________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૭૯ વિનાના-આત્માના ભાન વિનાના જીવનું જીવન જ નથી પણ તે મડદું છે અર્થાત શુદ્ધાત્માની પ્રતીતિ, અનુભવ વિના બધી શુભાચરણની ક્રિયા મડદું છે-તેમાં જીવન નથી. પરમાત્મપ્રકાશમાં પણ આવે છે કે જેમ જીવ વિનાનું શરીર અપૂજ્ય છે-મડદું છે. તેમ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન વિના બધા વ્યવહાર વ્રતાદિ મડદાં છે, અપૂજ્ય છે. સમ્યગ્દર્શન વિના બધા પ્રાણી ચાલતા મડદાં છે, ને આત્માના જે ચૈતન્યપ્રાણ, આનંદપ્રાણ, ભાવપ્રાણ છે તેની પ્રતીત, તેનું જ્ઞાન ને તેમાં રમણતા કરે તો જીવતો થાય છે. વીતરાગ પરમેશ્વરના માર્ગમાં, વીતરાગસ્વરૂપ આત્માની વીતરાગી દષ્ટિ ને જ્ઞાનને જીવનું જીવન કહેવામાં આવે છે. તો એવા જીવના જીવન વિના લક્ષ્મી વગેરેથી જે પોતાને મોટો માને છે તે મરી ગયેલું મડદું છે. તથા વ્યવહારના ભાવવાળા હોવા છતાં જે શુદ્ધભાવથી રહિત છે તે પણ મડદું છે.
ભાઈ ! આમાં તો એમ સિદ્ધ કર્યું છે કે શુદ્ધ સ્વભાવી આત્માની અંતર નિશ્ચય શ્રદ્ધા ને જ્ઞાન તે એક જ ધર્મ છે. અને તે એક જ મોક્ષનું કારણ છે. જો તે ન હોય તો એકલા વ્રતાદિના ભાવ અમાન્ય-અપૂજ્ય છે. અહા! આ કાંઈ કોઈના ઘરની વાત નથી. પણ સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવ કે જેમને એક સંકડના અસંખ્યમાં ભાગમાં ત્રણકાળત્રણલોક જાણ્યા છે તેમની દિવ્યવાણીમાં આ આવ્યું છે. અનંતા તીર્થકરોની વાણીમાં આ આવ્યું છે કે અખંડાનંદ પ્રભુ આત્માની દૃષ્ટિ જ્ઞાન ને રમણતા તે ત્રિલોકમાં સાર છે. ને તે વિનાના બધા વ્રતાદિ–તપાદિ અપૂજ્ય-અમાન્ય છે. એટલે કે કાઢી નાખવા લાયક છે. પણ જીવમાં ભેળવવા લાયક નથી. રાગરૂપી મડદું ચૈતન્યમાં ભળી શકે જ નહિ.
अप्पा अप्पई जो मुणइ जो परमाउ चएइ । सो पावइ सिवपुरि-गमणु जिणवरु एम भणेइ ।।३४।। આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ,
જિનવર ભાખે જીવ તે. અવિચળ શિવપુર જાય. ૩૪. પુણ્ય-પાપના વિકલ્પ વિનાના આનંદમૂર્તિ ચૈતન્ય ભગવાન આત્માને આત્માથી જાણો ને રાગાદિને લક્ષમાંથી છોડી દો. આમ જિનવર પરમેશ્વર ત્રિલોકનાથ કહે છે. નિર્મળ ને પરમાનંદસ્વરૂપી આત્માનો આશ્રય લઈને વ્યવહારના જે વિકલ્પો છે તેને છોડ. કેમકે આત્માને સાધવામાં તે બિલકુલ સહાયક નથી. માટે શુભભાવનો આશ્રય છોડે ને આત્માનો અનુભવ કરે તો ધર્મ થાય. અહા! રાગના લોભિયાને વીતરાગી વાતુ આકરી પડે એવી છે. વીતરાગ પરમાત્માની તો વીતરાગી વાત છે કે પુણ્ય-પાપ બેય તડકા છે. જ્યારે ભગવાન આત્મા શાંત-શીતળરસથી ભરેલો છે.
અહા! અનંતકાળના જન્મ-મરણ મટાડવાનો ઉપાય કોઈ અપૂર્વ જ હોય ને! અનાદિકાળના સંસારમાં અનંતા...અનંતા...અનંત ને અનંતથી ગુણીએ તોપણ અંત ન આવે એટલા ભવો કર્યા છે. ભાઈ ! રખડી રખડીને દુઃખી થઈ ગયો છો. અને તે પણ એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com