________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૦૯ જ્યોત! અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રગટ....પ્રગટ...પ્રગટ છો ને! હોવાપણે પ્રગટ છે તેને ન હોવાપણે ” કેમ કહેવું? તું પૂર્ણ સત્તા “સતત સુલભં” ભગવાન ! તું તને સુલભ ન હો તો બીજી કઈ ચીજ સુલભ હોય? તું તારી હથેળીમાં છો એટલે કે તું તને અત્યંત સુલભ છો.
બધા વ્યવહારથી આત્મા મુક્ત છે જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર પણ હો ભલે, પણ ભગવાન આત્મા અભેદ ચૈતન્યના અનુભવમાં ધર્મી વ્યવહારથી મુક્ત છે. વ્યવહાર કરવો પડે ને હોવો જ જોઈએ હોય તો મને ઠીક એમ સમ્યગ્દષ્ટિ માનતો નથી. વ્યવહારનું પૂછડું નિશ્ચયને લાગુ પડતું નથી.
જેમ ઝાંઝવામાં જળ નથી પણ સરોવરમાં છે, તેમ ગુરુવચનમાં બોધ નથી પણ હૃદયસરોવરમાં બોધ ભર્યો છે. અહીં તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એમ કહે છે કે જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી તે સંસારથી નહિ છૂટે. સમજાણું કાંઈ ? જ્ઞાનથી જ્ઞાનને વેદે તે પ્રત્યક્ષજ્ઞાન છે. શાસ્ત્રથી, મનથી, ગુવચનથી કે વિકલ્પથી આત્માનું જાણપણું તે પરોક્ષ છે, પ્રત્યક્ષજ્ઞાન નથી.
જુઓ તો ખરા આ યોગસાર! નિર્વિકલ્પ સ્વરૂપને નિર્વિકલ્પ વેદનથી ન જાણે અને માત્ર શાસ્ત્ર આદિથી જાણે તેને સંસાર ન છૂટે. ઈચ્છા વિના છૂટતી દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ જાય પછી સંસાર ન રહે. ભગવાન આત્માનું અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરી તેમાં સ્થિર થા! વારંવાર અતીન્દ્રિય જ્ઞાનનો સ્પર્શ કર ! તને જરૂર સુખ થશે.
લોકોને લાગે કે આ ધર્મ તો બહુ મોંઘો. બારમાં તો ગમે તેટલી મોંધવારી હોય તોપણ વધુ પૈસા ખર્ચતા વસ્તુ મળી રહે પણ અહીં તો કહે છે કે અનુભવ વિના સંવર-નિર્જરા ન થાય. લાખ ઉપવાસ કરે પણ અનુભવ ન હોય તેને સંવર-નિર્જરા ન થાય. આ ધરમ તો બહુ મોંઘો !! તેને જ્ઞાની કહે છે કે ભાઈ ! ધર્મ તો બહુ સોંઘો છે. બહારની વસ્તુમાં તો પૈસા જોઈએ બજારમાં લેવા જવું પડે ને આ ધર્મ પ્રગટ કરવામાં તો ક્યાંય જવું પણ ન પડે ને કોઈ બીજાની જરૂર પણ ન પડે. અરે! પણ માણસને પોતાની જાતને જાણવી મોંઘી લાગે છે! તારું પરમાત્મસ્વરૂપ તો તારી પાસે જ બિરાજી રહ્યું છે તેને જાણવું તે મોંઘુ નથી.
જિનેન્દ્ર ભગવાને દિવ્યવાણીમાં આ ઉપદેશ આપ્યો છે કે પોતાના આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન ને ધ્યાન એટલે નિશ્ચયરત્નત્રયરૂપ મસાલાના પ્રયોગથી વીતરાગતાની આગ ભભૂકી ઊઠે છે જે કર્મરૂપી ઇંધનને જલાવીને ભસ્મ કરી નાખે છે. આત્માના ધ્યાન વિના કર્મથી મુક્ત કોઈ થઈ શકતું નથી. માટે વાસ્તવમાં આત્માનુભવ જ મોક્ષમાર્ગ છે. સમકિત બાહ્ય ચારિત્રને મોક્ષમાર્ગ માનતા નથી. અરે ! આ જીવે પોતાના ગાણાં પણ કોઈ દિવસ પ્રીતિ કરીને સાંભળ્યા નહિ. જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com