________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[હું
૧૪૨] રાજા મરીને જાય ને ત્યાં યાદ આવી જાય કે સંતોએ અમને કહ્યું હતું કે સ્વભાવનું સાધન કરવામાં તમે સ્વતંત્ર છો-એમ કરીને જ્યાં અંતરમાં દષ્ટિ કરે છે ત્યાં અનુભવમાં અતીન્દ્રિય આનંદ પામે છે. આ અતીન્દ્રિય આનંદનું કારણ સ્વભાવની દષ્ટિ અને અનુભવ છે. અજ્ઞાનીને પુણ્યની રુચિ છે તેના કારણે સ્વર્ગમાં દેવી સુખોની વચ્ચે પણ તે એકલી આકુળતાને જ વેદે છે. હવે ૭૩ મી ગાથામાં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે “ભાવનિગ્રંથ જ મોક્ષમાર્ગી છે.'
जइया मणु णिग्गथु जिय तइया तुहु णिग्गथु । जइया तुहुं णिग्गथु जिय तो लब्भइ सिवपंथु ।। ७३ ।। જો તુજ મન નિગ્રંથ છે, તો તું છે નિગ્રંથ;
જ્યાં પામે નિર્ગથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩. હે આત્મા! જો તેં મનમાં રાગની એકતા તોડી છે, મિથ્યાત્વની ગ્રંથિને ભેદી નાખી છે અને શુદ્ધ આત્માની દષ્ટિ કરી છે તો તારું મન નિગ્રંથ છે રાગથી એકતા તોડી, આત્મસંપદામાં એકત્વ કર્યું છે તેનું મન ખરેખર નિગ્રંથ છે, અને હે જીવ! જો તારું મન નિગ્રંથ છે તો તે મોક્ષપંથ પ્રાપ્ત કરી લીધો છે. બાહ્યમાં દ્રવ્યલિંગ પણ આવે જ છે પણ જો તે ભાવનિગ્રંથ દશા પ્રાપ્ત કરી લીધી છે તો તું સમજ કે તું શિવપંથી થઈ ગયો, બાહ્યમાં દ્રવ્યનિગ્રંથ દશા હોય પણ ભાવનિર્ઝથતા ન હોય તો મોક્ષમાર્ગ નથી એમ અહીં બતાવવું છે.
શ્રદ્ધા-અપેક્ષાએ સમકિતી પણ ભાવનિગ્રંથ છે. નિજ શુદ્ધસ્વભાવની પ્રીતિ, દષ્ટિ અને અનુભવ કરનાર સમકિતીને રાગ ઉપર પ્રીતિ નથી માટે તે ખરેખર ભાવનિગ્રંથ છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂરો ત્યાગ નથી. પણ પ્રથમ તો અંતરંગમાં મનને ગ્રંથિરહિત કરવું જોઈએ. મનમાં દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે પણ રાગની ગાંઠ છે. તે ગાંઠને પ્રથમ ભેદી મનને નિગ્રંથ બનાવ્યું છે તે મોક્ષમાર્ગી છે. આત્મા વસ્તુ પોતે નિગ્રંથ છે તો તેની દષ્ટિ કરવાવાળો પણ ભાવથી નિગ્રંથ છે. પણ બહારમાં કેવળ દ્રવ્યથી નિગ્રંથનો એક પણ ભવ ઓછો થાય તેમ નથી.
ભાવનિગ્રંથ જીવને અંતરનો પરિગ્રહ ન હોય. મનમાં રહેલ સર્વ રાગ-દ્વેષ ભાવની મલિનતાને દૂર કરી હોય, સર્વ જીવ ઉપર સમતાભાવ તથા કણાભાવ હોય, પરમ સંતોષી હોય અને એ ભાવનિગ્રંથ જ્ઞાની જીવની આત્મરસની પિપાસા ઘણી હોય. આવાં લક્ષણો યુક્ત હોય તે જ ભાવ-નિગ્રંથ છે. એથી વિપરીત કોઈ જીવ બધો બાહ્યપરિગ્રહ છોડી દે-સ્ત્રી, પુત્ર પરિવાર ત્યાગી જંગલમાં રહેવા લાગે પણ અંતરપરિગ્રહ-રાગ-દ્વેષ-મોહનો ત્યાગ ન કરે તો તે નિગ્રંથ નથી. તેને આત્મરસનો લાભ પ્રાપ્ત થતો નથી. તે જીવ મોક્ષમાર્ગી નથી પણ સંસારમાર્ગી છે. જેમ ચોખા ઉપરનું ફોતરું કાઢી નાખે પણ ચોખાની લાલાશ ન કાઢે તેને ચોખાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com