________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
ભગવાન આત્મા તો સચેતનસ્વરૂપ, જાગૃત, જાગૃત, ચેતનાર, ચેતનાર સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદને વેદવું એવું આત્માનું સ્વરૂપ છે. આહાહા ! આ તો પરમાર્થ માર્ગની વાત છે. માર્ગ એક જ છે, બીજો માર્ગ હોઈ શકે જ નહિ. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ...' ભગવાન આત્મા ચેતનાને વેદ, ચેતનાને કરે એવું જ ચૈતન્યનું સ્વરૂપ છે. રાગને કરે કે હુરખને ભોગવે એ વસ્તુ સ્વરૂપ જ નથી. સંસારના ભાવને કરે કે સંસારભાવને હરખથી વેદ એ આત્મા જ નથી.
જેમાં એકલી ચેતના ભરેલી છે તેને આત્મા કહીંએ. ચેતનાનું જાણવાનું દેખવાનું અનુભવવાનું કામ કરે એવો આત્મા છે. એવા આત્માને તું આત્મા જાણ. રાગને કરે એ આત્મા નથી, એ તો અણાત્મા છે. વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો ઊઠે તેને કરે કે વેદે તે આત્મા નથી આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે તે તો જ્ઞાનને જાણીને જ્ઞાનને અનુભવે, જ્ઞાનને વેદે, જ્ઞાનમાં જ્ઞાનની એકાગ્રતાનો અનુભવ કરે એવો છે.
બોલે તે આત્મા નહિ, સાંભળે તે આત્મા નહિ, વિકલ્પથી સાંભળે તે આત્મા નહિ! ભગવાન આત્મા ચેતનસ્વરૂપ છે, એનું તો ચેતવાનું, જાણવાનું કામ છે. એને આત્મા જાણ, એ આત્માનો અનુભવ કર, એ શિવના લાભનો હેતુ છે. નિરૂપદ્રવ, કલ્યાણમૂર્તિ મુક્તદશાના લાભનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
આ તો યોગસાર છે ને! એકલો સાર સાર ભર્યો છે. ભગવાન આત્મા બુદ્ધ છે. બુદ્ધદેવ છે, સત્યબુદ્ધ છે. એવા બુદ્ધદેવને તું જાણીને અનુભવ. આવો આત્મા જાણીને બીજાને કહેજે કે સમજાવજે-તો એવો આત્મા છે જ નહિ. સર્વજ્ઞ તીર્થકર ભગવાન ત્રિલોકનાથ દેવ ફરમાવે છે કે ભાઈ ! તું તો સત્યબુદ્ધ છો ને! સાચું બુદ્ધપણું તું છો એને જાણીને તેનો અનુભવ કર. એ જ મોક્ષના લાભનો હેતુ ને કારણે છે, એ સિવાય બીજું કોઈ કારણ નથી. ' ઉપશમરસ, અકષાયરસ ને વીતરાગ શાંતરસથી જામેલું તત્ત્વ ભગવાન આત્મા છે. વીતરાગના અકષાય શાંતરસનું ઢીમ તત્ત્વ છે; તેમાં વિકલ્પ ઊઠાવવો કે હું બીજેથી સમજું કે બીજાને સમજાવું એ વસ્તુના સ્વરૂપમાં નથી. પોતાથી પોતાને જાણે એવો ભગવાન આત્મા છે. જાણપણાના વિશેષ બોલથી બીજાને સમજાવે તો તે અધિક છે એવું આત્માનું સ્વરૂપ છે જ નહિ
ભગવાન આત્મા સત્ય સાહેબ બુદ્ધદેવ છે, તેમાં વિકલ્પનો અવકાશ છે જ ક્યાં ? જે જાણેલું તત્ત્વ છે તેને કહું એવો વિકલ્પ તે વસ્તુનું સ્વરૂપ ક્યાં છે? એવો આત્મા જ નથી. કેમ કે જો આત્મા એવો હોય તો સિદ્ધ ભગવાન પણ બોલવા જોઈએ!
ભગવાન આત્મા પોતે જિનદેવ છે. સાચો જિન ભગવાન આત્મા છે. સમવસરણમાં બિરાજમાન ભગવાન તારા માટે તો વ્યવહારજિન છે. તારે માટે આત્મા પોતે વીતરાગીબિંબ પરમેશ્વરદેવ જિન છે. અંદરમાં પરમાત્મસ્વરૂપ છે તે તારા માટે જિન છે. સમવસરણમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com