________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
જોઈએ. તેને જાણવા તે વ્યવહાર છે. સ્વને જાણવું તે નિશ્ચય છે. તો વ્યવહાર છે કે નહીં? અને તેનું જ્ઞાન હોવું જોઈએ કે નહીં? પ્રયત્નપૂર્વક હોવું જોઈએ કે નહીં? તેમ પ્રશ્ન છે.
સમાધાનઃ- પ્રયત્નપૂર્વક જાણવું યોગ્ય છે. છ દ્રવ્યમાં ધર્માતિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ ચાર અરૂપી છે, પુદ્ગલરૂપી છે ને જીવ અરૂપી છે. તે બધાને જેમ છે તેમ એટલે કે તેના દ્રવ્ય, તેની શક્તિ, તેની અવસ્થાઓ જેમ છે તેમ વ્યવહાર જાણવી જોઈએ. જ્યારે છ દ્રવ્ય કહ્યાં ત્યારે એનો અર્થ એમ થયો કે છએ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, તો છ દ્રવ્યની પર્યાય પણ સ્વતંત્ર પોતાથી થાય છે. તેમ જે જાણવું તેનું નામ વ્યવહાર જ્ઞાન છે, વ્યવહાર છે.
અહીંયા વાત એમ કહેવી છે કે જગતમાં છ દ્રવ્યો છે, એટલું જો વ્યવહારે ન જાણે તો તેનો આત્મા નિશ્ચય અભેદ એકાકાર છે તેમાં શી રીતે આવશે ? અહીં પર્યાય છે તે ભેદ છે ને દ્રવ્યો અન્ય છે પણ એટલો જ વ્યવહાર છે તેને જો ન જાણે તો તેનો નિષેધ કરીને અભેદમાં શી રીતે આવશે? નવના ભેદરૂપ કથન છે તે વ્યવહાર છે. નવ છે માટે નિશ્ચય છે તેમ નહીં. નવમાં જીવ કેવો છે? અજીવ કેવો છે? દયા-દાનવ્રતાદિના પરિણામ પુણ્ય છે, હિંસાદિના પરિણામ પાપ છે તે બન્ને આસ્રવ છે. વસ્તુ તેમાં અટકે માટે ભાવબંધ કહે છે, આત્મા આસ્રવ ને બંધમાંથી નીકળી સ્વભાવ તરફ જતાં જે શુદ્ધ સંવર, નિર્જરા-શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ ને શુદ્ધિની પૂર્ણતા તે બધી પર્યાયો નવતત્ત્વમાં વ્યવહાર તરીકે આવે છે. નવ છે તે નિશ્ચય નથી એટલે કે નથી તેમ નહીં, પણ તે ભેદરૂપ છે, અન્યરૂપ છે. માટે તેને ભગવાને વ્યવહાર કહ્યો છે. બધી દશાઓ વ્યવહારમાં જાય છે. ૧૪ ગુણસ્થાન પણ વ્યવહારમાં જાય છે. એક સમયની પર્યાય પર્યાય છે કે નહીં? અભેદ નિશ્ચયમાં પર્યાય પણ ન આવી. ત્યાં તો નિશ્ચયસ્વરૂપે ભગવાન આત્મા એકરૂપ છે તે આવ્યો. વ્યવહાર તરીકે તેની અવસ્થાઓના પ્રકાર-નિર્મળ-મલિન અવસ્થાના પ્રકાર અને અન્ય દ્રવ્યના પ્રકાર તે બધાને પ્રયત્નથી બરાબર જાણવા જોઈએ. આદરવાની વાતનો અહીં પ્રશ્ન નથી. જ્ઞાન કરવા લાયક છે એટલી વાત છે. વ્યવહારનયના વિષયનું જ્ઞાન કરવા લાયક છે કે નહીં? જાણવું તો જોઈએ ને કે આ ભગવાન આત્મા એકરૂપ અભેદ છે તો તેમાં સંવર, નિર્જરા ને મોક્ષની દશા-નિર્મળ દશા અને આસ્રવ, બંધ ને પુણ્ય-પાપ ભેદ છે તે મલિન છે, તેને જાણવા જોઈએ. તેવી રીતે બીજા અનંત આત્માઓ, કર્મ આદિ પર છે ને? તો પરનું જ્ઞાન કરવું જોઈશે.
પ્રયોજન સિદ્ધ કરવા માટે આત્મા અભેદ છે તે નિશ્ચય છે, અને બધા ભેદો તેને વીતરાગે વ્યવહાર કહ્યો છે માટે તેને જાણવો જોઈએ. છ દ્રવ્યો, નવ પદાર્થો વ્યવહાર છે કેમકે તેમાં નિશ્ચય તો એકરૂપ આત્મા કાઢવો તે છે. જીવ, અજીવ, પુણ્ય-પાપ આદિ નવ પદાર્થો ભગવાને કહ્યા તે વ્યવહાર છે. તેમાંથી એકરૂપ આત્માનો આશ્રય કરવો તે નિશ્ચય છે.
યોગસાર છે ને ! આત્મા સ્વભાવે એકરૂપ, અખંડ, અભેદ છે, તેનો આશ્રય કરવો તે નિશ્ચય વસ્તુ છે. પ્રયોજન સિદ્ધ થવામાં પણ તે સિદ્ધ થયું ત્યારે નિષેધ કરવા લાયક કોઈ બીજી ચીજનું જ્ઞાન કર્યું છે કે નહીં? સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્યનું જ્ઞાન તેને ભગવાને વ્યવહાર કહ્યો છે. વીતરાગ પરમેશ્વરે કહેલાં છ દ્રવ્ય આદિ અન્યમાં ક્યાંય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com