________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮] ન આવે એમ નહીં, અશુભભાવથી બચવા દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-યાત્રાના ભાવ હોય છે. ન હોય એમ કરીને ઉડાડી દે તો એ જીવતત્ત્વને જ સમજતો નથી. શુભભાવ છે તો ખરા, પણ એની મર્યાદા છે કે એ ભાવોથી નિર્મળ આત્માનો ધર્મ પ્રગટ ન થાય. શુદ્ધભાવ ન થાય.
હું સર્વ વ્યવહારથી રહિત શુદ્ધ એક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ છું. જ્ઞાયક એક પ્રકાશમાન પરમ નિરાકુળ, પરમ વીતરાગી અખંડ દ્રવ્ય છું” એવી રીતે મનન કરીને જે પોતાના આત્મારૂપી ચૈતન્યરતનમાં એકાગ્ર થઈને સ્વરૂપનું ગ્રહણ કરે છે તેને પોતાના સ્વામીપણાથી સંતોષ થઈ જાય છે. શરીર-વાણી-મનનો તો આત્મા સ્વામી નથી પણ દયા–દાન આદિ શુભભાવનો પણ આત્મા સ્વામી નથી. આત્મા તો એક સહજાત્મ શુદ્ધ ચૈતન્યપિંડનો સ્વામી છે, માલિક છે. એ માલિકીમાં જ ધર્મીને સંતોષ થાય છે. પરના સ્વામીપણામાં સંતોષ નથી, અસંતોષ છે. અનંતગુણરૂપી આત્માની પૂંજીનો સ્વામી થતાં ધર્મીને સંતોષ થઈ જાય છે. પરનું સ્વામીપણું માનવું એ તો મૂઢતા છે.
પાઠશાળાનો હું સ્વામી, આટલાં પુસ્તક રચ્યાં તેનો હું સ્વામી, લક્ષ્મીનો હું સ્વામી-લક્ષ્મીપતિ એમ પરના સ્વામીપણાથી મૂઢ જીવ સંતોષાય છે પણ એ તો દુઃખદાયક ભ્રમણા છે, વાસ્તવિક સંતોષ નથી. પોતાના સ્વરૂપના સ્વામીપણામાં જ ખરો સંતોષ થાય છે. હવે પ૬મી ગાથામાં કહે છે કે આત્માનુભવી જ સંસારથી મુક્ત થાય છે.
जे णवि मण्णहिं जीव फुडु जे णवि जीउ मुणंति । ते जिण-णाहहं उत्तिया णउ संसार मुचंति ।। ५६ ।।
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. પ૬. જે ભગવાન આત્મા સ્પષ્ટરૂપથી પોતાનું સ્વરૂપ જાણતો નથી. પરોક્ષપણે આત્માનું સ્વરૂપ આમ છે-એમ જાણે છે તેને સંતો કહે છે કે અમે જ્ઞાન કહેતાં નથી. વિકલ્પથી આત્માને જાણે તે સાચું જાણપણું જ નથી. ગાથાએ ગાથાએ વાત ફેરવે છે. એકની એક વાત નથી. જ્ઞાનની લહેરે જાગતો ભગવાન પોતે પોતાને પ્રત્યક્ષ ન જાણે તેને અમે જ્ઞાન કહેતા જ નથી. પ્રત્યક્ષ આત્માને પ્રત્યક્ષ જાણે તે જ જ્ઞાન છે.
ભાઈ ! આ તો મૂળ મારગ છે. જ્ઞાનથી જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વસંવેદન થવું તે આત્માનું જ્ઞાન છે. આ તો યોગસાર છે ને! આત્માને આત્મામાં જોડવાની-એકાગ્ર થવાની વિધિ કહે છે. શાસ્ત્રથી અને વિકલ્પથી આત્માનું જ્ઞાન કરવું તે ખરેખર પ્રત્યક્ષ જ્ઞાન નથી. પરમાત્મસ્વરૂપમાં સ્થિત આત્માનું સ્વરૂપ રાગથી-શાસ્ત્રથી ન જણાય.
- સંતોની કથની આહાહા...! મારગને સહેલો કરીને સમજાવે છે. ભગવાન ! જ્ઞાનાનંદની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com