી નાખે તો મિથ્યાદષ્ટિ થઈ જાય !
ત્રણ લોકના નાથ પોતાને પૂજ્ય છે. સમવસરણમાં ઇન્દ્રો પણ સર્વજ્ઞદેવને પૂજે છે ને? ભાઈ! વ્યવહા૨ના લખણ જ એવા છે! વ્યવહારમાં ૫૨ પદાર્થનું લક્ષ હોય. પરંતુ એ કાંઈ ખરેખર આત્મા નથી ને એ કાંઈ ખરેખર પૂજ્ય નથી. ભાઈ! એવા વિકલ્પો હોય છે એ બંધનું કારણ છે, તોપણ એ આવ્યા વિના રહેતા નથી. કેમ ?-કે અબંધસ્વભાવી આત્મા પૂરણ અબંધપરિણામને ન પામે ત્યાં સુધી એવા ભાવ હોય. તેથી વ્યવહાર છે ખરો, વ્યવહાર ન માને તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે અને જો વ્યવહારે પૂજ્ય માની લ્યે તોપણ મિથ્યાદષ્ટિ છે.
ત્રણ લોકના પ્રાણી જેમને ધ્યાવે છે, પૂજે છે, વંદે છે, તે જ પરમાત્મા ૫૨માર્થે આત્મા છે. હું જ ત્રિલોક પૂજ્ય ૫રમાત્મા જિનેન્દ્ર છું એમ ભ્રાંતિ રહિતપણે જાણવું જોઈએ. અરે ભાઈ સા'બ ! હું કાંઈ ભગવાન હોઉં! પણ બાપુ! એવું જ વસ્તુસ્વરૂપ છે. આવો શુદ્ધ ભગવાન આત્મા ત્રણલોકમાં પૂજ્યપુરુષોને પણ પૂજ્ય છે. ગણધરો આદિ પૂજ્ય સંતો છે તેને પણ પૂજ્ય આત્મા છે. નમન કરવાલાયક જે મુનિઓ તેમને પણ નમન કરવાલાયક આત્મા છે.
ત્રણ લોકમાં જેની સાથે કોઈ જોડ–સરખામણી કરી શકાય નહિ એવું આદરવાલાયક અદ્વૈતતત્ત્વ પોતાનો ભગવાન જ પૂજ્ય છે, વંદનીય છે, માનવાલાયક છે, આદરવાલાયક છે. આવા આત્માના બહુમાન ને શ્રદ્ધા-જ્ઞાન વિના જેટલા વ્રત-નિયમતપસ્યા-પૂજા-ભક્તિ-દાન કરે, જાત્રાઓ કરે એ બધુંય ધર્મ માટે નથી, મોક્ષમાર્ગ માટે નથી. સમ્મેદશિખરની એકવાર યાત્રા કરે એટલે બસ! અહીં તો કહે છે કે લાખ વાર સમ્મેદશિખરની વંદના કરે તોપણ એકેય ભવ ઘટે નહિ અરે! સાક્ષાત્ ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માને કરોડવાર વંદન કરે તોપણ એકેય ભવ ઘટે નહિ! કેમ કે તે પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના લક્ષે તો રાગ જ ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ ?
જેને આત્મદૃષ્ટિ નથી ને જેણે શુભ વિકલ્પમાં લાભ માન્યો છે, જેને ક્રિયાઓમાં લાભ માન્યો છે, બીજાને ઉપદેશ દેવાથી લાભ માન્યો છે, અરે! ભગવાન અખંડાનંદનો નાથ પ્રભુ પોતે તેના આશ્રય વિના જે કોઈ પણ વિકલ્પ ઊઠે તે મોક્ષના માર્ગની કળામાં પ્રવેશ પામી શકતો નથી.
н
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦]
[ પ્રવચન નં. ૧૨] શિવ સુખ માટે નિજ પરમાત્માનો અનુભવ કર [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૯-૬-૬૬ ]
શ્રી યોગીન્દ્રદેવ દિગંબર સંત મુનિ થઈ ગયા. અનાદિ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર ભગવાને કહેલો માર્ગ શ્રી યોગીન્દ્રદેવ યોગસાર તરીકે અહીં વર્ણવે છે. તેમાં આપણે ૨૯ મી ગાથા છે :
वय-तव-संजम-मूल-गुण मूढहं मोङ्कख ण वुत्तु । जाव ण जाणइ इक्क पर सुद्धउ भाउ पवित्तु ।। २९।।
જ્યાં લગી એક ન જાણિયો, પરમ, પુનિત, શુદ્ધ ભાવ;
મુઢ તણા વ્રત-તપ સહુ શિવહેતુ ન કહાય. ૨૯.
જ્યાં સુધી આ શરીર-વાણીથી ભિન્ન, અશુદ્ધ વિકારી ભાવથી રહિત, પરમ શુદ્ધ પરમ નિર્મળ આત્મભાવનો અનુભવ ન કરે, શુદ્ધ ચિલ્વન પવિત્ર આનંદકંદ આત્માનો અંતર્મુખ થઈને આત્માનું જ્ઞાન-શ્રદ્ધા-આચરણ ન કરે ત્યાં સુધી મૂઢ જીવોએ કરેલાં વ્રત-તપ આદિ નિરર્થક છે, રાગની મંદતાનો શુભરાગ છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવે કહ્યો એવો તદ્દન શુદ્ધ પવિત્ર સચ્ચિદાનંદ જ્ઞાયક અનાકુળ શાંતરસથી ભરેલું આત્મતત્ત્વ છે, તેની શ્રદ્ધા-જ્ઞાન ને અનુભવ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી અજ્ઞાની મૂઢ જીવનાસ્વરૂપના અજાણ જીવના વ્રત-તપ આદિ નિરર્થક છે.
ભગવાન પરમેશ્વરે જે અવસ્થામાં પ્રગટ કર્યો છે એ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ આત્માનો, દેહમાં બિરાજમાન ચૈતન્યરત્ન આત્માનો જેને અનુભવ નથી એવા મૂઢ એટલે કે જ્ઞાતાદષ્ટા સ્વરૂપથી ભરેલ વસ્તુનું જેને ભાન નથી એવા મૂઢ જીવો ગમે તેટલા વ્રત તપ કરે, અનશન-ઉણોદરી કરે, વિનય કરે, યાત્રા કરે, ભક્તિ કરે, પૂજા કરે તોપણ એ બધાં એના ધર્મના ખાતે નથી. એ બધાં શુભભાવ બંધના ખાતે છે, સંસાર ખાતે છે.
નિજસ્વરૂપમાં આનંદ ને શુદ્ધતા ભરી પડી છે, તેને સ્પર્શ નહિ ને પોતાના નિજસ્વભાવના અજાણ મૂઢ જીવો દેવ-શાસ્ત્ર-ગુરુની વિનય-ભક્તિ પૂજા નામસ્મરણ કરે તે બધાં શુભરાગરૂપી પુણ્ય છે, ધર્મ નથી. એ દેવ-શાસ્ત્ર-ગુરુની વૈયાવૃત કરે, સેવા કરે પણ જેને આત્મસેવાની ખબર નથી કે હું એક જ્ઞાનાનંદ ચિદાનંદ શુદ્ધ ધ્રુવ અનાદિ અનંત પવિત્ર અનંત શાંતિની ખાણ-ખજાનો-આત્મા છું, એવા અતીન્દ્રિય આનંદનો જેને સ્પર્શ નથી, અનુભવ નથી એવા મૂઢ જીવોના દેવ-શાસ્ત્ર-ગુરુની સેવા આદિના ભાવો પણ એને સંવર અને નિર્જરામાં નથી, બંધમાં છે, એમાં બંધ થઈને ચાર ગતિમાં રખડે છે.
ભગવાન આત્મા સત્ સત્ સત્ શાશ્વત જ્ઞાન ને આનંદની ખાણ આત્મા છે. એના ભાન ને સ્પર્શ વિના જે કાંઈ શાસ્ત્રની સ્વાધ્યાયો કરે, ૧૧ અંગ ને ૯ પૂર્વ ભણે, એ બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૭૧ વિકલ્પો પુણ્ય-રાગ છે, એ ધર્મ નથી, સંવર-નિર્જરા નથી ભગવાન આત્મા ચૈતન્યરત્ન છે. પ્રભુ! એને ખબર નથી. આ દેહ, વાણી, મન એ તો ધૂળ, માટી, જડ છે અને હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગની વાસના એ પાપ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, વિનયના જે વિકલ્પો ઊઠે તે પુણ્ય છે તે કાંઈ આત્મા નથી. એવા પુણ્ય-પાપના રાગ રહિત ભગવાન આત્મા વસ્તુ શાશ્વત, નિત્ય ધ્રુવ, એને સ્પર્શ કર્યા વિના મૂઢ જીવ સ્વાધ્યાય કરે. વિનય કરે, એ બધા વૃથા છે. સ્વસમ્મુખના ભાન વિના પર સન્મુખ, થયેલા બધા વિકલ્પોની જાળ પુણ્ય કે પાપ એ બંધનું જ કારણ છે.
મિથ્યાદષ્ટિ અજ્ઞાની મૂઢ જીવના વ્રત-તપ બધું પુણ્યનો બંધ છે. આત્મા એક સમયમાં અખંડાનંદ પ્રભુ સની ખાણ છે, સત્ શાશ્વત અનાદિ-અનંત અણ કરાયેલો શાશ્વત પદાર્થ છે. એમાં અંદર શાશ્વત આનંદ ને શાશ્વત શાંતિ પડયા છે. એવા શાશ્વત ભગવાન આત્મા અને શાશ્વત શાંતિને આનંદનો જે ભાવ એના સ્પર્શના ભાન વિના જે શાસ્ત્રસ્વાધ્યાય આદિ કરે, પર્યટના કરે, તે બધા એકલાં પુણ્ય-બંધનના કારણ છે. ભગવાન આત્મા વસ્તુએ અબંધ સ્વરૂપે છે, એને આવા પરિણામથી બંધન થાય છે. ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ છે ને એના ગુણો જે છે એ પણ શાશ્વત ધ્રુવ છે. એના ગુણમાં તો જ્ઞાતા દેખા આનંદ ને વીતરાગથી ભરેલો ભગવાન છે. એના અંતર સ્પર્શથી એની સન્મુખની દષ્ટિ વિના મૂઢ જીવ સ્વભાવના અજાણથી જેટલી ક્રિયા વ્રત, તપ આદિ કરે એ મોક્ષનો ઉપાય નથી, એ આત્માના છૂટવાનો ઉપાય નથી, એ તો બંધનો ને રખડવાનો ઉપાય છે.
કેટલાક બેઠાં બેઠાં ભગવાન્ ભગવાન્ નમો અરિહંતાણમ્ વગેરે કરે છે એ તો એક રાગ છે, વિકલ્પ છે. ભાઈ ! શુભરાગ છે, પરલક્ષી વૃત્તિ છે. સ્વરૂપ અંદર શુદ્ધ છે એના ભાન વિનાના આવા ભાવ અને સંવર-નિર્જરાનું કારણ નથી, બંધનું કારણ છે. રાગની દિશા પર તરફની છે અને સ્વભાવની દિશા અંતર્મુખની સ્વ તરફની છે. પર તરફની દિશાના ભાવ એ સ્વ તરફની દિશામાં મદદ કરે એ ત્રણ કાળમાં બને નહીં.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ, શાશ્વત આનંદની મૂર્તિ, જેમાં અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યો છે, એવા આનંદને સ્પર્ધ્યા વિના, એવા આનંદને જાણીને પ્રતીત કર્યા વિના, જેટલા આવા વ્રત નિયમ આદિના થાય તે પર તરફના વલણની વૃત્તિઓ આત્માને અંતર્મુખ થવા માટે જરીયે મદદગાર નથી. ભગવાન આનંદનો નાથ પ્રભુ એને અડક્યા વિના સ્પર્યા વિના આવી રાગની ક્રિયાઓથી મોક્ષમાર્ગ નથી, સંસારમાર્ગ છે. દયા-દાન-વ્રત-ભક્તિ એ તો બધી બહિર્મુખ વલણવાળી લાગણીઓવાળી વૃત્તિ છે. અંતર્મુખ પરમાત્મા પોતે નિજાનંદથી ભરેલો છે એના સન્મુખથી વિમુખની વૃત્તિ છે. એ વિમુખની વૃત્તિઓના ભાવથી આત્માને પુષ્ય ને સંસાર જ છે, તે પુણ્ય બંધના કારણ છે. સાધુ થાય, ૨૮ મૂળગુણ પાળે, એકવાર ઊભા ઊભા આહાર લે, નગ્નપણું, સામાયિક, પટ આવશ્યકના વિકલ્પો એવા ૨૮ મૂળગુણ પાળે તોપણ એ સંસાર ને પુણ્યવર્ધક છે. ભગવાન તારી પાસે ક્યાં મૂડી ઓછી છે? જ્યારે આત્મા સર્વજ્ઞ પરમેશ્વર કેવળજ્ઞાનપણાને પામે, અનંત આનંદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨] આદિ દશાને અરિહંત-સિદ્ધપણાને પામે એ બધી નિર્મળદશાની ખાણ તો આત્મા છે, એ કાંઈ દશા બહારથી આવતી નથી. ભગવાન આત્મા એક સમયમાં સત્ સત્ સત્ ચિઃ આનંદ ચિત્ જ્ઞાન આદિ શક્તિઓનો રસકંદ એનો જ્યાં અંતર આદર નથી, સન્મુખ નથી, સાવધાની નથી, રુચિ નથી, તેને શેય કરીને તેનું જ્ઞાન નથી, તેમાં ઠરતો નથી, ત્યાં સુધી બધા બહારના વ્રત-તપ આદિ ચાર ગતિમાં રખડવાના કારણ છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી શોભિત તત્ત્વ છે. એની અંતરમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદના શાંતિનો સાગરો ઊછળે એને તપ કહે છે. જેમ મેરૂથી સોનું શોભે એમ ભગવાન આત્માની એકાગ્રતાથી એની દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે એનું નામ તપ કહે છે, જે જાતનો ભાવ આત્માનો છે તે જાતનો ભાવ તેની દશામાં પ્રગટ થાય તેને મોક્ષનો માર્ગ કહે છે. એ જાતના ભાવથી વિપરીત ભાવ એ બધા સંસાર ખાતે પુણ્ય ખાતે છે. પ્રભુ અનંત ગુણોનો આતમરામ છે, એની સન્મુખ થઈને એનું જ્ઞાન એની પ્રતીત ને આચરણ એ સંવર ને નિર્જરા છે. એનાથી જેટલા વિમુખભાવ-સમ્યગ્દષ્ટિના વિમુખ ભાવ એ પણ બંધનું કારણ છે.
બધું જાણ્યું પણ ભગવાન જાણ્યો નહીં, મહા પ્રભુ, ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં વસ્તુ તરીકે અરૂપી આનંદઘન ચૈતન્ય છે, એમાં શાંત વીતરાગતાના રત્નો અનંત ભર્યા છે એવા ચૈતન્યરત્નની અનુભવ દષ્ટિ વિના એટલે કે તેની કિંમત ને બહુમાન કર્યા વિના જેટલા વ્રત-તપ આદિ કરવામાં આવે એ સંસાર ખાતે છે. વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેને પર્યાયમાં અવસ્થામાં સ્વભાવના અંતર આશ્રય વડ પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ, ત્યારે ભગવાનની ઈચ્છા વિના વાણી નીકળી. એ વાણીમાં જે આવ્યું અને સંતો અહીં ફરમાવે છે. યોગીન્દ્રદેવ દિગમ્બર મુનિ જંગલવાસી-વનમાં રહેતા હતા. એમણે કહ્યું કે-ભાઈ ! તારી ચીજના અજાણ અને પરચીજના ભ્રમણવાળા ગમે તેવા પુણ્યના ભાવ હો એ તારા આત્માને બંધનને માટે કે રખડવા માટે છે, છૂટવા માટે નથી.
વ્રત-તપ-સંયમ-ઇન્દ્રિયદમન ને મૂળગુણ, એકવાર આહાર લેવો આદિ કરે પણ જે આત્માના શુદ્ધ ચિદાનંદના અજાણ છે એને મોક્ષ નથી કહ્યો, એને સંવર-નિર્જરા કહ્યા નથી. જ્યાં સુધી ભગવાન આત્મા પવિત્ર છે એનું સમ્યગ્દર્શન ને અનુભવ ના હોય ત્યાં સુધી આ બધા ફોગટ છે, એકડા વિનાના મિંડા છે, રણમાં પોક મૂકવા જેવા છે. ૨૯. હવે ૩૦ મી ગાથા કહે છે:- -
जइ णिम्मल अप्पा मुणइ वय-संजुम-संजुत्तु । तो लहु पावइ सिद्धि-सुह इउ जिणणाहहं उत्तु ।। ३०।।
જે શુદ્ધતમ અનુભવે, વ્રત-સંયમ સંયુક્ત, જિનવર ભાખે જીવ તે, શીધ્ર લહે શિવસુખ. ૩).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૭૩
જે કોઈ આત્મા નિર્મળ આનંદકંદ, શુદ્ધ જ્ઞાનથન પ્રભુને જાણે છે, નિર્મળ શુદ્ધ ચિહ્નન વસ્તુને અનુસરીને નિર્વિકલ્પ વડે આત્માને અનુભવે છે, નિર્વિકલ્પ એટલે રાગની મલિનતાની વિપરીત દશા વિના નિર્મળાનંદ પ્રભુને નિર્મળ અનુભવથી જે અનુભવે છે, એને વ્રત ને સંયમનો વ્યવહાર હો, પણ એ વસ્તુ સહિત છે તો એમાં વ્યવહાર નિમિત્ત તરીકે ત્યાં કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન ને અનુભવ વિનાના વ્રતાદિ હતા એ તો નિમિત્તપણે પણ કહેવામાં આવ્યા નથી. અહીં તો નિમિત્તપણું સિદ્ધ કરવું છે. વ્રત-સંયમ-ઇન્દ્રિયદમન સહિત નિર્મળ આત્માનો અનુભવ કરે તો અલ્પકાળમાં શીઘ્ર સિદ્ધ પરમાત્માનું સુખ પામે છે. પોતે આત્માના અંતર-અનુભવ વડે શુદ્ધ ચૈતન્યને અનુભવે એની સાથે એને વ્રત, નિયમના નિમિત્તરૂપે વિકલ્પો વ્યવહાર હોય છે તો એ બધું-વ્યવહા૨ ક્રમે ક્રમે છોડી એ પોતાના સિદ્ધ સુખને પ્રાપ્ત કરશે.
આ આત્મા કેવો છે એની એને ખબર નથી, જે કિંમત કરવા લાયક ચૈતન્યરત્ન તેની કાંઈ કિંમત નહીં ને આ દેહ, વાણીની ક્રિયા ને દયા-દાનના પરિણામ જે કાંઈ કિંમત કરવા લાયક નથી તેની એને કિંમત ને તેનો મહિમા; પણ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ ત્રિલોકનાથ અનંત આનંદને પ્રાપ્ત થયા એ બધી નિર્દોષ દશાઓ ૫રમાત્મસ્વરૂપે અંદર આત્મામાં પડી છે એવો નિર્મળ ભગવાન આત્મા છે એની એને કિંમત નથી. વર્તમાન શાશ્વત ધ્રુવ નિર્મળ ભાવ પડયો છે એની અંતરષ્ટિ ને આચરણ જેને છે એને ભલે વ્રત-સંયમ નિમિત્ત તરીકે હો, રાગની મંદતા તરીકે વ્યવહારઆચરણ હો પણ ખરું મોક્ષનું કારણ જે છે તેની સાથે આ હોય છે એટલે ધીમે ધીમે આને છોડી દઈને કેવળજ્ઞાનને સિદ્ધસુખને પામશે. નિમિત્તપણું હોય છે, સ્વરૂપના શુદ્ધ ઉપાદાનના શ્રદ્ધા જ્ઞાન ને આચરણની ભૂમિકામાં, પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ નથી તેથી થોડી અશુદ્ધતાનો તે ભૂમિકાને યોગ્ય વ્યવહાર-રાગની મંદતા હોય છે, એને નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. ચોથે ગુણસ્થાને પણ આત્માનુભવ હોય છે પણ જ્યાં વિશેષ સ્થિરતા છે ત્યાં વ્રત-નિયમના આવા પરિણામ હોય એને તો વિશેષ સ્થિરતા હોય છે એમ અહીં બતાવવું છે.
જ્યાં આ આત્મા અંદર પોતાના પંથે ચડયો છે પણ જ્યાં સુધી વ્રતના પરિણામ-વિકલ્પ, જોઈએ એવી ભૂમિકા યોગ્ય સ્થિરતા નથી થઈ ત્યાં સુધી એને ઉગ્ર આચરણ રૂપી સાધુપણું હોતું નથી અને જ્યાં ઉગ્ર આચરણ હોય છે ત્યાં આવા પંચમહાવ્રતના વિકલ્પો હોય છે–એમ વાત સિદ્ધ કરે છે. આવું જિનેન્દ્ર ભગવાનનું કથન છે. જિનેન્દ્રદેવ વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સો ઇન્દ્ર દ્વારા પૂજનિક, સમવસરણના નાયક, લાખો સંતોના સૂર્ય-ચંદ્ર, લાખો સાધુરૂપી તારા એમાં આ ચંદ્ર એના મુખેથી આ વાણી આવી છે. અહીં તો સ્વરૂપનું અજ્ઞાન અને રાગ-દ્વેષની અસ્થિરતા જે પડી છે એને સ્વભાવના ભાને ટાળી શકાય છે, એમ વાણીમાં આવ્યું છે.
વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ સમવસરણ સભામાં આમ કહેતા હતા ભગવાન આત્મા અનંત ચૈતન્ય આનંદના રસથી ભરેલો પ્રભુ છે, એની જેને અંત૨માં અનુભવની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[હું
ઉગ્રતાની ચારિત્રદશા-રમણતા હોય એની સાથે એ વખતે ઉગ્ર ચારિત્રમાં નિમિત્ત તરીકે વ્રત આદિના પરિણામ હોય તો એ ક્રમે રાગનો અભાવ કરી શુદ્ધતાને વધારી અને પૂર્ણ આનંદ-સિદ્ધિના સુખને મુક્તિના સુખને પામશે એમ જિનનાથે વર્ણન કર્યું છે. ૩૦. હવે ૩૧મી ગાથામાં કહે છે કે એકલો વ્યવહા૨ નકામો છે.
वढ तव संजमु सीलु जिय ए सव्वई अकयत्थु ।
जांव ण जाणइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ।। ३१ ।। જ્યાં લગી એક ન જાણિયો, ૫૨મ, પુનિત, શુદ્ધભાવ; વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ. ૩૧.
હે જીવ! જ્યાં સુધી એક ભગવાન આત્માનો વીતરાગભાવ શુદ્ધભાવ આનંદભાવ એવો એક આત્માનો અંતરભાવ, શુદ્ધ ધ્રુવસ્વભાવ, શાશ્વત આનંદ વીતરાગભાવ તેને ન જાણે, શુદ્ધ ઉપયોગ પ્રગટ ન કરે ત્યાં સુધી એના બધા વ્યવહાર વ્રતાદિ ફોગટ ફોગટ છે. વ્રત પાળે, વૈયાવૃત કરે, દેવ-ગુરુનો વિનય કરે, શાસ્ત્રસ્વાધ્યાય કરે, ઇન્દ્રિયનું દમન કરે એ બધું કષાયની મંદતાનો સ્વભાવ કૂણો કૂણો છે પણ એ બધું અકૃતાર્થ છે. એનાથી તારું કાંઈ સિદ્ધ થાય એમ નથી.
ભગવાન આત્મા વીતરાગભાવ, આનંદભાવ, શાંતભાવ, અકષાયભાવ, સદ્ભાવ, પ્રભુતાભાવ, પરમેશ્વભાવ, એવા અનંતા શુદ્ધ ભાવોનો ભરેલો ભગવાન, એવા શુદ્ધભાવને જ્યાં સુધી અંતર્મુખ થઈને ન જાણે ત્યાં સુધી અજ્ઞાનીના વ્યવહાર–ચારિત્ર વૃથા છે. એકડા વિનાના મીંડા છે, રણમાં પોક મૂકવા જેવા છે, પુણ્ય બાંધીને સંસાર વધારનારા છે.
ભગવાન આત્મા પોતાના શુદ્ધભાવના ભંડારનું જ્યાં સુધી તાળું ખોલે નહીં ત્યાં સુધી શુભભાવના એ શુભરાગની ક્રિયાને શુભ ઉપયોગ પણ કહેવાતો નથી. દષ્ટિ મિથ્યાત્વ છે તે ખરેખર અશુભ જ પરિણામ છે. આત્માનું સ્વરૂપ વીતરાગભાવ છે, તેનો અનુભવ શુદ્ધ ઉપયોગરૂપ ભાવ છે, આવો ભાવ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વ્રત-તપ-સંયમ-શીલ એ બધું અકૃતાર્થ છે, મોક્ષને માટે અકાર્ય છે. કરોડો જન્મ સુધી કોઈ વ્રત, નિયમ, તપસ્યા કરે પણ ભગવાન આત્માના અંતર અનુભવ ને સમ્યગ્દર્શન વિના એ ચાર ગતિમાં રખડવાના પંથે પડયો છે. શુભાશુભ પરિણામથી નિવૃત્તિ અને ભગવાન આત્માની દષ્ટિ સહિત શુદ્ધ ઉપયોગની ૨મણતા કરે એનું નામ ખરું ચારિત્ર અને એની સાથે અશુભની નિવૃત્તિ ને શુભભાવ હોય તે વ્યવહારચારિત્ર છે. વ્યવહારચારિત્ર બંધનું કારણ અને નિશ્ચયચારિત્ર સંવર ને નિર્જરાનું કારણ છે.
અનંત ભવ સુધી આત્માના અનુભવ વિનાની ક્રિયા અનંતવાર કરે તોપણ એને કાંઈ પણ લાભ થતો નથી. ૩૧.
આત્માનો જે દ્રવ્યસ્વભાવ છે એ દ્રવ્યસ્વભાવે પરિણમવું એ મોક્ષનું કારણ છે અને રાગાદિ તો પરદ્રવ્યસ્વભાવ છે. પંચમહાવ્રત દયા-દાન આદિના વિકલ્પો એ તો
પરદ્રવ્યસ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૭૫ છે. પરદ્રવ્યસ્વભાવ તો દુર્ગતિ છે, બંધન છે. સ્વદ્રવ્યસ્વભાવ એ સતિ છે. માર્ગ તો એક હોય ત્રણ કાળમાં, “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ,” કાંઈ બે માર્ગ હોય નહીં. સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગદેવે કહેલો જે નિશ્ચય સ્વ-આશ્રય માર્ગ તે એક જ મોક્ષનો માર્ગ છે. પરાશ્રય તે મોક્ષમાર્ગ હોય જ નહીં. પુણ્ય ને પાપ બન્ને સંસાર છે તેમ હવે ૩ર મી ગાથામાં કહે છે:
पुर्णिण पावइ सग्ग जिउ पावएं णरय-णिवासु । वे छडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।। ३२।। પુણે પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ;
બે તજી જાણે આત્માને, તે પામે શિવલાસ. ૩ર. દયા-દાન-વ્રત-ભક્તિનો શુભભાવ કરે તો પુણ્યથી સ્વર્ગ મળે અને પાપ કરે તો નરકમાં જાય. શુભભાવ કરે તો સ્વર્ગમાં જાય પણ અંતે તો બધી ધૂળ જ છે. આચાર્યદવ કહે છે કે પુણ્ય કરીશ તો આ સ્વર્ગ આદિ ધૂળ મળશે ને પાપ કરીશ તો નરકમાં જઈશ. હિંસા-જૂઠું-ચોરી-ભોગ-કામ-ક્રોધ-વાસના-મહા વિષયવાસના-વિકાર, પરસ્ત્રી લપટાણા, દારૂ માંસના ખાવાના ભાવ હશે તો નરકમાં જઈશ. પરંતુ બન્નેને છોડીને આત્માનું શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્ર કરીશ તો મોક્ષે જઈશ.
ભાઈ ! એકવાર હરખ તો લાવ કે અહો ! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિ ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. “અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો....હવે મારું શું થશે!” એમ ડર નહિ, મુંઝા નહિ, હતાશ થા નહિ...એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ...સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ.
- પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૧૩]
નિજ ૫૨માત્માનો અનુભવ તે એક જ મોક્ષનું કા૨ણ જાણ
[ શ્રી યોગસા૨ ઉ૫૨ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૦૬-૬૬ ]
પહેલાં ૩૧ મી ગાથામાં આવ્યું હતું કે વ્યવહારચારિત્ર નિરર્થક છે અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના એકલા વ્યવહારતપ કાંઈ કાર્યકારી નથી. ૩૦મી ગાથામાં નિશ્ચય ને વ્યવહાર સાથે કહ્યા હતા. એટલે કે જ્યાં નિર્મળ આત્માના શ્રદ્ધાજ્ઞાન ને શાંતિ હોય ત્યાં નિમિત્તરૂપે વ્રતાદિ હોય છે. છતાં તે વ્રતાદિ મોક્ષમાર્ગ નથી. તથા ૨૮મી ગાથામાં, આ ત્રિલોક પૂજ્ય જિનસ્વરૂપી આત્મા ત્રણ લોકમાં આદરણીય છે ને મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું.–આમ કહીને હવે તેનું ફળ બતાવે છેઃ
पुण्णि पावइ सग्ग जिउ पावएं णरय- णिवासु ।
बे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।। ३२ ।।
પુણ્યે પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ;
બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ. ૩૨.
જીવ પુણ્યથી એટલે કે દયા, દાન, શીલ, સંયમ ને વ્રતાદિથી-એ બધા વ્યવહાર ભાવથી સ્વર્ગ પામે છે, અને તેથી એને સંસારના કારણ કહ્યાં છે. ‘પાપે નરક નિવાસ ’–પાપથી નરકમાં નિવાસ થાય છે-આમ પુણ્ય ને પાપ-બેય દુઃખરૂપ એવા સંસારના કારણ છે. ‘બે તજી જાણે આત્માને ’–શુભાશુભ ભાવને તજીને એટલે કે તેની રુચિને છોડીને-તેનો આશ્રય છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થઈને તેનો આશ્રય લે તો શિવવાસ પામે. અર્થાત્ પુણ્ય-પાપને છોડીને આત્માનો અનુભવ કરે તો મુક્તિ થાય.
નિશ્ચય હોય ત્યાં વ્યવહાર સાથે હોય છે. પણ એકલો વ્યવહા૨ નિરર્થક-અકૃતાર્થ છે તેમ કહે છે. જુઓ! એકલા વ્યવહા૨૨ત્નત્રયને નિરર્થક કહ્યા છે, કેમ કે જ્યાં ઉપાદાન-આત્માના શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ હોય ત્યાં તેવા ભાવને નિમિત્ત કહેવાય છે. પણ જ્યાં ઉપાદાન ન હોય ત્યાં નિમિત્ત કેમ કહેવાય ? તો અહીં કહ્યું કે દયા, દાન, પૂજા, ભક્તિ ને વ્રતાદિના પરિણામથી જીવ સ્વર્ગમાં જાય છે ને હિંસા, જૂઠું, ચોરી આદિ પાપના પરિણામથી નરકમાં જાય છે. પરંતુ તે બેયને છોડે તો શિવમહેલમાં જાય. શિવમહેલ એટલે આત્માની મુક્તદશા-૫૨માનંદરૂપી દશા અને તે પુણ્ય-પાપ છોડીને આત્માનો અનુભવ કરે તો થાય. પણ પુણ્યની ક્રિયાથી કાંઈ મુક્તિ થતી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[૭૭ અહા! નિશ્ચય હોય ત્યાં સાથે વ્યવહાર હોય છે, અને તેથી સાથે બતાવે છે. પણ પહેલો વ્યવહાર હોય ને પછી નિશ્ચય થાય એમ નથી કહેતા, તથા નિશ્ચય સાથે રહેલો વ્યવહાર છે તો બંધનું કારણ, પણ તેને નિમિત્ત તરીકે ગણીને, તે બેથી મુક્તિ થાય છે તેમ કહેવાય છે.
હવે પુણ્યકર્મની વ્યાખ્યા કરે છે કે શાતાવેદનીય, શુભઆયુષ્ય, શુભનામ, શુભગોત્ર, એ પુણ્યકર્મમાં આવે છે. આહારદાન, ઔષધદાન, અભયદાન ને વિધાદાનએ ચાર પ્રકારનું દાન આપે તો શાતાદની આદિ બાંધે છે. શ્રાવક ને મુનિનું વ્યવહારચારિત્ર પણ પુણ્યબંધનું કારણ છે. ક્ષમાભાવ, સંતોષપૂર્વક આરંભ, અલ્પ મમત્વ, કોમળતા, કષ્ટ સહન કરવું, મન-વચન-કાયાનું કપટ રહિત વર્તન, પરગુણ પ્રશંસા, આત્મદોષ નિંદા ને નિરાભિમાનતા આદિ શુભભાવ સ્વર્ગનું કારણ છે.
હવે પાપકર્મની વ્યાખ્યા કરે છે કે અશાતાવેદની, અશુભ આયુષ્ય, અશુભનામ ને અશુભગોત્ર તે પાપકર્મ છે ને તે અશુભભાવથી બંધાય છે, જ્ઞાનના સાધનમાં વિગ્ન કરવાથી, પરને દુ:ખ દેવાથી, તીવ્ર કષાય કરવાથી, અન્યાયપૂર્વક આરંભ કરવાથી, કપટ સહિત વર્તન કરવાથી. મન-વચન-કાયાને વક્ર રાખવાથી, ઝઘડા કરવાથી, પરનિંદા કરવાથી, આત્મપ્રશંસા કરવાથી, અભિમાન કરવાથી ને હિંસા-અસત્ય વચન આદિ પાંચ પાપોમાં પ્રવર્તનથી અશાતાદની આદિ બંધાય છે.
જુઓ, વ્રત, સંયમ વગેરે પાળવાથી શુભરાગ થાય છે. તેનાથી પુણ્ય બંધાય છે પણ અબંધપણું થતું નથી-તેમ કહે છે ને મોક્ષનું કારણ તો એક શુદ્ધોપયોગ જ છે. પરંતુ બીજું કોઈ કારણ નથી એમ પણ કહ્યું. ૩૨.
वउ तउ संजमु सील जिया इउ सव्वई ववहारु । मोक्खहं कारणु एक्कु मुणि जो तइलोयहं सारु ।। ३३।।
વ્રત-તપ-સંયમશીલ છે, તે સઘળાં વ્યવહાર
શિવકારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩. આત્મા મોક્ષનું કારણ છે. અર્થાત્ આત્માને આશ્રયે જે વીતરાગતા પ્રગટ થાય તે એક જ મોક્ષનું કારણ છે. જ્યારે વ્યવહારચારિત્ર બંધનું કારણ છે.
પ્રશ્ન:- તો પછી કુંદકુંદાચાર્યે પંચ મહાવ્રત શું કરવા પાળ્યા હતા?
સમાધાન:- અરે ! ક્યાં પાળ્યા હતા? જે નિમિત્તરૂપે હતા તેને જ્ઞાનના શેય તરીકે જાણીને ય ગયા હતા.
પ્રશ્ન- આપ તો એકાંત કરો છો? વ્યવહારથી કાંઈ લાભ ન થાય તેમ માનો છો !
સમાધાન- પણ ભાઈ ! અહીં આચાર્ય શું કહે છે? કે વ્યવહાર છે, હોય છે, પણ મોક્ષનું કારણ તો નિશ્ચય-આત્માનો આશ્રય કરવો તે જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
અહા! ત્રણલોકમાં સાર વસ્તુ જો કોઈ હોય તો મોક્ષના કારણરૂપ એક નિશ્ચયચારિત્ર છે. સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન મોક્ષના કારણરૂપ તો છે જ. પણ અહીંયા ઉત્કૃષ્ટ વાત લેવી છે કે સમ્યગ્દર્શન-શાન સહિત સ્વરૂપનો આશ્રય કરીને સ્થિરતાવીતરાગતા-નિર્વિકલ્પતા-શાંતિની ઉગ્રતા પ્રગટ કરવી તે નિશ્ચયચારિત્ર છે કે જે ત્રણલોકમાં સાર છે.
અહીં કહે છે કે મોક્ષનું કારણ એક છે પણ બે નહિ. ૫. ટોડરમલજીએ પણ મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે મોક્ષનું કારણ એ નથી પણ કથન બે પ્રકારે છે ને જો બે મોક્ષમાર્ગ માને છે તો ભ્રમ છે. આત્માની પૂર્ણ પવિત્ર વીતરાગ દશા-કેવળજ્ઞાન, આત્માના આશ્રયે નિશ્ચયચારિત્રથી જ પ્રગટે છે. કેમકે વ્યવહારના વિનય, ભક્તિ આદિ ભાવ તો પરાશ્રિત છે. છતાં તે હોય છે. પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં સુધી તે હોય છે, તોપણ, તે વ્યવહાર સાર નથી સાર તો નિશ્ચયચારિત્ર છે.
આત્મા શ્રદ્ધા-જ્ઞાન-શાંતિથી જ્યારે પોતાનું સ્વરૂપ સાધે છે ત્યારે આવો વ્યવહાર સાથે હોય છે, વિનય, સ્વાધ્યાય આદિ ભાવ હોય છે. પણ તેનું ફળ પુણ્ય-સ્વર્ગનું બંધન છે. સમકિતીને પણ તેનું ફળ સ્વર્ગ છે.-અહા! આમ કહીને વ્યવહારનું જ્ઞાન કરાવ્યું-વ્યવહાર છે તેમ જણાવ્યું. પણ પછી ઉડાડી દીધો. કેમકે તેની કિંમત છે નહિ.
અહા! આ તો યોગસાર છે, એટલે કે સ્વરૂપની એકાગ્રતાના જોડાણનો સારમોક્ષમાર્ગનો સાર છે. શુદ્ધ પરમાનંદની મૂર્તિ ભગવાન આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે એક જ સાર છે, ને તે એક જ મોક્ષનો મારગ છે.
જેવું કાર્ય-સાધ્ય હોય છે તેવું જ તેનું કારણ-સાધન હોય છે-એવો નિયમ છે. તો, કાર્ય નિર્મળ છે તો તેનું સાધન પણ નિર્મળ હોય છે. હવે વ્રતાદિ તો મલિન છે. માટે સાધન મલિન છે ને સાધ્ય નિર્મળ થાય એમ બને નહિ. તે યથાર્થ ઉપાય નથી. પણ પરમ મોક્ષદશાનું કારણ પણ પવિત્રતાના પરિણામ એવા નિશ્ચય સ્વસવેદન નિશ્ચય રત્નત્રય છે ને તે એક જ ઉપાય છે. પણ બીજો કોઈ ઉપાય નથી.
વ્યવહારનું પાળવું તે રાગ છે, ને રાગને કરીને કોઈ માને કે હું શ્રાવક છું ને મુનિ છું તો મૂઢ છે. શું તે શ્રાવકપણું ને મુનિપણું છે? તે તો બંધનું કારણ છે. વ્યવહારની ક્રિયામાં શ્રાવકપણું કે મુનિપણું ક્યાંથી આવ્યું? મુનિપણું ને શ્રાવકપણું તો શુદ્ધાત્માનો અનુભવ કરવો તે છે ને તે જૈનધર્મ છે. આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાનઆચરણ સ્વરૂપ અનુભવ, તે એક જ મોક્ષનો મારગ છે ને તે ચોથે ગુણસ્થાનથી શરૂ થાય છે.
અહા! નિશ્ચય છે તો વ્યવહાર છે કે વ્યવહાર છે તો નિશ્ચય છે તેમ નથી. પણ બન્ને સ્વતંત્ર છે. સ્વાશ્રયપણું ભિન્ન છે ને પરાશ્રયપણું પણ ભિન્ન છે. અને ખરેખર તો, શુદ્ધ ચૈતન્યમય આત્માનું જ્ઞાન થતાં સમ્યગ્દષ્ટિ વ્યવહારથી મુક્ત જ છે. જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર છે ખરો. પણ તે જ્ઞાનીમાં નથી. તેનાથી તે મુક્ત છે. શ્રી સમયસાર' માં કહ્યું છે ને કે આ શરીર મૃતક કલેવર છે. તેમ સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૭૯ વિનાના-આત્માના ભાન વિનાના જીવનું જીવન જ નથી પણ તે મડદું છે અર્થાત શુદ્ધાત્માની પ્રતીતિ, અનુભવ વિના બધી શુભાચરણની ક્રિયા મડદું છે-તેમાં જીવન નથી. પરમાત્મપ્રકાશમાં પણ આવે છે કે જેમ જીવ વિનાનું શરીર અપૂજ્ય છે-મડદું છે. તેમ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન વિના બધા વ્યવહાર વ્રતાદિ મડદાં છે, અપૂજ્ય છે. સમ્યગ્દર્શન વિના બધા પ્રાણી ચાલતા મડદાં છે, ને આત્માના જે ચૈતન્યપ્રાણ, આનંદપ્રાણ, ભાવપ્રાણ છે તેની પ્રતીત, તેનું જ્ઞાન ને તેમાં રમણતા કરે તો જીવતો થાય છે. વીતરાગ પરમેશ્વરના માર્ગમાં, વીતરાગસ્વરૂપ આત્માની વીતરાગી દષ્ટિ ને જ્ઞાનને જીવનું જીવન કહેવામાં આવે છે. તો એવા જીવના જીવન વિના લક્ષ્મી વગેરેથી જે પોતાને મોટો માને છે તે મરી ગયેલું મડદું છે. તથા વ્યવહારના ભાવવાળા હોવા છતાં જે શુદ્ધભાવથી રહિત છે તે પણ મડદું છે.
ભાઈ ! આમાં તો એમ સિદ્ધ કર્યું છે કે શુદ્ધ સ્વભાવી આત્માની અંતર નિશ્ચય શ્રદ્ધા ને જ્ઞાન તે એક જ ધર્મ છે. અને તે એક જ મોક્ષનું કારણ છે. જો તે ન હોય તો એકલા વ્રતાદિના ભાવ અમાન્ય-અપૂજ્ય છે. અહા! આ કાંઈ કોઈના ઘરની વાત નથી. પણ સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવ કે જેમને એક સંકડના અસંખ્યમાં ભાગમાં ત્રણકાળત્રણલોક જાણ્યા છે તેમની દિવ્યવાણીમાં આ આવ્યું છે. અનંતા તીર્થકરોની વાણીમાં આ આવ્યું છે કે અખંડાનંદ પ્રભુ આત્માની દૃષ્ટિ જ્ઞાન ને રમણતા તે ત્રિલોકમાં સાર છે. ને તે વિનાના બધા વ્રતાદિ–તપાદિ અપૂજ્ય-અમાન્ય છે. એટલે કે કાઢી નાખવા લાયક છે. પણ જીવમાં ભેળવવા લાયક નથી. રાગરૂપી મડદું ચૈતન્યમાં ભળી શકે જ નહિ.
अप्पा अप्पई जो मुणइ जो परमाउ चएइ । सो पावइ सिवपुरि-गमणु जिणवरु एम भणेइ ।।३४।। આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ,
જિનવર ભાખે જીવ તે. અવિચળ શિવપુર જાય. ૩૪. પુણ્ય-પાપના વિકલ્પ વિનાના આનંદમૂર્તિ ચૈતન્ય ભગવાન આત્માને આત્માથી જાણો ને રાગાદિને લક્ષમાંથી છોડી દો. આમ જિનવર પરમેશ્વર ત્રિલોકનાથ કહે છે. નિર્મળ ને પરમાનંદસ્વરૂપી આત્માનો આશ્રય લઈને વ્યવહારના જે વિકલ્પો છે તેને છોડ. કેમકે આત્માને સાધવામાં તે બિલકુલ સહાયક નથી. માટે શુભભાવનો આશ્રય છોડે ને આત્માનો અનુભવ કરે તો ધર્મ થાય. અહા! રાગના લોભિયાને વીતરાગી વાતુ આકરી પડે એવી છે. વીતરાગ પરમાત્માની તો વીતરાગી વાત છે કે પુણ્ય-પાપ બેય તડકા છે. જ્યારે ભગવાન આત્મા શાંત-શીતળરસથી ભરેલો છે.
અહા! અનંતકાળના જન્મ-મરણ મટાડવાનો ઉપાય કોઈ અપૂર્વ જ હોય ને! અનાદિકાળના સંસારમાં અનંતા...અનંતા...અનંત ને અનંતથી ગુણીએ તોપણ અંત ન આવે એટલા ભવો કર્યા છે. ભાઈ ! રખડી રખડીને દુઃખી થઈ ગયો છો. અને તે પણ એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[હું આત્માના ભાન વિના-સમ્યગ્દર્શન વિના. માટે આચાર્યદવ ફરમાવે છે કે વ્યવહારને છોડીને આત્માનો અનુભવ કર તો મોક્ષનગરમાં પહોંચીશ. અહા ભાઈ ! તું ધીરો થા. ધીરો થા. તારા સ્વભાવમાં અનંત અનંત આનંદના સાગર ડોલે છે. તેની શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા કરતા અલ્પકાળમાં તારી મુક્તિ થશે. આ સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. પુણ્યભાવ પણ તને મદદ કરે તેમ નથી. તે તો તેને અટકાવનારા છે. માટે તેને છોડ.
આત્મભાવથી આત્માને જાણે” અર્થાત્ ભગવાન આત્મા પોતાને રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાનથી જાણે. ને “તજી પરભાવ” એટલે કે દયા, દાન, વ્રતાદિના પરિણામ કે જે બંધના કારણ છે તેને છોડે તો તે “અવિચળ શિવપુર જાય.'- શિવપુરને પામે છે. નહીંતર ચાર ગતિમાં રખડશે.-આમ જિનવર કહે છે.
છઢાળામાં આવે છે ને કે “લાખ વાતની વાત, નિશ્ચય ઉર આણો.' અહા ! ચૈતન્યરત્નાકરમાં આનંદ, શાંતિ આદિ અનંત અનંત રત્નો ભર્યા છે. આવા આત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા કર તો તે દ્વારા તને અલ્પકાળમાં મુક્તિ થશે.
જેમ કૂતરાને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે, તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો અનંતકાળથી ચડી ગઈ છે તો એકવાર આત્માની ધૂન તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર ! વારંવાર અંતર્મુખનો પ્રયત્ન કરે તો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે.
- પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૧
પરમાત્મા]
[ પ્રવચન નં. ૧૪] ભવપાર થવાનું કારણ:
એક માત્ર નિજ પરમાત્માનો અનુભવ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૧-૬-૬૬ ]
આ યોગસાર છે. યોગસાર એટલે આત્માના મોક્ષનો ઉપાય. તેમાં સાર શું તે બતાવે છે.
छह दव्वई जे जिण-कहिया णव पयत्थ जे तत्त । विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ।। ३५।। પટ દ્રવ્યો જિન-ઉક્ત જે, પદાર્થ નવ જે તત્ત્વ,
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન. ૩૫. | જિનેન્દ્ર પરમેશ્વરે છ દ્રવ્ય, નવ પદાર્થ ને સાત તત્ત્વ કહ્યાં છે; સર્વજ્ઞ પરમેશ્વર કે જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન પ્રકાશમાન થયું છે એવા ભગવાને તેને વ્યવહાર કહ્યાં છે. પણ વ્યવહાર કહ્યાં એટલે ?-કે આત્માથી ભિન્ન અને ભેદરૂપ તત્ત્વ છે તેથી તેને વ્યવહારે નવતત્ત્વ આદિ કહેવામાં આવ્યા છે. આત્મા નિશ્ચયથી તો અખંડ અભેદ આનંદની મૂર્તિ છે. તેનો આશ્રય કરવો ને તેની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. પણ નિશ્ચયમાં જેનો નિષેધ થાય છે તે ચીજ શું છે? નિશ્ચયથી તો આત્મા અનંત ગુણનો પિંડ શુદ્ધ એકરૂપ વસ્તુ છે. તે નિશ્ચય કે જેના આશ્રયથી આત્માનો સાક્ષાત્કાર થાય. પણ જ્યારે નિશ્ચય આમ છે ત્યારે બીજો વ્યવહાર છે કે નહીં? સાત તત્ત્વ નવ પદાર્થો અને છ દ્રવ્યો છે, છ પ્રકારના દ્રવ્યો છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ તથા અનંતા પુદગલ પરમાણુ અને અનંતા જીવ તે બધા એક સ્વરૂપના નિશ્ચયની અપેક્ષાએ ભેદરૂપ અથવા અનેકરૂપ થયા માટે તેને વીતરાગે વ્યવહાર કહ્યો છે.
ભગવાને છ દ્રવ્ય, નવ તત્ત્વ, સાત પદાર્થ આદિ વ્યવહાર કહ્યાં છે. વ્યવહાર કહ્યાંનો અર્થ? એકરૂપમાંથી ભેદરૂપ અને એકરૂપમાંથી અન્યરૂપ જે છે તેને ભગવાને વ્યવહાર કહ્યો છે, તે વ્યવહાર ન જાણે તેને નિશ્ચય હોય નહીં. નિશ્ચય અભેદરૂપ છે ત્યારે ભેદરૂપ શું છે? ચૈતન્યથી અન્યરૂપ શું છે? આત્મા શુદ્ધ અભેદ છે ત્યારે તેમાં પુણ્ય-પાપનો આગ્નવભાવ, બંધભાવ એ આત્માથી વિપરીતરૂપ ભાવ અન્ય છે. તેનું પણ જ્ઞાન કરવું જોઈએ ને આત્માના અભેદ સ્વરૂપની દષ્ટિ કરતાં ભેદ વીતરાગે કહ્યાં છે. તેને જાણવા જોઈએ. અહીં જાણવાની વાત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત અનંત ગુણોનું એકરૂપ એવો જે આત્મા તે નિશ્ચય છે. ત્યારે વ્યવહાર કહ્યો તે કેવો છે? છ દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્ત્વ જિને કહ્યાં તે બરાબર જાણવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
જોઈએ. તેને જાણવા તે વ્યવહાર છે. સ્વને જાણવું તે નિશ્ચય છે. તો વ્યવહાર છે કે નહીં? અને તેનું જ્ઞાન હોવું જોઈએ કે નહીં? પ્રયત્નપૂર્વક હોવું જોઈએ કે નહીં? તેમ પ્રશ્ન છે.
સમાધાનઃ- પ્રયત્નપૂર્વક જાણવું યોગ્ય છે. છ દ્રવ્યમાં ધર્માતિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ ચાર અરૂપી છે, પુદ્ગલરૂપી છે ને જીવ અરૂપી છે. તે બધાને જેમ છે તેમ એટલે કે તેના દ્રવ્ય, તેની શક્તિ, તેની અવસ્થાઓ જેમ છે તેમ વ્યવહાર જાણવી જોઈએ. જ્યારે છ દ્રવ્ય કહ્યાં ત્યારે એનો અર્થ એમ થયો કે છએ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, તો છ દ્રવ્યની પર્યાય પણ સ્વતંત્ર પોતાથી થાય છે. તેમ જે જાણવું તેનું નામ વ્યવહાર જ્ઞાન છે, વ્યવહાર છે.
અહીંયા વાત એમ કહેવી છે કે જગતમાં છ દ્રવ્યો છે, એટલું જો વ્યવહારે ન જાણે તો તેનો આત્મા નિશ્ચય અભેદ એકાકાર છે તેમાં શી રીતે આવશે ? અહીં પર્યાય છે તે ભેદ છે ને દ્રવ્યો અન્ય છે પણ એટલો જ વ્યવહાર છે તેને જો ન જાણે તો તેનો નિષેધ કરીને અભેદમાં શી રીતે આવશે? નવના ભેદરૂપ કથન છે તે વ્યવહાર છે. નવ છે માટે નિશ્ચય છે તેમ નહીં. નવમાં જીવ કેવો છે? અજીવ કેવો છે? દયા-દાનવ્રતાદિના પરિણામ પુણ્ય છે, હિંસાદિના પરિણામ પાપ છે તે બન્ને આસ્રવ છે. વસ્તુ તેમાં અટકે માટે ભાવબંધ કહે છે, આત્મા આસ્રવ ને બંધમાંથી નીકળી સ્વભાવ તરફ જતાં જે શુદ્ધ સંવર, નિર્જરા-શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ ને શુદ્ધિની પૂર્ણતા તે બધી પર્યાયો નવતત્ત્વમાં વ્યવહાર તરીકે આવે છે. નવ છે તે નિશ્ચય નથી એટલે કે નથી તેમ નહીં, પણ તે ભેદરૂપ છે, અન્યરૂપ છે. માટે તેને ભગવાને વ્યવહાર કહ્યો છે. બધી દશાઓ વ્યવહારમાં જાય છે. ૧૪ ગુણસ્થાન પણ વ્યવહારમાં જાય છે. એક સમયની પર્યાય પર્યાય છે કે નહીં? અભેદ નિશ્ચયમાં પર્યાય પણ ન આવી. ત્યાં તો નિશ્ચયસ્વરૂપે ભગવાન આત્મા એકરૂપ છે તે આવ્યો. વ્યવહાર તરીકે તેની અવસ્થાઓના પ્રકાર-નિર્મળ-મલિન અવસ્થાના પ્રકાર અને અન્ય દ્રવ્યના પ્રકાર તે બધાને પ્રયત્નથી બરાબર જાણવા જોઈએ. આદરવાની વાતનો અહીં પ્રશ્ન નથી. જ્ઞાન કરવા લાયક છે એટલી વાત છે. વ્યવહારનયના વિષયનું જ્ઞાન કરવા લાયક છે કે નહીં? જાણવું તો જોઈએ ને કે આ ભગવાન આત્મા એકરૂપ અભેદ છે તો તેમાં સંવર, નિર્જરા ને મોક્ષની દશા-નિર્મળ દશા અને આસ્રવ, બંધ ને પુણ્ય-પાપ ભેદ છે તે મલિન છે, તેને જાણવા જોઈએ. તેવી રીતે બીજા અનંત આત્માઓ, કર્મ આદિ પર છે ને? તો પરનું જ્ઞાન કરવું જોઈશે.
પ્રયોજન સિદ્ધ કરવા માટે આત્મા અભેદ છે તે નિશ્ચય છે, અને બધા ભેદો તેને વીતરાગે વ્યવહાર કહ્યો છે માટે તેને જાણવો જોઈએ. છ દ્રવ્યો, નવ પદાર્થો વ્યવહાર છે કેમકે તેમાં નિશ્ચય તો એકરૂપ આત્મા કાઢવો તે છે. જીવ, અજીવ, પુણ્ય-પાપ આદિ નવ પદાર્થો ભગવાને કહ્યા તે વ્યવહાર છે. તેમાંથી એકરૂપ આત્માનો આશ્રય કરવો તે નિશ્ચય છે.
યોગસાર છે ને ! આત્મા સ્વભાવે એકરૂપ, અખંડ, અભેદ છે, તેનો આશ્રય કરવો તે નિશ્ચય વસ્તુ છે. પ્રયોજન સિદ્ધ થવામાં પણ તે સિદ્ધ થયું ત્યારે નિષેધ કરવા લાયક કોઈ બીજી ચીજનું જ્ઞાન કર્યું છે કે નહીં? સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્યનું જ્ઞાન તેને ભગવાને વ્યવહાર કહ્યો છે. વીતરાગ પરમેશ્વરે કહેલાં છ દ્રવ્ય આદિ અન્યમાં ક્યાંય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૮૩ હોતા નથી. તે છ દ્રવ્ય અને છ દ્રવ્યને જાણનારી જ્ઞાનની એક સમયની પર્યાય એવું અન્ય દર્શનમાં ક્યાંય હોતું નથી અને છતાં એક સમયમાં છ દ્રવ્ય જણાય તે છ દ્રવ્યનો નિષેધ ને એક સમયની પર્યાય જાણે તેનો નિષેધ! આહાહા ! એક સમયમાં અભેદ પર્ણાનંદનો આશ્રય તે નિશ્ચય છે તે વ્યવહારનું જ્ઞાન કરવા લાયક છે. નવ તત્ત્વ આદિન જ્ઞાન કરવા લાયક છે પણ આશ્રય કરવા લાયક નથી, પણ એને જાણવા લાયક છે.
ત્રણ લોકના નાથ ભગવાન જગતમાં છે, દેવ-શાસ્ત્ર-ગુરુ જગતમાં છે, તેનું જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન છે, નિશ્ચયમાં તો સ્વચૈતન્યમૂર્તિ ભગવાન અખંડાનંદ પ્રભુ પૂરણ શુદ્ધ છે, તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. બહુ ન્યાયથી વાત મૂકેલ છે. હવે કહે છે કે--
सव्व अचेयण जाणि जिय एक्क सचेयणु सारु । जो जाणेविणु परम-मुणि लहु पावइ भवपारु ।। ३६ ।।
શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર,
જાણી જેને મુનિવરો, શીધ્ર લહે ભવપાર. ૩૬. ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ કહે છે કે હે જીવ! પુદ્ગલાદિક પાંચે દ્રવ્યપરમાણુ, ધર્મ-અધર્મ-આકાશ ને કાળ તે બધા અચેતન છે. શરીર, વાણી, કર્મ બધું જડ અચેતન છે, તેમાં ચેતનભાવ નથી. ચેતનભાવ સર્વજ્ઞપ્રભુ આત્મામાં છે. એક ભગવાન આત્મા સચેતન છે. સર્વજ્ઞસ્વભાવી આત્મામાં ચેતનભાવ છે. પહેલાં વ્યવહારનું જ્ઞાન કરાવ્યું પણ હવે જેમાં ચેતનપણું ભર્યું છે, એટલે કે જેમાં જ્ઞસ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ ભર્યો છે, તે એક જ આ આત્મા છે તેમ કહે છે. બધાં છે તેને જાણનાર જ્ઞાનની પર્યાય છે. પણ આખો આત્મા કે જેમાં સર્વજ્ઞપદ પડયું છે તેને જાણવાની તાકાત જ્ઞાનમાં છે, જાણનારી જ્ઞાનની દશા છે. પણ એવી અનંતી જ્ઞાનદશાઓનો ચેતનપિંડ એકલો આત્મા છે. તે સચેતન સર્વજ્ઞ આત્મા છે તેને તું આત્મા જાણ. બીજા સર્વે જે છે તે અચેતન અને સચેતન છે. બીજા આત્માઓ ભલે સચેતન હો પણ તારા માટે સચેતન નથી. તારા સિવાયના બધા ચેતન આ આત્મામાં ક્યાંય નથી. બીજા પાંચ દ્રવ્યમાં જ્ઞાન નથી અને બધાને જેને જ્ઞાન છે. તેવો આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. તે એક પરમ પદાર્થ ભગવાન આત્મા સાર છે, સ્વરૂપની એકતા કરવી તે યોગસાર છે. ભગવાન આત્માનો ચેતન સ્વભાવ તે તેનો સાર છે. આ તો મુનિઓની મસ્તીની વાત છે. જાણનાર, જાણનાર, જાણનાર તે એક સાર છે. તેને જાણ તો તારું કલ્યાણ થશે, તે સિવાય તારું કલ્યાણ નહીં થાય. જાણ એટલે અનુભવ કરતેને જાણીને અલ્પકાળમાં મુનિઓ, સંતો, ભવનો પાર પામી જાય છે. સંસારનો અંત લાવવાનો ઉપાય ભગવાન આત્માનો અંતર્મુખ અનુભવ કરવો તે જ છે. તેથી અમે પણ આવ્યું કે વચ્ચે દયા-દાન આદિ વિકલ્પો આવે તે મુક્તિનો ઉપાય નથી.
પ્રશ્ન:- નજરે દેખાય તો સારું મનાય ને? સમાધાન –શી રીતે દેખવું? આંખ ઉઘડે તો દેખાય ને? જેમ ઓરડામાં એક જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪] બારણું હોય, તેમાં ભાઈ સાહેબે ત્રણ ગોદડાં ઓઢયા હોય અને આંખે ચિપડા વળ્યા હોય, તેને કહે કે જો આ સોનાના નળીયા થયા-સૂર્ય દેખાય. પણ શી રીતે દેખાય? આંખ ઉઘાડીને બધું દૂર કરે ત્યારે દેખાય ને?
એક સાકરની સાથે નવ મીઠાઈ મેળવે તોપણ સાકરને જોવાવાળો, સાકર, સાકર, સાકર, જોવે છે, બીજા લોટ આદિને નહીં. તેમ આખી દુનિયામાં જ્યાં જોવે ત્યાં ચેતન ચેતન, જાણનાર, જાણનાર તે હું, બીજી વસ્તુ જણાય જાય જ્ઞાન તે હું નહીં. હું તો જાણનાર છું. જડનું જ્ઞાન, સંવરાદિનું જ્ઞાન, બીજા જીવનું જ્ઞાન, પણ જ્ઞાન તે હું છું. સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્માની જ્યાં સુધી દષ્ટિ ન કરે ત્યાં સુધી તેને કિચિંતું પણ ધર્મ થતો નથી.
जइ णिम्मलु अप्पा मुणहि छंडिवि सहु व्यवहारु । जिण-सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।। ३७।। જો શુદ્ધતમ અનુભવો, તજી સકલ વ્યવહાર
જિનપ્રભુજી એમ જ ભણે, શીધ્ર થશો ભવપાર. ૩૭. જિનેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણીમાં હુકમ આવ્યો છે કે અમે વ્યવહારનું જે જ્ઞાન કરવાનું કહ્યું-તે વ્યવહારને જેમ છે તેમ જાણ પણ તેની દષ્ટિ છોડ ને એક નિર્મળ આત્માનો અનુભવ કર. વ્યવહાર છોડવાની ભગવાનની આજ્ઞા છે. આવો સિંહનાદ ભગવાનનો છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ તેની એકાગ્રતાનો આત્મઅનુભવ કરીશ અને વ્યવહાર છોડીશ ત્યારે તારી મુક્તિ થશે.
પરપદાર્થ ને પરમાણુમાત્ર પણ હિતકારી નથી અને વ્યવહાર ધર્મ ને તેનો જેટલો વિષય તે બધો ત્યાગવા યોગ્ય છે. સર્વ વ્યવહાર એટલે કે પરવસ્તુને છોડ, રાગ છોડ, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો વિકલ્પ છોડ, ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ છોડ. અરે! હું ભગવાન સિદ્ધ સમાન છું એ પણ એક વિકલ્પ છે. જેટલા વ્યવહારના ભેદ તે બધા છોડવા જેવા છે, તેનો કોઈ પણ અંશ આશ્રય કરવા લાયક નથી. ભલે તે નિમિત્ત હોય, દયા-દાનના વિકલ્પ હોય કે એક સમયની પર્યાયનો ભેદ હોય પણ તે આશ્રય કરવા લાયક નથી. આ આજ્ઞાથી વિરુદ્ધ માને તેને ભગવાનની આજ્ઞાની અને ઉપદેશની શ્રદ્ધા નથી. જ્યાં સુધી વ્યવહારનો વિકલ્પ રહેશે ત્યાં સુધી અંતર અનુભવ નહીં થઈ શકે. આત્માનો અનુભવ એ એક જ મોક્ષનો મારગ છે. ધર્મજીવને તો પોતાનો દેવ આત્મા, ગુરુ પોતાનો આત્મા અને શાસ્ત્ર પણ પોતાનો આ આત્મા ને ઘર પણ આત્મા-ભગવાન સચ્ચિદાનંદપ્રભુ સિદ્ધ સમાન સદા પદ મેરો. એવો આત્મા તે તેનું ઘર છે. ધર્મીનું ઉપવન આત્મા છે, આહાહા ! ત્યાં તે ફરે છે. આસન પણ જ્ઞાનાનંદ ભગવાન છે અને તે જ શીલા, પર્વતની ગુફાને સિંહાસન છે. આત્માની એકાગ્રતારૂપ નૌકા તે જ ધર્મીને સંસારથી પાર કરાવવાવાળી છે. વ્યવહારના અહંકાર મુનિપણાદિનો અહંકાર તે બધો મિથ્યાત્વ છે. વ્યવહારમાં સાવધાનવાળો મોક્ષમાર્ગી નથી. નિશ્ચયમાં સાવધાનવાળો મોક્ષમાર્ગી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
હે યોગી! તીર્થકરોએ જીવ-અજીવનો ભેદ જાણ, તેમ કહ્યું. જીવ એટલે જ્ઞાયક સ્વભાવી અભેદ તે જીવ, બાકી બધું અજીવ. આ જીવ તે બીજા જીવ નહીં, આ જીવ તે બીજા જડ નહીં, રાગ જીવ નહીં, એક સમયનો ભેદભાવ પણ ખરેખર જીવ નહીં, તે જીવનું આખું સ્વરૂપ નહીં તે અપેક્ષાએ બધાં અજીવ! વ્યવહાર પણ અજીવ. આહાહા ! એક સમયની પર્યાય પણ આખો જીવ નહીં. વ્યવહારે જીવ તે પણ નિશ્ચયથી અણાત્મા છે. એવા જીવ અજીવનું ભેદજ્ઞાન તેને મોક્ષનું કારણ જાણવું, તેમ ભગવાન કહે છે. બંધમાં સંબંધ અજીવનો છે ને મોક્ષનો સંબંધ સ્વભાવ છે, તે બેને જાણવું જોઈએ. જ્ઞાન બરાબર કરવું જોઈએ. એટલે જેને સંસાર, રાગ, બંધ તે પર છે, અને આત્મા જ્ઞાયક સ્વ છે તેવું જ્યાં ભેદજ્ઞાન થાય તેને જ મુક્તિનું કારણ થાય છે, બીજાને મુક્તિનું કારણ થતું નથી.
SUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU શાસ્ત્રમાં શુભરાગને અશુચિ કહ્યો છે. આહાહા ! શરીરની અશુચિ તો ક્યાંય રહી ગઈ ! અહીં તો શુભરાગનો વ્યવહાર તેને પણ અશુચિ કહે છે. અરે પ્રભુ! તારું કદી મરણ જ થતું નથી ને કેમ ડરે છે? અતીન્દ્રિય આનંદમાં જા! પ્રભુ! તારે શરીર જ નથી ને રોગથી કેમ ડરે છે? જન્મ જરા ને રોગ રહિત ભગવાન આત્મા છે ત્યા જા !–એમ જિનવર, જિનવાણી અને ગુરુ કહે છે. તું જન્મ, જરા, મરણ, રહિત પ્રભુ છો ત્યાં દષ્ટિ દે! તારે જન્મ. જરા, મરણ રહિત થવું હોય તો જન્મ, જરા, મરણ રહિત ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા ! ત્યાં દષ્ટિ દઈને ઠર!
-પૂજ્ય ગુરુદેવ
סססססססססססססססססססססססססססססם
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ પ્રવચન નં. ૧૫] હે જીવ!
કેવળજ્ઞાનસ્વભાવી નિજ પરમાત્માને જાણ [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૨-૬-૬૬ ]
जीवाजीवह भेउ जो जाणइ तिं जाणियउ । मोक्खहं कारण एउ भणइ जोइ जाइहिं भणिउं ।।३८।।
જીવ-અજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન;
કહે યોગીજન યોગી હે! મોક્ષ હેતુ એ જાણ. ૩૮. હે ધર્મી! હે યોગી! જડ અને ચૈતન્ય બને તદ્દન જુદા છે-એમ જો ભેદજ્ઞાન કરીશ અથવા પોતાને શુદ્ધ જ્ઞાન ને આનંદમય સ્વરૂપે જોઈશ અને રાગ દ્વેષ-કર્મ આદિને અજીવ સ્વરૂપે જોઈશ તો મોક્ષનું કારણ પ્રગટ થશે. આહા જીવ અજીવનો ભેદ જાણ એટલે કે જીવ તે શુદ્ધ જ્ઞાન આનંદાદિ સ્વરૂપે છે અને રાગ, કર્મ શરીર આદિ બધા અજીવ છે–એમ જાણવું. જીવ અને અજીવનો અનાદિ સંબંધ છે, કેમકે બેનો સંબંધ ન હોય તો બંધ જ ન હોય. વળી જ્યારે બેનો સંબંધ તૂટે ત્યારે મુક્તિ થાય. માટે આ બેનું જ્ઞાન બરાબર કરવું. આ જ મોક્ષનું કારણ છે. જીવ-અજીવનું ભેદજ્ઞાન તે જ મુક્તિનું કારણ છે. એમ ભગવાને કહ્યું છે.
ભેદજ્ઞાન તે જ્ઞાન છે બાકી બૂરો અજ્ઞાન.” આત્મા અને જડ ભિન્ન છે ને? કેમ કે તે ભિન્ન ન હોય તો, સંબંધનો બંધ અને બંધના અભાવરૂપ મુક્તિ કોઈ રીતે સિદ્ધ નહિ થાય. તેથી બન્નેના સ્વરૂપ, લક્ષણ, ભાવ જુદા છે એમ બરાબર ભિન્ન જાણે તો તેને મોક્ષનું કારણ એવા આત્મસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય. આમ ભગવાને કહ્યું છે.
આત્મા રાગાદિ પરથી જુદો છે અને પોતાના શુદ્ધ સ્વભાવથી અભેદ એક છે એવું ભેદજ્ઞાન કરે તો સ્વભાવ સન્મુખતાની એકતા થાય તે પર સન્મુખતા જાય, એ રીતે આત્મ-અનુભવ કરતાં મોક્ષ થાય. હવે સાર કહે છે-જીવની ઓળખાણ આપે છે:
केवल-णाण-सहाउ सो अप्पा मुणि जीव तुहुं । जह चाहहि-सिव-लाहु भणइ जोइ जोइहिं भणिउं ।। ३९ ।।
યોગી કહે રે જીવ તું, જો ચાહે શિવલાભ; કેવળજ્ઞાનસ્વભાવી આ આત્મતત્વને જાણ. ૩૯, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮૭
પરમાત્મા ]
હે યોગી! સર્વજ્ઞ પરમેશ્વરે અથવા સંતોએ કહ્યું છે કે તું કેવળજ્ઞાનસ્વભાવી આત્માને જાણ! કેવળજ્ઞાનસ્વભાવી એટલે કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. પણ એકલો જ્ઞાનસ્વભાવ તેમાં સર્વજ્ઞસ્વભાવ આવી ગયો. આત્મા આખો જ્ઞાનસ્વરૂપ છે તેને જાણ !
આત્મા દેહથી ભિન્ન એકલી કેવળજ્ઞાનની મૂર્તિ છે-એમ ભાન થવું જોઈએ. દેહ કહેતાં રાગાદિ બધાં પરમાં જાય છે. એકલો ચૈતન્યસ્વરૂપ પ્રભુ કેવળજ્ઞાન સ્વભાવનો ધરનાર-રાગનો ધરનાર નથી પણ જાણનસ્વભાવી છે.
હવે જો મોક્ષનો લાભ ચાહતો હો, અર્થાત્ નિર્મળ આનંદની પૂર્ણ પર્યાયની પ્રાતિને ઈચ્છતો હો-પૂર્ણ પવિત્રતા પ્રગટાવવી હોય તો તે કેવળજ્ઞાનસ્વભાવી આત્માને તું જાણ! અનુભવ કર! એકલા જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવાથી તેને મુક્તિ મળશે. આત્માને જાણવાનું કહેતાં તેમાં પ્રતીત, સ્થિરતા ને આનંદનો અંશ આદિ બધું આવી જાય છે. “જાણ '! જાણવામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આખો મોક્ષમાર્ગ આવી ગયો. કેવળજ્ઞાનસ્વભાવી કેમ કહ્યો? કે જ્ઞાનગુણમાં જ બીજા અનંત ગુણોનો પ્રતિભાસ થાય છે. તે જ્ઞાનથી જ બીજા ગુણોનું ભાન થાય છે પણ બીજા ગુણોના ભાનથી તેનું જ્ઞાન થાય છે એમ નથી. બીજા ગુણો અસ્તિત્વ રાખે છે પણ તેઓ બીજા ગુણોને જાણતા નથી અને પોતે પોતાને પણ જાણતાં નથી. જ્યારે જ્ઞાનગુણ તો એવો છે કે પોતાને જાણે છે ત્યારે બીજા બધા ગુણો આવા છે એમ જાણી લે છે. આનંદનો અનુભવ થાય પણ જાણે છે તો જ્ઞાન કે આ આનંદનો અનુભવ છે. તેમ સમ્યગ્દર્શન પોતાને નથી જાણતું પણ જ્ઞાન જાણે છે કે આ સમ્યગ્દર્શન છે. દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. જ્ઞાન કહેતાં દરેક ગુણનું જ્ઞાન આવી ગયું.
આમાં અમારે ક્રિયા શું કરવી?–આ જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેમ જાણવું તે ક્રિયા નથી? પણ બહારમાં કોઈ ફેરફાર દેખાતો નથી. પરંતુ આત્મા જ ક્યાં બહારમાં છે કે જેથી બહારમાં ફેરફાર દેખાય? શું કહ્યું? વાણી-શરીરમાં આત્મા નથી તો તેનો ફેરફાર બહારમાં ક્યાંથી દેખાય? જ્ઞાનસ્વરૂપી આત્મા એનો ફેરફાર તો એ ક્યાં છે ત્યાં દેખાય એની ક્રિયાનો પલટો એની દશામાં દેખાય. બહારની ક્રિયાથી એ ન જણાય-એનું માપ ન આવે. જ્ઞાની બહારની ક્રિયામાં લડાઈમાં લડતો દેખાય, પણ અંદરમાં તો રાગનું સ્વામીપણું છોડી આત્માનું સ્વામીપણું કરીને બેઠો છે. જ્યારે અજ્ઞાની બહારમાં બધાં સંયોગો છોડી દે છે છતાં અંદર બધાનું સ્વામીપણું તો પડયું છે. તેથી તે બધાં સંયોગોની વચ્ચે જ બેઠો છે, કાંઈ છૂટયું નથી. તેથી કહે છે કે હે જીવ! જો તું શિવલાભ ઈચ્છતો હોય તો કેવળજ્ઞાનસ્વભાવી આત્મતત્ત્વને જાણ.
को [ ? ] सुसमाहि करउ को अंचउ छोपु-अछोपु करिवि को वंचउ । हल सहि कलहु केण समाणउ जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ।। ४०।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮]
કોણ કોની સમતા કરે, સેવે, પૂજે કોણ, કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈને કોણ? કોણ કોની મૈત્રી કરે, કોની સાથે કલેશ;
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ.૪૦. જ્ઞાનીને દરેક જગ્યાએ આત્મા જ દેખાય છે. આ શરીરાદિ તો જડ છે ને રાગાદિ તો વિકાર-દોષ છે, તે કાંઈ આત્મા નથી. આત્માના જાણનારને તો દરેક જગ્યાએ આત્મા જ ભાસે છે એમ આ ગાથામાં કહે છે.
ભગવાન આત્મા..આનંદ સ્વરૂપી જ હું આત્મા છું. એમ જેને ભાસ્યું તેને હવે શું કરવું રહ્યું? હવે કોણ સમાધિ કરે ?–કમ કે જ્યાં આત્માને જાણ્યો છે ત્યાં તેમાં સ્થિર થયો જ છે. હું જ પોતે પરમાત્મસ્વરૂપનો ધરનાર છું એમ જ્યાં ભાસ્યું ત્યાં હવે તે કોની પૂજા કરે? એ તો પોતાની પૂજા કરે છે. એ તો શુભાશુભ હોય ત્યારે ભગવાનની પૂજા કરે પણ હવે જ્યાં આત્મા જ શુભભાવથી ભિન્ન ચેતન્યસ્વરૂપે ભાસ્યો ને તેમાં ઠર્યો ત્યાં પોતે જ પોતાનું બહુમાન કરે છે. માટે હવે તેને બીજાનું પૂજન કરવાનું રહ્યું નહિ. પોતે જ આત્મા સત્ ચિદાનંદ છે એમ ભાસતાં જ્યાં ભાવ પ્રગટયાં ત્યાં હવે કોની સાથે સ્પર્શ-અસ્પર્શ કરે? જેણે પોતાને જાણો તેને હવે સ્પર્શ-અસ્પર્શ કાંઈ રહેતું નથી.
પોતાને જ્ઞાનવાન જાણ્યો ત્યાં બીજાના આત્માને પણ જ્ઞાનવાન ભગવાન આત્મા જાણે છે. ત્યાં તે કોને ઠગે? કોની સાથે માયાચાર કરે! બધાને ભગવાન ભાળે ત્યાં કોની સાથે માયાચાર કરે? એમ કહે છે. આત્માને જાણતો ન હતો ત્યાં સુધી માયાચાર કર્યો પણ હવે કોની સાથે માયાચાર કરે? કેમ કે તે આત્માનું સ્વરૂપ જ નથી.
કોની સાથે શત્રુ-મિત્રપણું કરે? બધા પરમાત્મા છે. બધા પરમાત્મા છે તો હવે કોની સાથે મૈત્રી કરવી? કોનું ભજન કરવું? આમ જાણનાર પોતે તો અતીન્દ્રિય આનંદના મણકા ફેરવે છે એને તો જ્ઞાન ને આનંદના મણકા પર્યાયમાં ફરે છે. તો હવે એ બીજા કોની માળા ફેરવે ? અને જ્યાં પોતાને શાંત સ્વભાવી જાણ્યો ત્યાં પરના આત્માને પણ એ કલેશ રહિત શાંતસ્વભાવી જ જાણે છે ત્યાં કોની સાથે કલેશ કરી શત્રુ-મિત્રતા કરે ?
અહા ! એને તો જ્યાં જુઓ ત્યાં ભગવાન આત્મા જ દેખાય છે, જણાય છે. પણ બધા મળીને એક આત્મા છે એમ જણાય છે એવું નથી. પરંતુ પોતાના આત્માને જેવો રાગાદિ રહિત જોવે છે તેવો જ બીજાના આત્માને જોવે છે. અહા! પહેલાં જીવઅજીવનો ભેદ કરવાનું કહ્યું, પછી કેવળજ્ઞાનસ્વભાવી આત્મા કહ્યો અને હવે પોતાના જેવો જ બધાના આત્માને જાણે છે એમ કહ્યું. જ્ઞાની જેવી દષ્ટિએ પોતાને જોવે છે તેવી જ દષ્ટિએ બીજાના આત્માને જોવે છે. બીજાના આત્માને પણ તે શરીર-રાગાદિથી રહિત જાણે છે. અરે! પરમાણુ આદિને જુએ છે તોપણ ત્યાં જ્ઞાન ભાસે છે કે હું તો જાણનાર છું. રાગાદિને જોતાં પણ જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે, માટે જ્યાં હોય ત્યાં આત્મા જ જણાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[૮૯ બીજાને જોતાં પણ પોતાના જ્ઞાનને જ દેખે છે, આવો ધર્મ જીવે કોઈ દી સાંભળ્યો નથી. અનાદિથી ચોરાશીના અવતારમાં ભટકીને ભૂકા થઈ ગયા, તોપણ જ્ઞાન તે આત્મા તેમ જાણ્યું નહિ પણ આત્માને અણાત્મા માન્યો અને અણાત્માને આત્મા માન્યો.
બીજાના દોષનું જ્ઞાન થયું પણ ત્યાં જ્ઞાન થયું ને! તો જ્ઞાન થયું તે પોતામાં થયું છે. માટે પોતાનું જ્ઞાન થયું છે પણ દોષનું જ્ઞાન થયું નથી. માટે જ્યાં હોય ત્યાં પોતાનું જ્ઞાન થાય છે-પોતાનું જ્ઞાન જણાય છે.
જ્ઞાનની મૂર્તિ છે એમ અંતરભાન થતાં તે બધેય જ્ઞાન અથવા આત્મા જ ભાળે છે. જેમ ખેતરમાં ચણા વાવ્યા હોય તો ખેડૂતની નજર ચણા ઉપર જ હોય. કેટલા થયા છે? ને કેવા થાય છે? એમ એની નજર ચણા ઉપર હોય. પણ ડાળા-પાંદડા ઉપર નજર ન હોય. તથા જેમ સોનામાં મણિ જડેલ હોય ને ઝવેરી પાસે જાવ તો તેની દૃષ્ટિ મણિ પર જ હોય; સોના પર નહિ કેમ કે તેને મણિનું કામ છે જ્યારે સોનીને ત્યાં જાવ તો તેની દષ્ટિ સોના ઉપર જ હોય, તેમ જેને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ભાન થયું તેને
જ્યાં હોય ત્યાં આત્માનો પાક જ દેખાય કે હું જાણનાર-દેખનાર છું. બીજું મારામાં છે નહિ ને હું જ મને જાણનાર-દેખનાર છું. હવે અનાત્મજ્ઞાની કુતીર્થમાં ભમે છે તેમ કહે છે:
ताम कुतित्थई परिभमइ धुत्तिम ताम करेइ । गुरुहु पसाएं जाम णवि अप्पा-देउ मुणेइ ।। ४१।। સદગુરુ વચન પ્રસાદથી, જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થ ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧. ગુરુ મહારાજના પ્રસાદથી દેહદેવળમાં બિરાજમાન પોતાના આત્માને સચ્ચિદાનંદસ્વરૂપ-પોતાના દેવને સચ્ચિદાનંદસ્વરૂપ જ્યાં નથી જાણતો ત્યાં સુધી કુતીર્થોમાં ભમે છે, જ્યાં ત્યાં ભટક્યા કરે છે.
નદીમાં સ્નાન કરવા જાય તો કલ્યાણ થાય ને! અરે ધૂળમાં કલ્યાણ થાય! ત્યાં માછલાં તો ઘણાં સ્નાન કરે છે! તો શું તેનું કલ્યાણ થઈ જશે? કુતીર્થોમાં લાભ માનવો તે લોકમૂઢતા છે. વિષયોની પ્રાપ્તિ માટે જીવ મિથ્યાદેવ, મિથ્યાગુરુ ને મિથ્યા શાસ્ત્રોની ખૂબ પૂજા-ભક્તિ કરે છે. પણ તે મૂઢતા છે. શુદ્ધાત્માને અનુભવવો તે દેવની સાચી પૂજા છે, સમ્યગ્દર્શન છે. બાકી કુતીર્થોમાં રખડવાથી કાંઈ લાભ થાય નહિ. તુંબડીનો દાખલો આવે છે ને કે તુંબડીને તીર્થમાં ખૂબ નવરાવી પણ એની કડવાશ તો ગઈ નહિ. તો પછી શું તારી કડવાશ તીર્થમાં નાવાથી ચાલી જશે? અહા ! ભ્રમણારૂપી ઝેર તો ઉતર્યા નથી તો પછી શેના તીર્થ કર્યા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હું
૯૦] હવે કહે છે નિજ શરીર જ નિશ્ચયથી તિર્થ અને મંદિર છે.
तित्थहि देवलि देउ णवि इम सुइकेवलि-वुत्तु । देहा-देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।। તીર્થ-મંદિરે દેવ નહિ એ શ્રુતકેવળી વાણ;
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨. શ્રુતકેવળી અને ભગવાન કહે છે કે નિશ્ચયથી દેવાલયમાં પરમાત્મા નથી પણ શરીરરૂપી તારા દેહદેવળમાં પરમાત્મા–તારો આત્મા બિરાજમાન છે-તેમ જાણ ને! તેની પૂજા કર, તે દેવની પૂજા છે. મંદિરમાં તો ભગવાનની સ્થાપના છે પણ ત્યાં ખરા ભગવાન નથી કેમ કે ખરા ભગવાન તો સમવસરણમાં છે અને ત્યાં જઈશ તોપણ તને ભગવાનનું શરીર જ દેખાશે. ભગવાનનો આત્મા નહિ દેખાય. ભગવાનનો આત્મા ક્યારે દેખાશે? કે જ્યારે તું તારા આત્માને દેખીશ ત્યારે. રાગની આંખ બંધ કરી પરને જોવાનું બંધ કરીશ ને સ્વને જાણીશ-દેખીશ ત્યારે તારો આત્મા જણાશે અને ત્યારે ખરેખર ભગવાન તને જણાશે-કે પરમાત્મા આવા હોય. ભગવાનની ભક્તિ કરે છે ને ! તે પણ પોતાના આત્માને જેણે જાણો છે તે ભક્તિ કરે છે, અને તેની ભક્તિ જ વ્યવહારથી સાચી છે.
મારે (નિશ્ચયથી) અર્હત આદિનું શરણ લેવાનું નથી, પરંતુ આત્માનું શરણ લેતાં તેમાં ઈ બધા આવી જાય છે. માટે આત્મા જ શરણરૂપ છે. અર્વત એટલે વીતરાગી પર્યાય, સિદ્ધ એટલે વીતરાગી પર્યાય, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એટલે વીતરાગી પર્યાય -એ બધી વીતરાગી પર્યાયો મારા આત્મામાં જ પડેલી છે. તેથી મારે બીજે ક્યાંય નજર કરવાની નથી. મારે ઊંચે આંખ કરીને બીજે ક્યાંય જોવાનું નથી. મારો આત્મા જ મને શરણરૂપ છે.
-પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૧
પરમાત્મા]
[ પ્રવચન નં. ૧૬] દેહદેવાલયમાં બિરાજમાન નિજ પરમાત્માને દેખ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૩-૬-૬૬ ]
तित्थहिं देवलि देउ णवि इम सुइकेवलि-वुत्तु । देहा-देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।। તીર્થ-મંદિરે દેવ નહિ એ શ્રુતકેવણી વાણ;
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨. ખરેખર શરીર જ તીર્થ અને મંદિર છે, કેમકે આત્મા તેમાં વસે છે. બાહ્ય મંદિરમાં આત્મા વસતો નથી. પ્રતિમામાં આત્મા નથી. તેમ સાક્ષાત્ ભગવાનમાં પણ આ આત્મા નથી. આ આત્માને જોવો અને જાણવો હોય તો એ આ શરીરરૂપી તીર્થ અને મંદિરમાં જ દેખાશે. આ આત્મા કાંઈ ભગવાન પાસે નથી. પ્રશ્ન –ભગવાન પાસે આત્માનો નમૂનો તો છે ને?-કે આ આત્મા ત્યાં છે કે અહીં? આ આત્મા અહીં છે, તો તેનો નમૂનો પણ અહીં જ છે.
જુઓ, આ વાસ્તવિક તત્ત્વ! ભગવાનની પ્રતિમા છે ત્યાં ઇ કાંઈ ભાવનિક્ષેપ નથી. ઈ તો સ્થાપનાનિષેપ છે. શરીરરૂપી તીર્થમાં જ ભગવાન બિરાજે છે. અમારું મંદિર...અમારું મંદિર. પણ એલા, મંદિરમાં તારો ભગવાન ક્યાં છે? તારો ભગવાન તો તારામાં છે. શ્રુતકેવળી આમ કહે છે કે આ દેહદેવાલયમાં ભગવાન બિરાજે છે. આમ કહીને સિદ્ધ કરે છે કે તારામાં જોવાથી તને આત્મા મળશે. મંદિરના ભગવાન સામે જોવાથી તારો આત્મા નહિ મળે. મંદિરમાં તો ભગવાન કેવા હોય, કેવા હતા તેનું પ્રતિબિંબ છે. તેનાથી પર પરમેશ્વરનું સ્મરણ થાય પણ પોતાનો આત્મા ન દેખાય. સાક્ષાત્ ભગવાન સામે જોવાથી પણ આ ભગવાન ન દેખાય.
શાસ્ત્રોના વાક્યથી જ્ઞાન થાય? અરે ! ધૂળમાંય ન થાય. પર સંબંધી જ્ઞાન થાય તે પણ તારા પોતાથી થાય છે, પોતાના ઉપાદાનથી થાય, નિમિત્તથી નહિ. ભગવાન આવા હતા એમ સ્મરણ થાય એમાં પણ ઉપાદાન તો પોતાનું જ છે. આટલી વાત અહીં સિદ્ધ કરવી છે.
ભગવાન નથી ગૂફામાં, નથી પર્વત-નદીમાં, નથી મંદિરમાં ક્યાંય બહારમાં ભગવાન નથી તો મંદિરને વાસ્તવિક મંદિર કેવી રીતે કહેવાય? વાસ્તવિક મંદિર તો દેહમંદિર છે જેમાં ખરેખર પોતાનો ભગવાન બિરાજે છે. જિનપ્રતિમા તો શુભમાંનિમિત્ત તરીકે ભગવાન કેવા હતા તેમ તેનાથી સ્મરણ થાય પણ ત્યાં ભગવાન ક્યાં હતા? સમ્યગ્દર્શન-જ્ઞાન તો અંતર દષ્ટિ કરશે ત્યારે થશે, એ વાત પછી લેશે. અહીં તો એટલી વાત છે કે અનંતકાળમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
જેટલા આત્મા મોક્ષ પામ્યા કે સમ્યગ્દર્શન પામ્યા છે અને વર્તમાનમાં પણ જેટલા પામે છે અને ભવિષ્યમાં પણ જેટલા પામશે તે બધા અંતરદૃષ્ટિથી જ થયા છે, થાય છે ને થશે. આત્માનું સ્મરણ તો ત્યારે થાય કે પહેલાં તેનો અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા થાય. પહેલા વિચાર તો આવે. અમેદશિખર ને શત્રુંજય બધાં તિર્થક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર તો ભગવાન કેવા હતાં તેના સ્મરણમાં નિમિત્ત થાય છે, આત્માના સ્મરણમાં નહિ. તો પછી મંદિર શું કામ કરાવે છે?–કે ઈ તો ભગવાનના સ્મરણ માટે છે.
આ આત્મા અનંત જ્ઞાન-દર્શન સંપન્ન છે. જેટલા મોક્ષ પામ્યા છે તે અંતરથી પામ્યા છે. વર્તમાનમાં પામે છે તે પણ અંદર જોવાથી અને હવે પામશે એ પણ અંતરમાં જોવાથી પામશે. પહેલાં બહાર જવાથી મોક્ષ પામ્યા અને હવે પામશે એ અંતર જોવાથી પામશે એમ નથી. આત્માની વિચારધારા-અવગ્રહ ક્યારે પ્રગટે? અંતરમાં જુએ ત્યારે પ્રગટે ને ? આત્માની પ્રાપ્તિ તો આત્મા સામે જોવાથી થાય કે પર સામે જોવાથી થાય ? ભાઈ ! ઈ તો અંતરમાં દેખવાથી જ જણાય એવો છે. માટે જ આ દેહ જ દેવાલય છે, જ્યાં જોવાથી આત્મા પ્રગટ થાય. બીજા દેવળમાં જોવાથી આત્મા ન પ્રગટ થાય.
ભગવાન કેવા હતા તેના સ્મરણનું માત્ર નિમિત્ત મંદિરો છે અથવા તો જ્યાંથી ભગવાન નિર્વાણ પામે ત્યાં મંદિર હોય પણ તેનાથી કાંઈ આત્મા પ્રગટ થઈ જાય !? એ તો એક શુભભાવ હોય ત્યારે સ્મૃતિમાં આવે પણ એ સ્મૃતિને પાછી વાળવી છે અંતરમાં. બહાર જાયે આત્મપ્રાપ્તિ થઈ હોય એવું ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં બનવાનું નથી.
હવે કહે છે કે દેવાલયમાં સાક્ષાત્ દેવ નથી, પરોક્ષ વ્યવહાર દેવ છે. ભગવાનની પ્રતિમા છે જ નહિ એમ માને તોપણ મૂઢ છે અને તેનાથી આત્માની પ્રાપ્તિ થાય એમ માનનાર પણ મૂઢ છે, જ્યારે અંતરમાં ટકી ન શકે ત્યારે ભગવાનની પૂજા-ભક્તિના શુભભાવરૂપ વ્યવહાર હોય જ.
देहा-देवलि देउ जिणु जणु देवलिहि णिणइ । हाउस महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ।। ४३।।
તન મંદિરમાં દેવ જિન, જન દેરે દેખત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થ ભમત. ૪૩. કેવળ જ્ઞાનની સ્તુતિ કેમ થાય? એમ કુંદકુંદાચાર્ય પાસે પ્રશ્ન થયો ત્યારે આચાર્યદેવે કહ્યું અંતરમાં બેઠેલાં ભગવાનને અતીન્દ્રિય જ્ઞાન વડે જાણે અને અનુભવે ત્યારે કેવળજ્ઞાનની સાચી સ્તુતિ થાય.
અજ્ઞાની મંદિરમાં દેવ પાસે જઈને ભગવાન પાસે શિવપદ માગે છે પણ એલા તારું શિવપદ ત્યાં છે કે તારી પાસે છે? જ્ઞાની તો જાણે છે કે મારું શિવપદ મારી પાસે છે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૯૩ તેને વ્યવહારમાં એવા ભક્તિના ભાવ આવે છે. વ્યવહાર નથી એમ નથી; વ્યવહાર છે પણ તે વ્યવહારથી નિશ્ચય થશે એમ નથી.
અરે ! મને હાંસી આવે છે કે મોટો રાજા થઈને ઘેર ઘેર ભીખ માગે તેમ પોતે ચૈતન્યરાજા અને મંદિરમાં ભગવાન પાસે આત્માની ભીખ માગે છે! આ તો યોગસાર છે ને! યોગ નામ જોડાણ. પોતામાં એકાકાર થઈ જોડાય તેનું નામ યોગસાર.
શુભભાવમાં જ્ઞાની હોય ત્યારે એમ પણ કહે કે-શ્રીમદનું વાક્ય છે ને કેભજીને ભગવંત ભવંત લહો !' ભગવાનનું ભજન કર્યું ભવનો અંત આવશે. પણ ભગવાનનું સાચું ભજન ક્યારે કહેવાય? કે જ્યારે પોતાનું ભજન કરે અને પોતાનું ભજન કરે તો ભવનો અંત આવે જ. પોતાના ભગવાનને ઓળખે ત્યારે જ ભગવાનને ઓળખે અને ભજે છે. “સિદ્ધ સમાન સદા પર મેરો” એમાં ઠરી જા!
- ઘરમાં લક્ષ્મી છે અને બહારમાં ભીખ માંગવા જાય, તેમ ચૈતન્યલક્ષ્મી પોતાની પાસે છે અને ભગવાન પાસે માગે છે. તો ભગવાન કહે છે કે તારી લક્ષ્મી તારી પાસે છે. તારી લક્ષ્મી મારી પાસે નથી.
અંતરના ચારિત્ર વિના બાહ્ય ચારિત્ર રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે. પોતાના સ્વરૂપના ભાન અને રમણતા વગર બહારનું ચારિત્ર મિથ્યા છે, જૂઠું છે. જેણે ખરેખર તો આત્મદેવને અંતરમાં જોઈ લીધો તેને બહારની ક્રિયામાં મોહ રહેતો નથી. પરમાર્થથી બાહ્ય જીવો મોક્ષમાર્ગને સમજતા જ નથી અને પુણ્યને જ નિર્વાણનો માર્ગ માની લે છે. પર તરફના લક્ષથી-દયા-દાન-વ્રત-ભક્તિથી કદી પણ મોક્ષ થતો નથી. વ્યવહારથી નિશ્ચય પમાતો નથી એમ સિદ્ધ કરવું છે. હવે સમભાવરૂપ ચિત્તથી પોતાના જિનદેવને દેખો એમ કહે છે:
मूढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति । देहा-देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ।। ४४।। નથી દેવ મંદિર વિશે, દેવ ની મૂર્તિ, ચિત્ર;
તન-મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪. પરદેવાલયમાં દેખવાથી તો શુભરાગ થાય છે પણ સ્વદેવાલયમાં દેખવાથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થાય છે. શુભરાગથી ચૈતન્યમૂર્તિ દેખાતી નથી. ચૈતન્યમૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે. કારણ કે એ ચૈતન્યમૂર્તિમાં રાગનો અભાવ છે. નિજ આત્મપ્રભુને જોવામાં સમભાવ જોઈએ.
હે મૂર્ખ! દેવ કોઈ બીજા મંદિરમાં નથી કે નથી પાષાણમાં કે નથી શિલ્પમાં, જિનદેવ તો શરીરરૂપી દેવાલયમાં બિરાજે છે. આત્મા જ પોતાના વીતરાગી સ્વભાવનો ઈશ્વર હોવાથી જિનેન્દ્ર છે. બેહદ શાંતસ્વરૂપ નિરાકુળ છે. સ્વભાવમાં જિનેન્દ્રપણું ન હોય તો પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[હું
જિનેન્દ્રપણું ક્યાંથી આવશે? માટે નક્કી થાય છે કે પોતાનો આત્મા જ સ્વભાવથી જિનેન્દ્ર છે. જિન અને જિનેન્દ્રમાં કાંઈ ફેર નથી. સમભાવથી એટલે કે ૫૨ તરફના રાગના વલણને રોકી સ્વ તરફનું વલણ કરવાથી સ્વાત્મા શ્રદ્ધાય છે, દેખાય છે. યોગીન્દ્રદેવ જંગલમાં વસતા હતા, તેણે આ રહસ્ય કહ્યું છે. એ રહસ્યનો ધરનાર તું છો, પણ જીવ ઓશીયાળો-પામર એવો થઈ ગયો છે કે મને ઘર, બાર, બૈરા, છોકરાં આદિ પર વગર ન ચાલે !
तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ ।
देहा- देउलि जो मुणइ सो वुहु को वि हवेइ ।। ४५ ।।
તીર્થ-મંદિ૨ે દેવ જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તન-મંદિરમાં દેવ. ૪૫.
જ્ઞાની શ૨ી૨મંદિરમાં આત્માને દેખે છે. પહેલાં નહોતો દેખતો તેની વાત હતી, હવે દેખે છે તેની વાત કહે છે.
અજ્ઞાની જીવ તો ભગવાનના સ્થાપનાનિક્ષેપમાં જ આત્મા માની લે છે. સ્થાપના નિક્ષેપમાં ભાવ ભગવાન માની લે તો ભ્રમ છે જ, તેમાં આત્મા માનવો એ મોટી ભૂલ છે. અજ્ઞાની ત્યાં આત્માને જોવા જાય છે પણ આત્મા મળતો નથી
જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ ન ઠરે ત્યાં સુધી ભગવાનના દર્શનનો ભાવ આવે જ. ન આવે એમ નહિ, પણ ત્યાં આત્માના દર્શન ન થાય. જે કોઈ દેદેવાલયમાં ભગવાન આત્માને દેખે છે, દર્શન કરે છે તે જ્ઞાની છે. દેવળમાં બિરાજતાં ભગવાન મારા ઉપકારી છે. માટે પૂજવા લાયક છે એમ માને એમાં દોષ નથી. જ્ઞાની એમ માનીને જ ભગવાનને ભજે છે.
એક વાત એવી છે ને કે એક જણે બીજાને રૂા. ૧૦૦ આપ્યા હશે. તેના છોકરાએ પેલાના છોકરાને કહ્યું કે મારા બાપે તારા બાપને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા છે તે લાવ. સામાએ કહ્યું કે હું ચોપડામાં જોઈશ. ચોપડામાં જોયું તો રૂ।. ૧૦૦ નીકળતા હતા પણ રૂા ૧૦૦ કબૂલવા જઈશ તો વધારે ચોંટશે એટલે બે મીંડા જ ઉડાવી દીધાં કે મારા બાપે લીધાં જ નથી. આણે બે મીંડા કાઢી નાખ્યા અને પેલાએ બે મીંડા ચડાવ્યા 'તા. એમ મૂર્તિ હોય પણ સાદી હોય, આંગી ન હોય. તોય શ્વેતાંબરોએ ચડાવી દીધી ત્યારે સ્થાનકવાસીએ મૂર્તિ જ ઉડાડી દીધી. બેય ખોટા છે.
દેવળમાં જ દેવ છે, દેદેવળમાં નહિ એમ બધા માને છે, પણ દેવળમાં તો ભગવાનની મૂર્તિ છે પણ સાક્ષાત્ દેવ તો દેહદેવળમાં બિરાજે એમ કોઈ જોતું નથી ને માનતું નથી.
સમ્યગ્દષ્ટિ સદાય જાણે છે અને માને છે કે જ્યારે હું અંતરદષ્ટિ કરું છું ત્યારે મને મારો આત્મા જ જણાય છે અને ઈ આત્મદર્શન જ નિર્વાણનું કારણ છે.
દાખલો દે છે કે જેમ સિંહની મૂર્તિને જોઈને મને ખાઈ જશે એમ માને તે મૂઢ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૫
પરમાત્મા ] તેમ ભગવાનની મૂર્તિ મને સંસારસમુદ્રથી તારી દેશે એમ માને તે મૂઢ છે. જ્ઞાની જાણે છે કે સિંહનો આકાર, ભય દેખાડવા માત્ર આ મૂર્તિ છે, તે સિંહનું જ્ઞાન કરવામાં નિમિત્તમાત્ર છે, સાક્ષાત્ સિંહ નથી. તેમ ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ભગવાનનું સ્મરણ કરાવે છે માટે મૂર્તિને મૂર્તિ માનવી, પરમાત્મા ન માનવા તે યથાર્થ જ્ઞાન છે. અંદર બિરાજે છે તે પરમાત્મા છે. આ યોગસાર કોઈ દી વંચાણું નથી. પહેલીવાર વંચાય છે. વ્યવહાર ખરેખર અસત્યાર્થ છે. તે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બતાવતો નથી. દાખલા તરીકે નારકી, મનુષ્ય, પશુ, દેવ આદિ છે તે આત્મા છે એમ વ્યવહારથી કહેવાય પણ ખરેખર નિશ્ચયથી તે આત્મા નથી. તે શરીરમાં રહેલો જ્ઞાનમય છે તે આત્મા છે. માટે જ્ઞાની પોતાને માનવ નથી માનતા; પોતે સાક્ષાત્ ભગવાન છે તેમ માને છે.
સવર્ણ પરમાત્મા વ્યવહારને અસત્યાર્થ અને નિશ્ચયને સત્યાર્થ કહે છે. સર્વ સંસારી જીવ ભૂતાર્થ-નિશ્ચય જ્ઞાનથી બહુ દૂર છે. મોટો ભાગ તો વ્યવહાર અને નિમિત્તને વળગ્યો છે. વ્યવહારથી નિશ્ચય પમાશે એટલે કે અસત્યથી સત્ય પમાશે એમ માનીને વળગ્યો છે. ભૂતાર્થ ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુને જોનારા બહુ થોડા છે. નિશ્ચય સમજ્યા વિના વ્યવહારને માનનારા ક્યારેય સત્ય પામી શક્તા નથી.
પદ્રવ્યને અને આત્માને અત્યંત અભાવ છે તો વ્યવહારની નીતિના વચનથી આવે છે. પરંતુ અધ્યાત્મદષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો જ પડયો છે એને દેખ ! જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યદળમાં પેસતો નથી.
- પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬]
[ પ્રવચન નં. ૧૭] રાગ-દ્વેષ ત્યાગીને, નિજ પરમાત્મામાં કરો નિવાસ [શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૪-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ દિગંબર મુનિ થઈ ગયા. તેમણે આ યોગસાર બનાવ્યું છે. આ આત્માનો સ્વભાવ શુદ્ધ ને આનંદ છે અને તેમાં એકાગ્રતા થવી તેનું નામ યોગ કહેવાય છે. અને તેનો સાર એટલે નિશ્ચય સ્વભાવની સ્થિરતા. તેમાં અહીંયા ગાથા ૪૬ માં કહે છે કે ધર્મરૂપી અમૃત પીવાથી અમર થવાય છે
जइ जर-मरण-करालियउ तो जिय धम्म करेहि । धम्म-रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।। ४६ ।।
જરા-મરણ ભયભીત જો, ધર્મ તું કર ગુણવાન,
અજરામર પદ પામવા, કર ધર્મોષધિ પાન. ૪૬. હે જીવ! તું જરા-મરણથી ભયભીત હો અને દુનિયાના સંયોગના દુ:ખ ને ચોરાશીના અવતારથી જ તું ભયભીત હો તો ધર્મ કર. ધર્મ એટલે શું? ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેની અંતર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તેને અહીંયા ધર્મ કહેવામાં આવે છે. તું તે ધર્મરૂપી રસાયણ અર્થાત્ ઉત્તમ ઔષધિનું સેવન કર, જેથી તું અજર-અમર થઈ શકે. પણ પહેલાં જીવને આ જન્મ-મરણના દુઃખ ભાસવા જોઈએ.
ઘડપણ આવતાં શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ઈન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી. બહારના રોગ મટાડવાને જેમ ઔષધ હોય છે, તેમ જન્મ-જરા-મરણના રોગને મટાડવા માટે આત્મામાં ઔષધ છે. આત્માના આનંદ સ્વરૂપને અનુસરીને અંતરમાં તેની શ્રદ્ધા જ્ઞાન ને રમણતારૂપ અનુભવ કરવો તે જન્મ-જરા-મરણને નાશ કરવાનો ઉપાય-ઔષધિ છે-એમ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગદેવ ત્રણ કાળ, ત્રણ લોકના જાણનાર કહે છે. માટે ધર્મ રસાયણ છે. અને આ ધર્મ રત્નત્રયસ્વરૂપ છે. દેહની ક્રિયા તે ધર્મ નથી, તેમજ દયા, દાન, ભક્તિ આદિના ભાવ થાય તે પણ ધર્મ નથી. પરંતુ શુદ્ધ આનંદકંદ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે. આહાહા !! આત્મા અનંતગુણનું પવિત્રધામ છે. જેટલો જે કાંઈ આ વિકાર દેખાય છે તે કાંઈ આત્મા નથી. માટે આત્માનો અનુભવ કરવો તે જ જન્મ-જરા-મરણને મટાડવાનું ઔષધ છે. તે ધર્મ
ઔષધ શુદ્ધિભાવરૂપ છે, આત્મતલ્લીનતારૂપ છે. જ્યારે અનાદિ પુણ્ય-પાપના વિકારીભાવની તલ્લીનતા તે જન્મ-મરણના રોગોને ઉત્પન્ન કરવાનું કારણ છે. આહાહા ! આ દેહ તો માટી જડ છે. કર્મ પણ જડ છે ને જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ વિકાર ને દુઃખ છે, દોષ છે તેથી તેનાથી રહિત આત્માના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૯૭
સ્વભાવનું સ્વસંવેદન અર્થાત્ આત્માને જાણે-વેદે ને ઠરે તે એક જ જન્મ-મરણ ટાળવાનો ઉપાય છે. એટલે કે પુણ્ય-પાપના વિકા૨ીભાવનો અનુભવ તો રોગને ઉત્પન્ન કરવાનું કારણ છે. જ્યારે આત્માનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે
“આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુવૈધ સુજાણ,
ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.
રાગમાં, પુણ્યમાં, શરીરમાં આત્મા છે-એવી માન્યતા મોટો ભ્રમ છે. અહીંયા કહે છે કે ભાઈ! તારો પુરુષાર્થ કાં તો વિકારમાં ચાલે છે ને કાં તો સ્વભાવમાં ચાલે, તે સિવાય ૫૨માં જરીયે તારો પુરુષાર્થ કામ કરે નહીં. આહાહા! પોતાની સત્તામાં રહીને કાં તો વિકાર કરે ને કાં તો આત્માનો અનુભવ કરીને મુક્તિ કરે. બાકી બહારનું ફોતરું પણ તે ફેરવી શકે નહીં. તેનો રોગ શું છે તે બતાવનાર જ્ઞાની છે. અને તેની આજ્ઞા છે કે વિચાર ને ધ્યાન તે રોગનું ઔષધ છે. ભગવાન આત્માની ૫૨ સન્મુખની ઉપયોગદશાને ફેરવી પોતાના અંતરસ્વભાવમાં ઉપયોગને જોડવો તે યોગસાર છે ને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અને એ જ ધર્મ-રસાયણ છે કે જે પીવાથી પરમાનંદનો લાભ થાય છે. આત્મામાં થતાં શુભ-અશુભભાવ તે ધર્મ નથી. પરંતુ આત્માના શુભ-અશુભભાવથી ખસીને અંતર આત્મામાં શુદ્ધ ભાવ પ્રગટ કરવો તેને ભગવાન ધર્મ કહે છે, અને આત્માનો અનુભવ જ મોક્ષનો ઉપાય છે.
""
જેમ વિદ્વાન લોકો ટાણાને ઓળખીને શત્રુને હણી નાખે છે. તેમ હું આત્મા ! તને અવસર મળ્યો છે તો અત્યારે મનુષ્યદેહમાં આત્માનું ભાન કરીને વિકારરૂપી શત્રુનો નાશ કરવાનો તારો કાળ છે. તારે ટાણા આવ્યા છે.
હવે આગળની ગાથામાં બાહ્યક્રિયામાં ધર્મ નથી તેમ કહે છે:
धम्मु ण पढियई होइ धम्मु ण पोत्था - पिच्छियई । धम्मु ण मढिय-पणसि धम्मु ण मत्था - लुंचियई ।। ४७ ।।
શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુંચે કેશ; રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
અરે ! મોટા મોટા શાસ્ત્ર ભણીને પંડિત થઈ જાય તેથી ધર્મ થઈ ગયો છે તેમ નથી. તેમ જ નગ્નપણું, મોરપીંછી ને કમંડળ તે કાંઈ ધર્મ નથી. યોગીન્દુદેવ પોતે મુનિ છે, નગ્ન દિગમ્બર, જંગલવાસી આચાર્ય છે ને આત્મધ્યાનમાં મસ્ત છે. તેઓ આમ કહે છે કે કોઈ એકાંત વનમાં કે મઠમાં રહે તેમાં શું થયું? વનમાં તો ઘણા ચકલા પણ રહે છે. જ્યાં ધર્મનું ભાન નથી ત્યાં મઠ ને વન એક જ છે. જ્ઞાનાનંદ શુદ્ધ આત્માનું ભાન કરીને તે ભલે વનમાં રહે કે ભલે ઘરમાં રહે પણ તે આત્મામાં જ છે. કેશલોચનથી પણ ધર્મ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
આહાહા ! લોકોને એમ થઈ જાય છે કે આ શું? પણ ભાઈ તે તો જડની બહારની ક્રિયા છે. આત્માની કાંઈ ક્રિયા નથી. જો તેમાં પણ મંદરાગ કરીને સહનશીલતા કરે તો પુણ્યભાવ છે. પણ આત્માના ભાન વિના માથા મુંડાવે તેમાં કાંઈ ધર્મ છે નહીં.
જેનાથી જન્મ–જરા-મરણનું દુ:ખ મટે, કર્મોનો નાશ થાય તે સ્વાભાવિક દશા પ્રગટ થાય તે આત્માનો નિત્ય સ્વભાવ છે ને તે ધર્મ છે. માટે કહે છે કે જો પોતાની શ્રદ્ધા કરશે, પોતાનું જ્ઞાન કરશે, ને તેમાં એકાગ્રતા કરશે, તો તેને સાચા શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થશે. આહાહા ! ભગવાન આત્મા જ્ઞાતાદા છે. જગતનો સાક્ષી જગતના દશ્યનો દેખનાર જ્ઞયનો જાણનાર છે. તો તેવા ભગવાન આત્માને અનુભવમાં ન લઈને તે સિવાય બહારની ક્રિયાને-માત્ર વ્યવહારને જે કરે છે ને માને છે કે હું ધર્મનું સાધન કરું છું તો તે ધર્મનું સાધન છે નહીં.
જેમ ખેતર સાફ કરે પણ બીજ વાવ્યા વિના ઉગે ક્યાંથી? શું બીજ વિના ઢેફામાંથી છોડ ફાટે? તેમ ભગવાન આત્માનો અનુભવ કર્યા વિના મોક્ષના કણસલા ક્યાંય પાકે નહીં. ભલે પછી બહારની ક્રિયા કરી કરી ને મરી જાય; દયા દાન ભક્તિ કરે, લાખો કોડોના દાન કરે કે લાખો ક્રોડ મંદિર બનાવે તોપણ તેમાં ધર્મ થાય તો હરામ છે. ફકત શુભભાવથી પુણ્ય બંધાય. તેવી રીતે પરમાનંદમૂર્તિ શુદ્ધાત્માનો અનુભવ ન હોય ને કેવળ શાસ્ત્રનો પાઠી-એકલા શાસ્ત્ર ભણે, મહા વિદ્વાન મહા વક્તા હોય ને ધર્માત્માનું અભિમાન કરતો હોય તો તે પણ મિથ્યા છે. તે ખરેખર ધર્માત્મા નથી. ધર્મ તો આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવો તે છે. અહીંયા કહે છે કે શ્રદ્ધામાં દઢ રાખવું જોઈએ કે અંતર આત્મામાં પુણ્ય-પાપના ભાવ રહિત શુદ્ધ આત્માની ભાવના થવી અને ભાવ થવો તે જ મુનિ અને શ્રાવક ધર્મ છે. અશુભભાવથી બચવા શુભ ભાવ આવે પણ તે નિશ્ચયધર્મ વિના, એકડા વિનાના મીંડા છે. શુદ્ધજ્ઞાન ને આનંદનો અનુભવ તે ધર્મની ઓળખાણ છે. પણ દયા-દાનના વિકલ્પ જે વિકાર છે, તે ધર્મની ઓળખાણ છે નહીં. જેમ ચોખા વિનાના એકલા ફોતરા હોય, તેમ આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના અનુભવ વિના બાહ્યની ક્રિયા મહાવ્રતના પરિણામ આદિ બધા થોથા થોથા છે. તે તો પુણ્યબંધ કરાવીને સંસારને વધારનાર છે. જેટલી વીતરાગતા છે, તેટલો જ ધર્મ છે. તેથી હું આત્મા! તું અહંકાર કર નહીં કે હું મોટો પૈસાવાળો છું, ગુણવાન છું, હું સમર્થ છું ને હું મુનિરાજ છું—એવો અંહકાર છોડી દે અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે, તેનો નિરંતર અનુભવ કર. ભગવાન આત્મા નિરાળો જ્ઞાનાનંદ છે. તેને આવા બહારના અભિમાન શાના? ભારે આકરું! વ્યવહાર છે ખરો પણ વ્યવહારથી લાભ થાય નહીં. હવે રાગ-દ્વેષ છોડીને આત્મસ્થ થવું તે ધર્મ છે એમ કહે છે –
राय-रोस वे परिहरिवि जो अप्पाणि वसेइ । सो धम्मु वि जिण-उत्तियउ जो पंचम-गइ णेइ ।। ४८।। રાગદ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ; જિનવરભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૯૯ બહુ જ ટૂંકા શબ્દોમાં ટૂંકું કહે છે કે શુભાશુભભાવ રાગદ્વેષમય હોવાથી બંધના કારણ છે, તેને છોડીને ત્રિકાળી આત્મામાં વિશ્રામ કર. એટલે કે શુભાશુભ ભાવમાં વસવું તે આત્મામાં વસવું નથી તેમ કહે છે. આહાહા! ભગવાન ચૈતન્યધામ બિરાજે છે. અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત બિરાજે છે, તેમાં વસ, વિશ્રામ કર ને ઠર અને તે યોગસાર છે. અંદર વસે તે યોગસાર છે, કે જે મુક્તિનો ઉપાય છે ને તેને વીતરાગ પરમેશ્વરે ધર્મ કહ્યો છે. આહાહા ! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગ પરમાત્માની વાણીમાં એમ આવ્યું કે ભગવાન આત્મા કે જે શદ્ધભાવે છે તેમાં જેટલો વસે તેટલો ધર્મ છે ને જેટલો પુણ્ય ને પાપના ભાવમાં જાય તેટલો અધર્મ કહેવાય છે. આવી વાત છે, ભારે આકરી ભાઈ ! કર્મ, શરીર, વાણીથી રહિત ભગવાન આત્મા છે. કેમ કે કર્મ, શરીર, વાણી અજીવ છે ને? તેમજ પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ-બંધના કારણ છે માટે તે પણ આત્મા નથી. આત્મા તો શુદ્ધ વીતરાગી વિજ્ઞાનઘનથી ભરેલું તત્ત્વ છે તેમાં તેને શુદ્ધભાવ પ્રગટ થાય છે ને જેટલો પુણ્ય-પાપના વિકલ્પમાં આવે તેટલો અશુદ્ધભાવ છે, બંધભાવ છે. રાગદ્વેષના વિકલ્પો ચાહે તો શુભ હો કે અશુભ હો તેને છોડી દઈને ભગવાન આત્મા કે જે શાંત અને સચ્ચિદાનંદ મૂર્તિ છે તેમાં જેટલો વસે, રહે, ઠરે, એકાગ્ર થાય તેટલો શુદ્ધભાવ પ્રગટ થાય છે, ને તેટલો ધર્મ છે એમ ભગવાને કહ્યું છે, અને તે ધર્મ પંચમગતિનું કારણ છે. વચ્ચે જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવવિકલ્પ આવે છે તેની મોક્ષમાં પહોંચાડવાની તાકાત નથી તેમ કહે છે. કારણ કે તે બંધનું કારણ છે. જેમ પાપનો ભાવ બંધનું કારણ છે તેમ પુણ્યનો ભાવ પણ બંધનું કારણ છે, માટે મોક્ષગતિમાં લઈ જાય તેવી તેનામાં તાકાત નથી. અશુભથી બચવા શુભભાવ હોય છે, પણ તેનાથી સંવર નિર્જરા થાય તેમ છે નહીં. તો કરવા શું કરવા?કે એ ભાવ વચ્ચે આવશે ભાઈ ! જ્યારે તેને પાપભાવ ન હોય ને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા ન હોય ત્યારે શુભભાવ આવે છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ વીતરાગપણાને ન પામે, ત્યાંસુધી વચમાં શુભભાવ આવે છે પણ તે આવે છે માટે મોક્ષનું કારણ છે કે આત્માને શાંતિનું કારણ છે તેમ નથી. કારણ કે શુભભાવ પોતે અશાંતિ છે. અશુભભાવ તીવ્ર અશાંતિ છે ને શુભભાવ મંદ અશાંતિ છે પણ છે અશાંતિ, તેમાં જરીયે શાંતિ નથી. ભગવાન આત્મા અનાદિ અનંત ચૈતન્યજ્યોત છે, અકૃત્રિમ અણકરાયેલ અવિનાશી પ્રભુ છે. તેવા ચૈતન્ય પ્રભુના સ્વભાવમાં તો પરમાનંદ ને શુદ્ધતા ભરી છે, માટે પુણ્ય-પાપના વિકલ્પથી ખસીને સ્વરૂપમાં વસવું કે જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે, અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માની નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય છે, તથા જે આત્મામાં વસે છે તેને આત્માની પૂર્ણ દશા પ્રગટ થાય છે. આશા-તુષ્ણા તે સંસાર-ભ્રમણનું કારણ છે તેમ હવે કહે છે:
आउ गलइ णवि मणु गलइ णवि आसा हु गलेइ । मोहु फुरइ णवि अप्प-हिउ इम संसार भमेइ ।। ४९।।
મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઈચ્છામોહ; આત્મહિત સ્કૂટે નહિ, એમ ભમે સંસાર. ૪૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[હું
કહે છે કે અરે આત્મા ! આયુષ્ય તો ચાલ્યું જાય છે ભાઈ! જે કાંઈ ૮૫ કે ૧૦૦ વર્ષ લાવ્યો હતો તે ગળી જાય છે પણ આયુષ્ય ગળવા છતાં તારી તૃષ્ણા ગળતી નથી. આહાહા! કેમકે જ્યાં પરની ભાવના છે ત્યાં મન ગળે શી રીતે? આત્માના આનંદના શ્રદ્ધા જ્ઞાન વિના તુષ્ણા ઘટે નહીં. અજ્ઞાની મોટો થાય તેમ તેને ઊંડે ઊંડે આશા વધ્યે જ જાય છે. આશાના છોડ લાંબા થતાં જ જાય છે. આહાહા! આશાના બીજડા વાવ્યા હોય એટલે પછી મોટું વૃક્ષ થાય ને આશા પ્રમાણે થઈ શકે નહીં તેથી ઝાંવા મારે છે. ભગવાન આત્માના સ્વરૂપની શ્રદ્ધા ને ભાન વિના ૫૨ તરફનું આ કરવું, આ કરવું તેવી ભાવનામાં તૃષ્ણા વધી જાય છે.
આનંદઘનજી કહે છે કે
આહાહા! કૂતરાની જેમ અજ્ઞાની જ્યાં ત્યાં બહારમાં ભટકે છે. કૂતરો ઘરના દરવાજાની જાળીમાં માથું મારે છે કે ટુકડો આપજો, રોટલીનું બટકું આપજો, તેમ આ મૂર્ખ જ્યાં ત્યાં મને માન આપજો. મને મોટો કહેજો, સારો ઊંચો છું તેમ કહેજો. એમ આશા તુષ્ણાના ટુકડા માંગવામાં ભીખારીની જેમ ભમ્યા કરે છે. દુનિયાની પાસે માન લેવા માગે છે તે ભીખારી છે, રાંકા છે. આ રાજા મહારાજા પણ ભીખારી છે. ભલે ને ક્રોડ ક્રોડના તાલુકા હોય તોપણ રાંકાના રાંકા છે. ભીખારીમાં ભીખારી છે કહે છે કે એ આયુષ્ય ગળે છે તોપણ તૃષ્ણા ગળતી નથી. ઉલટાની વધી જાય છે. મોહ ભાવ ફેલાતો જાય છે પણ આત્માના હિતની ભાવના સ્ફુરતી નથી. અહા! આ માન સન્માન ને મોટપમાં બધો વખત ચાલ્યો જાય છે ને આત્માના હિત કરવાના ટાણા હાલ્યા જાય છે.
છોકરા સારા થાય ને પેદાશ વધી એટલે મૂઢ એમ માને છે કે અમે વધ્યા, મોટા થયા, પણ શાના વધ્યા! શ્રીમદે કહ્યું છે કે-
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો ? શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ મે વર્ષે આમ કહે છે. સાતમે વર્ષે જાતિસ્મરણજ્ઞાન થયું હતું ને ૩૩ મે વર્ષે દેહ છૂટી ગયો હતો ૧૬ મે વર્ષે મોક્ષવાળા બનાવી છે તેમાં આમ કહે છે કે
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પિ૨વા૨થી વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું, નદેહને હારી જવો;
એનો વિચાર નહીં અહોહો, એક પળ પણ તમને હવો.’ અહીંયા તો કહે છે કે બહારના સાધનથી વધ્યો તેવું માનવું તે મિથ્યા છે. તે પરિભ્રમણના કારણમાં વધ્યો છે. આહાહા! આવો મનુષ્ય દેહ માંડ મળ્યો છે તેમાં જન્મ-જરા-મરણને ટાળવાનો ઉપાય આ છે, તેમ બતાવે છે. અહો! ભવને ભાંગવાના ભવમાં ભવને વધારવાના સાધન વધાર્યા, પણ આત્માનું હિત સૂઝતું નથી. અહા! અજ્ઞાની સદા શરીરને પોષે છે, વિષય ભોગોને ભોગવતો રહે છે, પણ આનંદકંદ ભગવાનના અમૃતમાં ડૂબતો નથી, અંદરમાં આવતો નથી અને ઝેર પીને જીવન ઈચ્છે છે. તેથી કહે છે કે બધી તૃષ્ણા છોડ ને ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાન ને અનુભવ કર. તેમાં તારા કલ્યાણનો પંથ છે બાકી બીજે ક્યાંય કલ્યાણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૧૮ ]
[વિષયોમાં રમતાં મનને નિજ ૫રમાત્મામાં ૨માડ]
[શ્રી યોગસા૨ ઉપ૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૬-૬-૬૬ ]
શ્રી યોગીન્દ્રદેવે ૪૯ મી ગાથામાં કહ્યું કે આયુષ્ય ઘટતું જાય છે ને તૃષ્ણા વધતી જાય છે. કેમ કે એને આત્માના સ્વભાવનો પ્રેમ નથી. એક કોર રામ ને એક કોર ગામ. એમ એક કોર સત્ ચિદાનંદ અનાકુળ આનંદકંદ પદાર્થ છે અને એક કોર પુણ્યપાપના વિકાર, શરીર, કર્મ આદિ ૫૨૫દાર્થ છે. બેમાંથી જેને બાહ્યસામગ્રી પ્રત્યે પ્રેમ વધી જાય છે તેને તૃષ્ણા વધતી જાય છે અને આતમરામ પ્રત્યે જેને પ્રેમ વધી જાય છે તેને તૃષ્ણા ઘટતી જાય છે.
[ ૧૦૧
જેમ ઝાંઝવામાં પાણી નથી પણ સરોવરમાં પાણી છે. તેમ જગતના કોઈ પદાર્થમાં સુખ નથી પણ આત્મામાં સુખ છે પણ અનાદિથી ૫૨માં પ્રેમ કરીને દુઃખી થયો છે. ભગવાન આત્માને છોડીને ૫૨ પદાર્થમાં પ્રેમ એ તુષ્ણાવર્ધક જ છે. એમ ૪૯ મી ગાથામાં કહ્યું. હવે ૫૦મી ગાથામાં કહે છે કે હું યોગી! ખરેખર આત્મા જ પ્રેમને પાત્ર છે. આત્મામાં રમણ ક૨ના૨ નિર્વાણને પામે છેઃ
जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ ।
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।। ५० ।।
જેમ ૨મતું મન વિષયમાં, તેમ જો આભે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. ૫૦.
કહે છે કે હે જીવ! તારું મન જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ૨મે છે, એની જ રુચિ, રતિ અને પ્રેમ કરે છે, પુણ્ય-પાપના ફળમાં જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ જો આત્મામાં કર તો શીઘ્ર મુક્તિ થાય.
‘વિષયમાં મન રમે છે' એમ કહ્યું, એમાં વિષય શબ્દે એકલાં ભોગાદિ એમ નહિ. આત્મા સિવાય બધાં સ્પર્શ-૨સ-ગંધાદિનો એમાં સમાવેશ થઈ જાય છે. શાસ્ત્ર સાંભળવાનો પ્રેમ પણ રાગ છે.
દેહ, સ્ત્રી, કુટુંબ કે દેવ-શાસ્ત્ર-ગુરુ કોઈ પણ પ૨પદાર્થ પ્રત્યે તારો પ્રેમ છે, તે પ્રેમ કર્મ તને કરાવતું નથી. તારા ઉલટાં પુરુષાર્થથી તું પોતે જ એ પ્રેમ કરે છે. માટે હવે સવળા પુરુષાર્થથી, તું પોતે જ ગુલાંટ ખાઈને તારા આત્માનો પ્રેમ કર! તો શીઘ્ર મુક્તિ પામીશ.
તુલસીદાસ પણ કહે છે કે “જૈસી પ્રીતિ હરામસે, તૈસી હરસે હોય, ચલા જાય વૈકુંઠમેં પલા ન પકડે કોય.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[હું
ભાઈ! તારા શાંતરસમાં તને પ્રેમ નથી. શ્રી સમયસારની ૨૦૬ ગાથામાં આવે છે ને કે હું આત્મા! આત્મામાં રતિ કર! તારો પ્રેમ અત્યારે પરે લૂંટી લીધો છે. આખી જિંદગી આત્માને ખોઈને પણ પરનો પ્રેમ છોડતો નથી. મૂઢ બહારની પ્રીતિમાં ભગવાન આત્માની પ્રીતિ ખોઈ બેઠો છે, ભલે ત્યાગી હોય પણ જ્યાં સુધી એને બહારમાં દયાદાનાદિમાં પ્રેમ છે ત્યાં સુધી એ જોગી નથી પણ ભોગી છે.
ભગવાન આત્મા જ્ઞાનની નૂરનો પૂર પ્રભુ! એક ક્ષણ તેનો પ્રેમ કર તો તારા સંસારનો-જન્મ-મરણનો નાશ થાય. એમ તત્ત્વને જોતાં પર્યાયમાં અન્ય વિવિધ તત્ત્વો જણાશે પણ રાગ વગર જણાશે. આખી દુનિયા દેખાશે પણ એમાં તને પ્રેમ નહિ થાય, આત્મસ્વભાવના પ્રેમમાં પછી આ સાધન મને અનુકૂળ અને આ પ્રતિકૂળ એવું રહેતું નથી.
યોગી એટલે જેનું વલણ બાહ્યથી છૂટયું છે અને આત્મા તરફ જેનું વલણ–દિશા થઈ છે એવા ધર્મ-સમ્યગ્દષ્ટિથી માંડીને સર્વ સંતો જીવોને કહે છે કે અરે જીવ! મનને ગાઢ પ્રેમભાવથી પોતાના આત્મામાં રમતું કરવું જોઈએ. એમ થાય તો વીતરાગતાના પ્રકાશથી શીઘ્ર નિર્વાણ લાભ થાય.
હરણની ડુટીમાં કસ્તૂરી ભરી છે પણ એને કસ્તૂરીની ખબર નથી, બહાર ફાંફા મારે છે. તેમ આ આત્મા અતીન્દ્રિય આનંદનું સરોવર-મોટો દરિયો છે પણ પોતાને તેનું ભાન નથી તેથી બહાર આનંદ લેવા જાય છે. તેથી કહે છે કે એકવાર ગુલાંટ ખા! પરનો પ્રેમ છોડી સ્વનો પ્રેમ કર.
પાંચ ઇન્દ્રિયના વિષયના દાખલા આપ્યા છે કે-હાથી સ્પર્શેન્દ્રિયમાં લીન છે, માછલાં ૨સેન્દ્રિયમાં લીન છે, ભમરાં કમળની સુગંધમાં મુગ્ધ છે, પતંગિયા દીવાની જ્યોતના પ્રેમમાં ભસ્મ થઈ જાય છે તોપણ એને ખબર રહેતી નથી. કર્મેન્દ્રિયના વિષયભૂત-સાંભળવાના શોખીન હરણીયા જંગલમાં શિકારમાં પકડાઈ જાય છે. દાખલાં આપીને એમ કહ્યું કે એક એક ઇન્દ્રિયમાં જેમ એ જીવો લીન છે તેમ તું આત્મામાં લીન થા. એકમાત્ર આત્માની લગની લગાવ! તો સમકિત થાય ને ભવભ્રમણ ટળે. વળી કહે છે કે આત્માના રસમાં એવું રસિક થઈ જવું જોઈએ કે માન-અપમાન, જીવન-મરણ, કંચન-કાચ બધામાં સમભાવ થઈ જાય. જેમ ધતૂરા પીવાવાળાને બધી ચીજ પીળી દેખાય છે તેમ ધર્મીને એક નિત્યાનંદ ભગવાન આત્મા દૃષ્ટિમાં આવતાં તેના સિવાય બધી વસ્તુ ક્ષણિક-નાશવાન જ દેખાય છે. હું અવિનાશી છું અને બાકી બધું વિનાશિક છે એમ જ્ઞાનીને દેખાય છે.
વળી જ્ઞાની જેને પુણ્ય-પાપના બંધન રહિત પોતાના આત્મામાં યોગ અર્થાત્ જોડાણ થયું છે તેને બીજા આત્માઓ પણ પુણ્ય-પાપના બંધન રહિત નિર્મળ જ દેખાય છે. તે બીજા આત્માને પણ બંધનવાળા દેખતો નથી. પોતાના આત્માને જેમ નિર્વિકારી દેખે છે તેમ અન્યના આત્માને પણ ધર્મી નિર્વિકારી દેખે છે. તેના પુણ્ય-પાપને વિકારી ભાવરૂપ દેખે છે, દેહને જડ પુદ્દગલ જાણે છે અને બધાનાં આત્માને આનંદમય દેખે છે. ત્રણલોકની સંપદા પણ તેને ઝીર્ણ તૃણ સમાન દેખાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૦૩ મોક્ષના અર્થીને ઉચિત છે કે એ આત્મજ્યોતિના સંબંધમાં જ પ્રશ્ન કરે. આત્મા કેવો છે? આત્મા કેમ પ્રાપ્ત થાય? આત્મામાં શું છે? આત્મા પ્રાપ્ત થયા પછી કેવી દશા થાય? આત્માર્થીએ આવા જ પ્રશ્નો કરવા જોઈએ. સહજ તેને પ્રશ્નો એવા જ ઊઠે.
અનુભવપ્રકાશમાં સમજાવવા માટે દાખલો આપ્યો છે કે આત્માર્થીને ગુરુએ માછલી પાસે જ્ઞાન લેવો મોકલ્યો તો માછલી કહે છે કે મને પહેલાં પાણી લાવી આપો, મને તરસ બહુ લાગી છે. પણ અરે! આ પાણી તો તારી પાસે જ ભર્યું છે. પાણીમાં જ તું છો. તો માછલી કહે છે કે તમે પણ જ્ઞાનથી જ ભર્યા છો. તમે પોતે જ જ્ઞાનસ્વરૂપ છો.
અનાદિથી આત્મા પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, દેહાદિની ક્રિયાને દેખે છે પણ ચિદાનંદ જળથી ભરેલો દરિયો છે તેને અજ્ઞાની જીવ દેખાતો નથી. આત્મામાં નજર કરવાનો તેને વખત મળતો નથી. માટે કહે છે મોક્ષેચ્છએ આત્માની ચાહુ કરવી, આત્માની લગની લગાડવી, બીજાની લગની છોડવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે. હવે ૧૧મી ગાથામાં શરીરની જીર્ણતા બતાવે છે –
जेहउ जज्जरु णरय-धरु तेहउ बुज्झि सरीरु। अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।। ५१।।
નર્કવાસ સમ જર્જરિત, જાણો મલિન શરીર,
કરી શુદ્ધાતમ ભાવના, શીધ્ર લહો ભવતીર. ૫૧. ભગવાન અમૃતાનંદના પ્રેમમાં કહે છે કે આ શરીર તને નરકના ઘર જેવું દેખાશે. નવારથી પેશાબ, પરસેવો, વિષ્ટા આદિ મલિનતા ઝરે એવું આ શરીર મલિનતાનું ઘર છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરનું ઘર છે. એમ જરાક શરીર ઉપરથી ચામડી ઉતરડે તો ખબર પડી જાય. તે જોવા પણ ઊભો ન રહે.
માંસ ને દારૂ ખાનારા રાજાઓ-લંપટીઓ તે બધાં નરકમાં જાય છે. અહીં ખમ્મા ખમ્મા થતાં હોય તેના તે નરકમાં માર ખાવા માટે મહેમાન થાય છે. નકવાસમાં ક્ષણમાત્ર પણ શાતા નથી. નરક અત્યંત ગ્લાનિકારક છે, ખરાબ છે, દુઃખકારી છે પણ તને ખબર નથી ભાઈ! આ શરીર પણ નરકના ઘર જેવું છે, એમાં બધું ગ્લાનિકારક જ ભર્યું છે. જે શરીર ઉપર જીવને અતિશય પ્રેમ છે એ જ શરીરના લોહી, પરુ, હાડકાં, માંસ આદિ જુદાં જુદાં ભાગ કરીને બતાવે તો તે જોવા પણ ઊભો ન રહે.
બાળપણ પરાધીનતામાં ખૂબ કષ્ટથી વીતે છે, યુવાનીમાં ઘોર તૃષ્ણાને મટાડવા ધર્મને નેવે મૂકે છે, ધર્મની પરવા ન કરતાં રળવામાં પડી જાય છે અને વૃદ્ધાવસ્થામાં માનસિક અને શારીરિક વેદનાનો પાર નથી. આમ આખી જિંદગી વીતાવે છે. એમાં જો આત્મા પોતાનું સાધન કરે તો ફરી આવો દુ:ખમય દેહુ જ ન મળે પણ તેને આત્માનો મહિમા આવતો નથી. જીવન પરનો જ મહિમા આવે છે તેથી એનો પ્રેમ પરમાં જ લૂંટાઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
સ્વભાવથી વિરુદ્ધભાવનો પ્રેમ-રુચિ તે મિથ્યાત્વ છે. શુભભાવ હોય પણ એ મિથ્યાત્વ નથી પણ એનો પ્રેમ છે–તેમાં લાભબુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. વ્રત, ભક્તિ આદિ શુભભાવથી પણ ધર્મ ન થાય તો શરીરની ક્રિયાથી તો ધર્મ ક્યાંથી થાય?
હે મૂર્ખ! આ તારું શરીરરૂપી ઘર દુષ્કર્મરૂપી શત્રુએ બનાવેલું કેદખાનું છે. કર્મોએ ઈન્દ્રિયના મોટા પીંજરામાં તને પૂરી દીધો છે. લોહી–માંસથી તું લેપાઈ ગયો છો અને ચામડીથી ઢંકાયેલો છો અને આયુકર્મથી તું જકડાયેલો છો. આવા શરીરને હે જીવ! તું કારાગ્રહ જાણ ! તેની વૃથા પ્રીતિ કરીને તે દુ:ખી ન થાય ! તેમાંથી છૂટવાનો પ્રયત્ન કર!
આત્માનું કલ્યાણ કરવું હોય તો નિર્વિકલ્પ ચૈતન્યનો પ્રેમ કરીને શરીરાદિનો પ્રેમ છોડ! અને તેમાં ઉપજવાનું બંધ કર! “૬૦ વર્ષ થયા પણ કોઈ દિવસ શરીરે અમે સૂંઠ પણ ચોપડી નથી” એવા શરીરના જેને અભિમાન છે તેને આત્માનો પ્રેમ નથી તેના આત્માનું કલ્યાણ ન થાય. શરીરનો પ્રેમ છોડાવવા માટે શરીરને નરકની ઉપમા આપી છે. હવે કહે છે કે વ્યવહારમાં ડૂબેલા જીવો આત્માને ઓળખી શકતા નથી.
धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति । तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५२।।
વ્યવહારિક ધંધે ફસ્યાં, કરે ન આત્મજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ. પર. કોઈ ધંધામાં, કોઈ ખાવામાં, પીવામાં, માન મેળવવામાં, આબરૂ સાચવવામાં એવા અનેક ધંધામાં જીવો પડ્યા છે. અરે! ત્યાગી નામ ધરાવનારા પણ પુણ્ય, દયા, દાન, વ્રત મંદિર બંધાવવાના એવા ધંધામાં પડયાં છે. આમ કોઈ અશુભરાગના ધંધામાં ને કોઈ શુભરાગના ધંધામાં ફસાઈ ગયા છે. ર૪ કલાકમાં આત્મા કોણ છે, કેવો છે એ જોવા પણ નવરો થતો નથી. શુભાશુભરાગના ધંધામાં ભગવાનને ખોઈ બેઠો છે. આત્મસ્વભાવમાં જોડાવું તે “યોગ’ છે બાકી બધું “અયોગ” છે.
જે પુણ્ય-પાપના રાગના પ્રેમમાં ફસાણાં છે તેને આત્મા શું ચીજ છે? એનું પણ ભાન નથી. બધા સલવાઈ ગયેલાં છે. જેલમાં પડલો શેઠ જેલમાં ઊંટ ઉપર બેઠાં-બેઠાં કહે છે કે હું ઊંટ ઉપર બેઠો છું. અરે ! ઊંટ ઉપર પણ છો તો જેલમાં ને! એમ ત્યાગી કહે અમે ધર્મ કરીએ છીએ પણ જડ શરીરની ક્રિયામાં જ તે ધર્મ માને છે. પરંતુ તે ત્યાગી હોય તોપણ સંસારમાં જ પડ્યા છે. આત્માને ઓળખતો નથી.
નિર્વિકલ્પ તત્ત્વમાં સાંભળવા-સંભળાવવાના વિકલ્પનો અવકાશ નથી. વ્યવહાર, રાગ એ બધો સંસાર જ છે. શુભ, અશુભ બન્નેનો પ્રેમ તે વ્યવસાય છે, ધર્મ નથી એટલે તો કહ્યું કે “સકલ જગ ધંધે ફસ્યા છે”
જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તે પ્રભાવના છે પણ આ જીવ શુભરાગમાં પ્રભાવના માની બેઠો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૦૫ છે એટલે રાગના કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે, એને કરતાં હોય તેને અનુમોદે એટલે માને કે મને ધર્મ થઈ ગયો. પણ ભાઈ ! મંદિર આદિ રાગના કાર્ય કર્યું ધર્મ નહિ થાય. પોતાના આત્માના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી જ ધર્મ થાય.
ટોડરમલજી કહે છે કે આ જીવને ખરેખર ધર્મ કરવાનું ટાણું આવે ત્યાં વ્યવહારધર્મ કરીને ત્યાં અટકી જાય છે, સંતોષાઈ જાય છે, આગળ વધતો નથી. હવે અહીં કહે છે કે શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફળ છે:- -
सत्थ पढंतह ते वि जड अप्पा जे मुणंति । तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५३।। શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩. શાસ્ત્ર ભણતર એ પર તરફનું જ્ઞાન છે, રાગ છે, વિકલ્પ છે. શાસ્ત્રમાં પણ ભગવાને એમ જ કહ્યું છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે, અતીન્દ્રિય આનંદ છે. શાસ્ત્રવાંચન તે ધર્મ નથી, છતાં શાસ્ત્રપાઠી વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક આદિ અનેક વિષયોને જાણે છે પણ શુદ્ધ નિશ્ચય ઉપર લક્ષ આપતાં નથી, સ્વભાવનો પુરુષાર્થ કરતાં નથી તેથી શાસ્ત્ર વાંચે છે છતાં અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય રહે છે. ચૈતન્યધાતુને જાણતા નથી માટે તેનું શાસ્ત્ર ભણતર નિષ્ફળ કહ્યું છે.
અરે ભાઈ! આત્મભાન વિનાના ભણતર શા કામના? બીજાને ભણાવવાના શુભ રાગથી પોતાને લાભ ન થાય. શુભરાગ અને પરના જ્ઞાનથી ચૈતન્યને લાભ ન થાય. માટે આત્માના લક્ષ વગર શાસ્ત્રના ભણનારા પણ જડ છે. ભગવાન આત્માની અંતર્મુખ થઈને આત્માનું જ્ઞાન કરે તે ચૈતન્ય છે.
જિનવાણી વાંચવાનું ફળ નિશ્ચય સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરવા તે છે. માટે ચાર અનુયોગ વાંચીને શાસ્ત્રીય વિષય જાણીને, છ દ્રવ્યરૂપ જગતથી મારું તત્ત્વ જુદું છે એ સાર કાઢવાનો છે. નિશ્ચયથી આત્માને ન જાણ્યો તેણે કાંઈ જાણું નથી.
અભેદ આત્માનું જ્ઞાન કરી આત્મામાં એકાગ્ર થવું તે શાસ્ત્ર ભણતરનો સાર છે. આત્માની અંતર નિર્વિકલ્પ શ્રદ્ધા કરવી એ સાચી આવડત છે. બહારની આવડત એ આવડત નથી. આત્માની પ્રતીત અને આત્માનું જ્ઞાન કર્યું તેણે બધું કર્યું. જેણે આત્મજ્ઞાન નથી કર્યું, અતીન્દ્રિય આનંદસ્વરૂપને સમ્યગ્દર્શન દ્વારા અનુભવ્યું નથી તેની આખી જિંદગી અફળ છે-નિષ્ફળ છે. આત્માના અનુભવ વિનાનું માત્ર શાસ્ત્રજ્ઞાન ભવવર્ધક બને છે, નિર્વાણના માર્ગથી દૂર લઈ જાય છે. માટે ભાઈ ! શાસ્ત્ર વાંચતા પણ લક્ષ તો આત્માનું જ રાખજે.
ફ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬]
[ પ્રવચન નં. ૧૯] નિજ પરમાત્માના લક્ષ વગરના શાસ્ત્ર-અભ્યાસ વ્યર્થ છે [શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન તા. ૨૭-૬-૬૬ ]
सत्थ पढंतह ते वि जड अप्पा जे ण मुणति । तहिं कारणि ए जीव फुडु णिव्वाणु लहंति ।। ५३।। શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજ તત્ત્વ અજાણ,
તે કારણ તે જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩. ભગવાન આત્મા એક સમયમાં અભેદ પરિપૂર્ણ વસ્તુ છે. તેનું જ્ઞાન કરી તેનો અનુભવ કરવો તેમાં એકાગ્ર થવું તે શાસ્ત્રનો સાર છે. એ સાર ગ્રહણ ન કરે અને માત્ર શાસ્ત્ર વાંચ્યા કરે તેનું શાસ્ત્ર-ભણતર વ્યર્થ છે. જિનવાણી સાંભળીને, વાંચીને, ધારીને અભેદ આત્માનો અનુભવ કરવો એ તેનું ફળ છે. અંતર-અનુભવની દષ્ટિ વગર ચારેય અનુયોગનું ભણતર કરનારાને જડ કહ્યાં છે.
શાસ્ત્ર કહે છે કે તારો આત્મા કર્મ અને રાગથી ભિન્ન છે અને અતીન્દ્રિય આનંદ આદિ અનંત ગુણોથી અભિન્ન છે. એક સમયમાં શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર સત્ ચિદાનંદ પ્રભુનો અનુભવ કરવો તે જ શાસ્ત્રભણતરનું ફળ છે. સર્વ શાસ્ત્ર ભણવા પાછળ હેતુ સમકિતનો લાભ પ્રાપ્ત કરવાનો છે. એ હેતુ ન સરે તો શાસ્ત્ર ભણવા પણ કાર્યકારી નથી.
અનેક જીવો શાસ્ત્રો વાંચી. વિદ્યા મેળવી, અભિમાન કરે છે પણ ભાઈ ! એ તારી વિદ્યા હજારો માણસોને સમજાવવાની શક્તિ તે તારા આત્માને કોઈ કાર્યકારી નથી. ખ્યાતિ-પૂજા મેળવવા માટે જે શાસ્ત્રો ભણે છે અને આત્માનુભૂતિ કરવાનો પ્રયત્ન કરતો નથી તેનું જીવન અફળ છે. ઉલટું તેને માટે તો પ્રયોજન અન્યથા સાધવાથી શાસ્ત્રજ્ઞાન સંસારવૃદ્ધિનું કારણ બની જાય છે અને પોતે નિર્વાણમાર્ગથી દૂર જાય છે. આવડતના અભિમાનમાં અટકી સમકિતનો લાભ ચૂકી જાય છે.
मणु-इंदिहि वि छोडियइ [ ? ] बुहु पुच्छियइ ण कोइ । रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइं ।। ५४।।
મન-ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગ-પ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪. ટૂંકામાં ટૂંકી વાત-અખંડાનંદ ભગવાન આત્માનો, મન અને ઇન્દ્રિયથી દૂર કરી, અંતર અનુભવ કરવાનો છે. બહુ પ્રશ્ન પૂછવાથી કાંઈ ન થાય. પહેલાં જે અનુભવનું કામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[ ૧૦૭ કરવાનું છે તે કરી લેવું જોઈએ. મન ને ઇન્દ્રિયથી લક્ષ હુંટાવી અંતરમાં જવું અને રાગ હુંટાવી વીતરાગ દષ્ટિ કરવી તે જ કર્તવ્ય છે. ભક્તિ-પૂજા-યાત્રા આદિના ભાવ આવે પણ તેનાથી શુભરાગ થશે, ધર્મ નહિ થાય. માટે અહીં તો કહે કે મોટી યાત્રા આત્માની કર! મન ને ઇન્દ્રિયના વિકલ્પ હટાવી નિર્વિકલ્પ થવું તે સાચી યાત્રા છે. શુભરાગની અને ધર્મની દશા અને દિશામાં મોટો ફેર છે.
સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જેવો આત્મા કહ્યો છે ને જોયો છે એવા તારા આત્માને જોવો ને એમાં ઠરવું તે કરવા જેવું કાર્ય છે. આત્મસ્વભાવમાં એકાગ્ર થતાં રાગનો વિસ્તાર ઘટે અને અરાગ-વીતરાગ સ્વભાવનો વિસ્તાર થાય, આનંદનો ફેલાવો થાય એ કર્તવ્ય છે.
અનુભવ કરનાર-ધર્મ પ્રગટ કરનાર આત્મા પોતે જ છે. પોતે જ અનુભવ ને પોતાનો જ અનુભવ કરીને આનંદ લેનાર પણ પોતે જ છે. તેમાં પરમાંથી કાંઈ લેવાનું નથી. અનાકુળ શાંતિનો ડુંગર આત્મા પોતે છે, તેની ગાઢ શ્રદ્ધા અને પ્રીતિ થતાં પરને કાંઈ પૂછવાનું રહેતું નથી. પોતે પોતામાં ઠરી જવાનું જ રહે છે. પોતાની શ્રદ્ધા થતાં પરમાં સુખ કે આનંદ છે એવી માન્યતાનો નાશ થઈ જાય છે. કુટુંબ, પૈસા આદિમાં સુખબુદ્ધિ રહેતી નથી. પોતામાં પ્રીતિ થતાં પરની પ્રીતિ આપોઆપ છૂટી જાય છે.
पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सहु ववहारु । चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।। ५५ ।।
જીવ પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીવ્ર લહે ભવપાર. ૫૫. સંસારથી પાર થવાનો એક માત્ર ઉપાય આત્માનું ધ્યાન છે. અસદભૂત વ્યવહારનયનો વિષય જે કર્મ, શરીર આદિ પુદ્ગલ બધાં આત્માથી અન્ય છે. અશુદ્ધ નિશ્ચયથી ઉત્પન્ન થતાં પુણ્ય-પાપના રાગાદિ ભાવ તે પણ વ્યવહાર છે, આત્માથી ન્યારા છે. પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ બધાં તત્ત્વથી પણ આત્મતત્ત્વ કથંચિત્ જુદુ છે. વિકારી પર્યાયથી તો આત્મા જુદો, પણ અવિકારી પર્યાયથી પણ કથંચિત્ જુદો છે. ગુણ-ગુણીના ભેદ તે પણ વ્યવહાર છે. ભગવાન આત્મા જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણનો પિંડ છે એવો ગુણ-ભેદ પાડીને વિચાર કરવો તે પણ વ્યવહાર છે. સંકલ્પ-વિકલ્પની બધી ક્રિયાઓ આત્મવસ્તુથી ભિન્ન છે. જગતનો બધો વ્યવહાર મનવચન-કાયાના ત્રણ યોગ અને શુભ-અશુભ ઉપયોગથી ચાલે છે. મારા શુદ્ધ ઉપયોગમાં તે વ્યવહારનો અભાવ છે એટલે કે મારા શુદ્ધ ભાવમાં એ મન-વચન-કાયાનો વેપાર અને શુભાશુભ ભાવનો અભાવ છે.
સચિદાનંદ ગોળો મન-વચન-કાયાથી જુદો જ છે. તેને જુદો અનુભવવો તે સમ્યગ્દર્શન છે. શુભભાવની દિશા તો પર તરફ છે અને શુદ્ધભાવની દિશા સ્વ-સ્વભાવ તરફ છે.
હું તો સર્વ વ્યવહારની રચનાથી નિરાળો પરમ શુદ્ધ આત્મા છું. આવા પોતાના આત્માનું ધ્યાન કરવું તે મોક્ષમાર્ગ છે એમ તું જાણ ! એમ સંતો કહે છે. શુભભાવ આવે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮] ન આવે એમ નહીં, અશુભભાવથી બચવા દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-યાત્રાના ભાવ હોય છે. ન હોય એમ કરીને ઉડાડી દે તો એ જીવતત્ત્વને જ સમજતો નથી. શુભભાવ છે તો ખરા, પણ એની મર્યાદા છે કે એ ભાવોથી નિર્મળ આત્માનો ધર્મ પ્રગટ ન થાય. શુદ્ધભાવ ન થાય.
હું સર્વ વ્યવહારથી રહિત શુદ્ધ એક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ છું. જ્ઞાયક એક પ્રકાશમાન પરમ નિરાકુળ, પરમ વીતરાગી અખંડ દ્રવ્ય છું” એવી રીતે મનન કરીને જે પોતાના આત્મારૂપી ચૈતન્યરતનમાં એકાગ્ર થઈને સ્વરૂપનું ગ્રહણ કરે છે તેને પોતાના સ્વામીપણાથી સંતોષ થઈ જાય છે. શરીર-વાણી-મનનો તો આત્મા સ્વામી નથી પણ દયા–દાન આદિ શુભભાવનો પણ આત્મા સ્વામી નથી. આત્મા તો એક સહજાત્મ શુદ્ધ ચૈતન્યપિંડનો સ્વામી છે, માલિક છે. એ માલિકીમાં જ ધર્મીને સંતોષ થાય છે. પરના સ્વામીપણામાં સંતોષ નથી, અસંતોષ છે. અનંતગુણરૂપી આત્માની પૂંજીનો સ્વામી થતાં ધર્મીને સંતોષ થઈ જાય છે. પરનું સ્વામીપણું માનવું એ તો મૂઢતા છે.
પાઠશાળાનો હું સ્વામી, આટલાં પુસ્તક રચ્યાં તેનો હું સ્વામી, લક્ષ્મીનો હું સ્વામી-લક્ષ્મીપતિ એમ પરના સ્વામીપણાથી મૂઢ જીવ સંતોષાય છે પણ એ તો દુઃખદાયક ભ્રમણા છે, વાસ્તવિક સંતોષ નથી. પોતાના સ્વરૂપના સ્વામીપણામાં જ ખરો સંતોષ થાય છે. હવે પ૬મી ગાથામાં કહે છે કે આત્માનુભવી જ સંસારથી મુક્ત થાય છે.
जे णवि मण्णहिं जीव फुडु जे णवि जीउ मुणंति । ते जिण-णाहहं उत्तिया णउ संसार मुचंति ।। ५६ ।।
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. પ૬. જે ભગવાન આત્મા સ્પષ્ટરૂપથી પોતાનું સ્વરૂપ જાણતો નથી. પરોક્ષપણે આત્માનું સ્વરૂપ આમ છે-એમ જાણે છે તેને સંતો કહે છે કે અમે જ્ઞાન કહેતાં નથી. વિકલ્પથી આત્માને જાણે તે સાચું જાણપણું જ નથી. ગાથાએ ગાથાએ વાત ફેરવે છે. એકની એક વાત નથી. જ્ઞાનની લહેરે જાગતો ભગવાન પોતે પોતાને પ્રત્યક્ષ ન જાણે તેને અમે જ્ઞાન કહેતા જ નથી. પ્રત્યક્ષ આત્માને પ્રત્યક્ષ જાણે તે જ જ્ઞાન છે.
ભાઈ ! આ તો મૂળ મારગ છે. જ્ઞાનથી જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વસંવેદન થવું તે આત્માનું જ્ઞાન છે. આ તો યોગસાર છે ને! આત્માને આત્મામાં જોડવાની-એકાગ્ર થવાની વિધિ કહે છે. શાસ્ત્રથી અને વિકલ્પથી આત્માનું જ્ઞાન કરવું તે ખરેખર પ્રત્યક્ષ જ્ઞાન નથી. પરમાત્મસ્વરૂપમાં સ્થિત આત્માનું સ્વરૂપ રાગથી-શાસ્ત્રથી ન જણાય.
- સંતોની કથની આહાહા...! મારગને સહેલો કરીને સમજાવે છે. ભગવાન ! જ્ઞાનાનંદની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૦૯ જ્યોત! અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રગટ....પ્રગટ...પ્રગટ છો ને! હોવાપણે પ્રગટ છે તેને ન હોવાપણે ” કેમ કહેવું? તું પૂર્ણ સત્તા “સતત સુલભં” ભગવાન ! તું તને સુલભ ન હો તો બીજી કઈ ચીજ સુલભ હોય? તું તારી હથેળીમાં છો એટલે કે તું તને અત્યંત સુલભ છો.
બધા વ્યવહારથી આત્મા મુક્ત છે જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર પણ હો ભલે, પણ ભગવાન આત્મા અભેદ ચૈતન્યના અનુભવમાં ધર્મી વ્યવહારથી મુક્ત છે. વ્યવહાર કરવો પડે ને હોવો જ જોઈએ હોય તો મને ઠીક એમ સમ્યગ્દષ્ટિ માનતો નથી. વ્યવહારનું પૂછડું નિશ્ચયને લાગુ પડતું નથી.
જેમ ઝાંઝવામાં જળ નથી પણ સરોવરમાં છે, તેમ ગુરુવચનમાં બોધ નથી પણ હૃદયસરોવરમાં બોધ ભર્યો છે. અહીં તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એમ કહે છે કે જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી તે સંસારથી નહિ છૂટે. સમજાણું કાંઈ ? જ્ઞાનથી જ્ઞાનને વેદે તે પ્રત્યક્ષજ્ઞાન છે. શાસ્ત્રથી, મનથી, ગુવચનથી કે વિકલ્પથી આત્માનું જાણપણું તે પરોક્ષ છે, પ્રત્યક્ષજ્ઞાન નથી.
જુઓ તો ખરા આ યોગસાર! નિર્વિકલ્પ સ્વરૂપને નિર્વિકલ્પ વેદનથી ન જાણે અને માત્ર શાસ્ત્ર આદિથી જાણે તેને સંસાર ન છૂટે. ઈચ્છા વિના છૂટતી દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ જાય પછી સંસાર ન રહે. ભગવાન આત્માનું અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરી તેમાં સ્થિર થા! વારંવાર અતીન્દ્રિય જ્ઞાનનો સ્પર્શ કર ! તને જરૂર સુખ થશે.
લોકોને લાગે કે આ ધર્મ તો બહુ મોંઘો. બારમાં તો ગમે તેટલી મોંધવારી હોય તોપણ વધુ પૈસા ખર્ચતા વસ્તુ મળી રહે પણ અહીં તો કહે છે કે અનુભવ વિના સંવર-નિર્જરા ન થાય. લાખ ઉપવાસ કરે પણ અનુભવ ન હોય તેને સંવર-નિર્જરા ન થાય. આ ધરમ તો બહુ મોંઘો !! તેને જ્ઞાની કહે છે કે ભાઈ ! ધર્મ તો બહુ સોંઘો છે. બહારની વસ્તુમાં તો પૈસા જોઈએ બજારમાં લેવા જવું પડે ને આ ધર્મ પ્રગટ કરવામાં તો ક્યાંય જવું પણ ન પડે ને કોઈ બીજાની જરૂર પણ ન પડે. અરે! પણ માણસને પોતાની જાતને જાણવી મોંઘી લાગે છે! તારું પરમાત્મસ્વરૂપ તો તારી પાસે જ બિરાજી રહ્યું છે તેને જાણવું તે મોંઘુ નથી.
જિનેન્દ્ર ભગવાને દિવ્યવાણીમાં આ ઉપદેશ આપ્યો છે કે પોતાના આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન ને ધ્યાન એટલે નિશ્ચયરત્નત્રયરૂપ મસાલાના પ્રયોગથી વીતરાગતાની આગ ભભૂકી ઊઠે છે જે કર્મરૂપી ઇંધનને જલાવીને ભસ્મ કરી નાખે છે. આત્માના ધ્યાન વિના કર્મથી મુક્ત કોઈ થઈ શકતું નથી. માટે વાસ્તવમાં આત્માનુભવ જ મોક્ષમાર્ગ છે. સમકિત બાહ્ય ચારિત્રને મોક્ષમાર્ગ માનતા નથી. અરે ! આ જીવે પોતાના ગાણાં પણ કોઈ દિવસ પ્રીતિ કરીને સાંભળ્યા નહિ. જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
પ્રીતિપૂર્વક પોતાની વાત સાંભળે તો અવશ્ય મુક્તિનું ભાજન બને. અનંતગુણમય આત્મામાં અનાદિ અનંત એક પ્રકાશ નામનો ગુણ છે, જેનાથી આત્મા પ્રત્યક્ષ થાય. પરોક્ષ ન રહે. ૪૭ શક્તિમાં આ “પ્રકાશ” નામની ૧૨મી શક્તિ છે. સીધો પ્રત્યક્ષ થઈને પોતે પોતાને જાણે એવો આ ગુણ છે. પોતાને જાણીને પોતામાં નિજ આત્મામાં રહેવું તે જ આત્માનું ઘર છે. પોતાનું જ્ઞાન જ પોતાના વસ્ત્ર છે. નિજ આત્મિક રસ એ જ પોતાનું ભોજન છે. અને આત્મિક શૈયા એ જ જ્ઞાનીની શૈયા છે. આવી રીતે આત્માને પ્રત્યક્ષ જાણીને જે વેદે છે તે સંસારથી મુક્ત થાય છે માટે પોતે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદના કરવું તે જ મુક્ત થવાની વિધિ છે, એ સિવાય મુક્તિની બીજી કોઈ વિધિ નથી.
પાંચ પદ શરણરૂપ છે એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં સિદ્ધદશા તો નથી, તો સિદ્ધનું ધ્યાન કેમ હોય ! જૂઠ-મૂઠ છે; અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે.
-પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૧૧ [ પ્રવચન નં. ૨૦] ભાઈ ! તારા પરમાત્માની ઓળખાણ કર! [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૮-૬-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. પ૬ ગાથા પૂરી થઈ છે પદમી ગાથામાં એમ આવ્યું કે “આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે” તે જ્ઞાનને જ્ઞાનથી પ્રત્યક્ષ ન જાણે ત્યાં સુધી એને આત્માનું કોઈ કાર્ય થાય નહીં. ચૈતન્ય ચૈતન્યને પ્રત્યક્ષ જાણીને વેદનમાં લે અને તેમાં સ્થિર થાય તો જીવની મુક્તિ થાય.
रयण दीउ दिणयर देहिउ दुध्दु धीव पाहाणु । सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिटुंता जाणु ।। ५७।। રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પત્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. પ૭. આ ગાથામાં ૯ દષ્ટાંત વડે આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
૧. આ આત્મા રત્ન સમાન છે. જેમ રત્ન પ્રકાશમય છે તેમ આ આત્મા જ્ઞાનપ્રકાશમય છે. રત્ન જેમ નિત્ય-કાયમ ટકનાર છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપે અવિનાશી કાયમ ટકનાર છે. રત્ન જેમ કિંમતી ચીજ છે તેમ આત્મા પણ અલૌકિક અચિંત્ય સમ્યજ્ઞાન સ્વરૂપ મહા કિંમતી-અમૂલ્ય ચીજ છે. આત્મજ્ઞાનરૂપી રત્નના સ્વામી સમ્યગ્દષ્ટિ ઝવેરી છે. ગમે તેવું રત્ન હોય પણ તેની કિંમત આંકનાર ઝવેરી વગર તેની કિંમત ઓળખાય નહીં તેમ સમકિતી ઝવેરી વગર મિાદષ્ટિ જ્ઞાનરત્નને પારખી ન શકે. કેમ કે શરીરની ક્રિયા વડ કે રાગ-દ્વેષ વડે તેની પરીક્ષા થઈ શકતી નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ રત્નો છે-પર્યાય છે. તે ત્રણ રત્ન વડે તેની પરીક્ષા થઈ શકે તેમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ કરે-કિંમત ભરે, તો ચૈતન્યરત્ન પ્રાપ્ત થાય.
૨. આત્મા દીપક સમાન સ્વ-પરપ્રકાશક છે. દીવો જેમ પોતાને અને અન્ય પદાર્થોને પ્રકાશે છે પણ પરરૂપે થતો નથી, તેમ આ ચૈતન્ય દીવો પોતાને અને પરદ્રવ્યગુણ-પર્યાયને પ્રકાશનારો છે પણ તે પરદ્રવ્યરૂપે થઈ જતો નથી. શરીરને જાણે, રાગ, કર્મ, પુગલ આદિ બધાને જાણે પણ તે-રૂપે થઈ જતો નથી. જડદીવો તો બુઝાઈ જાય છે પણ આ ચૈતન્યદીવાને મનની-રાગના વિકલ્પરૂપ તેલની જરૂર નથી ઝળહળ જ્યોતિ, અનાદિ અનંત દેહરૂપી દેવળમાં બિરાજમાન છે. વળી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને એક સમયમાં જાણી લે એવો સ્વ-પરપ્રકાશક ચૈતન્યદીવો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨]
૩. આત્મા સૂર્ય સમાન પ્રકાશમાન અને પ્રતાપવાન છે. પોતાની પ્રભુતાથી ભરેલું, અનાદિ અનંત તત્ત્વ સ્વતંત્રપણે પોતાના અખંડ પ્રતાપથી શોભે છે. અનંત વીર્યનો-અનંત બળનો સૂર્ય ભગવાન આત્મા છે. સૂર્ય તો આતાપવાળો છે પણ ચૈતન્યસૂર્ય તો પરમ શાંત છે. જગતમાં સૂર્ય તો અસંખ્ય છે પણ પોતાનો ચૈતન્યસૂર્ય તો અનુપમ છે. દ્રવ્યસ્વભાવ-વસ્તુસ્વભાવરૂપ આ સૂર્ય કદી કોઈથી ઢંકાતો નથી. કર્મથી અવરાઈ જાય કે રાગના વિકલ્પમાં પ્રસાઈ જાય એવો આ સૂર્ય નથી. જ્યારે બહારનો સૂર્ય તો મેઘ અને ગ્રહોથી ઢંકાઈ જાય છે. ચૈતન્યસૂર્ય સ્વયં પરમાનંદમય છે. એને જે દેખે તેને તે આનંદકારી છે. શુદ્ધાત્મા પોતે જ્ઞાન ને આનંદનો દાતાર છે. વળી તે સદા નિરાવરણ અને નિયમિત પોતાના અસંખ્યપ્રદેશ-સ્વપ્રદેશમાં રહેનારો છે. દેહમાં રહેવા છતાં પોતાના આકારે રહે છે.
૪. દૂધમાંથી જેમ દહીં થાય છે તેમ દૂધ સમાન પોતાના ભગવાન આત્માનું એકાગ્ર ધ્યાન કરવાથી દહીંની જેમ મીઠાશ પ્રગટ થાય છે અને દહીંમાંથી ઘી થાય તેમ ધ્યાન દ્વારા આત્માની મુક્તિ થાય છે. દૂધ મેળવતાં દહીં થાય તેમ આત્મામાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય અને દહીં વલોવતાં માખણ અને ધી થાય તેમ આત્મામાં વિશેષ લીન થતાં મુક્તિરૂપી થી પ્રગટ થાય છે.
મુમુક્ષુએ નિજ આત્મારૂપી ગોરસનું જ નિરંતર પાન કરવું જોઈએ. પોતાનો આત્મા જ દૂધ, પોતાનો આત્મા જ દહીં ને પોતાનો આત્મા જ ઘી છે. એટલે કે શુદ્ધ ચૈતન્યનું સત્ત્વ તે દૂધ તેને મેળવવાથી એટલે તેમાં એકાગ્ર થવાથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી દહીં બને અને તેમાં વિશેષ એકાગ્ર થવાથી કેવળજ્ઞાનનું માખણ મળે છે. પછી મુક્તિરૂપી ઘી તૈયાર થાય છે.
૫. આત્મા પત્થર સમાન દઢ અને અમીટ છે. કણી ન ખરે એવા ચીકણાં પત્થર હોય તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ છે, તેમાંથી એક પણ પ્રદેશ કે એક પણ ગુણ ખરે નહિ તેવો પત્થર જેવો આત્મા છે. અનંત જ્ઞાનાદિ શક્તિમાંથી એક પણ શક્તિ કદી ઓછી થતી નથી. ચંદ્ર-સૂર્ય પણ એક જાતના પત્થર છે તેમાંથી એક કણી પણ ક્યારેય ખરતી નથી. પત્થર બીજી વસ્તુને રહેવા સ્થાન ન આપે તેમ આત્મા વિકલ્પને પણ પોતામાં સ્થાન આપતો નથી. અનંત ગુણનો ઢીમ આત્મા રાગ-કર્મ-શરીરાદિને સ્થાન આપતો નથી. મગશેળિયા પત્થરને પાણી પણ અડે નહિ તેમ ભગવાન આત્માને રાગ અડતો નથી. રાગનું પાણી આત્મામાં પેસી શકતું નથી.
૬. આત્મા શુદ્ધ સુવર્ણ સમાન, પરમ પ્રકાશમાન, જ્ઞાનધાતુથી અનાદિ અનંત બિરાજમાન અદભુત મૂર્તિ છે. મલિન સુવર્ણ પોતાની યોગ્યતાથી જ અગ્નિના સંગે સો ટચનું શુદ્ધ સુવર્ણ બને છે તેમ રાગ-દ્વેષ-મોહની કાલિમા સંયુક્ત આત્મસુવર્ણ પણ પોતાની યોગ્યતાથી જ પોતામાં એકાગ્રતારૂપ અગ્નિથી સો ટચનો શુદ્ધ આત્મા બને છે. સ્વભાવે તો શુદ્ધ હતો જ, તે પર્યાયમાં પણ શુદ્ધ બને છે. ૭. હવે ચાંદીની ઉપમા આપે છે. આત્મા ચાંદી સમાન પરમ શુદ્ધ અને નિર્મળ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૧૩ વીતરાગતારૂપી સફેદી આત્મામાં ભરી છે. સંસારીઓને વ્હાલા એવા સોના-ચાંદીની ઉપમા આપીને આત્માને સમજાવે છે. ખરેખર તો આત્માને કોઈની ઉપમા જ લાગુ પડતી નથી એવો અનુપમ આત્મારામ છે.
જ્ઞાની આત્મારૂપી ચાંદીનો સદા વેપાર કરે છે, વીતરાગતારૂપી સફેદાઈ જ્ઞાની પ્રગટ કરે છે. એ જ એનો વેપાર-ધંધો છે. રાગ-પુણ્ય-પાપ કરવા તે જ્ઞાનીનો ધંધો નથી.
૮, આત્મા સ્ફટિકમણિ સમાન નિર્મળ છે અને પરિણમનશીલ છે. જેમ સ્ફટિકમણિ લાલ પીળી વસ્તુના સંયોગથી લાલ-પીળા રંગનું દેખાય છે છતાં નિર્મળતાને ખોઈ બેસતું નથી. તેમ આત્મા રાગાદિ અવસ્થાને ધારતાં છતાં સ્વભાવે નિર્મળ અને શુદ્ધ જ રહે છે. બંધપણે થવું એવો અબંધસ્વભાવી આત્માનો સ્વભાવ જ નથી. પરલક્ષમમતારૂપે પર્યાયમાં પરિણમે તે પરના લક્ષે થાય છે. સ્વભાવના લક્ષ પર્યાયમાં પણ અશુદ્ધતા ન આવે. આહાહા..! કેવું સીધું સટ-સરળ-સુલભ વસ્તુનું સ્વરૂપ છે! પોતાના ભાવ ( ગુણ ) છોડીને વિકારરૂપ થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સ્ફટિકમણિ સમાન નિર્મળ આત્મસ્વભાવની દષ્ટિ કરવાથી પર્યાયમાં પણ નિર્મળતા પ્રગટે છે.
૯. આત્મા અગ્નિ સમાન સદાય પ્રજ્વલિત ઝળહળ જ્યોતિ છે. જેમ અગ્નિમાં પ્રકાશ, દાહક અને પાચક ગુણ છે, તેમ આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિકાળી ગુણ છે. અગ્નિ પ્રકાશે છે, અનાજને પચવે છે ને ઇંધણને બાળે છે તેમ ભગવાન આત્મા સ્વપરને પ્રકાશનારો છે. પૂર્ણ ત્રિકાળીને પચાવનારો છે એક સમયમાં હું પૂર્ણ પ્રભુ છું એમ પચાવનારી શક્તિ આત્મામાં ત્રિકાળ ભરી છે અને ચારિત્ર નામનો ત્રિકાળ ગુણ એવો છે કે જે અજ્ઞાન અને રાગ-દ્વેષને બાળીને ખાખ કરે છે. આ જાજલ્યમાન જ્યોતિને કોઈ ઢાંકી શકે તેમ નથી. આત્મરૂપી અનુપમ અગ્નિ કર્મબંધનને બાળનારી, આત્મિકબળની પોષક અને સ્વભાવજ્ઞાન દ્વારા સ્વ-પરપ્રકાશક છે.
આ નવ દષ્ટાંતોથી આત્માને ઓળખીને પોતાના સ્વભાવનો પૂર્ણ વિશ્વાસ કરવાયોગ્ય છે એમ આચાર્યદવે આ ગાથામાં કહ્યું. હવે ૫૮ મી ગાથામાં કહે છે કે દેહાદિરૂપ હું નથી-એ જ્ઞાન મોક્ષનું બીજ છે.
देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु । सो लहु पावइ [ ? ] बंभु परु केवलु करइ पयासु ।। ५८।।
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮. જેમ આકાશને કોઈ પણ પદાર્થનો સંબંધ દેખાય છતાં તેને કોઈ સાથે સંબંધ નથી તેમ ભગવાન આત્માને દેહ-વાણી-મન-માતા-પિતા કુટુંબ-ઘરના ક્ષેત્ર-કાળ આદિના સંયોગો દેખાય છતાં એ બધાં સંયોગોથી તદ્દન નિરાળો છે. આકાશ સદા એકલું નિર્લેપ છે તેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[હું
આત્મા અત્યારે અને ત્રણે કાળ અસંગ અને નિર્લેપ છે. તેને ૫૨૫દાર્થ સાથે કાંઈ જ સંબંધ નથી એવો આત્માને અંત૨માં અનુભવવો તે સમ્યગ્દર્શન મોક્ષનું બીજ છે.
અગ્નિના ભડકા ભડ-ભડ બળતાં આકાશમાં દેખાય, વાદળ દેખાય, વર્ષા દેખાય છતાં એ બધાંથી આકાશ નિર્લેપ છે તેમ રોગરૂપી ભડકાથી આત્મ-આકાશ ભિન્નનિરાળો છે. ૯૬૦૦૦ સ્ત્રીઓના વૃંદમાં પડેલો દેખાય. હીરા-માણેકના મોટા હાર પહેરેલ દેખાય છતાં ચૈતન્યચક્રવર્તી એ બધાંથી અસંગ અને નિર્લેપ છે. માટે કહે છે કે અનેક સંગ-પ્રસંગમાં રહ્યો છતાં સ્વભાવ સંગ-પ્રસંગ રહિત છે એવી દષ્ટિ કરનારને પરમબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત થાય છે.
આ તો યોગસાર છે ને! એકલું માખણ ભર્યું છે. અજ્ઞાની જીવને બહા૨માં જ રુચિ અને હોંશ છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું-એમ આવડતના અભિમાન કરીને હું બીજાથી અધિક છું એમ બતાવીને હોંશ કરે છે. તેને અહીં સંતો કહે છે કે તું રાગની હોંશ નહીં કર, જ્ઞાનની હોંશ કર! જ્ઞાન તારો સ્વભાવ છે, બહારમાં તો બધું ધૂળ ધાણી અને વા પાણી છે.
અરે! સંતો દષ્ટાંતો પણ કેવા આપે છે! સિદ્ધાંતને સિદ્ધ કરે તેવા સચોટ દષ્ટાંત
આપે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, અનેક પ્રકારના પુદ્દગલો, અનંતા જીવો બધું આકાશના અસંખ્ય પ્રદેશની અંદર છે છતાં આકાશને એ પરદ્રવ્યો અડતાં પણ નથી એમ ભગવાન સર્વવ્યાપક જ્ઞાયક જ્યાં હોય ત્યાં જાણનાર...જાણનાર...જાણનાર...બસ...જાણનાર...પછી ભલે તે નરકનાં દુ:ખમાં હો કે સ્વર્ગના સુખમાં હો, શરીરના તીવ્ર રોગમાં હો કે તંદુરસ્ત નીરોગ શરીરમાં હો, પણ નિર્લેપ ચૈતન્યપ૨માત્માને આ સંયોગ અડતાં પણ નથી. આકાશની જેમ પોતાના અસંગ પરમાત્માની દષ્ટિ કરતાં જીવ પોતાના પરમબ્રહ્મસ્વરૂપ આત્માને પ્રાપ્ત કરે છે અને ક્રમે કેવળજ્ઞાન લક્ષ્મીને વરે છે.
અનંતા જીવ-પુદ્ગલોની વિકારી પરિણતિથી આકાશની પરિણતિમાં વિકાર આવતો નથી. આકાશ તો આકાશપણે જ સદાય રહે છે. તેમ જ્ઞાયક તો સદાય જ્ઞાયકપણે જ રહે છે ચૈતન્યપ્રકાશના તેજ અચેતન વિકલ્પરૂપે પણ કદી ન થાય. આવા નિર્લેપ ચૈતન્યને દષ્ટિમાં લેવો તે એકમાત્ર મુક્તિનો-૫૨મપદ પ્રાપ્તિનો ઉપાય છે.
આકાશની સત્તા અલગ અને આકાશમાં રહેલાં પદાર્થોની સત્તા અલગ છે. તેમ
ધન, કુટુંબ આદિ ૫૨૫દાર્થોની સત્તા અલગ અને આત્માની સત્તા તેનાથી અલગ છે. અરે! તેજસ અને કાર્યણ શરીરની સત્તા પણ આત્માની સત્તાથી જુદી છે. કષાયની તીવ્રતા કે મંદતા તથા મન-વચન-કાયાની સર્વ ક્રિયાઓથી આત્મા તદ્દન ભિન્ન છે. આત્માનો કોઈ સ્વામી નથી. આત્મા કોઈનો સ્વામી નથી. આત્માનું કોઈ ગામ નથી, કોઈ ધામ નથી. જુઓ! આ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાન એટલે જે ચીજો જેવી છે તેવું તેનું જ્ઞાન તે ભેદજ્ઞાન ! મારામાં પરનો અભાવ છે અને પરમાં મારો અભાવ છે.
ભલે અનંત સિદ્ધો અને અનંત સંસારી મારી સત્તા જેવા જ છે. છતાં મારી સત્તા અને એ જીવોની સત્તા નિરાળી નિરાળી છે. મારા ગુણ તેનાથી નિરાળા છે. મારું પરિણમન તેનાથી નિરાળું છે. હું સંયોગો સાથે એકમેક થયો નથી. હું અનાદિકાળથી એકાકી રહ્યો છું અને અનંતકાળ એકાકી જ રહેવાનો છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૨૧]
નિજ આત્માને ૫૨માત્મા જાણવાનું ફળ શું ?
[શ્રી યોગસા૨ ઉ૫૨ ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૯-૬-૬૬ ]
અહીં યોગસા૨ની ૫૮ ગાથા પૂરી થઈ. છેલ્લી ગાથામાં આવ્યું હતું કે જેમ આકાશમાં અનેક પદાર્થો રહેલાં દેખાય છે છતાં એ દરેક પદાર્થો પોતામાં રહ્યા છે, આકાશરૂપે થયા નથી, તેમ જ્ઞાનમાં પદાર્થો જણાય છે તોપણ ૫૨ પદાર્થો આત્માથી જુદાં છે, ૫૨ પદાર્થો આત્મામાં નથી. આમ આ પ્રકારે આકાશ અને આત્મામાં સમાનપણું હોવા છતાં બે વચ્ચે ફેર શું છે તે હવે કહે છે.
जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु ।
आयासु वि जडु जाणि जिय अप्पा चेयणुवंतु ।। ५९ ।।
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. ૫૯.
[ ૧૧૫
આકાશમાં પરદ્રવ્ય નથી તેમ આત્મામાં પણ પરદ્રવ્ય નથી. આકાશ શુદ્ધ છે તેમ આત્મા પણ પોતાના સ્વરૂપે શુદ્ધ છે. પચરંગી વાદળ હો કે બીજા પાંચ દ્રવ્યો આકાશમાં હો, પણ તેના રંગે આકાશ રંગાયેલું નથી. સર્વદ્રવ્યોથી આકાશ અલિસ છે, તેમ આત્મા વિકાર કે પરચીજથી રંગાયેલો નથી. આવા શુદ્ધ આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરવું તેને યોગસાર કહે છે.
આકાશ શુદ્ધ છે અને આત્મા પણ શુદ્ધ છે પણ હું જીવ આકાશ જડ છે, તેનામાં ચેતના નથી. જ્યારે આત્મા ચેતન છે. આકાશ આકાશનું ધ્યાન કરી શકતું નથી કેમ કે તેનામાં જ્ઞાન નથી, જ્યારે આત્મા પોતાનું ધ્યાન કરી શકે છે કેમ કે તે જ્ઞાનવાન છે માટે તે બન્નેમાં મહાન તફાવત જાણી કે જીવ! તું જ્ઞાનસ્વરૂપી આત્માનું ધ્યાન કરજે ! આત્મા ચેતનાર છે, જાણનાર છે, એકાગ્ર થનાર છે, માટે જાણનારને તું જાણજે. ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે તેનું જાગ્રત થઈને ધ્યાન કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે.
આકાશ સર્વવ્યાપી છે તેની સાથે આત્માને સરખાવે છે કે આત્મા પણ આકાશની માફક સર્વવ્યાપી છે. આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપી છે અને આત્મા ભાવથી સર્વને જાણનારો છે માટે સર્વવ્યાપી છે.
દરેક દ્રવ્ય ૫૨મસ્વભાવી છે. પાણિામિકભાવે ૫૨માણુ, આકાશ આદિ છએ દ્રવ્યો ૫૨મસ્વભાવી છે પણ એ ૫૨મસ્વભાવને આત્મા જાણી શકે છે. એ જ્ઞાનગુણની વિશેષતા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬]
માટે કહે છે કે સામાન્યગુણે આકાશ આદિ બધાં દ્રવ્યો સમાન છે પણ વિશેષગુણે કરીને દરેક દ્રવ્યમાં તફાવત છે.
આકાશ આદિ ચાર જડ દ્રવ્યો પણ શુદ્ધ છે અને આત્મા ચેતનસ્વભાવી પણ શુદ્ધ છે. આકાશ આદિ દ્રવ્યોને શુદ્ધતા છે તે પ્રાપ્ત કરવાની નથી, પ્રાપ્ત જ છે, પણ જેને શુદ્ધતા પ્રગટ કરવી છે તેવા જીવે પોતાના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેમાં એકાગ્ર થઈને શુદ્ધતાનો અનુભવ કરવો એ જ નિર્વાણનો માર્ગ છે.
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી હોવાથી, ચેતનપણે જાગ્રત થઈને ચેતનાનો અનુભવ કરવો તે જ પોતાની મુક્તિનો ઉપાય છે. હવે ૬૦ મી ગાથામાં કહે છે કે પોતાની અંદર જ મોક્ષમાર્ગ છે.
णासग्गि अभिंतरह जे जोवहिं असरीरु । बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ।।६०।।
ધ્યાન વડે અભ્યતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. ૬). જે જ્ઞાની નાસિકાદષ્ટિ રાખીને એટલે કે અંતર્મુખ દષ્ટિ કરીને જ્ઞાનાનંદસ્વભાવી, અશરીરી પોતાના આત્માને દેખે છે, ધ્યાવે છે તેને ફરી આવાં લજ્જાજનક જન્મો કરવા પડતાં નથી.
નાસિકાદષ્ટિ એટલે અંતરમાં જે મુખ્ય વસ્તુ છે તેના ઉપર દષ્ટિ રાખીને શરીર રહિત-અશરીરી, શુદ્ધ કુંદન સમાન નિર્મળ પોતાના આત્માને જે ધ્યાવે છે, અનુભવે છે. તે મોક્ષમાર્ગી છે. જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરવા અત્યંતર દષ્ટિનું સાધન કરે તેને ફરી બીજી માતાની કુખે અવતરીને માતાનું દૂધ પીવું નહિ પડે.
ચૈતન્યબિંબને અગ્ર કરીને-મુખ્ય કરીને તેનું અંતર ધ્યાન કરે તે અંતરનો મોક્ષમાર્ગ છે, તે જ સાચો-વાસ્તવિક મોક્ષમાર્ગ છે. વિકલ્પમાં કે નિમિત્તમાં કે મજબૂત શરીરના સંહનનમાં મોક્ષમાર્ગ ખરેખર નથી.
વસ્તુના સ્વભાવ ઉપર દષ્ટિ લઈ જવી તેને અહીં નાસાગ્રષ્ટિ કહી છે. પૂર્ણ આનંદ તે આત્માનું નાક છે, તેના લઈને આત્મા નભી રહ્યો છે, માટે તેના ઉપર દષ્ટિ મૂકવાનું કહ્યું છે. લોકો મોટી આબરૂને પોતાનું નાક કહે છે. અહીં કહે છે કે આત્માની મોટી આબરૂ “કેવળજ્ઞાન” તે આત્માનું નાક છે. કેવળજ્ઞાનરૂપી નાકનો આત્મા ધણી છે. શું એની મહિમા !! કેવળજ્ઞાનીની વાણીમાં ન આવી શકે એટલે આત્માનું જ્ઞાન છે, એટલી શાંતિ છે અને એવું અનંતુ બળ આદિ બધા ગુણો વાણીમાં ન આવી શકે એટલાં મહાન છે. અનંતી અનંતી અવંતી આત્મિકશક્તિ તે આત્માનું નાક છે. આત્મા જેવી બીજી ચીજ કેવી? એની શું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[૧૧૭
વાત કરવી ! એની આબરૂની શું વાત કરવી! આવા આત્માનું ધ્યાન કરે તો અલ્પકાળમાં નિર્વાણ પામે. આવો અંતરનો માર્ગ છે. બહાર શોધવા જવો પડે તેમ નથી.
ભગવાનના જ્ઞાનમાં આત્માનું અનંતુ સામર્થ્ય આવી જાય છે પણ વાણીમાં તો તેના અનંતમાં ભાગે આવે છે. જેટલું જણાય છે તેટલું વાણીમાં આવી શક્યું નથી એવા આત્માના સામર્થ્યની શી આબરૂ! જે વસ્તુસ્વભાવમાં જન્મ-મરણ નથી તેનું ધ્યાન કરનારના જન્મ-મરણ પણ ટળી જાય છે.
જે જીવ શાંત...શાંત.વિકલ્પરહિત નિર્વિકલ્પ, રાગરહિત વીતરાગ તત્ત્વને જોવા માટે નિર્મળ ગંગા વહાવે-નિર્મળ પરિણતિ પ્રગટ કરે અને શરીર વિનાનો છતાં શ૨ી૨પ્રમાણ બિરાજિત એટલે કે શરીર જેટલાં ક્ષેત્રમાં રહેલો-જેટલાં ક્ષેત્રમાં શરીર છે એટલાં જ ક્ષેત્રમાં બિરાજમાન આત્માને અંતર સૂક્ષ્મ ભેવિજ્ઞાનદિષ્ટથી જોવાનો પ્રયત્ન કરે, રાગથી ભિન્ન વીતરાગ તત્ત્વને રાગ, સંયોગ, નિમિત્ત અને વિકલ્પ આદિરૂપ આંખ બંધ કરીને જોવાનો વારંવાર પ્રયત્ન કરે, વિકલ્પની વૃત્તિનો નાશ કરી અંતર નિર્વિકલ્પ તત્ત્વમાં ટગટગી લગાવે, તેમાં એકાકાર થાય તેને તે અત્યંતર મોક્ષનો ઉપાય છે. બહારમાં મોક્ષમાર્ગ નથી. અંતરમાં મોક્ષમાર્ગ છે. પ્રવચનસારમાં પણ કહ્યું કે અરે! બહારમાં મોક્ષનું સાધન શોધવા શા માટે જાવ છો ? તમારું સાધન તમારાં અંતરમાં છે.
અજ્ઞાની જીવ શાસ્ત્રમાં ક્યાંક વ્યવહારની વાત આવે ત્યાં તે બરાબર પકડી લે છે કે વ્યવહાર ટેકારૂપ છે. સહાયક છે એમ ભગવાને કહ્યું છે પણ ભગવાને જ એકલા વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે તેના તરફ લક્ષ આપતો નથી.
અહીં તો આચાર્યદેવ કહે છે કે જે આત્મામાં એકાગ્ર થવાની ભાવના કરતો કરતો એકાગ્ર થઈને અનુભવ કરી લે છે તેની અનુભવરૂપી ધ્યાનાગ્નિ કર્મને બાળીને બધી અંતરના ધ્યાનની ક્રિયા છે. બહારની ક્રિયા વિકલ્પ આદિ તો બધાં દૂર રહી જાય છે. વ્યવહા૨ મોક્ષમાર્ગ ખરેખર વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. અત્યંતર મોક્ષમાર્ગ પોતાની પાસે છે અને પોતે કરી શકે છે. નિશ્ચય સ્વરૂપમાં એકાગ્ર થવું તે જ સાચો મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:- આવો મોક્ષમાર્ગ ગુરુ બતાવે ને ?
ઉત્તર:- આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, તે પોતાને અત્યંતર માર્ગ બતાવે છે. જેને સમજાવે તે તેનો ગુરુ કહેવાય. હું આત્મા! તું જ્ઞાન છો, તું આનંદ છો, તું પૂર્ણ છો, તું શુદ્ધ છો, તું અનાદિથી રખડયો છો, એમ સમજાવીને આત્મા પોતે જ પોતામાં ઠરે છે માટે આત્મા જ પોતાનો સાચો ગુરુ છે. આત્મા ગુરુ અને તેની પર્યાયરૂપી પ્રજા તે તેની શિષ્ય છે. પર્યાય આત્મદ્રવ્યનો વિનય કરે છે. આત્મા અને પર્યાય ગુરુ-શિષ્ય છે. આત્મા અને પર્યાયનાં નામભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, ભાવ ભેદે ભેદ છે, અને પ્રદેશભેદે બન્ને અભેદ છે. દ્રવ્ય ધર્મ કાયમી અસલી ધર્મ છે અને પર્યાય ક્ષણિક ધર્મ છે. દ્રવ્યગુરુનો આધાર લઈને પર્યાયરૂપી શિષ્ય કામ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮] હવે ૬૧ મી ગાથામાં કહે છે કે નિર્મોહી થઈને શરીરને પોતાનું ન માનો.
असरीरु वि सुसरीरु मुणि इहु सरीरु जडु जाणि । मिच्छा-मोहु परिच्चयहि मुत्ति णिय वि ण माणि ।।६।।
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણ,
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન ૬૧. આત્મા જડ શરીરથી રહિત છે પણ ઉત્તમ જ્ઞાનરૂપી સુશરીર-સુંદર શરીરથી સહિત છે. આત્માનો પરમભાવ તે તેનું શરીર છે. બહારનું શરીર તો જડ છે. હે જીવ! તું તેમાં મોહ ન કર. નિર્મોહી બન.
આત્મજ્ઞાનના સાધકને ઉચિત છે કે તે પોતાને જડશરીર રહિત જ્ઞાનશરીરી સમજે અને પુદ્ગલ પરમાણુથી રચિત આ જડ મૂર્તિક શરીરને પીંજરું અથવા કારાગૃહ સમજે. પોતાનું બધું શ્રેય-હિતની દરેક ક્રિયા આત્મા સાથે જોડે અને પરથી પ્રેમ ઉઠાવી લે. કારણ કે જ્યાં સુધી હું આત્મા અતીન્દ્રિય આનંદ અને સુખથી ભરેલો છું એવી શ્રદ્ધા, જ્ઞાન અને રુચિ થતાં નથી ત્યાં સુધી શરીર અને શરીરના સાધનને જ હિતકારી માની આવકારે છે, ઈચ્છે છે અને તેમાં જ પ્રેમ કરે છે. શરીર નીરોગ રહે, શરીરને બધી જાતની અનુકૂળતા રહે તો ઠીક એવી બુદ્ધિ મિથ્યાષ્ટિની હોય છે, માટે હું સાધક ! તું આવી મિથ્યાદષ્ટિથી દૂર રહેજે. તારા આત્માની નીરોગતા અને અનુકૂળતાથી તું સુખી છો. આવી શ્રદ્ધા થયા પછી પરમાં મારાપણાની-સારાપણાની માન્યતા છૂટી જાય છે. અજ્ઞાનીને અંતરમાં આનંદનો અનુભવ નથી તેથી તે બહારના આનંદમાં ટેકો આપ્યા વગર રહેતો જ નથી. “શરીરે સુખી તો સુખી સર્વ વાતે” આમ માનીને અનિત્ય શરીર આદિમાંથી અજ્ઞાની જીવ સુખ લેવા ચાહે છે.
ભગવાન આત્મા ચૈતન્યશરીરી છે, તેમાં સુખ અને આનંદ ન માનતાં બહારથી સુખની ઈચ્છા રાખવી તે મૂઢતા છે, મોહ છે. અજ્ઞાની મોહી જીવ દયા-દાન-વ્રત-ભક્તિ કરીને પણ વાંછા તો આ ભવ કે પરભવમાં ભોગો ભોગવવાની જ રાખે છે.
સંસારી આત્માની મન-વચન-કાયાની બધી ક્રિયાઓ મોહ ઉપર જ નિર્ભર છે. આવા મિથ્યામોહને નાશ કરીને જે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે સાધક જીવ નિશ્ચિત થઈને જ્યારે કરવા માગે ત્યારે આત્માનો અનુભવ કરી શકે છે. તેને પોતાપણુંમારાપણું એક આત્મામાં જ છે, મોહ ક્યાંય નથી. ચારિત્રમોહના ઉદયવશ રાગ આવે તો રોગી જેમ કડવી ઔષધિનું પાન કરે તેમ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની વિષય ભોગ ભોગવે છે. લાચાર થઈને રોગીને કડવી દવા પીવી પડે તેમ જ્ઞાનીને વિકલ્પવશ-લાચારીવશ ભોગ ભોગવવા પડે છે, પણ ભાવના તો તેનાથી કેમ જલ્દી છૂટાય એવી જ રહે છે. દષ્ટિમાં ગ્રહણ યોગ્ય તો પોતાનું નિજસ્વરૂપ જ લાગે છે પણ રાગવશ ભોગનું ગ્રહણ કરે છે. મિથ્યાદષ્ટિને વારંવાર રાગ અને પર જ દષ્ટિમાં આવ્યા કરે છે. જ્યારે સમ્યગ્દષ્ટિને વારંવાર પોતાનું નિજસ્વરૂપ જ દષ્ટિમાં આવ્યા કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૯
પરમાત્મા]
આત્માનુભવનું ફળ કેવળજ્ઞાન અને અવિનાશી સુખ છે અને રાગ, પુષ્ય, પાપ વિકારીભાવનું ફળ ચાર ગતિનું દુઃખ છે. આ વાત હવે આચાર્યદવ દર મી ગાથામાં કરે છે.
अप्पई अप्पु मुणंतयहं किं णेहा फलु होई । केवल-णाणु वि परिणवइ सासय-सुक्खु लहेइ ।। ६२।। નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬૨. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ એટલે કે સર્વજ્ઞ શક્તિવાળા આત્માની દષ્ટિ જ્ઞાન ને સ્થિરતા કરતાં પૂર્ણ શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. જ્ઞાનની સાથે શાશ્વત નિત્ય અવિનાશી કાયમ ટકે એવા સુખને પણ પામે છે. પૂર્ણ જ્ઞાનરૂપે પરિણમતા સાથે પૂર્ણ સુખને પણ પામે એવું આત્માનુભવનું મહાન ફળ છે. અત્યંતર મોક્ષમાર્ગનું-અનુભવનું ફળ કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ છે.
જેને આત્માથી આત્માને જાણ્યો તેણે ૧૨ અંગ જાણી લીધા. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું. ઉપયોગને આત્મામાં જોડવો તે યોગસાર” છે. તે મોક્ષમાર્ગ છે. ઉપયોગને આત્મામાં જોડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય-તેની શી વાત! તે આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવની કાંઈ ગણતરી નથી. તે ઇન્દ્રપદ અને ચકવર્તીપદ તો પુણ્યના ફળ છે. આત્મજ્ઞાનના ફળમાં તો કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ પ્રગટ થાય છે તે જ વાત અહીં લીધી છે. વચ્ચે રાગના ફળમાં ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવો મળે છે તેની વાત અહીં યાદ કરી નથી, કારણ કે તે સાધ્ય નથી. સાધ્ય તો કેવળજ્ઞાન અને શાશ્વત સુખ છે અને તે જ આત્મજ્ઞાનનું સાચું ફળ છે. આત્મજ્ઞાનનો અપાર મહિમા છે. આમ આત્માને કઈ રીતે જાણવો અને તેનું ફળ કેવું મહાન છે તે આ ગાથામાં બતાવ્યું છે.
એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહિ કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે
-પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[પ્રવચન નં. ૨૨]
ભવતાપહરણ અર્થે
નિજ-પરમાત્માને નિજ વડે જાણ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૩૦-૬-૬૬ ] આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં અહીં ૬૨ મી ગાથા ચાલે છે.
अप्पइ अप्पु मुणंतयहं किं णेहा फलु होइ । केवल-णाणु वि परिणवइ सासय-सुक्खु लहेइ ।। ६२ ।। નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬૨. આ યોગસારમાં બહુ સારામાં સાર વાત છે. પુણ્ય-પાપના વિકાર અને શરીરાદિથી રહિત આત્મા આનંદનો કંદ છે. વિકાર તે આસ્રવ તત્ત્વ છે, દેહાદિ તે અજીવ તત્ત્વ છે અને આત્મા પોતે જીવતત્ત્વ છે. એ જીવતત્ત્વમાં છે શું?–કે આત્મામાં જ્ઞાન, આનંદ, શાંતિ, વીર્ય, પ્રભુતા, વિભુત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ આદિ અનંત ગુણો છે એવા આત્માને આત્માથી એટલે કે પોતાને પોતાથી જાણવો તે જ મોક્ષમાર્ગ છે.
અહીં બહુ ટૂંકી અને સારામાં સારી વાત કરી છે. વિકાર રહિત નિજ આત્માનો વિકાર રહિત નિજ પરિણતિથી-પર્યાયથી અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. એ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ છે જ નહિ. ભગવાન આત્મા અર્થાત્ નિજ પરમાત્મા ઉપર દષ્ટિ કરીને પર્યાયમાં તેના અનુભવ કરતાં શું ફળ પ્રાપ્ત ન થાય? વચ્ચે મતિશ્રુતજ્ઞાનની વિશેષતા પ્રગટે, અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય અને ક્રમે ક્રમે એ અનુભવ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય. શું ફળ પ્રાપ્ત થાય? બધું જ થાય. અનુભવની સાથે વ્રત-તપ આદિના શુભવિકલ્પ હોય, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ એ કાંઈ મોક્ષમાર્ગ નથી સ્વભાવનું સાધન તો સ્વભાવ જ છે. સર્વજ્ઞ વીતરાગ સ્વભાવી આત્માનું વીતરાગી પર્યાય દ્વારા જ જ્ઞાન થઈ શકે, અનુભવ થઈ શકે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ વીતરાગી પર્યાય જ મોક્ષમાર્ગ છે.
આત્માનો અનુભવ કરતાં શું ફળ ન પ્રાપ્ત થાય? બધું જ થાય. પહેલું તો અતીન્દ્રિય આનંદનું વેદના થાય, પહેલું ફળ જ આનંદ છે. કેમ કે પોતે અતીન્દ્રિય આનંદનો ઢગલો છે, પુંજ છે, તેમાંથી આનંદ જ આવે. વળી એ આનંદ કેવો છે ?-કે જેવો અરિહંત અને સિદ્ધ ભગવાનને આનંદ છે તે જ જાતનો આનંદ ધર્મીને અનુભવમાં આવે છે. તે અનુભવનો આનંદ એવો છે કે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ધર્મીને સડેલાં તરણા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[ ૧૨૧ જેવા લાગે છે. ૯૬OOO રાણી હોય, રાજપાટ હોય, ૩૨OOO મુકુટબંધી રાજા જેની નીચે હોય અને પોતે ખમ્મા..ખમ્મા.. થતો હોય છતાં ધર્મી જાણે છે કે અરે! મારો આનંદ તો મારી પાસે છે, મારા આનંદ પાસે આ વૈભવની પણ કાંઈ કિંમત નથી.
સમકિતી ગૃહસ્થ હો કે આત્મજ્ઞાની મુનિ હો પણ તેના અનુભવના કાળમાં દરેકને પોતાની બધી શક્તિઓની વ્યક્તતા અંદર પ્રગટ થાય છે. ભગવાન આત્માના ગુણોના ભાવની અચિંત્યતા તો અપાર છે પણ ગુણોની સંખ્યા પણ અનંત, અચિંત્ય અને અપાર છે. એ અનંત ગુણોના ધારક નિજ આત્માનો અનુભવ થતાં સમયે સમયે અનંતા ગુણોની અનંતી પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
જેની આંખો હીરાનું પારખું કરે તે જ ઝવેરી કહેવાય. તેમ જે વીર્ય આત્માના સ્વરૂપને રચે તે જ વીર્ય કહેવાય અને જે જ્ઞાન આત્માને શેય બનાવે તેને જ જ્ઞાન કહેવાય. આ તો અગમ્યને ગમ્ય કરવાની વાતો છે બાપુ!
મોક્ષમાર્ગનું સાધકપણું અસંખ્ય સમય જ હોય છે અને તેનું ફળ અનંતસમયનું છે. આહાહા ! એક શ્લોકમાં પણ કેટલું ભરી દીધું છે! જંગલમાં વસતા એક યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે પોતાને પોતાથી જાણતાં શું ફળ ન મળે? અનુભવના આનંદથી માંડીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને કેવળજ્ઞાન બધું જ મળે.
અનુભવનું પહેલું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન કહ્યું. હવે બીજું ફળ કહે છે કે વીર્યમાં ઉલ્લાસ આવે છે કે હું હવે સ્વરૂપની પૂર્ણ રચનાનું કામ કરી શકીશ. વીર્ય ઉછળ્યું તે હવે પૂર્ણ કેવળજ્ઞાન લેશે. ઉલ્લસિત વીર્ય જ કેવળજ્ઞાનનું અધિકારી છે. પામર વીર્ય કેવળજ્ઞાન લઈ શકે નહિ. ઉલ્લસિત વીર્ય એટલે શું?-કે જે શક્તિમાં વીર્ય ગુણ છે તે અનુભવ થતાં પર્યાયમાં વ્યક્ત થયો કે હવે હું કેવળજ્ઞાન લઈને જ રહીશ. અલ્પકાળમાં હું સિદ્ધપદને પ્રાપ્ત કરીશ-એમ એનું વીર્ય ઉછાળા મારે છે. તેને એમ ન થાય કે અરેરે ! હવે શું થશે? કેવળજ્ઞાન સુધી કેમ પહોંચાશે?—એવું હીન વીર્ય ન હોય. દ્રવ્ય છે તે કદી પડીને અદ્રવ્ય ન થાય, તેમ જાગેલું વીર્ય કદી પાછું ન પડે. ક્ષયોપશમ સમ્યગ્દર્શન હોય તો ક્ષાયિક લ્ય અને ક્ષાયિક હોય તો શુક્લધ્યાન ત્યે અને શુક્લધ્યાન હોય તો કેવળજ્ઞાન લ્ય.
આત્માના શુદ્ધ મહિમાવંત દ્રવ્યસ્વભાવને અનુભવતાં વીર્ય એવું ઉછળીને કામ કરે છે કે જ્ઞાનની વૃદ્ધિ શ્રદ્ધાની શુદ્ધતા, ચારિત્રની સ્થિરતા, આનંદની વૃદ્ધિ, સ્વચ્છતાની વૃદ્ધિ, પ્રભુતાની ઉગ્રતા આદિ બધી પર્યાયોમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અનુભવ થતાં વીર્યનું વીરપણે જાગૃત થાય છે. અલ્પકાળમાં વિકલ્પ તોડીને નિર્વિકલ્પતા પ્રાપ્ત કરનારું એ વીર્ય છે.
હવે અનુભવના બીજાં પણ ફળ કહે છે કે અનુભવ થતાં પાપકર્મનો અનુભાગ ઘટી જાય અને પુણ્યકર્મનો રસ વધી જાય છે તથા આયુકર્મ સિવાય બધાં કર્મોની સ્થિતિ ઘટતી જાય છે. મોક્ષમાર્ગ પ્રગટ થઈ ગયો તેને સંસારની સ્થિતિ કેમ વધે? ન જ વધે, ઊલટી તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[હું
૧૨૨] ઘટતી જાય. અનુભવ થાય તે જ ભવમાં કેવળજ્ઞાન સુધીનો પુરુષાર્થ ન ઉપડે તો આયુષ્ય પૂરું થયે દેવ થાય. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય. એવા એકાદ-બે ભવ કરવા પડે તો પણ તેને રાગની મંદતા છે અને પુરુષાર્થ ચાલુ છે તેથી વૃદ્ધિ જ કરતો જાય છે.
આત્માનુભવના ફળમાં શ્રુતકેવળી થાય, ભલે ૧૨ અંગનું જ્ઞાન ન હોય પણ શાસ્ત્રના ભણતર વગર આત્માના ભણતરથી શ્રુતકેવળી થાય. અનુભવની જાત જ એવી છે કે અંદરથી આગળ વધતાં શ્રુતકેવળી થઈ જાય. વળી આત્માનુભવના ફળમાં શુદ્ધિની તો વૃદ્ધિ થાય પણ સાથે પુણ્ય બંધાય તેના ફળમાં બહારની સગવડતાઓ પણ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ, ચક્રવર્તી આદિના ભવો પુણ્યના ફળમાં અનુભવીને જ પ્રાપ્ત થાય છે.
જેમ કેરી વાવે તો પહેલાં ડાળાં-પાંદડાં થાય અને પછી કેરીનું ફળ પાકે તેમ આત્માનો અનુભવ થતાં પહેલાં શુભરાગના ફળમાં સ્વર્ગ ચક્રવર્તી આદિના સુખો પ્રાપ્ત થાય અને પછી પૂર્ણાનંદ-કેવળજ્ઞાનનું સુખ પ્રાપ્ત થાય. એ રીતે બીજો દાખલો પણ છે કે ચક્રવર્તીના ઘર તરફનો રસ્તો પણ કોઈ જુદી જાતનો વૈભવયુક્ત હોય. તે રસ્તેથી ચાલનાર વચ્ચે થોડો આરામ પણ લે. તેમ મોક્ષમાર્ગથી નિર્વાણ પહોંચવા માટે આત્માનુભવની સુખદાયી સડક ઉપર જ્ઞાની ચાલે છે. મોક્ષરૂપી મહેલે પહોંચતા પહેલાં પણ અનુભવી સુખરૂપી સડકે ચાલે, તેને દુઃખ નથી. વચ્ચે સ્વર્ગ આદિ અનુકૂળ સંયોગો પામીને અંતે મોક્ષમહેલમાં પહોંચી જાય છે અને આઠય કર્મોનો નાશ કરીને સિદ્ધદશા પ્રાપ્ત કરે છે.
પ્રજા ઉપર રાજાની મીઠી નજર હોય તેમ શિષ્યો ઉપર ભગવાનની મીઠી નજર હોય. ભગવાન કહે છે કે ચૈતન્યરત્નથી ભરેલાં રત્નાકર ઉપર જે દૃષ્ટિ કરશે તે બધાં ભગવાન થશે. કુંદકુંદ આચાર્ય મહાવિદેહમાં ભગવાન સીમંધરનાથના સમવસરણમાં ગયેલાં, ત્યાં દિવ્યધ્વનિમાં આચાર્યને આશીર્વાદ મળેલાં. જુઓ ! આચાર્ય માટે ભગવાનની વીતરાગી વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના ધર્મ-ધરંધર આચાર્ય છેઆમ ભગવાનના કુંદકુંદ આચાર્યદવને આશીર્વાદ મળ્યા. આચાર્યદવ અત્યારે દેવલોકમાં છે, પછી પુરુષાર્થ ઉપાડી મોક્ષે જશે.
આત્માનું ધ્યાન કરતાં વીર્ય ફાટતાં અનંત કેવળજ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ખીલી ઊઠે છે-એમ અહીં કહ્યું. હવે ૬૩ મી ગાથામાં કહે છે કે પરભાવનો ત્યાગ તે સંસારના ત્યાગનું કારણ છે.
जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति । વન-MTU-સજીવ તડું [?] તે સંસારું મુવતિ || દૂરૂપા
જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ,
કેવળજ્ઞાન સ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩. અહોહો !! મુનિરાજે એકલું માખણ ભર્યું છે.
અહીં ત્યાગધર્મની મુખ્યતા બતાવે છે. ત્યાગ એટલે વિકલ્પોનો પરભાવોનો ત્યાગ. જે કોઈ ધર્માત્મા શુભાશુભ રાગાદિ પરભાવોનો ત્યાગ કરી પોતાને પતા વડ જાણે તે કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરી ભવતાપનો નાશ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૨૩ જેણે ધર્મ કરવો છે તેણે સૌ પ્રથમ તો કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુની શ્રદ્ધા છોડવી જોઈએ. રાગ વૈષવાળા દેવો, પરિગ્રહધારી આત્મજ્ઞાન રહિત કુજ્ઞાની ગુરુ તથા ખોટા શાસ્ત્રોની મહિમા અને ભક્તિ છોડવી જોઈએ તથા હિંસા, જૂઠું, ચોરી, શિકાર, પરસ્ત્રીસેવન, વેશ્યા, જુગાર આ સાત પ્રકારના વ્યસનનો પણ ત્યાગ કરવો જોઈએ. અન્યાય કાર્યો પ્રત્યે ગ્લાનિ હોવી જોઈએ. આ રીતે કુદેવાદિની શ્રદ્ધા વગેરેનો ત્યાગ કરી વીતરાગ પરમદેવ, નિગ્રંથગુરુ તથા અનેકાંત વસ્તુને બતાવનારા શાસ્ત્રોની શ્રદ્ધા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, મનન કરવું જોઈએ. સત્ દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા કરે અને આત્માની ઓળખાણ કરે ત્યારે અનંતાનુબંધી કર્મ તથા મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ થાય. સ્વરૂપને ઓળખી તેમાં સ્થિરતા થવી તે સમ્મચારિત્ર છે.
સમ્યગ્દર્શન થતાં પરભાવ, મિથ્યાત્વ, અનંતાનુબંધી આદિનો નાશ થઈ સ્વરૂપની દષ્ટિજ્ઞાન ને રમણતા-સ્વરૂપમાં લીનતારૂપ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. આ રીતે સમ્યગ્દર્શન થતાં ગ્રહણ ને ત્યાગ બને થઈ જાય છે. નિત્યાનંદ સ્વભાવી નિજ આત્માનું ધ્યાન કરતાં નિમિત્તના લક્ષે થતાં પુણ્ય-પાપના અનિત્ય ભાવોનો નાશ થઈ જાય છે.
“હમ પરદેશી પંખી સાધુ આ રે દેશ કે નાહિજી,
આતમ અનુભવ કરીને અમે, ઉડી જાશું સિદ્ધ-સ્વદેશજી.” વિકલ્પનો દેશ તે અમારો નહિ, પુણ્ય-પાપના ભાવો આત્માના દેશમાં નથી. ભગવાન આત્મા તો અનંત આનંદનો દેશ છે, એ અમારો સ્વદેશ છે. તેમાં અમે જઈશું. જુઓ! આ યોગીન્દ્રદેવ વન-જંગલમાં સિંહ-વાઘની ત્રાડોનું લક્ષ પણ છોડીને, નિજદેશમાં જઈને આ વાત લખે છે. અહો ! તારા સ્વરૂપમાં અનંતા સિદ્ધ ભગવાન બિરાજે છે. અનંતી સિદ્ધપર્યાયનો તું પિંડ છો. આવો નિજ ભગવાન જેના અનુભવમાં આવ્યો તેને મુનિરાજ કહે છે કે હવે તારે શું બાકી રહ્યું? અનુભવ થતાં બધું જ મળી ગયું. સ્વદેશનો સ્વામી થઈ ગયો. પુણ્ય-પાપના ભાવને પોતાના માનનારો તો પરદેશી છે.
એક પોતાના પરમપરિણામિકભાવરૂપ જીવત્વસ્વરૂપ કારણપ્રભુમાં એકત્વ કરી અનુભવ કરવો તે સદાને માટે આનંદ-અમૃતનું પાન કરાવનારો મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ પ્રગટ થયાં પછી બહારમાં ગમે તેવાં ઉપસર્ગો આવે, ઘાણીમાં પીલાય તે સમયે પણ અંતરમાં મુનિરાજ અતીન્દ્રિય આનંદમાં રમતા હોય છે. કોઈ વૈરી દેવ સાધુને લવણસમુદ્રમાં નાખે ત્યાં મુનિરાજ શ્રેણી માંડી કેવળજ્ઞાન લઈ સિદ્ધદશાને પ્રાપ્ત થઈ જાય છે. માટે કહે છે કે એકવાર ચૈતન્યરત્નાકર ઉપર દૃષ્ટિ કરીને અનુભવ કરે તો તને શું ફળ નહિ મળે? અલ્પકાળમાં સિદ્ધ થઈને મુક્તિને પામીશ.
હવે આગળ ૬૪મી ગાથામાં મુનિરાજ કહેશે કે લોકાલોકને પ્રકાશનારા એવા નિજ આત્માને જે અનુભવે છે તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી થઈ ગઈ છે. એવા ધર્મી આત્માઓ ધન્ય-ધન્ય છે. અમે મુનિઓ પણ એવા મોક્ષમાર્ગી સાધકોને ધન્ય ધન્ય કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૨૩]
તે જ ધન્ય છે જે પોતાના ૫૨માત્માને અનુભવે છે
[શ્રી યોગસા૨ ઉપ૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧–૭–૬૬ ]
[હું
આ યોગસાર ચાલે છે. પુણ્ય-પાપભાવથી રહિત પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં એકાગ્ર થઈ શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવી તેનું નામ યોગસાર કહેવામાં આવે છે.
અહીં ૬૪મી ગાથા ચાલે છે. જેણે પોતાના નિર્મળ શુદ્ધ સ્વભાવને સાધ્ય બનાવીને સાધ્યો છે એવા ધર્મીને ધન્ય છે. જુઓ! પૈસાવાળા ધૂળના ધણીને ધન્ય ન કહ્યાં! તેમ દાનમાં ખૂબ ધન ખર્ચનારને પણ ધન્ય નથી કહ્યાં. કેમ કે એ કાંઈ ધન્ય ચીજ નથી. અંતરમાં સચિદાનંદ ધ્રુવ લક્ષ્મી પડી છે તેમાં યોગ એટલે કે જોડાણ કરીને શુદ્ધ નિર્મળભાવોને પ્રગટ કરે તે ધર્મી ધન્ય છે.
चयति ।
मुणंति ॥ ६४ ॥
धण्णा ते भयवंत बुह जे परभाव लोयालोय-पयासयरु अप्पा विमल ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે લોકાલોક પ્રકાશક, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
પરભાવ;
પુણ્ય-પાપ આદિ પરભાવને જે ત્યાગે છે અને લોકાલોકને પ્રકાશનારા પોતાના નિર્મળ સ્વભાવને જે જાણે છે, સ્વીકારે છે એટલે કે પરભાવથી વિમુખ થઈને જે સ્વસન્મુખ દૃષ્ટિ કરે છે એવા ધર્માત્માઓ ધન્ય છે. એક સમયમાત્રમાં આખા લોકાલોકને જાણવાનો આત્માનો જ્ઞાનસ્વભાવ એવો અસાધારણ છે કે એવો સ્વભાવ બીજા દ્રવ્યોમાં તો નથી પણ આત્માના બીજા કોઈ ગુણોમાં પણ એવો અસાધારણ સ્વભાવ નથી. એવા જ્ઞાનસ્વભાવ વડે જે પોતાના આત્માને જાણે છે અને તેમાં એકાગ્ર થાય છે તે ધન્ય છે.-પ્રસંશનીય છે.
ભગવાન આત્માની પરમ સંપદાને રુચિપૂર્વક સાધતાં જગતના અન્ય પદાર્થોથી ઉદાસીનતા થઈ જાય છે. કદાચિત્ પુણ્યના ઉદયથી ચક્રવર્તી, કામદેવ, નારાયણ, પ્રતિનારાયણ, ઇન્દ્ર, ધરણેન્દ્ર, અમિંદ્ર આદિ પદવીઓ પ્રાપ્ત થઈ હોય તોપણ ધર્મીને મોહ થતો નથી. નિજપદની પૂર્ણ સાધના કરનાર ધર્મીને લૌકિક પદવીઓની જરાય ચાહના નથી. ધર્માનુરાગ, પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રવાંચન, પૂજન, અનુકંપા આદિ શુભભાવો ધર્મી જીવને આવે છે પણ તેનો તેને આદર હોતો નથી. શુદ્ધ સ્વભાવમાં ઠરી શક્તો નથી તેથી શુભભાવમાં આવે છે પણ ધર્મી તે ભાવને કે તેના ફળને આદરતો નથી. ધર્મીને ધર્મપ્રચારનો વિકલ્પ આવે છે પણ તેને છોડવા લાયક સમજે છે, એક નિજપદની નિર્વિકલ્પ સાધનામાં જ ઉપયોગને રોકે છે, કેમ કે શુદ્ધસ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય એટલો જ પોતાને લાભ છે. ધર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૨૫ પ્રચારથી કાંઈ પોતાના આત્માને લાભ થતો નથી. સંસારની સર્વ પ્રપંચજાળથી વિરક્ત થઈને, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિના વિકલ્પોને પણ ત્યાગીને ધર્મી જીવ એક શુદ્ધ નિજાત્માને ધ્યાવે છે અને પરમાનંદના અમૃતનું પાન કરે છે. અંતર સુધારસને પીએ છે. યોગીન્દ્રદેવ કહે છે કે આવા ધર્મી તે ધન્ય છે, પ્રસંશનીય છે, તે જ મહા વિવેકી અને પંડિત છે. પરમ ઐશ્વર્યવાન પણ એ જ છે.
એક તરફ ખૂણે બેઠો જ્ઞાની શાંતિ..શાંતિથી પોતાની શાંતિનું વેદન કરે છે તે જ ધન્ય છે, પ્રસંશનીય છે, વિવેકી છે, પંડિત છે અને ઐશ્વર્યવાન છે. ધનવાન તે ઐશ્વર્યવાન નથી પણ આત્મસંપદાને લૂંટનારા ધર્મી તે ઐશ્વર્યવાન છે. ધર્મી જીવ નિજશુદ્ધાત્માની પ્રતીત-જ્ઞાન-રમણતારૂપ રત્નત્રયનો ધણી છે. રત્નત્રયનો ધણી તે જ ધનવાન છે. પૈસાવાળો ધનવાન નથી.
શ્રોતા:- તો પછી પૈસાવાળાએ શું કરવું?
પૂજ્ય ગુરુદેવ - પૈસાવાળાએ પૈસાનો મોહ છોડી, આત્માની રુચિ કરી રત્નત્રય પ્રગટ કરવા.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નોને ધારણ કરનારો જ ભાગ્યવાન છે અને તે જ ભગવાન છે. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વામી થઈને તે અલ્પકાળમાં મોક્ષ પામશે-શીધ્ર મોક્ષગામી થશે.
અહીં આત્માનુશાસનનું દષ્ટાંત આપે છે કે અતીન્દ્રિય આનંદના સ્વસંવેદનમાં મસ્ત બનેલાં દિગંબર સંતના શરીરે લાગેલી રજ-મેલ એ જેમનું ઘરેણું છે, પાષાણની શિલા એ જેમનું બેસવાનું સ્થાન છે, કાંકરીવાળી ભૂમિ એ જેમની શૈયા છે, સિંહુવાઘની ગુફાઓ જેનું સુંદર ઘર છે, અનુભૂતિ જેની ગિરિગુફા છે અને જેમણે અજ્ઞાનની સર્વ ગાંઠોને તોડી પાડી છે અને જ્ઞાન-આનંદના ખજાના ખોલ્યાં છે એવા જગતથી ઉદાસ અને મુક્તિના પ્રેમી, સમ્યજ્ઞાનધની યોગીગણ અમારા મનને પવિત્ર કરો.
હવે ગૃહસ્થ હો કે મુનિ હો બન્ને માટે આત્મરણિતા જ સિદ્ધિ-સુખનો ઉપાય છે એમ કહે છે.
सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ । सो लहु पावइ सिद्धि-सुहु जिणवरु एम भणेइ ।। ६५।। મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન,
શીઘ્ર સિદ્ધિ સુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬૫. અત્યારે લોકોમાં કોઈ કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આત્મરમણતા ન હોઈ શકે, આત્મરમણતા તો આઠમાં ગુણસ્થાને જ હોય. તેની સામે આ ગાથા છે. જિનવર પરમાત્મા તીર્થંકરદેવ સો ઇન્દ્રોની હાજરીમાં સભામાં એમ ફરમાવે છે કે જ્ઞાન-દર્શન સહિત જીવ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્મામાં વસી શકે છે. વીતરાગના બિંબ એવા જિનવરદેવની ઈચ્છા વિના વાણી ખરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬] એમાં પણ આમ આવ્યું છે એમ જિનવરદેવની સાક્ષી આપીને યોગીન્દ્રદેવ કહે છે કે ગૃહસ્થ હોય કે મુનિ બન્ને માટે આત્મરમણતા જ સિદ્ધિસુખનો ઉપાય છે. ચોથા-પાંચમાં ગુણસ્થાનમાં ગૃહસ્થ પણ નિજ આત્મામાં વસે છે વસી શકે છે. ગૃહસ્થાશ્રમમાં રાગ હોય પણ એનાથી નિવૃત્તિ થઈને સ્વરૂપમાં ધર્મી જીવ વસે છે, વસી શકે છે. મુનિ ઉગ્રપણે આત્મામાં વસે છે.
એક ન્યાય તો એમ કહે છે કે સમકિતીને ત્રણ કપાય છે, શ્રાવકને બે કપાય છે અને મુનિને એક કષાય છે પણ નિશ્ચયથી તો એ ત્રણેય આત્મામાં જ વસેલાં છે, કષાયમાં-રાગમાં વસતાં જ નથી. કેમ કે દરેકની દષ્ટિ એક આત્મા ઉપર છે, રાગાદિ છે તે તો જાણવા માટે છે. નિશ્ચયથી તો ધર્મી પોતાના આત્મામાં જ વસે છે.
સમકિતી ગૃહસ્થમાં રહેવા છતાં વિકલ્પોને છોડીને નિર્વિકલ્પસ્વભાવમાં વસે છે. સમકિતી કરતાં મુનિનો પુરુષાર્થ વિશેષ હોવાથી મુનિ ઉગ્રપણે સ્વભાવમાં સ્થિર થાય છે. “આત્મા એટલે શુદ્ધભાવનો ભંડાર.” રાગને તોડીને આવા નિજાત્માનો ભંડાર જે ખોલે છે તે તેમાં જ વસે છે. રાગાદિ હોય છતાં તેમાં તેનું વસવું નથી. જેમાં પ્રીતિ છે તેમાં જ તે વસ્યો છે. પુણ્ય-પાપ ભાવમાં ધર્મીને પ્રીતિ નથી તેથી તે એમાં વસ્યો છે એમ કહેવાય જ નહિ. ધર્મીને એક આત્માની જ પ્રીતિ હોવાથી તેને માટે આત્મા જ વસવાનો વાસ છે.
આ ગાથામાં ત્રણ વાત સિદ્ધ થઈ. એક તો જેણે અંતર્મુખ દષ્ટિ કરી શ્રદ્ધા જ્ઞાન અને લીનતા પ્રગટ કરી તે આત્મામાં જ વસે છે. બીજું એમ કે ગૃહસ્થાશ્રમમાં આત્મામાં વસવું ન હોય-એ વાતનો નિષેધ થયો અને ત્રીજું કે ધર્મીને વ્યવહાર હોય છે પણ એનું ધણીપણું નથી, તેમાં ધર્મીનો વાસ નથી.
ચોથા ગુણસ્થાનવાળો સમકિતી હો કે મુનિ હો બનેની સ્થિરતાના અંશમાં ફેર છે પણ બન્નેનું વસવું તો એક આત્મામાં જ છે, તેમાં ફેર નથી. વ્યવહારના રાગથી બન્ને મુક્ત જ છે, તેમાં તેનો વસવાટ જ નથી. ગીત ગાય છે ને કે “પરણી મારા પીયુજીની સાથ, બીજાના મીંઢોળ નહિ રે બાંધુ.” તેમ સમકિતી કહે છે કે
લગની લાગી મારા ચૈતન્યની સાથ, બીજાના ભાવ નહિ રે આદ.” “ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું. ભંગ ન પડશો રે પ્રીત જિનેશ્વર, બીજો મન-મંદિર આણું નહિ.” અખંડ આનંદ મારો પ્રભુ તેના હું ગુણગાન ગાઉં છું. પુણ્ય-પાપના ગુણગાન હું નહિ ગાઉં. મારા મનના મંદિરમાં વિકલ્પને સ્થાન ન આપું એ અમ કુળવટ રીતે જિનેશ્વર! એ અમારા અનંતા સિદ્ધોના વટ છે.
જ્યાં જેની રુચિ ત્યાં તેનો વસવાટ, જ્યાંથી રુચિ ઊઠી, ત્યાં તેનો વસવાટ નહિ. જેણે આત્માની રુચિ કરીને આત્મામાં વસવાટ કર્યો તે ભલે ગૃહસ્થ હો કે મુનિ હો બને અલ્પકાળમાં સિદ્ધિસુખને પામશે. જ્યાં જેની પ્રીતિ લાગી છે ત્યાં જ એ ર્યા છે. બીજે ઠરવું એને ગોઠતું નથી. જેને પ્રભુતાના ભણકારા વાગ્યા તેનો વસવાટ આત્મા સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે. વનવાસી દિગંબર સંત મહા લક્ષ્મીના સ્વામી યોગીન્દ્રદેવ ભગવાનની વાણીનો આધાર લઈને આમ ફરમાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨૭
૫રમાત્મા]
ધર્મીને આત્માના રસ આડે બીજે ક્યાંય રસ લાગતો નથી, સૂજ પડતી નથી. જેણે આત્માની શ્રદ્ધા-જ્ઞાન ૨મણતા કરી તે ગૃહસ્થ હો કે મુનિ બન્ને આત્મામાં જ વસે છે. આ વાતની ના ન પાડ ભાઈ! ના ન પાડ! જિનદેવનું આ ફરમાન છે, તેની તું ના પાડીશ તો તું જિનવરદેવનો વેરી થઈશ. જિનવરનો વેરી તે આત્માનો વેરી. મિથ્યાદષ્ટિ સમકિતી થયો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થયો. હવે અંતરાત્મા થયો તો એની દષ્ટિમાં–એના વસવાટમાં કાંઈ ફેર પડે કે નહિ? રાગમાં વસવાટ તો બહિરાત્માનો છે, તો અંતરાત્માનો વસવાટ રાગમાં ન હોઈ શકે, તેનો વસવાટ આત્મામાં છે. આમ કાંઈક વિચાર ભાઈ ! સીધી ના ન પાડી દે.
જે કોઈએ આત્માની શ્રદ્ધા જ્ઞાન-રમણતા પ્રગટ કરી છે તે ગૃહસ્થ કે મુનિ દરેક અલ્પકાળમાં આત્માની પૂર્ણ લક્ષ્મી-સિદ્ધિસૌષ્યને પામવાના...પામવાના અને પામવાના જ.
અહા! જંગલમાં રહેનારા વીતરાગી સંતો તો જુઓ ! જંગલમાં સિંહ ત્રાડ પાડે એમ મુનિરાજ ત્રાડ પાડીને સત્ની જાહેરાત કરે છે. સિદ્ધ ભગવાન જેઓ શુદ્ધાત્માનો અનુભવ કરી રહ્યા છે તેવો જ અનુભવ સમ્યગ્દષ્ટિને થાય છે. અતીન્દ્રિય આનંદની જાતમાં ફેર નથી. સિદ્ધ અને સાધક બંને એક જ જાતના અતીન્દ્રિય આનંદ અનુભવી રહ્યાં છે. જે સાધન વડે અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે તે જ સાધન સિદ્ધિસુખનો ઉપાય છે એટલે કે દર્શન-જ્ઞાન અથવા તો અતીન્દ્રિય આનંદ પોતે જ પૂર્ણ આનંદનું સાધન છે.
માટે અતીન્દ્રિય આનંદ જ પૂર્ણાનંદ સિદ્ધિસુખનો સાધક છે, એ સિવાય અન્ય કોઈ વ્યવહાર આદિ સાધક નથી. સ્વાનુભવ જ નિશ્ચય મોક્ષમાર્ગસ્વરૂપ રત્નત્રય છે, કેમ કે સ્વાનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સમાય જાય છે. તેથી કહે છે કે સ્વાનુભવ અતીન્દ્રિય આનંદ જ મોક્ષમહેલની સીધી સડક છે. અહીં મુનિરાજે વિકલ્પ આદિના તો ભૂકા ઉડાડી દીધા છે. ક્યાંય વિકલ્પનું સ્થાન જ નથી. અતીન્દ્રિય આનંદ જ પૂર્ણાનંદ સુધી પહોંચાડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુભ વિકલ્પ આદિ વ્યવહાર સાથે હોય પણ તે કોઈ માર્ગ નથી, ઉપાય નથી. હિંસા, જુઠું, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ આદિનો ત્યાગ, મન-વચન-કાયની શુભ પ્રવૃત્તિ આદિ વિકલ્પો બધાં છે ખરાં પણ તે વ્યવહારચારિત્ર છે. નિશ્ચયચારિત્ર તો એક અતીન્દ્રિય આનંદરૂપ સ્વાનુભવ છે.
હવે કહે છે કે:
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्त ।
विरला झायहिं तत्तुं जिय विरला धारहि तत्तु ।। ६६ ।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
ભગવાન આત્મા શુદ્ધ આનંદનો પિંડ છે, એને તો કોઈ વિરલા પંડિત જ જાણે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
[હું
છે. શુદ્ધાત્મતત્ત્વની વાત સાંભળનાર પણ વિરલા જ હોય છે. એ તત્ત્વનું ધ્યાન પણ કોઈ વિરલા જ કરે છે.
લોકાલોકને જાણનારા આત્માને જાણનાર જ્ઞાની કોઈ વિરલા જ હોય છે. એવા જ્ઞાની પાસેથી તત્ત્વની વાત સાંભળનારા પણ કોઈ વિરલા જ હોય છે. વ્યવહારના રસિયા, પુણ્યના રસિયા, સંસારના રસિયાને આ વાત સાંભળવી બહુ કઠણ પડે છે માટે કહે છે કે તત્ત્વની વાત સાંભળનાર શ્રોતા પણ દુર્લભ છે. એથી પણ વિશેષ શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરનાર વધુ વિરલ છે. જુઓ! અહીં પૈસાવાળાને કે આબરૂવાળાને કે બેઠી આવકવાળાને વિરલ ન કહ્યાં પણ શુદ્ધાત્માને જાણનારને વિરલ કહ્યાં. ખરેખર અતીન્દ્રિય આનંદની બેઠી આવક તો આત્માનું ધ્યાન કરનારને મળી રહી છે. આત્માનું સ્વરૂપ ધારણામાં લઈને અનુભવ કરનારા કોઈ વિરલા જ હોય છે.
આમ આ ગાથામાં યોગીન્દ્રદેવે શુદ્ધાત્મતત્ત્વના પ્રેમી જીવોની દુર્લભતા બતાવી છે.
2.0.0.0.0.0.0.0.0
ક્યાંય વિરોધ જેવું હોય ત્યાં ન જવું જોઈએ અને કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ. વિરોધમાં પડવું નહિ. પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્ છુપી રીતે ખાઈ લેવો જોઈએ. ફંફેરો કરવા જેવો કાળ નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે. વાદ-વિવાદમાં ઊતરવા જેવું નથી. -પૂજ્ય ગુરુદેવ
0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૨૯ [ પ્રવચન નં. ૨૪] શરણદાતા : એક માત્ર નિજ પરમાત્મા | [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૩-૭-૬૬ ]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. આજથી ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી યોગીન્દ્રદેવે આ શાસ્ત્ર રચેલું છે.
આજે મહાવીર ભગવાનની દિવ્યધ્વનિનો દિવસ છે. પ્રભુને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમે થયું હતું પણ ૬૬ દિવસ સુધી વાણી ન છૂટી. તેથી વ્યવહારથી એમ કહેવાય કે વાણીને ઝીલનાર ગણધરદેવની હાજરી ન હતી માટે વાણી ન છૂટી, પણ ખરેખર તો વાણી છૂટવાનો યોગ ન હતો માટે જ વાણી ન છૂટી. પછી વિચાર કરીને ઇન્દ્ર ઇન્દ્રભૂતિ-ગૌતમ પાસે ગયા અને છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિનું સ્વરૂપ સમજાવવા તેને કહ્યું. એ તો તેને આવડતું ન હતું એટલે કહું ચાલ, તારા ગુરુ પાસે. તેથી ઇન્દ્ર ગૌતમને લઈને ભગવાન પાસે આવ્યા અને જ્યાં ગૌતમે સમવસરણ જોયું
ત્યાં તો એનું માન ગળી ગયું અને અંદર ગયા ત્યાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેની યોગ્યતા હતી ને! તરત ભગવાનની વાણી છૂટી. શ્રાવણ વદ એકમે સૌપ્રથમ વાણી છૂટી તે ગૌતમ ગણધરે ઝીલી અને ભાવકૃતરૂપે પરિણમીને સુત્રરૂપે વાણી ગૂંથી. અંતર્મુહૂર્તમાં બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી. આજના દિવસે આ રચના થઈ. તે બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર શું? તે અહીં કહેવામાં આવે છે.
૧૨ અંગમાં સંયોગ, વિકલ્પ અને એક સમયની અવસ્થાની ઉપેક્ષા કરીને ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની અપેક્ષા કરવી એવો સાર યોગસારરૂપે ભગવાનની વાણીમાં આવ્યો. ધ્રુવ, શાશ્વત, એકરૂપ, અનાદિ અનંત એવી ચીજમાં એકાકાર થઈને સ્વરૂપના આનંદનું વદન થવું તેને યોગસાર કહે છે કે જે મોક્ષનો માર્ગ છે. હવે અહીં કહે છે કે જગતમાં તત્ત્વજ્ઞાનીઓ વિરલ હોય છે.
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्तु । विरला झायहिं तत्तु जिय विरला धारहि तत्तु ।। ६६ ।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬, આત્મજ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠિન છે તેથી બહુ થોડાં જીવો જ આ આત્મજ્ઞાનનો લાભ પામી શકે છે. આત્મતત્ત્વની વાત કહેનારાં તો દુર્લભ છે પણ તેને સાંભળનારાં પણ દુર્લભ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦] છે. જેને નિમિત્ત, વ્યવહાર અને રાગાદિની વાત એ છે તેને આ વાત સાંભળવી પણ રુચતી નથી.
ભગવાન આત્મા તરફનું અંતરમાં વલણ કરી સ્વરૂપને ધ્યેય બનાવી તેનું ધ્યાન કરનારા જીવો વિરલ છે. પુણ્ય કરવા કે તેના ફળ મળવા-ઇન્દ્ર, ચક્રવર્તી આદિની પદવી મળવી દુર્લભ ન કહી પણ આત્માનું ધ્યાન કરવું દુર્લભ છે, તેથી ધ્યાન કરનારાં જીવો જગતમાં દુર્લભ છે. રાગ રહિત વીતરાગ આત્માની વીતરાગી પરિણતિ પ્રગટ કરવી અને તેની ધારણા કરવી, એ મહા દુર્લભ છે. એ ધારણાને સ્મૃતિમાં લઈને વારંવાર અનુભવ કરનારા જીવો બહુ વિરલ છે. દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.
શાસ્ત્રની ધારણા, બોલચાલની ધારણા કરનારાં તો જગતમાં ઘણાં છે. પણ સમ્યગ્દર્શન-જ્ઞાનમાં-અનુભવમાં જે આત્મા આવ્યો તેની ધારણા કરનારા જીવો બહુ વિરલ છે પહેલાં તો આત્મજ્ઞાન પ્રગટ કરવું તે જ બહુ દુર્લભ છે. તેથી થોડાં જ જીવો આ અનુપમ તત્ત્વનો લાભ લઈ શકે છે. કેમ કે મનરહિત પંચેન્દ્રિય સુધીના જીવોને તો વિચાર કરવાની જ શક્તિ નથી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં નારકી તો રાત-દિવસ કષાયના કાર્યોમાં લાગેલાં છે. પશુઓમાં પણ આત્મજ્ઞાનનું સાધન પામવું ઘણું દુર્લભ છે. દેવોમાં વિષયોની અતિ તીવ્રતા છે અને વૈરાગ્યભાવની દુર્લભતા છે.
મનુષ્યગતિમાં જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન સુગમ છે તો પણ તેની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. કેમ કે મનુષ્યોમાં કેટલાક તો રાત-દિવસ શરીરની સગવડતા સંભાળવામાં જ રોકાય છે. કેટલાક વ્યવહારની રુચિવાળા માત્ર વ્યવહારના ગ્રંથો જ વાંચે અને સાંભળે છે. અધ્યાત્મગ્રંથો વાંચવા-સાંભળવાનો તેને ટાઈમ જ નથી એટલે દરકાર જ નથી. ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, વૈદક આદિના પંડિતો ઘણા બની જાય છે. અધ્યાત્મશાસ્ત્રોને સૂક્ષ્મદષ્ટિથી કોઈ વાંચતું-વિચારતું નથી. વ્યવહાર કરતાં કરતાં ધર્મ થઈ જશે એમ માને છે પણ અસંગ, નિર્વિકલ્પ, વીતરાગ તત્ત્વને સમજીને મનન કરનારાં બહુ થોડાં જીવો છે.
ભગવાન આત્માની ગાંઠમાં એકલી વીતરાગતા ભરી છે, એકલા ચૈતન્યરત્નો ભર્યા છે. તેમાં રાગ-દ્વેષ કે વિકારનું કોઈ સ્થાન નથી. નિશ્ચયનયથી એક પોતાનો આત્મા જ આરાધ્યદેવ છે તે વાતનો વ્યવહારીજન વિશ્વાસ કરી શકતા નથી. ખરેખર આરાધવા યોગ્ય-સેવવા યોગ્ય તો પોતાનો આત્મા છે. પરમેશ્વર વીતરાગદેવ તે વ્યવહાર આરાધ્યદેવ છે. આવી વાત જે અધ્યાત્મશાસ્ત્રમાં ભરી છે તેને કોઈ સૂક્ષ્મ દૃષ્ટિથી વાંચતાં નથી તેમ વિચારતાં પણ નથી.
આચાર્ય કુંદકુંદદેવ પણ સમયસારમાં કહે છે કે આ રાગની કથા કરી અને વેદી એવી વાત તો જીવે અનાદિથી સાંભળી છે પણ રાગથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન આત્માની વાત જીવે કદી સાંભળી નથી. નિમિત્ત અને રાગથી ભિન્ન ભગવાન આત્માની વાત સાંભળવા મળવી એ પણ ઘણું દુર્લભ છે. નિમિત્ત અને રાગાદિ વ્યવહાર દ્વારા આત્માને જાણી શકાય એવું માનનારને નિમિત્ત આદિથી આત્માને ન જાણી શકાય એવી આ વાત સાંભળવી અને સ્વીકારવી આકરી પડી જાય. સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત આત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૧૩૧ વાત જગતને સાંભળવી દુર્લભ છે. પરિચય કરવો દુર્લભ છે અને અનુભવમાં લેવી એ તો એથી પણ વધુ દુર્લભ છે.
કેટલાક પંડિતો વિદ્વાનો ક્રિયાકાંડથી ધર્મ મનાવે છે. જ્યારે અહીં ક્રિયાકાંડથી તો ધર્મ ન થાય પણ વિકલ્પથી કે ગુણભેદથી પણ ધર્મ ન થાય એવી વાત છે. ધર્મીભગવાન આત્મા અને આનંદ તેનો ગુણ એવા ભેદના લક્ષથી પણ ધર્મ ન થાય. આવી વાત કહેનારા વિરલા જ્ઞાની પણ જો કદાચ મળી આવે તો તેને સાંભળનારાં સચિવંત શ્રોતા પણ દુર્લભ છે.
ભાઈ ! તું તો નિર્દોષ દશા પ્રગટ કરવા માગે છે તેવી અનંતી દશા-અવસ્થાનો પિંડ જ તું પોતે છો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પિંડ તું પોતે છો, તેના સિવાય બીજું તારે શું જોઈએ છે? સચિવંત જીવોને માટે આ વાત છે. આવા જીવો જગતમાં બહુ વિરલ છે. તેમાં પણ આત્માનુભૂતિ પ્રગટ કરનારાં જીવો તો વિરલ.. વિરલવિરલ છે.
આ માનવજન્મ પ્રાપ્ત કરીને નિર્મળ અનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય કરવો જરૂરી છે. જેને આત્મજ્ઞાનની રુચિ થાય તેને માર્ગ મળે જ છે. એ માર્ગથી જીવ સીધો મોક્ષમાં પહોંચી જાય છે.
આ ભયાનક સંસારમાં રખડતાં જીવને આત્મજ્ઞાનરૂપી મહારત્વ ક્યાંય મળ્યું નથી. હવે જો તને આ રત્ન મળ્યું હોય-આત્મજ્ઞાન થયું હોય તો જરા પણ પ્રમાદ ન કરીશ. વિષયોની લોલુપતામાં આ રત્ન ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. આ વાત
સાર સમુચ્ચય” માં લીધી છે અને ટોડરમલજી પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ” માં લખે છે કે આત્માની અનુભૂતિમાં રહેજે, બહાર ખોવાઈ ન જઈશ ! આ ચિઠ્ઠી તો એવી અમૂલ્ય છે કે એક માણસે લખેલું કે જો આ ચિઠ્ઠી અંગ્રેજીમાં હોત અને વિલાયતમાં પહોંચી હોત તો એક એક ચિઠ્ઠીની કિંમત હજારોની થાત.
આ રીતે ૬૬મી ગાથામાં આત્મરસિક જીવોની વિરલતા બતાવી. હવે ૬૭માં મુનિરાજ કહે છે કે કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છે.
इहु परियण ण हु महुतणउ इहु-दुक्खहं हेउ । इम चिंततहं किं करइ लहु संसारहं छेउ ।। ६७।।
આ પરિવાર ન મુજતણો, છે સુખદુ:ખની ખાણ:
જ્ઞાનીજન એમ ચિંતવી, શીધ્ર કરે ભવહાણ. ૬૭ ધર્માત્મા જીવે નિજ આત્મસ્વભાવમાં યોગ નામ જોડાણ-એકાગ્રતા કરવા માટે કુટુંબ પ્રત્યેનો મમત્વભાવ છોડવાયોગ્ય છે. કુટુંબના મોહમાં રોકાઈને આત્મધ્યાન ખોવા જેવું નથી. કુટુંબ-પરિવાર એ તો ધૂતારાની ટોળી છે. નિયમસારમાં આવે છે ને! પોતાના સ્વાર્થ માટે-પોતાનું પેટ ભરવા માટે ધૂતારાની ટોળી મળી છે. સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ લૌકિક સુખ-દુઃખના એટલે કે દુ:ખના જ નિમિત્તો છે. તેના પાલનપોષણમાં રોકાઈશ નહિ. આત્માની દરકાર કરીને આત્માનું ધ્યાન કરજે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
"
૧૩૨]
પ્રશ્ન- કુટુંબના માણસોને ભૂખ્યા મરવા દેવાય ?
અરે ભૂખ્યા કોણ મરે? બધાને પોત-પોતાના પુણ્ય પ્રમાણે મળી જ રહેવાનું છે. તેનું ભરણ-પોષણ તું કરીશ તો જ થશે એમ નથી.
યોગસાર છે ને! આત્મામાં એકાગ્ર થવા માટે કુટુંબ આદિનો મોહ છોડજે ! એ તો પોતાના કારણે આવ્યા છે, પોતાના કારણે ટકી રહ્યાં છે અને પોતાના કારણે ચાલ્યા જશે; તારે અને એને કાંઈ સંબંધ નથી. આમ મોહ છોડીને અંદરમાં એકાકાર નહિ થા તો એકાગ્રતા- યોગસાર નહિ થઈ શકે. અરે! જ્યાં શરીર મારું નથી ત્યાં શરીરના સંબંધવાળા મારા ક્યાંથી હોય? બધાં મારા શરીરને ઓળખે છે કે આ મારો દીકરો છે ને આ મારા પિતા છે. આત્માને તો કોઈ ઓળખતું નથી.
ઈન્દ્રિયસુખનો કામી જીવ ઈન્દ્રિયવિષયોના સહકારી કારણોને છોડતો નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, મકાન, આબરૂ એ બધાં મારા સુખના સાધન છે-એમ માનનારો તેમાંથી રુચિ છોડી શકતો નથી. બાલ્યાવસ્થામાં માતા-પિતા દ્વારા પાલન-પોષણ અને લાડ-પ્યાર મળે છે તેથી બાળકને માતા-પિતા પ્રત્યે તીવ્ર મોડું થાય છે. યુવાનીમાં સ્ત્રી અને પુત્ર-પુત્રીથી ઈન્દ્રિયસુખ મેળવે છે તેથી તેનો મોહ કરે છે. જે મિત્રોથી અને નોકર-ચાકરથી ઈન્દ્રિયસુખમાં સહકાર મળે છે તેને સારા માની રાગ કરે છે અને જે સુખમાં બાધક થાય તેને દુશ્મન સમજી દ્વેષ કરે છે. આમ બધાં પ્રાણી ઈન્દ્રિયસુખના સ્વાર્થ ખાતર બીજા પ્રત્યે મોહ કરે છે પણ આત્માનું સુખ એ જ વાસ્તવિક સુખ છે અને ઈન્દ્રિયસુખ એ તો દુ:ખ છે. એવી જો તેને પ્રતીતી થાય તો ઈન્દ્રિયસુખના નિમિત્તોને પણ સહકારી માને નહિ અને તેમાં મોહ કરે નહિ.
જેમ કમળને જળનો સ્પર્શ નથી, કમળ જળથી અલિપ્ત છે, તેમ જેણે નિજ આત્માનો અનુભવ કરી અતીન્દ્રિયસુખ પ્રાપ્ત કર્યું છે એવા ધર્મી જીવ ગૃહસ્થાશ્રમમાં જળકમળવત્ નિર્લેપ રહે છે.
સ્ત્રી, પુત્ર આદિ બધા મારા આત્માથી સર્વથા ભિન્ન છે. આત્મા સાથે સંબંધવાળા નથી. તેમનો સંયોગ વાયુ સમાન ચંચળ છે. પવનથી જેમ પાંદડા આમતેમ ઉડ તેમ પૂર્વના પુણ્ય-પાપ અનુસાર ક્ષણિક સંયોગો આવે છે ને જાય છે. તેમાં ઈન્દ્રિય સુખના લોલુપી અને અતીન્દ્રિય સુખના અજાણ-મૂર્ખ જીવો અનુકૂળ સંયોગ મળતાં એવી કલ્પના કરે છે કે જાણે અમને સ્વર્ગ મળી ગયું, પણ પોતાના આત્માનો અનુભવ કરીને અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરવાનો આ મૂર્ખ જીવો પ્રયત્ન જ કરતાં નથી. જે કેવળજ્ઞાન લક્ષ્મીનો સ્વામી છે એવા આત્માની ઓળખાણ કરીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની ભાવના મોક્ષાર્થી જીવો જ કરે છે. વિષયલોલુપી જીવો તો પોતાના પુણાધીન મળેલા ક્ષણિક અનુકૂળ સંયોગોમાં જ સાચું સુખ માનીને અટકી જાય છે, તેને અતીન્દ્રિય સુખની રુચિ થતી નથી.
અંદરમાં અનુકૂળતાનો પિંડ-ભગવાન આત્મા બિરાજમાન છે તેની દષ્ટિ ન કરતાં બહારની ક્ષણિક અનુકૂળતામાં રુચિ કરે છે, સુખ માને છે તે ભ્રમણા છે. એમ કહી હુવે આચાર્યદેવ સંસારમાં કોઈ શરણદાતાર નથી એ વાત બતાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इन्द्र-फणिंद-णरिंदय वि जीवहं सरणु ण होंति । असरणु जाणिवि मुणि-धवला अप्पा अप्प मुणंति ।। ६८ ।। ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહિ શરણ દાતાર,
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
[ ૧૩૩
આત્મધ્યાની આત્મજ્ઞાની મહામુનિ સંત યોગીન્દ્રદેવ જગત સામે પોકાર કરીને કહે છે કે ઇન્દ્ર, ધરણેન્દ્ર કે ચક્રવર્તી કોઈ પણ આ સંસારી જીવના રક્ષક થઈ શક્તા નથી. દરેકને પોતાનો આત્મા જ એક રક્ષક છે, શરણ-દાતાર છે. તેની મુનિ પોતાને પોતાનું શ૨ણ જાણી પોતે પોતાને ધ્યાવે છે. પોતાના આત્મામાં શરણ મેળવી લ્યે છે.
‘નિજરૂપ વેદે આપ ' કહેતાં એમ કહેવું છે કે વ્યવહાર દ્વારા કે નિમિત્ત દ્વારા અનુભવ થઈ શકતો નથી પણ શુદ્ધ વીતરાગ પ્રભુ નિજ આત્માનો શુદ્ધ વીતરાગ પરિણિત દ્વારા જ અનુભવ થઈ શકે છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.–એમ પોતે પહેલાં નિર્ણય કરવો જોઈએ.
જીવને જ્યારે પ્રતિકૂળતાનો કે મરણનો કાળ આવે છે ત્યારે તેમાંથી તેને છોડાવવા કોઈ સમર્થ નથી. ચક્રવર્તી જેવાને પણ મરણકાળે છ ખંડનું રાજ્ય છોડીને જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી અંત સમયે હીરાના પલંગમાં સૂતો હતો, હજારો દેવો જેની સેવામાં હાજર હતાં, ૯૬૦૦૦ રાણીઓ સામે ઊભી હતી અને બ્રહ્મદત્ત મરીને સીધો સાતમી નરકમાં ૩૩ સાગરનું આયુષ્ય લઈને ગયો. ત્યાં વિલાપ કરે છે કે અરે મને અહીં કોઈ શરણ ન મળે ! ભાઈ ! તેં આત્માને તો સાંભળ્યો નથી. વિકલ્પ પણ જ્યાં શરણ નથી, ત્યાં બહારના સંયોગો તો શું શરણ આપે! અનંત સામર્થ્યનો ધણી પોતાનો આત્મા તેની દૃષ્ટિ કદી કરી નથી તો તેના વગર કોણ શરણ આપે? ભગવાન પણ શરણદાતા નથી. પોતાનો પ્રભુ જ પોતાને શરણદાતા છે. પોતાનો આત્મા જ અરિહંત છે, પોતાનું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે, પોતાનું સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય, સાધુની વીતરાગી પરિણતિ જેવું છે. આત્મા પોતે જ પાંચ પદરૂપે છે. અષ્ટપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે આ વાત લીધી છે કે પાંચેય પદરૂપે પોતાનો આત્મા જ છે. અરિહંત, સિદ્ધ આદિ કોઈ શરણ આપવા આવતા નથી.
આ રીતે જ્ઞાની જીવે અશરણ ભાવના ભાવીને કર્મોના ક્ષયનો ઉપાય કરવો યોગ્ય છે કેમ કે કર્મોનો સંયોગ એક સમય પણ ગુણકારી નથી.
સમયસારમાં કહ્યું છે કે હું ૫૨ જીવને સુખી-દુઃખી કરી શકું છું એ માન્યતા મહા મિથ્યાત્વ છે. સૌ પોતાના પૂર્વના કર્મોના ઉદય પ્રમાણે આયુષ્ય અને સંયોગ લઈને આવે છે, તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી. બૃદ-સામાયિક પાઠમાં આવે છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈદ્ય, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર આદિ કોઈ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪] બચાવી શકતું નથી. એક શરણભૂત માત્ર પોતાનો આત્મા છે એમ વિચાર કરીને સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ કરજે. અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ ન કર!
પૂર્ણાનંદનો નાથ ચૈતન્યરત્નાકર એવા નિજ આત્મામાં દષ્ટિ કરતાં નિધાન ફાટે તેવું છે. બહાર નજર કરતાં હોળી સળગે તેવું છે. બહાર નજર કરતાં વિકલ્પ ઊઠશે અને આકુળતા થશે અને નિરાકુળ સ્વભાવમાં દષ્ટિ કરતાં પર્યાયમાં પણ નિરાકુળતા પ્રગટશે. માટે હે જીવ! સ્વભાવદષ્ટિ કરવામાં તું જરાપણ વિલંબ ન કર ! આજે જ કર! અત્યારે જ કર !
HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT.
* અરે! એક વાળો શરીરમાં નીકળતાં પીડાનો પાર રહેતો નથી. તો આ મારું શરીર, મારું ઘર, મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી-પુત્રમિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન નથી પણ પીડાય છે.
-પૂજ્ય ગુરુદેવ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૨૫] મુક્તિદાતા: નિજ ૫રમાત્મા
[ શ્રી યોગસા૨ ઉ૫૨ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૪-૭-૬૬ ]
આ ભરતક્ષેત્રમાં સેંકડો વર્ષ પહેલાં એક યોગીન્દ્રદેવ નામના મુનિ થઈ ગયા. તેમણે આ શાસ્ત્રની રચના કરી છે. શાસ્ત્રનું નામ પણ ‘યોગસાર' છે. આત્માનો સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ, પવિત્ર છે તેમાં એકાગ્ર થવું તે યોગનો સાર છે.
અહીં ૬૯ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે ‘ જન્મ-મરણ જીવ એકલો કરે છે.’
इक्क उपज्जइ मरइ कु वि दुहु सुहु भुंजइ इक्कु ।
णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ।। ६९ ।।
[ ૧૩૫
જન્મ-મરણ એક જ કરે. સુખ-દુ:ખ વેદે એક, નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯.
જીવ એકલો જ જન્મે છે અને દેહ છૂટે ત્યારે એકલાને જ પરલોકમાં જવું પડે છે, કોઈ સ્વજન સાથે જતાં નથી. જીવનપર્યંત જેવાં ભાવ કર્યાં હોય તે પ્રમાણે મીને અન્ય ગતિમાં જીવ એકલો જ જાય છે. નરકમાં જાય તોપણ એકલો અને સ્વભાવદિષ્ટ કરીને તેમાં લીન થઈ સર્વથા કર્મોનો અભાવ કરી મુક્તિમાં જાય તોપણ જીવ એકલો જ જાય છે. ત્યાં દેવ-શાસ્ત્ર-ગુરુ કે સંઘ સાથે આવતાં નથી. સ્વરૂપમાં એકાગ્રતા કરીને પોતાનો આત્મા જ પોતાને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. તેમાં કોઈ મદદ કરતું નથી.
આ શ્લોકમાં એકત્વભાવનાનો વિચાર કરવામાં આવ્યો છે. ચારગતિના ભ્રમણમાં અનેક જન્મોમાં જીવને માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, મિત્ર તથા જડ વસ્તુનો સંયોગ થયો અને છૂટયો, પોતે તો એકલો ને એકલો જ રહ્યો. કોઈ સાથે આવ્યું નહિ. માટે હે જીવ! આમ વિચારીને તું તારું હિત શીઘ્ર કરી લે !
જીવ જેવા શુભ-અશુભ ભાવ કરે છે, તેવા કર્મ બંધાય છે અને તેવું તેનું ફળ મળે છે. એક દષ્ટાંત આવે છે કે નાનો ભાઈ બીમાર હતો. મોટા ભાઈએ તેને સાજો કરવા માંસ-ઇંડા આદિ તેને ખબર પડવા દીધા વગર ખવરાવ્યાં. મરીને મોટોભાઈ નારકી થયો અને નાનોભાઈ અસુરકુમા૨ દેવ થઈને તેને મારવા લાગ્યો. જેને માટે પાપ કર્યું તે પરમાધામી થયો અને જેણે પાપ કર્યું તે નારકી થયો. નારકીનો જીવ કહે છે કે અરે! પણ મેં તારા માટે થઈને આ પાપ કર્યું હતું અને તું મને જ મારે છે? પેલો કહે કે મને તો ખબર ન હતી, તેં શા માટે પાપ કર્યું? હું તો તને મારીશ. આ દષ્ટાંત ઉ૫૨થી દરેકે વિચાર કરવા જેવો છે કે કુટુંબ માટે થઈને પોતે જે પાપ કરે છે તેનું ફળ પોતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ] એકલાને જ ભોગવવું પડશે, તેમાં કોઈ કુટુંબીજનો ભાગીદાર નહિ થાય. માટે પાપ કરતાં પહેલાં જીવે વિચારવા જેવું છે.
દરેક જીવની સત્તા નિરાળી છે-જુદી જુદી છે. દરેકના ભાવો અલગ અલગ છે. દરેકના કર્મના બંધન નિરાળા છે અને શાતા-અશાતાનો ભોગવટો પણ દરેકને જુદો જુદો છે. દરેકને સંયોગો જુદાં જુદાં મળે છે પણ સંયોગને કોઈ ભોગવી શકતું નથી. સૌ પોતાના રાગને ભોગવે છે.
ચાર સગા ભાઈ હોય તેમાં એક ધનવાન થઈને સાંસારિક સુખ ભોગવે, એક નિર્ધન થઈને કષ્ટથી જીવનનિર્વાહ કરે, એક વિદ્વાન થઈને દેશમાન્ય થઈ જાય, અને એક મૂર્ખ રહીને નિરાદર પામે. એ જ રીતે શ્રેણિક અને અભયકુમારને ખૂબ પ્રેમ હતો. એક થાળીમાં સાથે જમતાં હુતાં પણ મરીને શ્રેણિક નરકમાં ગયા અને અભયકુમાર સ્વર્ગમાં ગયા. જેના જેવા ભાવ થાય છે તેવું તેને ફળ મળે છે. એક સાથે જમનારા અને એક સાથે રહેનારા હોય છતાં, એક નરકે જાય છે, એક મોક્ષમાં જાય છે. આ બધી ભાવોની વિવિધતા છે.
તારા પરિણામ તું સુધાર અને નિજ આત્મા આનંદકંદ છે તેમાં દષ્ટિ કરીને ધ્યાન-અનુભવ કર ! તે જ મોક્ષનો ઉપાય છે. બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. સંસારમાં દરેક જીવ પોતાના સ્વાર્થના સગા છે. સ્વાર્થ ન સધાય તો સ્ત્રી, પુત્ર, મિત્ર પણ ત્યાગ કરી દે છે. માટે કોઈ ઉપર મોહ કર્યા વગર પોતાનું હિત કરી લેવા જેવું છે.
નૌકામાં એક સાથે બેઠેલા માણસો હોય, પણ જાય છે બધાં જુદાં જુદાં નગરમાં તેમ એક કુટુંબમાં અનેક જીવો ભેગા થયા હોય પણ મરીને કોઈ સ્વર્ગમાં, કોઈ નરક તિર્યંચમાં, કોઈ મનુષ્યમાં અને કોઈ મોક્ષમાં જાય છે. કોઈનો કોઈ સાથી-સથવારો નથી. માટે કોઈ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કરવા જેવો છે.
દયા, દાન, પૂજાદિના ભાવ પુણ્યભાવ છે અને હિંસા, જૂઠું, ચોરી આદિના ભાવ પાપભાવ છે. બન્ને ભાવથી પોતાના આત્માને ન્યારો જાણી, પોતાના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને ધ્યાન કરવું તે જ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે અને તે જ મોક્ષનું કારણ છે. રત્નત્રયની આરાધનાપૂર્વક મોક્ષ પણ જીવ એકલો પામે છે.
દરેક જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. દરેક જીવ પરમ શુદ્ધ છે. શુદ્ધસ્વભાવને આઠ કર્મ, શરીર, વિભાવભાવ કે અન્ય કોઈનો સંયોગ નથી, અસંયોગી તત્ત્વ છે. પુણ્ય-પાપ ભાવથી રહિત, નિરંજન નિજ પરમાત્માની શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તે મોક્ષનો માર્ગ છે. એ મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી થાય છે, તેમાં કોઈ મદદગાર નથી. હવે કહે છે કે ભાઈ ! તું નિર્મોહી થઈ આત્માનું ધ્યાન કર!
एक्कुलउ जइ जाइसिहि तो परभाव चएहि । अप्पा सायहि णाणमउ लहु सिव-सुक्ख लहेहि ।। ७०।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩૭
પરમાત્મા]
હે આત્મા! તું એકલો જ છો માટે રાગ-દ્વેષ-મોહાદિ સર્વ પરભાવોનો ત્યાગ કરીને, નિર્મળાનંદ, જ્ઞાનમય, સદા શુદ્ધ પવિત્ર નિજ આત્માનું ધ્યાન કર! તો તને શીધ્ર મુક્તિસુખ મળશે.
આત્મા જાણગ..જાણગ...જાણગસ્વભાવી છે. “જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું અને જ્યાં જ્યાં જ્ઞાન નહિ ત્યાં ત્યાં હું નહિ.' ભક્તિમાં, રાગાદિના ભાવમાં જ્ઞાન નથી માટે તે હું નહિ. હું ચૈતન્યમાત્ર છું એમ જાણીને રાગાદિનો ત્યાગ કરી નિજ જ્ઞાનમય આત્મામાં એકાગ્ર થવું તેનું નામ યોગસાર છે.
હે ભવ્યો! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં આવી જાય. દેહ છૂટયાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી શકે છે. દેવ, નારક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે. માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી.
રાગાદિ પરભાવ મારી જ્ઞાનભૂમિકાથી બહાર છે. બહારમાં-સંયોગોમાં તો ક્યાંય આત્માને એકાગ્ર થવાનું-ઠરવાનું સ્થાન નથી. પણ પોતાના રાગ-દ્વેષમોહભાવમાં પણ ક્યાંય ઠરવાનું સ્થાન નથી. માત્ર જ્ઞાનસ્વરૂપી પોતાના આત્મામાં જ પોતાને ઠરવાનું સ્થાન છે. માટે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ ઠરવાનું સ્થાન જાણી, સ્વભાવનો પરમ સચિવાન થઈને તેમાં જ મગ્ન થવાનો, આત્મિક આનંદ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર ! અખંડ જ્ઞાનમય વસ્તુ તે મારું દ્રવ્ય, અસંખ્યપ્રદેશ મારું ક્ષેત્ર, એક સમયની પર્યાય તે મારો કાળ અને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ મારો શુદ્ધભાવ છે તે ખરેખર મારું સર્વસ્વ છે. જે ભાવમાં પરનો આશ્રય છે તે ભાવ મારા નથી. હું તો એકાકાર, અખંડ શુદ્ધ, સંવેદનગમ્ય એક અવિનાશી પદાર્થ છું. તેના શ્રદ્ધા-જ્ઞાનચારિત્ર તે મારો સ્વભાવ ભાવ છે તે એક જ મોક્ષમાર્ગ છે.
હવે યોગીન્દ્રદેવ ખૂલ્લું કરે છે કે પુણ્ય પણ પાપ છે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेई । નો પુછુ વિ પાક વિ માડુ સો યુદ ( ? ) વો વિ દવે
પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧. હિંસા, જૂઠું, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ આદિ ભાવને તો આખું જગત પાપ કહે છે પણ દયા-દાન, અહિંસા, સત્ય આદિ પુણ્યભાવને પણ પાપ કહેનારા તો વિરલા જ્ઞાની જ છે. પુણ્યતત્ત્વ પણ પાપ જ છે એમ અહીં સિદ્ધ કરે છે.
જ્ઞાનીને પણ અશુભથી બચવા શુભભાવ આવે છે પણ પોતાનો સ્વભાવ અમૃતસ્વરૂપ છે તેમાંથી પતિત થઈને પુણ્યભાવમાં આવવું તે નિશ્ચયથી પાપ છે. પુણ્યનું ફળ ઝેર છે. પુણ્યના ફળમાં સંસાર ફળશે. માટે જ્ઞાની પુણને પણ પાપ કહે છે. નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને જે કાંઈ શુભ-અશુભ ભાવ આવે છે તે બધાં અપવિત્ર ભાવ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ ૫૨માત્મા અમૃતને–આનંદને લૂંટવાવાળાં છે, મદદ કરનાર નથી. માટે તે બધાં ભાવો પાપ છે, સંસારનું ફળ આપનારા છે. સર્વજ્ઞદેવ દિવ્યધ્વનિમાં ફરમાવે છે કે આનંદ તારા આત્મામાં છે. પરભાવમાં તો એકલું દુઃખ છે.
શ્રી કુંદકુંદ આચાર્ય સમયસાર ગાથા ૨૯૫ માં કહે છે કે પ્રથમમાં પ્રથમ આત્મા અને બંધનું લક્ષણ ઓળખીને તે બન્નેનું ભેદજ્ઞાન કરવાનું છે. આત્માર્થીનું પહેલાંમાં પહેલું કર્તવ્ય એ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માને ઓળખીને તેની શ્રદ્ધા કરવી અને બંધ તત્ત્વને ઓળખીને તેનો સર્વથા છેદ કરવો. ભવભ્રમણથી છૂટવું હોય તેણે પુણ્ય-પાપ ભાવનો સર્વથા છેદ કરીને અમૃતસ્વરૂપ આત્માને ધ્યાવવો.
હૈ ભાઈ! તું સર્વજ્ઞદેવની વાણી સાંભળીને, વિચારીને, નિર્ણય તો પહેલાં સાચો કર ! નિર્ણયમાં જ ઠેકાણું નહિ હોય તો માર્ગ હાથ ક્યાંથી આવશે ? પુણ્ય-પાપભાવરૂપ બંધતત્ત્વ અને અબંધસ્વરૂપી નિજ આત્મા એ બન્નેનું ભેદવિજ્ઞાન કરવાનું છે. પુણ્યપાપભાવ તે મારું સ્વરૂપ જ નથી એમ પહેલાં નક્કી કરીને અબંધસ્વરૂપ નિજ પરમ પાવન ૫રમાત્માની શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
સાધારણ રીતે સર્વ જીવો પાપભાવને હૈય અને પુણ્યભાવને ઉપાદેય માને છે. પુણ્યનાં ફળમાં સુખ મળવાની આશા રાખે છે. કેમ કે પુણ્યથી જ ઇન્દ્ર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ મહાવૈભવયુક્ત પદવી પ્રાપ્ત થાય છે. પણ એ પદવીઓ પણ માત્ર દુ:ખસ્વરૂપ છે. પુણ્ય-પાપ બન્ને એક જ જાતનાં છે, બન્નેનું ફળ સંસાર અને દુઃખ જ છે. એવું જાણનારાં તો કોઈ વિરલ, બુદ્ધિમાન, જ્ઞાની જ હોય છે. જેનાથી સંસારમાં રહેવું પડે, વિષયભોગમાં ફસાવું પડે, એવું સ્વાધીનતાઘાતક પુણ્ય પણ પાપ જ છે-એમ જ્ઞાની માને છે.
આત્મા મોટો તાકાતવાન છે. ઊંધો પુરુષાર્થી હોય તો સમવસરણમાં તીર્થંકરના સમજાવવાથી પણ ન સમજે અને સવળો પુરુષાર્થી સમકિતી ઉપ૨થી અગ્નિની વર્ષા વર્ષે, પરિષહોના પાર ન રહે તોપણ પોતાની શ્રદ્ધાથી ડગ્યો ન ડગે. ઉપરથી દેવ આવીને પરીક્ષા કરે કે પુણ્યથી લાભ માન તો તને પરિષહોથી બચાવું, નહિ તો મારી નાખીશ, તોપણ ડગે નહિ. તે જાણે છે કે કોણ કોને મારી શકે છે? અમે તો પુણ્ય-પાપ રહિત અમારા આત્માથી લાભ માનીએ છીએ. પુણ્યથી લાભ ત્રણકાળમાં કદી ન થાય. જ્ઞાનીને આત્માના આનંદ પાસે બીજા બધાં ભાવો તુચ્છ લાગે છે. પુણ્ય-પાપભાવ બન્ને દોષ છે.
બંધન અપેક્ષાએ બન્ને સમાન છે. બન્નેના બંધન-કારણ કષાયની મલિનતા છે. બન્નેનો અનુભવ સ્વાભાવિક અનુભવથી વિરુદ્ધ છે. અતીન્દ્રિય શુદ્ધ ભાવથી બન્ને વિપરીત છે. માટે જ્ઞાની પુણ્ય-પાપ બન્નેને લાભદાયક માનતા નથી.
પુણ્ય-પાપભાવમાં તન્મય થવાથી બંધન થાય છે તેથી મોક્ષમાર્ગના તે વિરોધી છે. આત્માના ધર્મના તે લૂંટારાં છે વીતરાગમાર્ગની આવી વાત પામર ઝીલી શકતાં નથી જ્ઞાની પુણ્ય-પાપ અને ભાવને દુઃખના કારણ જાણી તેનાથી વિરક્ત રહે છે અને કર્મક્ષયકારક, આત્માનંદદાયક એક શુદ્ધ ઉપયોગને જ માન્ય કરે છે. તેને જ મોક્ષનું કારણ જાણે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૧૩૯ [ પ્રવચન નં. ૨૬]
એમ નક્કી કર – ત્રિલોકપ્રધાન નિજ પરમાત્મા
આ દેહમાં જ બિરાજમાન છે [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. પ-૭-૬૬ ]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં ૭૧ મો શ્લોક છે. યોગીન્દ્રદેવ કહે છે કે જ્ઞાની પુણને પણ પાપ કહે છે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ । નો પુગુ વિ પાક વિ મણ સો યુદ (?) વો વિ દવેઙ્ગ ૭ફા
પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧ હિંસા, જૂઠું, ચોરી આદિના અશુભભાવોને તો આખી દુનિયા પાપ કહે છે પણ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિના શુભભાવને પણ પાપ કહેનારા કોઈ અનુભવી જ્ઞાની જ હોય છે. જેમ પાપભાવ બંધનું કારણ છે તેમ પુણ્યભાવ પણ બંધનું જ કારણ છે. બન્ને આકુળતા ઉપજાવનારા છે. માટે જ્ઞાની બન્નેને પાપ જ કહે છે.
કર્મક્ષયકારક, આત્માનંદદાયક, એક શુદ્ધોપયોગને જ જ્ઞાની માન્ય કરે છે એટલે કે આદરણીય માને છે. જેવો પરમાત્માનો સ્વભાવ છે તેવો જ પોતાનો આત્મા છે. એવા આત્માની દૃષ્ટિ કરતાં જે શુદ્ધ આચરણ પ્રગટે છે તે જ ઉપાદેય છે, હિતકારક છે. પુણ્યપાપભાવ કર્મબંધનના કારણો છે, તેનાથી વિરુદ્ધ શુદ્ધભાવ કર્મક્ષયનું કારણ છે. પુણ્યપાપભાવ દુઃખકારક છે તો શુદ્ધાત્માની દષ્ટિ, જ્ઞાન અને શુદ્ધ-ઉપયોગ આનંદદાયક છે. આત્મા પોતે આનંદસ્વરૂપ છે. તેથી તેનો અંતર વ્યાપાર-ઉપયોગ પણ આનંદદાયક છે. પુણ્ય-પાપ ભાવમાં-પુણ્યમાં આકુળતા અને પાપમાં તીવ્ર આકુળતા છે, પણ બંન્નેમાં આકુળતા અને દુ:ખ જ છે.
ધર્મીજીવને પણ શુભ-અશુભભાવ આવે છે પણ ધર્મી તેને હિતકારક માનતા નથી. ધર્મીની દ્રષ્ટિ તો આત્મા ઉપર છે તેથી તેને તો એવી જ ભાવના હોય છે કે હું નિરંતર મારા આત્મબાગમાં રમું, આત્મામાં એકાગ્રતા કરીને નિરંતર વીતરાગભાવની સેવા કરું અને સિદ્ધ સમાન મારા પદમાં જ પ્રેમ કરું, એવી જ્ઞાનીને નિરંતર ભાવના રહે છે.
જ્ઞાનીને હજુ આત્મવિયની કમી હોવાથી કર્મોદયવશ ગૃહસ્થને યોગ્ય બધાં કાર્ય કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦]
[ હું દયા, દાન, પૂજા પણ કરે છે, પણ તેની પાછળ તેને પાંચ ઈન્દ્રિયના ભોગોની લાલસા નથી. પુણ્યબંધ કે પુણ્યફળની તેને ચાહના નથી. જેનાથી પોતાનું શુદ્ધસ્વરૂપ બંધનમાં આવી જાય એવા ભાવને જ્ઞાની હિતકર કેમ માને? ન જ માને. ધર્મી જ્ઞાની શુદ્ધસ્વરૂપના સચિવત ધર્માત્મા મુક્તિના પથિક છે, સંસારના પથિક નથી. બંધનથી છૂટવાના પથિક છે, તેથી પુણ્યને પણ પાપ સમાન જાણીને છોડવા માગે છે.
જેને આત્માનો પવિત્ર ધર્મ પ્રગટ કરવો છે અને પૂર્ણાનંદસ્વરૂપ મોક્ષની જેને ભાવના છે તેણે સર્વ પુણ્ય પાપ છોડવા યોગ્ય છે. તેની દષ્ટિમાં આત્માનું જ્ઞાન હોય, આત્માની રુચિ હોય, પુણ્યભાવની રુચિ ન હોય, તો જ તે સાચો મોક્ષાર્થી છે
હવે યોગીન્દ્રદેવ કહે છે કે પુણ્યભાવ સુવર્ણની બેડી છે અને પાપભાવ લોખંડની બેડી છે. બન્ને બેડી છે. બંધન કરાવનાર છે, મુક્તિ આપનાર નથી.
जह लोहम्मिय णियड बुह तह सुण्णम्मिय जाणि । जे सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।।७२।। લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨ વનવાસી દિગંબર સંત કહે છે કે હે પંડિત ! પાપભાવ લોખંડની બેડી અને પુણ્યભાવ સોનાની બેડી છે એ બન્ને બંધનભાવથી રહિત અબંધ સ્વભાવી આત્માની દષ્ટિ કર તો તું સાચો પંડિત છો. પહેલાં તો સમજણમાં એમ લે કે પુણ્ય-પાપ બને બંધન છે, પછી તે બન્ને ભાવોનો ત્યાગ કર. શુભાશુભભાવની દૃષ્ટિ છોડી પૂર્ણ શુદ્ધ નિજસ્વરૂપમાં આવી જા ! પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ માનનાર તો મિથ્યાષ્ટિ જ છે. પુણ્ય-પાપભાવમાં ચૈતન્યનું નૂર-તેજ નથી. બન્ને કર્મ જીવને સંસારમાં ફસાવનાર છે. માટે મોક્ષાર્થીને ઉચિત છે કે તે બંને ભાવોને સંસારમાં બાંધનાર બેડી જાણીને તેની રુચિ છોડીને મુક્તિનો ઉપાય કરે.
જેમ ક્રોધ-માન-માયા-લોભ, હિંસા, ચોરી આદિ અશુભભાવથી ઘાતિકર્મ બંધાય છે તેમ શુભભાવથી પણ ઘાતિધર્મ બંધાય છે. ઘાતિકર્મમાં એકલી પાપ-પ્રકૃતિ જ છે. અઘાતિકર્મમાં પુણ્યભાવથી અનુકૂળ સંયોગો મળે એવા શુભ કર્મો બંધાય છે અને પાપભાવથી પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો બંધાય. પણ જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ ચાર ઘાતિકર્મોમાં તો શુભાશુભ બન્ને ભાવથી એકલો પાપ બંધ જ પડે છે. આથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે. એવા ધર્મી જીવને શુભભાવમાં તથા તેના ફળમાં મળતાં પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પણ રુચિ નથી. તેમાં સુખબુદ્ધિ થતી નથી. કારણ પુણ્યપરિણામથી પણ આત્મઘાત જ થાય છે.
પુણ્યના ફળમાં પ્રાપ્ત થતાં વિષયોમાં ફસાઈ જવાથી અજ્ઞાની જીવો નરક નિગોદ આદિમાં ચાલ્યા જાય છે. પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવ જ લખે છે કે પુણ્યના ફળમાં વૈભવ મળે અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૪૧ વૈભવમાં અભિમાન થતાં પાપભાવ વડે જીવ નરકમાં ચાલ્યો જાય છે. પુણ્યના ફળમાં દેવપદ મળે અને દેવમાંથી સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. તૃષ્ણામાં દેવના વૈભવ ભોગવવાની ઇચ્છા છે એવા મિથ્યાષ્ટિની આ વાત છે. પુણ્યના ફળ અને ઈન્દ્રિયવિષયોને ભોગવવાની લોલુપતામાં દેવપર્યાયમાં પણ મિથ્યાષ્ટિજીવ દુઃખી છે અને ત્યાંથી પાછો એકેન્દ્રિય આદિ હલકી પર્યાયમાં ચાલ્યો જાય છે. ૧૨માં સ્વર્ગ સુધીના દેવો મરીને પશુ થાય છે, નવમી રૈવેયક સુધીના દેવો મરીને મનુષ્ય થાય છે અને ત્યાં પણ તૃષ્ણારૂપી રોગથી પીડાય છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ.” આત્માને ભૂલીને ઈન્દ્રિયસુખ અને પુણ્યમાં પ્રીતિ રહેવી તે જ આત્મભ્રાંતિનો રોગ છે. તેના જેવો બીજો મોટો કોઈ રોગ નથી.
પોતે ભગવાન હોવા છતાં બહારનાં સંયોગો-મકાન, સ્ત્રી પુત્ર, દૌલત આદિ જડ વસ્તુઓ પાસે સુખની ભીખ માગે છે. તૃષ્ણારૂપી ક્ષય રોગ લાગુ પડયો છે, તેમાં પીડાતો ઇન્દ્રિયવિષયો પાસે સુખની ભીખ માગે છે પણ પ્રતિકૂળતા, રોગ, નિર્ધનતા આદિ દુ:ખના સાધન મળવાથી જેવી આકુળતા થાય છે તેવી જ આકુળતા તુષ્ણારૂપી રોગથી થાય છે. આ જીવે અનંતવાર દેવ, મનુષ્ય, મોટા રાજા આદિના વૈભવો પ્રાપ્ત કર્યા પણ આ તૃષ્ણારોગ મટયો નહિ. કેમ કે આત્માના આનંદની ચિ વિના તૃષ્ણાનો દાહ શમન થઈ શક્તો નથી.
ધર્મજીવ પાંચ ઇન્દ્રિયના વિષયોને હેય-છોડવા લાયક સમજે છે. તેથી વિષયસુખના કારણભૂત પુણ્યધર્મને પણ હેય સમજે છે અને તેથી પુણ્યકર્મના કારણભૂત શુભભાવને પણ જ્ઞાની હેય સમજે છે. તેથી વિરુદ્ધ, અજ્ઞાની જીવ ઇન્દ્રિયવિષયોમાં સુખ માને છે તેથી તેના કારણ એવા પુણ્ય-કર્મના બંધનને પણ સુખરૂપ માને છે અને તેના કારણભૂત શુભભાવને પણ સુખરૂપ અને ઉપાદેય માને છે. શુભાશુભભાવને જેણે અધિક માન્યા છે તેણે આત્માને હીન માન્યો છે, તેને આત્મા પ્રત્યે પ્રેમ નથી પણ વિષયો અને વિષયોના કારણ પ્રત્યે પ્રેમ છે.
શુદ્ધ ચિદાનંદ નિજ આત્માની રુચિવાળો અનુભવી જીવ ભલે પશુ હોય તોપણ તેને આત્માનો અતીન્દ્રિય આનંદ છે, વાસ્તવિક સુખ છે. નાનું એવું દેડકું હોય કે ચકલી હોય તે પણ આત્મા છે ને ! તેને આત્માનો અનુભવ થઈ શકે છે. ભગવાનના સમવસરણમાં તો સર્પ, સિંહ આદિ નૂર હિંસક પ્રાણીઓ પણ જાય છે. ત્યાં જ આત્માની દષ્ટિપૂર્વક અનુભવ કરી લે તો તેને પણ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. કોઈ તો વિશેષ લીનતા કરીને પાંચમું ગુણસ્થાન પણ પ્રગટ કરે છે. પછી એ રાત્રે ખોરાક કે પાણી ના લે અને દિવસે પણ નિર્દોષ ખોરાક વનસ્પતિ આદિ મળે તો જ લે. આવા પશુ પણ પોતાના શુદ્ધસ્વરૂપ સિવાય બીજા કોઈ વિષયોમાં આનંદ માનતા નથી. જ્યારે આત્માના સ્વરૂપથી અજાણ મોટા શેઠિયા હોય તોપણ પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં સુખ માનીને આકુળતાને વેદે છે.
સમકિતીને તો નરકમાં પણ અતીન્દ્રિય આનંદ છે. “બાહિર નારકીકૃત દુઃખ ભોગત, અંતર સુખરસ ગટગટી. આત્માના શુદ્ધ-ઉપયોગની દષ્ટિને કારણે નરકના અસહ્ય દુઃખની વચ્ચે પણ સમકિતીને સુખની ગટાગટી છે. આહાહા...! ક્યાં જ્ઞાની પશુ, ક્યાં મિથ્યાષ્ટિ શેઠિયા! મિથ્યાદષ્ટિદેવ નવમી રૈવેયકમાં પણ આકુળતા વેદે છે અને સાતમી નરકમાં કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[હું
૧૪૨] રાજા મરીને જાય ને ત્યાં યાદ આવી જાય કે સંતોએ અમને કહ્યું હતું કે સ્વભાવનું સાધન કરવામાં તમે સ્વતંત્ર છો-એમ કરીને જ્યાં અંતરમાં દષ્ટિ કરે છે ત્યાં અનુભવમાં અતીન્દ્રિય આનંદ પામે છે. આ અતીન્દ્રિય આનંદનું કારણ સ્વભાવની દષ્ટિ અને અનુભવ છે. અજ્ઞાનીને પુણ્યની રુચિ છે તેના કારણે સ્વર્ગમાં દેવી સુખોની વચ્ચે પણ તે એકલી આકુળતાને જ વેદે છે. હવે ૭૩ મી ગાથામાં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે “ભાવનિગ્રંથ જ મોક્ષમાર્ગી છે.'
जइया मणु णिग्गथु जिय तइया तुहु णिग्गथु । जइया तुहुं णिग्गथु जिय तो लब्भइ सिवपंथु ।। ७३ ।। જો તુજ મન નિગ્રંથ છે, તો તું છે નિગ્રંથ;
જ્યાં પામે નિર્ગથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩. હે આત્મા! જો તેં મનમાં રાગની એકતા તોડી છે, મિથ્યાત્વની ગ્રંથિને ભેદી નાખી છે અને શુદ્ધ આત્માની દષ્ટિ કરી છે તો તારું મન નિગ્રંથ છે રાગથી એકતા તોડી, આત્મસંપદામાં એકત્વ કર્યું છે તેનું મન ખરેખર નિગ્રંથ છે, અને હે જીવ! જો તારું મન નિગ્રંથ છે તો તે મોક્ષપંથ પ્રાપ્ત કરી લીધો છે. બાહ્યમાં દ્રવ્યલિંગ પણ આવે જ છે પણ જો તે ભાવનિગ્રંથ દશા પ્રાપ્ત કરી લીધી છે તો તું સમજ કે તું શિવપંથી થઈ ગયો, બાહ્યમાં દ્રવ્યનિગ્રંથ દશા હોય પણ ભાવનિર્ઝથતા ન હોય તો મોક્ષમાર્ગ નથી એમ અહીં બતાવવું છે.
શ્રદ્ધા-અપેક્ષાએ સમકિતી પણ ભાવનિગ્રંથ છે. નિજ શુદ્ધસ્વભાવની પ્રીતિ, દષ્ટિ અને અનુભવ કરનાર સમકિતીને રાગ ઉપર પ્રીતિ નથી માટે તે ખરેખર ભાવનિગ્રંથ છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂરો ત્યાગ નથી. પણ પ્રથમ તો અંતરંગમાં મનને ગ્રંથિરહિત કરવું જોઈએ. મનમાં દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે પણ રાગની ગાંઠ છે. તે ગાંઠને પ્રથમ ભેદી મનને નિગ્રંથ બનાવ્યું છે તે મોક્ષમાર્ગી છે. આત્મા વસ્તુ પોતે નિગ્રંથ છે તો તેની દષ્ટિ કરવાવાળો પણ ભાવથી નિગ્રંથ છે. પણ બહારમાં કેવળ દ્રવ્યથી નિગ્રંથનો એક પણ ભવ ઓછો થાય તેમ નથી.
ભાવનિગ્રંથ જીવને અંતરનો પરિગ્રહ ન હોય. મનમાં રહેલ સર્વ રાગ-દ્વેષ ભાવની મલિનતાને દૂર કરી હોય, સર્વ જીવ ઉપર સમતાભાવ તથા કણાભાવ હોય, પરમ સંતોષી હોય અને એ ભાવનિગ્રંથ જ્ઞાની જીવની આત્મરસની પિપાસા ઘણી હોય. આવાં લક્ષણો યુક્ત હોય તે જ ભાવ-નિગ્રંથ છે. એથી વિપરીત કોઈ જીવ બધો બાહ્યપરિગ્રહ છોડી દે-સ્ત્રી, પુત્ર પરિવાર ત્યાગી જંગલમાં રહેવા લાગે પણ અંતરપરિગ્રહ-રાગ-દ્વેષ-મોહનો ત્યાગ ન કરે તો તે નિગ્રંથ નથી. તેને આત્મરસનો લાભ પ્રાપ્ત થતો નથી. તે જીવ મોક્ષમાર્ગી નથી પણ સંસારમાર્ગી છે. જેમ ચોખા ઉપરનું ફોતરું કાઢી નાખે પણ ચોખાની લાલાશ ન કાઢે તેને ચોખાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૧૪૩ અસલ સ્વાદ આવતો નથી. તેમ કોઈ જીવ બાહ્ય સંયોગોનો તો ત્યાય કરી દે પણ અંતરમાં શુદ્ધાત્માની દષ્ટિ, અનુભવ ન કરે, સમદર્શી-સમતાભાવને પ્રાપ્ત ન થાય, આત્મિક આનંદનો પિપાસુ ન બને અને રાગ-દ્વેષ-મોહરૂપી અંતરપરિગ્રહને ધારી રાખે તો તેને મોક્ષનો લાભ પ્રાપ્ત થતો નથી, તે જીવ સાચો નિગ્રંથ નથી. ભાવ-નિગ્રંથ નથી, દ્રવ્ય નિગ્રંથ છે.
સનાતન વીતરાગ ધર્મ સંતોએ સ્પષ્ટ બતાવીને સહેલો કરી દીધો છે. આત્મતત્ત્વની દષ્ટિ-જ્ઞાન અને અનુભવરૂપ રત્નત્રય તે જ શિવપંથ છે. તેના ઉપર ચાલીને જ્ઞાની મોક્ષમાં પહોંચી જાય છે. હવે કહે છે કે આ દેહમાં જ દેવ બિરાજે છે એમ નક્કી કર!
जं वडमज्सहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु । तं देहहं देउ वि मुणहि जो तइलोय-पहाणु ।।७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪. જેમ બીજમાં વડ પ્રગટ છે અને વડમાં સ્પષ્ટરૂપથી બીજ જ વ્યાપેલું છે. તેમ આ શરીરરૂપી વડમાં ભગવાન આત્મા બિરાજમાન છે. બીજમાં જેમ વડ છે તેમ આત્મબીજમાં પરમાત્મશક્તિનું વડ પ્રગટ છે. શક્તિમાં પરમાત્મપણું હોય તો જ પર્યાયમાં પ્રગટ થાય ને? ત્રણલોકમાં તારો આત્મા જ પ્રધાનદેવ છે. ભગવાન અરિહંત અને સિદ્ધપ્રભુ પણ તારા માટે પ્રધાનદેવ નથી. તારું પરમાત્મપદ જ તારા માટે પ્રધાન છે. પરમાત્મા જેમ પર્યાયે પૂર્ણ છે તેમ દરેક જીવ શક્તિએ પૂર્ણ છે. એમ પોતાની શક્તિનો જ્યાં સુધી વિશ્વાસ ન કરે ત્યાં સુધી દષ્ટિ સમ્યફ ન થાય-સમ્યગ્દર્શન ન થાય.
જેમ લગ્ન વખતે વરરાજા તો એક દિવસ માટે જ વરરાજા છે, પ્રધાન છે પણ હું જીવ! તું તો ત્રણે કાળે અને ત્રણે લોકમાં પ્રધાન છો. તું તારી શક્તિથી સદાય ત્રિલોકપ્રધાન છે.
બીજમાં જેમ વડ વ્યાપક છે તેમ ભગવાન આત્મા અનંત જ્ઞાન-દર્શનથી વ્યાપક છે. આત્મા દેહના આકારે દેહમાં રહેલો હોવા છતાં દેહથી અત્યંત ભિન્ન પોતાના ગુણપર્યાયમાં વ્યાપેલો છે. આખા વડનાં મોટા વૃક્ષમાં મૂળ બીજ સર્વત્ર વ્યાપેલું છે. તેમ ભગવાન આત્મા પોતામાં સર્વત્ર વ્યાપેલો છે. કેવળજ્ઞાન આદિ અનંત પર્યાયોનું બીજ તો આત્મા છે માટે તું જ તારો દેવ છો.
મોક્ષાર્થીએ એમ વિચારવું જોઈએ કે મારે આરાધવા યોગ્ય, સેવવા યોગ્ય મારો આત્મા જ છે. દેહનો આકાર જેવો છે તેવો જ મારા આત્માનો આકાર છે. તેમાં અનંત આનંદ આદિ અનંત ગુણો બિરાજમાન છે તે જ મારે આરાધવા યોગ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪]
[ પ્રવચન નં. ૨૭]
સર્વ સિદ્ધાંતોનો સાર :
હું જ પરમાત્મા છું – એમ નક્કી કરી [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૭-૬૬ ]
આ યોગસાર શાસ્ત્ર છે. દેહ, મન, વાણી આદિ જડ પદાર્થ અને પુણ્ય-પાપ આદિ વિકારીભાવથી ભિન્ન શુદ્ધ સચ્ચિદાનંદ નિજ આત્મામાં જોડાણ કરવું તેનું નામ યોગસાર છે. અહીં ૭૪ મી ગાથામાં દષ્ટાંત આપીને યોગીન્દ્ર મુનિરાજ સમજાવે છે કે -
जं वडमज्सहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु । ___ तं देहहं देउ वि मुणहि जो तइलोय-पहाणु ।। ७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪. જેમ બીજમાં વડ છે તેમ આ આત્મસ્વભાવમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે ભર્યું છે. જેમ લીંડીપીપર કદમાં નાની અને રંગમાં કાળી હોય છતાં તેની અંદરમાં ૬૪ પહોરી એટલે પૂરેપૂરી તીખાશ ભરી છે તો તેને ઘસતાં બહારમાં તીખાશ પ્રગટ થાય છે. અંદરમાં તીખાશ હતી તો બહાર આવી. માટે પ્રામની પ્રાપ્તિ છે. તેમ દરેક આત્મામાં જ્ઞાન, આનંદ આદિ અનંતગુણોની પૂર્ણ શક્તિ અંતરમાં પડી છે, તેમાંથી તે પ્રગટ થાય છે. આ ભગવાન આત્માના અંતરસત્ત્વમાં-ધ્રુવશક્તિમાં પૂર્ણ જ્ઞાન-આનંદ વ્યાપક છે, પણ આ જીવને જગતની ચીજોની તો મહત્તા આવે છે પણ પોતાના સ્વભાવની મહત્તા આવતી નથી.
વડના બીજમાં વડ છે તો તેમાંથી વડ થાય છે. બીજમાં વડ ન હોય તો વડ ક્યાંથી થાય ? કાંકરા વાવીને એમાં પાણી તો શું દૂધ પાય તોપણ તેમાંથી વડ ન થાય. કેમ કે કાંકરામાં વડ થવાની તાકાત નથી. અરે! લીંબોળીમાં પણ વડ થવાની તાકાત નથી. વડના બીજમાં જ વડ થવાની તાકાત છે. આ બધું લોજિકથી-ન્યાયથી સમજવું જોઈએ.
કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે કેમ કે પ્રામની પ્રાપ્તિ થાય. દરેક આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન, આનંદ આદિની તાકાત પ્રાપ્ત છે, તેમાંથી પર્યાયમાં તેની પ્રાપ્તિ થતાં પરમાત્મા થવાય છે.
લોટાના આકાર જેવો જ અંદરમાં રહેલાં પાણીનો આકાર છે પણ એ પાણીનો આકાર લોટાથી ભિન્ન છે. તેમ આ ચિદાનંદ ભગવાન આત્મા કે જે શરીરની અંદર રહેલો છે તેનો આકાર શરીર જેવો છે પણ તે શરીરથી ભિન્ન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[૧૪૫
આ આત્માના સ્વભાવમાં અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત શક્તિ ભરી છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે કોને ન જાણે ? સ્વભાવને મર્યાદા શેની? એ તો બધાંને જાણે. સ્વભાવને મર્યાદા ન હોય.
આત્માના દરેક ગુણો અમાપ છે. અમાપ આનંદ, અમાપ શાંતિ, બેદ જ્ઞાન, બેહદ દર્શન આદિ બધી અમાપ શક્તિઓનો રસકંદ તે આત્મા. આવો આ આત્મા શરીર પ્રમાણ હોવા છતાં ત્રણલોકમાં મુખ્ય-પ્રધાનપદે છે.
જે પરમાત્મા થઈ ગયા તે પોતાની સ્વતંત્ર શક્તિથી થયા છે અને જે પરમાત્મા થશે તે પણ પોતાની સ્વતંત્ર શક્તિથી થશે. કેમ કે દરેક આત્માની શક્તિ સ્વતંત્ર છે. જેમ લાખો-કરોડો લીંડીપીપરની ગુણો ભરી હોય, તેમાંની દરેકે દરેક પી૫૨ ૬૪ પહોરી પૂર્ણ શક્તિથી ભરી છે તેમ અનંતા આત્માઓ પોત-પોતાની સ્વતંત્ર શક્તિથી બિરાજમાન છે.
આવા આત્માને હે જીવ! તું શ૨ી૨થી ન જો! કર્મથી ન જો! પર્યાયના ભેદથી ન જો! પણ એકરૂપ સ્વભાવથી જો! સ્વભાવ ઉપર દૃષ્ટિ કરવાથી જ શ્રદ્ધા-જ્ઞાનમાં બધી શક્તિઓની ઝલક પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે. વર્તમાન પર્યાયમાં થતાં દેખાય છે તે સ્વભાવ નથી. તેનો નાશ થતાં સ્વભાવ પ્રગટ થશે. અલ્પજ્ઞતા દૂર થતાં પૂર્ણતા પ્રગટ થશે. રાગમાંથી કે અલ્પજ્ઞતામાંથી પૂર્ણતા આવતી નથી. પૂર્ણતા સ્વભાવમાંથી પ્રગટ થાય છે.
જેમ પી૫૨ને તેની શક્તિના સત્ત્વથી જોઈએ તો અલ્પ તીખાશ કાળાપણું તેનામાં નથી. તે તો પૂર્ણ તીખાશ અને લીલા રંગથી ભરેલું તત્ત્વ છે. તેમ ભગવાન આત્માને તેના સ્વભાવથી જોઈએ તો કર્મ કે તેના સંગે થયેલો વિકાર કે કર્મના ઉદયની વધઘટથી થયેલી હીનાધિકતા એ કાંઈ તેના સ્વભાવમાં નથી. સિદ્ધાંત સમજાવવા માટે આ બધાં દૃષ્ટાંત અપાય છે. તેમાંથી સિદ્ધાંત તારવવાનો છે.
જગતના જીવો ભણી-ભણીને ભણ્યા, પણ સાચું ભણતર ભણ્યા નહિ. શાસ્ત્ર ભણીને પણ તેનો સાર સમજે તો શાસ્ત્ર ભણતર કામનું છે. પોતાનું સ્વરૂપ શું છે? કેવું છે? તેનો જીવે કદી વિચાર કર્યો નથી.
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પ્રભુતા, શાંતિ આદિ પૂર્ણ સ્વભાવની દષ્ટિ કરતા જે નવી પર્યાય વર્તમાનમાં પ્રગટ થાય તેની પણ ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિમાં અપેક્ષા રહેતી નથી. અહિંદ અનંત સત્...સત્...સત્ છે............., જેની આદિ નહિ, ઉત્પત્તિ નહિ અને નાશ પણ નહિ એવું આત્મતત્ત્વ છે. તેની દરેક શક્તિ પણ ત્રિકાળ સત્ છે. ત્રિકાળ સ્વભાવની દૃષ્ટિ કરનારને શરીર તો નહિ, વિકાર તો નહિ, અધૂરી નિર્મળ પર્યાય તો નહિ પણ પૂર્ણ નિર્મળ પર્યાય જેટલો પણ આત્મા દેખાતો નથી. પૂર્ણ...પૂર્ણ...નિર્મળ એકરૂપ વસ્તુ જ દૃષ્ટિમાં દેખાય ત્યારે જ પર્યાયમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. માટે આવી ષ્ટિ કરવી તે જ એક મુક્તિનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬]
દષ્ટિના જોરે જ્યારે કર્મ કે કર્મના નિમિત્તે થયેલાં પરિણામ તે હું નહિ, હું તો પરિપૂર્ણ અખંડાનંદ એકરૂપ શુદ્ધ તત્ત્વ છું એમ દષ્ટિ આત્માનો સ્વીકાર કરે ત્યારે અંતરમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-શાંતિ-આનંદના કણિયા પ્રગટ થાય છે. માટે જેને સુખ, શાંતિ અને સ્વતંત્રતા જોઈતી હોય તેણે પૂર્ણાનંદ પ્રભુની દૃષ્ટિ કરવી તે જ એક ઉપાય છે.
ચૈતન્ય સ્ફટિકના સ્વભાવમાં પૂર્ણ નિર્મળતા છે. પુણ્ય-પાપના લાલ-કાળા ડાઘનો તેમાં પ્રવેશ નથી. આવી દષ્ટિ કરવી તે ધર્મદષ્ટિ છે. ધર્મદષ્ટિવંત જીવો જ સુખી છે. તે સિવાય ઇન્દ્ર, નરેન્દ્ર, રાજા-મહારાજા, અબજોપતિ શેઠિયા એ બધાં ભિખારા છે, દુઃખી છે.
સ્વભાવદષ્ટિથી જોતાં દરેક આત્મા એક સમાન દેખાય છે, માટે કોઈ શત્રુ કે કોઈ મિત્ર નથી. તેથી સ્વભાવદષ્ટિવંતને કોઈ ઉપર રાગ-દ્વેષ થતો નથી. એ પણ ભગવાન છે. જ્યારે એ પોતાનું ભગવાનપણું સંભાળશે–સ્વીકારશે ત્યારે એ પણ ભગવાન બની જશે. દરેકમાં પરમાત્મશક્તિ ભરી પડી છે. માટે નિગ્રંથ મુમુક્ષુને ઉચિત છે કે તેણે સમતાસ્વભાવમાં સ્થિર થવું, લીન થવું, રમવું. સર્વ નયોના વિચારથી પણ મુક્ત થઈને આત્માનંદમાં મસ્ત થવું. હવે ૭૫ મી ગાથામાં કહે છે કે જે પરમાત્મા છે તે જ હું છું
जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।। ७५।। જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્કાન્ત
હે યોગી ! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. ૭૫. આત્માની પૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા પરમાત્મા છે તે હું જ છું કેમ કે હું જ પોતે પરમાત્મા થવાને લાયક છું. યોગીન્દ્ર દેવ કહે છે તારે મુક્તિનું પ્રયોજન હોય તો આમ પહેલાં નક્કી કર! નિર્ણય કર કે! “હું જ પરમાત્મા છું.”
જેણે આત્મામાંથી રાગ-દ્વેષનો નાશ કર્યો, અલ્પજ્ઞતાનો નાશ કર્યો અને વીતરાગ, સર્વજ્ઞપણું પ્રગટ કર્યું તેવા પરમાત્મા જેવો જ હું છું. મારી અને પરમાત્માની જાતમાં કાંઈ ફેર નથી. ભગવાન સર્વજ્ઞ જે દશાને પ્રાપ્ત કરી તેવી દશાને ધરનારો શક્તિવાન હું પોતે જ જિનેન્દ્ર છું.
જેમ તલમાંથી કાઢેલા સ્વચ્છ તેલ જેવું જ તેલ તલમાં ભર્યું પડ્યું છે તેમ વીતરાગે જેવી દશા પ્રગટ કરી છે તેવો જ હું છું. આવા આત્માનો દષ્ટિમાં સ્વીકાર કરવો તે સુખ પામવાનો-પરમાત્મા થવાનો સરળ-સીધો ઉપાય છે. આવી વાત સાંભળવા મળવી પણ બહુ દુર્લભ છે.
દરેક આત્મા સ્વભાવ-શક્તિએ એક સમાન છે. જેણે સ્વભાવનું અવલંબન લઈ પૂર્ણદશા પ્રગટ કરી તે પરમાત્મા થયા. હું પણ એ દશા પ્રગટ કરવાને લાયક છું માટે હું પણ પરમાત્મા છું, જિનેન્દ્ર છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[૧૪૭ જેમ બરફની શીતળ શિલામાં ખૂણે-ખાંચરે, ઉપર-નીચે, મધ્યમાં ક્યાંય ગરમીનો અંશ પણ ન હોય તેમ આ અવિકારી ચૈતન્ય પિંડમાં ક્યાંય કષાય, રાગ-દ્વેષ નથી એવી વીતરાગ શાંતરસની શિલા આત્મા છે. ભગવાન આત્મા દેહથી રહિત, શુભાશુભભાવથી રહિત અરૂપી ચિદઘન વીતરાગી ચૈતન્યની શિલા છે.
ભગવાન કહે છે અરે પ્રભુ! તારા આત્માની જાત અને અમારા આત્માની જાતમાં કોઇ ફેર નથી. તે તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી એટલો જ ફેર છે માટે પરમાત્મા જેવા જ તારા આત્માની નિભ્રાંત-ભ્રાંતિ રહિત નિઃશંકપણે ભાવના કર ! શક્તિએ બધા આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્યસત્તાનો સ્વીકાર કર ! જાણવું.... જાણવું...જાણવું...આ જાણવાની જ્ઞાનશક્તિની બેહદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું, જ્ઞાનની સાથે રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે. આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દષ્ટિ કરતાં-સત્યસ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં જે સત્યદશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજધર્મ છે.
જ્ઞાન-આનંદસ્વરૂપ આત્માનો સ્વીકાર ન કરવો અને રાગ-દ્વેષનો સ્વીકાર કરવો તે જ ખરેખર હિંસા છે, કેમ કે તેમાં પોતાના સ્વરૂપનો અનાદર થાય છે. પીપરમાં રહેલી ૬૪ પહોરી તીખાશની અને લીલારંગની જે ના પાડે છે તે પીપરના સ્વભાવનો ઘાત કરે છે કેમ કે તેમાં અતિની નાસ્તિ થાય છે. તેમ સત્ સ્વરૂપ પોતાના ભગવાન આત્માનો અસ્વીકાર કરતાં અસ્તિસ્વરૂપની નાસ્તિ થાય છે તે જ હિંસા છે.
આ શાસ્ત્રમાં તો એકલા તત્ત્વના સિદ્ધાંતો જ ભર્યા છે. ભ્રાંતિ છોડીને નિશ્ચંતપણે એમ ભાવનાં કરતાં કર કે “જે જિનેન્દ્ર છે તે જ હું છું.” અલ્પજ્ઞ અને રાગ-દ્વેષની અવસ્થામાં હોવા છતાં હું પૂર્ણ, અખંડ વીતરાગ છું, ભગવાન જ છું એવી નિશ્ચંત શ્રદ્ધા કરવી તેમાં ઘણો ઉગ્ર પુરુષાર્થ જોઈએ કેટલું જોર હોય ત્યારે આવો નિર્ણય થઈ શકે!
ભાઈ ! તારું જોડાણ અત્યારે પરદ્રવ્ય અને પરભાવમાં થઈ રહ્યું છે તે તને દુઃખનું કારણ છે. તેને છોડીને સ્વદ્રવ્યમાં જોડાણ કર તો તને સુખ થશે. ભગવાન આત્માના પૂરણ સ્વભાવમાં જે જીવ દષ્ટિ-જ્ઞાનને જોડે છે તે જ યોગી છે. યોગીનો એ વેપાર તે જ યોગ અને યોગ તે જ ધર્મ છે. આવું યોગીપણું પ્રગટ કર્યા વિના ગમે તેટલા વ્રત-તપ કરે તોપણ આત્માનું કલ્યાણ થાય તેમ નથી. સર્વજ્ઞપિતાએ વારસામાં આપેલી જિનવાણીના પાના ખોલીને જીવ ભાવથી વાંચે તો તેને સાચું સ્વરૂપ સમજાય છે.
પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ અને એવા પોતાના ત્રિકાળ પૂર્ણાનંદ સ્વભાવની દષ્ટિ-જ્ઞાન કરીને તેમાં એકાકાર થવું તે એક જ મોક્ષનો ઉપાય છે. આત્માનું ત્રિકાળ પૂર્ણસ્વરૂપ જેવું છે તેવું જ શ્રદ્ધામાં સ્વીકારવું, જ્ઞાનમાં લેવું અને તેમાં સ્થિર થવું તે જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષનો ઉપાય છે. જેવું જિનેન્દ્રનું સ્વરૂપ છે તેવું જ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. માત્ર બન્નેની સત્તા જ જુદી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[હું
નિશ્ચયથી પોતાના આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ મોક્ષ છે અને વર્તમાનમાં જેટલી અંતરમાં એકાગ્રતા છે તેટલો ધર્મ છે અને જેટલો શુભાશુભનો વિકલ્પ છે તે બધો અધર્મ છે. જે જીવ ભગવાન અરિહંત, સિદ્ધના સ્વરૂપને એટલે કે તેમનું દ્રવ્ય, અનંતી શક્તિઓ અને વર્તમાન અવસ્થાને જાણે તેને પોતાના આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાનો પ્રયત્ન થાય. આમ ભગવાન જેવા જ પોતાના આત્માનો સ્વીકાર કરવો, તેમાં એકાકાર થવું તે જ સ્વાનુભવની કળા છે.
સ્વભાવની કિંમત આવતાં રાગ-દ્વેષ, પૈસા, ભોગાદિની કિંમત ઊડી જાય છે. અતીન્દ્રિય સુખની દૃષ્ટિ થતાં ઈન્દ્રિયસુખ અને તેના નિમિત્તો સંયોગી પદાર્થ અને પુણ્ય-પાપભાવની કિંમત ઊડી જાય છે. મનુષ્યદેહમાં આ વસ્તુ પામવાનો અમૂલ્ય અવસ૨ છે તેને જો જીવ ચૂકી જશે તો ચોરાશીના અવતારની ખીણમાં ડુબી જશે.
ત્યાંથી તેને બચાવનાર કોઈ નથી.
р
આ અલ્પ આયુષ્ય અને ચંચળ કાયાને એ (મોક્ષ ) માર્ગમાં ખપાવી દેતાં જો ૫૨મ શુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિ:શ્રેયસની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણીરત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આરાધનાની ઉત્તરોતર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭. ( શ્રી આત્માનુશાસન )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૪૯ [ પ્રવચન નં. ૨૮] એકરૂપ નિજ-પરમાત્મામાં સ્થિરતા તે નિશ્ચય નિજ-પરમાત્માનો અનેકરૂપ ભેદ-વિચાર તે વ્યવહાર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૭-૬૬]
શ્રી યોગસાર એ આગમનો સાર છે. જેને આત્માનું હિત કરવું હોય તેણે ક્યાં જોડાણ કરવું અને ક્યાંથી ખસવું તેની આમાં મુદ્દાની વાત છે.
રાગ-દ્વેષાદિથી ખસી પોતાના પૂર્ણસ્વરૂપ ઉપર દષ્ટિ દેતાં આત્માનું હિત એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં ૭૬ મી ગાથામાં આત્માના ગુણોની ભાવના કરવાનું કહે છે. જો કે પોતાના પૂર્ણ સ્વરૂપમાં જ લીન થવાનું છે પરંતુ જ્યાં સુધી તેમાં પૂર્ણપણે લીન ન થઈ શકે ત્યાં સુધી તેના જુદા-જુદા ગુણોના વિચાર કરવા એમ અહીં કહે છે.
बे ते चउ पंच वि णवहं सत्तह छह पंचाहं । चउगुण-सहियउ सो मुणह एयई लक्खण जाहं ।। ७६ ।।
બે, ત્રણ, ચાર ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬ અનંત ગુણનું એકરૂપ આત્મસ્વરૂપ છે તેનું લક્ષ કરીને તેમાં સ્થિર થવું તે નિશ્ચય છે અને સ્થિર થવા પહેલાં પોતાના વિવિધ ગુણોનો વિચાર કરવો તે વ્યવહાર છે. નજીકનો વ્યવહાર આ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આદિની ભક્તિનો વ્યવહાર તે બહારનો દૂરનો વ્યવહાર છે-પોતાના ગુણોનો વિચાર કરવો તે નજીકમાં નજીકનો વ્યવહાર છે.
આનંદસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, અનંતગુણના ગોદામ સ્વરૂપ આત્માને જ્ઞાયકરૂપે ભાવવો-એકરૂપે ભાવવો તે ધર્મ કરનારનું મુખ્ય કર્તવ્ય છે પણ તેમાં સ્થિર ન થઈ શકે ત્યારે ધર્મી બે, ત્રણ, ચાર એમ વિવિધ પ્રકારે આત્માના ગુણોનો વિચાર કરે છે, ભાવના કરે છે તે વ્યવહાર છે. આ યોગસારનો વ્યવહાર પણ જુદી જાતનો છે. ટૂંકામાં બહુ સરસ વાત કરી છે.
મોક્ષાર્થી જીવ જ્યારે એક જ્ઞાયકસ્વભાવમાં સ્થિર ન થઈ શકે ત્યારે વ્યવહારનયથી આભા ગુણ-પર્યાયવાળો છે એમ વિચાર કરે છે. જાણનાર-દેખનાર આત્મા પોતાના મૂળ સ્વરૂપને જાણીને તેમાં ઠરે એ તો એનું મુખ્ય કર્તવ્ય છે પણ પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સ્વભાવમાં ઠરી ન શકે તો મારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, સુખસ્વરૂપ છે, વીર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત શક્તિસ્વરૂપે મારો આત્મા બિરાજી રહ્યો છે એવો વિચાર કરે તે વ્યવહાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦]
આત્મા અનંતગુણવાળો છે તો તેની પર્યાય પણ અનંત છે, એમ એકરૂપ આત્માને ગુણ અને પર્યાય એમ બેરૂપે વિચારવો તે વ્યવહાર છે. એકડે એક અને બગડે બે. બપણાના વિચારમાં વિકલ્પ ઊભો થયો-વ્યવહાર ઊભો થયો પણ એકસ્વરૂપમાં ઠરી ન શકે ત્યારે અનેકસ્વરૂપે પોતાના આત્માને ભાવવો એમ અહીં કહેવું છે પણ ભેદ પડ્યો તે યોગસાર નથી.
પ્રભુ! આ તો એકલાં માખણની વાત છે. આત્માનું વિકલ્પપૂર્વક ઘોલન કરતાં જે વ્યવહાર ઊભો થાય છે તેની અહીં વાત છે.
ભગવાન આત્મા દર્શન-જ્ઞાનસ્વરૂપ છે એ રીતે પણ બે-રૂપે આત્માનો વિચાર થઈ શકે છે. ધર્મી જીવ આખા લોકમાં દરેકને જાણે દેખે પણ ક્યાંય મારાપણું કરતો નથી. સ્વ-પરને જાણવાના સ્વભાવને હું ધરનાર છું એવા વિકલ્પ ધર્મીને આવે છે, એ વ્યવહાર છે. આ વીતરાગનો વ્યવહાર છે. છતાં તે પણ બંધનું કારણ છે માટે તેવા વિચારમાં ધર્મીને હોંશ નથી આવતી. ખેદ થાય છે કે આવો વ્યવહાર વચ્ચે આવે છે તે મારા પુરુષાર્થની નબળાઈ છે.
ભાઈ ! પરમેશ્વર પંથ તો કોઈ અલૌકિક છે. દરેક આત્મા પોતે પરમેશ્વર છે પરમ ઈશ્વરતા-મોટપનો પુંજ છે, તેમાં પણ એક ગુણે ઈશ્વર નથી. દરેક ગુણે કરીને આત્મા અનંતી ઈશ્વરશક્તિનો પિંડ છે, એક એક ગુણ તો ઈશ્વર ખરા પણ તેની એકે એક પર્યાય પણ ઈશ્વરવાન છે એવા અનંત ગુણ-પર્યાયોની ઈશ્વરતાનો પુંજ આત્મા એક છે.
આત્મા પોતે પરમેશ્વર અને ત્રિલોકનાથ પરમેશ્વર સર્વશદેવે બતાવેલો આ પંથ! તે તો અલૌકિક જ હોય ને! લૌકિકની સાથે તેનો મેળ ન ખાય. દુનિયાથી જુદી જાતનો-અતડો આ પરમેશ્વરપંથ છે. અતડો એટલે તેને બીજા કોઈ સાથે મેળ ખાય નહિ તેવો આ માર્ગ છે.
ધર્માજીવ “ઉત્પાદ-વ્યય-ધ્રુવ' એમ ત્રણ પ્રકારે પણ આત્માનો વિચાર કરે છે. જેને આત્માની દૃષ્ટિ અને અનુભવ થઈ ગયો છે તે પણ આવા વિચાર કરે છે અને જેને દષ્ટિ અને અનુભવ પ્રગટ કરવા છે તે પણ અનુભવ પહેલાં આ જાતનાં જ વિચાર કરે છે આત્મા ધ્રુવરૂપે કાયમ ટકે છે, ઉત્પાદરૂપે નવી પર્યાય થાય છે અને વ્યયરૂપે તેનો અનુભવ થાય છે. એવો ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ આત્મા છે. ભગવાન આત્માને ત્રણરૂપે ભાવવો એ પણ વ્યવહાર છે. સમયસારની આઠમી ગાથા અનુસાર
વ્યવહાર” પણ ઉપદેશ આપનાર કે લેનાર કોઈને પણ અનુસરવાયોગ્ય નથી. ઉત્પાદ અને વ્યયરૂપે નિરંતર પલટો ખાતાં છતાં વસ્તુ ધ્રુવ છે તે અનુસરવાયોગ્ય છે. ભગવાનની ભક્તિનો વ્યવહાર તો સ્થૂળ છે, બહાર રહી જાય છે. અહીં તો એક આત્માને ત્રણરૂપે વિચારવો તે પણ વ્યવહાર છે, વિકલ્પ છે, અનુસરવાયોગ્ય નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ આત્મા છે એમ પણ ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ વિચારી શકાય છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને પરમાનંદની ઉગ્ર વીતરાગ દશા-સમ્યક તપ આ ચાર આરાધના સ્વરૂપે પણ આત્માનો વિચાર ધર્મી કરે છે.
પ્રભુ! તારા ઘરમાં ઘર્યા વિના તારો છુટકો નથી. આવા ભેદ વિચારવા એ પણ બહાર નીકળવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૫૧
અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય આ ચાર અનંત ચતુષ્ટયથી પણ આત્માનું સ્વરૂપ વિચારી શકાય છે. આ અભેદ એકસ્વરૂપને ચારરૂપે વિચારવો તે વ્યવહાર છે. એ વ્યવહાર આવે ભલે, પણ તેની હોંશ કરવા જેવી નથી. સમ્યગ્દર્શન થયા પછી સર્વજ્ઞદશા તુરત જ પ્રગટતી નથી. તેની સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી ધર્મીને વચ્ચે આવો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી.
ચૈતન્ય ભગવાન આત્મા આનંદ, બોધ, ચૈતન્ય અને હોવાપણું એવા ચાર પ્રાણને ધરનારો છે. શ૨ી૨, વાણી, કર્મ આદિને તો વ્યવહારથી પણ આત્મા ધરતો નથી.
આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સ્વામી છે. અન્ય દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્રકાળ–ભાવનો સ્વામી નથી; અખંડ એકરૂપ આત્મદ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેમાં હું શાંત...શાંત ઉપશમરસનો કંદ છું-એવો વિકલ્પ ઉઠાવવો તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે.
પાંચભાવ સ્વરૂપે આત્માનો વિચાર કરવામાં આવે તો આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપે છે અથવા તો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને પરમ પારિણામિકભાવ એ પાંચ સ્વરૂપે આત્મા છે. ઉપશમ સમક્તિ અને ઉપશમ ચારિત્રરૂપે થવાની આત્મામાં શક્તિ છે, ક્ષયોપશમ જ્ઞાન, દર્શન, આનંદ આદિ રૂપે થવાની આત્મામાં શક્તિ છે, ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્રરૂપે થવાની આત્મામાં શક્તિ છે અને ઉદયભાવમાં રાગ-દ્વેષ આદિ વિકારરૂપે પરિણમવાની પર્યાયની યોગ્યતા છે. કર્મને લઈને કે પદ્રવ્યને કારણે આત્મા ઉદયભાવમાં પરિણમતો નથી. પોતાની પર્યાયની એ જાતની યોગ્યતાથી પોતે પરિણમે છે તે દ્રવ્યનો ત્રિકાળી ગુણ નથી પણ પર્યાયની એવી શક્તિ છે.
ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ નિર્મળ પર્યાય અને ઉદયભાવ એ વિકારી પર્યાય, આ ચાર પર્યાયો છે અને પંચમ પરમપારિણામિકભાવ એ આત્માનો ત્રિકાળી ગુણ છે. આવા પાંચભાવસ્વરૂપે એક આત્માને વિચારવો એ પણ વ્યવહા૨ છે. જ્યારે મુનિરાજ ઉપશમ શ્રેણીએ ચડે છે ત્યારે એ ઉપશમશ્રેણી, ક્ષાયિક સમ્યક્ દર્શન, ઉદયભાવ, ક્ષયોપશમ જ્ઞાન અને પરમપારિણામિકભાવ આ પાંચેય ભાવ મુનિરાજને
એક સમયમાં એકસાથે હોય છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠીના પદનો ધરનારો ભગવાન આત્મા પોતે એક છે. પાંચેય પદરૂપે થવાની દરેક આત્મામાં શક્તિ છે. એમ આત્માને પાંચ-પદના ધરનારરૂપે વિચારવો તે વ્યવહાર છે.
ધર્મી એમ વિચારે છે કે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારતિ અને પંચમ ગતિ-મોક્ષ તે રૂપે પરિણમવાની મારામાં તાકાત છે અને છ સ્વરૂપે મારા આત્માનો વિચાર કરું તો અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્રસ્વરૂપે હું બિરાજમાન છું. અથવા છ ગુણથી હું શોભાયમાન છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ અને અધો આ છ દિશાઓમાં ગમન કરવાની મારામાં શક્તિ છે. કોઈ કર્મ કે ધર્મદ્રવ્ય મને ગમન કરાવતું નથી અથવા આત્મા અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨] પ્રદેશત્વ આ છ સમ્યક્રગુણનો ધરવાવાળો છે.
અનંત દર્શન-જ્ઞાન આદિ સાત ગુણથી અથવા તો સાત ભંગથી પણ આત્માના સ્વરૂપનો ધર્મી વિચાર કરે છે. પોતાનું હોવાપણું પોતાથી છે અને પરથી નહિ હોવાપણું પણ પોતાથી છે એ રીતે સમભંગીથી આત્માનો વિચાર કરે છે અથવા જીવની પર્યાયમાં રહેલાં સાત તત્ત્વો જીવ. અજીવ, આસ્રવ. બંધ, સંવર. નિર્જરા અને મોક્ષ તથા નૈગમ આદિ સાત નથી પણ આત્માનો વિચાર થાય છે. (આઠમો પ્રકાર પાઠમાં લીધો નથી.).
નવ પ્રકારે વિચાર કરીએ તો આત્મા નવ લબ્ધિરૂપ છે. કેવળી ભગવાનને નવ લબ્ધિની પર્યાય પ્રગટ થાય છે, એવી પર્યાય પ્રગટ કરવાની તાકાતવાળો હું છું.
સાધારણ જીવોને આ બધાં આંકડા યાદ ન રહે પણ ભાવ તો યાદ રહી શકે ને ! આપણે તો આંકડાનું કામ નથી, ભાવનું કામ છે.
આ રીતે વિવિધ પ્રકારે આત્માના ગુણોની ભાવના કરતાં કરતાં તેમાંથી ખસીને અંતરમાં એકાકાર થવું તે સ્વાનુભૂતિ છે. આવા ગુણોની ભાવના તે વિકલ્પ છે પણ તેની પાછળ રાગની પુષ્ટિ ન થતાં સ્વભાવની પુષ્ટિ થાય છે. હવે ૭૭ મી ગાથામાં બે ત્યાગી બે ગુણ સહિત આત્મામાં લીન થવાનું કહે છે
बे छडिवि बे-गुण-सहिउ जो अप्पाणि वसेइ । जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન;
શીવ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭. જિનેન્દ્ર ભગવાન એમ કહે છે હું આત્મા! તું રાગ-દ્વેષ ભાવને છોડી જ્ઞાન-દર્શન ધારી સ્વરૂપમાં વસી જા! નિજસ્વરૂપમાં સચિ, જ્ઞાન અને ઠરવું તે સ્વરૂપમાં વસવું કહેવાય. જિનના સ્વામી એવા જિનેન્દ્રભગવાન એમ ફરમાવે છે કે જે જીવ જાણવા-દેખવાના સ્વભાવવાળા એક આત્મામાં લીન થાય છે તે જીવ શીધ્ર નિર્વાણપદને પ્રાપ્ત કરે છે.
બંધનું કારણ રાગ-દ્વેષ છે. ભગવાન આત્મા અખંડ વીતરાગસ્વરૂપ છે. જ્ઞયોમાં આ ઠીક અને આ અઠીક એવા બે ખંડ કરવા તે રાગ-દ્વેષ છે. આ અનુકૂળ અને આ પ્રતિકૂળ એવા વિકલ્પ ઉઠાવવા એ આત્માનું સ્વરૂપ નથી. તેમ જ અન્ય પરદ્રવ્યોમાં પણ કોઈ અનુકૂળ કે કોઈ પ્રતિકૂળ એવું દ્રવ્યોનું સ્વરૂપ નથી.
અજ્ઞાની એમ માને છે કે નિરોગ શરીર હોય તો ધર્મ થાય, બધી જાતની અનુકૂળતા હોય તો ધર્મ થઈ શકે. તેને જિનેન્દ્ર ભગવાન કહે છે કે અરે પ્રભુ! અનુકૂળ કે પ્રતિકૂળ એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. શરીરાદિ તો જાણવા લાયક જ્ઞય છે. શેય પદાર્થો આત્માને ધર્મ કરવામાં રોકતા નથી. માટે ભાઈ ! તું રાગ-દ્વેષ છોડી દે અને સ્વભાવની સાધના કર !
આત્મા સિવાય અન્ય પદાર્થોમાં ઠીક-અઠીકપણાની માન્યતા કરવી તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લોભ છે. તેમાં ક્રોધ અને માન એ દ્રષસ્વરૂપ છે અને માયા અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૫૩ લોભ એ રાગરૂપ છે. મિથ્યાષ્ટિ જીવ પરપદાર્થમાં અહંકાર અને મમકાર કરે છે એટલે કે આ હું અને આ મારા એવા મિથ્યાત્વનું સેવન કરે છે અને ઈન્દ્રિયસુખને પોતાનું સાચું સુખ સમજે છે તે પણ મિથ્યા બુદ્ધિ છે.
મોક્ષમાર્ગપ્રકાશકમાં ટોડરમલજી પણ લખે છે કે મિથ્યાષ્ટિ જીવ પોતાને રુચે તેવા અને તેમાં મદદ કરનારાં પદાર્થોમાં રાગ કરે અને ન રુચે તેવા પદાર્થો અને તેમાં મદદ કરનારા પ્રત્યે દ્વેષ કરે છે. ભગવાન કહે છે કે હે જીવો! આવા અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો ત્યાગ કરી સ્વરૂપનું શ્રદ્રાન કરો તો શીઘ્ર નિર્વાણની પ્રાપ્તિ થશે.
જ
જ.
* સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીધ્ર જ નાશ પામનારા છે છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે અથવા તરસથી પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
(શ્રી પદ્મનંદિપંચવિંશતિ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૨૯ ]
એમ નક્કી કર –
ચાર સંજ્ઞા-રહિત ને ચા૨ ગુણ સહિત ૫૨માત્મા છું [શ્રી યોગસા૨ ઉપ૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૮-૭-૬૬ ]
શ્રી યોગસારશાસ્ત્રમાં આ ૭૭મી ગાથા ચાલે છે.
छडिवि बे-गुण-सहिउ जो अप्पाणी वसेइ । जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७ ।। બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન; શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે
[હું
પ્રભુ જિન. ૭૭.
દિગંબર સાધુ યોગીન્દ્રદેવ ફરમાવે છે કે જે જીવ બે દોષને ત્યાગી, બે ગુણ ગ્રહણ કરી પોતાના આત્મામાં લીન થાય છે તે શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. એમ જિનદેવનું ફરમાન છે.
રાગ-દ્વેષ એ બે દોષને ત્યાગી જ્ઞાન-દર્શનગુણને શાની ગ્રહણ કરે છે. સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનમાં પણ રાગ-દ્વેષમાં એકત્વ કરતાં નથી. જ્ઞાનીને રાગ-દ્વેષ હોય છે. ખરા પણ જ્ઞાની તેને રોગ તરીકે જાણે છે, અતિરૂપ છે એમ માને છે. હિતરૂપ તો એક પોતાના શુદ્ધ સ્વરૂપની દષ્ટિ-જ્ઞાન અને રમણતા જ છે.
અજ્ઞાની જીવે અનંતકાળથી પોતાના સ્વરૂપની દૃષ્ટિ જ કરી નથી તેથી જ્ઞાની કહે છે કે પ્રથમ તું તારા અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કર અને રાગ-દ્વેષ જે તારું સ્વરૂપ નથી તેમાંથી એકત્વપણાની શ્રદ્ધા છોડ!
દરેક આત્મા સૂર્યની જેમ સ્વ-૫૨પ્રકાશક શક્તિવાળા છે. પોતાને જાણે છે અને પોતાની હયાતી-મોજૂદગીમાં રહીને જ અન્ય સર્વને પણ જાણે છે. એવો જ કોઈ આત્માનો સર્વજ્ઞત્વ અને સર્વદર્શીત્વ સ્વભાવ છે. આવા આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે પ્રથમ ભૂમિકા છે.
સિદ્ધભગવાનને જેવો અતીન્દ્રિય આનંદ છે તેવો જ અતીન્દ્રિય આનંદ મારામાં પણ છે, તેનો અનુભવ કરવો એ જ મારું કર્તવ્ય છે, અને એ જ મારો ખોરાક છે-એમ પ્રથમ શ્રદ્ધામાં લે! પોતાની સત્તાની ભૂમિમાં જ કર્તા-ભોક્તાપણું છે. ૫૨ની સત્તામાં રહેલાં પદાર્થને આત્મા કરી કે ભોગવી શક્તો નથી.
શ્રોતા :- શ્રી કુંદકુંદ આચાર્ય કહે છે ને કે આત્મા ૫૨ને ભોગવે છે?
:
પૂજ્ય ગુરુદેવશ્રી :- એ તો નિમિત્તથી કથન છે, ખરેખર આત્મા ૫૨ને ભોગવતો જ નથી. આત્મા પરરૂપે થયા વગ૨ ૫૨ને કરે કેમ અને ભોગવે કેમ ? શ્રી કુંદકુંદ આચાર્ય પોતે જ કહે છે કે કુંભાર ઘડાને કરતો નથી, માટી ઘડાને કરે છે. એટલે વસ્તુ પોતે જ સ્વતંત્રપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫૫
પરમાત્મા ] પરિણમે છે તેને અન્ય કોઈ કરી કે ભોગવી શકતું નથી. અજ્ઞાનદશામાં જીવ રાગ-દ્વેષ કરે છે અને ભોગવે છે અને જ્ઞાનદશામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર કરે છે અને ભોગવે છે. પરને તો આત્મા અજ્ઞાનમાં પણ ભોગવી શકતો નથી. ભાઈ ! જગતના પદાર્થો તેની વર્તમાન અવસ્થામાં પરિણમી રહ્યાં છે અને પૂર્વની અવસ્થાથી બદલાઈ રહ્યા છે તેમાં તારે કરવા-ભોગવવાનું ક્યાં આવ્યું? દરેક જીવ સ્વરૂપે પરમાત્મા છે. હું અતીન્દ્રિય પૂર્ણ આનંદસ્વરૂપ પ્રભુ છું-એમ વારંવાર ભાવના કરવાથી એટલે કે તેમાં એકાગ્રતા કરવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે અને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાય છૂટી જાય છે ત્યારે જીવ નિર્વાણપદને પ્રાપ્ત કરવાને લાયક બને છે.
निहिं रहियउ तिहिं गुण-सहिउ जो अप्पाणी वसेइ । सो सासय-सुह-भायणु वि जिणवरु एम भणेई ।।७८।। ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ;
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. ૭૮. જે કોઈ જીવ રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ દોષને છોડીને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર વડે આત્મામાં સ્થિર થાય છે તે અવિનાશી સુખનો પાત્ર બને છે એમ જિનેન્દ્રદેવ ફરમાવે છે, સંતો તેને જગત પાસે જાહેર કરે છે.
જેને પરમાનંદસ્વરૂપ નિજ આત્માની પ્રાપ્તિની ચાહના છે તેણે રાગ-દ્વેષ-મોહ છોડીને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં સ્થિર થવું તે તેનો ઉપાય છે. પણ, અનાદિથી જીવે પોતાના સ્વરૂપને જોવા માટેની આંખ બંધ કરી દીધી છે અને પરને જ જોઈ રહ્યો છે તો જેને સ્વસ્વરૂપપ્રાપ્તિની ભાવના છે તેણે પોતાનું સ્વરૂપ જોવા માટે દષ્ટિ, તેનું જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી અને તેમાં સ્થિર થવું. આમ કરવાથી જીવ મુક્તિની સમીપ આવી જાય છે. મુક્તિનો પાત્ર બને છે, શાશ્વત સુખનું ભાજન બને છે, તેને અલ્પકાળમાં શાશ્વત સુખની પ્રાપ્તિ થશે.
શ્રોતા:- પ્રભુ! એ જ્ઞાનનેત્ર ખોલે કોણ?
પૂજ્ય ગુરુદેવઃ- પોતાના જ્ઞાનનેત્ર પોતે ખોલે. ગુરુ ખોલી ન દે. ગુરુ પોતાના જ્ઞાનનેત્ર ખોલે. શિષ્યના જ્ઞાનનેત્ર ખુલવામાં ગુરુની વાણી નિમિત્ત હોય છે પણ તે કાંઈ નેત્ર ખોલી દેતી નથી. ઉપાદાન તો પોતાનું છે. શ્રીમમાં આવે છે ને કે “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.' તું વિચાર કરીશ તો પામીશ એમ કહ્યું છે. ગુરુ શિષ્યને જ્ઞાન પમાડી દેતા નથી. ઈષ્ટોપદેશમાં પણ આવે છે કે પોતે જ પોતાનો ગુરુ છે. પોતે જ સમજનાર અને પોતે જ સમજાવનાર છે. જે આત્મા પોતાના હિતને ચાહે, હિતને બતાવે અને પોતે જ હિતરૂપ વર્તન કરે તે ગુરુ છે. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદસ્વામીએ આવું પોતાના નિશ્ચય ગુરુનું સ્વરૂપ કહ્યું છે.
જેને નિશ્ચય ગુરુપણું પ્રગટયું છે તે વ્યવહારગુરુનો ઉપકાર બતાવે છે. મુનિઓ પણ એમ કહે કે “અમારા ગુરુના પ્રતાપથી અમે ભવસાગર તરી ગયા છીએ.” નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના ગોમ્મદસારમાં આ લખાણ છે. શ્રી કુંદકુંદ આચાર્ય પણ લખે છે કે સર્વજ્ઞા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[હું
ભગવાનથી લઈને અમારા ગુરુ પર્યંત બધાએ કૃપા કરીને અમને આ શુદ્ધાત્મા
બતાવીને તેમાં ઠરી જવાનો ઉપદેશ આવ્યો છે.
જ્ઞાનીની દૃષ્ટિ એમ સ્વીકાર કરે છે કે હું વર્તમાનમાં જ આઠ કર્મ, પુણ્ય-પાપના વિકાર અને શરીરાદિ નોકર્મથી રહિત પૂર્ણ ૫રમાત્મા છું. દષ્ટિનું આવું જો ક્યાંથી આવે છે?-કે આત્મામાંથી આવે છે. જ્ઞાનીની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ સિવાય કોઈનો સ્વીકાર કરતી નથી. વર્તમાન અવસ્થા રાગયુક્ત અને કર્મના નિમિત્ત સહિત હોવા છતાં તેનાથી ભેદજ્ઞાન કરીને પોતાના વીતરાગ વિજ્ઞાનમય આત્માને અનુભવે છે તે પુરુષાર્થનું બળ કેટલું ! આવા પુરુષાર્થી જીવો અલ્પકાળમાં મુક્તિ પામે છે.
વ્યવહારથી શત્રુ-મિત્ર, ધનવાન-નિર્ધન, રાજા-પ્રજા, દેવ-નારકી, પશુ-મનુષ્ય, સૂક્ષ્મ-બાદર, અનાથ-સનાથ, વિગેરે અનેક પ્રકારના ભેદો દેખાય છે, તેમાં સંસારનો લોલુપી જીવ ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરીને રાગ-દ્વેષ કરે છે. આમ વ્યવહારનયથી જગતનું સ્વરૂપ રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બને છે, માટે જ્ઞાનીઓ નિશ્ચયદષ્ટિથી જ જગતનું સ્વરૂપ જુએ છે. નિશ્ચયદષ્ટિએ બધાં જીવો એક સમાન પરમાત્મા છે. ભગવાન આત્માનો સ્વભાવ જ સ્વને સ્વ તરીકે અને પરને પરરૂપે જાણવા-દેખવાનો છે.
રત્નત્રયસ્વરૂપી આત્મા અભેદષ્ટિએ એકરૂપ છે, શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે, પરમ નિરંજન, ૫૨મ જ્ઞાની, ૫૨મ આનંદમય, પરમ પરમેશ્વર છે. આમ વારંવાર પોતાના આત્માને ધ્યાવવાથી સ્વયં આત્માનુભવ થાય છે તે જ સાચો મોક્ષમાર્ગ છે.
બના૨સીદાસજીએ હિન્દી શ્લોક બનાવ્યો છે ને!–કે ધર્મી પોતાના સ્વરૂપને એમ વિચારે છે–‘ કહે વિચિક્ષણ પુરુષ સદા મૈં એક હૂં, અપને રસસો ભર્યો અનાદિ ટેક હૂં, મોહ કર્મ મમ નાહિ, નાહિ ભ્રમકૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.' મોહ ભ્રમનો કૂવો છે અને ભગવાન આત્મા શુદ્ધ ચેતનાનો સાગર છે. આવી દૃષ્ટિ કરવી તે
સમ્યગ્દષ્ટિ છે.
હવે ૭૯મી ગાથા કહે છે
વણ-સાય-સળા-રદિન
વત્ત-મુળ-સહિયઽવ્રુત્તુ । सो अप्पा मुणि जीव तुहु जिम पर होहि पवित्तु ।। ७९ ।। કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
હે જીવ તું એમ મનન કર!–કે મારો ભગવાન આત્મા ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય અને આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી રહિત છે. અને અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય એ ચાર ગુણોથી સહિત છે. હે જીવ! આમ મનન કરીને એવા સ્વભાવનો આશ્રય લઈશ તો તું ૫૨મ પવિત્ર બની જઈશ.
આ જીવ અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા હૈ, તેને પોતાનો ભગવાન આત્મા કેવો છે તે જાણવાની પરવા પણ નથી. દયા, ભક્તિ આદિ પુણ્ય કરવાનું કહે પણ પહેલાં પોતે કોણ છે? કેવું પોતાનું સ્વરૂપ છે? એ તો જાણવું જોઈએ ને!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫૭
પરમાત્મા ]
આંબામાં કેરી જેમ વધારે પાકે તેમ તે વધારે નમતો જાય છે. તેમ મુનિરાજ જ્ઞાનીને કહે છે કે તારામાં તપ અને વિનય આદિ ગુણો છે તો નરમાશ હોવી જોઈએ, રોગી પ્રત્યે દયા આવે છે તેમ અપરાધી પ્રત્યે પણ દયા લાવવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ આદિથી મનને દૂર રાખવું જોઈએ અને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાને જીતવી જોઈએ તથા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આ અનંત ચતુષ્ટય યુક્ત આત્માને ધ્યાવવો જોઈએ. કેમ કે જેને નિર્દોષ-પવિત્ર થવું છે તેણે નિર્દોષ-પવિત્ર ભગવાન આત્માને ધ્યાવવો જોઈએ, તો જ પવિત્ર થઈ શકાય પવિત્ર સ્વરૂપને ધ્યાવતાં જે સ્વાનુભવ પ્રગટ થાય છે તેની ઉગ્રતા તે જ શુક્લધ્યાન અને તેનાથી અલ્પ નિર્દોષતા તે જ ધર્મધ્યાન છે.
આત્માનુશાસનમાં કહ્યું છે કે જ્યાં મગરમચ્છ હોય ત્યાં બીજા જીવ રહી શક્તાં નથી કેમ કે મગરમચ્છ તેને ખાઈ જાય છે. તેમ જ્યાં સુધી ગંભીર અને નિર્મળ મનરૂપી સરોવરમાં ક્રોધ, માન, માયા, લોભરૂપી મગરમચ્છનો વાસ છે ત્યાં સુધી ગુણોનો સમૂહું શંકારહિતપણે ત્યાં રહી શકતો નથી. માટે હે જીવ! સમતા અને ઈન્દ્રિયદમન વડે આ ચાર કષાયો અને ચાર સંજ્ઞાને જીતવાનો પ્રયત્ન કર !
હવે ૮૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ પાંચ ઈન્દ્રિયનું દમન કરીને સંયમ તથા પાંચ અવ્રતનો ત્યાગ કરીને મહાવ્રત પ્રગટ કરવાનું કહે છે:
बे-पंचहु रहियउ मुणहि बे-पंचहं संजुत्तु । बे पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।। ८०।। દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહું જિનભૂપ. ૮). જે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશ ગુણ સહિત અથવા તો અનંત જ્ઞાન આદિ દશગુણથી સહિત છે તે આત્મા છે. આવા નિજ આત્માને તું ઈન્દ્રિયદમન અને અવ્રતના ત્યાગ પૂર્વક ભજ! પાંચ ઈન્દ્રિયના વિષયોમાં ફસાયેલું મન એટલે કે તે તરફની સાવધાનીવાળું મન આત્માનું ધ્યાન કરી શક્યું નથી. પાંચ ઇન્દ્રિયમાં ઉલ્લસિત થયેલું મન અતીન્દ્રિય આત્માનું ધ્યાન ન કરી શકે. માટે પાંચ ઇન્દ્રિયને સંયમમાં રાખીને ઇન્દ્રિયવિજયી બનવું જોઈએ.
જગતના આરંભ-પરિગ્રહથી છૂટવા માટે પણ હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના ભાવોથી વિરક્ત થઈને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત પાળવા જોઈએ.
સાધુપદમાં મુનિરાજ દ્રવ્ય અને ભાવ બન્ને પરિગ્રહથી રહિત હોય છે. મુનિને અંતરમાં રાગરહિત નિર્ગથદશા છે અને બહારમાં વસ્ત્ર રહિત નિગ્રંથ દશા છે આવા મુનિ થઈને એકાકીપણે શુદ્ધ નિશ્ચય દ્વારા પોતાના શુદ્ધાત્માનું મનન કરવું જોઈએ. જુઓ? મુનિને પણ શુદ્ધાત્માનું મનન કરવું તે જ મુનિપણું છે. શુદ્ધાત્મસ્વરૂપનું મનન એટલે તેમાં એકાગ્ર થવું તે મુનિનું કર્તવ્ય છે અને ગૃહસ્થાશ્રમમાં પણ પોતાના શુદ્ધાત્મામાં અંશે એકાગ્રતા કરીને નિર્મળતા પ્રગટ કરે છે તેને સમકિતી અથવા શ્રાવક કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮]
[ પ્રવચન નં. ૩૦] નિજ-પરમાત્મામાં લીનતા તે જ ખરો સંન્યાસ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૯-૭-૬૬]
આ યોગસારશાસ્ત્ર છે. તેમાં અહીં ૮૦ મી ગાથા ચાલે છે. વિવિધ ગુણોથી આત્માનું સ્વરૂપ વિચારવાની વાત ચાલે છે.
बे-पंचहं रहियउ मुणहि बे-पंचहं संजुत्तु । बे-पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु बुत्तु ।। ८०।। દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત,
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. ૮). નિશ્ચયથી જ્ઞાયક સ્વભાવનું ધ્યાન કરવું તે જ યથાર્થ છે, પણ જ્યારે ધ્યાનમાં જ્ઞાની ટકી ન શકે ત્યારે જુદાં-જુદાં ગુણોથી આત્માનો સ્વભાવ વિચારે તે વ્યવહાર છે.
જ્ઞાની દશગુણથી આત્માનો વિચાર કરતાં-ભેદદષ્ટિથી આત્માનું મનન કરતાં એમ વિચારે છે કે આ આત્મા ક્રોધવિકારથી રહિત પૃથ્વી સમાન ક્ષમાગુણધારી છે. શાસ્ત્રમાં પૃથ્વીની ઉપમા આપી છે કે જેમ પૃથ્વીને કોઈ તોડે, ખાડો પાડે, વિષ્ટા નાખે છતાં પૃથ્વી તેની સામે ક્રોધ કરતી નથી. તેમ ભગવાન આત્મા ક્ષમાગુણનો ભંડાર જ્ઞાતા-દષ્ટા રહે છે, ક્રોધ કરતો નથી.
આત્મા માર્દવ ધર્મધારી છે એટલે કે નિર્માનતા-કોમળતાનો પિંડ છે. માયાના અભાવથી આત્મા ઉત્તમ આર્જવગુણધારી સરળ પરમાત્મા છે. મહાસત્યસ્વરૂપનો ધરનાર છે. લોભના અભાવથી આત્મા ઉત્તમ શૌચધર્મધારી છે, પવિત્ર છે, સંતોષસ્વરૂપ છે. આવા આત્મસ્વરૂપની દષ્ટિ કરીને તેમાં સ્થિર થવું તે જ આત્માના કલ્યાણનો ઉપાય છે.
આત્મા સંયમધર્મધારી છે, તેમાં અસંયમનો અભાવ છે. સર્વ ઈચ્છાઓના અભાવસ્વરૂપ-વીતરાગસ્વરૂપ-શુદ્ધતામાં એકાકાર થઈને તેની તપના એટલે કે તેમાં પ્રતપન કરવું તે ઉત્તમ તપધર્મ છે. બહારનું તપ તો વ્યવહાર છે. આત્મા તો ત્રિકાળ પરમ તપસ્વી છે તેનું ધ્યાન કરવું તે ઉત્તમ તપ છે.
લોકોને ત્યાગની બહુ મહિમા હોય છે, પણ બહારની વસ્તુઓનો ત્યાગ કરવો કે પુસ્તક ઔષધ આદિ દાન દેવું તે ઉત્તમ ત્યાગ નથી. ખરો ત્યાગધર્મ તો પોતાના શુદ્ધ
સ્વરૂપમાં એકાગ્ર થઈને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી અને અશુદ્ધતાનો ત્યાગ કરવો તે ઉત્તમ ત્યાગધર્મ છે.
મારા સ્વરૂપમાં અન્ય આત્માઓ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળનો અભાવ છે. રાગ, શરીર, વાણી, મન આદિ મારા નથી એવી અંતરમાં ભાવના કરવી તેનું નામ આકિંચનધર્મ છે. આત્મા ત્રિકાળ અપરિગ્રહવાન છે, તેનું ધ્યાન કરી પર્યાયમાં અપરિગ્રહદશા પ્રગટ કરવી તે આકિંચનધર્મ છે. આત્મા પરમ અસંગ છે, તેને કોઈ અન્યનો સંગ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૧૫૯
આ આત્મા ઉત્તમ બ્રહ્મચર્યગુણનો ધારી છે નિરંતર પોતાના બ્રહ્મભાવમાં લીન ૨હે છે. ઉત્તમ બ્રહ્મસ્વરૂપ તો આત્મા અનાદિ અનંત છે જ પણ તે બ્રહ્મસ્વરૂપમાં લીન થવું તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે અને કાયાથી બ્રહ્મચર્ય પાળવું તે વ્યવહા૨ધર્મ છે.
હે જીવ! આ રીતે તું દશલક્ષણધર્મથી તારું સ્વરૂપ વિચાર અથવા તો બીજા દશ ગુણોથી તારું સ્વરૂપ વિચાર!
આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સમકિત, જ્ઞાયિક ચારિત્ર, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય અને અનંત સુખઆવા દશ વિશેષણોથી સહિત છે. ૫૨માત્મસ્વરૂપ છે.
એક એક ગુણની વ્યાખ્યા કરતાં મુનિરાજ કહે છે કે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી હોવા છતાં આત્મજ્ઞ અને આત્મદર્શી છે. આમ ભેદથી આત્માનું સ્વરૂપ વિચારવું. આત્મા સર્વને જાણવા-દેખવાવાળો હોવા છતાં, છે એ આત્મજ્ઞ અને આત્મદર્શી. આત્મજ્ઞ તે જ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે આત્મજ્ઞ છે. એવું નથી કે સર્વજ્ઞ કહેતાં તેમાં ૫૨નું જાણવાપણું આવ્યું માટે વ્યવહાર છે, પણ સર્વજ્ઞત્વ એ આત્માનો સ્વભાવ જ છે. શેયની અપેક્ષાએ તેને સર્વજ્ઞ કહેવાય છે અને પોતાની અપેક્ષાએ તેને જ આત્મજ્ઞ કહેવાય છે.
શુદ્ધ સમ્યગ્દર્શનનો ધારી થઈને આત્મા નિરંતર આત્મપ્રતીતિમાં વર્તમાન છે. જ્યારે જ્ઞાની પૂર્ણસ્વરૂપની પ્રતીતિ કરે છે ત્યારે પ્રતીતમાં એમ આવે છે કે આત્મા તો ત્રિકાળ પ્રતીતમાન જ છે. વળી, સર્વ કષાયભાવોના અભાવથી આત્મા વીતરાગચારિત્રથી વિભૂષિત છે. જ્યારે વીતરાગચારિત્ર પર્યાયમાં અંશે પ્રગટ થાય ત્યારે અનુભવમાં આવે છે કે આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ જ છે.
અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મામાં એકાગ્ર થઈને પર્યાયમાં આનંદનું દાન દેવું તે યથાર્થ દાન છે. મુનિરાજને આહારદાન આપવું તે તો શુભરાગ છે. ખરેખર તો આત્મા એક રજકણને પણ દઈ શકતો નથી કે લઈ શકતો નથી. કારણ કે રજકણનો સ્વામી આત્મા નથી. રજકણનો ફેરફાર થવો તે તો જડની રમત છે. અનુભવપ્રકાશમાં દીપચંદજી કહે છે કે ખાવું, પીવું, દેવું-લેવું, હલન-ચલન બધી જડની ક્રિયા છે. આ દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં મોટા પ્રખ્યાત દિગંબર ગૃહસ્થ પંડિત હતાં. પહેલાં તો પંડિત પણ સાધર્મી સમ્યગ્નાની હતા.
એ દીપચંદજી લખે છે કે-નર-નારકાદિ પર્યાય, વૈભવ આદિ બધું પુદ્ગલનું નાટક છે રાંધવું, ખાવું, પીવું, કમાવું એ બધું પુદ્દગલનો અખાડો છે, એ આત્માનું કાર્ય નથી તેમાં હૈ ચિદાનંદ! તું રાચી રહ્યો છે તે તને શોભતું નથી.
જેમ સર્પ કરડે બીજાને અને ઝેર ચડે કોઈ બીજાને એમ બનવું અશક્ય છે, તેમ હું ચેતન! આ ખાય-પીએ, તેલનું મર્દન કરે એ બધું કરે જડ અને તું એમ માને કે મેં ખાધું, મેં પીધું, મેં ભોગવ્યું એ શું સાચું છે?
રસ્તા ઉપર ચાલ્યો જતો માણસ રસ્તાની કે બજારની વસ્તુને પોતાની માની લે
તો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦] પાગલ કહેવાય, તેમ આ જીવ જે ગતિમાં જાય ત્યાં જે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધનાદિ હોય તેને પોતાના માની લે છે તો તે પણ પાગલ જ છે ને!
નોકર ભોજન કરે તો રાજા એમ નથી માનતો કે મારું પેટ ભરાઈ ગયું, તો તું જડના ભોજનથી તારું ભોજન માને છે એ તારી ચાલ તને જ દુ:ખદાયી છે. આ બધું દીપચંદજીએ લખ્યું છે. અનુભવપ્રકાશ, ચિવિલાસ અને આત્મ-અવલોકન આ ત્રણેય પુસ્તક દીપચંદજીએ બનાવ્યા છે. શાસ્ત્રપ્રમાણથી અને અંતરદષ્ટિથી બહુ સરસ રચના કરી છે, પણ લોકોને અત્યારે વાંચવાની પણ ફુરસદ મળતી નથી.
અહીં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા પોતે પોતાની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું દાન આપે તેનું નામ અનંત દાન છે, નિરંતર સ્વાત્માનુભવ કરવો તે અનંત લાભ છે. પુત્ર, પૈસો કે કીર્તિ આદિની પ્રાપ્તિ થવી તે લાભ નથી પણ સ્વભાવમાંથી નિર્વિકારતા પર્યાયમાં પ્રગટ થવી તે સાચો લાભ છે.
શ્રોતા-પ્રભુ! જડની ક્રિયાને આત્માની ન માનવી પણ ધર્મકાર્યમાં દાન તો દેવું કે નહિ?
પૂજ્ય ગુરુદેવશ્રી:–ભાઈ ! દાન કોણ કોને આપી શકે? દાનનો ભાવ થાય છે તે શુભભાવ છે, પણ એ શુભભાવ થયો માટે લક્ષ્મી જાય છે એમ નથી અને લક્ષ્મી જવાની છે માટે શુભભાવ થયો એમ પણ નથી અને શુભભાવ થયો માટે ધર્મ થશે એમ પણ નથી.
આનંદસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ કરીને આનંદનો અનુભવ કરવો તેનું નામ ભોગ છે અને તેનો વારંવાર અનુભવ કરવો તેનું નામ ઉપભોગ છે. જડ વસ્તુને તો આત્મા ભોગવી જ શકતો નથી તો ઉપભોગ ક્યાંથી કરે ?
આત્મા અનંતવીર્યનો ધણી છે. તે પોતાની શક્તિરૂપે પરિણમન કરવામાં થાકતો તો નથી ઉલટું તેના બળની વૃદ્ધિ થાય છે.
જીવ જ્યારે અભેદનયથી એક અખંડ આત્માને ધ્યાવે છે ત્યારે તેને સ્વાનુભવનો લાભ થાય છે તે જ આત્મદર્શન છે, તે જ સુખશાંતિ છે, તે જ આત્મસમાધિ છે અને તે જ નિશ્ચયરત્નત્રયની ઐક્યતા છે. માટે મુમુક્ષુ જીવે નિશ્ચિત થઈને પરમ સચિથી પોતાના આત્માનું સેવન કરવું.
હવે યોગીન્દ્ર મુનિરાજ ૮૧ મી ગાથામાં કહે છે કે આત્મસ્મરણમાં જ તપ ત્યાગ આદિ બધું આવી જાય છે.
अप्पा दंसणु णाणु मुणि अप्पा चरणु वियाणि । अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।। ८१।। આત્મા દર્શન-શાન છે, આત્મા ચરિત્ર જાણ;
આત્મા સંયમ-શીલ-તપ, આત્મા પ્રત્યાખ્યાન. ૮૧. આ ગાથા સમયસારમાં પણ આવે છે આત્માને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સંયમ આદિ જાણો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[ ૧૬૧
અરે! આ મનુષ્યદેહની સ્થિતિ ક્યારે પૂરી થશે એ પોતાને ખબર છે? એની ચિંતા કરને ભાઈ! પરની ચિંતા કરવા ક્યાં રોકાયો ?
અહીં તો કહે છે કે શુદ્ધ ચૈતન્ય વીતરાગ ચારિત્રમયી શાંત સ્વરૂપ નિજ આત્માની દૃષ્ટિ કરી તેમાં સ્થિરતા કરતાં જે ચારિત્ર પ્રગટ થાય છે તે આત્મા જ છે. કારણ કે નિર્મળ પર્યાય આત્મા સાથે અભેદ છે. મહાવ્રતાદિના ભાવરૂપ વ્યવહારચારિત્ર છે તે આત્મા નથી કારણ કે તે તો રાગ છે તે આત્મા સાથે અભેદ નથી.
આત્મા જ સંયમ છે, આત્મા જ શીલ છે, આત્મા જ તપ છે અને આત્મા જ ત્યાગ છે. કારણ કે આત્માના સ્વભાવમાં રમણતાં થતાં નિશ્ચયનયથી મોક્ષના સર્વ સાધન પ્રગટ થઈ જાય છે.
વ્યવહારનયથી સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા અને સાત તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે પણ એ તો શુભરાગરૂપ છે, નિશ્ચયથી તો નિર્મળ વીતરાગસ્વરૂપ આત્માની શ્રદ્ધા-રુચિ કરતાં પર્યાયમાં જે નિર્મળ આનંદ પ્રગટ થાય છે તે યથાર્થ સમ્યગ્દર્શન છે અને તે જ આત્મા છે કારણ કે નિર્મળ પર્યાય આત્માથી ભિન્ન નથી.
નિશ્ચયથી પોતાના જ્ઞાનમાં પોતાનો શુદ્ધસ્વભાવ ઝલકવો-શુદ્ધસ્વભાવનું થવું તે સમ્યજ્ઞાન છે અને શુદ્ધસ્વરૂપમાં રમણતા કરતાં જે નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય તે સમ્યક્ચારિત્ર છે. એ સમ્યક્ રત્નત્રયધારી સાધુને મહાવ્રતાદિનો જે શુભરાગ આવે છે તે તેમનું વ્યવહારચારિત્ર છે.
પાંચ ઇન્દ્રિય તથા મનનો નિરોધ કરવો અને છકાય જીવની રક્ષા પાળવાનો ભાવ થવો તે વ્યવહા૨સંયમ છે અને નિશ્ચયથી પોતાના શુદ્ધસ્વભાવમાં સ્થિર રહેવું, બહાર રાગ-દ્વેષ ન કરવો તે આત્માનો સંયમધર્મ છે.
એ
વ્યવહારથી મન વચન-કાયાથી કૃત-કારિત-અનુમોદના નવપ્રકારે કામવિકારને ટાળવો તે બ્રહ્મચર્ય છે અને નિશ્ચયથી પોતાના બ્રહ્મ નામ આનંદસ્વરૂપ નિજ આત્મામાં ચરવું એટલે રમવું તે બ્રહ્મચર્ય છે.
પંચમકાળ છે તોપણ વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે, તેમાં કોઈ કાળે ફેર પડતો નથી. નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું જ યથાર્થ છે. વ્યવહાર તો માત્ર જાણવા લાયક છે. પંચમ-આરામાં થઈ ગયેલાં યોગીન્દ્રદેવ વનવાસી દિગંબર સંત વસ્તુનું સ્વરૂપ આમ બતાવી રહ્યાં છે. કે આત્માની પ્રતીત-જ્ઞાન અને સ્થિરતા તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પાંચમાં આરામાં પણ સંતો આત્મા... આત્મા...આત્માનો પોકાર કરી રહ્યાં છે.
નિશ્ચયથી એક શુદ્ધ નિજ આત્મામાં તપવું તે તપ છે. દેહની ક્રિયાથી તપ નથી કેમ કે તે જડ છે, તેમ પુણ્ય-પાપ ભાવથી પણ તપ નથી કેમ કે તે તો આત્મા છે, તે આત્માનું નિજસ્વરૂપ નથી. ધ્રુવ..ધ્રુવ...ધ્રુવ...શાશ્વત ચૈતન્ય ધ્રુવ તત્ત્વમાં લીન થવું તે તપ છે. બાકી બધો વ્યવહાર–તપ શુભરાગ છે. આત્મિક પ્રકાશ કરનારો તો નિશ્ચય તપ જ છે.
પોતાના આત્માનો સર્વ પદ્રવ્ય અને પરભાવથી ભિન્ન અનુભવ કરવો તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આમ આત્મસ્થ રહેવું તે જ નિશ્ચય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, તપ અને ત્યાગ છે. તેને માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ] અહીં સમયસારનો આધાર આપ્યો છે કે શ્રી કુંદકુંદ આચાર્ય ફરમાવે છે કે નિશ્ચયથી મારા જ્ઞાનમાં આત્મા છે. મારા દર્શનમાં આત્મા જ સમીપ છે, જ્ઞાનમાં આત્મા જ સમીપ છે, ચારિત્રમાં આત્મા જ સમીપ છે કેમ કે તેમાં હું જ્યારે રમણ કરું છું ત્યારે આત્માની સમીપ જ પહોંચું છું. હવે ૮ર મી ગાથામાં મુનિરાજ કહે છે કે પરભાવોનો ત્યાગ તે જ સંન્યાસ છે.
जो परियाणइ अप्प परु सो परु चयइ णिभंतु । सो सण्णासु मुणेहि तुहु केवल-णाणिं उत्तु ।। ८२।। જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્કાન્ત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮ર. જે આત્મા પોતાના આનંદસ્વરૂપ શુદ્ધાત્માને જાણે છે અને શરીર, કર્મ, પુણ્યપાપ આદિ પરદ્રવ્ય-પરભાવને પરરૂપે જાણે છે તે જીવ કોઈ જાતની ભ્રાંતિ વગર પરને ત્યાગી દે છે અને સ્વરૂપમાં સ્થિર થાય છે તે જીવ સંન્યાસી છે.
કેવળીભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે પોતાના વીતરાગસ્વરૂપ આત્માનું અને રાગનું એ બેનું જ્ઞાન કરીને રાગ છોડી સ્વરૂપમાં સ્થિર થવું તેનું નામ ત્યાગ છેસંન્યાસ છે. આવા સંન્યાસનો પ્રારંભ અવિરત સમ્યગ્દષ્ટિથી ચાલુ થઈ જાય છે. કારણ કે સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાને અભિપ્રાયમાં રાગનો ત્યાગ વર્તે છે અને સ્વભાવનું ગ્રહણ થયું છે.
૯૬OO૦ રાણી અને ૯૬ કરોડ પાયદળના સ્વામી સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી અંતરથી તેના સ્વામી થતાં નથી. જ્ઞાની પુગલ, શરીર, વાણી, મન અને અંતરમાં શુભાશુભભાવો થાય છે તેના પણ સ્વામી થતાં નથી. આવા જ્ઞાની તે દષ્ટિ અપેક્ષાએ સંન્યાસી છે પણ સ્થિરતા અપેક્ષાએ તો મુનિ જ સંન્યાસી છે.
આત્મામાં સ્વ-સ્વામીસંબંધ નામનો એક ગુણ છે. સ્વ નામ પોતાનું સહજામસ્વરૂપ તેનો આત્મા સ્વામી છે. વિકલ્પનો સ્વામી આત્મા નથી. આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવનો સ્વામી છે. અન્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સ્વામી આત્મા નથી.
એકસ્વરૂપે બિરાજમાન શુદ્ધ વસ્તુ તે મારું દ્રવ્ય છે, લક્ષ્મી છે તે મારું દ્રવ્ય નથી. આત્માનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર મારું ક્ષેત્ર છે. શરીરનું કે મકાનનું કે રાગનું ક્ષેત્ર તે મારું ક્ષેત્ર નથી. મારા આત્મગુણોનું સમય-સમયનું પરિણમન તે મારો કાળ છે અને મારા આત્માના શુદ્ધ ગુણો છે તે મારો ભાવ છે. હું તો સિદ્ધ સમાન શુદ્ધ, નિરંજન, નિર્વિકાર ચૈતન્ય છું, પૂર્ણ દર્શન-જ્ઞાનમય છું. આવો સમ્યગ્દષ્ટિનો અભિપ્રાય હોય છે. અપૂર્ણ અવસ્થા કે રાગની અવસ્થાના સ્વામી સમ્યગ્દષ્ટિ થતાં નથી. એ અપેક્ષાએ જ્ઞાનીને પરનો સંન્યાસ છે–ત્યાગ છે.
આત્મા અગાધ..અગાધ...અગાધ અમાપ અકૃત્રિમ ચૈતન્યગુણોનો મોટો મહાસાગર છે. એવી દષ્ટિના ધારક સમ્યગ્દષ્ટિ દષ્ટિ અપેક્ષાએ પરમ કૃતકૃત્ય છે. જીવનમુક્ત છે, તથા ખરા સંન્યાસી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૬૩ [પ્રવચન નં. ૩૧] રત્નત્રયયુક્ત નિજ-પરમાત્માઃ ઉત્તમ તીર્થ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૦-૭-૬૬ ] - શ્રી યોગસાર શાસ્ત્રમાં આ ૮ર મી ગાથા ચાલે છે. શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે કે પરભાવનો ત્યાગ તે જ સંન્યાસ છે.
जो परियाणइ अप्प परु सो परु चयइ णिमंतु । सो सप्णासु मुणेहि तुहं केवल-णाणिं उत्तू ।। ८२।। જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભીત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨. કોઈ કહે કે ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને ત્યાગ ન હોય. તો જુઓ! અહીં મુનિરાજ કહે છે કે જે પોતાના આત્માને જાણી પુણ્ય-પાપ આદિ પરભાવનો ત્યાગ કરે છે તેને જ ખરેખર સંન્યાસ છે. શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ અને અજીવ તથા વિકારાદિ પરભાવોના સ્વરૂપ વચ્ચે જેને ભેદજ્ઞાન છે તેની દષ્ટિમાંથી પરભાવ છૂટી જાય છે. ધર્મી જીવ પોતાના શુદ્ધસ્વરૂપનો આદર કરે છે અને વિકાર તથા સંયોગોનો આદર કરતાં નથી. કેમ કે ધર્મીની દષ્ટિમાં વિકાર અને સંયોગોનો ત્યાગ છે એ જ ખરો સંન્યાસ છે.
આત્મા શુદ્ધ, અરૂપી, આનંદઘન છે. આવા નિજ આત્માની જેને દષ્ટિ પ્રગટ થઈ છે એવો ધર્મી જીવ એમ વિચારે છે કે મારે મારાથી ભિન્ન, અન્ય દરેક આત્મા અને જડ પુગલના સ્કંધો સાથે કોઈ સંબંધ નથી. જોકે આત્મા સ્વભાવે તો પરદ્રવ્ય-પરભાવના સંબંધથી ત્રિકાળ રહિત છે પણ જેની દ્રષ્ટિમાં આત્મા આવે છે તે વર્તમાન પર્યાયમાં પણ વિકાર અને પરદ્રવ્યથી ભિન્ન આત્માની દષ્ટિ કરે છે તેને ત્યાગ કહેવામાં આવે છે.
જેમ સંસારમાં પુત્રના લગ્ન કે એવા કોઈ પ્રસંગે બીજા પાસેથી પાંચ-દશ હજારના ઘરેણાં ઉછીના પહેરવા લઈ આવે તેને પોતાની પુંજીમાં નથી ગણતા. તેમ વિકાર તો આગંતુક ભાવ છે તેને ધર્મી પોતાના સ્વભાવ તરીકે સ્વીકારતા નથી, કેમ કે તે કાંઈ ત્રિકાળ ટકનારી ચીજ નથી.
ધર્મી જીવ એમ વિચારે છે કે ધર્મ-અધર્મ, આકાશ અને કાળદ્રવ્યથી પણ હું ભિન્ન છું, જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી પણ હું રહિત છું, શરીરાદિ પરદ્રવ્ય કે રાગાદિ વિકારભાવ પણ મારામાં નથી, પાંચ ઈન્દ્રિયોના વિષયની અભિલાષાનો પણ મારામાં અભાવ છે. અસ્થિરતા વશ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ આવી જાય છે પણ તેમાં સુખબુદ્ધિ નથી. તેથી અભિપ્રાયમાં ધર્મીને સર્વ પદ્રવ્યોનો તથા પરભાવોનો ત્યાગ વર્તે છે.
આગળ આવશે કે “જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ” કેવળી
ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪] સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે જ્યાં ચૈતન્ય. ચૈતન્ય.ચૈતન્ય..જાણક..જાણકજાણક સ્વભાવી આત્મા છે ત્યાં અનંત ગુણ છે. પરમાં, શરીર, કર્મ કે રાગમાં આત્માનો કોઈ ગુણ રહેલો નથી. આવું જાણનાર જ્ઞાનીને બહારમાં ક્યાંય સુખ લાગતું નથી.
સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી છ–ખંડના અધિપતિ હોય, ૯૬OOO તો જેની રાણી હોય, વૈભવનો કોઈ પાર ન હોય છતાં તેમાં ક્યાંય તેને સુખબુદ્ધિ નથી. જ્યાં સુખ નથી ત્યાં સુખ માને એ તો મિથ્યાષ્ટિનું લક્ષણ છે. સમ્યગ્દષ્ટિને પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ નથી. સમ્યગ્દષ્ટિ ભલે ભોગ ભોગવતાં દેખાય પણ તેની દષ્ટિ પોતાના સ્વભાવના અતીન્દ્રિય સુખ સિવાય ક્યાંય સુખબુદ્ધિ કરતી નથી. એ દૃષ્ટિમાં કેટલી પુરુષાર્થની જાગૃતિ છે! દષ્ટિ કહે છે કે મારા આત્મામાં આનંદ છે, ઈન્દ્રિયસુખને હું સુખ માનતી જ નથી, એ તો દુઃખ છે, ઝેર છે, ઉપસર્ગ છે.
ધર્મી જીવ લૌકિક જ્ઞાન કે શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન નથી કહેતાં. પોતાના સ્વભાવનાં અતીન્દ્રિય જ્ઞાનને જ જ્ઞાન કહે છે, અને અતીન્દ્રિય સુખને જ સુખ કહે છે. મનથી પાર, રાગથી ભિન્ન, ઈન્દ્રિયથી અતીત-ઇન્દ્રિયાતીત જ્ઞાન અને સુખ છે તે જ વાસ્તવિક જ્ઞાન અને તે જ વાસ્તવિક સુખ છે.
લોકો ધૂળ એવા ધનની પાછળ દોડે છે ને! તેમ ધર્મી પોતાનું ધન અંતરમાં દેખે ને તેની પાછળ દોડે છે. સમ્યગ્દષ્ટિ જીવ ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય કે આઠ વર્ષની બાલિકા હોય પણ તે પોતાના અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ધન પાછળ દોડે છે. અરે ! સમ્યગ્દષ્ટિ દેકું હોય કે હજાર જજનનો મોટો મચ્છુ હોય તે પણ એમ માને છે કે મારી લક્ષ્મી મારી પાસે છે. પુણ-પાપના ભાવમાં કે તેના ફળમાં મળતાં સંયોગોમાં મારું ધન નથી.
આમ શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની પરભાવના પરમ ત્યાગી છે-સંન્યાસી છે, અને સહજાન્મસ્વરૂપની યથાર્થ પ્રતીતિ વિના બહારથી સંયોગોનો ત્યાગ કરે છે તે ખરેખર ત્યાગ જ નથી.
મિથ્યાષ્ટિ શુભરાગમાં લાભ માને છે અને શરીરની ક્રિયાને ધર્મનું સાધન માને છે ત્યારે સમ્યગ્દષ્ટિ રાગને રોગ જાણે છે અને એ રોગને ટાળવાનો ઉપાય કરે છે. અજ્ઞાની શરીરના રોગને પોતાનો રોગ જાણી તેને ટાળવાનો ઉપાય કરે છે ત્યારે નીરોગ સ્વરૂપ આત્માની દષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવો રાગને રોગરૂપ જાણીને તેને ત્યાગવાનો ઉપાય કરે છે. શરીરાદિમાં મારાપણાની બુદ્ધિરૂપ સનેપાતનો રોગ આત્માને લાગુ પડ્યો છે તેનું અજ્ઞાનીને ભાન નથી. જ્ઞાનીને એ રોગ નથી પણ પુણ્ય-પાપના ભાવરૂપ ગુમડાં છે તેને ટાળવાનો જ્ઞાની પ્રયત્ન કરે છે.
આત્મા અતીન્દ્રિય આનંદની મોટી ખાણ છે. તેની દષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા કરતાં અનંત..અનંત...અનંત...અતીન્દ્રિય આનંદ બહાર આવે છે, અનુભવમાં આવે છે. જેમ આત્મા જ્ઞાનમય છે તેમ અતીન્દ્રિય આનંદમય છે. આત્મા પુણ્ય-પાપ કે રાગમય ત્રણકાળમાં નથી. ભાઈ ! તું શરીરની તપાસ કરાવે છે પણ એકવાર તારા આત્માની તપાસ કર કે તેમાં શું ભર્યું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૬૫ શ્રીમદે લખ્યું છે ને કે“ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદમય છે એમ નહિ માનતા, આત્માને રાગવાળો, શરીરવાળો, પુણ્ય-પાપવાળો, સંયોગવાળો માનવો એ રૂપ જે ભ્રાંતિ એના જેવો બીજો કોઈ રોગ જગતમાં નથી. એ રોગને ટાળવાનો ઉપાય બતાવનાર સદ્ગુરુ છે. એ સદ્ગુરુ તો ત્યાં સુધી કહે છે કે તું અમારા પ્રત્યે રાગ કરે છે એ પણ રોગ છે. પ્રભુ! એ રોગ ટાળવાનો ઉપાય શું!
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ. શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ રોગ ટાળવાનો એકમાત્ર ઉપાય છે. તેથી જ જ્ઞાની ધંધા આદિ પ્રવૃત્તિની વચ્ચે પણ અનુભવનો સમય કાઢી લે છે. આત્માનો સ્પર્શ કરીને અનુભવ કરી લે છે એ અનુભવ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેને બહારની પ્રવત્તિ અને સંયોગોથી વૈરાગ્ય આવતો જાય છે. વેપાર આદિ પ્રવત્તિમાં ક્યાંય ચેન પડતું નથી. તેથી આત્મામાં વિશેષ લીન થવા માટે ધર્મી જીવ બહારથી સંયોગોનો ત્યાગ કરી મુનિ થઈ વનમાં ચાલ્યા જાય છે.
પોતાના આત્માને ઉગ્રપણે સાધવાનો પુરુષાર્થ ઉપડતાં બહારની વસ્તુઓનો ત્યાગ સહજ થઈ જાય છે. જેમ હુડકાયું (પાગલ) કૂતરું જેને કરડ્યું હોય તેને પાણી, પવન, ભોજન કાંઈ રુચતું નથી, ક્યાંય ચેન પડતું નથી. તેમ જેને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની અંતર લગની લાગી છે એવા ધર્મી જીવને બહારમાં ક્યાંય ચેન પડતું નથી, રુચિ લાગતી નથી. બોલવું, ચાલવું, વેપાર, આબરું, મનોરંજન આદિમાં ક્યાંય મન ઠરતું નથી. એક આત્માની લગની લાગી છે તે પોતાના અંતર સ્વભાવમાં ઉગ્રપણે લીન થવા ઘર-વસ્ત્ર આદિ બહારના સંયોગોનો ત્યાગ કરે છે, તેનું નામ નિગ્રંથ કહેવામાં આવે છે.
ધર્મી જીવને અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની જ્યારથી રુચિ અને પ્રીતિ લાગી છે ત્યારથી શ્રદ્ધામાંથી તો રાગનો ત્યાગ થઈ ગયો છે. રાગ આવે છે તેને રોગ જાણી નાશ કરવાનો પ્રયત્ન કરે છે. ધર્મી જીવને શ્રદ્ધા-જ્ઞાન અપેક્ષાએ તો રાગનો સંન્યાસ (ત્યાગ) ચોથા ગુણસ્થાનથી જ થઈ જાય છે. સમકિતી કહે છે અહો ! અમને અમારા આત્મા સિવાય બીજે ક્યાંય રુચતું નથી. શુભભાવ પણ અમને રુચતાં નથી. મિથ્યાષ્ટિને શુભભાવ રુચે છે ને પોતાના સ્વભાવનો અનાદર કરે છે.
૯૨ લાખ માળવાના અધિપતિ રાજા ભર્તુહરીએ જ્યારે પ્રાણથી પણ પ્યારી પીંગળાનો માયાચાર જાણ્યો ત્યારે તેને કેવો વૈરાગ્ય આવ્યો હશે! ધર્મીને આખા જગત પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં જ સાચું જ્ઞાન અને વૈરાગ્ય અંતરથી પ્રગટ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[હું
૧૬૬ ]
પ્રભુ તને મારા માહાત્મ્યની ખબર નથી. અનંત...અનંત...અતીન્દ્રિય આનંદપર્યાયમાં અનંતકાળ સુધી અનંત અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહે તોપણ કદી ખૂટે નહિ એવો મોટો અનંત આનંદનો દરિયો તું પોતે જ છો. ભાઈ! આવા આત્માની એકવાર દૃષ્ટિ પ્રગટ કરતાં રાગનો શ્રદ્ધા-જ્ઞાનમાંથી નાશ થઈ જાય છે. ચારિત્રમાં રાગ આવે છે, પણ તેને જ્ઞાની કાળો સર્પ જાણી તેનો ત્યાગ કરવા અને સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિરતા પ્રગટ કરવા–સ્વાનુભવનો વિશેષ અભ્યાસ કરવા મુનિપણું અંગીકાર કરે છે. મુનિદશામાં વીતરાગતાની વૃદ્ધિ ખૂબ થાય છે.
ભગવાન આત્મા જ્યાં ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વરૂપમાં ઠરવાનો અભ્યાસ કરે છે ત્યાં કેવળજ્ઞાન દોડતું આવે છે. આત્માનુભવની ઉગ્રતા કેવળજ્ઞાનને બોલાવે છે ત્યાં કેવળજ્ઞાન દોડતું આવે છે.
આ ગાથામાં સમ્યગ્દર્શન, મુનિદશા અને કેવળજ્ઞાન ત્રણેય ભૂમિકાની વાત આવી ગઈ. હવે ૮૩ ગાથામાં કહે છે કે રત્નત્રયયુક્ત જીવ જ ઉત્તમ તીર્થ છે.
रयणत्तय-संजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु ।
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ॥ ८३ ॥ રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર. હૈ યોગી ! શિવહેતુ એ, અન્ય ન તંત્રન મંત્ર. ૮૩.
યોગીન્દ્રદેવ મુનિરાજ ૧૩૦૦ વર્ષ પહેલાં નગ્ન દિગંબર મહાસંત થઈ ગયા. જંગલમાં જેમ સિંહ ત્રાડ નાખતો આવે છે તેમ મુનિરાજ ગર્જના કરતાં કહે છે કે ઉત્તમ તીર્થ તો રત્નત્રયયુત જીવ પોતે જ છે. અન્ય સમ્મેદશિખર, ગિરનાર, શત્રુંજય આદિ તીર્થો તો શુભભાવના નિમિત્તો છે, તેનાથી શુભભાવ થાય પણ ધર્મ ન થાય. ભવસાગરથી તરવાનું તીર્થ તો શુદ્ધ આત્માનું દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ છે. તે
સિવાય તરવાનો બીજો કોઈ ઉપાય નથી.
નિશ્ચયરત્નત્રય જ સાક્ષાત્ તીર્થ છે, ઉત્તમ તીર્થ છે, પવિત્ર તીર્થ છે, તે તીર્થની યાત્રા કરવાથી જ જન્મ-મરણનો નાશ થઈ મુક્તિ પ્રાપ્ત થાય છે. એ સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી, મુક્તિનું ઉપાદાનકારણ શુદ્ધાત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ રત્નત્રય જ છે.
ભગવાન આત્મા સ્વયં જ્ઞાનચેતનામય છે, જ્ઞાનસ્વરૂપનું વેદન તે જ્ઞાનચેતના છે. રાગાદિનું વેદન તે અજ્ઞાનચેતના છે. નિરાકુળ-ભગવાન આત્માની દૃઢ શ્રદ્ધા થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે આત્માની જ ભૂમિકામાં, આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે. રાગની ભૂમિકામાં સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી.
આત્માનું જ્ઞાન તે સમ્યગ્દર્શન છે અને આત્માના આશ્રર્ય, આત્મામાં થતી સ્થિરતાનું નામ સમ્યક્ ચારિત્ર છે, આ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ તીર્થ તે જ ઉત્તમ તીર્થ છે, શાશ્વત તીર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ ધર્મોથી રચિત આ તીર્થ છે. આત્મારૂપ જહાજને આત્મારૂપ સાગરમાં ચલાવતો આત્મા જ મોક્ષદ્વીપમાં પહોંચી જાય છે. રત્નત્રયરૂપ પરિણત આત્મા જ ઉત્તમ તીર્થ છે આ તીર્થ દ્વારા આત્મા મુક્તિને પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૧૬૭ | [પ્રવચન નં. ૩૨] પરમાત્મદશાની જન્મભૂમિઃ ભગવાન આત્મા [શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૨-૭-૬૬ ]
આ યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦-૧૪OO વર્ષ પહેલાં થઈ ગયા. તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસાર છે.
| દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર...સાર જ આપ્યું છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે, તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર કહે છે. તેમાં આ શ્રી યોગસાર શાસ્ત્રની ૮૪ ગાથા ચાલે છે.
दंसणु ज पिच्छियइ बुह अप्पा विमल महंतु । पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।। ८४।। દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન,
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ. ૮૪. આ આત્મા મળ-દોષથી રહિત વિમળ અને મહાન છે. એક સમયમાં અનંતી પરમાત્મદશા જેના ગર્ભમાં પડી છે એવો ધ્રુવ-શાશ્વત ભગવાન પોતે જ છે. તેને દેખવો એટલે કે તેની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. કેવી રીતે દેખવો? તો કહે છે કે પર સન્મુખતા છોડી, ભેદના વિકલ્પ છોડી અને સ્વસમ્મુખતા કરીને આત્માને દેખવોશ્રદ્ધવો તેનું નામ “દર્શન” છે, અને આ પોતાના જ આત્માને શેય બનાવીને તેનું યથાર્થ જ્ઞાન કરવું તેનું નામ સમ્યજ્ઞાન છે.
ભગવાન આત્મા અનંત ગુણસ્વરૂપ અને અસંખ્યપ્રદેશી છે પણ તેમાં ગુણના કે પ્રદેશના ભેદ નથી. એકરૂપ અખંડ છે તેથી તેને જોનારની દૃષ્ટિ પણ એકરૂપ હોય ત્યારે જ આત્માનું દર્શન-શ્રદ્ધા થાય છે.
આત્મા મહાન છે. તેના એક એક ગુણ પણ મહાન છે. અનંત શક્તિનો ધારક એવો અનંત શક્તિવાન-અનંત ગુણોનો એકરૂપ પિંડ આત્મા મહાન જ હોય ને! ભગવાને દરેક આત્માને આવા અસંખ્યપ્રદેશી અનંત ગુણસ્વરૂપ મહાન દેખ્યો છે એવા પોતાના આત્માની પોતે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા કરવી તેનું નામ ભગવાન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ફરમાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
જ્ઞાનસ્વરૂપ આત્માની જે જ્ઞાન-પર્યાય પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે તે સમ્યજ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી. તે તો પરસત્તાવલંબી જ્ઞાન છે. આ તો સ્વસત્તાવલંબી થઈને જે પોતાનું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે તેમાંથી જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે સાચું જ્ઞાન છે-પોતાનું જ્ઞાન છે.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની વ્યાખ્યા થઈ. હવે સમ્યફચારિત્ર કોને કહેવું? તો કહે છે કે વારંવાર આત્માની ભાવના કરવી તેનું નામ સમ્યફચારિત્ર છે. ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણાનંદ, અતીન્દ્રિય આનંદનો કંદ એકરૂપ વસ્તુ છે, તેની દષ્ટિ-જ્ઞાન કરીને વારંવાર તેમાં લીનતા કરવી તે યથાર્થ ચારિત્ર છે.
જેમ અભેદ–અખંડ-એકરૂપ આત્મા દષ્ટિ-જ્ઞાનમાં લીધો છે એવા જ આત્મામાં સ્થિરતા કરવી-લીનતા કરવી-ઠરવું-ચરવું એટલે અતીન્દ્રિય આનંદનો ચારો કરવો, અનુભવ કરવો તેનું નામ ભગવાન ચારિત્ર કહે છે. તે જ સાચું અને પવિત્ર ચારિત્ર છે.
અસંખ્યપ્રદેશી આત્મા ક્ષેત્રથી ગમે તેટલો હોય પણ ભાવથી તે મહાન છે. એ અનંત ગુણસ્વરૂપ ભાવમાં લીનતા કરવી તે ચારિત્ર છે. આ ચારિત્ર જ ખરેખર મોક્ષનો માર્ગ છે અને એ ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન છે. માટે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.
ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે. આ ગુણોનું સ્વભાવ-પરિણમન થવું તે દ્રવ્યનો ધર્મ છે-દ્રવ્યની પર્યાયનો ધર્મ છે. પરિણમન શક્તિથી પર્યાયનું પરિણમન થાય છે. એ દ્રવ્યનો પર્યાયધર્મ છે. તે વ્યવહારનયનો વિષય છે. તેથી તે આશ્રય કરવા લાયક નથી. વ્યવહારનો વિષય જ નથી એમ નથી, વિષય તો છે પણ તે આદરવા યોગ્ય નથી.
ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિની પર્યાયો આશ્રય કરવા લાયક નથી માટે જ તેને વ્યવહાર કહ્યો છે. પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહેલ છે અને અભૂતાર્થ કહેલ છે અને દ્રવ્યના પૂર્ણ ધ્રુવ સ્વરૂપને મુખ્ય કરીને નિશ્ચય અને ભૂતાર્થ કહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગની પર્યાય પણ છે. પર્યાય જ નથી, પરિણમન નથી એમ માને તો તો મોક્ષમાર્ગનો જ અભાવ થઈ જાય, પણ એમ નથી. પર્યાય છે પણ તેનું લક્ષ કરવાથી જીવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી તેને ગૌણ કરીને વ્યવહાર કહ્યો છે. અભૂતાર્થ કહ્યો છે અને ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને, તેનો આશ્રય લેતાં પ્રયોજન સિદ્ધ થાય છે માટે તેને ભૂતાર્થ કહ્યો છે.
જીવનું પ્રયોજન શાંતિ અને આનંદ છે, તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી પ્રગટ થાય છે.
ભગવાન આત્મા અનાદિ અનંત, સ્વતસિદ્ધ વસ્તુ છે. જન્મ-મરણ રહિત છે. જગતમાં સંખ્યાએ અનંત જીવો છે તે દરેક જાતિ-અપેક્ષાએ સમાન છે. બટેટાની એક કટકીમાં અનંત જીવો છે. અત્યાર સુધીમાં જેટલાં સિદ્ધ થયા તેનાથી અનંતગુણા જીવો એક-એક કટકીમાં છે. સ્વભાવે દરેક જીવો સમાન છે પણ સત્તા બધાની અલગ અલગ સ્વતંત્ર છે.
હે ભાઈ ! આવા અનંતાનંત પરદ્રવ્યોની સત્તા અને પોતાની સત્તાનો એકસાથે સ્વીકાર કરવાની તારી એક સમયની પર્યાયમાં તાકાત છે તેનો તું સ્વીકાર કર. ભગવાન આત્મા કોઈ પરદ્રવ્યના કાર્યનું કારણ નથી કે કોઈનું કાર્ય નથી એવી તેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા].
[ ૧૬૯ અકાર્યકારણ શક્તિ છે. એક ગુણ એવો છે તો બધા ગુણ અને દ્રવ્ય પણ અકાર્યકારણસ્વરૂપ છે.
અધ્યાત્મની અંતરની વાતો ગ્રહણ થવામાં ઘણો પુરુષાર્થ માગી લે છે. આ તો ભગવાનના ઘરની વાત છે તે સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. ધર્મ કોઈ સાધારણ ચીજ નથી. જેના ફળમાં ભૂતકાળથી પણ અનંતગુણી ભવિષ્યની પર્યાયોમાં અતીન્દ્રિય આનંદનું ફળ મળે એવા ધર્મની શી વાત કરવી ? અને આ ધર્મ જેના આશ્રયથી પ્રગટ થાય છે એવા દ્રવ્યનું તો કહેવું જ શું? તેની મહિમાનો કોઈ પાર નથી.
પણ અરેરે ! જીવને પોતાની સ્વતંત્ર માન સત્તાની વાત ચતી નથી. અનાદિકાળથી પોતાને શક્તિહીન માનીને પરાધીન દશામાં જ રહ્યો છે તેથી સ્વતંત્રતા
ચતી નથી. પણ ભાઈ ! તું તો પરાક્રમી સિંહ છો, તને આ પરાધીનતા-કાયરતા શોભતી નથી.
આત્મા સ્વભાવથી અકર્તા-અભોક્તા છે. પરનો કર્તા-ભોક્તા તો આત્મા નથી પણ રાગનો કર્તા-ભોક્તા પણ આત્મા પોતાના સ્વરૂપથી થતો નથી. ગજબ વાત છે ભાઈ ! સમજવા જેવી વાત છે.
શું રાગ આત્માના સ્વભાવની ખાણમાં પડયો છે-શક્તિમાં રાગ પડયો છે કે તેને આત્મા કરે ? ખરેખર જો આત્મા સ્વભાવથી રાગને કરતો હોય તો તેનો અર્થ એ થયો કે આખું દ્રવ્ય વિકારી છે, પણ એમ નથી. માટે રાગનો કર્તા આત્મા છે જ નહિ.
વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સર્વજ્ઞદેવે બતાવ્યું છે, કાંઈ બનાવ્યું નથી. જેવું સ્વરૂપ છે તેવું સર્વજ્ઞ જાણ્ય, જાણ્યું એવું વાણીમાં આવ્યું અને તેવું જ વસ્તુનું સ્વરૂપ છે.
ભાઈ ! તું તો આત્મા છો ને? તારામાં તો મહાન મહાન પવિત્રતા પડી છે. તે પવિત્રતારૂપે તું પરિણમી જા ! એ પરિણમન તે વ્યવહાર છે અને ધ્રુવ પોતે નિશ્ચય છે.
એક રજકણનો પણ આત્મા કર્તા નથી ત્યાં તેને પરને બચાવવાવાળો, દયાવાળો કે ૫રને મારવાવાળો શી રીતે કહેવાય ? એક કહેવું એ તો ભગવાનને કલે
ગે છે. જે સ્વભાવ નથી તેને સ્વભાવ માનવો તે કલંક છે પ્રભુ ! એ કલંકનું ફળ બહુ નુકશાનકારી છે ભાઈ ! તને પોતાને નુકશાન થાય એવું તું શા માટે માને છે?
આ તો ભાઈ ! ભગવાનના દેશની વાત છે. જેને પરદેશમાંથી નીકળીને સ્વદેશમાં આવવું હોય તેને માટે આ વાત છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદન તરબોળ...તરબોળ છે. આખો અસંખ્યપ્રદેશી આત્મા અતીન્દ્રિય આનંદથી તરબોળ છે. તેમાં આનંદ ઠસોઠસ ભરેલો છે. તેમાં બીજું કાંઈ પ્રવેશવાનો અવકાશ નથી. આત્મા ખરેખર આવા અતીન્દ્રિય આનંદનો ભોક્તા છે. પણ એમ ભેદ પાડીને કહેવું એ પણ વ્યવહાર છે.
આત્મા શું ચીજ છે, શું એની મહિમા છે તેનો જીવે કદી અંતરથી વિચાર જ કર્યો નથી. અરે! આત્મા તો એવો છે કે આત્માના પેટમાંથી પરમાત્માનો પ્રસવ થાય છે, આત્મા પરમાત્માનું પ્રસૂતિગૃહ છે. અનંતી પરમાત્મ-પર્યાયો આત્માના પેટમાં ભરી છે.
જ્યાં આત્મા સ્વભાવમાં એકાકાર થાય છે ત્યાં એક પછી એક પરમાત્મ-પર્યાયો પ્રગટ થવા લાગે છે. પ્રવચનસારની છેલ્લી ગાથામાં આચાર્યદવ કહે છે કે “એક આખા શાશ્વત સ્વતત્ત્વને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦] પ્રાપ્ત કરીને આજે જ અવ્યાકુળપણે નાચો.' આજે જ આત્માનો અતીન્દ્રિય આનંદ લ્યો. વળી કહે છે કે આ શાસ્ત્રની રચના મારાથી થઈ નથી, એ તો પુદ્ગલ-શબ્દોની રચના છે. માટે આ ટીકા અમૃતચંદ્રસૂરીએ રચી છે એમ ન નાચો. ભાષામાં સ્વ-પરને કહેવાની તાકાત છે અને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. “આ ચૈતન્યને ચૈતન્યપણે આજે જ પ્રબળપણે અનુભવો.' સારા કામમાં ડાહ્યો માણસ વાયદા ન કરે. માટે ભગવાન આત્મા કોઈનો કર્તા-હર્તા નથી માત્ર જાણનાર-દેખનાર છે એવો સ્વીકાર કરીને અત્યારે જ અતીન્દ્રિય આનંદનો અનુભવ કર! વાયદા ન કર!
ભાઈ ! અનંતકાળમાં માંડ આ થોડો સમય મળ્યો છે હો ! મનુષ્યભવનો કાળ બહુ થોડો છે એ પણ માંડ કરીને મળ્યો છે તેને તું બીજા કાર્યોમાં ગુમાવી દઈશ તો કલ્યાણનો કાળ જતો રહેશે. માટે મિથ્યા માન્યતા છોડીને સ્વાનુભવ કરી લે. કહ્યું છે કેઃ
“અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ” આત્માના સ્વરૂપને અનુસરીને જે દશા થાય છે તે અનુભવ છે. માટે મુમુક્ષુને ઉચિત છે કે આત્માના સ્વરૂપમાં વારંવાર રમણ કરે, વારંવાર ભાવના ભાવે. ભાવનામાં રહેવું તે ચારિત્ર છે. આત્મા પોતે પોતાથી પોતામાં એક થઈ જાય છે ત્યાં રત્નત્રયની ઐક્યતા થાય છે, આ રત્નત્રયધર્મ જ નિજ આત્માનો સ્વભાવ છે.
૯૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં અમૃતચંદ્ર આચાર્ય ખરેખર એકલાં અમૃતનું ઘોલન કરવાવાળા હતા. એ આચાર્યદવ ભરતક્ષેત્રમાં માત્ર ૯૦૦ વર્ષ પહેલાં જ થઈ ગયા. કેવા લાગતાં હશે? જાણે હાલતાં-ચાલતાં સિદ્ધ જોઈ લ્યો. એવા એ અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થસિદ્ધિમાં લખે છે કે આત્માનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં સ્થિરતા તે ચારિત્ર. આ ત્રણેયથી કર્મબંધન થતું નથી. અહીં ૮૫ ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે આત્માનુભવમાં જ બધા ગુણ છે.
जहिं अप्पा तहिं सयल-गुण केवलि एम भणंति । तिहिं कारणहं जोइ फुडु अप्पा विमलु मुणंति ।।८५।।
જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ, કેવળી એમ વદંત,
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮૫. કેવળી ભગવાનની સાક્ષી આપીને મુનિરાજ વાત કરે છે. ભગવાનના જ્ઞાનમાં એક સમયની પર્યાયમાં બધું જણાય જાય છે. જેમ સ્વચ્છ-નિર્મળ પાણીમાં આકાશમાં રહેલાં તારા દેખાય જાય છે, તારાને જોવા ઉપર નજર કરવી પડતી નથી. તેમ ભગવાનને પોતાના આત્માને અવલંબીને પ્રગટ થયેલી પૂર્ણ કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય જાય છે, પણ જેમ પાણીમાં તારા આવી જતાં નથી તેમ જ્ઞાનમાં લોકાલોક આવી જતું નથી. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭૧
પરમાત્મા]
કેવળજ્ઞાનની એક પર્યાયમાં આટલી તાકાત છે, એવી અનંત પર્યાયોનો એક ગુણ અને એવા અનંત ગુણોનો પિંડ એક આત્મા છે. તેની મહિમાની શી વાત! લોકોને ધર્મ કરવો છે પણ ધર્મનો કરનારો પોતે કેવો છે અને કેવડો છે તેનું લોકોને ભાન નથી. હે પ્રભુ! ચૈતન્યસંપદા તારા ધામમાં છે તેને તું સંભાળ એ તારો ધર્મ છે, પણ અરે ! આવો મહિમાવંત આત્મા તેની મહિમા આવે નહિ અને લોકોને રાગની ને પુણની ને વૈભવની મહિમા આવે છે.
શ્રોતાઃ- પ્રભુ! આપ એવી વાત કરો છો ને કે સાંભળતાં ખુશી ખુશી થઈ જવાય છે.
પૂજ્ય ગુરુદેવ -ભગવાન! તારા ઘરની વાત છે ને ભાઈ ! તને એ રુચવી જ જોઈએ. કોઈ કોઈને કાંઈ કરાવી દેતું નથી. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પણ કોઈને આત્માની રુચિ કે દષ્ટિ કરાવી શક્તા નથી. પોતે જ પોતાની રુચિ, દષ્ટિ-જ્ઞાન અને અનુભવ કરવાના છે. મહાવિદેહમાં તો અત્યારે ધોરી ધર્મધુરંધર તીર્થકરો વિચરે છે તો શું ત્યાં બધાં જીવો સમકિતી હશે? અરે ! સાતમી નરક જવાવાળા જીવો પણ ત્યાં છે, અને મોક્ષે જવાવાળા જીવો પણ ત્યાં છે, એ જ તો જીવની સ્વતંત્રતા બતાવે છે.
અહીં ગાથામાં શું કહે છે કે ભાઈ ! તારા બધા ગુણો તારા આત્મામાં જ છે. પ્રશંસા કરવા યોગ્ય સારા સારા બધા ગુણો તારા આત્મામાં જ છે, સંયોગમાં નથી કે એક પર્યાયમાં પણ તારા બધા ગુણ આવી જતાં નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પરમેશ્વરતા, કર્તા, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, ભાવ, અભાવ આદિ અનંતા ગુણો જ્યાં આત્મા છે ત્યાં અસંખ્યપ્રદેશે ઠસોઠસ ભરેલાં છે. એક ભગવાન આત્માને અંતરદષ્ટિએ અનુભવતાં તેમાં રહેલાં અનંતા ગુણોનો એકસાથે અનુભવ થઈ જાય છે.
લોકો તકરાર કરે છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય, પણ ભાઈ ! સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય તો ચારિત્રગુણના અંશ વગર આનંદનો અંશ ના આવે અને તો અનંત આનંદનું ધરનારું દ્રવ્ય દષ્ટિમાં-પ્રતીતમાં આવ્યાનું ફળ શું? સમ્યગ્દર્શન કોઈ એવી ચીજ છે કે સર્વગુણોના અંશને પ્રગટ કરીને અનુભવે છે. તેથી જ કહ્યું છે “સર્વગુણાંશ તે સમકિત.' ભગવાનના જ્ઞાનમાં જેટલા ગુણો આવ્યા છે તે બધાંનો અંશ અનુભવ સમકિતીને થાય છે.
આત્માનું ગ્રહણ થતાં તેના સર્વગુણોનું ગ્રહણ થઈ જાય છે. કેરીને ગ્રહણ કરતાં તેના સ્પર્શ-રસાદિ બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે, તેમ આત્માને ગ્રહણ કરતાં તેના બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે. તેનું નામ સ્વાનુભૂતિ કહો, સમકિત કહો કે ધર્મ કહો બધી એક જ વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ હું
૧૭૨]
[પ્રવચન નં. ૩૩] અનંત અનંત ગુણની ખાણઃ નિજ-પરમાત્મા [શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૩-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. યોગીન્દ્રદેવ નામના દિગંબર મુનિ થઈ ગયા. તેમણે આ યોગસાર શાસ્ત્ર પોતાના સંબોધન માટે બનાવેલ છે એમ છેલ્લે વાત આવશે. શરૂઆતની ગાથામાં કહેલ છે કે જે ભવભ્રમણથી ડરે છે એવા જીવોને માટે હું આ શાસ્ત્ર બનાવું છું. અહીં આપણે ૮૫ મી ગાથા ચાલે છે.
जहिं अप्पा तहिं सयल-गुण केवलि एम भणंति । तिहिं कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી એમ વદંત;
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮૫ આત્મા અનંત ગુણસંપન્ન એક વસ્તુ છે. તેની અંતરદષ્ટિ કરીને તેનો અનુભવ કરતાં એક આત્માના ગ્રહણમાં અનંત ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
ભગવાન આત્મા એક સમયમાં અનંત ગુણરૂપ-એકરૂપ વસ્તુ છે, એ અનંત ગુણ એટલે કેટલાં? કે આકાશના પ્રદેશથી અનંતગુણા ગુણ દરેક આત્મામાં છે.
આકાશના પ્રદેશો અનંત છે. એ અનંત એટલે કેટલાં કે દર છ મહિના અને આઠ સમયમાં ૬O૮ જીવો મોક્ષમાં જાય છે તો અત્યાર સુધીમાં જેટલાં મુક્ત જીવો થયા છે તેના કરતાં નિગોદના એક શરીરમાં અનંતગુણા જીવો છે. આવા બધાં જીવો મળીને સિદ્ધ કરતાં અનંતગુણા જીવો છે અને જીવથી અનંતગુણા પુગલો છે. આ પુદ્ગલોથી અનંતગુણા ત્રણકાળના સમય છે અને આ સમયથી અનંતગુણા આકાશના પ્રદેશો છે અને આ પ્રદેશોથી અનંતગુણા ગુણ એક એક જીવમાં રહેલા છે.
ભગવાન કહે છે કે દરેક જીવમાં અનંત.અનંત ગુણ છે, દોષ દેખાય છે તે તો કોઈ ગુણની પર્યાયમાં અલ્પ દોષ છે. અનંત ગુણોમાં દોષ નથી. કોઈ ગુણની કોઈ પર્યાયમાં અલ્પ દોષ છે, જ્યારે ગુણ તો અનંત..અનંત છે. એ દરેક ગુણો આત્માના અસંખ્યપ્રદેશ વ્યાપેલા છે.
આકાશનો ક્યાંય અંત છે? ચાલ્યા જાવ....ચાલ્યા જાવ અને જુઓ આકાશનો ક્યાંય છેડો છે? નાસ્તિકને પણ સ્વીકારવી પડે એવી આ વાત છે કે આકાશનો અંત નથી. એ આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. આવા અનંત ગુણોનું એક રૂપ તે આત્મા છે.”
આવી પોતાની ચીજનો વિશ્વાસ અંતરથી આવવો જોઈએ. ખાલી ધારણામાં, વિચારમાં કે ક્ષયોપશમમાં સ્વીકારે એટલાથી ન ચાલે. અનંત....અનંત ગુણનું એકરૂપ એવો આત્મા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૧૭૩
તેને દૃષ્ટિમાં લેવાથી, જ્ઞાનનું જ્ઞેય બનાવવાથી, ચારિત્રમાં તેનો આશ્રય લેવાથી અનંત ગુણોની પર્યાય એક સમયમાં પ્રગટ થાય છે.
અનંત ગુણસમુદાય કહો કે ભાવસમુદાય કહો, એવા પોતાના આત્માનું અંતરમાં પોસાણ થવું જોઈએ. એકસ્વરૂપ ભગવાન આત્મામાં અનંત ગુણસ્વરૂપે ગુણો રહેલાં છે તે એકસ્વરૂપને અંતર્મુખ ષ્ટિ-જ્ઞાનમાં પકડતાં અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ જાય છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા આદિ અનંત ગુણની પર્યાય એકસાથે પ્રગટ થઈ જાય છે. તેથી જ કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમકિત.' આત્માનો અનુભવ કરતાં અનંત ગુણની પર્યાયની પ્રગટતારૂપ અનંતો લાભ થાય છે.
કેવળીભગવાન કહે છે કે પ્રભુ! તારામાં અનંત ગુણો છે તેને તું ૫૨નો અને રાગનો પ્રેમ હટાવી નિર્મળ પ્રેમથી પ્રતીતમાં લે, અનુભવમાં લે તો તને પ્રતીતમાં અનંત ગુણસ્વરૂપ એક આત્માની શ્રદ્ધા થશે અને અનંત ગુણની અંશે નિર્મળ પર્યાયોનો અનુભવ થશે. પણ અનાદિથી જીવને પરદ્રવ્ય અને રાગાદિની મહિમા આડે અનંત ગુણના એકપિંડરૂપ ભગવાન આત્માનો અનાદર થઈ જાય છે-અશાતના થાય છે તેની ખબર નથી.
એક એક ગુણને ગ્રહણ કરતાં આખો આત્મા ગ્રહણ થતો નથી પણ અખંડઅભેદ આત્માને ગ્રહણ કરતાં તેમાં અનંત ગુણો ગ્રહણ થઈ જાય છે.
આ કોઈ ભાષામાં આવી શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી, આ તો અનંતાનંત...અનંતાનંત ગુણોનું એકસ્વરૂપ સાક્ષાત્ પરમાત્મા હું જ છું એમ મહિમા લાવીને અંતરમાં ઘૂસી જાય તેને વસ્તુનો અનુભવ થાય છે.
સોનું જેમ ગેરુથી શોભે છે તેમ ભગવાન આત્મા પોતાની ઉગ્ર દૃષ્ટિથી જ્યાં આત્માને પકડે છે ત્યાં અતીન્દ્રિય આનંદના પ્રતપનથી શોભે છે અને બહારમાં ઈચ્છાનો નિરોધ થાય છે, તેનું નામ તપ છે અને તે સમયે રાગ-દ્વેષનો અભાવ થવાથી નિશ્ચય અહિંસાવ્રત પણ થઈ જાય છે. દયાના પરિણામ એ ખરેખર અહિંસાવ્રત નથી પણ પરમાર્થ સ્વભાવના લક્ષે રાગરહિત વીતરાગ પરિણામ થાય છે તે જ સાચું અહિંસાવ્રત છે.
ભગવાન આત્મા જ્યારે ૫૨ના લક્ષે વિકલ્પમાં જાય છે ત્યારે નિર્વિકલ્પ સ્વભાવની હિંસા થાય છે તેથી પરની દયાના ભાવમાં પણ ખરેખર પોતાના સ્વભાવની હિંસા થાય છે પણ લોકોની માન્યતા જ એવી છે કે ‘દયા ધરમકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન ! તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.
'
અહીં તો કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આ આત્મા તેની અંત૨માં દષ્ટિ કરતાં એકાકાર થઈને જે અનુભવ થાય છે તે જ સત્ય દયા છે. તે પોતાની દયા છે. પરની દયા તો જીવ પાળી શક્યો જ નથી. કેમ કે પરદ્રવ્યની અવસ્થા આત્મા ત્રણકાળમાં કદી કરી શક્તો નથી. શું પરદ્રવ્ય વર્તમાન પર્યાય વિનાનું ખાલી છે કે આત્મા તેની પર્યાય કરે? આ તો મહાસિદ્ધાંત છે કે ‘ કોઈ પણ પદાર્થ કોઈ પણ સમયે પર્યાય વિનાનું હોતું નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ તો છે પણ તેમાં એકાગ્રતા કરવાથી એ અનંત ગુણોની અંશે નિર્મળ પર્યાય પણ પ્રગટ થઈ જાય છે.
સત્-સાહેબ ભગવાન આત્માની દૃષ્ટિ કરતાં પરમ સત્યવ્રત પણ પ્રગટ થાય છે અને વળી, અનંત ગુણરૂપ ભગવાન આત્માનો અનુભવ થતાં રાગ પ્રગટ ન થયો તે પરમ અચૌર્યવ્રત છે. પોતાના સ્વભાવની પક્કડ કરી પરની પક્કડ છોડતાં-રાગનો એક કણ પણ ગ્રહણ ન કરતાં સાચું અચૌર્યવ્રત પ્રગટ થાય છે.
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ, પ્રગટ અનુભવ આપનો, નિર્મળ કરો સપ્રેમ,
ચેતન પ્રભુ ! ચૈતન્ય સંપદા રે તારા ધામમાં. ચૈતન્યસંપદા નથી વૈકુંઠમાં કે નથી સિદ્ધશિલામાં. ચૈતન્યસંપદા તો પ્રભુ! તારા પોતાના સ્વભાવ-ધામમાં જ ભરી છે.
ભગવાન આત્મા પરપદાર્થમાં એકાકાર ન થતાં પરમ બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં વિહાર કરે છે-બ્રહ્માનંદ ભગવાનમાં એકાકાર થાય છે ત્યાં બ્રહ્મવત પ્રગટ થાય છે, નિશ્ચય બ્રહ્મચર્યવ્રત પ્રગટ થાય છે.
અનંત ગુણના પિંડસ્વરૂપ આત્મામાં લીન થતાં સર્વ વિભાવ અને પરપદાર્થની મૂછ દૂર થઈ તે જ અપરિગ્રહવ્રત છે. અસંગભાવમાં રમણ કરવાથી પરિગ્ર–ત્યાગવ્રત પ્રગટ થાય છે.
આત્મા આત્મામાં સત્યભાવથી ઠરે છે તેનું નામ નિશ્ચય સામાયિક છે.
ભાઈ ! તારા ક્ષેત્રમાં ગુણની ક્યાં કમી છે કે તારે બીજા ક્ષેત્રમાં ગુણ શોધવા જવા પડે? ભગવાન આત્મા અનંત ગુણનું સંગ્રહાલય છે. અરે ! કેવળી ભગવાન પણ જો એક એક સમયમાં અસંખ્ય ગુણનું વર્ણન કરે તો પણ તેમના કરોડ પૂર્વની સ્થિતિમાં આત્માના અનંત ગુણોનું વર્ણન ન થઈ શકે.
આત્માની દ્રષ્ટિ અને અનુભવ કરતાં ગયા કાળના કર્મોથી નિવૃત્તિ થાય છે અને કર્મ સ્વયં નિર્જરાને પ્રાપ્ત થાય છે. તેનું નામ પ્રતિક્રમણ છે. અને ભવિષ્યમાં થનારા રાગાદિ ભાવોનો ત્યાગ થાય છે એ ભાવોથી નિવૃત્ત પરિણામ થવાં તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આમ પંચમહાવ્રત, ત્રણ ગુતિ આદિ ભાવો અનુભવમાં સમાય જાય છે. કેમ કે ભગવાન આત્માના અંતરસ્વરૂપનો આશ્રય કરતાં જે દશા પ્રગટ થાય તેમાં શું ખામી રહે? બધાં જ ગુણોની પર્યાયનું પરિણમન થઈ જાય છે.
ચિદાનંદ નિજાત્મસ્વભાવની દષ્ટિ અને અનુભવ કરવો તે જ ભગવાનની સ્તુતિ છે. સમયસારમાં પણ કુંદકુંદ આચાર્યદવે શિષ્યને કેવળીની સ્તુતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે શરીર, વાણી, મન, વિકલ્પ, રાગાદિથી રહિત નિજ પરમાત્મસ્વરૂપમાં લીનતા કરનાર કેવળીની સ્તુતિ કરે છે–એમ અમે નહિ પણ સર્વજ્ઞભગવાન કહે છે. અહીં પણ કહ્યું છે: “કેવળી બોલે એમ.'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭૫
પરમાત્મા]
પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માની આરાધના કરવી, સેવના કરવી, સ્વભાવ સન્મુખની લીનતા કરવી તે સાચો વિનય છે અને તે જ ગુરુની સાચી વંદના છે. બહારથી વંદન આદિના ભાવ આવે-હોય, નિશ્ચયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી, ભક્તિ, સ્તુતિ, વંદન, પૂજા આદિના ભાવો છે પણ તેની મર્યાદા પુણ્યબંધની છે. વસ્તુના સ્વરૂપમાં તે ભાવો સમાઈ શક્તા નથી.
વ્યવહાર છે તો નિશ્ચય છે એમ નથી રાગની મંદતા છે તો અરાગ પરિણામ થાય છે એમ નથી. પણ જ્યાં સુધી સ્વભાવનો પૂર્ણ આશ્રય લીધો નથી ત્યાં સુધી એટલો પરાશ્રિત વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, એમ ભગવાન કહે છે. તે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર અને નિશ્ચય બન્નેની દિશા જુદી, બન્નેનું ફળ જુદું, અને બન્નેનો ભાવ પણ જુદી-જુદો છે.
ભાઈ! તું શુદ્ધાત્મા છો. તને ક્યાંય ઠીક ન પડે-ન ગોઠ તો અંદરમાં ગોઠે તેવું છે. બેને કહ્યું હતું એકવાર કે તને ક્યાંય ન ગોઠે તો આત્મામાં ગોઠે તેવું છે. ક્યાંય તને ઠીક ન પડે તો અંદર જા. તારી હાકલથી કોઈ સાથે ન આવે તો તું એકલો જા ! તારે કોઈનું શું કામ છે? અહીં ૮૬ મી ગાથામાં પણ એ જ વાત આવશે.
અહા! યોગસાર તો કોઈ અલૌકિક શાસ્ત્ર છે. દિગંબર સંતોની વાત શું કહેવી ? એક-એક શ્લોકમાં આખો ૧૪ પૂર્વનો સાર ભરી દીધો છે. દિગંબર સંતો ક્ષણે-ક્ષણે સાક્ષાત્ પરમાત્માને સ્પર્શે છે. એક દિવસમાં હજારોવાર આત્માનો સ્પર્શ કરે છે એવા સંતે રચેલાં આ શ્લોકો છે.
ભગવાન આત્મા નિજ-સ્વરૂપમાં સાવધાન..સાવધાન...સાવધાન...થાય છે ત્યાં મન-વચન-કાયા તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ ત્રણગુતિ છે, અને અતીન્દ્રિય સ્વરૂપમાં એકાકાર થતાં પાંચ ઈન્દ્રિય તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ સંયમ છે, અને તે જ ઉત્તમ ક્ષમા આદિ દશધર્મ છે.
| સર્વ વિશુદ્ધ ગુણોનું નિવાસસ્થાન આત્મા છે. જેણે આત્માનું આરાધન કર્યું તેણે સર્વ આત્મિકગુણોનું આરાધન કરી લીધું. આત્માના ધ્યાનથી આત્માના ગુણો વિકસીત થાય છે એટલે કે પર્યાયમાં પ્રગટ થાય છે, સાથે અવધિ, મન:પર્યયજ્ઞાનની ઋદ્ધિ પણ પ્રગટ થાય છે અને કેવળજ્ઞાનનો લાભ થાય છે. આમ નિર્વાણનો પરમ ઉપાય એક આત્માનું ધ્યાન છે.
તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે જે વીતરાગી આત્મા, આત્મામાં આત્મા દ્વારા આત્માને જાણે-દેખે છે તે સ્વયં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે. સ્વયં સમ્યગ્દર્શનાદિ નિશ્ચય મોક્ષમાર્ગ છે એમ જિનેન્દ્રદેવ કહે છે.
દિગંબર સંતો જગ્યાએ જગ્યાએ જિનેન્દ્ર ભગવાનને મોઢાગળ (મુખ્ય) રાખે છે. ભાઈ ! પરમાત્મા આમ કહે છે હો ! તું ના ન પાડીશ, ભાઈ ! ના ન પાડીશ. અહા ! સંતોની કરુણાનો પાર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ] હવે ૮૬ મી ગાથા કહે છે કે એક આત્માનું મનન કર!
एक्कलय इंदिय-रहियउ मण-वय-काय-ति-सिद्धि । अप्पा अप्पु मुणेहि तुहुं लहु पावहि सिव-सिद्धि ।। ८६ ।। એકાકી ઈન્દ્રિય રહિત, કરી યોગત્રય શુદ્ધ
નિજ આત્માને જાણીને, શીધ્ર લહો શિવસુખ. ૮૬. પાંચ ઈન્દ્રિયથી વિરક્ત થઈને તું આત્માનું આત્મા દ્વારા મનન કર! તો અલ્પકાળમાં તું મોક્ષ પામીશ.
નિરંતર એક સ્વભાવનું જ ઘોલન કર! વિકલ્પનો સ્પર્શ ન કર! આત્મા દ્વારા આત્માનું મનન કર! મનન એટલે વિકલ્પ નહિ પણ અંતર સ્વરૂપમાં એકાકાર થવાની વાત છે. આવું મનન જે કરશે તે મોક્ષની સિદ્ધિ શીધ્ર કરી શકશે.
ગૃહસ્થાશ્રમમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયના પુરુષાર્થ વિકલ્પની જાળમાં અટકવું પડે છે. અર્થ અને કામનો અશુભ પુરુષાર્થ છે અને ધર્મનો શુભ પુરુષાર્થ છે પણ છે ત્રણેય વિકલ્પની જાળ !
શ્રોતા-આપ ધર્મને શુભભાવ કેમ કહો છો?
પૂજ્ય ગુરુદેવ -ભાઈ ! એ ધર્મને સમયસારમાં પુણ્ય કહ્યું છે. વ્યવહારધર્મ કહો કે પુણ્ય કહો બન્ને એક જ છે, તે નિશ્ચયધર્મ નથી.
સ્વતંત્ર વસ્તુસ્વભાવની દષ્ટિ કરવામાં જો રાગની રુચિ રહી જાય, રાગમાં લાભ મનાય જાય તો દષ્ટિ ત્યાંથી નહિ ખસે પ્રભુ! તને તારી શાંતિ નથી ગોઠતી અને રાગ ગોઠે છે! તો તું ક્યાં જઈશ? જ્યાં સુધી રાગનું પોષાણ છે ત્યાં સુધી વીર્ય અંતરમાં કામ નહિ કરી શકે. વીર્ય ગુણનું ખરું કાર્ય તો પોતાના સ્વભાવની રચના કરવાનું છે. પણ જ્યાં સુધી વીર્ય રાગ, પુષ્ય, સંયોગ આદિમાં ઉલ્લાસથી કાર્ય કરશે ત્યાં સુધી સ્વભાવનું કાર્ય નહિ કરી શકે. માટે ગૃહસ્થ પહેલાં જ રાગાદિની રુચિ છોડી દેવી જોઈએ.
કર્મના લક્ષે ઉત્પન્ન થતી ધારા કર્મધારા છે તે જ્ઞાનધારામાં વિધ્ર કરનારી છે ત્રણકાળ ત્રણલોકમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કહેવાય છે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' તેમાં ઢીલું મૂકીને કાંઈ ફેરફાર ન કરાય. પ્રભુ! તારું સ્વરૂપ ક્યાં ઢીલું છે? જ્ઞાનથી જો તો એકલો જ્ઞાનનો પૂંજ છે. વીર્યથી જો તો એકલો વીર્યનો પિંડ છે. આનંદથી જો તો એકલો આનંદનો પિંડ છે. ગુણપુંજ આત્મા છે. અનંત ગુણનો ઢગલો છે.
દિગંબર સંતોની કથનપદ્ધતિ પણ કોઈ અલૌકિક છે. એક એક શબ્દમાં આખો સિદ્ધાંત ભરી દીધો છે. આ તો ભાઈ ! સર્વજ્ઞભગવાને જેવું સ્વરૂપ જોયું છે, કહ્યું છે તેવું જ વસ્તુનું સ્વરૂપ છે અને તેવું જ અનુભવમાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૭૭ [પ્રવચન નં. ૩૪] નિજ-પરમાત્માને જાણીને, શીધ્ર લહો શિવસુખ [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૪-૭-૬૬ ]
શ્રી યોગીન્દ્રદેવ નામના મુનિરાજ લગભગ ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. તેમણે આ “યોગસાર” શાસ્ત્રની રચના કરી છે. તેની અહીં ૮૬ મી ગાથા ચાલે છે. મુનિરાજ કરુણા કરીને શિષ્યને કહે છે કે “તું એક આત્માનું મનન કર.!'
૩ લિય-દિય૩ મણ-વય-વાય-તિ-સુદ્ધિ अप्पा अप्पु मुणेहि तुहु लहु पावहि सिव-सिद्धि ।। ८६ ।। એકાકી ઈન્દ્રિય રહિત, કરી યોગત્રય શુદ્ધ
નિજ આત્માને જાણીને, શીધ્ર લહો શિવસુખ. ૮૬. હે ભાઈ ! તું એકલા તારા આત્માને દેખ! તે આત્મા કેવો છે?-કે કર્મ શરીરાદિથી રહિત છે. પરમાર્થદષ્ટિથી ભગવાન આત્મા કર્મ, શરીર, વિકારાદિથી રહિત એકલો છે. આવા તારા ઈન્દ્રિય રહિત નિજ આત્માનું હે ભાઈ ! તું મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક સ્વભાવસમ્મુખ થઈને ધ્યાન કર! એ મોક્ષમાર્ગ છે અને એ જ યોગસાર છે.
મુનિને તો આત્માનું ધ્યાન ઉત્કૃષ્ટ હોય છે. પરંતુ શ્રાવક ગૃહસ્થાશ્રમમાં હોવાં છતાં એકદેશ આત્માનું ધ્યાન કરી શકે છે. નિયમસાર ભક્તિ-અધિકારના પ્રથમ શ્લોકમાં જ કુંદકુંદઆચાર્ય કહે છે કે શ્રાવક હો કે મુનિ હો તે બન્ને નિશ્ચયરત્નત્રયની ભક્તિ કરે છે. માટે સિદ્ધ થાય છે કે શ્રાવકને પણ પોતાના નિશ્ચય શુદ્ધરત્નત્રયનું ધ્યાન હોય છે અને તેની પ્રગટ દશા પણ હોય છે. માત્ર મુનિને જ સાચું ધ્યાન હોય એવું નથી. શ્રાવકને પણ એકદેશ ધ્યાન હોય છે.
- ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ છે તેની અંતર અનુભવપૂર્વક દષ્ટિ કરવી અને સ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયરત્નત્રયની ભક્તિ છે. આવી ભક્તિ, એકદેશ શ્રાવકને પણ હોય છે. સર્વાર્થસિદ્ધિના ચતુર્થ ગુણસ્થાનવર્તી દેવો કરતા પણ જેની શાંતિ વધી ગઈ છે તે શ્રાવક ભલે સ્ત્રી-કુટુંબની વચ્ચે હો, રાજ્યભોગ ભોગવતો હો, વિષયભોગની વાસના પણ હો પરંતુ તે શ્રાવક સ્વભાવના આશ્રયે શુદ્ધ નિશ્ચયરત્નત્રયની ભક્તિ કરે છે.
ભાઈ ! તું વસ્તુનું સ્વરૂપ સમજ! પરમાનંદની મૂર્તિ, પરમાત્મસ્વરૂપની અંતર નિશ્ચય સ્વાશ્રિત દષ્ટિ તે નિશ્ચય શુદ્ધિ અને સાત તત્ત્વની શ્રદ્ધા તે વ્યવહાર છે. જ્ઞાનસ્વભાવનું જ્ઞાન કરવું-સ્વસવેદન કરવું તે નિશ્ચય અને શાસ્ત્રજ્ઞાન કરવું તે પરાશ્રિત વ્યવહાર છે. પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
સ્વરૂપની દષ્ટિ-જ્ઞાનપૂર્વક સ્થિરતા કરવી તે નિશ્ચયચારિત્ર છે. આવી નિશ્ચયરત્નત્રયની ભક્તિ શ્રાવકને ધ્યેય છે. અરે! ચોથા ગુણસ્થાનમાં પણ મુક્તસ્વરૂપ આત્માનું જ્યાં ભાન થાય છે અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તો શ્રાવકને તો બે કષાયનો નાશ થવાથી શાંતિ વિશેષ વધી જાય છે. આ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી શાંતિને અહીં શુદ્ધ નિશ્ચયરત્નત્રય કહેલ છે.
નિર્વાણનો સાક્ષાત ઉપાય તો નિગ્રંથપદ છે. અહો ! અલૌકિક વાત છે. અંતરમાં ત્રણ કષાયના અભાવરૂપ નિગ્રંથભાવ અને બારમાં દ્રવ્યલિંગ પણ નિગ્રંથ હોય તે અંતર-બાહ્ય નિર્ચથદશા સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે.
સમ્યગ્દષ્ટિને સ્વભાવમાં જ સુખ છે અને ઈન્દ્રિયના વિષયોમાં સુખ નથી એવી દઢ પ્રતીતિ હોવા છતાં, ઈન્દ્રિયના વિષયોમાં આસક્તિ રહે છે. કેમ કે આસક્તિ થવી તે ચારિત્રનો દોષ છે અને ઈન્દ્રિય વિષયોમાં સુખ છે એમ માનવું તે મિથ્યાત્વનો દોષ છે. સમ્યગ્દષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં એક પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ થતી નથી. જ્યાં સુખ હોય ત્યાં સુખબુદ્ધિ હોય કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખબુદ્ધિ હોય ? પોતાનો આનંદ તો પોતામાં છે, પુણ્ય-પાપ ભાવમાં પોતાનો આનંદ નથી-એવી શ્રદ્ધા ધર્મીને પ્રથમ દષ્ટિમાં જ થઈ જાય છે.
ધર્મીએ આવી શ્રદ્ધા હોવા છતાં પણ હજુ પાંચ ઈન્દ્રિયના વિષયો પ્રત્યેથી લાલસા છૂટતી નથી, આસક્તિ છૂટતી નથી. ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી, કુટુંબ સાથે રહીને યથાશક્તિ આત્માનું મનન કરે છે. અંતરમાં વિશેષ સ્થિર થવાની શક્તિ ન હોય અને બહારથી બધું છોડીને બેસી જાય તો પછી હઠથી પરિષહ આદિ સહન કરે, બોજો વધી જાય. કેમ કે અંતર શક્તિ તો છે નહિ.
આથી જ કુંદકુંદ-આચાર્ય મુલાચારમાં એક જગ્યાએ લખ્યું છે કે જો ભાઈ ! તારી દષ્ટિ સમ્યક થઈ છે તો તારા સમ્યગ્દર્શનમાં દોષ ન લાગે તે માટે બરાબર ધ્યાન રાખજે. આસક્તિ ન છૂટે તો લગ્ન કરી લેજે પણ મિથ્યાષ્ટિ સાધુનો સંગ કદાપિ ન કરીશ. કેમ કે લગ્ન કરવા તે ચારિત્રનો દોષ છે પણ મિથ્યાશ્રદ્ધાવંતના સંગમાં ચડવાથી પોતાની શ્રદ્ધા મિથ્યા થઈ જાય તો તે શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ જાય.
શ્રોતા-અરે! પણ સંતો આમ લગ્ન કરવાનું કહે?
પૂજ્ય ગુરુદેવ-અરે ભાઈ ! તેનો અર્થ સમજવો જોઈએ. મુનિને તો વિવાહ આદિ કાર્યોનો નવ-નવ કોટીએ ત્યાગ હોય છે. મન-વચન-કાયાથી એવા કાર્યો કરે નહિ, કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ. પણ અહીં તો મિથ્યાત્વથી બચવા માટે આ વાત કહી છે. મિથ્યાદર્શનનું પાપ ચારિત્રદોષથી ઘણું મોટું છે. પણ લોકોને મિથ્યાદર્શનનું પાપ અને સમ્યગ્દર્શનરૂપ ધર્મની શું કિંમત છે તેની ખબર જ નથી.
“સિબ્સતિ વરિયમ હંસામાં સિક્વંતિકા' સ્ત્રીના સંગમાં ચારિત્રનો દોષ લાગશે, શ્રદ્ધાનો દોષ નહિ લાગે. જ્યારે જેની દષ્ટિ જ વિપરીત છે એવા ભલે સાધુ હોય પણ તેના સંગથી સમકિતીની શ્રદ્ધા પણ વિપરીત થઈ જાય તો શ્રદ્ધાનો મોટો દોષ લાગે છે. મૂલાચારમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[ ૧૭૯
મુનિરાજનો કહેવાનો આશય આ છે. સ્ત્રીના સંગમાં પાડવાનો આશય નથી. બ્રહ્મસ્વરૂપમાં લીન થનારા આત્મ-આનંદી મુનિરાજ આમ કહે છે તો તેનો આશય બરાબર સમજવો જોઈએ.
અહીં યોગીન્દ્રદેવ પણ એ જ કહે છે કે જો તું સમ્યગ્દષ્ટિ છો પણ તને વિષયની આસક્તિ ન છૂટતી હોય તો ગૃહસ્થાશ્રમમાં રહીને યથાશક્તિ આત્માનું મનન કર! નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતારૂપ રત્નત્રયની ભક્તિ કર! ધ્યાન કર! અને જ્યારે તને મનથી આસક્તિ પણ છૂટી જાય ત્યારે મુનિપણું અંગીકાર કરજે. મુનિપણું–ચારિત્ર જ ખરેખર મોક્ષનું સાક્ષાત્ કારણ છે, માટે જ્યારે તને આત્મિસુખનો પ્રેમ વધી જાય અને તેના સિવાય બધા વિષયોના રસ ફીક્કા લાગે, ક્યાંય આસક્તિ ન થાય ત્યારે જિતેન્દ્રિય થઈને નિરંતર આત્માના મનનમાં લાગી જજે અર્થાત્ મુનિ થઈ સ્વરૂપમાં લીન થજે.
અહીં આત્માનુશાસનનો આધાર આપ્યો છે કે ગુણભદ્રસ્વામી લખે છે કે ‘આત્મજ્ઞાની મુનિને યોગ્ય છે કે તે વારંવાર સભ્યજ્ઞાનનો અભ્યાસ ફેલાવતા રહે.' ચૈતન્યજ્યોત આત્માની દષ્ટિપૂર્વક જ્ઞાનનો વિકાસ કરે એટલે કે આત્માની સર્વ શક્તિ-આનંદ, શાંતિ, વીર્ય આદિનો વિકાસ થાય તેમ રાગ ઘટાડે અને જ્ઞાન લાવે તે મુનિને યોગ્ય કાર્ય છે.
ભાઈ! મોક્ષને તો આવો નિરાલંબી માર્ગ છે. નિશ્ચયમોક્ષમાર્ગને વ્યવહાર મોક્ષમાર્ગનું પણ અવલંબન નથી.
જેમ ક્ળીનો વિકાસ થઈને ફૂલ ખીલે છે તેમ પરમ પારિણામિક સ્વભાવભાવ શક્તિરૂપે છે તેમાં એકાગ્ર થઈને પર્યાયમાં વિકાસ કરો. અનંત શક્તિઓને પર્યાયમાં ખીલવો અને રાગ-દ્વેષ ન કરતાં સમતાભાવથી આત્માને ધ્યાવો. કારણ કે પરમાનંદમૂર્તિ આત્માનું ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે. વ્યસંગ્રહ–૪૭ ગાથામાં પણ આ જ વાત મૂકી છે.
અહો! ગમે તે શાસ્ત્ર જુઓ, ચારે બાજુએ આચાર્યોએ એક જ વીતરાગનો મોક્ષમાર્ગ સ્પષ્ટ કરીને મૂકયો છે. વીતરાગી મોક્ષમાર્ગના ઢંઢેરા પીટયા છે.
૮૬ ગાથા પૂરી થઈ, હવે ૮૭ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે ‘સહજ સ્વરૂપમાં રમણ કર ! બંધ-મોક્ષનો વિકલ્પ છોડી દે.’
जइ बद्धउ मुक्कउ मुणहि तो बंधियहि भिंतु । सहज-सरुवइ जइ रमहि तो पावहि सिव संतु ।। ८७ ।। બંધ-મોક્ષના પક્ષથી નિશ્ચય
બંધાય,
સહજસ્વરૂપે જો ૨મે, તો શિવસુખરૂપ થાય. ૮૭.
આહાહા...! ભગવાન આત્મા! જો તું બંધ-મોક્ષની કલ્પના કરીશ તો તું નિઃસંદેહ બંધાઈશ. આ મને રાગ થાય છે તે છૂટશે તો મોક્ષ થશે એવો વિકલ્પ છે તે બંધનું કારણ છે. સહજાત્મસ્વરૂપ-એકસ્વરૂપનું ધ્યાન તે મોક્ષનું કારણ છે.
ભાઈ! તું બંધ અને મોક્ષ એ બે પર્યાયદષ્ટિથી જોવા જઈશ તો તું નિયમથી બંધાઈશ. આ યોગસાર છે ને! યોગસ્વરૂપમાં એકાકાર થઈને બંધ–મોક્ષના પણ વિકલ્પ ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[હું
.
કરવા તેનું નામ યોગસાર છે. આચાર્યદેવ કડકભાષામાં કહે છે કે ‘નિયમથી બંધાઈશ.' બંધ અને મોક્ષ એ વિચાર ભલે શુભવિકલ્પ છે પણ વિકલ્પ છે તે જ બંધનું કારણ છે. અરે ! પણ આમાં એક પણ જીવનો ઘાત તો નથી કર્યો છતાં બંધન?–હા, જીવનો ઘાત બંધનું કારણ નથી, વિકલ્પ બંધનું કારણ છે. પર્યાયદષ્ટિ-વ્યવહારનયનો આશ્રય કરવાથી બંધ થાય છે.
જીવનું મોક્ષનું પ્રયોજન પર્યાયના લક્ષથી સિદ્ધ થતું નથી કેમ કે નિર્મળ પર્યાયમાંથી પણ નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. નિયમસાર ૫૦ મી ગાથામાં ક્ષાયિક સમ્યગ્દર્શનને પણ ૫૨દ્રવ્ય કહ્યું છે. કેમ ?-કે જેમ ૫૨દ્રવ્યમાંથી પોતાની નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ પોતાની નિર્મળ પર્યાયમાંથી પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તે અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચારેય પર્યાયને ૫૨દ્રવ્ય કહી છે. નવી પર્યાય ઉત્પન્ન થવાનું સ્થાન એક ધ્રુવસ્વભાવ છે તે સ્વદ્રવ્ય છે.
વાસ્તવિક તત્ત્વના ખ્યાલ વગર કોઈનું કલ્યાણ થાય તેમ નથી. કેમકે કલ્યાણની ખાણ જ આત્મા પોતે છે, તેની એકરૂપ દષ્ટિ થયા વિના કલ્યાણનું બીજ ક્યાંથી ઊગે? અહીં તો આચાર્ય કહે છે કે નિર્વાણનો ઉપાય એક શુદ્ધાત્માનુભવ જ છે. જ્યાં મનના વિચાર વિકલ્પ બધું બંધ થઈ જાય છે અને સ્વાનુભવનો પ્રકાશ થાય છે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રમાં રાગ રહિત વીતરાગી શાંતિ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ મોક્ષનો માર્ગ છે.
ભાઈ! વાત તો કઠણ છે પણ તું સમજવાનો પ્રયત્ન કર! નય, નિક્ષેપ, પ્રમાણના વિકલ્પને છોડીને એકરૂપ નિજ પરમાત્મા ઉપર દૃષ્ટિ દે અને તેમાં લીનતા ક૨ તો તારો નિર્વાણ થશે જ થશે. જેમ આગળ કહ્યું કે તું વિકલ્પથી નિઃભ્રાંતપણે બંધાઈશ જ તેમ અહીં કહે છે કે સ્વરૂપમાં દષ્ટિ-જ્ઞાન અને લીનતા કર! તું નિઃશંકપણે નિર્વાણ પામીશ. જેમ ઠંડું હીમ વનને બાળી નાખે છે તેમ તારી અકષાય શાંતિ સંસારને બાળી નાખશે, તારો નિર્વાણ થશે.
ભક્તિમાં આવે છે કે ‘ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં.' ઉપશમ એટલે અકષાય શાંતિ અને તેની પૂર્ણતા તે વીતરાગ. આત્મા અકષાયસ્વરૂપ છે એવો અકષાયભાવ પર્યાયમાં પ્રગટ થવો તે ઉપશમભાવ છે.
પ્રભુ! આ બધી વાતો ભાષામાં તો સહેલી લાગે છે પણ તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થની ઉગ્રતા જોઈએ છે હો! ભાષામાં કાંઈ ભાવો આવી જતા નથી. પુરુષાર્થ કરતાં એ ભાવો પ્રગટ થાય છે.
બંધ-મોક્ષનો વિચાર એ પણ રાગ છે, બંધનું કારણ છે.
શ્રોતા:-પણ પ્રભુ ! વિચાર એ તો જ્ઞાનની પર્યાય છે ને ?
ભાઈ ! એ છે જ્ઞાનની પર્યાય, પણ સાથે જે રાગ આવે છે, ભેદ પડે છે તે બંધનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૧૮૧ કારણ છે. સમયસાર-કળશમાં રાજમલજીએ આ વાત લીધી છે. ‘વિચાર સુદ્ધા બંધનું કારણ છે.’ ત્યાં જ્ઞાનને બંધનું કારણ નથી કહ્યું પણ જ્ઞાન રાગમાં-ભેદમાં રોકાય જાય છે તેનું નામ વિચાર છે અને તે બંધનું કારણ છે. હું મનુષ્ય છું, ભવ્ય છું, સમ્યગ્દષ્ટિ છું આદિ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના વિચાર, કર્મોના આસ્રવભાવનો વિચાર, ચારે પ્રકારના બંધનો વિચાર, સંવર–નિર્જરાના કારણોનો વિચાર આદિ બધાં વિચારો વ્યવહારનય દ્વારા ચંચલ છે. તે શુભોપયોગ છે. નિશ્ચય જ સત્ય છે. વ્યવહાર ઉપચાર છે.
પર્યાય ક્ષણિક છે પણ દુ:ખદાયક નથી. પણ તેમાં વિકલ્પ ઊઠે છે તે દુ:ખદાયક છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે. ક્ષણિક છે પણ દુ:ખદાયક નથી. માટે જે દુઃખદાયક છે એવા વિકલ્પો છોડવા લાયક છે. પર્યાયનું ક્ષણિકપણું દુ:ખદાયક નથી પણ તેમાં જે રાગ-દ્વેષના વિકલ્પ ઊઠે છે તે જ્ઞાતા-દષ્ટા સ્વભાવને ડખલરૂપે છે માટે દુઃખરૂપ છે.
ભગવાનનો મારગ ભાઈ ! આત્માનો મારગ છે, તેમાં કાંઈ ફેરફાર ચાલે નહિ. આંખની પાંપણમાં થોડી ૨જ સમાય પણ આમાં કાંઈ ન સમાય. રાગરહિતપણે ભેદનું જ્ઞાન કરવું તે દુઃખનું કારણ નથી, તે તો સ્વભાવ છે, પણ જે રાગી છે તે ભેદનું જ્ઞાન કરવા જાય છે ત્યાં તેને વિકલ્પ ઊઠે તે દુઃખનું કારણ છે. ભેદનું જ્ઞાન દુ:ખનું કારણ હોય તો તો સર્વજ્ઞને પણ દુ:ખ થવું જોઈએ, પણ એમ નથી. વિકલ્પ દુઃખનું કારણ છે.
હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પર્યાય તો દ્રવ્યનો જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?
તેને ગુરુ ઉત્તર આપે છે કે ભાઈ! તારી વાત સાચી છે, પણ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. સરાગીને ભેદષ્ટિમાં વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગ મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદને મુખ્ય કરવામાં આવ્યો છે. વીતરાગ થયા પછી તો ભેદાભેદ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.
ભગવાન તો એક દ્રવ્યના અનંત ગુણ, એક ગુણની અનંતી પર્યાય અને એક પર્યાયના અનંત અવિભાગપ્રતિચ્છેદ આદિ બધાં ભેદને એક સમયમાં જાણે છે પણ તેમને રાગ થતો નથી. માટે ભેદનું જ્ઞાન રાગનું કારણ નથી પણ રાગીને ભેદનું લક્ષ કરવાથી રાગ થાય છે. રાગી એકરૂપ સ્વભાવને જાણે ત્યારે નિર્વિકલ્પ થઈ જાય છે અને ભેદને જાણે ત્યારે તેને રાગ થાય છે, તેનું કારણ રાગી છે માટે રાગ થાય છે.
માટે કહ્યું છે કે વીતરાગદશા પ્રાપ્ત કરવા માટે રાગીએ વ્યવહારનયનું લક્ષ છોડી નિશ્ચયનયથી પોતાને અને ૫૨ને જાણવા જોઈએ.
આ જીવ ઊંધો પડયો અનંત તીર્થંકરો આવે તોપણ ન ફરે તેવો છે અને સવળો પડયો અનંત પરિષહ આવે તોપણ ન ડગે તેવો છે, એટલે જ અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે ભગવાન! તારી શુદ્ધતા તો મોટી છે પણ તારી અશુદ્ધતા પણ મોટી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨]
સમ્યગ્દષ્ટિ-જ્ઞાની પોતાના સ્વભાવમાં એટલાં દઢ છે કે ગમે તેટલાં પરિષહો આવે, આખી દુનિયા ફરી જાય તોપણ જ્ઞાની પોતાની દ્રષ્ટિ અને સ્થિરતાથી ડગતા નથી.
જ્ઞાની પણ શાસ્ત્ર વાંચે, વિચારે, ઉપદેશ આપે, ઉપયોગ ન ટકે તો વ્યવહારનયના વિચાર પણ કરે પણ ભાવના એક જ હોય કે હું કેમ શીધ્ર સ્વાનુભવમાં પહોંચી જાઉં. જ્ઞાનીને પણ જેટલો રાગ હોય છે તેટલો બંધ પણ હોય છે. જેટલો અબુદ્ધિપૂર્વકનો રાગ છે તેટલો બંધ અનુભવકાળે પણ થાય છે. પ્રથમ અનુભવ થતાં જ પૂર્ણ સ્થિરતા થતી નથી તેથી જેટલી અસ્થિરતા છે તેટલો જ્ઞાનીને પણ બંધ તો થાય છે. જ્ઞાનીને અબંધ કહ્યા છે એ તો દ્રવ્યદૃષ્ટિથી કહ્યા છે પણ પર્યાયમાં રાગ બાકી છે પણ પર્યાયમાં રાગ બાકી છે તેટલો બંધ તો દશમા ગુણસ્થાન સુધી હોય છે માટે જ્ઞાનીને પણ શ્રીગુરુ કહે છે કે તને શુભરાગ ભલે હો પણ ભાવના તો હું અંતરમાં કેમ સ્થિર થાઉં એ જ રાખવી, તે જ મોક્ષનો ઉપાય છે.
* જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી કારીગર દ્વારા રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો નિંધ છે, જેની સ્થિતિ વિનાશ સહિત છે અર્થાત્ જે વિનશ્વર છે, જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ છે, અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. ૫૮
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ)
છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૮૩ [ પ્રવચન નં. ૩૫ ] નિજ-પરમાત્માની દૃષ્ટિ કરતાં પર્યાયમાં
મુક્તિનો પ્રારંભ [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા ૧૫-૭-૬૬ ]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. મુનિરાજ યોગીન્દ્રદેવે આ શાસ્ત્રની રચના કરી છે. તેમાં આપણે ૮૮ ગાથા સુધી પહોંચ્યા છીએ.
सम्माइट्ठी-जीवडहं दुग्गइ-गमणु ण होइ । जइ जाइ वि तो दोसु णवि पुव्व-क्किउ खवणेइ ।।८८।। સમ્યગ્દષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય;
કદી જાય તો દોષ નહિ, પૂર્વ કર્મ ક્ષય થાય. ૮૮. સમ્યગ્દષ્ટિ જીવનું ગમન હલકી ગતિઓમાં હોતું નથી. કેમકે સમ્યગ્દષ્ટિને દૃષ્ટિમાં પોતાના પૂર્ણ સ્વભાવનો જ આદર છે અને સંસાર તરફ ઉપેક્ષાભાવ છે. એક પોતાના શુદ્ધસ્વભાવનું જ ગ્રહણ છે, બાકી શુભ વિકલ્પથી માંડીને આખા સંસાર પ્રત્યે જ્ઞાનીને ગ્રહણબુદ્ધિ નથી, આદર નથી. તેથી જ્ઞાની હલકી ગતિમાં જતાં જ નથી. છતાં કદાચિત્ જાય તોપણ તેમાં જ્ઞાનીને હાની નથી. તેમના પૂર્વકૃત કમનો ક્ષય થઈ જાય છે.
શ્રોતા- સમ્યગ્દષ્ટિ કોને કહેવાય?
પૂજ્ય ગુરુદેવ – જેને આત્માના શુદ્ધ સ્વભાવની ગાઢ રુચિ છે અને અતીન્દ્રિય સુખનો પરમ પ્રેમ છે તે સમ્યગ્દષ્ટિ છે. તેને આખા સંસાર તરફથી અંતરથી રુચિ-પ્રેમ ઊડી ગયા હોય છે. આવા જ્ઞાનીને દઢ પ્રતીતિ હોય છે કે મારી શાંતિ અને આનંદ પાસે બધું તુચ્છ છે. શુભરાગમાં પણ મારો આનંદ નથી, તો બીજે ક્યાં હોય? આવા દઢ પ્રતીતિવંત જ્ઞાની મુક્તિના પથિક છે-છૂટવાની દિશાએ ચાલનારા છે.
મોક્ષસ્વરૂપ આત્માની જેને રુચિ અને પ્રતીત થઈ તે મોક્ષનો પથિક છે. આત્મા વસ્તુસ્વભાવે રાગ, શરીર કે કર્મથી કદાપિ બંધાણો જ નથી. એક સમયની પર્યાયમાં રાગ છે પણ જેણે પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠાવી લીધી અને સ્વભાવદષ્ટિ કરી તેને મુક્તસ્વભાવ જ જણાશે. તે પર્યાયમાં પણ મુક્તસ્વભાવના પંથે જ છે.
ભગવાન આત્મામાં રાગ અને કર્મનો સંબંધ ક્યાં છે? વસ્તુ તો પૂર્ણ મુક્ત છે અને સમ્યગ્દષ્ટિની દષ્ટિ મુક્તસ્વભાવ ઉપર જ છે. દષ્ટિ મુક્તસ્વભાવ ઉપર છે ત્યાં રાગ, કર્મનું નિમિત્ત, બંધની પર્યાય આદિનું જ્ઞાન રહે છે પણ તેનો આદર રહેતો નથી.
ભવરહિત સ્વભાવની દષ્ટિ થતાં જ્ઞાનીને પૂછવા જવું પડતું નથી કે હે ભગવાન!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
હવે મારે કેટલા ભવ છે? અરે, હું તો ભવરહિત વસ્તુ છું ને! મારે ભવનો પરિચય જ નથી. વસ્તુ એટલે અનંતગુણનો સાર-રસકસ એવી ચીજને ભવનો પરિચય જ નથી. પર્યાયમાં ભવનો પરિચય છે પણ દષ્ટિ પર્યાયને સ્વીકારતી જ નથી.
જેણે પોતાની દૃષ્ટિમાં ધર્મધારક ધર્મીને ધારી લીધો, તેની દષ્ટિમાં ભવ છે જ નહિ અને તેની પર્યાયની ગતિ પણ ભવના અભાવ તરફ થવા લાગી છે તે નિઃસંદેહ થઈ ગયો છે કે મારે હવે ભવ છે જ નહિ. એક બે ભવ છે તે મારા પુરુષાર્થની કમીને કારણે રાગને કારણે છે, તે મારા જ્ઞાનનું જ્ઞય છે, મારું સ્વરૂપ નથી, તેનો હું સ્વામી નથી. હું તો મારા સહજાન્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ સ્વામી છું એમ જ્ઞાની જાણે છે. સમ્યકત્વની મહિમા કેટલી છે તે આગળ રત્નકરંડ-શ્રાવકાચારની બે ગાથાના આધારે કહેશે.
પૂર્ણાનંદસ્વરૂપ વસ્તુ તે મારી ચીજ છે અને હું તેનો સ્વામી છું. મારી એક સમયની પર્યાયમાં દોષ છે બાકી આખો આત્મા નિર્દોષ પિંડ છે. એ એક સમયના દોષની જેણે રુચિ છોડી અને પૂર્ણાનંદ સ્વભાવમાં રુચિ જોડી તે મોક્ષનો જ પથિક છે. ભગવાન કહે છે માટે હું પૂર્ણ છું એમ નહિ પણ પોતાને નિઃસંદેહ પ્રતીતિ થઈ જાય છે કે “હું તો પૂર્ણ છું, દોષ તે મારું ત્રિકાળી સ્વરૂપ નથી.” જેમ વસ્તુ ક્યારેય પડતી નથી તેમ વસ્તુની દૃષ્ટિ થઈ તે પણ કદી પડતી નથી, અને જેને પડવાની શંકા પડે છે તેને ધ્રુવની દષ્ટિ પણ રહેતી નથી.
સમતભદ્ર-આચાર્ય રત્નકરંડ-શ્રાવકાચારમાં સમ્યગ્દષ્ટિને તેની સન્મુખ ચાલતી ધારાનો કર્ણધાર કહ્યો છે. કર્ણધાર એટલે ખેવટિયો, નાવડિયો કહ્યો છે. સંસારસમુદ્રથી પાર કરનારો નાવડિયો છે. સમ્યગ્દર્શનની ઘણી મહિમા કરી છે કે સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન નથી, સમ્યફચારિત્ર નથી. સમ્યગ્દર્શન થયું એટલે તો સર્વસ્વ થઈ ગયું.
સમ્યગ્દષ્ટિ સંસાર તરફ પીઠ રાખે છે, એટલે શું?-કે વિકલ્પ આદિથી ઉપેક્ષા રાખે છે, અને નિર્વિકલ્પ સ્વભાવની અપેક્ષા રાખે છે. જેમ માખી જેવું ચૌરેન્દ્રિય પ્રાણી પણ જ્યાં મીઠાસ લાગે ત્યાંથી ખસતું નથી અને જ્યાં મીઠાસ નથી ત્યાં બેસતું નથી. ફટકડી ઉપર માખી બેસતી નથી અને સાકરમાં મીઠાસ આવે છે ત્યાંથી ઉડતી નથી તેમ આત્મા સાકરની જેમ અતીન્દ્રિય આનંદનો રસકંદ-ઢગલો છે ત્યાં જેની દષ્ટિ પડી છે તે સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ ત્યાંથી ખસતી નથી. આનંદઘનજી પણ કહે છે ને કે “ચાખે રસ ક્યોં કરી છૂટે?” એકવાર રસ ચાખ્યા પછી કેમ કરીને છૂટે? ધર્મીએ અતીન્દ્રિય આનંદનો રસ ચાખ્યો પછી દેવતાની ટોળી આવીને કહે કે આમાં રસ નથી તોપણ જ્ઞાની કહે છે કે મેં અનુભવ કર્યો છે તેમાં ફેર નથી. જ્ઞાનીને પોતાના અનુભવમાં શંકા પડતી નથી.
જ્ઞાનીને સ્વભાવ પ્રત્યે સંવેગ છે. અને પરભાવ-સંસાર પ્રત્યે નિર્વેગ છે. સ્વભાવની રુચિ થઈ છે તેથી વીર્ય પણ તે તરફ જ કામ કરે છે, કેમકે “રુચિ અનુયાયી વીર્ય.' અને જ્ઞાનીને સંસાર, શરીર અને ભોગોથી વિરક્તિ થઈ જાય છે. સંસારમાં ચારેય ગતિમાં આકુળતા છે, શરીર કારાગૃહ સમાન છે અને ઈન્દ્રિયોના ભોગો અતૃતિકારી છે એમ જાણીને જ્ઞાનીને વૈરાગ્ય થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૧૮૫ જ્ઞાનીને ભોગાદિનો થોડો રાગ આવી જાય છે પણ તેનો ખેદ થાય છે, પોતે પોતાના રાગની નિંદા કરે છે, ગુરુ પાસે ગણા કરે છે.
સ્વામીકાર્તિકેય મુનિરાજ કહે છે કે જેને આત્માનું ભાન થયું અને અનંતાનુબંધીનો નાશ થયો તે ધર્મી પર્યાયમાં પોતાને તુચ્છ દેખે છે. અરે ! ક્યાં ભગવાનની કેવળજ્ઞાનની દશા અને ક્યાં મુનિઓની પ્રચુર સ્વસંવેદનની દશા! તેની પાસે મારી પર્યાયમાં તો બહુ કમી છે-હું પામર છું.
સમયસાર ૫ મી ગાથામાં કુંદકુંદાચાર્યું પણ કહ્યું છે કે સર્વજ્ઞ ભગવાનથી માંડીને અમારા ગુરુપર્યત બધાં અંતર નિમગ્ન છે. તેમણે અમારા ઉપર કૃપા કરીને ઉપદેશ આપ્યો કે “ભગવાન! તું શુદ્ધ છો” આ સાંભળી અમને પ્રચુર સ્વસવેદન પ્રગટ થયું. કુંદકુંદ આચાર્ય એમ ન લીધું કે અમારી પાત્રતા જોઈને ગુરુએ ઉપદેશ આપ્યો, પણ ગુરુએ કૃપા કરીને ૧૨ અંગના સારરૂપ “તું શુદ્ધાત્મા છો' એવો ઉપદેશ આપ્યો એમ લીધું.
શુદ્ધ ચૈતન્ય તરફ જેનો ઝુકાવ છે તેને રાગ તરફ નિંદા-ગહણા થાય જ. એ તેનું લક્ષણ છે. એમ ન હોય કે રાગ ભલે આવ્યો. ધર્મીને સદાય અકષાયભાવની જાગૃતિ રહે છે અને જિનેન્દ્રદેવ, નિગ્રંથ ગુરુ અને જિનવાણીની ગાઢ ભક્તિ કરે છે, સ્તુતિ, વંદના, પૂજા, સ્વાધ્યાય પણ કરે છે. આ બધા શુભભાવ સહકારી નિમિત્ત છે એમ ધર્મી જાણે છે.
ધર્મીને સાધર્મી ભાઈ-બહેન પ્રત્યે વાત્સલ્ય આવે છે. સાધર્મીની વિશેષ દશા જોઈને દ્વેષ નથી આવતો પણ એમ થાય છે કે અહા ! ધન્ય અવતાર! મારે પણ આવી દશા પ્રગટ કરવી છે. રત્નકાંડ-શ્રાવકાચારમાં આવે છે કે ધર્મ ધર્મી વિના હોતો નથી. તો જેને ધર્મી ઉપર પ્રેમ નથી તેને ધર્મ ઉપર પણ પ્રેમ નથી.
સમ્યગ્દષ્ટિ કોઈ સાથે અન્યાયયુક્ત વ્યવહાર કરતાં નથી. સમ્યગ્દષ્ટિને ૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. તે તો દેવ અને મનુષ્યગતિમાં જ જન્મે છે. કદાચિત્ સમ્યગ્દર્શન પહેલાં નરક, તિર્યંચગતિનો બંધ થઈ ગયો હોય તો ત્યાં પણ સમભાવથી દુ:ખ સહન કરી લે છે. સમ્યગ્દષ્ટિને “બાહિર નારકીકૃત દુ:ખ ભોગત, અંતર સુખરસ ગટાગટી.” જેટલો કપાયભાવ છે તેટલું જ્ઞાનીને દુઃખ થાય છે પણ તેને ગૌણ કરીને અતીન્દ્રિય સ્વભાવની મુખ્યતાથી આનંદને વેદે છે તેથી જ સમ્યગ્દષ્ટિ નરકમાં હોય તોપણ સુખી છે અને મિથ્યાદષ્ટિ નવમી રૈવેયકમાં હોય તોપણ દુઃખી છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય તો સમ્યગ્દષ્ટિ કદાચિત નરકમાં જાય તેને પૂર્વકૃત કર્મોની અને અશુદ્ધભાવની નિર્જરા થાય છે અને નવા કર્મ બંધાતા નથી. સમ્યગ્દષ્ટિને પૂર્ણાનંદ સ્વભાવની જ મુખ્યતા હોવાથી સમ્યગ્દર્શન સૂર્ય ઊગ્યો હોવાથી અવતી હોવા છતાં એવા પાપ નથી બાંધતો કે જેથી તે નારકી, તિર્યંચ, સ્ત્રી, નપુંસક થાય કે નીચ ગતિ આદિ દશાને પ્રાપ્ત થાય. સમ્યગ્દષ્ટિ અખંડિત પ્રતાપવંત હોય છે, વિદ્યાવંત હોય છે, જશવંત હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬] સમ્યગ્દષ્ટિને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પુણ્ય પણ વધતાં જાય છે અને સમ્યગ્દષ્ટિનો પુરુષાર્થ પણ વધતો જાય છે.
સમ્યગ્દષ્ટિ સદા વિજયવંત હોય છે. સમ્યગ્દષ્ટિ કહે છે કે અમારો જ વિજય છે, અમે કદી પાછા પડીએ તેમ નથી. રાગ અને કર્મ અમને હરાવી શકે તેમ નથી. સમ્યગ્દષ્ટિની ભાવના એવી જોરદાર હોય છે કે પુરુષાર્થ કરીને ક્યારે ચારિત્ર પ્રગટ કરું અને કેવળજ્ઞાન લઉં? તેને એવી શંકા ન હોય કે કર્મ મને હેરાન કરશે તો ! ભવ હશે તો! એવી શંકા ન હોય.
જેણે પોતાના આત્માને મુખ્ય કર્યો છે તેવા સમ્યગ્દષ્ટિ બહારમાં પણ બધામાં મુખ્ય ગણાય છે. જેમ હીરા કોથળામાં ન રખાય, મખમલની ડબીમાં જ હીરા રખાય. તેમ સમ્યગ્દષ્ટિ પુણવંત માતા-પિતાને ત્યાં જ જન્મ લે. હલકા ઘરે ન જન્મે. સમ્યકત્વની ભૂમિકામાં જે પુણ્ય બંધાય છે તેવું પુણ્ય મિથ્યાત્વ ભૂમિકામાં અનંતકાળમાં ક્યારેય બંધાતું નથી. સમ્યગ્દષ્ટિના પુણ્યની જાત જ જુદી હોય.
હવે યોગીન્દુ મુનિરાજ કહે છે કે સર્વ વ્યવહારને છોડીને સ્વરૂપમાં રમણ કર!
જેને સ્વભાવમાં એકતા થઈ છે તે સમ્યગ્દષ્ટિ, દષ્ટિ અપેક્ષાએ રાગથી મુક્ત જ છે. જ્ઞાનીને દૃષ્ટિમાં કે દષ્ટિના વિષયમાં ક્યાંય વ્યવહાર નથી. વ્યવહાર છે ખરો પણ જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર છે.
પ્રભુ-આત્મામાં ત્રણકાળના સમય કરતાં અનંતગુણા ગુણો છે તેમાં સમ્યગ્દષ્ટિ રમણ કરે છે અને શીધ્ર સંસારથી પાર થઈ જાય છે.
લોકો ચોપડામાં લખે છે કે “લાભ સવાયા' એ તો ધૂળના લાભની વાત છે. સમ્યગ્દષ્ટિ તો પોતાના અનંતગુણોની શુદ્ધિમાં વૃદ્ધિ થાય તેમાં પોતાને લાભ માને છે. એ લાભ સવાયો નહિ પણ અનંતગુણો છે.
હું વસ્તુએ સર્વ શુદ્ધ-પરિપૂર્ણ શુદ્ધ છું. દષ્ટિનો વિષય દ્રવ્ય છે તેથી દષ્ટિ પૂર્ણનો જ સ્વીકાર કરે છે. બનારસીદાસ લખે છે કે “સિદ્ધ સમાન સદા પદ મેરો.” વ્યવહારદષ્ટિમાં કર્મનો સંયોગ છે પણ તે તો ત્યાગવા યોગ્ય છે.
જ્ઞાની સંસારમાં એક ક્ષણ પણ રહેવા માગતા નથી. એક ચૈતન્ય જ શરણરૂપ છે બાકી સંસારમાં કોઈ શરણરૂપ નથી. કેટલાક વર્ષો પહેલાં એક બનાવ બન્યો હતો. ૫૦૦-૬૦૦ માણસોનો કાફલો જંગલમાં થઈને નીકળ્યો હતો, ત્યાં જંગલમાં બે જુવાન, છોકરાને કોલેરા થઈ ગયો, ચાલવાની શક્તિ નહિ, તેને કોણ ઊંચકે ? સગા મા-બાપ બેયને એકલા જંગલમાં છોડીને બધાં સાથે ચાલ્યા ગયા! કોણ શરણ છે?
સમ્યગ્દષ્ટિને સકલ ચારિત્ર નથી પણ ચારિત્રની પ્રતીતિ બરાબર થઈ ગઈ છે કે સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર છે અને ચારિત્ર વિના મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. સમ્યગ્દષ્ટિ બધો વ્યવહાર છોડી સ્વરૂપનું ધ્યાન કરે છે, અનુભવ કરે છે અને તેમાં જ સ્થિર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮૭
પરમાત્મા ] થવા જેવું છે એમ માને છે. સ્વરૂપથી બહાર નીકળવું તે દુ:ખ છે, રોગ છે, શોક છે પણ સ્થિર થઈ શક્યું નથી તેથી બહાર વ્યવહારમાં આવે છે. સાધુ પણ સ્વરૂપમાં ઉપયોગ ન ટકે ત્યારે સ્વાધ્યાય સ્તુતિ-સંયમ-પ્રભાવના આદિ શુભ વ્યવહારમાં આવે છે પણ સુખરૂપ તો સ્વરૂપલીનતા જ છે એમ માને છે. બહાર વ્યવહારમાં તેમને હોંશ આવતી નથી, ઉલ્લસિત વીર્ય તો સ્વભાવ તરફ ઢળેલું છે. તેથી વ્યવહારમાં ઉદાસીનતા છે, આદર નથી.
મુનિને જેમ જેમ આત્મધ્યાનની શક્તિ વધતી જાય છે તેમ તેમ વ્યવહાર છૂટતો જાય છે. મુનિરાજને એટલે શુદ્ધિ તો પ્રગટી જ ગઈ છે કે અંતર્મુહૂર્તથી વધુ સમય બહાર ઉપયોગ જોડતા નથી. વિકલ્પ આવે છે પણ તેમાં તત્પરતા નથી. કમજોરીથી આવે છે પણ ભાવના તો વારંવાર શુદ્ધ સ્વરૂપમાં ઠરી જવાની રહે છે. વિકલ્પ આવે છે તેનો ખેદ થાય છે. જયધવલમાં આવે છે કે શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરી છે છતાં આહારનો રાગ આવ્યો તેમાં મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે માટે હું ફરી શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરું છું. મારે તો શુદ્ધ-ઉપયોગમાં જ રહેવું છે અહો! આવી દશા તે યથાર્થ મોક્ષમાર્ગ છે,
સ્વરૂપ લીનતા તે જ મોક્ષનો ઉપાય છે. તેમાં વચ્ચે વ્યવહારના વિકલ્પ આવે પણ તે બંધનું કારણ છે, તેનાથી દૂર થાવ.
સમ્યગ્દષ્ટિ-તત્ત્વજ્ઞાની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પોતાનો સહજ પુરુષાર્થ કામ કરે તે જોઈને પ્રતિજ્ઞા કરે છે. લોકોની સાથે વેગમાં આવીને કોઈ જાતની પ્રતિજ્ઞા કરતા નથી. જ્યાં સુધી સહજ વૈરાગ્ય ન આવે ત્યાં સુધી શ્રાવકપણે રહીને પોતાના પરિણામ અનુસાર દર્શનપ્રતિમા આદિનું પાલન કરે છે અને આત્માનુભવ માટે વધુ ને વધુ સમય મેળવતા રહે છે.
મોક્ષપાહુડમાં કુંદકુંદ આચાર્ય કહે છે કે
પોતાના શુદ્ધ દ્રવ્યની રુચિ થવી તે સુગતિ છે પરદ્રવ્ય, પરભાવની રુચિ થવી તે દુર્ગતિ છે. દુર્ગતિ નામ પોતાના સ્વભાવથી વિપરીત ગતિ છે.
યોગીન્દુ મુનિરાજ દેવસેન આચાર્યકૃત તત્ત્વસારનો આધાર આપે છે કે જ્યાં સુધી જીવ પરદ્રવ્યના વ્યવહારમાં રહે છે ત્યાં સુધી ભવ્ય જીવ કઠણ-કઠણ તપ કરતો હોય તોપણ મોક્ષ પામતો નથી અને જે પોતાના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં સ્વભાવનો લાભ મેળવે છે તે શીધ્ર મુક્તિને પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
[ પ્રવચન નં. ૩૬ ] નિજ-પરમાત્મ-આશ્રિત નિશ્ચય
અન્ય સર્વ વ્યવહાર | [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૬-૭-૬૬ ]
શ્રી યોગીન્દુ મુનિરાજકૃત આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં અહીં ૮૯ મી ગાથા ચાલે છે. સમ્યગ્દષ્ટિ જીવ પરવ્યવહાર છોડીને પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈને તેમાં લીન થાય છે એ જ એક મોક્ષનો માર્ગ છે, એ વાત ચાલે છે.
अप्प सरूवहं [-सरूवइ ?] जो रमइ छंडिवि सहु ववहारु । सो सम्माइठ्ठी हवइ लहु पावइ भवपारु ।। ८९ ।। આત્મસ્વરૂપે જે રહે, તજી સકળ વ્યવહાર
સમ્યગ્દષ્ટિ જીવ તે, શીધ્ર કરે ભવપાર. ૮૯. એક એક શબ્દમાં મુનિરાજ કેટલો સાર ભરી દે છે! જ્યાં સુધી જીવ પરદ્રવ્ય આશ્રિત વ્યવહારમાં રહે છે અને પોતાના શુદ્ધ ચૈતન્યમૂર્તિ દ્રવ્યસ્વભાવના આશ્રમમાં આવતો નથી ત્યાં સુધી તેની મુક્તિ થતી નથી.
સમ્યગ્દર્શનમાં પણ પહેલાં સ્વદ્રવ્યનો આશ્રય હોય છે. પછી જેટલો પરદ્રવ્યનો આશ્રય રહે છે ત્યાં સુધી મુક્તિ થતી નથી. સીધી જ વાત છે કે વ્યવહાર પરાશ્રિત છે અને નિશ્ચય સ્વાશ્રિત છે. સાક્ષાત્ તીર્થકર ભગવાન હો, સર્વજ્ઞ હો, સમવસરણ હો, સમ્મદશિખર હો કે ગણધર આચાર્ય આદિ ભલે હો પણ તે પરદ્રવ્ય છે. તેના આશ્રયે સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી. સ્વના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
ભગવાન ! ન્યાયથી તો સાંભળો ભાઈ ! આ આત્મદ્રવ્ય એક સેકંડના અસંખ્યાતમાં ભાગમાં શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ છે. પુણ્ય-પાપના વિકલ્પ છે એ તો આસ્રવ છે, તે જીવ નથી અને શરીર, કર્મ આદિ અજીવ છે તે પણ જીવ નથી અને દિવ-શાસ્ત્ર-ગુરુ પણ પરદ્રવ્ય છે, પોતાના દ્રવ્યથી ભિન્ન છે, તો એ પરદ્રવ્યના આશ્રયે ધર્મની શરૂઆત કેમ હોઈ શકે? સ્વદ્રવ્યમાં અનંત....અનંત શુદ્ધતા ભરી પડી છે. તેના આશ્રય વગર પરાશ્રયે ધર્મની શરૂઆત-સમ્યગ્દર્શન કદાપિ હોઈ ન શકે.
તેથી જ અહીં દેવસેન આચાર્યકૃત ગાથાનો આધાર આપ્યો છે કે જ્યાં સુધી જીવ વ્યવહાર, રાગ, વિકલ્પ આદિનો આશ્રય કરે છે ત્યાં સુધી તે ભવ્ય જીવ ભલે કઠિન તપ કરતો હોય તોપણ મોક્ષ પામતો નથી. બાર-બાર મહિનાના ઉપવાસ કરે કે પરલક્ષે ઈન્દ્રિયદમન કરે એ તો બધો પુણ્યભાવ છે, બંધનું કારણ છે. તેનાથી મુક્તિ કોઈ કાળે ન થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૮૯ અનંતકાળમાં જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામ્યા છે તે પૂર્ણ ચૈતન્યકંદ, આનંદઘન નિજતત્ત્વના આશ્ચર્ય પામ્યા છે. સમ્યગ્દર્શન થયા પછી પણ જેટલો વ્યવહાર બાકી રહ્યું છે તેને પરાશ્રય જાણીને છોડ અને સ્વાશ્રય કરે ત્યારે જ સમ્યગ્દષ્ટિને શુક્લધ્યાન અને કેવળજ્ઞાન થઈને મુક્તિ થાય છે.
માટે, સૌ પ્રથમ શ્રદ્ધામાં એવો નિર્ણય થવો જોઈએ કે સ્વાશ્રયથી જ ધર્મની શરૂઆત અને પૂર્ણતા છે. પરાશ્રયથી તો ધર્મની શરૂઆત પણ થતી નથી. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-આનંદ આદિ બધી પર્યાયોનો પિંડ તો દ્રવ્ય છે, વ્યવહારના રાગમાં એ પર્યાયની શક્તિ નથી. નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય દ્રવ્ય-ગુણમાં છે, પરાશ્રિત વ્યવહારમાં નથી. આ તો ભાઈ ! સીધી અને સરળ વાત છે.
બંધ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય પણ કહે છે કે ભગવાન એમ કહે છે કે પદ્રવ્યને હું મારી-જીવાડી શકું છું કે સુખી-દુ:ખી કરી શકું છું એ આદિ સર્વ અધ્યવસાય-પરમાં એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે. તેથી જેટલો પણ પરાશ્રય છે તે બધો ભગવાને છોડાવ્યો છે.
મહાસિદ્ધાંતો આપેલાં છે ત્યાં વાદ-વિવાદનું સ્થાન જ ક્યાં છે? એક જ વાત છે. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેના આશ્રયથી જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર થાય છે અને તેના આશ્રયથી જ શુક્લધ્યાન અને કેવળજ્ઞાન થાય છે. | સર્વજ્ઞ ભગવાનની પેઢીમાં ત્રણકાળ ત્રણલોકમાં એક જ સિદ્ધાંત ચાલે છે
સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર અને નિશ્ચયનયાશ્રિત મુનિવરો જ મુક્તિ પામે છે.
પદ્રવ્યના આશ્રયે થતાં ભાવ શુભ હો કે અશુભ હો પણ તે બન્ને અશુદ્ધભાવ છે. તેમાં જેનું મન લીન છે તેને સ્વાશ્રય નથી અને સ્વાશ્રય નથી માટે તેને મક્તિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાનો શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયથી જ શુદ્ધભાવ પ્રગટ થાય છે અને શુદ્ધભાવથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે.
ભાઈ ! સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથે જે પદ્ધતિ કહી છે તે પદ્ધતિ ન રહે તો આખી અન્યમતની પદ્ધતિ થઈ જાય. રાગથી લાભ માનવો એ તો અન્યમતની પદ્ધતિ છે. સર્વજ્ઞ પરમાત્માની અનાદિ પરંપરાથી ચાલી આવતી પદ્ધતિની શ્રદ્ધા તો બરાબર હોવી જોઈએ. સ્થિરતા ભલે વિશેષ ન થઈ શકે પણ સ્વાશ્રયે જ લાભ છે- એવી દૃષ્ટિ તો બરાબર હોવી જોઈએ. આ વાત ત્રણકાળમાં ફરવી ન જોઈએ.
આથમણો થોડો ચાલે તો ઉગમણો જાય? એટલે કે પશ્ચિમ તરફ થોડું ચાલે તો પૂર્વ તરફ જઈ શકે એક કદી હોઈ શકે ?-ન હોય, તો પછી થોડો પરાશ્રય કરે પછી સ્વાશ્રય થાય એમ કેમ બની શકે?
લોકોમાં કહેવત છે ને! “પરાધીન સ્વપ્ન સુખ નાહિ.' એ જ વાત અહીં છે. સાક્ષાત્ સર્વજ્ઞદેવ ભલે હો પણ તે પરદ્રવ્ય છે, તેના આશ્રયે અન્ય જીવને સુખ કોઈ કાળે થાય નહિ. પરાશ્રયભાવ તે વ્યવહાર અર્થાત્ બંધ છે. સ્વાશ્રયભાવ જ સદા અબંધ છે. ત્રણકાળ, ત્રણલોકમાં આ એક જ સિદ્ધાંત છે તે કદી ફરે તેમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦] હવે ૯૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે સમકિતી જ પંડિત અને પ્રધાન છે.
जो सम्मत्त-पहाण बुहु सो तइलोय-पहाणु।। केवल-णाण वि लहु लहइ सासय-सुक्ख-णिहाणु ।। ९०।। જે સમ્યકત્વપ્રધાન બુધ, તે જ ત્રિલોકપ્રધાન;
પામે કેવળજ્ઞાન ઝટ, શાથત સૌખ્યનિધાન. ૯૦. આહાહા....! દિગંબર સંતોએ પણ કાંઈ કામ કર્યા છે ! બહુ થોડાં શબ્દોમાં આખો સાર ભરી દીધો છે.
આ તો યોગસાર છે. પોતાના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય તેનું નામ “યોગ' છે, તે યોગનો આ સાર છે. પરાશ્રિત વ્યવહાર તે યોગસાર નથી પણ સ્વાશ્રિત નિશ્ચય તે યોગસાર છે.
જે સમ્યગ્દર્શનનો સ્વામી છે-જે આત્મા સમજ્યો છે તે પંડિત છે, બાકી અગિયાર અંગ ને ચૌદપૂર્વ ભણી ગયેલો હોય તોપણ તે પંડિત નથી. આત્માના આશ્રય વગર અગિયાર અંગ આદિનું જ્ઞાન પણ નાશ પામી જાય છે અને જીવ નિગોદમાં પણ ચાલ્યો જાય છે. અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ક્ષયોપશમ થઈ જાય છે. માટે આત્મજ્ઞાન વગરનું એકલું અગિયાર અંગનું જ્ઞાન કાંઈ કલ્યાણકારી નથી કેમકે તે પરાશ્રિત છે.
જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને તેમાંથી જ્ઞાનનો કણ કાઢવો તે કણ પણ કલ્યાણકારી છે. (આ “કણ” કહેતાં કણિકા યાદ આવી) બનારસીદાસજીએ પરમાર્થવનિકામાં લખ્યું છે કે સ્વરૂપના દષ્ટિ-જ્ઞાનપૂર્વક ચારિત્રની કણિકા જાગે તો મોક્ષમાર્ગ છે, નહિ તો મોક્ષમાર્ગ નથી. બનારસીદાસજી એક બહુ મોટા મહાપંડિત થઈ ગયા; યથાર્થ વસ્તુસ્વરૂપ લખતા ગયા.
અહીં કહે છે કે સમ્યગ્દષ્ટિ જ જગતમાં પ્રધાન (મુખ્ય) છે અને પંડિત છે. સમ્યક્રસ્વરૂપ પૂર્ણ શુદ્ધ તત્ત્વની અંતર્મુખ થઈને સ્વાશ્રયે જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે જ જગતમાં સ્વામી એટલે પ્રધાન અને પંડિત છે. આત્મા જાણ્યો તેણે બધું જાણ્યું. “એક જાને સબ હોત હૈ, સબસે એક ન હોય.' સમ્યગ્દષ્ટિ તો કેવળજ્ઞાન લેશે. અંદરમાં સાદિ અનંતકાળની અનંતી કેવળપર્યાય જ્ઞાનમાં પડી છે તેથી જેણે જ્ઞાયકની દષ્ટિ કરી તે એક બે ભવમાં કેવળજ્ઞાન લેશે...લેશે અને લેશે જ.
જેની દષ્ટિમાં પોતાનો આત્મા શ્રેષ્ઠ છે તે જીવ જગતમાં પ્રધાન છે અને તે જ પંડિત છે. શ્રાવકરત્નકાંડમાં સમકિતીની બહુ મહિમા કરી છે કે સમકિત તો પરમ આધાર છે તેના વગર જ્ઞાન-વ્રત-તપ-ચારિત્ર આદિ બધું ફોગટ છે, કાંકરા સમાન છે. ચૈતન્યરત્નની દૃષ્ટિ અને નિર્વિકલ્પ અનુભૂતિ વગર બધું વ્યર્થ છે.
છઢાળામાં પણ સમકિતની મહિમા ગાતાં લખ્યું છે કે સ્વભાવની ગરિમા જ એવી છે કે તેના દષ્ટિવંત સમ્યગ્દષ્ટિને ભલે જરાપણ સંયમ ન હોય તોપણ દેવો આવીને તેને પૂજે છે.
સમ્યગ્દષ્ટિની દષ્ટિ જ્યાં પડી છે એવા સ્વભાવમાં જ તે રહેલાં છે, રાગમાં રહેલાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૧૯૧ સમ્યગ્દષ્ટિને સ્વભાવની જ રુચિ છે, રાગની સિંચ નથી. આવા જગત્પ્રેષ્ઠ સમ્યગ્દષ્ટિ અવિનાશી સુખના નિધાન એવા કેવળજ્ઞાનને શીઘ્ર પ્રાપ્ત કરે છે.
સમ્યગ્દષ્ટિ જિનેશ્વરના લઘુનંદન છે. બનારસીદાસજી સમયસાર નાટકમાં લખે છે ‘ ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલી ક૨ે શિવમારગમેં, જગમાંહિ જિનેશ્વરકે લઘુનંદન.’ મુનિરાજ મોટા પુત્ર છે અને સમ્યગ્દષ્ટિ નાના પુત્ર છે.
સમ્યગ્દષ્ટિની આવી મહિમા છે તે જ્યાં સુધી અંતરમાં ખ્યાલમાં ન આવે અને પોતાના ક્ષયોપશમ જ્ઞાનની કે રાગની મંદતાની અધિકતા રહ્યાં કરે, સમ્યગ્દષ્ટિ મારાથી કોઈ અધિક મહાન છે એવું બહુમાન ન આવે ત્યાં સુધી તેને સ્વદ્રવ્યનો આશ્રયભાવ પ્રગટ થતો નથી.
સમ્યગ્દર્શન સર્વ ગુણોમાં મુખ્ય ગુણ છે. ‘દંસણમૂલો ધમ્મો.' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેથી જ અહીં (સ્વાધ્યાયમંદિરમાં) કુંદકુંદ આચાર્યના ચાર બોલ મોટા અક્ષરમાં લખ્યાં છે. (૧) દંસણમૂલો ધમ્મો. (૨) દ્રવ્યદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. (૩) દર્શનશુદ્ધિ તે જ આત્મસિદ્ધિ અને (૪) પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ચારેય વાક્ય સારમાં સાર છે.
ધર્મ ચારિત્ર છે પણ તેનું મૂળ સમ્યગ્દર્શન છે. અને ‘મૂલં નાસ્તિ તો શાવા? જ્યાં સમ્યગ્દર્શનરૂપી મૂળ જ નથી ત્યાં વ્રત, તપ, સંવર, નિર્જરા આદિની શાખા ક્યાંથી હોય ? એકડા વગર મીંડા શું કામના? મુખ્યતા એકડાની છે. એકડા સહિતના મીંડાની કિંમત છે તેમ સમ્યક્ત્વ સહિતના જ્ઞાન અને ચારિત્ર મુક્તિનું કારણ છે.
સમ્યગ્દર્શનનું ધ્યેય સ્વરૂપમાં છે, દષ્ટિ દ્રવ્યમાં છે, પરિણમન પણ દ્રવ્ય તરફ છે અને રાગથી મુક્ત છે તેથી સમ્યક્ દષ્ટિ ક્રમે ક્રમે મોક્ષ તરફ લઈ જાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન અબંધપરિણામની ઉગ્રતા તરફ લઈ જાય છે. કેમ કે અબંધસ્વભાવી દ્રવ્યની દૃષ્ટિ થઈ એટલે પરિણામ અબંધસ્વભાવ તરફ જ છે અને અબંધપરિણામ તે જ મોક્ષમાર્ગ છે.
જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ હોતો નથી જ્ઞાન ઘણું હોય પણ સમ્યગ્દર્શન ન હોય તો તે જ્ઞાની, પંડિત નથી. અને એક દેડકું ભલે તેને નવતત્ત્વના નામની પણ ખબર ન હોય પણ આત્માનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે. આ અતીન્દ્રિય આનંદસ્વરૂપ તે હું છું, તેનાથી વિરુદ્ધ દુ:ખ તે હું નહિ એટલું સમજાયું તેમાં બધું આવી ગયું.
ભગવાન આત્માને અતીન્દ્રિય આનંદનો જ્યાં પર્યાયમાં સ્પર્શ થાય છે ત્યાં નવેય તત્ત્વનું જ્ઞાન થઈ જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થતાં અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ આખો આત્મા તે હું જીવદ્રવ્ય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે સંવર-નિર્જરા તત્ત્વ, આનંદથી વિરૂદ્ધ આકુળતારૂપ-દુઃખરૂપ ભાવ તે આસવ-બંધ તત્ત્વ અને આનંદમૂર્તિ નિજદ્રવ્યથી જુદાં અચેતનદ્રવ્ય તે અજીવદ્રવ્ય-આમ નવેય તત્ત્વનું યથાર્થ જ્ઞાન સમ્યગ્દર્શન થતાં એકસાથે થઈ જાય છે.
સમયસાર છઠ્ઠી ગાથામાં આત્માને પરદ્રવ્યથી ભિન્ન ઉપાસ્યમાન કહ્યો છે. દ્વાદશાંગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
- વાણીનો સાર જ આ છે કે આત્માને જાણવો. આત્મા તો શુદ્ધ છે જ. જે શુદ્ધ જાણે તેને લાભ છે. જે પરદ્રવ્યનું લક્ષ છોડી પોતાના સ્વભાવનું લક્ષ કરી પર્યાયમાં દ્રવ્યની ઉપાસના કરે છે, સેવા કરે છે, તેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, એ શુદ્ધતાથી જ જાણ્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થયા વગર ક્યાંથી જણાય કે દ્રવ્ય શુદ્ધ છે? માટે જ કહ્યું કે પર્યાયમાં દ્રવ્યની સેવા કરીને તેને શુદ્ધ જાણવો તે દ્વાદશાંગ વાણીનો સાર છે.
સર્વજ્ઞ ભગવાન તો દરેક જીવને શુદ્ધ જ દેખે છે પણ તેથી તને શું લાભ? તું શુદ્ધ જાણ તો લાભ થાય. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો એક એક તત્ત્વ જેમ છે તેમ જણાય છે. અહો ! ચારે પડખેથી સત્ય ઊભું થાય છે. દિવ્યજ્ઞાનની શી વાત ? સ્વભાવને શી મર્યાદા ? લોકાલોક તો શું પણ તેથી અનંતગુણા લોકાલોક હોય તેને પણ જાણવાનું જ્ઞાનમાં સામર્થ્ય છે. સ્વત: સ્વભાવ છે, સહજ તાકાત છે. જડ પરમાણુમાં પણ એક સમયમાં આખા બ્રહ્માંડમાં જવાની તાકાત છે, તો જ્ઞાનની તાકાતનું શું કહેવું? જેનો જે સ્વભાવ હોય તેમાં મર્યાદા ન હોય.
સમ્યગ્દષ્ટિ ચંડાલ હો તોપણ તે દેવ દ્વારા પૂજવા યોગ્ય છે. અલ્પકાળમાં તે ચારિત્ર લઈને મુક્તિ પ્રગટ કરશે. અને સ્વદ્રવ્યની દષ્ટિ વિનાનો ભલે નવમી રૈવેયકનો દેવ હોય તોપણ તે પૂજ્ય નથી. માટે જ કહ્યું છે કે સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ ભલો છે અને સમ્યગ્દર્શન વિના સ્વર્ગનો વાસ પણ ભલો નથી. સમ્યગ્દર્શન થયું તેનો તો મોક્ષ થઈ ગયો.
સમ્યગ્દર્શન થતાં અનાદિના અજ્ઞાન અંધકારનો નાશ થઈને જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. સમ્યગ્દષ્ટિને “સબ આગમભેદ સુ ઉર બસ” બધા આગમનો સાર જ્ઞાનમાં આવી જાય છે. બહાર ક્યાંય શોધવા જવું પડતું નથી.
અજ્ઞાનદશામાં જે સંસાર પ્રિય લાગતો હતો, તે જ સંસાર સમ્યગ્દર્શન થતાં ત્યાગવા યોગ્ય દેખાવા લાગ્યો. ઈન્દ્રિયસુખની રુચિ પણ ટળી ગઈ. ત્રણલોકના ઈન્દ્રિયસુખનો દષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો.
સમ્યગ્દર્શન થતાં જીવ અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ આદિ સંપત્તિનો સ્વામી બની જાય છે અને તે અનંતગુણનો અંશ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. પછી તે પરચીજનો માલિક થતો નથી. મિથ્યાત્વદશામાં શરીર અને પારદ્રવ્યમાં અહંકાર, મમકાર કરતો તે હવે આત્મામાં અહંકાર અને તેના ગુણોમાં મમકાર કરવા લાગ્યો.
ચૈતન્યરવિ-સમ્યકત્વસૂર્ય ઊગતાં મિથ્યાત્વ અંધકાર ટળી જાય છે. મિથ્યાત્વદશામાં સદા ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના નાશ માટે ઉદ્યમી રહેતો હતો તે હવે ઈષ્ટ-અનિષ્ટની દૃષ્ટિ છોડીને સ્વભાવપ્રાપ્તિનો ઉદ્યમી થઈ જાય છે. દષ્ટિએ ગુલાંટ ખાધી ત્યાં બધું બદલાઈ ગયું. તેની મહિમા કેમ કરવી? સમ્યગ્દષ્ટિ ગૃહસ્થદશામાં પણ ક્યાંય લખાઈ જતો નથી, અંદરથી વેરાગી રહે છે અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૧૯૩ ભેદવિજ્ઞાનને ભાવે છે અને ધીરે ધીરે નિર્મળ થતો મુનિ થઈને કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. સમ્યગ્દર્શન તે જ સાચો મિત્ર છે, જે સંસારના દુઃખથી છોડાવી નિર્વાણ પહોંચાડી દે છે.
હવે અહીં આત્માનુશાસનનો દાખલો આપે છે કે સમ્યગ્દર્શન વિના શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર આદિ બધું પથ્થર-કાંકરા સમાન તુચ્છ છે અને એ જ શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર આદિ સમ્યગ્દર્શન સહિત હોય તો તેની કિંમત મહારત્ન સમાન થઈ જાય છે.
આમ મૂળ કિંમત સમ્યગ્દર્શનની છે તેથી સમ્યગ્દષ્ટિ જ મુખ્ય છે, પંડિત છે અને જગશ્રેષ્ઠ છે. આથી ધર્મના મૂળ તરીકે સમ્યગ્દર્શન સિવાય બીજી કોઈ ચીજ મહિમાવંત નથી.
oooooooooooooooooooooooooooooooooooo
* જીવનકે ક્ષણભંગુર હોને સે હી સંસારકી સુખદાયક વસ્તુઓકા કોઈ મૂલ્ય નહીં હૈ. ઈસીસે ઈન્દુ ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોંકે યૌવન ન ઢલતા હોતા, યદિ રાજાઓંકી વિભૂતિ બિજલીકે સમાન ચંચલ ન હોતી, અથવા યદિ યહુ જીવન વાયુસે ઉત્પન્ન હુઈ લહરોકે સમાન ચંચલ ન હોતા તબ કૌન ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્રકે દ્વારા ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા!
(શ્રી સુભાષિતરત્નસંદોહ)
ooooooooooooooooooooooooooooooooooooo
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[ પ્રવચન નં. ૩૭] અબંધસ્વભાવી નિજ-પરમાત્માની દષ્ટિ વડે
કર્મબંધનનો ક્ષય કર [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૭-૭-૬૬]
આ શ્રી યોગસારજી શાસ્ત્ર ચાલે છે. ૯૧ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કેઆત્મામાં સ્થિરતા કરવી એ જ સંવર-નિર્જરાનું કારણ છે.
अजरु अमरु गुण-गण-णिलउ जहि अप्पा थिरु ठाइ । सो कम्मेहिं ण बंधियउ संचिय-पु व विलाई ।। ९१।। અજર, અમર, બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય;
કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧. જુઓ! શું કહે છે મુનિરાજ? આત્મા અજર અમર છે. અમર એટલે શાશ્વત ધ્રુવ અકૃત્રિમ-અણકરાયેલી ચૈતન્યમૂર્તિ છે. તેને કદી જીર્ણતા લાગુ પડતી નથી અને તેનું કદી મરણ પણ થતું નથી. આત્મા અનાદિ અનંત અજન્મ અને અમરણ સ્વભાવી છે. એવા ગુણસ્વભાવી આત્મામાં જે સ્થિર થાય છે તે મુક્ત થાય છે.
અનાદિથી જીવ પુણ્ય-પાપના રાગ અને વિકલ્પમાં સ્થિર હોવાથી તેને કર્મોનું બંધન છે. પણ જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રતીતિ કરીને તેમાં સ્થિર થાય છે તેને નવા કર્મ બંધાતા નથી અને જાના કર્મોનો નાશ થઈ જાય છે.
અહીં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણેય લઈ લીધા છે. આત્મા ધ્રુવ પોતે અજર-અમર છે. તેમાં દષ્ટિ-જ્ઞાન-સ્થિરતા કરતાં કર્મ રહિત નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે અને પૂર્વની અશુદ્ધ અવસ્થાનો નાશ થાય છે. નિર્મળતાનો ઉત્પાદ, મલિનતાનો વ્યય અને ધ્રુવ તો પોતે ત્રિકાળ છે. આવા ઉત્પાદ-વ્યય તે ધાર્મિક ક્રિયા છે. જૈનધર્મની આ ક્રિયા છે. ચૈતન્યબિંબ ધ્રુવ સ્વભાવ સત્તામાં રુચિ કરીને તે રૂપ પરિણતિ કરીને સ્થિર થવું તે સંવર નિર્જરારૂપ જૈનધર્મની ધાર્મિક ક્રિયા છે. લાખો શાસ્ત્રો લખવાનો હેતુ સાર આ ક્રિયા કરવાનો છે.
ભગવાન આત્મા જન્મ-મરણ રહિત અવિનાશી છે. શરીરના સંયોગને લોકો જન્મ કહે છે અને શરીરના વિયોગને મરણ કહે છે. આત્મા તો અનાદિ અનંત છે, જન્મ-મરણથી રહિત છે. આત્મા અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્યગુણ (કે જે ગુણ બધા દ્રવ્યમાં હોય) અને જ્ઞાન-દર્શન આદિ વિશેષ ગુણોથી સહિત છે. આત્મા સામાન્યવિશેષ ગુણોનો મોટો સમૂહ છે, તેમાં એકાગ્ર થતાં સંવર-નિર્જરા પ્રગટ થાય છે. આત્મામાં એક આનંદ નામનો વિશેષ ગુણ છે અને તે ગુણ આત્માની સર્વ ાલતોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૧૯૫
છે, તો પછી પ્રશ્ન ઊઠે કે આનંદ કેમ થતો નથી? તો તેનું કારણ એ છે કે અજ્ઞાનદશામાં જીવની રુચિ પુણ્ય-પાપ આદિમાં છે તેથી આનંદગુણનું પરિણમન દુઃખરૂપે થાય છે. કોઈપણ ગુણની પર્યાય એક સમય પણ ન હોય એમ ત્રણકાળમાં કદી બનતું નથી. માટે આનંદગુણની પર્યાય તો દરેક સમયે હોય છે પણ તે અજ્ઞાનદશામાં દુઃખરૂપે છે અને સ્વભાવની શ્રદ્ધા થતાં આનંદગુણની પર્યાય પણ મુખ્યપણે આનંદ- રૂપે પરિણમે છે, ગૌણપણે સાધકને દુઃખ છે પણ તે વાત અહીં ગૌણ છે.
અનંતગુણ સમુદાય આત્માની અંતર્મુખ ષ્ટિ વડે શ્રદ્ધા-ભરોસો-વિશ્વાસ કરતાં આત્માના બધા ગુણોનું અંશે વ્યક્ત પરિણમન સમ્યગ્દર્શનની સાથે જ થઈ જાય છે. કેમ કે સમ્યગ્દર્શન આખા-પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ કરે છે તેથી દ્રવ્યમાં રહેલાં અનંત ગુણોનું પરિણમન પણ અંશે નિર્મળ થઈ જાય છે.
ભગવાન આત્મા પ્રગટ દ્રવ્ય છે. પ્રગટ એટલે ‘છે’ અને છે તે અસ્તિત્વવાળું-સત્તાવાળું તત્ત્વ છે તો એ સત્ તત્ત્વના ગુણો પણ સત્-શાશ્વત છે. આત્મા અજર-અમર છે તો તેના ગુણ પણ અજર-અમર છે અને ગુણ અજર-અમર છે તો દ્રવ્ય અજર-અમર છે.
મૂળ વાત તો એ છે કે જીવે આ તત્ત્વનો કોઈ દિવસ વિશ્વાસ કર્યો નથી. ભગવાન આત્માને પોતાની શ્રદ્ધાની સરાણે ચડાવ્યો નથી. જો શ્રદ્ધામાં આત્માને લે તો તો એક સેકંડના અસંખ્યાતમાં ભાગમાં અનંતગુણોની અંશે વ્યક્ત પર્યાય પ્રગટ થઈ જાય.
અજ્ઞાનદશા વખતે પણ આત્માને શરીર અને કર્મથી રહિત જુઓ તો આત્મા શુદ્ધ જ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ તો આસ્રવતત્ત્વ છે, તે જ્ઞાયકતત્ત્વથી ભિન્ન તત્ત્વ છે અને શરીર તથા કર્મ તો તદ્દન ભિન્ન અજીવતત્ત્વ છે. આસવ પણ અનિત્ય તાદાત્મ્યની અપેક્ષાથી આત્મા સાથે એકરૂપ દેખાય છે પણ નિત્ય તાદાત્મ્યભાવની અપેક્ષાએ તો તે પર્યાય પણ સંયોગીક છે-૫૨દ્રવ્ય છે. કર્તાકર્મ-અધિકા૨ની ૬૯-૭૦ ગાથામાં પણ આ વાત લીધી છે. કેમ કે એ આત્માનું સ્વરૂપ નથી.
વર્તમાનમાં જ આત્મા શરીર, કર્મ અને આસ્રવથી ભિન્ન છે તો તેનાથી ભિન્ન દષ્ટિ કરતાં શુદ્ધ આત્મા અનુભવમાં આવી શકે છે. જેમ માટીવાળા પાણીને, પાણીના સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો પાણી શુદ્ધ જ દેખાય છે. મેલપ છે એ તો માટીનો ભાગ છે, પાણીનો નહિ. તેમ વર્તમાનમાં આત્મા શુભાશુભ ભાવો સહિત છે તેને ભેદવિજ્ઞાનની શક્તિથી શ૨ી૨, કર્મ અને શુભાશુભ-રાગાદિથી રહિત જોઈ શકાય છે.
રાગાદિ ભાવો થવા તે આત્માનો અપરાધ છે, તે ભગવાન આત્માના સ્વભાવથી વિરૂદ્ધ છે માટે તે હેય છે. હવે તેને હૈય કહ્યા તો ઉપાદય શું? તો કહે છે-શુદ્ધ ભગવાન જ્ઞાયકભાવ ઉપાદેય છે. શરીરાદિ પરદ્રવ્ય તો જ્ઞેય છે અને રાગાદિ આત્માની અવસ્થામાં હોવા છતાં દુ:ખરૂપ ભાવ છે માટે હૈય છે, આશ્રય કરવા લાયક નથી. એ જ્ઞેય અને હૈય ભાવોથી રહિત નિર્મળ શુદ્ધાત્મા ઉપાદેય છે.
દરેક પાસે વર્તમાનમાં પણ દૃષ્ટિ તો છે-નજર તો છે પણ તે નજરમાં રાગ અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬]
વિકારને જ દેખે છે. નિજસ્વભાવથી વિરૂદ્ધ ક્ષણિક વિકૃત અવસ્થાને દેખે છે તે જ દષ્ટિમાં રાગાદિ રહિત ભગવાનને જુએ તો ભગવાન શુદ્ધ જ દેખાય છે. ભગવાન ક્યાં અજાણ્યો છે? ક્યાં જ્ઞાન વિનાનો છે તો તેને બીજા દ્વારા જણાય? પોતે જ પોતાને જાણી શકે છે–દેખી શકે છે.
દ્રવ્ય તો રાગ સાથે એત્વ પામતું નથી પણ દ્રવ્યની દષ્ટિ થતાં દષ્ટિ પણ રાગ સાથે એકત્વ કરતી નથી. દષ્ટિ શુદ્ધ સંવર-નિર્જરારૂપ થઈ તે આસ્રવ-બંધરૂપે કદી ના થાય. આ શ્રદ્ધા અને જ્ઞાનના બળથી સમ્યગ્દષ્ટિ સ્વભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે અને એ સ્થિરતા થવી તે જ સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે. બાકી વર્ષીતપ આદિ ક્રિયા મોક્ષમાર્ગ નથી. | સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવકાળે ધર્મીને ઘણી ઘણી નિર્જરા થાય છે. લોકો કહે છે કે શાસ્ત્રના સ્વાધ્યાયમાં નિર્જરા થાય છે પણ ભાઈ ! પરાશ્રયે નિર્જરા ક્યાંથી થાય? નિર્જરા તો સ્વરૂપમાં સ્થિરતા કરવાથી જ થાય.
શ્રોતા :- અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે હું મારી પરિણતિની વિશુદ્ધતા માટે આ ટીકા રચું છું. તો અહીં ટીકા લખવાથી નિર્જરાની વાત તો આવી?
- પૂજ્ય ગુરુદેવ :- અરે ભાઈ ! તેનો અર્થ સમજવો જોઈએ. નિર્જરા તો સ્વરૂપસ્થિરતાથી જ થાય છે. ટીકા લખવાના વિકલ્પથી ભિન્ન આચાર્યનું ઘોલન અંદરમાં ચાલી રહ્યું છે તેનાથી નિર્જરા થાય છે.
ચોથા ગુણસ્થાનથી સ્વરૂપાચરણ ચારિત્ર શરૂ થઈ જાય છે. ન્યાયથી જ વાત છે. શુદ્ધ સ્વભાવની દષ્ટિ થતાં અંશે સ્થિરતા થાય છે. સમ્યગ્દષ્ટિ થતાં મિથ્યાત્વનો નાશ અને સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે તેમ અનંતાનુબંધીનો નાશ થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે.
જેમ અબજપતિની દુકાને મુનિમ પણ બુદ્ધિશાળી, મોટો પગારદાર હોય, ઘાંચી જેવો ન હોય. તેમ આ તો સર્વજ્ઞની પેઢી! ધર્મના મૂળ ધણી એવા સર્વજ્ઞની દુકાને બેસનારે બહુ જવાબદારી સમજવી જોઈએ. આડી-અવળી ન્યાય વગરની વાત અહીં ન ચાલે. પ્રભુનો વીતરાગમાર્ગ-ન્યાયમાર્ગ છે.
કોઈ એમ માને છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય. તો ભાઈ ! સમ્યકત્વ થતાં અનંતગુણના અંશ પ્રગટ થાય છે, તેમાં અનંતાનુબંધી કષાયનો નાશ થતાં શું પ્રગટ થયું? અંશે અકષાયભાવ પ્રગટ થાય છે તે જ સ્વરૂપાચરણ ચારિત્ર છે. વસ્તુસ્થિતિ જ આમ છે ત્યાં વાદવિવાદનો અવકાશ જ નથી.
આહાહા...અનંતકાળમાં માંડ આવો અવસર મળ્યો છે. નિગોદથી નીકળી પંચેન્દ્રિય થવું જ દુર્લભ છે ત્યાં મનુષ્યપણું મળવું અને યથાર્થ વાત કાને પડવી અને તેની રુચિ થવી એ તો મહા...હા..મહાદુર્લભ છે.
ચોથા ગુણસ્થાનની વાત આગળ થઈ ગઈ. હવે પાંચમાં ગુણસ્થાનની વાત કરે છે કે અહીં સ્વરૂપમાં સ્થિરતાની વૃદ્ધિ થાય છે અને અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે.
ભગવાન અક્રિય શુદ્ધબિંબ તે નિશ્ચય છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય થાય છે તે ભેદરૂપ છે માટે તેને અહીં વ્યવહાર કહી છે. મોક્ષમાર્ગની પર્યાયના આશ્રયે મોક્ષમાર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૧૯૭ થતો નથી. નિશ્ચય શુદ્ધબિંબ દ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ થાય છે માટે શુદ્ધપર્યાયને વ્યવહાર કહી છે.
પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવકને સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પણ શાંતિ વધી જાય છે. જ્ઞાન વિશેષ નથી પણ સ્થિરતા વધી ગઈ છે તેથી શાંતિ વિશેષ છે. જેને (– આત્માને) દષ્ટિમાં પકડયો અને તેમાં આગળ વધ્યો તેને હવે શું બાકી રહે ? શ્રાવકને પડિમા હોય છે એ તો વ્યવહાર છે પણ અંદરમાં સ્થિરતાના અંશો વધે છે એ ખરેખર પડિમા છે. આગળ વધતાં છઠ્ઠી પ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિરતા વિશેષ વધી જાય છે અને પ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં છઠ્ઠાથી પણ વિશેષ સ્થિરતા વધી જાય છે-એમ વધતાં-વધતાં બારમાં ગુણસ્થાનમાં વીતરાગતા થતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય છે.
ભાઈ ! આ તત્ત્વ તો ધીરજથી સમજાય તેમ છે પક્ષથી કે આગ્રહથી આ વાત ના સમજાય. એક આત્માની લગની લાગી હોય તેને જ આ સમજાય. ઇષ્ટોપદેશમાં કહ્યું છે કે તું એક આત્મા સંબંધી જ પ્રશ્ન પૂછ! તેનો જ ઉત્તર માંગ. માત્ર જાણવાના વિષયમાં આગળ વધીને શું કરીશ ? આત્માને તો પહેલાં સમજી લે !' મોક્ષના પ્રેમીનું એ કર્તવ્ય છે કે આત્મા સંબંધી જ પ્રશ્ન કરે. આત્માની સમજણ વગર ધ્યાન પણ વ્યર્થ છે.
હવે ૯૨ મી ગાથામાં મુનિરાજ યોગસારની વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે જે આત્મામાં લીન છે તે જીવ કર્મોથી બંધાતો નથી.
जइ सलिलेण ण लिप्पियइ कमलणि-पत्त कया वि । तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प-सहावि ।। ९२।। પંકજ જ્યમ પાણી થકી, કદાપિ નહિ લેપાય;
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ. ૯૨. ગાથામાં એક શરત મૂકી દીધી છે કે જો તું એક આત્માની પ્રીતિ કર, રતિ કર, રુચિ કર તો તું અવશ્ય કર્મોથી છૂટીશ અને નિર્વાણ પામીશ. સમયસારમાં નિર્જરા અધિકારની ૨૦૬ ગાથામાં લીધું છે કે “તું આત્માની પ્રીતિ કર, આત્મામાં સંતુષ્ટ થા, તેમાં જ તૃતિ પામ, તને ઉત્તમ સુખ થશે.
લોકો વ્રત, ભક્તિ પૂજા, સિદ્ધગીરીના દર્શન વગેરેથી લાભ માને છે અને આત્માની વાતથી ભડકે છે. પણ ભાઈ ! સિદ્ધગીરી તું પોતે જ છો, તું તારા દર્શન કર ને! તારો ભગવાન અનંતી સિદ્ધ પર્યાયને અંતરમાં રાખીને બેઠો છે એ સિદ્ધગીરી ઉપર ચડ તો તારી જાત્રા સફળ થશે. શત્રુનો જય કરનારો શત્રુંજય પણ તારો ભગવાન આત્મા છે તેની યાત્રા કર ! અશુભથી બચવા શુભભાવ આવે. ન આવે એમ નથી પણ અંતરમાં નક્કી નિર્ણય રાખજે કે સ્વાશ્રય વિના કદી મુક્તિ નથી, કલ્યાણ નથી.
ગાથામાં દાંત આપ્યું છે કે જેમ કમલિનીનું પત્ર કદાપિ પાણીથી લેપાતું નથી. તેમ જે આત્મસ્વભાવમાં લીન છે તે કર્મોથી લપાતો નથી. આત્મામાં લીન એવો ભવ્યજીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮]
મોક્ષમાર્ગી છે, તેણે જ રત્નત્રયની એકતા ધારણ કરી છે. એ ભવ્યજીવ વીતરાગસ્વભાવમાં લીન હોય છે અને રાગ-દ્વેષથી ભિન્ન હોય છે, તેથી કર્મોથી બંધાતા નથી.
વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા અને તેમાંથી ઉત્પન્ન થયેલો વીતરાગભાવ બંધનો નાશ કરનાર છે. સમ્યગ્દર્શન પણ અંશે વીતરાગભાવ છે. તેથી જ સમ્યગ્દષ્ટિને ૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ જે કર્મોથી તે બંધાતો નથી તે જ કર્મોથી પરદ્રવ્યની અહંબુદ્ધિ કરનારો અજ્ઞાની બંધાય છે. અનંત સંસારને વધારનારા ચીકણાં કર્મોથી બંધાય છે, જ્ઞાની બંધાતા નથી.
અહીં સમયસારના છેલ્લાં કળશનો આધાર આપ્યો છે. ધર્મીની દષ્ટિ અને દષ્ટિના વિષયમાં રાગ-દ્વેષ-મોહ નથી તેથી કહ્યું છે કે ધર્મને રાગ-દ્વેષ-મોહ હોતાં જ નથી. તેથી ધર્મીને કર્મોનો બંધ થતો નથી અને સ્વભાવમાં રમણતાને લીધે વીતરાગતા વધતી જાય છે અને અસ્થિરતાનો જે રાગ છે તે ઘટતો જાય છે.
આમ, સાર એ કહ્યો કે અબંધસ્વભાવના દષ્ટિવંત ધર્મીને બંધ હોતો નથી.
HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT
* જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસા સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી.
(શ્રી પદ્મનંદી-પંચવિંશતિ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૯૯ [ પ્રવચન નં. ૩૮] અતીન્દ્રિય સુખનો સાગરઃ નિજ-પરમાત્મા [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૯-૭-૬૬] આ શ્રી યોગસાર નામનું શાસ્ત્ર છે. તેની ૯૩ મી ગાથા ચાલે છે. શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે કે શમસુખભોગી જ નિર્વાણનું પાત્ર છે.
जो सम-सुक्ख-णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ । कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।। શમ-સુખમાં લીન જે કરે, ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીધ્ર લહે શિવલાસ. ૯૩. આ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે અને શરીર, કર્મ અને પુણ્ય-પાપ આદિ વિકારથી રહિત છે. આવા આત્માનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે ધર્મી છે. હિંસા, જૂઠું, ચોરી આદિના ભાવ તે પાપ છે અને દયા-દાન આદિના ભાવ તે પુણ્યભાવ છે, તેનાથી પણ રહિત અંદર શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા બિરાજે છે તેની અંદરમાં રુચિ થવી અને તેનો અનુભવ કરવો તે ધર્મ છે.
ઝીણી વાત છે ભાઈ ! કેટલાકે તો આવી વાત ક્યારેય સાંભળી પણ ન હોય. જેવો સિદ્ધમાં આનંદ છે એવો આ આત્માના અંતરિસ્વરૂપમાં આનંદ છે. અનાદિથી મિથ્યાષ્ટિ જીવ આવા આનંદસ્વરૂપને ભૂલીને શુભાશુભ વિકાર જ મારું સ્વરૂપ છે અને પદ્રવ્યમાં મારું સુખ છે એવી મિથ્યા માન્યતા સેવી રહ્યો છે, તેને સર્વજ્ઞ પરમેશ્વર કેવળજ્ઞાની ભગવાન કહે છે કે ભાઈ ! પરદ્રવ્ય તારી ચીજ નથી અને પુણ્ય-પાપ એ પણ વિકાર છે, કૃત્રિમ ઉપાધિ-મેલ છે. તે તારી ચીજમાં નથી. તું તો અતીન્દ્રિય સુખનો સાગર છે.
અનંતકાળમાં અજ્ઞાની જીવ ત્યાગી થયો, ભોગી થયો, રાજા થયો, રંક થયો, રોગી થયો, નિરોગી થયો, અનંતા ભવભ્રમણ કર્યા પણ કોઈ દિવસ આત્મા શું છે અને આત્મામાં શું છે તેનો વિચાર ન કર્યો.
પરમેશ્વર વીતરાગદેવે ફરમાન કર્યું છે કે ભાઈ ! અમને જે શમ-સુખસ્વરૂપ વીતરાગી આનંદ પ્રગટયો છે તે અતીન્દ્રિય આનંદ તારી વસ્તુમાં પણ પડ્યો છે. આત્મા ધર્મી છે અને અતીન્દ્રિય જ્ઞાન આનંદ આદિ તેના ધર્મો છે, પણ આ જીવે અનંતકાળમાં એક સેકંડ પણ પોતાના ધર્મોની રુચિ કરી નથી અને પુણ્ય-પાપની રુચિ છોડી નથી.
જેણે એકવાર પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો-આનંદના વેદનપૂર્વક ધર્મની જેણે શરૂઆતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે જીવ જ્ઞાની અને ધર્મી છે, આવા ધર્મી ભલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
|
૨૦૦] છખંડના રાજા ચક્રવર્તી છે કે સ્વર્ગના ઇન્દ્ર છે પણ તેઓ સ્વભાવ સિવાય બહારમાં ક્યાંય સુખ માનતા નથી. આવા જ્ઞાની શમ-સુખમાં લીન થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે.
પુણ્ય-પાપભાવની રુચિ છોડીને જે અંતરના શ્રદ્ધા જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ લે છે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય તોપણ ધર્મી છે.
કેવલપરંતો ધમ્મો શરણે” એવા ગડિયા તો લોકો સવાર સાંજ બોલી જાય છે ને! એ કેવળીભગવાન સર્વજ્ઞદેવ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં આ વાત કહે છે કે ભાઈ ! તે અનંત કાળથી પરિભ્રમણ કર્યું તેનું એક જ કારણ છે કે તને અતીન્દ્રિય આનંદસ્વભાવની અરુચિ અને પુણ્ય-પાપભાવની રુચિ પડી છે.
જે સિદ્ધભગવાન થયા એ ક્યાંથી થયા? એ નિર્દોષ દશા લાગ્યા ક્યાંથી? શું એ બહારથી આવે છે? અરે ! સ્વભાવમાં છે તે પ્રગટ થાય છે, બહારથી કાંઈ આવતું નથી. લીંડીપીપરનો દાખલો આપીએ છીએ કે લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ અને લીલો રંગ અંદરમાં છે તે ઘૂંટવાથી પ્રગટ થાય છે, કાંઈ પથ્થરમાંથી તે તીખાશ અને રંગ આવતા નથી, જો એમ હોય તો તો કાંકરા ઘસવાથી પણ તીખાશ આવવી જોઈએ, પણ એમ નથી. પ્રાસની પ્રાપ્તિ છે, પીપરમાં શક્તિ છે તે બહાર આવે છે. કુવામાં પાણી છે તો અવેડામાં આવે છે, તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદ અને સર્વજ્ઞપદ પડ્યું છે તે તેમાં લીન થતાં પ્રગટ થાય છે. વીતરાગી વકીલ એવા સર્વજ્ઞદેવની એક એક વાત ન્યાયથી ભરેલી છે.
- લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદ ભર્યો પડ્યો છે એવી ધર્મીને ભરોંસો આવી ગયો છે તેથી તેને સ્ત્રી, કુટુંબ, રાજપાટમાં કે પુણ્ય-પાપમાં ક્યાંય આનંદ દેખાતો નથી, ક્યાંય સુખ લાગતું નથી.
લોકોને એમ લાગે કે કોણ જાણે આ તે પણ વાત શું વાત કરે છે? પણ પ્રભુ! તું અરૂપી પણ અતીન્દ્રિય આનંદનું દળ છો જેમ એક ઠંડી બરફની સાડાત્રણ હાથની શીલા હોય તો તેમાં જેમ ચારે બાજુ ઉપર-નીચે, મધ્યમાં બધે ઠંડુ..ઠંડુ...ઠંડું જ ભર્યું છે, તેમ આ આત્મા દેહવ્યાપક પણ દેહથી ભિન્ન અતીન્દ્રિય આનંદની શીલા છે, પણ જીવોને બરફની શીલાનો વિશ્વાસ આવે છે પણ પોતાની અતીન્દ્રિય આનંદની પાટનો વિશ્વાસ આવતો નથી; આવા આત્માનો જ્યાં સુધી વિશ્વાસ ન આવે, અંતરજ્ઞાન અને અનુભવ ન થાય ત્યાં સુધી તેને ધર્મની ગંધ પણ આવી નથી.
એક એક ગાથામાં મહાસિદ્ધાંત-મહામંત્ર ભર્યા છે. “શમ-સુખમાં લીન જે રહે” એટલે પુણ્ય-પાપ ભાવ છે તે વિષમ છે, દુઃખરૂપ છે, તેનાથી વિરુદ્ધ સુખરૂપ એવા શમસુખમાં જે લીન થાય છે–અતીન્દ્રિય આનંદમાં રુચિ જમાવે છે અને વારે અભ્યાસ કરે છે તેને સંવર-નિર્જરા થાય છે.
હાથમાં પુસ્તક છે ને! જે વંચાય તેની મેળવણી કરતી જવી જોઈએ. નામાની ચોપડી એકબીજા મેળવે છે ને ! તેમ અહીં પણ પુસ્તક પાસે જોઈએ. માખી જેવા પ્રાણીને પણ ફટકડી ફીકી લાગે છે અને સાકર મીઠી લાગે છે તો સાકર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
તેનો
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૨૦૧ ઉપરથી માખી ખસતી નથી તેમ પુણ્ય-પાપના ભાવ ફટકડી જેવા ફીક્કા-દુ:ખરૂપ છે અને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ સાકરના ગાંગડાની જેમ ધર્મીને મીઠા લાગે છે તેથી ધર્મી તેમાં લીન થાય છે. શરીર તો અજીવતત્ત્વ છે અને પુણ્ય પાપ એ આસ્રવતત્ત્વ છે તેનાથી રહિત હું તો જીવતત્ત્વ છું એવા દષ્ટિવંત ધર્મી પોતાના શમસુખમાં લીન થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે.
શમ-સુખમાં લીનતા કહીને મુનિરાજ કહેવા માગે છે કે નિર્વાણના ઉપાયમાં કષ્ટ નથી. મોક્ષના ઉપાયમાં દુઃખ નથી. કષ્ટ-દુઃખ સહન કરવામાં તો આકુળતા છે, મોક્ષમાર્ગમાં આકુળતા ન હોય. મોક્ષમાર્ગમાં તો શમસુખમાં લીનતારૂપ સુખ હોય. વીતરાગમાર્ગ તો ન્યાયમાર્ગ છે. ન્યાયથી વીતરાગદેવ કહે છે કે આ આત્મા અનાદિકાળથી પોતાના આત્માને ભૂલીને જેટલાં પુણ્ય-પાપ ભાવ કરે છે તેનાથી તે દુ:ખી છે, અજ્ઞાની તેનાથી પોતાને સુખી માને છે. ગાંડાની હોસ્પીટલમાં એક ગાંડો બીજાને ડાહ્યો કહે તેથી શું એ ડાહ્યો થઈ જાય? તેમ અજ્ઞાની કરોડપતિને સુખી કહે તેથી શું એ સુખી છે?
સમ્યગ્દર્શન થતાં જ્ઞાની આત્માના અતીન્દ્રિય આનંદમાં લલચાયા છે. અહીં આનંદ છે.અહીં આનંદ છે...અહીં આનંદ છે-એમ કરીને વારંવાર આત્માના અનુભવનો જ્ઞાની અભ્યાસ કરે છે અને તેથી કર્મનો નાશ કરીને શીધ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે.
એક ગાથામાં નવેય તત્ત્વ સમાવી દીધા છે. જ્ઞાનીની નજરમાં નવેય તત્ત્વ તરવરે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ તે એક જીવતત્ત્વ, કર્મ શરીરાદિ તે અજીવ તત્ત્વ, આત્મામાં પુણ્ય-પાપભાવ થાય તે આસ્રવતત્ત્વ અને આત્માની દૃષ્ટિ અને અનુભવ કરવો તે સંવર-નિર્જરાતત્ત્વ અને એ સંવર-નિર્જરા ઉત્કૃષ્ટ થઈ જાય ત્યારે પૂર્ણાનંદ પ્રગટ થાય તે મોક્ષતત્ત્વ-આમ નવેય તત્ત્વ અહીં આવી ગયા.
અરે ભગવાન! જીવોને વીતરાગનું કહેલું તત્ત્વ સાંભળવા પણ મળે નહિ ત્યાં એ સમજે ક્યારે, રુચિ ક્યારે કરે અને અનુભવ ક્યારે થાય? સમજણ વગર અનંતાનંત ભવ જીવે કર્યા. કાગડા, કૂતરાના ભવમાંથી માંડ અનંતકાળે મનુષ્યપણું મળે તો તેમાં પણ આ વાત ન સમજે એટલે ફરી એની એ જ દશાને પ્રાપ્ત થાય છે.
વર્તમાનકાળમાં મહાવિદેહમાં સીમંધરપ્રભુ બિરાજે છે. કરોડપૂર્વનું તેમનું આયુષ્ય છે. મુનિસુવ્રત ભગવાનના સમયમાં થયા છે અને આવતી ચોવીશીના ૧૩મા તીર્થંકર થશે ત્યારે સીમંધર ભગવાનનો નિર્વાણ થશે. તેમના સમવસરણમાં અત્યારે લાખો કેવળી, ગણધરો, મુનિવરો બિરાજે છે. ઈન્દ્રો ઉપરથી ભગવાનની વાણી સાંભળવા આવે છે. એ જ આ વાણી છે, સંતોની પણ એ જ વાણી છે.
આત્માના અતીન્દ્રિય આનંદ-શાંતિનો અનુભવ કરવો તેને ભગવાન મોક્ષમાર્ગ કહે છે અને પુણ્ય-પાપભાવ તે બંધમાર્ગ છે. જીવોને આ તત્ત્વનો નિર્ણય કરવાનો માંડ કરીને આ મનુષ્યપણામાં અવસર મળ્યો છે તેને જે ગુમાવી દે છે એવા મનુષ્યો અને નિગોદના જીવમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨] કાંઈ ફેર નથી. જેને આત્માની દૃષ્ટિ અને અનુભવ નથી તેને માણસનું શરીર હો કે નિગોદનું શરીર હો તેમાં કાંઈ ફેર નથી. કેમ કે એકેયમાં તેના આત્માને લાભ નથી.
“શમ-સુખ એક શબ્દમાં પણ મુનિરાજે કેટલાં ભાવ ભર્યા છે! શમ-સુખમાં લીન એવો ચક્રવર્તી હોય તે જાણે છે કે આ બહારના સ્વાદ તે મારા નહિ રે નહિ. મારા સ્વાદ તો અંદરમાં છે. જરી રાગ છે તેથી છ ખંડના રાજમાં પડયા છે, પણ સ્વભાવના આનંદને એ ભૂલતા નથી. જેમ નટ દોરી ઉપર નાચતો હોય પણ તે ભૂલે નહિ કે મારા પગ દોરી ઉપર છે, ભૂલે તો પડી જાય. તેમ ચક્રવર્તીને સુંદર રૂપવાળી ૯૬OOO તો રાણીઓ છે, ઇન્દ્ર તો જેનો મિત્ર છે, હીરા-માણેકના સિંહાસન છે, વૈભવનો પાર નથી પણ તેમાં ફસાઈને એ સ્વભાવના આનંદને ભૂલતા નથી. તેની રુચિ તો સ્વભાવમાં જ પડી છે, તેનું જ નામ સમ્યગ્દષ્ટિ છે.
લોકો કહે છે કે જેમ પરીષહુ વધારે સહન કરે તેમ વધારે લાભ. અરે ! પરીષહું સહન કરવા એ તો દુઃખ છે તેમાં લાભ કેવો? જ્ઞાનીને સ્વભાવના ઉલ્લસિત વીર્ય અને અતીન્દ્રિય આનંદ આગળ બહાર લાખ પ્રતિકૂળતા હોય તો પણ તેને ય તરીકે જાણે છે. બહારમાં મને કોઈ પ્રતિકૂળ નથી તેમ કોઈ અનુકૂળ પણ નથી. મને તો મારા વિકારી ભાવ પ્રતિકૂળ છે, અનિષ્ટ છે અને દુઃખરૂપ છે અને મારો સ્વભાવ મને અનુકૂળ છે તેમ જ્ઞાની જાણે છે. માટે દુઃખ સહન કરવું તે મોક્ષનો ઉપાય નથી પણ ચંદનની શીતળ શિલા જેવા અતીન્દ્રિય સ્વભાવની શાંતિ અને સુખનું વેદન કરવું તે મોક્ષનો ઉપાય છે.
જેમ દરિયામાં કાંઠે ભરતી આવે છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો મોટો દરિયો છે તેની દષ્ટિ અને એકાગ્રતા કરતાં વર્તમાન પર્યાયમાં આનંદની ભરતી આવે છે. તે મોક્ષનો ઉપાય-મોક્ષમાર્ગ-શમસુખ છે.
ભાઈ ! તારા મારગડાં જુદાં છે બાપા! દુનિયા બીજાને માને તેથી કાંઈ એ વીતરાગનો માર્ગ ન થઈ જાય. વીતરાગનો માર્ગ તો શમ-સુખરૂપ છે. પુણ્ય-પાપ ભાવ તે વીતરાગમાર્ગ નથી. પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આવે તે વીતરાગમાર્ગ છે.
સમ્યગ્દષ્ટિ આત્માના આનંદ આગળ ભોગની વાસનાને કાળા નાગ જેવી દુ:ખરૂપ સમજે છે. હજુ સ્થિરતા નથી તેથી રાગ આવે છે પણ તેમાં એને પ્રેમ અને
નથી, ૩ર લાખ વિમાનનો લાડો સમકિતી ઇન્દ્ર બહારમાં ક્યાંય આનંદ માનતો નથી. આનંદ તો અંદરમાં છે એમ એ માને છે. લોકોને લાગે કે ર હજારો અપ્સરાઓનો ભોગ લે છે પણ તેને અંદરથી દુઃખ લાગે છે, ઉપસર્ગ લાગે છે, રાગ ટળતો નથી, સ્વરૂપ-સ્થિરતાની કચાશ છે તેથી રાગ આવે છે પણ એ રોગ લાગે છેઉપસર્ગ લાગે છે, જ્યારે એ જ ભોગમાં મિથ્યાષ્ટિને મીઠાસ વેદાય છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિમાં આટલો ફેર છે.
સોનાની લગડી ઉપર જુદી જુદી જાતના ચીતરેલાં કપડાં વીંયા હોય પણ લગડી કોઈ દિવસ એ ચિતરામણરૂપે કે કપડાં રૂપે થતી નથી, તેમ ભગવાન સોનાની લગડી છે તેની ઉપર કોઈને સ્ત્રીના, કોઈને પુરુષના, કોઈને હાથીના કે કોઈને કંથવાના શરીરરૂપ કપડાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
ચ
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૨૦૩ વીંટયા છે પણ વસ્તુ ભગવાન ચિદાનંદ આનંદકંદ સદાય તેનાથી ભિન્ન તત્ત્વ છે તે કદી જાતજાતના શરીરરૂપે થતો નથી.
ભાઈ ! તું કોણ? તારી દશા કોણ? તું એટલે અતીન્દ્રિય આનંદનો પિંડ, શરીર, વાણી, મને એ તું નહિ હો ભાઈ ! વિકાર પણ તું નહિ. આનંદ અને શાંતિના જીવનથી ભરેલો તે તું જીવ છો પણ જેમ હરણાની નાભીમાં કસ્તૂરી છે પણ તેની તેને કિંમત નથી, તેમ તું પોતે ભગવાન આત્મા, તારામાં સર્વજ્ઞપદ પડયું છે પણ તેની તને કિંમત નથી.
ભાઈ ! તું વિચાર તો કર કે અનંતા સર્વજ્ઞ થયાં તે સર્વજ્ઞપદ લાવ્યા ક્યાંથી? પીપરમાં તીખાશ આવી ક્યાંથી ? પથ્થરમાંથી આવી કે હતી તેમાંથી પ્રગટ થઈ ? પણ માળાને પોતાનો ભરોસો આવતો નથી. બીડી વગર ચાલે નહિ, દાળ શાક આદિ રસોઈ સારી ન થાય તો ન ચાલે અને જો સારી હોય, દૂધપાક પૂરી હોય તો તો હરખાઈ જાય પણ ભાઈ ! એ તો છ કલાકે વિષ્ટા થઈ જનારી વસ્તુ છે અને શરીર તેને વિષ્ટા બનાવનારો સંચો છે માટે એ બધું માટી ધૂળ છે તેમાં ક્યાંય તારું સુખ નથી ભાઈ !
જેમ સાકર ખાતાં મીઠાશ લાગે, લીમડો ખાતાં કડવો લાગે, મીઠું ખાતાં ખારું લાગે તેમ ભગવાન આત્માનો અનુભવ કરતાં આનંદ આવે. આત્મામાં રમણતાં કરતાં અતીન્દ્રિય આનંદ આવે તે આત્મધર્મ છે.
શ્રોતા - આત્માને ઓળખવા માટે આટલું બધું સમજવું પડે?
પૂજ્ય ગુરુદેવઃ- ધંધામાં કેટલી માથાકૂટ કરે છે! વ્યાજ તો કાઢે પણ ચક્રવર્તી વ્યાજ પણ કાઢે! તેમ આમાં પણ જેમ છે તેમ સમજવું તો પડે નેઆત્મા ગળ્યો થઈને સાકરનો સ્વાદ લેતો નથી. ખારો થઈને મીઠાનો સ્વાદ લેતો નથી. ભિન્ન રહીને જ્ઞાન કરે છે અને પોતાના સ્વભાવમાં તો અભેદ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ લે છે. આ બધું એણે સમજવું પડશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
[પ્રવચન નં. ૩૯] એકવાર “હું પરમાત્મા છું” એવી દષ્ટિ કર [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૦-૭-૬૬] આ શ્રી યોગસાર શાસ્ત્રની ૯૩ મી ગાથા ચાલે છે.
जो सम-सुक्ख णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ । कम्नक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।। શમ-સુખમાં લીન જે કરે, ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીધ્ર લહે શિવલાસ. ૯૩. અહીં આ ગાથામાં આત્મા પોતાના આનંદસ્વભાવને જાણીને વારંવાર આનંદનો અનુભવ કરે તો કર્મનો ક્ષય કરીને નિર્વાણને પ્રાપ્ત થાય એવા ભાવ ભર્યા છે.
જેમ સાકર ખાવાથી મીઠાશનો સ્વાદ આવે, લીમડો ખાવાથી કડવો સ્વાદ આવે અને લવણ ખાવાથી ખારો સ્વાદ આવે, તેમ અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની દૃષ્ટિ અને અનુભવ કરતાં આનંદનો સ્વાદ આવે. કોઈ પણ પદાર્થનો જે સ્વભાવ હોય તેનો સ્વાદ આવે. આત્મા પણ એક અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ વસ્તુ છે પદાર્થ છે, તેમાંથી અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે.
આત્મસ્વભાવની ચિ અને સ્વસમ્મુખ થઈને તેનું જ્ઞાન કરવું અને એ રૂપે પરિણમન કરવું, અનુભવ કરવો તે ધર્મની શરૂઆત-સંવર છે, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પછી અંતર સ્વરૂપમાં વારંવાર એકાગ્રતા કરતાં આસ્રવ થોડો થાય છે અને નિર્જરા વિશેષ થાય છે. મારા સ્વભાવમાં જ મારો આનંદ છે એમ જાણે ત્યાં આનંદ માટે લલચાય છે એ જીવ અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વૃદ્ધિ કરે છે એટલી તેને નિર્જરા વધારે થાય છે અને આસ્રવ ઓછો થાય છે. આ સાધકજીવની દશા છે.
જેને એકલો આસ્રવ જ છે તે મિથ્યાદષ્ટિ છે, જેને આસવનો સર્વથા અભાવ અને પૂર્ણ નિર્મળતા છે તે અરિહંતદશા છે અને થોડો આસ્રવ અને નિર્જરા બને છે તે સાધક જીવની દશા છે.
આત્માની સન્મુખ થવાથી જ સાચા સુખનો અનુભવ થાય છે, એકલા રાગ-દ્વેષ, હર્ષ-શોક-કર્મચેતના અને કર્મફળચેતનાનો અનુભવ કરવો તે અધર્મદશા છે, તે મિથ્યાષ્ટિની બાધકદશા છે.
હવે જ્યાં જીવ સ્વભાવની સન્મુખતા કરીને સાધક થયો ત્યાં તેને આસ્રવ ઘટે છે અને નિર્જરા વધી જાય છે. તેથી જ તેને સાધકપણું પ્રગટયું કહેવાય. જગતમાં ક્યાંય નથી એવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૨૦૫ પોતાનું અતીન્દ્રિય સુખ જેણે અનુભવ્યું એવા સાધકજીવને પોતાના અતીન્દ્રિય આનંદ અને સુખની લાલચ લાગે છે.
પોતાના સ્વભાવના બેભાનપણાને લીધે મૂઢ-મિથ્યાષ્ટિ જગતના ઇન્દ્ર, ચક્રવર્તી આદિના વૈભવોમાં સુખની કલ્પના કરે છે, પણ ખરેખર તે દુ:ખ છે. ધર્મીની દષ્ટિમાં સુખબુદ્ધિ આત્મામાં જ છે. એકલા રાગ-દ્વેષ, પૂણ્ય-પાપભાવનો અનુભવ કરવો તે તો અધર્મધ્યાન છે. તેની રુચિ છોડી સ્વભાવની દૃષ્ટિ કરતાં ધર્મધ્યાન પ્રગટ થાય છે. કોઈ કહે ધર્મધ્યાન એટલે શુભભાવ તો તે વાત ખોટી છે. સ્વભાવ સન્મુખની એકતા તે ધર્મધ્યાન છે અને ઉગ્રપણે એકતા થવી તે શુક્લધ્યાન છે.
અહા! અનંતકાળમાં સાક્ષાત્ પ્રભુ પાસે પણ આ જીવ જઈ આવ્યો પણ બહિર્મુખદષ્ટિ છોડી નહિ. બહારથી મને લાભ થશે એ માન્યતા છોડી નહિ. એ રીતે પોતે અંતર્મુખ ભગવાન આત્માને દષ્ટિમાંથી ઓજલ કરી નાખ્યો છે.
આહાહા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ આત્મા કેવો છે? તો કહે છે કે સર્વજ્ઞભગવાનની વાણીમાં પણ જેના પૂરા ગુણ આવી ન શકે તેવો આ ભગવાન આત્મા છે. શ્રીમદ્ કહે છે ને ! “જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જે.' ગોમ્મસારમાં પણ આવે છે કે ભગવાને જાણ્યું છે તેનાથી અનંતમાં ભાગ્યે જ કહી શક્યા છે.' ભાવમુક્ત ભગવાન અરિહંત જ્યાં વાણીમાં આત્માનું પૂરું સ્વરૂપ કહી ન શક્યા ત્યાં “તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કર્યું? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.”
જેમ મૂંગો ગોળનો સ્વાદ કહી શક્તો નથી પણ અનુભવી શકે છે. તેમ ભલે આત્માનું વર્ણન વાણીમાં પૂરું ન આવે પણ અનુભવગોચર થઈ શકે એવું સ્વરૂપ છે. પુણ્ય-પાપથી રહિત આત્મા અનુભવમાં આવે છે.
- ભગવાન આત્મા ચૈતન્ય પિંડ, ચેતન્ય દળ, ચૈતન્ય નૂર, ચૈતન્ય પૂર એવો પૂર્ણાનંદપ્રભુ તેની દષ્ટિ અને ધ્યાનથી ગુણસ્થાનની શ્રેણી વધે છે. રાગના કે પુણ્યના અવલંબનથી ગુણસ્થાનની શ્રેણી વધતી નથી. ચૈતન્યની એકાગ્રતાની ધારાએ ગુણસ્થાનની ધારા વધે છે.
નિશ્ચયનય ત્રિકાળ શુદ્ધ આત્મસ્વભાવના દર્શન કરાવે છે, જ્યારે વ્યવહારનય તો ભેદ, રાગ અને નિમિત્તના દર્શન કરાવે છે. સમયસારની છઠ્ઠી ગાથામાં પુણ્ય-પાપના ભેદ કાઢી નાખ્યા, અસભૂત ઉપચાર અને અનુપચાર વ્યવહારનયને કાઢી નાખ્યો અને સાતમી ગાથામાં સદ્દભૂત અનુપચાર જે ગુણ-ગુણીના ભેદનો વ્યવહાર તે પણ કાઢી નાખ્યો, એકલો જ્ઞાયકસ્વરૂપ આત્મા બધાથી જુદો બતાવી દીધો છે.
એકલો ભગવાન જ્ઞાયક જ્ઞાયક....જ્ઞાયક (“જ્ઞાયક' એવો વિકલ્પ નહિ) ચેતન્યના નૂર વિનાના પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન પડેલો “જ્ઞાયક' તેનું જ્ઞાનભાવે પરિણમન કરતાં દષ્ટિમાં જ્ઞાકભાવ આવે છે તે ધર્મદષ્ટિ છે. આ દષ્ટિ વિના ત્રણકાળમાં મોક્ષ નથી.
કોઈ કહે કે પંચમકાળમાં નિશ્ચય મોક્ષમાર્ગ ધ્યેય નહિ માટે વ્યવહાર-મોક્ષમાર્ગ જે પુણ-પરિણામ તેનું આચરણ કરો તે મોક્ષમાર્ગ છે. અરે! પણ નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહિ, સ્વાશ્રય નિશ્ચય પ્રગટે ત્યારે કાંઈક પરાશ્રય બાકી રહી જાય તે વ્યવહાર છે. એકલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[હું
પરાશ્રયભાવ હોય તે તો મિથ્યાદષ્ટિ છે અને એકલો જેને સ્વાશ્રય પૂરો પ્રગટ થઈ ગયો તે ભગવાન ૫૨માત્મા છે, અને સ્વભાવની દૃષ્ટિથી સ્વાશ્રય પ્રગટ થયો પણ હજી સાથે થોડો પરાશ્રય રહી ગયો તે સાધકદશાનો વ્યવહાર છે.
આ વસ્તુસ્થિતિ છે, તે ત્રણકાળમાં કદી ફરે નહિ.
અનંતકાળમાં જીવે બહાર જ ડોકિયાં માર્યા છે. સ્વાશ્રય ક્યારેય કર્યો જ નથી. એકવાર જો ‘હું પરમાત્મસ્વરૂપ છું' એમ દષ્ટિ કરે તો હિરાત્મા મટીને અંતરાત્મા થઈ જાય. સીધી વાત છે. ભગવાન આત્મા પોતે સીધો-સરળ ચિદાનંદ ભગવાન પડયો છે સત્ સરળ છે, સત્ સર્વત્ર છે અને સત્ સુલભ છે” પણ જીવે પોતે એવું દુર્ગમ કરી નાખ્યું છે કે કે સત્ વાત સાંભળવી પણ એને મોંઘી પડે છે.
66
આ જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ છે. પોતાના પૂર્ણાનંદનો આશ્રય લઈને અજ્ઞાન-રાગ-દ્વેષાદિ પરનો આશ્રય ટાળે તેને જૈન કહેવામાં આવે છે. પરમેશ્વરે કાંઈ નવો ધર્મ નથી કર્યો.
અખંડાનંદ પ્રભુ ભગવાન આત્મા એક સમયમાં અનંતગુણનો મોટો પિંડ-રાશિ છે એ વાત લાવો તો ખરા! અનંતગુણ ન હોય તો વસ્તુ જ ન હોય. અસંખ્યાત પ્રદેશમાં અનંતગુણનો પિંડ મહાપ્રભુ બિરાજમાન છે. સ્વભાવની મૂર્તિ છે તેનું શું કહેવું? અરૂપી ચિત્રપિંડ, ચિન, વિજ્ઞાનઘન વસ્તુ છે. આકાશના અમાપ... અમાપ અનંત પ્રદેશોની સંખ્યા કરતાં અનંતાનંત ગુણો એકેએક આત્મામાં છે. એવા આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરે તેને આસ્રવ ઘણો ઘટી જાય છે અને સંવ-નિર્જરા વધી જાય છે. કારણ કે અનંતાનંત ગુણોમાંથી બહુ થોડા-અમુક જ ગુણોમાં વિપરીતતા રહી છે તેથી આસવ-બંધ થોડો થાય છે અને અનંત... અનંત...ગુણનો આદર અને બહુમાનથી અનંતા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તેથી સંવર-નિર્જરા અધિક થઈ ગઈ છે. તેથી જ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિને અબંધ કહ્યો છે, કેમ કે સ્વભાવમાં બંધ નથી અને તેની દૃષ્ટિમાં બંધ નથી તેથી બંધના ભાવને જ્ઞેયમાં નાખીને સમ્યગ્દષ્ટિને અબંધ કહ્યો છે. રાગથી, નિમિત્તથી તથા ભેદથી ભિન્ન અધિક આત્માની દષ્ટિ થઈ તેને મોક્ષમાર્ગ તો તેના હાથમાં આવી ગયો.
શ્રોતાઃ- વાહુ પ્રભુ વાહ! આત્મા હાથમાં આવી ગયો તેનું શું બાકી રહ્યું? વાહુ દષ્ટિનું જોર છે કાંઈ !
ભાઈ ! એ વસ્તુનું જ જોર છે. તેની દષ્ટ કરી એટલે દષ્ટિમાં પણ જોર આવી ગયું.
દૃષ્ટિના જોરથી ધર્મીનું જ્ઞાન જાણે છે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ વિના હું અતૃપ્ત છું. જેમ પેટ પૂરું ન ભરાય ત્યાં સુધી હું ભૂખ્યો છું એમ લાગે છે ને! તેમ ધર્મી પૂર્ણાનંદની પ્રાપ્તિ વિના અતૃપ્ત છે. તેથી જેને પૂર્ણાનંદની ઝંખના છે એવા મોક્ષાર્થી-ધર્મી જીવો નિર્વાણનું લક્ષ રાખીને શમ-સુખને ભોગવતા થકા, આત્માનો વિશેષ વિશેષ અનુભવ કરતાં કરતાં શીઘ્ર નિર્વાણને પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૨૦૭ પુણ્ય-પાપના ભાવ અને તેના ફળરૂપ હર્ષ-શોક તે બન્ને કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જ્ઞાનચેતનાને સમ્યગ્દષ્ટિ નચાવે છે અને કર્મચેતના તથા કર્મફળચેતનાને છોડે છે.
' અરે! પણ જીવ જેમાં ભરપૂર માલ ભર્યો છે તેની સામે નજર કરવાનો વખત લેતો નથી અને જેમાં કાંઈ નથી એવા પુણ્ય-પાપભાવ અને નિમિત્તમાં જ મારું સર્વસ્વ છે એમ માનીને તેને વળગ્યો છે. તેથી જ અમૃતચંદ્રાચાર્ય ૪૧૩ ગાથામાં કહ્યું છે કે અજ્ઞાની જીવો અનાદિરૂઢ-વ્યવહારમૂઢ અને નિશ્ચય અનારૂઢ છે, અને જ્ઞાની વ્યવહારમૂઢ નથી, પણ વ્યવહારને જાણનાર છે. નિશ્ચય વસ્તુ દષ્ટિમાં આવ્યા પછી થોડી અસ્થિરતાને લીધે રાગ આવે છે તે વ્યવહાર છે એમ જ્ઞાની જાણે છે. નિશ્ચય વગર વ્યવહાર ત્રણકાળમાં હોતો જ નથી.
જેમ રાજા થઈને ભિક્ષા માંગવા જાય તો એ મૂરખ છે તેમ આ આત્મા પોતે ત્રણલોકનો નાથ થઈને ભગવાન પાસે પોતાનું ભગવાનપણું માંગવા જાય છે. તેને મુનિરાજ કહે છે કે “પ્રભુ! તું જ ભગવાન છો” પણ તેને પોતાનું સ્વરૂપ જોવાની ફુરસદ નથી. અરે ! તેની સન્મુખ દૃષ્ટિ કરવી, એ મને ઠીક છે, તેમાં મારું હિત છે એમ પણ તેને હજી બેસતું નથી, અને વ્યવહારની જ રુચિ રહે છે, પણ તેમાં તારું અહિત થાય છે ભાઈ !
હવે ૯૪ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ ક્ષેત્રથી નાનો પણ ભાવથી મહાન એવા આત્માનું સ્વરૂપ બતાવે છે.
पुरिसायार-पमाणु जिय अप्पा एहु पवित्तु । जोइज्जइ गुण-गणि-णिलउ णिम्मल-तेय-फुरंनु ।। ९४।। પુરુષાકાર પવિત્ર અતિ, દેખો આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ. ૯૪. ૯૩ ગાથા સુધી આત્માના બહુ વખાણ કર્યા કે આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ અનંત અનંત ગુણનો પિંડ છે. તેથી શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે આવો તે આત્મા ક્ષેત્રથી પણ કેવડો મોટો હશે? તેને મુનિરાજ કહે છે કે ભાઈ! મોટા ક્ષેત્રથી આત્માની મહાનતા નથી. તેની મહાનતા તો ગુણની અચિંત્યતાથી છે.
વેદાંત આદિ આત્માને સર્વવ્યાપક માને છે તેની સામે પણ આ ગાથા મહા સિદ્ધાંત રજૂ કરે છે કે આત્મા શરીરપ્રમાણ છે, સર્વવ્યાપક નથી.
ભગવાન આત્મા ક્ષેત્રથી પુરુષાકાર છે અને ભાવથી ગુણગણધામ-ગુણોની ખાણગુણગણનિલય એટલે ગુણના સમૂહનો નિલય નામ ઘર છે. વળી નિર્મળ તેજથી સ્કુરાયમાન છે, અતિ પવિત્ર છે. આવા આત્માને અંતરજ્ઞાન અને શ્રદ્ધાથી જોવો જોઈએ. વસ્તુદષ્ટિથી જુઓ તો આત્મા ત્રિકાળ નિરાવરણ, સ્ફટિક જેવો શુદ્ધ નિર્મળ છે. વસ્તુને વળી
આવરણ કેવા? આત્મા તો ત્રિકાળ નિરાવરણ, સામાન્ય-વિશેષ ગુણોનો સાગર, જ્ઞાતાદિષ્ટા, વીતરાગ, પરમાનંદમય, પરમ વીર્યવાન અને શુદ્ધ સમતિ ગુણધારી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
ભગવાન આત્મા પરમ નિર્મળ ચૈતન્યતેજથી ચમકી રહ્યો છે. ચૈતન્યના નૂર, પ્રકાશના પુંજથી આત્મા ચમકી રહ્યો છે, રાગના તેજથી આત્મા ચમકતો નથી. આવા ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવું જોઈએ.
આ ધ્યાન સાચું કોણ કરી શકે છે?-કે મુનિરાજ ઉત્કૃષ્ટ ધ્યાન કરે છે. દેશવ્રતી શ્રાવક મધ્યમ ધ્યાન કરે છે અને અવિરત સમ્યગ્દષ્ટિ જઘન્ય ધ્યાતા છે. સમ્યગ્દષ્ટિને સ્વરૂપની દષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. સમ્યગ્દષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે તેથી ચોથા ગુણસ્થાનથી જ ધ્યાનની શરૂઆત થઈ જાય છે. તે પહેલાં ધ્યાન હોતું નથી. કેમ કે સમ્યક શ્રદ્ધાન વિના આત્માનો સાચો પ્રેમ અને રૂચિ હોતા નથી તેથી આત્માની લગની લાગતી નથી.
અજ્ઞાનીને ધ્યાન કરતાં તો આવડે છે પણ જેને જેની રુચિ હોય તેનું ધ્યાન કરે ને! અજ્ઞાનીને સંસારની રુચિ છે તેથી તેના ધ્યાનમાં ચડી જાય છે; તો એ ઉલટું ધ્યાન જેને આવડે છે તેને આત્માની સવળી રુચિ થતાં આત્માનું ધ્યાન કરતાં કેમ ન આવડે? આવડ જ. ઉલટા ધ્યાનમાં તો તાકાત મોળી પડી જાય છે અને સવળા ધ્યાનમાં તાકાત ઉગ્રતા ધારણ કરે છે.
હું જ પરમાત્મા છું, મારામાંથી જ પરમાત્મપર્યાય ફાટવાની છે એમ નક્કી કરીને સ્વભાવની દષ્ટિ કરે તેને પછી સ્વભાવની મહિમા પાસે ઇન્દ્ર ચક્રવર્તીના વૈભવો તરણાતુલ્ય-તુચ્છ ભાસે છે. આત્માના આનંદ આગળ જ્ઞાનીને આખી દુનિયા દુઃખી લાગે છે તેથી જ્ઞાની દુનિયાના કોઈ પદને ઈચ્છતા નથી.
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
* જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રૂદ્ર અને વિધાતા અર્થાત્ બ્રહ્મા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે?
(શ્રી સ્વામીકાર્તિકયાનુપ્રેક્ષા )
סססססססססססססססססססססססססססס
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૨૦૯ [ પ્રવચન નં. ૪૦] નિજ-પરમાત્મ-અનુભવથી જ શાસ્ત્રજ્ઞાનની સફળતા [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૧-૭-૬૬ ] આ શ્રી યોગસાર શાસ્ત્ર છે, તેમાં અહીં ૯૫ મી ગાથા ચાલે છે.
અહીં યોગીન્દ્રદેવ કહે છે કે “આત્મજ્ઞાની જ સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા છે.” કેમ કે સર્વ શાસ્ત્રો જાણવાનું ફળ આત્માને જાણવો તે છે. આત્મજ્ઞાન જ સર્વ શાસ્ત્રોનો સાર છે તેથી આત્મજ્ઞાન સહિતના શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા છે.
जो अप्पा सुद्ध वि मुणइ असुइ-सरीर-विभिन्नु । सो जाणइ सत्थई सयल सासय-सुक्खहं लीणु ।। ९५।। જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન. ૯૫. આત્મામાં અતીન્દ્રિય આનંદ અંતરમાં ભર્યો પડ્યો છે. જેમ વસ્તુ શાશ્વત છે તેમ તેનો અતીન્દ્રિય આનંદ પણ શાશ્વત છે. એવા શાશ્વત આનંદમાં એકાગ્ર થઈને આત્માનો અનુભવ કરે, આત્માને જાણે તેણે સર્વ જાણું.
આ તો ભાઈ ! યોગસાર છે ને! યોગસાર એટલે અંતર આત્મામાં જોડાણ, મિથ્યાષ્ટિને અધર્મરૂપ જોડાણ છે અને જ્ઞાનીને આત્મામાં એકાગ્રરૂપ જોડાણ હોય છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરીને, તેની સન્મુખ થઈને, જેણે અતીન્દ્રિય આનંદનો અંશ અનુભવ કર્યો અને તે દ્વારા જાણ્યું કે આત્મા અતીન્દ્રિયજ્ઞાન અને આનંદમય છે તેણે સર્વ જાણું. એકને જાણો તેને સર્વ જાણું.
યોગસારમાં એકલું માખણ ભર્યું છે. યોગીન્દ્રદેવ કહે છે કે પ્રભુ! તારી પાસે જ તારો આનંદ છે ને! બહાર તું ક્યાં શોધવા જાય છે? આનંદ તો તારો સ્વભાવ છે ભાઈ ! ત્રિકાળી આનંદ આદિ અનંતગુણરૂપ ધર્મનો ધરનાર તું ધર્મી છો. આવા પોતાના સ્વભાવને જે અનુભવ સહિત જાણે તેણે બાર અંગ અને ચૌદપૂર્વ જાણ્યા કહેવાય. કારણ કે બધાં શાસ્ત્રમાં કહેવાનો હેતુ તો આત્માનું જ્ઞાન કરવું તે જ છે.
શાસ્ત્રનું જ્ઞાન ત્યારે જ સફળ કહેવાય કે જ્યારે જીવ પોતાના સ્વભાવને યથાર્થ જાણે. અને આત્માને યથાર્થ જાણ્યો ત્યારે કહેવાય કે જ્યારે જીવ તેની રુચિ કરીને સ્વભાવનો સ્વાદ લે. આમાં જાણવું, રૂચિ અને આનંદનું વેદન આ ત્રણ વાત આવી ગઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧૦]
ભગવાન સર્વજ્ઞદવે દરેક આત્માને જ્ઞાન અને આનંદસ્વરૂપ જોયો છે. ભગવાને આત્માને રાગવાળો, કર્મવાળો કે શરીર આદિવાળો જોયો નથી. આવો આત્મા જે સ્વાનુભવથી જાણે તેણે ખરેખર આત્મા જાણો કહેવાય.
આત્મા પોતાના સ્વભાવ સિવાય જગતના નાનામાં નાના પુલો એટલે પરમાણુ અને સ્કંધને પોતાના કરવા માગે તો અનંત પુરુષાર્થથી પણ થઈ શકે તેમ નથી. તેમ પુણ્ય-પાપને પણ પોતાના કરવા માગે તોપણ અનંત પુરુષાર્થ કરે છતાં પોતાના થઈ શક્તા નથી.
જેને પોતાનું હિત કરવું હોય તેણે આ બધું સમજવું પડશે. તેને માટે ભલે સમય લાગે પણ સમજ્યા વગર છૂટકો નથી. સમજીને પહેલાં તો નિર્ણય કરે પછી અનુભવ થાય.
તીર્થંકર ભગવાનની ઈચ્છા વિના જે દિવ્યધ્વનિ છૂટે છે તેમાંથી ગણધરદેવ સૂત્રરૂપે તેની રચના કરે છે તેનું નામ આગમ છે. આ આગમમાં એમ કહ્યું છે કે ભાઈ ! તું તારા સ્વભાવમાં રાગ અને કર્મને એક કરવા માગીશ તો તે એક થઈ શકશે નહિ. શરીરાદિ પરદ્રવ્ય તો આત્મા સાથે એક સમય પણ તન્મય થઈ શકતા નથી. વિકારી ભાવ એક સમયની પર્યાયમાં તન્મય છે પણ તેને ત્રિકાળી સ્વભાવ સાથે એકમેક-તન્મય કરવા માગે તો થઈ શકતા નથી. આત્મા તો ત્રિકાળી જ્ઞાન-આનંદમાં તન્મય છે તેની વર્તમાન દષ્ટિ કરીને તેમાં તન્મય થવું તે જીવનનું કાર્ય છે. જીવ પોતે પોતાને પ્રત્યક્ષ કરી શકે એવો તેનામાં ગુણ છે. પણ આજ સુધી ક્યારેય જીવે પોતાના સ્વભાવને જોવાનો પ્રયત્ન કર્યો નથી. સ્વરૂપનું મંથન કર્યું નથી. બહારમાં ને બહારમાં પોતે આખો પરમેશ્વર ખોવાઈ ગયો છે.
આત્મામાં એક “પ્રકાશ” નામનો અનાદિ અનંત ગુણ એવો છે કે જે પોતાને પ્રત્યક્ષ કરી શકે છે. રાગ વિના આનંદનું વદન થઈ શકે એવો એ ગુણનો ગુણ (ગુણનું કાર્ય ) છે.
લૌકિકમાં દાખલો આવે છે ને? સુરદાસે કૃષ્ણનો હાથ પકડ્યો તો શ્રીકૃષ્ણ તેનો હાથ છોડાવીને ભાગી ગયા ત્યારે સુરદાસ કહે છે પ્રભુ! તું મારા હાથથી છટકી ગયો પણ મારા હૃદયમાં તારો વાસ છે ત્યાંથી તું છટકી શકે તેમ નથી. તેમ અહીં કહે છે કે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનથી બહાર ક્યાંય જઈ શકે તેમ નથી.
જેમ કસ્તૂરીમૃગની ડુંટીમાં કસ્તૂરી છે પણ બહાર ફાંફા મારે છે તેમ ભગવાન આત્માના અંતરમાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ ભર્યો છે તેની સામે નજર કર્યા વિના અજ્ઞાની જીવ જેટલાં પુણ્ય-પાપના ભાવ કરે છે તે રખડવા ખાતે છે પછી ભલે તે અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો હોય તોપણ આત્માના ભાન વિના તેની કાંઈ કિંમત નથી.
- રાગ વડ કે શાસ્ત્રજ્ઞાન વડે આત્મા જણાય-પ્રત્યક્ષ થાય એવો કોઈ આત્મામાં ગુણ જ નથી. આત્મા પોતે જ પોતાથી પ્રત્યક્ષ થાય એવો તેનામાં અનાદિ-અનંત ગુણ છે તે ગુણ વડ આ જ આત્મા છે એમ પ્રત્યક્ષ વેદનપૂર્વક જાણે ત્યારે તેણે સર્વ શાસ્ત્રો જાણ્યા કહેવાય.
ભાઈ ! આ મારગ કોઈ જુદી જાતનો છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે. પરમાત્મા કહે છે કે વિકલ્પ કે રાગથી તને કાંઈ લાભ નથી. તું તો તારા સ્વરૂપમાં જેટલો એકાગ્ર થા તેટલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૨૧૧ તને સંવર છે-લાભ છે. આત્માના વેદન સહિત આત્માનું જ્ઞાન કરવું તે જ મોક્ષમાર્ગ છે તે સિવાય બીજે ક્યાંય મોક્ષમાર્ગ માનીશ તો તું છેતરાઈ જઈશ.
મુનિરાજ કહે છે કે શુદ્ધસ્વરૂપની ભાવના કરતાં કરતાં આત્મા પ્રાપ્ત થઈ જાય છે. શુદ્ધસ્વરૂપનું વેદન કરતાં કરતાં આત્મા પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય છે. માટે શાસ્ત્રવાંચન કરતાં પણ હેતુ તો એક આત્મપ્રાપ્તિનો જ રાખવો. “લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર લાવો; તોડી સકલ જગ વંદ-ફંદ, નિજ આતમ ધ્યાવો.”
આત્મા પોતાના સ્વભાવને પહોંચે-પ્રાપ્ત કરે, રુચિ કરે, જાણે, વેદે ત્યારે તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો કહેવાય! તેને જ સામાયિક અને પૌષધ કહેવાય.
ભાઈ ! આવી તારા ઘરની મીઠી વાત તને કેમ ન રુચે? ભૂખ લાગી હોય અને પોચા પોચા માખણ જેવા દહીંથરા, ખાજા વગેરે મળે તો કેમ ન રુચે ? રુચે જ. તેમ આ આત્મા કોણ છે, કેવો છે એની જેને અંદરથી જિજ્ઞાસા થઈ હોય તેને આ વાત કેમ ન ચે? રુચે જ. મૂળ તો અંતરથી ભૂખ લાગવી જોઈએ.
અહીં મુનિરાજ દાખલો મૂક્યો છે કે માટી સહિતનું પાણી વ્યવહારનયથી જોઈએ તો મેલું દેખાય છે. પણ ખરેખર નિશ્ચયથી એ માટીની મેલપથી પાણીની સ્વચ્છતા જુદી છે. નિશ્ચયથી માટી માટી છે અને પાણી પાણી જ છે, બન્ને એક થયાં નથી તેમ વ્યવહારનયથી જુઓ તો આત્માને કર્મ શરીરાદિનો સંયોગ છે પણ પરમાર્થદષ્ટિથી જુઓ તો આત્માને રાગ અને કર્મનો લેપ-સંયોગ છે જ નહિ. આવી દષ્ટિથી આત્માને જોવો તે સત્યદષ્ટિ છે. તે જ આદર કરવા યોગ્ય છે. માટે, વ્યવહારનયથી નવતત્ત્વ, અશુદ્ધતા આદિ જાણવા. પણ મૂળ પ્રયોજન તો શુદ્ધ આત્માને જાણવાનું જ રાખવું.
હવે યોગીન્દ્રદેવ પુરુષાર્થસિદ્ધિનો આધાર આપીને સરસ વાત કરે છે કે અજ્ઞાનીઓને સમજાવવા માટે વ્યવહારનયનો ઉપદેશ છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ તે તારા સ્વભાવમાં નથી. નિશ્ચયથી સંયોગ અને સંયોગીભાવથી તું પાર છો. માટે વ્યવહારનયના વિષયને તું જાણજે. પણ આદર તો નિશ્ચયના વિષયભૂત દ્રવ્યસ્વભાવનો જ કરજે.
એક નય અભેદને બતાવે છે અને એક નય ભેદને બતાવે છે. પરસ્પર વિરૂદ્ધ બે નય છે. એ જ અનેકાંત છે, વસ્તુના બન્ને ધર્મો છે. ભેદ પણ છે અને અભેદ પણ છે. નિશ્ચયદષ્ટિથી જુએ તો આત્મા પોતાને વ્યવહાર, ભેદ, વિકલ્પથી રહિત જ જુએ એ નિશ્ચયનયનો નિયમ છે અને ભેદ, વિકલ્પ, આશ્રય અને નિમિત્તને જુએ તે વ્યવહારનો નિયમ છે. ભેદ નિમિત્ત આદિ વ્યવહારનયનો વિષય છે, નથી એમ નથી. ન હોય તો તો તીર્થ, ગુણસ્થાન આદિ કાંઈ હોય જ નહિ. એમ બને નહિ અને નિશ્ચય ન હોય તો તો સ્વાશ્રય વિના પોતાને કાંઈ લાભ જ ન થાય. માટે બને છે, તે બન્નેને ન જાણે તે જ્ઞાતા-દષ્ટા થઈ શકતો નથી.
જેમ બાળકને બિલાડી બતાવીને સિંહનું જ્ઞાન કરાવવામાં આવે છે પણ જો તેને ક્યારેય સિંહું ન બતાવે તો તે બિલાડીને જ સિંહું માની લેશે. તેમ અજ્ઞાનીને વ્યવહારનયથી એકેન્દ્રિય તે જીવ, પંચેન્દ્રિય તે જીવ એમ બતાવાય છે પણ તે એકેન્દ્રિયપણું કે પંચેન્દ્રિય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨]
[હું આદિપણું વસ્તુના સ્વરૂપમાં નથી. તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે તો તે તો ઉપદેશને લાયક જ નથી, કેમ કે તે નિશ્ચયને સમજતો નથી.
એક જગ્યાએ એવું બન્યું હતું કે નિશાળમાં પાટિયા ઉપર શિક્ષકે મચ્છર દોરીને વિધાર્થીઓને બતાવ્યું હતું. મચ્છર તો નાનો હોય પણ બાળકોને સ્પષ્ટ દેખાય એ માટે શિક્ષકે ચિત્ર મોટું બનાવ્યું હતું તે બાળકોએ જોયેલું. બાળકોએ મચ્છર નજરે કદી જોયેલ નહિ. તેથી એક દિવસ ગામમાં હાથી નિકળ્યો ત્યાં બાળકોને હાથી જ મચ્છર જેવો લાગ્યો. શિક્ષકને કહ્યું કે જુઓ ! ગુરુજી આ મચ્છર આવ્યો. આ બનેલો દાખલો છે. પોતે જઈ વિચારીને નક્કી કર્યા વગરની વસ્તુમાં આમ બને તેમ અહીં અજ્ઞાન નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ ઓળખતા નથી તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે છે. ભાઈ ! જો તારે તારા આત્માનું હિત કરવું હોય તો, આત્માનું જ સ્વરૂપ છે તેને પહેલાં જાણ ! સચિમાં લે અને અનુભવ કર! એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરે તે જ તારો હિતનો માર્ગ-મોક્ષમાર્ગ છે.
હવે અહીં ૯૬ મી ગાથામાં કહે છે કે સમ્યક્રચારિત્ર-અનુભવમાં પરભાવનો ત્યાગ હોય છે.
जो णवि जाणइ अप्पु परु णवि परभाउ चएइ । सो जाणउ सत्थई सयल ण हु सिवसुक्खु लहेइ ।।९६ ।। નિજ-પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬. અજ્ઞાની જીવ પોતાના અભેદ આત્મસ્વરૂપને જાણતો નથી અને પરભાવ સ્વરૂપ એવા જે રાગ-દ્વષ પુણ્ય-પાપ આદિને પોતાના માને છે. પરંતુ આત્માના સ્વભાવથી એ જુદા સ્વભાવવાળા છે. અહો ! દયા-દાન-પૂજા-ભક્તિ આદિના ભાવ પણ પરભાવ છે, મારો સ્વભાવ નથી. આ વાત કોઈ દિવસ સાંભળી હતી ?
શ્રોતા:- દયા-દાનાદિ ન કરવાં તો અમારે કરવું શું? પૂજ્ય ગુરુદેવ - શાશ્વત અનંત ગુણનો ગોદામ આત્મા બિરાજમાન છે તેની
ઓળખાણ કરવી એ જ કરવાનું છે.
ત્રિલોકીનાથ પરમાત્મા પોકાર કરે છે કે ભાઈ ! તું ત્રિકાળ શુદ્ધ ભગવાન છો પણ તે તારી નજરની આળસ કદી હરિ-આત્માને નીરખ્યો નથી. લોકોમાં કહેવત છે ને, કાંખમાં છોકરું હોય અને કહે કે મારું છોકરું ક્યાં ગયું? અરે! પણ આ રહ્યું. આમ નજર કરને! એમ ભગવાન કહે છે તું પરમાત્મા છો અને તું ક્યાં ભગવાનને શોધવા નીકળ્યો? તારો ભગવાન તારી પાસે છે. શિખરજી શેત્રુંજય, મંદિર કે પ્રતિમામાં તારો ભગવાન નથી.
બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે કે “ મેરો ધની નહિ દૂર દેશાંતર, મોહીમે હૈ મોહી સુજત નીક.” અરે! ભગવાન! તારા સ્વરૂપની તને ખબર ન પડે એ તે કાંઈ વાત છે? અરે ! તું તને પ્રત્યક્ષ થા એવો તારામાં ગુણ છે. તું જ્યાં છો ત્યાં શોધીશ તો જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૨૧૩
તને તારું સ્વરૂપ પ્રાપ્ત થશે. જ્યાં તું નથી ત્યાંથી કેવી રીતે મળે? પણ આ જીવ એવો રાંકો થઈ ગયો છે કે તેને આવડું મોટું પોતાનું સ્વરૂપ હશે એવો વિશ્વાસ બેસતો નથી. જેમ બાળકને પોતાના નિધાનનું ભાન નથી તેમ અજ્ઞાનીને પોતાના અચિંત્ય નિધાનનું ભાન નથી.
એક તરફ પોતે આત્મા છે અને બીજી તરફ રાગ-દ્વેષ વિકાર આદિ પરભાવ છે એ બન્નેને જાણે તો, પોતાનો આશ્રય લઈને પરભાવને છોડે. જ્ઞાન તો બન્નેનું કરવાનું છે પણ પોતાના સ્વભાવને જાણીને ગ્રહણ કરવાનો છે અને પરભાવને જાણીને છોડવાનો છે.
સ્વ-પરના જ્ઞાન વગર ભલે દરિયા જેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય તોપણ ભેદજ્ઞાન રહિત જીવ મોક્ષ પામતો નથી.
શ્રોતાઃ- શાસ્ત્ર-સ્વાધ્યાયથી નિર્જરા થાય છે એમ તો શાસ્ત્રમાં આવે છે!
પૂજ્ય ગુરુદેવઃ- ‘શાસ્ત્ર-સ્વાધ્યાયથી જ્ઞાનીને અસંખ્યગુણી નિર્જરા થાય છે'
એમ ધવલમાં પાઠ છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ એ વાત આવે પણ તેનો અર્થ એમ નથી કે શાસ્ત્ર તરફના વિકલ્પથી નિર્જરા થાય છે. જ્ઞાનીને શાસ્ત્ર-સ્વાધ્યાય કરતાં કરતાં પણ સમયે-સમયે ઘોલન આત્મા તરફનું છે, તેને ઢાળ આત્મામાં છે તેનાથી નિર્જરા થાય છે. વીતરાગતાથી જ નિર્જરા થાય. વિકલ્પથી કદી નિર્જરા ન થાય. શાસ્ત્રસ્વાધ્યાયના વિકલ્પથી નિર્જરા થતી હોય તો તો સર્વાર્થસિદ્ધિના દેવો ૩૩ સાગર સુધી એ જ કરે છે તેને ખૂબ નિર્જરા થવી જોઈએ પણ એમ નથી. તેને તો ગુણસ્થાન પણ વધતું નથી. ચોથું જ ગુણસ્થાન રહે છે. એ દેવો પણ ઈચ્છે છે કે અમે ક્યારે મનુષ્ય થઈને અંતરની સ્થિરતા વધારી નિર્જરા કરીએ ? દેવપર્યાયમાં તો તેને પુણ્ય ઘણું છે તેથી જેમ પાણીનો પ્રવાહ હોય ત્યાં ખેતી થતી નથી કેમ કે પ્રવાહમાં બીજ જ અંદર રહેતું નથી તો ઊગે શી રીતે? તેમ એ દેવોને સમ્યગ્દર્શન હોવા છતાં પુણ્યનો પ્રવાહ એટલો બધો છે કે તેમાં સ્થિરતાનું બીજ ઊગતું નથી-નિર્જરા થતી નથી. તે જ રીતે જેમ ખારી જમીનમાં બીજ ઊગતું નથી તેમ નરક પર્યાયમાં-પાપના પ્રવાહમાં નારકીને કદાચ સમ્યગ્દર્શન હોય તોપણ સ્થિરતાનું બીજ ઊગતું નથી.
જાતિ અંધનો રે દોષ નહિ આકરો, જે નવી જાણે રે અર્થ,
મિથ્યાદષ્ટિ તેથી રે આકરો, કરે અર્થના અનર્થ.
નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્તથી વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ નહિ માનતાં વિપરીત માનનારો મિથ્યાદષ્ટિ જન્માંધ કરતાં પણ વધુ આકરો છે. વીતરાગની પેઢીએ બેસીને વીતરાગના નામે જે તત્ત્વ કહે તેની બહુ જવાબદારી છે. વીતરાગનો માર્ગ સ્વાશ્રયથી જ શરૂ થાય છે તેને બદલે પરાશ્રયથી લાભ માનવો અને કહેવો તેનું ફળ આકરું છે ભાઈ ! તેથી અહીં ૯૬ મી ગાથામાં કહ્યું કે અનેક શાસ્ત્ર જાણવાં છતાં જેણે અંતરમાં શુદ્ધ-બુદ્ધ અવિકાર ચૈતન્યઘન તે હું અને રાગાદિ વિકાર તે હું નહિ-એવું ભેદજ્ઞાન જેણે ન કર્યું તે વીતરાગ માર્ગને સમજ્યો જ નથી. તેથી તે શાસ્ત્રને જાણવા છતાં મુક્તિને પાત્ર થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
[પ્રવચન નં. ૪૧] વિકલ્પજાળ તજીને નિજ-પરમાત્માનું લક્ષ કર [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. રર-૭-૬૬]
શ્રી યોગીન્દ્રદેવકૃત યોગસાર શાસ્ત્ર ચાલે છે. યોગસારનો અર્થ એવો છે કે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેમાં એકાગ્ર થવાની ક્રિયાને અહીં યોગસાર કહે છે.
અનાદિથી જીવ પુણ્ય-પાપ અને રાગ-દ્વેષમાં જોડાણ કરતો આવ્યો છે તે દુઃખ છે, સંસાર છે, તેનાથી વિપરીત પોતાના કાયમી-ત્રિકાળી સ્વરૂપમાં એકાકાર થવાની ક્રિયાને યોગસાર કહે છે અને તેને જ મોક્ષમાર્ગ કહેવાય છે.
હવે અહીં ૯૭ મી ગાથામાં મુનિરાજ અનંત સુખ અથવા પરમ સમાધિ સુખનું સાધન બતાવે છે.
वज्जिय सयल वियप्पई परम-समाहि लहंति । जं वंदहिं साणंदु क वि सो सिव-सुक्ख भणंति ।। ९७।। તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિલીન,
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. ૯૭. જુઓ! અહીં સર્વ વિકલ્પને છોડવાની વાત કરી છે. આત્મા પોતાના આનંદ, જ્ઞાનાદિ અનંત શુદ્ધ સ્વભાવથી કદી રહિત થતો નથી, છતાં અનાદિથી એની દશામાં રાગના વિકલ્પો-પુણ્ય-પાપની વાસના છે તેને છોડવાની વાત છે. સ્વભાવથી આત્મા કદી ખાલી થયો નથી તે હકીકત છે; પણ દશામાં અનાદિથી શુદ્ધ છે એમ નથી. શુદ્ધ જ હોય તો તો શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો રહેતો જ નથી, પણ પોતે જ પોતાના સ્વભાવને ભૂલીને પર તરફ લક્ષ કરીને અનેક પ્રકારના શુભાશુભ ભાવોની દુઃખરૂપ દશા પોતે ઊભી કરે છે.
જેને પોતાના આત્માની દયા આવે છે કે અરે! હું અનંતકાળથી રખડી રહ્યો છું. હવે તો મારે મારું હિત કરવું છે-એમ જેને અંદરથી ભાવના જાગે તેને એમ થાય કે હું તો એક આત્મા છું, મારે આ ચાર ગતિના પરિભ્રમણ કેવા? આ સંસાર તો અનંત દુઃખમય છે, તેમાં રહેવું મને શોભતું નથી. આવી જેને ભાવના જાગી છે તેને મુનિરાજ કહે છે તે પહેલાં શુભાશુભ વિકલ્પ જાળનું લક્ષ છોડી દે અને અનંત આનંદ, શાંતિ અને સમાધિથી ભરપૂર નિજ વસ્તુસ્વભાવનું લક્ષ કર ! તેનો વિશ્વાસ કર ! તેનું સમ્યગ્દર્શન પ્રગટ કર!
જે અનાદિથી વિકારમાં જ એકત્વ અને સુખ માનતો હતો તેણે હવે ગુલાંટ મારી અને મારા સ્વભાવમાં જ શાંતિ, આનંદ અને સુખ છે એમ જેણે નક્કી કર્યું તેને એમ લાગે છે કે મારા સ્વભાવનો સ્વાદ પાસે વિકારનો સ્વાદ ફીકો છે. આમ સ્વભાવની દષ્ટિ થતાં જે જીવ વિકલ્પને છોડીને સ્વભાવમાં સ્થિર થાય છે તે પરમ સમાધિ અને શાંતિ પ્રાપ્ત કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૫
પરમાત્મા]
વસ્તુનો સ્વભાવ સદા નિર્દોષ હોય. સદોષતા તો પર્યાયમાં હોય. સ્વભાવ તો નિર્દોષ કહો, સમાધિ સ્વરૂપ કહો કે વીતરાગ સમરસ સ્વરૂપ કહો, તેવા સ્વભાવનો અનુભવ કરવાથી જીવ આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
અહીં તો ભાઈ ! રોકડિયો ધંધો છે. જે કાળે સ્વભાવની દષ્ટિ કરે તે જ કાળે સ્વભાવનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે અને સ્વભાવથી વિપરીત પદ્રિવ્ય તરફ લક્ષ કરે છે તેને વિકારના દુઃખનું વેદના થાય છે. પછી કર્મ બંધાય અને તેનું ફળ મળે એ તો બધી બહારના સંયોગની વાત છે. સમયસારની ૧૦૨ ગાથામાં આવે છે કે “જે સમય કર્તા તે જ સમયે જીવ ભોક્તા છે.”
શ્રોતા- આપ કહો છો કે જીવના ભાવનું ફળ રોકડિયું છે પણ અમે તો જોઈએ છીએ કે લોકો ભજિયાં, પતરવેલિયા, લાડવાં ખાતાં હોય અને હૅર કરતાં હોય છે, તે ભાવ તો અશુભ છે તો તેને દુ:ખ કેમ થતું નથી?
પૂજ્ય ગુરુદેવ - અરે ! એ હૅર કરતાં ભલે દેખાય પણ એ દુઃખ જ છે, પણ તેનું તેને ભાન નથી. જેટલું પરલક્ષ છે તેટલું દુ:ખ જ છે. એ દુ:ખદાવાનળની વિકલ્પજાળને છોડીને સ્વભાવનું લક્ષ કરે તેને જ સમરસ અને શાંતિ છે, સુખ છે, તેને જ ધર્મ પ્રગટ થયો કહેવાય. કહ્યું છે કે...
ભટકંત વાર દ્વારા લોકન કે કુકર આશા ધારી, આતમ અનુભવ રસકે રસિયા ઊતરે ન કબહૂ ખુમારી,
આશા ઔરનકી ક્યા કીજે ? જ્ઞાન સુધારસ પીજે.. કૂતરો બટકું રોટલાં માટે ઘેર ઘેર ભટકે છે તેમ આ અજ્ઞાની મને કાંઈક સુખ આપોને! એમ કરી બાયડી, છોકરા, ધન આદિ પાસે કૂતરાની જેમ ભટકે છે, તેને કહે છે ભાઈ ! તું જ્ઞાનરસનો પિંડ છો, આનંદનો સાગર છો તેનો તું સ્વાદ લે, જ્ઞાનરસ પી!
અરે! અજ્ઞાની જીવ સવારમાં હાથમાં દાંતિયો લઈને માથું ઓળતો હોય અને અરીસો સામે રાખીને જતો જાય. જાણે આ શરીર સારું લાગે તો મને સુખ થાય. કોઈ મને સારો કહીને માન દે તો મને સુખ થાય. આહાહા !...ભગવાન તું ક્યાં ભટક્યો? સુધારસનો સાગર તો તું પોતે છો ! તેમાં ડૂબકી મારવી છોડીને, આ તું ક્યાં ડૂળ્યો? અહીં કહે છે કે પ્રભુ! એક વાર તો તું ગુલાંટ માર ! આ બધાં વિકલ્પો છોડી સ્વભાવની દષ્ટિ કર તો તને અતીન્દ્રિય આનંદ આવશે. અહો ! સમાધિના પિંડ થઈ ગયેલા એવા વીતરાગ ત્રિલોકનાથની વાણીમાં આવેલી આ વાતો છે. એ જ મુનિ કહે છે. આ કાંઈ કોઈના ઘરની વાત નથી
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. શ્રીમની છેલ્લી કડી છે. મોહ વિકલ્પથી આ સંસાર ઊભો થયો છે. અંતરદષ્ટિ કરતાં જ એ મોહનો નાશ થાય છે. શુભાશુભભાવો તારા સ્વભાવમાં નથી તેથી સ્વભાવદષ્ટિ કરતાં તેનો નાશ થયા વગર નહિ રહે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬]
આત્મા આનંદનું ધોકડું છે. શુભાશુભ વિકલ્પનો નાશ કરી સ્વભાવમાં લીન થતાં તે ધોકડામાંથી આનંદનો નમૂનો તને મળશે તેના ઉપરથી તને મોક્ષના પૂર્ણ સુખનો ખ્યાલ આવશે.
આ તો યોગસાર છે ને! સારામાં સાર વાત આમાં મૂકી છે. સુખી આત્મા જ પૂર્ણ સુખનું કારણ થાય છે. દુઃખી આત્મા સુખનું કારણ ન થાય તેથી બહુ પરીષહું સહન કરવાથી નિર્જરા થાય એ વાત રહેતી નથી. પરીષહુ સહન કર્યો તેમાં તો તને દુઃખ અને આકુળતા થઈ, તેનાથી નિર્જરા શી રીતે થાય ? સુખી આત્મા જ પૂર્ણ સુખને સાધી શકે છે. સુખસ્વભાવી તો આત્મા ત્રિકાળ છે પણ તેની દષ્ટિ-જ્ઞાન અને રમણતા કરતાં જે સુખદશા પ્રગટ થાય છે તે પૂર્ણ સુખને સાધે છે.
છઢાળામાં આવે છે કે “આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકો કષ્ટદાન.” જે ચારિત્રને કષ્ટદાયક સમજે છે, વેળુના કોળિયા ચાવવા જેવું કઠણ સમજે છે, તેને ચારિત્રનું સ્વરૂપ સમજાણું જ નથી. ભાઈ ! ચારિત્ર તો આનંદદાતા છે તેને તું દુ:ખદાતા કલ્પે છે તો તું ચારિત્રનું સ્વરૂપ સમજ્યો જ નથી.
પ્રભુ! તારી પ્રભુતા તો તારી પાસે છે ને ભાઈ ! એ પ્રભુતામાં આનંદની પ્રભુતા પણ તારી પાસે છે. તારે દુઃખદશાથી છૂટી સુખદશા પ્રગટ કરવી હોય તો સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર પ્રગટ કર!
આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે પોતાના સુખસ્વભાવી આત્મામાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટ કરવી. પ્રથમ ગાઢ શ્રદ્ધા કરે કે “હું જ સિદ્ધ સમાન શુદ્ધ છું.” આ શ્રદ્ધા એવી હોય કે પછી ઇન્દ્ર નરેન્દ્ર કોઈ આવે અને ફેરવે તો શ્રદ્ધા ન ફરે.
મારો ભગવાન કદી મારા મહિમાવંત સ્વભાવથી ખાલી નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણોની અનંતતાથી ભરેલો હું મહિમાવંત પદાર્થ છું.-આવો દઢ વિશ્વાસ આવ્યા વિના તેમાં કરી શકાતું નથી. દઢ વિશ્વાસ આવે તે જ તેમાં ઠરી શકે છે. જેટલો તેમાં ઠરે તેટલો આનંદ પ્રગટ થાય છે.
પ્રથમ તો સ્વભાવની રુચિ ક્યારે થાય?-કે તે સ્વભાવ જ્યારે તેના જ્ઞાનમાં ભાસે ત્યારે આત્માની રુચિ થાય. જ્ઞાનદશામાં સ્વભાવનો ભાવ ભાસે ત્યારે જ વિશ્વાસ આવે અને ત્યારે જ આમાં ઠરવાથી મારું કલ્યાણ થશે એમ નક્કી થાય. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું ભાવમાં ભાસન થયા વગર એટલે જ્ઞાનમાં ભાસ્યા વગર ક્યાંથી આવે ? માટે પહેલાં ભાવભાસન થવું જોઈએ.
જ્ઞાનસ્વભાવ એટલે સર્વજ્ઞસ્વભાવ. સર્વજ્ઞભગવાને આ સ્વભાવ પર્યાયમાં પ્રગટ કરી દીધો છે અને મારે પર્યાયમાં તે પ્રગટ થયો નથી પણ સ્વભાવે તો હું પણ સર્વજ્ઞસ્વભાવી છું એમ અંતરથી ભાવભાસન થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે અને સાચી શ્રદ્ધા થાય ત્યારે જ સાચું ચારિત્ર પ્રગટ થાય છે. એ વગરનું ચારિત્ર પણ સાચું હોતું નથી.
સમકિતીને સ્વાનુભવની કળા આવડી જાય છે. એકવાર જેણે ભગવાન આત્મામાં જવાની કેડી જોઈ લીધી તે ફરી ફરી જોયેલાં માર્ગે જઈને સ્વભાવમાં રમણતા કરે છે. ગૃહસ્થાશ્રમમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૨૧૭ સમકિતીને મુનિ જેટલો સમય ન મળે તોપણ થોડો વખત તો ધર્મી અનુભવની ધારાના માર્ગે જવાનો સમય કાઢીને સામાયિકનો અભ્યાસ કરે છે.
જેણે આત્માનો વાસ્તવિક આનંદ ચાખ્યો હોય તે રાગનો સ્વાદ આકુળતાસ્વરૂપ છે એમ મીંઢવણી કરી શકે; પણ જેણે આનંદનો સ્વાદ જ ચાખ્યો નથી એવો અજ્ઞાની રાગ આકુળતાસ્વરૂપ છે એમ મીંઢવણી–મેળવણી કરી શકતા નથી. તેથી આકુળતાને જ એટલે કે રાગને જ પોતાનું સ્વરૂપ માને છે.
દિગંબર સંતોએ બહું ટૂંકામાં ઘણો માલ ભરી દીધો છે, ચારિત્ર દ્વારા મૂળ સત્તાને અનુભવીને લખે છે ને! શાશ્વત માર્ગને જાતે અનુભવીને તેની વાત મુનિરાજ લખે છે. અહીં યોગીન્દ્રદેવે તત્ત્વાનુશાસનના શ્લોકનો આધાર આપ્યો છે કે જેને આત્માના ધર્મધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્છાવાન અને મોહી છે, કયાંક મૂર્છાઈ ગયો છે, તેથી આત્માનો આનંદ આવતો નથી.
જેમ ઘરમાં પહ્મણી જેવી સ્ત્રી હોય પણ તેમાં મન ન લાગતું હોય તો તે સમજી જાય છે કે આનું મન બીજે ક્યાંક છે, અહીં મન જામતું નથી-એમ ઓળખી લે છે. તેમ અહીં કહે છે કે પરમાત્મા આનંદની મૂર્તિ છે તેનું ધ્યાન કરે છે પણ આનંદ નથી આવતો તો સમજી લેવું કે તે કયાંક મૂર્છાઈ ગયો છે. ક્યાંક પુણ્ય-પાપના પ્રેમમાં મૂર્છાઈ ગયો છે. જો ન મૂર્છાયો હોય તો ધ્યાન કરે અને આનંદ કેમ ન આવે ? આવે જ. જે આત્માનું દર્શન, જ્ઞાન અને રમણતા કરે છે, એકાગ્રતા કરે છે, તેને વચનગોચર એવો આત્મિક આનંદ આવે જ છે.
આહા ! પોતાના ઘરની ચીજ પોતે લે ત્યારે થાય તેવું છે, કોઈ આપી દે તેમ નથી. હવે કહે છે કે આત્મધ્યાન પરમાત્માનું કારણ છે.
जो पिंडत्थु पयत्थु बुह रूवत्थु वि जिण-उत्तु । रूवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ।। ९८ ।। જે પિંડસ્થ, પદસ્થ ને રૂપ0, રૂપાતીત;
જાણી ધ્યાન જિનોક્ત એ, શીધ્ર બનો સુપવિત્ર. ૯૮. અહીં કહે છે કે હે પંડિત! વીતરાગ ભગવાને આ ચાર પ્રકારના ધ્યાન કહ્યાં છે:
(૧) પિંડસ્થ એટલે શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે, (૨) પદસ્થ એટલે પાંચ પદમાં રહેલાં પંચપરમેષ્ઠીનો વિચાર કરીને અંતરમાં ધ્યાન કરવું, (૩) રૂપસ્થ એટલે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે અને (૪) રૂપાતીત એટલે રૂપથી રહિત સિદ્ધ ભગવાનનો વિચાર કરી અંતરમાં જવું છે. આ ચાર પ્રકારના ધ્યાન દ્વારા સ્વરૂપમાં એકાગ્ર થતાં જીવ અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય છે. પરમાત્મપદને પ્રાપ્ત કરવાની આ કળા છે. તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે જે ભાવથી, જે રૂપથી આત્મજ્ઞાની આત્માને ધ્યાવે છે તેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮] તે તન્મય થઈ જાય છે, ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને પૂરણજ્ઞાન સ્વરૂપ એવા ભાવથી ને એવા સ્વરૂપથી તેનું ધ્યાન કરે છે તો તે દશા તે ભાવમાં તન્મય થઈ જાય છે. ભગવાન આત્મા પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ છે અને જ્ઞાનની મૂર્તિ છે એવા ભાવથી ને એવા રૂપથી જે આત્માને ધ્યાવે છે ત્યારે તે વર્તમાનદશા ત્રિકાળભાવ સાથે તન્મય થઈ જાય છે.
me
* કોઈ અતિ નિંદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન ઉપર મુદગરની ચોટ મારે, અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા ક્યાંય વાજિંત્રોના અવાજ સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપ કર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના માર મર્મસ્થાન ઉપર પડયા કરે છે. મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી આજ આ મર્યો, કાલ આ મર્યો, ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિંદ્રાને જરાય વેગળી કરી શક્તો નથી, એ પરમ આશ્ચર્ય છે.
(શ્રી આત્માનુશાસન)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૧૯
પરમાત્મા ]
[ પ્રવચન નં. ૪૨] જ્ઞાનમય સર્વ આત્માને પરમાત્મપણે દેખ [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૩-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં હવે ૯૯મી ગાથામાં યોગીન્દ્રદેવ ચારિત્ર એટલે સમભાવ કોને કહેવાય. કોને હોય અને કેમ હોય તે વાત કરે છે.
सव्वे जीवा णाणमया जो सम-भाव मुणेइ । सो सामइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९ ।। સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય. ૯૯. શ્રીમદ્ કહે છે ને કે “સર્વ જીવ છે સિદ્ધ સમ.” એ જ વાત અહીં યોગીન્દ્રદેવ કહે છે કે “સર્વ જીવ છે જ્ઞાનમય.” સર્વ જીવો જ્ઞાનમય છે એમ પોતાનો આત્મા પણ જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ પ્રગટ થાય છે.
પોતે જ્ઞાનમય છે એમ જોતાં વીતરાગતા પ્રગટ થાય છે અને બીજા સર્વ જીવો જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે અને આ અઠીક છે એવી બુદ્ધિ રહેતી નથી. સર્વ જીવને જ્ઞાનમય ન દેખતાં કર્મના વિશે તેની થયેલી વિવિધ પર્યાયને દેખીને ઠીક-અઠીક બુદ્ધિ કરતો હતો તેનો અભાવ થાય છે. જ્ઞાનાવરણીને આધીન જ્ઞાનનું ઓછા-વધતાપણું હોય, દર્શનાવરણીને આધીન દર્શનનો ક્ષયોપશમ ઓછો-વધારે હોય, મોહનીયને આધીન મિથ્યાભ્રાંતિ અને રાગાદિ હોય અને અંતરાયને આધીન થતાં પોતાને વિકાર આદિ દેખાય, આયુષ્ય કર્મને આધીન દીર્ઘ કે થોડું આયુષ્ય હોય, નામકર્મને આધીન સુડોળ કે બેડોળ શરીર દેખાય, ગોત્ર કર્મને આધીન ઊંચ-નીચ દશા દેખાય પણ તે તો બધી પર્યાય છે. વેદનીયને આધીન શાતા-અશાતાનો ઉદય દેખાય પણ તે તો બધો સંયોગ છે, તે માત્ર જાણવા લાયક છે.
નિજ આત્મા અને પર સર્વ આત્માને માત્ર જ્ઞાતા-દષ્ટા-જ્ઞાનમય જતાં પર્યાયના ફેરફાર અને સંયોગના ફેરફાર તો માત્ર જાણવા લાયક દેખાય છે. કોઈમાં ઠીક-અઠીક બુદ્ધિ થતી નથી, આ શેઠ છે અને આ ગરીબ છે એમ જેયું તે તો વેદનીય કર્મને આધીન મળેલાં સંયોગોને જોવાની વાત છે, એવી સંયોગ આધીન દષ્ટિ ન કરતાં સ્વભાવદષ્ટિથી બધાને જ્ઞાનમય જોનારા જ્ઞાનીને આ ઠીક છે અને આ અઠીક છે એવા રાગ-દ્વેષ થતાં નથી.
આહાહા...“સર્વ જીવ છે જ્ઞાનમય” એમાં આચાર્યદેવે કેટલું ભરી દીધું છે! ભાવ હો કે અભાવ હો પણ નિશ્ચયથી પરમ સત્ પ્રભુ જ્ઞાનમય છે. તેમાં ઓછાવધતાંપણાની પણ વાત નથી. સર્વ જીવ જ્ઞાનમય છે તેમ હું પણ જ્ઞાનમય ચૈતન્યબિંબ સ્વરૂપ છું એવી દષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
[હું
થતાં તેને અંતરના આશ્રયમાં વીતરાગતાની જ ઉત્પત્તિ થાય, તેને જ સામાયિક અને સમભાવ કહેવામાં આવે છે.
સ્વરૂપે તો દરેક જીવ ‘ જ્ઞાનમય ’ કહેતાં સમભાવ સ્વરૂપ જ છે પણ તેની અંદર નજર પડતાં સમભાવ પર્યાયમાં પ્રગટ થાય છે.
સમયસારમાં પણ ૧૧મી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે ભૂતાર્થ એટલે જ્ઞાનમય આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તેના જ આશ્રયે સમભાવ-ચારિત્ર પ્રગટ થાય છે. જ્ઞાનમય વસ્તુ અર્થાત્ વીતરાગતામય અર્થાત્ નિર્વિકલ્પ સમરસીસ્વભાવ-એકરૂપ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, સમ્યગ્નાન થાય, સમ્યક્ચારિત્ર થાય, શુક્લધ્યાન થાય અને કેવળજ્ઞાન પણ તેના જ આશ્રયે થાય છે. સમયસારમાં બધાં શાસ્ત્રોનાં બીજડાં પડયાં છે.
પોતાના આત્મામાં અને બીજા અનંતા આત્મામાં કર્મના વશે જે પર્યાયમાં વિષમતા-વિવિધતા થાય છે તે કાંઈ વસ્તુનું મૂળ સ્વરૂપ નથી. વસ્તુસ્વરૂપે તો બધા જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે કે આ અઠીક છે એવી વૃત્તિ જ ઊભી થતી નથી.
વ્યવહાર અને પર્યાયદષ્ટિથી જોવાની આંખ બંધ કરીને વસ્તુના કાયમી અસલી સ્વભાવની દૃષ્ટિથી જુએ તો પોતાને પણ જ્ઞાનમય જુએ અને બધા ૫૨ જીવોને પણ એ સમભાવથી ભરેલાં ભગવાન જ જુએ.
શ્રી યોગીન્દ્રદેવ આ સામાયિક અર્થાત્ સમભાવની વ્યાખ્યા કરે છે અને
ભગવાનનો આધાર આપે છે કે જિનવરદેવ આમ કહે છે.
જીવ કર્તા થઈને પોતાના પુરુષાર્થથી પોતાને અને બધા જીવોને ‘જ્ઞાનમય ’ જોવાની સમભાવદષ્ટિ પ્રગટ કરે છે. કર્મને વશ થતાં જીવને અનેક વિષમ પર્યાયો થવા છતાં, તેને દેખવાં છતાં દ્રવ્ય-દષ્ટિએ બધા આત્મા જ્ઞાનમય ભગવાન છે એમ પોતાના પુરુષાર્થથી સમભાવની દૃષ્ટિએ જોતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
સામાયિકની વ્યાખ્યા કરતાં આમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગભાવ ત્રણેયની વ્યાખ્યા આવી જાય છે.
જ્ઞાન સિવાયના બીજા ગુણો પોતાનું અસ્તિત્વ ધરાવે છે પણ પોતાને કે બીજા ગુણોને જાણતા નથી તેથી તેને નિર્વિકલ્પ કહેવાય છે અને જ્ઞાન પોતાને તો જાણે પણ બીજા અનંત ગુણોને પણ જાણે છે. તેથી તેને સવિકલ્પ અને સાકાર પણ કહેવાય છે. આ જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે તેને પ૨મભાવ-ગ્રાહકનય પણ કહેવાય છે.
‘ જ્ઞાનમય ’ આત્માની દષ્ટિ કરતાં આત્મા જ્ઞાતા-દષ્ટા થઈ જાય છે તેથી ‘જ્ઞાનમય ’ આત્માનો નિર્ણય કરતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમભાવની ઉત્પત્તિ થાય છે.
જ્ઞાનને સવિકલ્પ કહ્યું તેનો અર્થ સ્વ-૫૨ને જાણે તે સવિકલ્પ એમ છે. સવિકલ્પ કહેતાં તેમાં રાગ છે એમ નથી. સ્વ-૫૨ને ન જાણે તે નિર્વિકલ્પ અને સ્વ-૫૨ને જાણે તે સવિકલ્પ એવો અહીં અર્થ લેવો. આ દૃષ્ટિએ જ ભગવાનના કેવળજ્ઞાનને પણ સવિકલ્પ કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[૨૨૧
ભગવાન સર્વજ્ઞ છે. તેથી સર્વને જાણે છે તો સર્વમાં ૫૨દ્રવ્યને જાણવું એ કાંઈ વિકલ્પ નથી. એ તો જ્ઞાનની વીતરાગી દશા છે. સર્વને જાણે છે માટે વ્યવહાર થઈ ગયો કે રાગ થઈ ગયો એમ નથી. આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વશક્તિ છે. આત્મ- જ્ઞાનમય થઈને ૫૨ને જાણે છે તેમાં પરની અપેક્ષા નથી તેથી સર્વને જાણતાં રાગ થાય કે વિકલ્પ થાય કે ઉપચાર આવે છે એમ વાત જ નથી. સ્વ અને પ૨નું પૂરું જાણવું-દેખવું થાય એવી જ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ છે.
નિશ્ચયથી હું જ્ઞાનમય છું અને ૫૨જીવો પણ જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ પ્રગટ થાય છે. પરદ્રવ્યની કે રાગની અપેક્ષા વિના સ્વના સામર્થ્યથી જે આ જ્ઞાન થાય છે તે સમભાવ છે. સમભાવ છે તેને જ ખરી સામાયિક હોય છે.
આઠ કર્મોને વશ થતાં જીવની જ્ઞાન આદિની જે હીનાધિક અવસ્થા થાય છે તે તો પર્યાયષ્ટિનો વિષય છે. તેને અહીં નિશ્ચયદષ્ટિમાં ગૌણ કરી છે. ભેદ, રાગ અને અલ્પતાના વ્યવહા૨નો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને અભેદ એકરૂપ જ્ઞાન આનંદમય સ્વભાવને મુખ્ય કરીને દષ્ટિ કરતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
મારો સ્વભાવ તો જ્ઞાનમય, આનંદમય આદિ સ્વભાવમય છે એમ જાણીને જે આત્મસ્થ થાય છે તેને સમભાવ પ્રાપ્ત થાય છે. તે જીવ આત્માનુભવમાં આવી જાય છે ત્યારે જ ૫૨મ નિર્જરાના કારણરૂપ સામાયિક ચારિત્રનો પ્રકાશ થાય છે.
ઘણાએ ઘણી સામાયિક કરી હશે પણ આ તો કોઈ જુદી જ જાતની સામાયિકની વાત છે. આ એક સમયની સામાયિક ભવના અભાવનું ફળ લાવે છે.
સ્વભાવ અને સ્વભાવવાનની અભેદતા જેણે દૃષ્ટિમાં લીધી, જ્ઞાનમાં જાણી અને તેમાં ઠર્યો તેને ભવ હોય જ નહિ કારણ કે જ્ઞાનમાત્ર વસ્તુમાં ભવ અને ભવનો ભાવ જ નથી.
આ તો ભાઈ ! આચાર્યોના શબ્દો છે. તેમાં ઘણી ગૂઢ ગંભીરતા ભરી છે. એક એક શબ્દમાં ઘણાં ઊંડા ભાવો ભર્યા છે.
પોતાના સ્વભાવના સામર્થ્યથી પરને પણ જ્ઞાનમય જોતાં તેની પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે જે નિર્જરાનું કારણ છે.
આહાહા...દ્રવ્યમાં ભવ કેવા ? ગુણમાં ભવ કેવા ? અને જે પર્યાય એ દ્રવ્ય-ગુણનો નિર્ણય કર્યો તેમાં પણ ભવ કેવો ? ભગવાન આત્માનો સ્વભાવ ભવના અભાવસ્વરૂપ જ છે તેથી તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં ભવ ન હોય. દ્રવ્યમાં ભવનો અભાવભાવ, ગુણમાં પણ ભવનો અભાવભાવ અને તેના આશ્રયે પ્રગટેલી સમભાવની પર્યાયમાં પણ ભવનો અભાવભાવ છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે એમ ભગવાને કહ્યું છે.
વિકલ્પ રહિત ભાવમાં રહેવું તે જ સામાયિક છે, તે જ મુનિપદ છે અને તે જ રત્નત્રયની એકતારૂપ મોક્ષમાર્ગ છે. તેમાં વચ્ચે નબળાઈના રાગાદિ વિકલ્પ હોય; ન હોય એમ નથી, પણ તે કાંઈ જીવનું કાયમી સ્વરૂપ નથી. પર તરફના ઝુકાવવાળા રાગાદિભાવ પર્યાયદષ્ટિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨] વિષય છે, માત્ર જાણવા લાયક છે, આદરવા લાયક નથી. આદરણીય તો એક ભવના અભાવસ્વરૂપ નિજ જ્ઞાનસ્વભાવ જ છે.
અહો! મુનિઓની શી વાત કરવી? એક વિકલ્પ આવ્યો શાસ્ત્ર રચવાનો, તેમાં થોડામાં કેટલું ભરી દીધું છે! પણ કહે છે કે વાણી લખવાની ક્રિયા એ તો જડની છે, લખવાનો વિકલ્પ ઉઠયો તે પણ મારો સ્વભાવ નથી. તે તો પર્યાયદષ્ટિનો વિષય છે. નિશ્ચયથી તો હું પણ જ્ઞાનમય છું અને બધા આત્માઓ પણ જ્ઞાનમય છે. આખો લોક જ્ઞાનમય પરમાત્માથી ભરેલો છે. બધાની સત્તા જુદી જુદી છે, સિદ્ધની પણ દરેક ની સત્તા અલગ-અલગ છે. કેમ કે મોક્ષ થાય ત્યાં સત્તાનો અભાવ થતો નથી. વિકારનો અભાવ થાય છે, તેથી મોક્ષમાં જ્યોતમાં જ્યોત ભળી જાય છે એ અન્યમતિની વાત જૂઠી છે. દરેક સિદ્ધ જીવની સત્તા જુદી-જુદી છે. એક ક્ષેત્રમાં રહેવા છતાં અનંત સિદ્ધોની સત્તા ન્યારી-ન્યારી છે. દરેકનો અસ્તિત્વગુણ જ એવો છે કે જેને લઈને દરેકનું અનાદિ-અનંત સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, કોઈમાં કોઈનું અસ્તિત્વ ભળી જતું નથી.
આગળ ત્રણ પ્રશ્ન કર્યા હતાં કે સામાયિક કેવી હોય, કોને હોય અને કેમ હોય? તો કહે છે કે આ ઉપર કહી તેવી સ્વભાવની દષ્ટિપૂર્વકની સામાયિક હોય, કોને હોય-કે જે સર્વને જ્ઞાનમય દેખે તેને હોય અને કેમ હોય? કે સ્વભાવનો આશ્રય કરવાથી હોય.
જે પોતાના રાગ અને ભેદને ગૌણ કરીને સ્વભાવને જુએ છે તે બીજાને પણ તેના રાગ અને ભેદને ગૌણ કરીને જ્ઞાનમય સ્વભાવને જુએ છે તેને જ સમભાવ પ્રગટ થાય છે અને વિષમદષ્ટિ છૂટી જાય છે. આ પરમાત્મા છે માટે રાગ કરવો કે આ જૈનદર્શનનો વિરોધી છે માટે દ્વેષ કરવો એ વાત જ આ સ્વભાવદષ્ટિમાં નથી.
યોગીન્દ્રદેવ અમૃતાશિતિનો આધાર આપે છે કે “જ્ઞાની શુદ્ધ, પૂર્ણ, નિર્વિકલ્પ, નિરંજન નિર્મોહ નિજ આત્મસમાધિમાં સુખામૃત લક્ષણ ગિરિગૂફામાં સ્થિત થાય છે.” નિજ આત્માની દષ્ટિ કરીને સ્થિર થાય તે ગિરિગુફા છે, બાકી બહારથી ગિરિગૂફામાં જઈને બેસે તેથી શું?
આચાર્યદેવની કેટલી કષ્ણાદષ્ટિ છે કે શિષ્યને “મિત્ર' કહીને બોલાવે છે. હું મિત્ર! સામ્યભાવની ગિરિગૂફામાં બેસીને, નિર્દોષ પદમાં સમાધિ બાંધીને પોતાના એક આત્મામાં તું તારા પરમાત્મપદને ધ્યાવ! જેથી તું સાચા સુખનો અનુભવ કરી શકીશ. હવે ૧૦૦મી ગાથામાં પણ મુનિરાજ સામાયિકની જ વાત કરે છે.
राय-रोस बे परिहरिवि जो समभाउ मुणेइ । सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।।१००।। રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૧OO. જે કોઈ જીવ રાગ-દ્વેષને ત્યાગીને એટલે એકરૂપ શુદ્ધ આત્માની દષ્ટિપૂર્વક વિષમતાને ત્યાગીને સમતાભાવને ધારે છે તેને પ્રગટપણે સામાયિક છે એમ જિનવરદેવ કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨૩
પરમાત્મા]
પોતાને ન્યાલ કરવાનો ઉપાય પોતામાં જ છે. ક્યાંય બહાર નથી. પણ બહારની ચીજના માહાભ્ય આડે આત્મા તો કોઈ જાણે વસ્તુ જ નથી એમ અજ્ઞાનીને થઈ ગયું છે. પરચીજ, શુભભાવ કે ક્ષયોપશમ જ્ઞાનની મહિમાની આડમાં અજ્ઞાની આખા ચૈતન્યદેવની મહિમાને ચૂકી જાય છે. મિથ્યાષ્ટિ સંયોગમાં, વિકારમાં કે અલ્પજ્ઞ આદિ પર્યાયમાં જ પોતાનું હોવાપણું સ્વીકારે છે. તેથી તેની અસત્ દષ્ટિમાં રાગ-દ્વેષ સાથે જ વસેલા છે. પોતામાં પર્યાયદષ્ટિ છે એટલે બીજા જીવોને પણ પર્યાયદષ્ટિથી જોઈને રાગ&ષ કર્યા કરે છે. મિથ્યાષ્ટિનું ઉલ્લસિત વીર્ય પરમાં જ રોકાઈ ગયું છે, ત્યાં જ સુખ માને છે અને જેણે ભગવાન આત્માનો ભેટો કર્યો તે ૯૬OOO રાણીના વૃદમાં પણ સુખ માનતો નથી. તેની દષ્ટિની કેટલી કિંમત ! દૃષ્ટિ આખી સ્વભાવ તરફ ગુલાંટ ખાઈ ગઈ છે તેને બહારમાં ક્યાંય સુખ ભાસતું જ નથી.
પરયમાં બે ભાગલા પાડે છે તે મિથ્યાદષ્ટિ છે. આ ઠીક અને આ અઠીક એવી બુદ્ધિ મિથ્યાષ્ટિને જ હોય છે. જ્ઞાનીને એવી બુદ્ધિ ન હોય અસ્થિરતાને કારણે ઇષ્ટઅનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે પરને કારણે નહિ અને સ્વભાવના કારણે પણ નહિ. માત્ર એક ચારિત્રના દોષને કારણે કમજોરી છે તેથી ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે શેયમાં બે ભાગલા પાડતાં નથી.
* મારું મરણ નથી તો મને ડર કોનો? મને વ્યાધિ નથી તો મને પીડા કેવી ? હું બાળક નથી, હું યુવાન નથી. એ સર્વઅવસ્થાઓ પુદ્ગલની છે. (શ્રી ઇષ્ટ-ઉપદેશ) "
.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪]
[ પ્રવચન નં. ૪૩] કેવળજ્ઞાનીની જેમ
નિ:શંકપણે નિજ-પરમાત્માને જાણતા જ્ઞાની [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૪-૭-૬૬ ]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. તેમાં ૧૦૦મી ગાથામાં સાચી સામાયિકના સ્વરૂપનું વર્ણન ચાલે છે.
राय-रोस बे परिहरिवि जो समभाउ मुणेइ । सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १०० ।। રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૧OO. ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે જે રાગ-દ્વેષનો ત્યાગ કરીને સમભાવને ધારણ કરે છે તેને સાચી સામાયિક હોય છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થયું તેને બીજા પ્રાણીઓ પ્રત્યે સમભાવ વર્તે છે. ધર્મીજીવની દષ્ટિ મિથ્યાષ્ટિની દૃષ્ટિ કરતાં ઊલટી થઈ ગઈ છે. મિથ્યાષ્ટિ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરે છે એમ માનીને તેના પ્રત્યે રાગ-દ્વેષ કરે છે અને જ્ઞાની તો એમ માને છે કે કોઈ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરી શક્તા નથી. સૌને પોતાના કર્મ અનુસાર સંયોગ-વિયોગ થાય છે, કોઈ કોઈનો બગાડ સુધાર કરી શક્યું નથી. આવી દઢ શ્રદ્ધા અને જ્ઞાનને કારણે જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષની બુદ્ધિ થતી નથી.
પોતાના સ્વભાવને જ્ઞાતા-દારૂપે કબૂલતો, જાણતો, ઠરતો ધર્મી જીવ બીજા જીવના જીવન-મરણ, સુખ-દુઃખને કોઈ અન્ય જીવ કરે છે એમ માનતો નથી. જગતના દરેક કાર્યો પોત-પોતાના અંતરંગ ઉપાદાનને કારણે થાય છે એમ ધર્મી માને છે.
જેમ સૂર્ય તેના કારણે ઊગે છે અને તેના કારણે આથમે છે તેમાં કોઈને એવો વિકલ્પ નથી આવતો કે આ જલ્દી ઊગે કે જલ્દી આથમી જાય તો સારું. તેમ ધર્મી જીવને જગતના દરેક કાર્યો તેના કારણે થાય છે તેમાં હું ફેરફાર કરું એવી બુદ્ધિ થતી નથી. દરેક પદાર્થ તેના ક્રમે પરિણમતા પોતાની અવસ્થાના કાર્યને કરે છે, તેમાં અનુકૂળ નિમિત્ત જે હોય તે હોય જ છે એમ જાણતાં જ્ઞાનીને બીજાના કાર્ય મેં કરી દીધાં એવો અહંકાર થતો નથી અને બીજા મારા કાર્ય કરી દે એવી અપેક્ષા રહેતી નથી.
જગતનું શું દ્રવ્ય નકામું છે? એટલે કે કયું દ્રવ્ય પર્યાય વિનાનું છે? કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું નથી. પર્યાય એટલે દ્રવ્યનું કાર્ય અને દ્રવ્ય તેનું કારણ. કાર્ય વિનાનું કારણ ન હોય અને કારણ વિનાનું કાર્ય ન હોય. આવું જાણતાં જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે વિષમતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૨૨૫ ઉત્પન્ન થતી નથી, સમભાવ રહે છે. ગૃહસ્થાશ્રમમાં પણ જ્ઞાનીને શ્રદ્ધા-જ્ઞાનમાં આવો સમભાવ રહે છે અને ચારિત્રની નબળાઈ વશ અલ્પ રાગ-દ્વેષ થાય તેને જ્ઞાની પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
યોગીન્દ્રદેવ સમયસારનાં બંધ-અધિકારના ૧૭૬ કળશનો આધાર આપે છે. સમ્યજ્ઞાની પોતે પોતાને અને બધા પરદ્રવ્યના સ્વભાવને જેમ છે તેમ જાણે છે અને તેની પર્યાયમાં થતાં કાર્યને પણ વ્યવહાર તરીકે જાણે છે. દ્રવ્ય તે નિશ્ચય છે અને પર્યાય તે વ્યવહાર છે. દ્રવ્ય વગરની પર્યાય ન હોય-નિશ્ચય વગરનો વ્યવહાર ન હોય. આવું જાણતાં જ્ઞાની પોતાની પર્યાયમાં થતાં રાગને પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
કોઈ લાકડી મારે અને પોતે ક્ષમા રાખે તો સમભાવ કહેવાય એમ નથી. હું જ્ઞાનસ્વભાવી છું અને પર્યાયમાં વિષમભાવ થાય છે તે મારો સ્વભાવ નથી એમ બે વચ્ચે ભેદજ્ઞાન કરવું તે સમભાવ છે. આ અપેક્ષાએ જ્ઞાની રાગ-દ્વેષ કરતાં નથી એમ કહેવાય છે. ચારિત્રની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે તેની અહીં ગૌણતા છે. હવે છેદોવસ્થાપનની વાત કરે છે.
हिंसादिउ-परिहारु करि जो अप्पा हु ठवेइ ।
सो बियऊ चारित्तु मुणि जो पंचम-गइ णेइ ।।१०१।। હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જે;
તે બીજું ચારિત્ર છે, પંચમ ગતિકર તેહ. ૧૦૧. જે કોઈ જીવ હિંસા આદિ પાપના પરિણામના અભાવસ્વભાવસ્વરૂપ આત્મામાં સ્થિરતા કરે છે તેને બીજું ચારિત્ર છે જે પંચમગતિનું કારણ છે. વિકારનો છેદ કરી આત્માને આત્મામાં સ્થાપવો તેને છેદોપસ્થાપના નામનું બીજું ચારિત્ર કહેવાય છે એમ યોગીન્દ્રદેવ કહે છે. આમ તો, સામાયિકમાં બેઠા હોય અને તેમાં કોઈ વિકલ્પ આવી જાય. દોષ લાગે તેને છેદીને ફરી આત્મામાં સ્થિર થાય તેને છેદોપસ્થાપના કહેવાય છે. પણ અહીં તો યોગીન્દ્રદેવે અધ્યાત્મથી છેદોપસ્થાપનાનું સ્વરૂપ કીધું છે.
મોક્ષનું સાક્ષાત કારણ તો સ્વરૂપમાં લીનતારૂપ ચારિત્ર છે તેથી ધર્મનું મૂળ ચારિત્ર કહ્યું છે પણ તે ચારિત્ર દર્શન-જ્ઞાન વિના હોતું નથી.
સ્થિર-બિંબ ભગવાન આત્મામાં સ્થિરતાનો અભ્યાસ થતાં પછી કાયમી સ્થિરતા–ધ્રુવદશા-પંચમગતિ પ્રગટ થઈ જાય છે. પંચાસ્તિકાયમાં કેવળજ્ઞાનને પણ એક નયે ફૂટસ્થ કહ્યું છે તેમ મોક્ષમાં એકધારી સ્થિરતા હોવાથી તેને પણ ધ્રુવ કહ્યો છે. સ્થિરતા પલટે છે પણ એકધારી એવી ને એવી થતી રહે છે માટે તેને ધ્રુવ કહી છે.
मिच्छादिउ जो परिहरणु सम्मदसण-सुद्धि । सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ।। १०२।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
હું
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રર૬]
મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શન શુદ્ધિ;
તે પરિહાર વિશુદ્ધિ છે, શીઘ લહ શિવસિદ્ધિ. ૧૦૨. અહીં મુનિરાજે અધ્યાત્મથી પરિહારવિશુદ્ધિની વ્યાખ્યા કરી છે કે જેણે મિથ્યાત્વ, અવ્રત, કષાય આદિનો પરિહાર કરીને સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રગટ કરી છે તેને પરિહારવિશુદ્ધિ છે.
અનાદિથી જે સ્વભાવનો અનાદર કરતો હતો અને પુણ્ય-પાપ આદિનો જ એકાન્ત આદર કરતો હતો તેને છોડીને હવે જે પરમાનંદસ્વરૂપ નિજ આત્મસ્વભાવનો આદર-સત્કાર કરે છે એટલે કે સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રગટ કરે છે તેને પરિહારવિશુદ્ધિ છે.
અષ્ટપાહુડમાં સમ્યગ્દર્શન ઉપર જોર દેતો એક શ્લોક આવે છે કે “સમકિતમાં પરિણત થયેલો આઠ કર્મ નાશ કરે છે.” સ્વરૂપ જે પૂરણ...પૂરણ શ્રદ્ધા થઈ છે તેના વલણમાં તેનું ને તેનું પરિણમન ચાલતાં આઠેય કર્મોનો નાશ થઈ જાય છે.
તેમ અહીં કહે છે કે ભગવાન પરમાનંદસ્વરૂપમાં-અનંત ગુણના ગોદામમાં થાપ મારીને જ્યાં સ્વરૂપનો આદર પ્રગટ કરે છે ત્યાં બીજા સર્વ ભાવોનો પરિહાર થઈ જાય છે. મિથ્યાત્વના પરિવાર ઉપરાંત રાગ-દ્વેષનો પણ જ્યાં પરિહાર થયો એટલે કે ત્યાગ થયો-અભાવ થયો અને સ્વરૂપની પ્રતીતિ-જ્ઞાન અને સ્થિરતા પ્રગટ થઈ તેને અહીં
પરિહારવિશુદ્ધિ' નામનું ચારિત્ર કહ્યું છે. અહીં પણ સમ્યગ્દર્શન ઉપર વધારે જોર આપ્યું છે. કેમ કે સમ્યગ્દર્શન વિના ધર્મમાં એક ડગલું પણ આગળ ચાલી શકાતું નથી.
જેને દષ્ટિમાં નિજ પરમાત્મસ્વરૂપનો ભેટો થયો તેને ખરેખર શ્રદ્ધા-જ્ઞાનમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે.
દિગંબર આચાર્યોએ ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન વિધિએ આત્માને ગાયો છે. અહીં અધ્યાત્મથી “પરિહારવિશુદ્ધિ” નો શબ્દાર્થ કર્યો છે. ખરેખર પરિહારવિશુદ્ધિ તો મુનિને હોય છે પણ અહીં સમ્યગ્દર્શનની શુદ્ધિ અને મિથ્યાત્વાદિના પરિહારને “પરિહારવિશુદ્ધિ' કહી દીધી છે.
સમ્યજ્ઞાનીને પરિહારવિશુદ્ધિ એ રીતે છે કે તેને સ્વભાવમાં આદરમાં બહારના કોઈ પદાર્થની વિસ્મયતા લાગતી નથી. પદાર્થની યથાર્થ સ્થિતિના જ્ઞાનને લીધે તેને કોઈ પદાર્થમાં વિસ્મયતા કે ખેદ થતો નથી, તેથી છએ દ્રવ્યના મૂળ ગુણ અને પર્યાયના
સ્વરૂપને કેવળજ્ઞાનીની જેમ શંકા રહિત યથાર્થ જાણે છે. જ્ઞાનીને શ્રુતજ્ઞાન છે તેથી પરોક્ષ જ્ઞાન છે પણ પરોક્ષ રીતે, કેવળજ્ઞાની જેટલું અને જેવું જાણે છે તેટલું અને તેવું જ જ્ઞાની જાણે છે પણ ક્યાંય વિસ્મયતા લાગતી નથી.
અહાહાહા ! આત્માના એક જ્ઞાન ગુણની એક પર્યાયની કેટલી તાકાત છે કે એક સમયમાં દરેક દ્રવ્યને તેના અનંત ગુણ પર્યાય સહિત જાણી લે છે. એક શ્રદ્ધાની પર્યાય એવી છે કે તે બધાની શ્રદ્ધા કરી લે છે. આવી તો એક પર્યાયની તાકાત છે તો આત્માની કેટલી તાકાત? આવા આત્માને જે જાણે તેણે ખરેખર આત્માને જાણો કહેવાય. જ્ઞાની આવા ભગવાન આત્માને કેવળજ્ઞાનીની જેમ નિઃશંકપણે જાણે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૨૭
પરમાત્મા]
આવા દઢ જ્ઞાન અને વૈરાગ્યધારી સમ્યગ્દષ્ટિ જોકે પૂર્વકર્મના ઉદયથી ગૃહસ્થાશ્રમમાં દરેક કાર્ય કરતાં દેખાય છે તો પણ તે કાર્યોને તે આસક્તિભાવથી કરતાં નથી. રાગને રોગ જાણે છે, મારા પુરુષાર્થની ગતિ એટલી વિપરીત છે માટે રાગ થાય છે એમ જાણે છે. રાગ એ મારા સ્વભાવની જાત નથી. તેમ કર્મ પણ રાગ કરાવતું નથી. મારા જ પુરુષાર્થની ખામીથી રાગ થાય છે એમ જાણે છે.
જ્ઞાની જાણે છે કે આ મને સનું સ્થાપન કરવાનો-નયથી મુખ્ય-ગૌણ કરવાનો વિકલ્પ ઊઠે છે તે પણ રાગ છે–પ્રશસ્ત કષાયનો અંશ છે. વીતરાગ અમૃતરસમાં એ અંશ પણ મને પાલવતો નથી. આંખમાં કદાચ કશું સમાય પણ મારા વીતરાગરસમાં આ રાગ પોષાતો નથી-સમાતો નથી.
આમ, જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં-ગૃહસ્થાશ્રમના કાર્યો કરતાં હોવા છતાં તેમાં એકાકાર થતાં નથી, લીન થતાં નથી. ચારિત્રની કમજોરીથી થતાં રાગનેવિષમભાવને પોતાના સમસ્વભાવથી વિરુદ્ધ હોવાથી રોગ જાણે છે.
સમ્યગ્દર્શનની શુદ્ધતા એ જ મોક્ષ ઉપાયનું મૂળ છે. સમ્યગ્દર્શનમાં સમસ્વભાવી ભગવાન આત્માની સમ્યક પ્રતીતિનું જોર એટલું છે કે તે જ વીતરાગ યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષનું કારણ બને છે.
આનંદઘનજી એક સ્તુતિમાં લખે છે કે “ગગનમંડળમાં ગૌઆ વિયાણી, વસુધા દૂધ જમાયા, માખણ થા સો વીરલા પાયા, છાશે જગત ભરમાયા.” કહે છે માખણ તો વિરલા જ્ઞાની ખાઈ ગયા અને જગત આખું તો છાશમાં ભરમાયું છે. આ સ્તુતિ ઉપરથી શેઠિયાએ એક લીટી લખી છે કે “આતમ ગગનમેં જ્ઞાન હી ગંગા, જામે અમૃત વાસા, સમ્યગ્દષ્ટિ ભર ભર પીવે મિથ્યાદષ્ટિ જાય પ્યાસા...”
આવા સમસ્વરૂપમાં લીન જ્ઞાનીને ક્યારેય પરપદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણાનો રાગ આવી જાય છે તેનો પરિહાર કરીને તે ફરી સ્વરૂપમાં લીન થાય છે તેનું નામ પરિહારવિશુદ્ધિ છે.
અહીં અમૃતચંદ્ર આચાર્યકૃત તત્ત્વાર્થસારનો દાખલો આપ્યો છે. “જ્યાં પ્રાણીઓના ઘાતનો વિશેષપણે ત્યાગ હોય અને ચારિત્રની વિશુદ્ધિ હોય તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે.
હવે યથાખ્યાતચારિત્રની વ્યાખ્યા આપે છે. सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु । સો સુદુમુ વ વારિત મુf, તો સાસય-સુદ-ઘામુ / ૧૦રૂપા સૂક્ષ્મ લોભના નાશથી, જે સુક્ષમ પરિણામ;
જાણો સૂક્ષ્મ-ચરિત્ર છે, જે શાશ્વત સુખધામ. ૧૦૩. યથાખ્યાતચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર અર્થાત્ ઉત્કૃષ્ટ ચારિત્ર. યથાખ્યાત એટલે અંતરસ્વભાવમાં જેવું અકષાય-અવિકારી, વીતરાગ સમભાવસ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે તેવું જ પર્યાયમાં યથાર્થમાં પ્રસિદ્ધ થવું તેને યથાખ્યાત નામનું વીતરાગ ચારિત્ર કહેવાય છે અને તે ચારિત્ર જ અવિનાશી સુખનું સ્થાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
દશમાં ગુણસ્થાને જે સૂક્ષ્મ લોભ છે તેનો પણ નાશ થઈને જે સૂક્ષ્મ વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય છે તેને સૂક્ષ્મ ચારિત્ર કહે છે. તે જ યથાખ્યાત- ચારિત્ર છે, તે મોક્ષનું સાક્ષાત્ કારણ છે.
ચારિત્રની શરૂઆત થયા પછી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેના સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, યથાખ્યાતચારિત્ર આદિ આ બધા પ્રકાર છે. સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવી આ વાત બીજે ક્યાંય ન હોઈ શકે.
આ તો બધી આત્મારામને ભેટવાની વાતો છે. નિજપદ રચે સો “રામ” કહીએ, કર્મ કસે તેને કૃષ્ણ કહીંએ. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના આત્મબાગમાં રમે તેને યથાખ્યાતચારિત્ર હોય છે. આ ચારિત્ર જ તેને અવિનાશી સુખનું સાક્ષાત્ કારણ છે.
ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ અને ચાર અનંતાનુબંધીની પ્રકૃતિનો નાશ થઈને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટ થઈ જાય છે. તે ચારિત્રની પૂર્ણતા તો યથાખ્યાતચારિત્રથી થાય છે પણ ચોથામાં તેના અંશરૂપ કણિકા ન જાગે તો તો આગળ જ ન વધી શકે.
અરે! આ તો તત્ત્વના નિર્ણયનો વિષય છે, તેમાં સમભાવે શાંતિથી વીતરાગી ચર્ચા કરીને નિર્ણય કરવો જોઈએ. તેમાં એક-બીજાને ખોટા પાડવાની વાત ન હોય ભાઈ ! કોઈની ભૂલ હોય તો પણ તેને બીજી રીતે સમજાવીને કહેવું જોઈએ. તેને દ્વષી કલ્પીને કે વિરોધી કલ્પીને કહેવું એ કાંઈ સજ્જનતાની રીત છે? આ તો વીતરાગ માર્ગ છે ભાઈ ! તેમાં તો શાંતિથી, ન્યાયથી જેમ હોય તેમ નિર્ણય કરવો જોઈએ અને જે સત્ય નીકળે તેને કબૂલવું જોઈએ. આમાં કોઈ પક્ષની વાત નથી.
ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર હોય એ વાત તો ટોડરમલજી, ગોપાલદાસજી બરૈયા, રાજમલજી વગેરે બધાનાં શાસ્ત્રોમાં આવે છે અને કદાચ સીધા શબ્દોમાં ન નીકળે તોપણ ન્યાયથી તો સમજવું જોઈએ ને ભાઈ ! “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' કહેતાં તેમાં ચારિત્રનો અંશ આવી જ જાય છે.
મિથ્યાષ્ટિને પોતાના જ્ઞાયકપણાનું ભાન ન હતું તેથી શરીરાદિ અને રાગદ્વષાદિ ભાવોમાં પોતાપણાની શ્રદ્ધા-જ્ઞાન અને લીનતા હતા. હવે જ્યાં શ્રદ્ધાએ ગુલાંટ ખાધી-નિજ પરમાત્માનું અવલોકન થયું તો તે પોતામાં ઠર્યા વિના શી રીતે થાય? એ ઠરે છે એનું જ નામ ભગવાન સ્વરૂપાચરણચારિત્ર કહે છે. અનંતાનુબંધીનાં ક્રોધ, માન, માયા, લોભ-આદિ ચાર કષાયનો નાશ થયો તો કાંઈક ચારિત્ર પ્રગટ થાય કે નહિ? ભલે એ દેશચારિત્ર કે સકલચારિત્ર નથી પણ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર છે. સ્વભાવના સ્વાદ વગર શ્રદ્ધા ક્યાંથી થાય ? એ સ્વભાવનો સ્વાદ તે સ્વરૂપા- ચરણચારિત્ર છે, એથી આગળ વધીને ચારિત્ર પૂર્ણ થાય તેને થયાખ્યાતચારિત્ર કહે છે અને તેમાં ગુણસ્થાને ચારિત્રની સાથે અનંત આનંદ પ્રગટ થાય ત્યારે પરમ યથાખ્યાતચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૨૨૯ [ પ્રવચન નં. ૪૪]
ગુરુ આદેશઃ દેહવાસી નિજ-પરમાત્મામાં અને
સર્વજ્ઞ-પરમાત્મામાં ફેર ન જાણ! [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૬-૭-૬૬ ]
આ શ્રી યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેની ૧૦૪ ગાથા ચાલે છે. યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા પોતે જ પંચ-પરમેષ્ઠી છે.
अरहंतु वि सो सिद्ध फुडु सो आयरिउ वियाणि । सो उवझायउ सो जि मुणि णिच्छई अप्पा जाणि ।। १०४।। આત્મા તે અર્હત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. ૧૦૪. નિશ્ચયદષ્ટિ અર્થાત યથાર્થ દષ્ટિથી જુઓ તો, આત્મા જ અહંત છે એમ જાણો. અહંત, સિદ્ધ, આચાર્ય આદિના પર્યાયો આત્માના ધ્રુવપદમાં-અંતરમાં શક્તિરૂપે પડી છે.
આત્મામાં વર્તમાન દશામાં અલ્પજ્ઞાન, અલ્પદર્શન અને રાગ-દ્વેષાદિની વિપરીતતા છે. એ તો ક્ષણિક અવસ્થા છે પણ અંતરમાં તો, અહંતના જેવા અનંત ચતુષ્ટય ત્રિકાળ પડયાં છે.
પ્રવચનસારની ૮૦ મી ગાથામાં આવે છે કે અહંતનું દ્રવ્ય એટલે શક્તિવાન, તેના ગુણ એટલે શક્તિ અને તેની વર્તમાન અવસ્થાને જે જાણે છે તે પોતાના આત્માના દ્રવ્ય ગુણ-પર્યાયને જાણે છે એટલે કે અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય સાથે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને મેળવે છે કે મારામાં પણ અહંત જેવા દ્રવ્ય-ગુણ છે. મારા સ્વભાવમાં અનંત જ્ઞાન-દર્શન, સુખ આદિ સ્વભાવો છે તે પ્રગટ થશે. જે હોય તે પ્રગટ થાય, ન હોય તો ક્યાંથી આવે? આહાહા! રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા વડે હું અહંત જેવો જ છું એવી પ્રતીતિ થઈ શકે છે.
ભગવાન આત્મા એટલે કારણ પરમાત્મામાં અહંતપદનું કારણ પડયું છે તે પ્રગટ થાય છે. તૃષા લાગી હોય તો, પાણી હોય તો તૃષા છીએ. તેમ અહંતપદ અંતરમાં હોય તો તેમાં એકાગ્રતા કરવાથી પર્યાયમાં તે પ્રગટ થાય. પાણી ન હોય તો તૃષા ન છીએ, તેમ અંતરમાં અહંતપદ ન હોય તો પર્યાયમાં પ્રગટ ક્યાંથી થાય?
અહીં યોગસારની આ ૧૦૪ ગાથામાં જે વાત છે એ જ વાત મોક્ષપાહુડની ૧૦૪ મી ગાથામાં છે, તેનો અહીં આધાર આપ્યો છે.
અરે! આ તત્ત્વનો ભરોસો પણ કેમ થાય? ભાઈ ! તારી દશામાં ભલે અલ્પજ્ઞાન હો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦] પણ તું સર્વજ્ઞસ્વભાવી છો, દશામાં ભલે અલ્પદર્શન હો પણ સર્વદર્શિત્વ સ્વભાવ અંદરમાં છે, પર્યાયમાં ભલે અલ્પવીર્ય છે પણ આત્મા અનંતવીર્યનું ધામ છે, પર્યાયમાં રાગ-દ્વેષની વિપરીતતા હોવા છતાં આત્મા વીતરાગ આનંદનો કંદ છો. તું નાનો નથી ભાઈ ! તું મોટો છો. તું પોતે અહંતસ્વરૂપે બિરાજમાન છો વિશ્વાસ કર!
આત્મદરબારમાં અનંતા....અનંતા ગુણો સદાય શક્તિરૂપે બિરાજમાન છે. તે એક એક ગુણની અનંત પર્યાય તો છે પણ તેની શક્તિ પણ અનંત છે. ભાઈ ! આવો જ વસ્તુનો સ્વભાવ છે કાંઈ કલ્પનાથી વાત વધારીને તને કહેતાં નથી. વસ્તુ જેવી છે તેવી તને કહીએ છીએ.
| મુનિરાજ કહે છે સિદ્ધનું ધ્યાન કર! એટલે કે તારા સિદ્ધસ્વરૂપનું ધ્યાન કર-તેમાં એકાગ્રતા કર! એટલે કે સમ્યક શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્ર પ્રગટ કર!
તું આચાર્યનું ધ્યાન કર! અંતરમાં પંચાચારનું પાલન કરવું તે આચાર્યપણું છે. બહારમાં શિષ્યોને શિક્ષા-દીક્ષા દેવાના ભાવ આવે તે આચાર્યપણું નથી. એ તો રાગ છે. આચાર્ય તે વીતરાગીપર્યાય પરિણમેલું પદ છે. એવી પર્યાયો પણ તારા અંતરમાં છે માટે તું આચાર્યનું ખરું સ્વરૂપ ઓળખી તેમાં લીન થઈ જા, તો તું પોતે આચાર્ય બની જઈશ. ઉપાધ્યાય સ્વરૂપ પણ તું જ છો ભાઈ ! વીતરાગી દ્રવ્ય, વીતરાગી ગુણ અને ગુણસ્થાન પ્રમાણે પ્રગટેલી વીતરાગી પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાધ્યાય છે. એવા ઉપાધ્યાય સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું.
જે પૂર્ણ સ્વભાવને સાધે છે તે “સાધુ” છે. સાધુને ૨૮ મૂળગુણનો રાગ છે પણ તે રાગ સ્વભાવને સાધતો નથી. સ્વભાવને સાથે એવી વીતરાગી પર્યાય તું પ્રગટ કર!
કાલે રાત્રે સરસ પ્રશ્ન થયો હતો કે કેવળી કોનું ધ્યાન કરે છે? કેવળીને તો મોહ નથી અને પદાર્થોનું જ્ઞાન પૂરું છે તો ધ્યાન કોનું? ભાઈ ! એ તો અનંત અતીન્દ્રિય આનંદને અનુભવે છે ને! એ જ તેનું ધ્યાન કહો કે અનુભવ કહો, એક જ છે. પ્રવચનસારની જ્ઞય અધિકારની છેલ્લી ગાથાઓમાં આ વાત આવે છે.
આ બધી સત્ વસ્તુની વાત છે, કલ્પના નથી. પખંડાગમમાં પહેલી જ વાત લખી છે કે સત્પદ્ પ્રરૂપણા” જે છતા-સત્ પદાર્થ છે તેનું વાણીમાં કથન કરીએ છીએ.
ભગવાન આત્મા અકષાય વીતરાગરસથી ભરપૂર છે તેથી તેની પ્રાપ્તિ પણ વીતરાગદશા દ્વારા જ થાય છે. રાગથી વીતરાગસ્વભાવ પ્રાપ્ત ન થાય. આત્મા પંચપરમેષ્ઠી સ્વરૂપ છે તેથી આત્માનું ધ્યાન કરતાં તેમાં પાંચેય પરમેષ્ઠીનું ધ્યાન ગર્ભીત છે.
અહંતનું લક્ષ કરતાં સમવસરણ અને વાણી આદિ લક્ષમાં ન લેતાં વીતરાગી પર્યાયરૂપે પરિણમેલું અર્વતનું દ્રવ્ય લક્ષમાં લેવું. સિદ્ધ તો પરિપૂર્ણ જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય પરિણમેલા છે, તેનું લક્ષ કરવું. આચાર્યનું લક્ષ કરતાં તેમનાં વિકલ્પ, વાણી અને રાગથી રંજિત પરિણામ લક્ષમાં ન લેવા, પણ તેનો આત્મા જે વીતરાગી પર્યાયરૂપે પરિણમેલો છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૨૩૧ તે લક્ષમાં લેવો. એ જ રીતે ઉપાધ્યાય અને સાધુની પણ બહારની ક્રિયા લક્ષમાં ન લેતાં માત્ર તેમની આત્મ-આરાધનાની ક્રિયા આરાધવાલાયક છે.
સમયસાર કળશનો આધાર આપ્યો છે કે આત્માનું સ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન - ચારિત્રમય એકરૂપ છે તે જ એક મોક્ષમાર્ગ છે. નિર્વિકલ્પ મોક્ષમાર્ગ એક જ છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે પણ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે. તેથી મોક્ષના અર્થીને ઉચિત છે કે આ એક સ્વાનુભવરૂપ મોક્ષમાર્ગનું સેવન કરે.
અજ્ઞાનીને જ્યાં સુધી મોટી દષ્ટિએ મોટો ભગવાન આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી રમણતાં ક્યાં કરવી તે ખબર પડતી નથી. મોટી દષ્ટિ એટલે સમ્યક દષ્ટિ કે જે મહાન દષ્ટિ છે તેના વડે મહાન એવા ભગવાન આત્માની શ્રદ્ધા થાય ત્યારે તેમાં રમણ
ક્યાં કરવું તેનું ભાન થાય છે. આવું સમ્યગ્દર્શન થયા પછી પણ અમૃતચંદ્ર આચાર્ય ૮૦ મી ગાથામાં કહે છે કે પ્રમાદરૂપી ચોર મારી સંપદા લૂંટી ન જાય તે માટે હું સાવધાન રહું છું-પ્રમાદ છોડીને પુરુષાર્થની કેડ બાંધીને બેઠો છું.
વીતરાગદેવ ત્રિલોકીનાથની વાણીમાં આ તત્ત્વ આવ્યું છે ભાઈ ! કેવલપરંતો ધમ્મો શરણે ” કેવલી પ્રરૂપિત ધર્મ જ મંગલ, ઉત્તમ અને શરણ છે. આ બધું શરણ તારા આત્મામાં જ પડયું છે ભાઈ ! ભગવાનને યાદ કરવા એ તો રાગ છે પણ રાગરહિત નિજસ્વરૂપનું શરણ લે ત્યારે ખરું અરિહંત અને સિદ્ધનું શરણ લીધું કહેવાય. હવે ૧૫ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે.
सो सिउ संकरु विण्हु सो सो रुद् वि सो बुद्ध । सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्ध ।। १०५।। તે શિવ, શંકર, વિષ્ણુ ને દ્ધ, બુદ્ધ પણ તે જ;
બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ, અનંત પણ તે જ. ૧૦૫. આત્મા..આમા..ની વાત તો ઘણાં કહે છે પણ અહીં જે કહેવાય છે- “આત્મા એક અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. જેમાં આકાશના અનંતાનંત પ્રદેશ કરતાં પણ અનંતગુણા ગુણ છે અને એટલી જ તેની પર્યાયો છે-આવો આત્મા વેદાંત આદિ કોઈ મતમાં કહ્યો નથી. અજ્ઞાનીઓએ તો અસર્વાશમાં સર્વાશ માન્યું છે. અહીં તો સર્વાશે આખી ચીજ જેવી છે તેવી કહેવાય છે. આવો જે આત્મા છે તે પાંચ પરમેષ્ઠીરૂપે પરિણમે છે તેને જ અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહ્યો છે.
આગળની ગાથામાં જે પંચપરમેષ્ઠીના સ્વરૂપે ધ્યાવવા યોગ્ય કહ્યો તે આત્મા જ બ્રહ્મા, શિવ, શંકર, વિષ્ણુ, , બુદ્ધ, ઈશ્વર, જિન અને અનંત છે, તેના સિવાય બીજો કોઈ બ્રહ્મા આદિ નથી. અરે ભાઈ ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાને જોયું બીજું અને કહ્યું બીજું એવું નથી. છ પ્રકારના દ્રવ્યો જેવા જયાં તેવા જ ભગવાને કહ્યાં છે. આત્મા જ શિવ છે કેમ કે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ધ્યાન કરવાથી કલ્યાણ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨] ભગવાન આત્મા આનંદ દેનારો છે માટે આત્મા જ શંકર છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞય પ્રમાણ છે, માટે આત્મા લોકાલોક પ્રમાણ છે એટલે કે ક્ષેત્રથી નહિ પણ કેવળજ્ઞાનની અપેક્ષાએ આત્મા લોકાલોક વ્યાપક છે માટે આત્મા જ વિષ્ણુ છે.
આત્મા જ રુદ્ર છે કેમ કે જેમ રુદ્ર બીજાનો નાશ કરે છે તેમ આત્મા આઠ કર્મોનો નાશ કરે છે. આત્મા જ બુદ્ધ છે. એક સમયમાં પૂર્ણાનંદનો નાથ આત્મા પૂર્ણ જ્ઞાનરૂપે પરિણમે છે અને એવી એવી અનંતી શક્તિઓ આત્મામાં રહેલી છે માટે આત્મા જ બુદ્ધ કહેવાય. આવા આત્માને જે માનતા નથી અને ક્ષણિક પર્યાયને જ આત્મા માને છે તે માન્યતા તદ્દન ખોટી અજ્ઞાનભાવ છે...સંસારભાવ છે.
ગાંધીજીએ શ્રીમદને પ્રશ્ન કર્યો હતો કે આ બૌદ્ધ થઈ ગયા તે મોક્ષ પામ્યા છે કે નહિ? તો શ્રીમદે કહ્યું કે બૌદ્ધના શાસ્ત્ર અને લખાણ જોતાં તેમને મુક્તિ હોય શકે નહિ અને આ સિવાય બીજા કોઈ તેના અભિપ્રાય હોય તે આપણને જાણવા ન મળે ત્યાં સુધી આપણે કેમ નક્કી કરી શકીએ ? પણ એમણે જે અભિપ્રાયો કહ્યાં છે તે ઉપરથી તો તે મુક્તિ પામ્યાં નથી. શ્રીમદ્દ ૨૭ વર્ષ થયા હતા ત્યારે ગાંધીજીએ ૨૭ પ્રશ્નો પૂછયાં હતાં તેમાં એક આ પ્રશ્ન હતો.
જે પરમ કૃતકૃત્ય સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત છે અને અવિનાશી પરમેશ્વર શક્તિનો ધારક છે તે પરમેશ્વર પરમાત્મા જ સાચા બ્રહ્મા છે, અતીન્દ્રિય આનંદ- સ્વરૂપમાં લીન છે અને પોતાના સ્વરૂપના કર્તા છે માટે બ્રહ્મા છે. જગતના કર્તા કોઈ બ્રહ્મા નથી.
આમ, બ્રહ્મા, વિષ્ણુ આદિ હજારો નામ લઈને ભાવના કરનારો આત્માની ભાવના કરી શકે છે પણ સાર એ છે કે આત્માનું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં લઈને તેનું ધ્યાન કરવું તેનું નામ ખરેખર ધ્યાન અને સંવર-નિર્જરા છે.
જેમ નિર્મળ ક્ષીરસમુદ્રમાં નિર્મળ તરંગો જ ઊઠે છે તેમ શુદ્ધાત્મામાં સર્વ પ્રવર્તન શુદ્ધ જ હોય છે. ભગવાને આત્મા શુદ્ધ ગુણ સ્વરૂપે છે તેની દશા થાય તે પણ શુદ્ધરૂપે જ પરિણમે છે. જેવા ગુણ છે તેવી જ પૂર્ણ પર્યાય પ્રગટ થાય ત્યારે તેને બુદ્ધ, જિન, ઈશ્વર આદિ નામો અપાય છે.
હવે ૧૦૬ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે પરમાત્મા જેવો દેવ આ દેહમાં પણ છે; તે દેહવાસી દેવામાં અને પરમાત્મામાં કાંઈ ફેર નથી.
एव हि लक्खण-लखियउ जो परु णिक्कलु देउ । देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।।१०६ ।। એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેક્વાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬, આગળની ગાથામાં જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર આદિ લક્ષણોથી પરમાત્માનું સ્વરૂપ કહ્યું તેના જેવો જ દેવ આ દેહમાં વસે છે. પરમાત્મામાં અને દેવાસી દેહમાં ખરેખર કાંઈ ફેર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૨૩૩ પરમાત્માનું જ સ્વરૂપ કહ્યું તેવું સ્વરૂપ પ્રભુ ! તારા ગર્ભમાં પણ પડયું છે. ભગવાન! તારા પેટમાં આવા પરમાત્મા બિરાજે છે. પર્યાયદષ્ટિમાં ભલે પરમાત્મામાં અને તારામાં ફેર હોય પણ વસ્તુદષ્ટિએ તારા આ દેહવાસી દેવમાં અને નિરંજન પરમાત્મામાં કાંઈ ફેર નથી.
એક વીતરાગી ભગવાન સિવાય એવું કોણ કહે કે “મારા ઉપરથી લક્ષ છોડ અને તું તારું લક્ષ કર તો પરમાત્મા થઈશ.' મોઢાં સામેનો કોળિયો એક ભગવાનને ગોઠતો નથી, બીજા બધાને તો ગોઠે છે. બધાં પહેલાં પોતાના મોઢામાં કોળિયો મૂકે પછી બીજાના મોઢામાં મૂકે ત્યારે અહીં તો ભગવાનને માન જોઈતું નથી. ભગવાન કહે છે કે તું અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે. તું તારું લક્ષ કર! અમારી ભક્તિથી તારું કલ્યાણ નહિ થાય. તું તારો આશ્રય કર તો તારું કલ્યાણ થશે. તારા દેહમાં પરમાત્મા જેવો જ ભગવાન બિરાજમાન છે માટે તું પરમાત્મામાં અને તારામાં ભેદ ન જાણ!
પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ અર્થ અને કામરૂપથી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે.
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪]
[ પ્રવચન નં. ૪૫] સિદ્ધપદની પ્રાપ્તિનો એક માત્ર ઉપાય:
નિજ-પરમાત્મદર્શન | [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૭-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. તેમાં અહીં ૧૦૬ ગાથા ચાલે છે. આગળની ગાથામાં પાંચ પરમેષ્ઠી અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર આદિ લક્ષણોથી પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું. હવે યોગીન્દ્રદેવ કહે છે કે એવા જે પરમાત્મા છે તેમાં અને આ દેહવાસી જીવમાં કાંઈ ફેર નથી.
एव हि लक्खण-लखियउ जो परु णिक्कलु देउ । देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६ ।। એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬. આત્મામાં કર્મના નિમિત્તનાં સંબંધમાં વિવિધતા-વિચિત્રતા પર્યાયમાં છે છતાં તે દષ્ટિને-લક્ષને બંધ રાખી, વસ્તુદષ્ટિએ-દ્રવ્યસ્વભાવે અસલી ચૈતન્યબિંબ આત્મા પરમાત્મા છે એમ સાધક જીવે વસ્તુની નિશ્ચયદષ્ટિ કરવી.
વ્યવહારનયથી જીવની પર્યાયમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં જે અનેક પ્રકારના ભેદો છે તેને જ્ઞાનમાં જાણવા. એ ભેદો પર્યાયમાં પણ નથી એમ નથી પણ દ્રવ્યસ્વભાવમાં એ કોઈ ભેદો નથી. દ્રવ્યસ્વભાવે આત્મા પરમાત્મા જ છે એમ નિશ્ચય કરવો. જે કાંઈ ભેદ દેખાય છે તે વ્યવહારથી છે પણ પરમાર્થ વસ્તુદષ્ટિએ જોતાં વસ્તુમાં એ કોઈ ભેદો નથી.
વ્યવહારના બધા ભેદોનો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને જેમ સાધકજીવ પોતાને સ્વભાવે શુદ્ધ પરિપૂર્ણ જુએ છે તેમ દરેક જીવને શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા તરીકે જોવા. કારણ કે સમભાવ એ જ મોક્ષનો ઉપાય છે. વસ્તુ એક જ્ઞાનઘન શુદ્ધ જ છે એમ અંતરમાં જોવું, જાણવું અને અનુભવવું તે મોક્ષનો ઉપાય છે.
જે કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી છૂટીને પરભાવમાં આત્મપણાની કલ્પના કરે છે એટલે કે ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા, શુદ્ધ આનંદકંદની દષ્ટિ છોડીને વર્તમાન અલ્પજ્ઞ-પરિણામ અને પુણ્ય-પાપના પરિણામમાં આત્મબુદ્ધિ કરે છે તે સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે અને મિથ્યાત્વ, કષાયાદિને ગ્રહણ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૨૩૫ હું અસંખ્ય પ્રદેશી છું' એવું લક્ષ કરવું તે પણ ભેદ છે, વિકલ્પ છે, તેથી જ પંચાસ્તિકાયમાં તો લીધું છે કે હું એક પ્રદેશી એકરૂપ વસ્તુ છું. અસંખ્યપ્રદેશ હોવાં છતાં વસ્તુ અભેદ છે પણ તેનો અર્થ એમ નથી કે આત્મા અસંખ્યપ્રદેશી છે તે વ્યવહારથી છે. અસંખ્ય પ્રદેશ તો નિશ્ચયથી છે પણ તેનો ભેદ-વિચાર કરવો તે વ્યવહાર છે. ૪૭ શક્તિમાં એક “નિયતપ્રદેશત્વ' શક્તિ છે એટલે અસંખ્ય પ્રદેશ નિયત છે. પણ અભેદદષ્ટિમાં ભેદ દેખાતા નથી. અભેદમાં ભેદ નથી એમ નથી પણ અભેદદષ્ટિમાં ભેદનું લક્ષ કરે તો વિકલ્પ ઊઠે અને રાગ થાય તો અભેદષ્ટિ જ રહેતી નથી.
એકે એક વાતની ચોખવટ કરીને આચાર્યદવે સને ઘણું સ્પષ્ટ કર્યું છે. અસંખ્ય પ્રદેશમાં આત્માના અનંત ગુણો પથરાયેલા છે. એક પ્રદેશના બીજા પ્રદેશમાં અભાવ છે. વ્યવહારને ભૂલી જવાનો નથી પણ ગૌણ કરીને સ્વભાવની દષ્ટિ કરવાની છે. વ્યવહારનો અભાવ કરે તો તે વસ્તુ જ ન રહે. વીતરાગશાસન આવું છે ભાઈ ! હવે ૧૦૭ મી ગાથામાં મુનિરાજ કહે છે કે આત્માનું દર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે.
जे सिद्धा जे सिज्झिहिं जे सिज्झहि जिण-उत्तु । अप्पा-दंसणि ते वि फुडु एहउ जाणि णिभंतु ।। १०७।। જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતાં ભગવાન;
તે આતમદર્શન થકી, એમ જાણ નિત્ત. ૧૦૭. જે કોઈ સિદ્ધ થઈ ગયા, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં મહાવિદેહમાંથી સિદ્ધ થઈ રહ્યાં છે તે બધા આત્મદર્શનથી જ મુક્તિ પામે છે. મુનિરાજે ત્રણેય કાળની વાત લઈ લીધી છે. અનંત સિદ્ધ થયા, અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં સિદ્ધ થાય છે તે બધા આત્મઅનુભવથી જ થાય છે. ત્રણેય કાળમાં એક જ માર્ગ છે એ વાત આમાં આવી ગઈ. એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ” આ વાતને સંદેહ રહિતપણે તું માન!
મોક્ષ એ આત્માનો પૂર્ણ સ્વભાવ છે અને મોક્ષમાર્ગ એ તે જ સ્વભાવના શ્રદ્ધાન, જ્ઞાનનો અનુભવ છે. પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ દ્વારા અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ. વસ્તુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે તેને બંધ કેવો અને આવરણ કેવા? એવા મુક્ત સ્વભાવનું શરણ લેતાં જે અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે.
પોતાનો આત્મા જ સાધ્ય છે અને પોતાનો આત્મા જ સાધક છે. ઉપાદાન કારણ કાર્યરૂપ થઈ જાય છે એટલે શુદ્ધ ઉપાદાન સ્વભાવ પોતે જ પરિણમીને પૂર્ણાનંદની પ્રાતિરૂપી કાર્યને પામે છે. વજવૃષભનારા સંહનન અને મનુષ્યપણું કાંઈ કેવળજ્ઞાનના કાર્યરૂપે પરિણમતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬] નથી. આત્મા પોતે જ અંતરમાં એકાકાર થઈ પરિણમતો...પરિણમતો પૂર્ણ કાર્યરૂપે પરિણમી જાય છે.
પંચાસ્તિકાયમાં સુવર્ણનું દષ્ટાંત આપ્યું છે કે સુવર્ણને શુદ્ધ થવામાં અગ્નિ તો નિમિત્ત છે પણ સુવર્ણ પોતે જ શુદ્ધ થતું થતું સોળવલું સુવર્ણ થઈ જાય છે. તેમ આત્માના મોક્ષ માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ જ મોક્ષમાર્ગ છે. ઉપાદાના પોતે જ કાર્યરૂપે પરિણમી જાય છે. સાથે નિમિત્ત-વ્યવહાર હોય છે તેની ના નથી પણ તેનું લક્ષ છોડ-આશ્રય છોડ, ત્યારે જ મોક્ષમાર્ગની શરૂઆત છે.
આત્માનું દર્શન અથવા આત્માનો અનુભવ એ જ મોક્ષની સીધી સડક છે. જેમ સીમંધર ભગવાન ક્યાં બિરાજે છે?—આ (-પૂર્વ દિશામાં) સીધા ભગવાન બિરાજે છે, તેમ સિદ્ધપણાની પર્યાયની સીધી સડક આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિપૂર્વક અનુભવ કરવો તે છે. મોક્ષમહેલના પૂર્ણકાર્ય સુધી કારણ ચાલ્યું જાય છે.
જેમ અહીંથી સીધી સડક પાલીતાણા શત્રુંજયની તળેટી સુધી જાય છે તેમ આત્માના શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવરૂપ સીધી સડક સિદ્ધદશાના મોક્ષમહેલ સુધી જાય છે. આ બધાં દષ્ટાંતો સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દેવાય છે.
રાગ અને નિમિત્તનું અનુસરણ છોડીને ભગવાન આત્માને અનુસરતી શ્રદ્ધાજ્ઞાન-અનુભવની સીધી સડક સિદ્ધદશાના મહેલ સુધી પહોંચે છે. મોક્ષમહેલમાં જવાની આ સિવાય બીજી કોઈ સડક જ નથી ગલી પણ નથી.
સાક્ષાત્ પરમાત્માની ભક્તિ પણ જીવને મોક્ષમહેલમાં પહોંચાડતી નથી. શ્રોતા:- તો પછી ભગવાનની ભક્તિ કરે કોણ?
પૂજ્ય ગુરુદેવ - જ્યાં સુધી વીતરાગ થાય નહિ ત્યાં સુધી પૂર્ણાનંદના આશ્રયની પરિણતિ હોવા છતાં એવો શુભભાવ આવ્યા વગર રહેતો નથી. અશુભથી બચવા શુભભાવ આવ્યા વગર રહેતો નથી એમ કહેવાય પણ ખરેખર તો તે કાળે તે શુભભાવ આવ્યા વગર રહેતો નથી-એવી જ વસ્તુસ્થિતિ છે.
દ્રવ્ય અનંત ગુણસાગરનો પિંડ છે અને તે ગુણોનું પરિણમન તે પર્યાય છે. દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો પરમપરિણામિક ત્રિકાળ ધ્રુવ છે, કૂટસ્થ છે અને પર્યાયદષ્ટિથી જુઓ તો ઉત્પાદ–વ્યય તે ધ્રુવનું પરિણમન છે. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય પરિણમતું નથી. તેથી જ તેને સદશ કહ્યું છે એટલે જેવું છે તેવું જ ત્રિકાળ રહે છે. પરિણમે છે તે પર્યાય છે. દ્રવ્ય તો અપરિણામી છે, પર્યાય તેનું લક્ષ કરે છે. અનિત્ય પર્યાય વડે ધ્રુવનું લક્ષ થાય છે.
ખરેખર તો નિશ્ચયનું સ્વરૂપ જ ધ્રુવ છે. ઉત્પા-વ્યય છે તે બધો વ્યવહારનો વિષય છે અને બીજી રીતે કહીએ તો પારિણામિક છે તેની આ પર્યાય છે પણ તે વ્યવહારનયની અપેક્ષાએ છે. પારિણામિક સ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં કાંઈ ઓછું નથી, વિશેષ નથી, ભેદ નથી અને પરિણમન પણ નથી પણ તેનું લક્ષ પર્યાયથી થાય છે. લક્ષ કરનાર પર્યાય છે અને લક્ષ દ્રવ્યનું છે. આમ સદશ વસ્તુ તે નિશ્ચયનયનો વિષય છે. વિદેશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩૭
પરમાત્મા] એવા ઉત્પાદ-વ્યય તે વ્યવહારનયનો વિષય છે અને તે બન્ને સાથે હોય તે પ્રમાણનો વિષય છે.
બીજના ચંદ્રમાની માફક ચોથા ગુણસ્થાને અંશે અનુભવ હોય છે તે વધતો વધતો પૂનમના ચંદ્રની માફક પૂર્ણ અનુભવને પ્રાપ્ત થાય છે. આવો મોક્ષમાર્ગ સાધકને વર્તમાનમાં આનંદદાયક છે અને ભવિષ્યમાં પણ અનંત સુખનું કારણ છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ત્રણેય આનંદમૂર્તિ છે. તે વર્તમાન આનંદદાયક છે અને ભવિષ્યમાં અનંત આનંદદાયક છે. હવે અંતિમ ૧૦૮ માં શ્લોકમાં ગ્રંથકર્તા પોતાની ભાવના વર્ણવે છે.
संसारह भय भीयएण जोगिचन्द-मुणिएण ।
પ્પા-સંવોદા યા હોદા રૂ-મણિ ના ૨૦૮ના સંસારે ભયભીત જે, યોગીન્દુ મુનિરાજ;
એકચિત્ત દોહા રચે, નિજ સંબોધન કાજ. ૧૦૮. શરૂઆતના શ્લોકમાં કહ્યું હતું કે ભાવભીરૂ જીવોના સંબોધન માટે હું આ કાવ્ય રચું છું અને અહીં કહ્યું છે કે મારા આત્માના સંબોધન માટે મેં આ રચના કરી છે કે હું આત્મા! તું પરમાનંદમૂર્તિ છો તેમાં સ્થિર થા...તેમાં સ્થિર થા. તેમાં સ્થિર થા. દષ્ટિ અને જ્ઞાન તો થયા છે પણ હવે તેમાં પૂર્ણપણે સ્થિર થા. એવા સંબોધન માટે મેં આ શાસ્ત્ર રચ્યું છે એમ આચાર્યદવે લીધું છે.
જેને ચારગતિરૂપ સંસારનો ભય લાગ્યો છે તેને માટે આ વાત છે ભાઈ ! દુઃખનો ડર લાગ્યો છે તેને માટે ન લખ્યું પણ સંસાર શબ્દ ચારેય ગતિનો જેને થાક લાગ્યો હોય તેને માટે આ વાત છે. એકલા દુઃખથી કંટાળે છે તેને તો વૈષ છે, તેને દેવગતિના સુખની ઇચ્છા છે, તેને માટે આ વાત નથી.
ભગવાન આત્માના આનંદની બહાર નીકળતાં જે શુભાશુભભાવ થાય તેનું ફળ સંસાર છે તે બધો સંસાર દુઃખરૂપ છે. સર્વાર્થસિદ્ધિના ભવનો ભાવ પણ દુઃખરૂપ છે.
યોગીન્દ્રદેવે પોતાના આત્માના સંબોધન માટે આ દોહાની રચના કરી છે એમ નિમિત્તથી કથન છે. દોહાના રજકણના સ્કંધની ક્રિયા તો સ્વતંત્ર તેનાથી થઈ છે, તેના કર્તા મુનિરાજ નથી. એમ મુનિરાજ પોતે જ પોકારીને કહે છે, પણ તે દોહા રચાયા ત્યારે મારો વિકલ્પ નિમિત્ત હતો એમ અહીં કહે છે ખરેખર તો એ વિકલ્પમાં પણ હું નથી; મને તો તેનું માત્ર જ્ઞાન થયું છે. સ્વ-પરની વાર્તા કરવાની તાકાત શબ્દમાં છે, મારા ભગવાન આત્માના ભાવ તો તેને અડતા પણ નથી.
ત્રણકાળ ત્રણલોકમાં ભગવાન આત્માનો સ્વભાવ એકરૂપ છે. વિકાર કરવાનો પણ સ્વભાવમાં કોઈ ગુણ નથી. રાગનો અને પરનો આત્મા અકર્તા અને અભોક્તા છે. એવો જ તેનામાં અકર્તુત્વ અને અભોકતૃત્વ નામનો ગુણ છે. જો રાગને કરવાભોગવવાનો આત્મામાં ગુણ હોય તો તો ત્રણકાળમાં ક્યારેય આત્માની મુક્તિ ન થાય. સમ્યગ્દર્શન પણ ન થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 238] યોગીન્દુ મુનિરાજ કહે છે કે મને ભવભ્રમણનો ભય છે. જુઓ! પહેલાંના સંતો પણ ભવભીરૂ હતા. ત્રણજ્ઞાનના ધણી તીર્થકર જેવા પણ સંસારને પૂંઠ દઈને ભાગ્યા છે, જેમ પાછળ વાઘ આવતો હોય ને માણસ કેવો ભાગે ? તેમ સંતો ભવભ્રમણના ભાવથી ભાગ્યા છે. સંયોગો અનુકૂળ હોય તો મને મજા, પ્રતિકૂળતા હોય તો મને દુઃખ, શુભભાવમાં લાભ છે, એવા જે ભાવ છે તે મિથ્યાત્વનું ગાંડપણ છે. તેમાં જીવ પોતાના અતીન્દ્રિય સુખને ઓળખી શક્તો નથી અને ઇન્દ્રિયસુખનો જ લોલુપી રહે છે. તેથી ઇન્દ્રિય વિષયોની અનુકૂળ સામગ્રીમાંથી પ્રેમ છૂટતો નથી અને તેની પ્રતિકૂળ સામગ્રીમાંથી દ્રષ છૂટતો નથી. આમ મિથ્યાષ્ટિ શેયના બે ભાગ પાડીને રાગ-દ્વેષ કરે છે, જાણનાર રહેતો નથી તેથી દુઃખી થાય છે. બહારની અનુકૂળતામાં ઉલ્લસિત વીર્ય છે તે આત્માનો રોગ છે. તે રોગ ટાળવાનો ઉપાય તે આત્માનું શરણ છે. આચાર્ય કહે છે મને સંસારનો ભય છે, મને રાગ-દ્વેષ વિકારનો ભય છે. હું તેમાં પડવા માંગતો નથી. હું તો રાગ-દ્વેષ રહિત સ્વભાવમાં રહેવા માંગું છું. આત્મિક આનંદનો જ ભોગવટો કરવા જેવો છે. નિરાકુળ અતીન્દ્રિય સુખ જ ભોગવવા લાયક છે એવી શુદ્ધ આત્માની ભાવના કરીને આચાર્યે પોતાના આત્માનું હિત કર્યું છે અને શબ્દોમાં ભાવોની સ્થાપના કરીને જે દોહાની રચના કરી છે તે પાઠકોના ઘણા ઉપકારનું નિમિત્ત છે. આ ગ્રંથની વાત પૂરી થઈ. હવે સમયસારનો ત્રીજો કળશ આપ્યો છે તેમાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે પર્યાયમાં નિમિત્તનું લક્ષ હોવાથી મારી પરિણતિ અનાદિથી કલ્માષિત મેલી છે તે આ ટીકા કરતાં શુદ્ધ થઈ જાઓ એવી મારી ભાવના છે. સ્વરૂપ તરફના વલણથી મારી પરિણતિ વીતરાગી થઈ જાય, પરમ શાંતરસથી વ્યાપ્ત થઈ જાય, સમભાવમાં તન્મય થઈ જાય અને સંસારમાર્ગથી છૂટી મોક્ષમાર્ગી થઈ જાય એવી ભાવના છે. ટીકાના કાળમાં મારો આત્મા આવી ભાવના રાખે છે. મંગલમય અરહંતકો, મંગલ સિદ્ધ મહાન, આચારજ, પાઠક, યતિ, નમું નમું સુખદાન. પરમ ભાવ પરકાશક કારણ આત્મવિચાર, જિંદુ નિમિત્તસે હોય સો વંદનિક વારંવાર. પાંચેય પરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. તેમને હું નમસ્કાર કરું છું. આત્માનો અનુભવ તે પરમભાવનો પ્રકાશ કરવાનું કારણ છે, તેમાં જે નિમિત્ત છે તેમને હું વારંવાર વંદું છું-એમ કહીને ગ્રંથ પૂરો કર્યો છે. [ સમાપ્ત ] શ્રી યોગસાર રહસ્ય પ્રકાશનહાર, અધ્યાત્મ યોગી, અતીન્દ્રિય જ્ઞાન-આનંદભોગી શ્રી સદ્ગુરુદેવનો જય હો...જય હો. | | સનાત ] સમાસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com