________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬]
[ પ્રવચન નં. ૧૯] નિજ પરમાત્માના લક્ષ વગરના શાસ્ત્ર-અભ્યાસ વ્યર્થ છે [શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન તા. ૨૭-૬-૬૬ ]
सत्थ पढंतह ते वि जड अप्पा जे ण मुणति । तहिं कारणि ए जीव फुडु णिव्वाणु लहंति ।। ५३।। શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજ તત્ત્વ અજાણ,
તે કારણ તે જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩. ભગવાન આત્મા એક સમયમાં અભેદ પરિપૂર્ણ વસ્તુ છે. તેનું જ્ઞાન કરી તેનો અનુભવ કરવો તેમાં એકાગ્ર થવું તે શાસ્ત્રનો સાર છે. એ સાર ગ્રહણ ન કરે અને માત્ર શાસ્ત્ર વાંચ્યા કરે તેનું શાસ્ત્ર-ભણતર વ્યર્થ છે. જિનવાણી સાંભળીને, વાંચીને, ધારીને અભેદ આત્માનો અનુભવ કરવો એ તેનું ફળ છે. અંતર-અનુભવની દષ્ટિ વગર ચારેય અનુયોગનું ભણતર કરનારાને જડ કહ્યાં છે.
શાસ્ત્ર કહે છે કે તારો આત્મા કર્મ અને રાગથી ભિન્ન છે અને અતીન્દ્રિય આનંદ આદિ અનંત ગુણોથી અભિન્ન છે. એક સમયમાં શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર સત્ ચિદાનંદ પ્રભુનો અનુભવ કરવો તે જ શાસ્ત્રભણતરનું ફળ છે. સર્વ શાસ્ત્ર ભણવા પાછળ હેતુ સમકિતનો લાભ પ્રાપ્ત કરવાનો છે. એ હેતુ ન સરે તો શાસ્ત્ર ભણવા પણ કાર્યકારી નથી.
અનેક જીવો શાસ્ત્રો વાંચી. વિદ્યા મેળવી, અભિમાન કરે છે પણ ભાઈ ! એ તારી વિદ્યા હજારો માણસોને સમજાવવાની શક્તિ તે તારા આત્માને કોઈ કાર્યકારી નથી. ખ્યાતિ-પૂજા મેળવવા માટે જે શાસ્ત્રો ભણે છે અને આત્માનુભૂતિ કરવાનો પ્રયત્ન કરતો નથી તેનું જીવન અફળ છે. ઉલટું તેને માટે તો પ્રયોજન અન્યથા સાધવાથી શાસ્ત્રજ્ઞાન સંસારવૃદ્ધિનું કારણ બની જાય છે અને પોતે નિર્વાણમાર્ગથી દૂર જાય છે. આવડતના અભિમાનમાં અટકી સમકિતનો લાભ ચૂકી જાય છે.
मणु-इंदिहि वि छोडियइ [ ? ] बुहु पुच्छियइ ण कोइ । रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइं ।। ५४।।
મન-ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગ-પ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪. ટૂંકામાં ટૂંકી વાત-અખંડાનંદ ભગવાન આત્માનો, મન અને ઇન્દ્રિયથી દૂર કરી, અંતર અનુભવ કરવાનો છે. બહુ પ્રશ્ન પૂછવાથી કાંઈ ન થાય. પહેલાં જે અનુભવનું કામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com