________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪] ન કરીશ. અમને બહુ કહેતાં સમજાવતાં આવડે છે, અમે મોટા આચાર્ય થયા છીએ, ૫૦૦-૫૦૦ સાધુઓના ઉપરી–મોટા કરીને અમને પદવી આપી છે એવાથી મોટપ માનવી રહેવા દે!—એમ આ ર૧મી ગાથામાં કહ્યું.
હવે રર મી ગાથા કહે છે. પહેલાં જિન તે આત્મા કહ્યું હતું ને? હવે એટલો ભેદ કાઢી નાખીને હું જ પરમાત્મા છું-એમ અનુભવ કર એમ કહે છે.
વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન! તમે પરમાત્મા છો એટલું તો અમને નક્કી કરવા દ્યો! –કે એ નક્કી ક્યારે થશે?-કે જ્યારે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચયનું નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. તે વાત કહે છે:- -
जो परमप्पा सो जि हउं सो परमप्पु । इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।।२२।। જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. રર. કહે છે કે ભાઈ ! હે ધર્મીજીવ! જે પરમાત્મા છે તે જ હું છું, પરમાત્માને વિકલ્પ નથી, પરમાત્મા બોલતા નથી, પરમાત્મા બોલવામાં આવતા નથી-એવો જ હું આત્મા પરમાત્મા છું એમ દષ્ટિમાં લે.
બીજા જેટલા વિકલ્પો છે-બીજાને સમજાવવાના, શાસ્ત્ર રચવાના, એનાથી તું મોટપ માનીશ તો એ વસ્તુમાં નથી. તેથી હવે બધી શાસ્ત્રચર્ચા છોડીને આ કર એમ કહે છે. ક્યાં સુધી તારે શાસ્ત્રની ચર્ચાઓ લખવી છે? શાસ્ત્રમાં આ કહ્યું છે, આ શાસ્ત્રમાં આ કહ્યું છે ને આ શાસ્ત્રમાં કહ્યું છે-એ તો બધી વિકલ્પની જાળ છે.
જે પરમાત્મા છે તે જ હું છું. પરમાત્મા જેવો જાણ એમ નહિ, પરમાત્મા જ હું છું. પહેલાં પરમાત્મા સાથે મેળવણી કરી હતી. હવે કહે છે કે એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં અનંત ગુણનો પિંડલો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પરમાત્મા ભગવાન તે જ હું છુંએમ અંતરમાં અનુભવમાં લાવ અને એનો અનુભવ કર એ જ તારા લાભમાં છે, બાકી બધા વિકલ્પો, શાસ્ત્રની ચર્ચા ને વાદવિવાદ એ કાંઈ તારા લાભમાં નથી-એમ અહીં કહે છે.
વ્યવહારની કલ્પનાને છોડીને કેવળ શુદ્ધ પોતાના આત્માને ઓળખ. શાસ્ત્રોનું જ્ઞાન સંકેત માત્ર છે. શાસ્ત્રના જ્ઞાનમાં જ પડ્યો રહીશ તો પોતાના આત્માનું જ્ઞાન થશે નહિ. ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજી રહ્યો છે ને તું વ્યવહાર-રોકાઈથી પરમેશ્વર છો ? ભિખારી પરમેશ્વર બનાવે? વ્યવહારનો રાગ ભિખારી-રાંક છે, નાશ થવાને લાયક છે, એ પરમેશ્વરપદને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com