________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[હું
.
કરવા તેનું નામ યોગસાર છે. આચાર્યદેવ કડકભાષામાં કહે છે કે ‘નિયમથી બંધાઈશ.' બંધ અને મોક્ષ એ વિચાર ભલે શુભવિકલ્પ છે પણ વિકલ્પ છે તે જ બંધનું કારણ છે. અરે ! પણ આમાં એક પણ જીવનો ઘાત તો નથી કર્યો છતાં બંધન?–હા, જીવનો ઘાત બંધનું કારણ નથી, વિકલ્પ બંધનું કારણ છે. પર્યાયદષ્ટિ-વ્યવહારનયનો આશ્રય કરવાથી બંધ થાય છે.
જીવનું મોક્ષનું પ્રયોજન પર્યાયના લક્ષથી સિદ્ધ થતું નથી કેમ કે નિર્મળ પર્યાયમાંથી પણ નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. નિયમસાર ૫૦ મી ગાથામાં ક્ષાયિક સમ્યગ્દર્શનને પણ ૫૨દ્રવ્ય કહ્યું છે. કેમ ?-કે જેમ ૫૨દ્રવ્યમાંથી પોતાની નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ પોતાની નિર્મળ પર્યાયમાંથી પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તે અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચારેય પર્યાયને ૫૨દ્રવ્ય કહી છે. નવી પર્યાય ઉત્પન્ન થવાનું સ્થાન એક ધ્રુવસ્વભાવ છે તે સ્વદ્રવ્ય છે.
વાસ્તવિક તત્ત્વના ખ્યાલ વગર કોઈનું કલ્યાણ થાય તેમ નથી. કેમકે કલ્યાણની ખાણ જ આત્મા પોતે છે, તેની એકરૂપ દષ્ટિ થયા વિના કલ્યાણનું બીજ ક્યાંથી ઊગે? અહીં તો આચાર્ય કહે છે કે નિર્વાણનો ઉપાય એક શુદ્ધાત્માનુભવ જ છે. જ્યાં મનના વિચાર વિકલ્પ બધું બંધ થઈ જાય છે અને સ્વાનુભવનો પ્રકાશ થાય છે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રમાં રાગ રહિત વીતરાગી શાંતિ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ મોક્ષનો માર્ગ છે.
ભાઈ! વાત તો કઠણ છે પણ તું સમજવાનો પ્રયત્ન કર! નય, નિક્ષેપ, પ્રમાણના વિકલ્પને છોડીને એકરૂપ નિજ પરમાત્મા ઉપર દૃષ્ટિ દે અને તેમાં લીનતા ક૨ તો તારો નિર્વાણ થશે જ થશે. જેમ આગળ કહ્યું કે તું વિકલ્પથી નિઃભ્રાંતપણે બંધાઈશ જ તેમ અહીં કહે છે કે સ્વરૂપમાં દષ્ટિ-જ્ઞાન અને લીનતા કર! તું નિઃશંકપણે નિર્વાણ પામીશ. જેમ ઠંડું હીમ વનને બાળી નાખે છે તેમ તારી અકષાય શાંતિ સંસારને બાળી નાખશે, તારો નિર્વાણ થશે.
ભક્તિમાં આવે છે કે ‘ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં.' ઉપશમ એટલે અકષાય શાંતિ અને તેની પૂર્ણતા તે વીતરાગ. આત્મા અકષાયસ્વરૂપ છે એવો અકષાયભાવ પર્યાયમાં પ્રગટ થવો તે ઉપશમભાવ છે.
પ્રભુ! આ બધી વાતો ભાષામાં તો સહેલી લાગે છે પણ તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થની ઉગ્રતા જોઈએ છે હો! ભાષામાં કાંઈ ભાવો આવી જતા નથી. પુરુષાર્થ કરતાં એ ભાવો પ્રગટ થાય છે.
બંધ-મોક્ષનો વિચાર એ પણ રાગ છે, બંધનું કારણ છે.
શ્રોતા:-પણ પ્રભુ ! વિચાર એ તો જ્ઞાનની પર્યાય છે ને ?
ભાઈ ! એ છે જ્ઞાનની પર્યાય, પણ સાથે જે રાગ આવે છે, ભેદ પડે છે તે બંધનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com