________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[પ૩ માર ધડાક પહેલેથી! તું પામર છો કે પ્રભુ છે! તારે શું સ્વીકારવું છે? પામરપણું સ્વીકારે પામરપણું કદી નહિ જાય! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્ય પરમેશ્વરસ્વરૂપે જ છું—એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. દષ્ટિમાં વીતરાગ થયો તે સ્થિરતાએ વીતરાગ થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે.-એમ અહીં વાત કરે છે. અરે! અમે ક્યારે વીતરાગ થઈશું? શું થશે?—એ બધી લપ મૂક ને! તું વીતરાગ પરમાત્મા છો જ! આખો ભગવાન આત્મા જિનેશ્વર જેવો પૂર્ણાનંદ પરમાત્મા છે જ, બધા એવા ભગવાન છે હો !—એને તું જો ને ભાઈ ! અલ્પજ્ઞતા ને રાગ એ કાંઈ આત્મા છે? એ તો વ્યવહાર-આત્મા છે. જે આત્મા છે એ તો અલ્પજ્ઞતા, રાગ ને નિમિત્ત વિનાનો છે, એની સામું જો ને!
આમ જાણીને હું ધર્મી જીવ ! માયાચાર છોડી દે! એટલે ! આ અલ્પરાગ છે.... રાગ કરતાં કરતાં થશે....એવી માયા છોડી દે! રાગ કરીશું તો આમ થશે ને પુણ્યની ક્રિયા લોકોને બતાવું-એ બધી માયાચારી છોડી દે! રાગની ક્રિયા કરીને હું સાધુ છું એમ લોકોને તારે બતાવવું છે?
જિન સોહી હૈ આતમા ને અન્ય સોહી હૈ કરમ,
યેહી વચનસે સમજ લે જિન-વચનકા મરમ. --એમ બનારસીદાસે કહ્યું છે.
આહાહા! ભગવાન એને મોટો કહેવા જાય ત્યાં આ ભાઈ સા'બ કહે ના... ના...ના...એવો મોટો હું ન હોઉં! પણ એલા બહુ મોટો કહીને, જેમ પૈસાવાળાને બહુ મોટો કહીને પૈસા લૂંટી લે-ફાળો ઉઘરાવી લે, તેમ ભગવાને તને મોટો ઠરાવીને શું કરવું હશે?-કે તારી પામરતા લૂંટવી છે! કંઈ તારા પૈસા લૂંટવા નથી હો! !
આહાહા ! પરમાત્મા ને મારામાં કાંઈ ફેર નથી-એમ પોતાની દૃષ્ટિમાં ભગવાન આત્માને સમભાવી વીતરાગ પૂર્ણાનંદ તરીકે દેખતો, વીતરાગમાં ને આત્મામાં ક્યાંય ફેર ન દેખતો, સિદ્ધાંતના સારને માયાચાર રહિત થઈને પામી જાય છે.
જેનાથી અંદર ભગવાન મોટો થાય છે, એની મોટપથી એને તું દેખને! એની શોભાથી તું શોભને! રાગ દ્વારા, વિકલ્પ દ્વારા મોટપ માનવી છોડી દે! બહુ વાણી મળવાથી કે વાણીના ઉપદેશ દ્વારા મોટપ માનવી છોડી દે ! એ તો માયાચાર છે, એને મૂકને પડતી ! તારી મોટપ તો અંદર પ્રભુ પ્રભુતાથી બિરાજે છે તેમાં છે, તેના શરણમાં જતાં શાંતિ ને વીતરાગતા પ્રગટ થશે.
અમને બહુ આવડે છે, હજારો માણસોને સમજાવીએ, લાખો પુસ્તકો બનાવીએએ તે કાંઈ તારા આચરણ છે કે તેનાથી તું મોટપ મનાવી રહ્યો છો ! ભગવાન પોતે પરમાત્મા સમાન છે એવું અંતરમાં જાણીને ઠરે તેને મોટપનો લાભ મળે છે, બાકી બધું ધૂળધાણી છે! માટે વિકલ્પની જાળ દ્વારા ને શરીરની સ્થિતિ દ્વારા મોટપ ન માનીશ, એનાથી મોટપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com