________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૧૪૩ અસલ સ્વાદ આવતો નથી. તેમ કોઈ જીવ બાહ્ય સંયોગોનો તો ત્યાય કરી દે પણ અંતરમાં શુદ્ધાત્માની દષ્ટિ, અનુભવ ન કરે, સમદર્શી-સમતાભાવને પ્રાપ્ત ન થાય, આત્મિક આનંદનો પિપાસુ ન બને અને રાગ-દ્વેષ-મોહરૂપી અંતરપરિગ્રહને ધારી રાખે તો તેને મોક્ષનો લાભ પ્રાપ્ત થતો નથી, તે જીવ સાચો નિગ્રંથ નથી. ભાવ-નિગ્રંથ નથી, દ્રવ્ય નિગ્રંથ છે.
સનાતન વીતરાગ ધર્મ સંતોએ સ્પષ્ટ બતાવીને સહેલો કરી દીધો છે. આત્મતત્ત્વની દષ્ટિ-જ્ઞાન અને અનુભવરૂપ રત્નત્રય તે જ શિવપંથ છે. તેના ઉપર ચાલીને જ્ઞાની મોક્ષમાં પહોંચી જાય છે. હવે કહે છે કે આ દેહમાં જ દેવ બિરાજે છે એમ નક્કી કર!
जं वडमज्सहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु । तं देहहं देउ वि मुणहि जो तइलोय-पहाणु ।।७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪. જેમ બીજમાં વડ પ્રગટ છે અને વડમાં સ્પષ્ટરૂપથી બીજ જ વ્યાપેલું છે. તેમ આ શરીરરૂપી વડમાં ભગવાન આત્મા બિરાજમાન છે. બીજમાં જેમ વડ છે તેમ આત્મબીજમાં પરમાત્મશક્તિનું વડ પ્રગટ છે. શક્તિમાં પરમાત્મપણું હોય તો જ પર્યાયમાં પ્રગટ થાય ને? ત્રણલોકમાં તારો આત્મા જ પ્રધાનદેવ છે. ભગવાન અરિહંત અને સિદ્ધપ્રભુ પણ તારા માટે પ્રધાનદેવ નથી. તારું પરમાત્મપદ જ તારા માટે પ્રધાન છે. પરમાત્મા જેમ પર્યાયે પૂર્ણ છે તેમ દરેક જીવ શક્તિએ પૂર્ણ છે. એમ પોતાની શક્તિનો જ્યાં સુધી વિશ્વાસ ન કરે ત્યાં સુધી દષ્ટિ સમ્યફ ન થાય-સમ્યગ્દર્શન ન થાય.
જેમ લગ્ન વખતે વરરાજા તો એક દિવસ માટે જ વરરાજા છે, પ્રધાન છે પણ હું જીવ! તું તો ત્રણે કાળે અને ત્રણે લોકમાં પ્રધાન છો. તું તારી શક્તિથી સદાય ત્રિલોકપ્રધાન છે.
બીજમાં જેમ વડ વ્યાપક છે તેમ ભગવાન આત્મા અનંત જ્ઞાન-દર્શનથી વ્યાપક છે. આત્મા દેહના આકારે દેહમાં રહેલો હોવા છતાં દેહથી અત્યંત ભિન્ન પોતાના ગુણપર્યાયમાં વ્યાપેલો છે. આખા વડનાં મોટા વૃક્ષમાં મૂળ બીજ સર્વત્ર વ્યાપેલું છે. તેમ ભગવાન આત્મા પોતામાં સર્વત્ર વ્યાપેલો છે. કેવળજ્ઞાન આદિ અનંત પર્યાયોનું બીજ તો આત્મા છે માટે તું જ તારો દેવ છો.
મોક્ષાર્થીએ એમ વિચારવું જોઈએ કે મારે આરાધવા યોગ્ય, સેવવા યોગ્ય મારો આત્મા જ છે. દેહનો આકાર જેવો છે તેવો જ મારા આત્માનો આકાર છે. તેમાં અનંત આનંદ આદિ અનંત ગુણો બિરાજમાન છે તે જ મારે આરાધવા યોગ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com