________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૨૧ વ્યવહાર શ્રદ્ધા આદિના વિકલ્પ એ બધા વિભાવો મારી ચીજ છે અથવા તેનાથી મારું હિત થશે એમ માનનાર એ વિભાવને જ-એ બહિરભાવને જ આત્મા માને છે.
આ તો મહાન સિદ્ધાંત છે. એક સ્વ રહી ગયો ને તેનાથી ભિન્ન જે દેહાદિ તેને આત્મા માને અર્થાત્ તેનાથી હિત માને અર્થાત્ ઈ વ્યવહાર આચારને પોતાના સ્વભાવનું સાધન માને, સ્વભાવને ને વિકારને એક માને તે વિકારને જ–દેહાદિને જ આત્મા માને છે. તેની દષ્ટિ ચિદાનંદ જ્ઞાયક ઉપર નથી પણ તેની દષ્ટિ ખંડખંડ આદિ ભાવ ઉપર પડી છે. તે અપંડિત કહ્યો છે. આત્મા જેવો છે તેવો જેણે જાણ્યો ને માન્યો તેને પંડિત કહ્યો છે. તો તેનાથી વિરુદ્ધ જે વિકલ્પ રાગ આદિને પોતાનું સ્વરૂપ માને તેને અપંડિત કહીયે, મૂરખ કહીયે, બહિરાત્મા કહીયે.
એકકોર શુદ્ધ ધ્રુવ ચૈતન્યસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે, તેને પોતાનો માનવો એ તો ધર્મદશા થઈ પણ એવું એણે અનાદિથી માન્યું નથી, પરંતુ તેનાથી વિરુદ્ધ જે અલ્પજ્ઞતા, અલ્પ અવસ્થા, પુણ્ય-પાપના વિકલ્પો કે સંયોગી બાહ્ય ચીજ મને હિતકર છે, સાધન છે, મારા છે, એવી માન્યતાવાળાને બહિરાત્મા કહે છે.
મંદિર, પૂજા ને યાત્રાના જે વિકલ્પો છે એ બધા હો ભલે પણ વિભાવ તરીકે હોય છે. એના કાળે હો ભલે પણ મને કાંઈ લાભ કરે છે એમ નથી, છતાં એ ભાવ વ્યવહાર તરીકે આવ્યા વિના રહેતો નથી. જેમ એકરૂપ અખંડ ચૈતન્યવ આત્મા છે ને જેમ શરીર આદિ જડરૂપ પદાર્થ પણ છે અને શુદ્ધ ચૈતન્ય વસ્તુનું ભાન થતાં જેમ શરીર આદિ બીજી ચીજ કાંઈ વઈ જતી નથી તેમ અંદરમાં પૂરણદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યવહારના ભાવ હોય છે, પણ તે પર તરીકે હોય છે, સ્વ તરીકે ખતવવા માટે હોતા નથી.
શ્રાવકના વ્યવહાર-આચાર ને મુનિના વ્યવહાર-આચરણ મને હિતકર છે એમ માનનારા બહિરાત્મા મિથ્યાષ્ટિ છે એમ અહીં કહે છે. એ ભાવ હોય છે, આવે છે પણ
એ આત્માનું કર્તવ્ય નથી. કમજોરીના કાળમાં એ ભાવ આવે છતાં એ હિતકારી નથી. હિતકારી નથી તો એ ભાવ લાવે છે શું કામ?–ભાઈ ! બાપુ! એ ભાવને તે લાવતો નથી પણ આવે છે. પરંતુ એ વિકલ્પો આત્માને કલ્યાણ કરનાર છે કે આત્માનું સ્વરૂપ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. મારા સ્વરૂપમાં હું છું ને તે ભાવો મારામાં નથી તેનું નામ અનેકાન્ત કહેવામાં આવે છે.
અનાદિકાળથી પરને પોતાના માનતો આવે છે ને પરને છોડતો નથી એટલે પરમાં-સંસારમાં વારંવાર ભ્રમણ કરતો રહે છે. આત્માના અસલી સ્વરૂપને જાણ્યા વિના વિકૃતરૂપને પોતાનું સ્વરૂપ માને છે તેથી વિકૃતરૂપને કેમ છોડ? તેથી તે વિકૃતિમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. સંસારમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. ૧૦
જ્ઞાનીએ પરને આત્મા નહીં માનવો જોઈએ. સત સ્વરૂપનો સ્વીકાર કરનાર ધર્મીએ અસમાં પોતાપણું માનવું ન જોઈએ.-એમ હવે બહિરાત્માની સામે અંતરાત્માની વિશેષ વાત કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com