________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૧૮૧ કારણ છે. સમયસાર-કળશમાં રાજમલજીએ આ વાત લીધી છે. ‘વિચાર સુદ્ધા બંધનું કારણ છે.’ ત્યાં જ્ઞાનને બંધનું કારણ નથી કહ્યું પણ જ્ઞાન રાગમાં-ભેદમાં રોકાય જાય છે તેનું નામ વિચાર છે અને તે બંધનું કારણ છે. હું મનુષ્ય છું, ભવ્ય છું, સમ્યગ્દષ્ટિ છું આદિ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના વિચાર, કર્મોના આસ્રવભાવનો વિચાર, ચારે પ્રકારના બંધનો વિચાર, સંવર–નિર્જરાના કારણોનો વિચાર આદિ બધાં વિચારો વ્યવહારનય દ્વારા ચંચલ છે. તે શુભોપયોગ છે. નિશ્ચય જ સત્ય છે. વ્યવહાર ઉપચાર છે.
પર્યાય ક્ષણિક છે પણ દુ:ખદાયક નથી. પણ તેમાં વિકલ્પ ઊઠે છે તે દુ:ખદાયક છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે. ક્ષણિક છે પણ દુ:ખદાયક નથી. માટે જે દુઃખદાયક છે એવા વિકલ્પો છોડવા લાયક છે. પર્યાયનું ક્ષણિકપણું દુ:ખદાયક નથી પણ તેમાં જે રાગ-દ્વેષના વિકલ્પ ઊઠે છે તે જ્ઞાતા-દષ્ટા સ્વભાવને ડખલરૂપે છે માટે દુઃખરૂપ છે.
ભગવાનનો મારગ ભાઈ ! આત્માનો મારગ છે, તેમાં કાંઈ ફેરફાર ચાલે નહિ. આંખની પાંપણમાં થોડી ૨જ સમાય પણ આમાં કાંઈ ન સમાય. રાગરહિતપણે ભેદનું જ્ઞાન કરવું તે દુઃખનું કારણ નથી, તે તો સ્વભાવ છે, પણ જે રાગી છે તે ભેદનું જ્ઞાન કરવા જાય છે ત્યાં તેને વિકલ્પ ઊઠે તે દુઃખનું કારણ છે. ભેદનું જ્ઞાન દુ:ખનું કારણ હોય તો તો સર્વજ્ઞને પણ દુ:ખ થવું જોઈએ, પણ એમ નથી. વિકલ્પ દુઃખનું કારણ છે.
હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પર્યાય તો દ્રવ્યનો જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?
તેને ગુરુ ઉત્તર આપે છે કે ભાઈ! તારી વાત સાચી છે, પણ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. સરાગીને ભેદષ્ટિમાં વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગ મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદને મુખ્ય કરવામાં આવ્યો છે. વીતરાગ થયા પછી તો ભેદાભેદ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.
ભગવાન તો એક દ્રવ્યના અનંત ગુણ, એક ગુણની અનંતી પર્યાય અને એક પર્યાયના અનંત અવિભાગપ્રતિચ્છેદ આદિ બધાં ભેદને એક સમયમાં જાણે છે પણ તેમને રાગ થતો નથી. માટે ભેદનું જ્ઞાન રાગનું કારણ નથી પણ રાગીને ભેદનું લક્ષ કરવાથી રાગ થાય છે. રાગી એકરૂપ સ્વભાવને જાણે ત્યારે નિર્વિકલ્પ થઈ જાય છે અને ભેદને જાણે ત્યારે તેને રાગ થાય છે, તેનું કારણ રાગી છે માટે રાગ થાય છે.
માટે કહ્યું છે કે વીતરાગદશા પ્રાપ્ત કરવા માટે રાગીએ વ્યવહારનયનું લક્ષ છોડી નિશ્ચયનયથી પોતાને અને ૫૨ને જાણવા જોઈએ.
આ જીવ ઊંધો પડયો અનંત તીર્થંકરો આવે તોપણ ન ફરે તેવો છે અને સવળો પડયો અનંત પરિષહ આવે તોપણ ન ડગે તેવો છે, એટલે જ અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે ભગવાન! તારી શુદ્ધતા તો મોટી છે પણ તારી અશુદ્ધતા પણ મોટી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com