________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[ ૧૦૭ કરવાનું છે તે કરી લેવું જોઈએ. મન ને ઇન્દ્રિયથી લક્ષ હુંટાવી અંતરમાં જવું અને રાગ હુંટાવી વીતરાગ દષ્ટિ કરવી તે જ કર્તવ્ય છે. ભક્તિ-પૂજા-યાત્રા આદિના ભાવ આવે પણ તેનાથી શુભરાગ થશે, ધર્મ નહિ થાય. માટે અહીં તો કહે કે મોટી યાત્રા આત્માની કર! મન ને ઇન્દ્રિયના વિકલ્પ હટાવી નિર્વિકલ્પ થવું તે સાચી યાત્રા છે. શુભરાગની અને ધર્મની દશા અને દિશામાં મોટો ફેર છે.
સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જેવો આત્મા કહ્યો છે ને જોયો છે એવા તારા આત્માને જોવો ને એમાં ઠરવું તે કરવા જેવું કાર્ય છે. આત્મસ્વભાવમાં એકાગ્ર થતાં રાગનો વિસ્તાર ઘટે અને અરાગ-વીતરાગ સ્વભાવનો વિસ્તાર થાય, આનંદનો ફેલાવો થાય એ કર્તવ્ય છે.
અનુભવ કરનાર-ધર્મ પ્રગટ કરનાર આત્મા પોતે જ છે. પોતે જ અનુભવ ને પોતાનો જ અનુભવ કરીને આનંદ લેનાર પણ પોતે જ છે. તેમાં પરમાંથી કાંઈ લેવાનું નથી. અનાકુળ શાંતિનો ડુંગર આત્મા પોતે છે, તેની ગાઢ શ્રદ્ધા અને પ્રીતિ થતાં પરને કાંઈ પૂછવાનું રહેતું નથી. પોતે પોતામાં ઠરી જવાનું જ રહે છે. પોતાની શ્રદ્ધા થતાં પરમાં સુખ કે આનંદ છે એવી માન્યતાનો નાશ થઈ જાય છે. કુટુંબ, પૈસા આદિમાં સુખબુદ્ધિ રહેતી નથી. પોતામાં પ્રીતિ થતાં પરની પ્રીતિ આપોઆપ છૂટી જાય છે.
पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सहु ववहारु । चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।। ५५ ।।
જીવ પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીવ્ર લહે ભવપાર. ૫૫. સંસારથી પાર થવાનો એક માત્ર ઉપાય આત્માનું ધ્યાન છે. અસદભૂત વ્યવહારનયનો વિષય જે કર્મ, શરીર આદિ પુદ્ગલ બધાં આત્માથી અન્ય છે. અશુદ્ધ નિશ્ચયથી ઉત્પન્ન થતાં પુણ્ય-પાપના રાગાદિ ભાવ તે પણ વ્યવહાર છે, આત્માથી ન્યારા છે. પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ બધાં તત્ત્વથી પણ આત્મતત્ત્વ કથંચિત્ જુદુ છે. વિકારી પર્યાયથી તો આત્મા જુદો, પણ અવિકારી પર્યાયથી પણ કથંચિત્ જુદો છે. ગુણ-ગુણીના ભેદ તે પણ વ્યવહાર છે. ભગવાન આત્મા જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણનો પિંડ છે એવો ગુણ-ભેદ પાડીને વિચાર કરવો તે પણ વ્યવહાર છે. સંકલ્પ-વિકલ્પની બધી ક્રિયાઓ આત્મવસ્તુથી ભિન્ન છે. જગતનો બધો વ્યવહાર મનવચન-કાયાના ત્રણ યોગ અને શુભ-અશુભ ઉપયોગથી ચાલે છે. મારા શુદ્ધ ઉપયોગમાં તે વ્યવહારનો અભાવ છે એટલે કે મારા શુદ્ધ ભાવમાં એ મન-વચન-કાયાનો વેપાર અને શુભાશુભ ભાવનો અભાવ છે.
સચિદાનંદ ગોળો મન-વચન-કાયાથી જુદો જ છે. તેને જુદો અનુભવવો તે સમ્યગ્દર્શન છે. શુભભાવની દિશા તો પર તરફ છે અને શુદ્ધભાવની દિશા સ્વ-સ્વભાવ તરફ છે.
હું તો સર્વ વ્યવહારની રચનાથી નિરાળો પરમ શુદ્ધ આત્મા છું. આવા પોતાના આત્માનું ધ્યાન કરવું તે મોક્ષમાર્ગ છે એમ તું જાણ ! એમ સંતો કહે છે. શુભભાવ આવે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com