________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[ ૧૭૯
મુનિરાજનો કહેવાનો આશય આ છે. સ્ત્રીના સંગમાં પાડવાનો આશય નથી. બ્રહ્મસ્વરૂપમાં લીન થનારા આત્મ-આનંદી મુનિરાજ આમ કહે છે તો તેનો આશય બરાબર સમજવો જોઈએ.
અહીં યોગીન્દ્રદેવ પણ એ જ કહે છે કે જો તું સમ્યગ્દષ્ટિ છો પણ તને વિષયની આસક્તિ ન છૂટતી હોય તો ગૃહસ્થાશ્રમમાં રહીને યથાશક્તિ આત્માનું મનન કર! નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતારૂપ રત્નત્રયની ભક્તિ કર! ધ્યાન કર! અને જ્યારે તને મનથી આસક્તિ પણ છૂટી જાય ત્યારે મુનિપણું અંગીકાર કરજે. મુનિપણું–ચારિત્ર જ ખરેખર મોક્ષનું સાક્ષાત્ કારણ છે, માટે જ્યારે તને આત્મિસુખનો પ્રેમ વધી જાય અને તેના સિવાય બધા વિષયોના રસ ફીક્કા લાગે, ક્યાંય આસક્તિ ન થાય ત્યારે જિતેન્દ્રિય થઈને નિરંતર આત્માના મનનમાં લાગી જજે અર્થાત્ મુનિ થઈ સ્વરૂપમાં લીન થજે.
અહીં આત્માનુશાસનનો આધાર આપ્યો છે કે ગુણભદ્રસ્વામી લખે છે કે ‘આત્મજ્ઞાની મુનિને યોગ્ય છે કે તે વારંવાર સભ્યજ્ઞાનનો અભ્યાસ ફેલાવતા રહે.' ચૈતન્યજ્યોત આત્માની દષ્ટિપૂર્વક જ્ઞાનનો વિકાસ કરે એટલે કે આત્માની સર્વ શક્તિ-આનંદ, શાંતિ, વીર્ય આદિનો વિકાસ થાય તેમ રાગ ઘટાડે અને જ્ઞાન લાવે તે મુનિને યોગ્ય કાર્ય છે.
ભાઈ! મોક્ષને તો આવો નિરાલંબી માર્ગ છે. નિશ્ચયમોક્ષમાર્ગને વ્યવહાર મોક્ષમાર્ગનું પણ અવલંબન નથી.
જેમ ક્ળીનો વિકાસ થઈને ફૂલ ખીલે છે તેમ પરમ પારિણામિક સ્વભાવભાવ શક્તિરૂપે છે તેમાં એકાગ્ર થઈને પર્યાયમાં વિકાસ કરો. અનંત શક્તિઓને પર્યાયમાં ખીલવો અને રાગ-દ્વેષ ન કરતાં સમતાભાવથી આત્માને ધ્યાવો. કારણ કે પરમાનંદમૂર્તિ આત્માનું ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે. વ્યસંગ્રહ–૪૭ ગાથામાં પણ આ જ વાત મૂકી છે.
અહો! ગમે તે શાસ્ત્ર જુઓ, ચારે બાજુએ આચાર્યોએ એક જ વીતરાગનો મોક્ષમાર્ગ સ્પષ્ટ કરીને મૂકયો છે. વીતરાગી મોક્ષમાર્ગના ઢંઢેરા પીટયા છે.
૮૬ ગાથા પૂરી થઈ, હવે ૮૭ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે ‘સહજ સ્વરૂપમાં રમણ કર ! બંધ-મોક્ષનો વિકલ્પ છોડી દે.’
जइ बद्धउ मुक्कउ मुणहि तो बंधियहि भिंतु । सहज-सरुवइ जइ रमहि तो पावहि सिव संतु ।। ८७ ।। બંધ-મોક્ષના પક્ષથી નિશ્ચય
બંધાય,
સહજસ્વરૂપે જો ૨મે, તો શિવસુખરૂપ થાય. ૮૭.
આહાહા...! ભગવાન આત્મા! જો તું બંધ-મોક્ષની કલ્પના કરીશ તો તું નિઃસંદેહ બંધાઈશ. આ મને રાગ થાય છે તે છૂટશે તો મોક્ષ થશે એવો વિકલ્પ છે તે બંધનું કારણ છે. સહજાત્મસ્વરૂપ-એકસ્વરૂપનું ધ્યાન તે મોક્ષનું કારણ છે.
ભાઈ! તું બંધ અને મોક્ષ એ બે પર્યાયદષ્ટિથી જોવા જઈશ તો તું નિયમથી બંધાઈશ. આ યોગસાર છે ને! યોગસ્વરૂપમાં એકાકાર થઈને બંધ–મોક્ષના પણ વિકલ્પ ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com