________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૧
પરમાત્મા]
[ પ્રવચન નં. ૧૪] ભવપાર થવાનું કારણ:
એક માત્ર નિજ પરમાત્માનો અનુભવ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૧-૬-૬૬ ]
આ યોગસાર છે. યોગસાર એટલે આત્માના મોક્ષનો ઉપાય. તેમાં સાર શું તે બતાવે છે.
छह दव्वई जे जिण-कहिया णव पयत्थ जे तत्त । विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ।। ३५।। પટ દ્રવ્યો જિન-ઉક્ત જે, પદાર્થ નવ જે તત્ત્વ,
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન. ૩૫. | જિનેન્દ્ર પરમેશ્વરે છ દ્રવ્ય, નવ પદાર્થ ને સાત તત્ત્વ કહ્યાં છે; સર્વજ્ઞ પરમેશ્વર કે જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન પ્રકાશમાન થયું છે એવા ભગવાને તેને વ્યવહાર કહ્યાં છે. પણ વ્યવહાર કહ્યાં એટલે ?-કે આત્માથી ભિન્ન અને ભેદરૂપ તત્ત્વ છે તેથી તેને વ્યવહારે નવતત્ત્વ આદિ કહેવામાં આવ્યા છે. આત્મા નિશ્ચયથી તો અખંડ અભેદ આનંદની મૂર્તિ છે. તેનો આશ્રય કરવો ને તેની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. પણ નિશ્ચયમાં જેનો નિષેધ થાય છે તે ચીજ શું છે? નિશ્ચયથી તો આત્મા અનંત ગુણનો પિંડ શુદ્ધ એકરૂપ વસ્તુ છે. તે નિશ્ચય કે જેના આશ્રયથી આત્માનો સાક્ષાત્કાર થાય. પણ જ્યારે નિશ્ચય આમ છે ત્યારે બીજો વ્યવહાર છે કે નહીં? સાત તત્ત્વ નવ પદાર્થો અને છ દ્રવ્યો છે, છ પ્રકારના દ્રવ્યો છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ તથા અનંતા પુદગલ પરમાણુ અને અનંતા જીવ તે બધા એક સ્વરૂપના નિશ્ચયની અપેક્ષાએ ભેદરૂપ અથવા અનેકરૂપ થયા માટે તેને વીતરાગે વ્યવહાર કહ્યો છે.
ભગવાને છ દ્રવ્ય, નવ તત્ત્વ, સાત પદાર્થ આદિ વ્યવહાર કહ્યાં છે. વ્યવહાર કહ્યાંનો અર્થ? એકરૂપમાંથી ભેદરૂપ અને એકરૂપમાંથી અન્યરૂપ જે છે તેને ભગવાને વ્યવહાર કહ્યો છે, તે વ્યવહાર ન જાણે તેને નિશ્ચય હોય નહીં. નિશ્ચય અભેદરૂપ છે ત્યારે ભેદરૂપ શું છે? ચૈતન્યથી અન્યરૂપ શું છે? આત્મા શુદ્ધ અભેદ છે ત્યારે તેમાં પુણ્ય-પાપનો આગ્નવભાવ, બંધભાવ એ આત્માથી વિપરીતરૂપ ભાવ અન્ય છે. તેનું પણ જ્ઞાન કરવું જોઈએ ને આત્માના અભેદ સ્વરૂપની દષ્ટિ કરતાં ભેદ વીતરાગે કહ્યાં છે. તેને જાણવા જોઈએ. અહીં જાણવાની વાત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત અનંત ગુણોનું એકરૂપ એવો જે આત્મા તે નિશ્ચય છે. ત્યારે વ્યવહાર કહ્યો તે કેવો છે? છ દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્ત્વ જિને કહ્યાં તે બરાબર જાણવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com