________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૨૦૧ ઉપરથી માખી ખસતી નથી તેમ પુણ્ય-પાપના ભાવ ફટકડી જેવા ફીક્કા-દુ:ખરૂપ છે અને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ સાકરના ગાંગડાની જેમ ધર્મીને મીઠા લાગે છે તેથી ધર્મી તેમાં લીન થાય છે. શરીર તો અજીવતત્ત્વ છે અને પુણ્ય પાપ એ આસ્રવતત્ત્વ છે તેનાથી રહિત હું તો જીવતત્ત્વ છું એવા દષ્ટિવંત ધર્મી પોતાના શમસુખમાં લીન થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે.
શમ-સુખમાં લીનતા કહીને મુનિરાજ કહેવા માગે છે કે નિર્વાણના ઉપાયમાં કષ્ટ નથી. મોક્ષના ઉપાયમાં દુઃખ નથી. કષ્ટ-દુઃખ સહન કરવામાં તો આકુળતા છે, મોક્ષમાર્ગમાં આકુળતા ન હોય. મોક્ષમાર્ગમાં તો શમસુખમાં લીનતારૂપ સુખ હોય. વીતરાગમાર્ગ તો ન્યાયમાર્ગ છે. ન્યાયથી વીતરાગદેવ કહે છે કે આ આત્મા અનાદિકાળથી પોતાના આત્માને ભૂલીને જેટલાં પુણ્ય-પાપ ભાવ કરે છે તેનાથી તે દુ:ખી છે, અજ્ઞાની તેનાથી પોતાને સુખી માને છે. ગાંડાની હોસ્પીટલમાં એક ગાંડો બીજાને ડાહ્યો કહે તેથી શું એ ડાહ્યો થઈ જાય? તેમ અજ્ઞાની કરોડપતિને સુખી કહે તેથી શું એ સુખી છે?
સમ્યગ્દર્શન થતાં જ્ઞાની આત્માના અતીન્દ્રિય આનંદમાં લલચાયા છે. અહીં આનંદ છે.અહીં આનંદ છે...અહીં આનંદ છે-એમ કરીને વારંવાર આત્માના અનુભવનો જ્ઞાની અભ્યાસ કરે છે અને તેથી કર્મનો નાશ કરીને શીધ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે.
એક ગાથામાં નવેય તત્ત્વ સમાવી દીધા છે. જ્ઞાનીની નજરમાં નવેય તત્ત્વ તરવરે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ તે એક જીવતત્ત્વ, કર્મ શરીરાદિ તે અજીવ તત્ત્વ, આત્મામાં પુણ્ય-પાપભાવ થાય તે આસ્રવતત્ત્વ અને આત્માની દૃષ્ટિ અને અનુભવ કરવો તે સંવર-નિર્જરાતત્ત્વ અને એ સંવર-નિર્જરા ઉત્કૃષ્ટ થઈ જાય ત્યારે પૂર્ણાનંદ પ્રગટ થાય તે મોક્ષતત્ત્વ-આમ નવેય તત્ત્વ અહીં આવી ગયા.
અરે ભગવાન! જીવોને વીતરાગનું કહેલું તત્ત્વ સાંભળવા પણ મળે નહિ ત્યાં એ સમજે ક્યારે, રુચિ ક્યારે કરે અને અનુભવ ક્યારે થાય? સમજણ વગર અનંતાનંત ભવ જીવે કર્યા. કાગડા, કૂતરાના ભવમાંથી માંડ અનંતકાળે મનુષ્યપણું મળે તો તેમાં પણ આ વાત ન સમજે એટલે ફરી એની એ જ દશાને પ્રાપ્ત થાય છે.
વર્તમાનકાળમાં મહાવિદેહમાં સીમંધરપ્રભુ બિરાજે છે. કરોડપૂર્વનું તેમનું આયુષ્ય છે. મુનિસુવ્રત ભગવાનના સમયમાં થયા છે અને આવતી ચોવીશીના ૧૩મા તીર્થંકર થશે ત્યારે સીમંધર ભગવાનનો નિર્વાણ થશે. તેમના સમવસરણમાં અત્યારે લાખો કેવળી, ગણધરો, મુનિવરો બિરાજે છે. ઈન્દ્રો ઉપરથી ભગવાનની વાણી સાંભળવા આવે છે. એ જ આ વાણી છે, સંતોની પણ એ જ વાણી છે.
આત્માના અતીન્દ્રિય આનંદ-શાંતિનો અનુભવ કરવો તેને ભગવાન મોક્ષમાર્ગ કહે છે અને પુણ્ય-પાપભાવ તે બંધમાર્ગ છે. જીવોને આ તત્ત્વનો નિર્ણય કરવાનો માંડ કરીને આ મનુષ્યપણામાં અવસર મળ્યો છે તેને જે ગુમાવી દે છે એવા મનુષ્યો અને નિગોદના જીવમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com