________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[હું
સ્વરૂપ છે. વ્યવહારના વિકલ્પોથી-દયા-દાન-ભક્તિના વિકલ્પોથી પ્રગટ થાય એવું એનું સ્વરૂપ નથી. ત્રણ લોકનો નાથ બાદશાહ પોતે, પણ અરેરે! આવા વિકલ્પો હોય તો કાંઈ લાભ થાય! શુભ વિલ્પ હોય તો અંદર જવાય!–આવી તો ભ્રમણાઓ!! અરે ! જેનો આદર કરવો છે તેમાં એ વિકલ્પ તો છે નહિ અને જેને-વિકલ્પોને છોડવા છે એના લઈને અંદર પ્રવેશ કેમ થઈ શકશે?! આત્મા તો આનંદરૂપ છે, એ આનંદસ્વરૂપ આત્મા દુ:ખસ્વરૂપ વિકલ્પોથી શી રીતે પ્રાપ્ત થાય ? એ તો સ્વાનુભવથી જ જણાય તેવો છે, રાગથી કે વિકલ્પથી જણાય એવો નથી.
ત્રણ લોકના નાથ પરમેશ્વર આમ ફરમાવે છે કે ભાઈ! તું તો અનંત આનંદસ્વરૂપ છો ને! અને તે પણ તારાથી તું તને અનુભવી શકે એવી ચીજ છો, તને પામર વિકલ્પોની કોઈ જરૂર નથી. ભીખારી પામર રાગની તને જરૂર નથી ભાઈ ! એના ટેકાની તને જરૂર નથી ભાઈ!
ભગવાન બોલાવે છે કે એલા! હાલ તને અનુભૂતિની પરિણતિ સાથે પરણાવીયે ! પણ આ અનાદિનો ભીખારી, મારા વિકલ્પ ચાલ્યા જશે, મારો વ્યવહાર ચાલ્યો જશે, એમ એનો પ્રેમ છોડતો નથી તેથી અંદરમાં જઈ શકતો નથી ને ધોયેલ મૂળાની જેવો રાગ ને વ્યવહા૨ લઈને ૮૪ લાખ યોનિના અવતા૨માં ચાલ્યો જાય છે. ૨૪.
હવે ૨૫મી ગાથામાં કહે છે કે જીવ સમકિત વિના ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે. એમ આત્માનો સીધો અનુભવ કર્યા વિના આનાથી ધર્મ થશે ને તેનાથી ધર્મ થશે, શુભભાવથી થશે ને વ્યવહા૨થી થશે એમ માનીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શન ન કર્યું તેથી ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છેઃ
चउरासी-लक्खहिं फिरिउ कालु अणाइ अणंतु ।
पर सम्मत्तु ण लद्दु जिय एहउ जाणि भिंतु ।। २५ ।।
લક્ષ ચોરાશી યોનિમાં, ભમિયો કાળ અનંત;
પણ સમક્તિ તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્તિ. ૨૫.
અનાદિ કાળથી ૮૪ લાખ યોનિમાં શેકાણો! સ્વર્ગમાં અનંતવાર ગયો, પણ ભાઈ! તેં આત્માના અનુભવના અભાવમાં, રાગને છોડીને સીધું સ્વરૂપની દષ્ટિરૂપ સમ્યગ્દર્શનના અભાવમાં ૮૪ લાખ યોનિમાંથી એકેય યોનિ ખાલી નથી રાખી. નરકની અંદર દસ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, દસ હજાર ને એક સમયની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, એમ એક એક સમય અધિકની સ્થિતિએ અનંતવા૨ ઉપજ્યો ને ૩૩ સાગર સુધીની સ્થિતિએ અનંતવા૨ ઉપજ્યો. ૧૦ હજાર વર્ષથી માંડીને ૩૩ સાગર સુધીના જેટલા સમય છે તે એક એક સમયના અનંતા ભવ નરકમાં ગાળ્યા !
અભેદ ચિદાનંદમૂર્તિની સીધી પકડરૂપ સમ્યગ્દર્શન વિના નરકના ભવ અનંતા કર્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com