________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૫૫ પ્રાપ્ત કરાવે? શાસ્ત્રની ચર્ચાઓ પરમેશ્વરપદને પ્રાપ્ત કરાવે? ૩૩-૩૩ સાગર સુધી સર્વાર્થસિદ્ધના દેવો શાસ્ત્રની ચર્ચાઓ કરીને કહે છે કે મૂક આ ચર્ચાઓ! સ્થિર થવાથી કેવળજ્ઞાન થશે !
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ મહા પરમાત્માના અંતરસ્વરૂપે ભરેલો એવો પરમાત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું--આહાહા ! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે! ભાઈસા'બ અમને બીડી વિના ચાલે નહિ, આબરૂમાં થોડો ફેર પડે તો આંચકો ખાઈ જઈએ ને આપ કહો કે તું પરમાત્મા છો ! અરે બાપુ! એ બધાને છોડને ! એ કે દી તારા સ્વરૂપમાં હતા? આખો પરમેશ્વર ભગવાન પડ્યો છે અને તે વિકલ્પની આડમાં ગોઠવી દીધો છે. ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ છે તે નિર્વિકલ્પ દશાથી પ્રાપ્ત થાય તેવો છે.
હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું-એમ જાણીને બીજા વિકલ્પો ન કરો, પંચ મહાવ્રતના વિકલ્પો, શાસ્ત્ર ભણતરના વિકલ્પો, નવ તત્ત્વોના ભેદના વિકલ્પો-એ બધું હવે ન કર, ન કર કરવાનું તો આ કહ્યું તે છે; છોડવા જેવું છે તે છોડ ને આદરવા જેવું છે ત્યાં ઠર. પરમ સ્વરૂપનો પિંડ આત્મા છે એ જ હું એમ એનો આશ્રય કર ને વિકલ્પ છોડી દે.
જ્યાં તું છો ત્યાં વિકલ્પ ને વાણી નથી ને શુભ વિકલ્પથી મને લાભ થશે! – એમ માનનાર તો મૂઢ અજ્ઞાની છે. એનાથી લાભ માનીશ તો હીણો પડતાં પડતાં હું આત્મા છું કે નહિ એ શ્રદ્ધા ઊડી જશે, આત્મા છું એવી વ્યવહાર શ્રદ્ધા ઊડી જશે ને નિગોદમાં હાલ્યો જશે! આહાહા! આળ ન દે, આળ ન દે, ભગવાન આત્માને આળ ના દે. આળ દીધા તો તારા ઉપર આળ ચઢી જશે. હું પરમાત્મા છું–તેના બદલે હું રાગવાળો, હું અલ્પ છું એમ આત્માને આળ આપનારને આત્મામાં હું નહિ એમ આળ ચઢી જશે, જગતમાં હું આત્મા જ નથી, હું નથી, હું નથી, હું ક્યાં છું?–એમ આંધળો થઈ જઈશ!
પરમાત્મા જ છું, અલ્પજ્ઞ ને રાગ નહિ પણ હું પરમાત્મા જ છું, એ સિવાયના વિકલ્પો છોડી દે! તીર્થકરગોત્ર બાંધવાનો વિકલ્પ છોડી દે! ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ પ્રભુ છે ને! તારે ખજાને ખોટ ક્યાં છે કે તારે વિકલ્પાદિનું શરણ લેવું પડ? હું સ્વરૂપમાં એકાગ્રતા કરનાર જીવ! એકાગ્રતા સિવાયના જે વિકલ્પો છે તે-પછી ભલે પંચ મહાવ્રતનો હોય કે વ્યવહાર સમિતિ-ગતિ આદિનો હો કે શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ હો-છોડી દે. શાસ્ત્રનું જ્ઞાન પણ પરાલંબી જ્ઞાન છે, તેનો મહિમા છોડ, તે વિના આત્માને પત્તો નહિ લાગે.
આહાહા...? એકવાર તો ઊંચો થઈ જાય એવી વાત છે! ભગવાન તો એમ કહે છે કે અમને સાંભળવું છોડી દે! ભગવાન ફરમાવે છે કે અમારી સામે જોવું છોડી દે! અમારી સામે જોવાથી તારો ભગવાન હાથ નહિ આવે! આહાહા ! ભગવાન ત્રિલોકનાથ સમવસરણમાં ફરમાવવા હતા કે અરે આત્મા! તું પરમાત્મા જ છો. જો પરમાત્મા ન હો તો પર્યાયના કાળે પરમાત્મા ક્યાંથી આવશે? એક સેકન્ડમાં પૂરણ આત્માનું આખું રૂપ જ ભગવાન આત્મા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત પ્રભુતા, આદિ એવા બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com