________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૧૮ ]
[વિષયોમાં રમતાં મનને નિજ ૫રમાત્મામાં ૨માડ]
[શ્રી યોગસા૨ ઉપ૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૬-૬-૬૬ ]
શ્રી યોગીન્દ્રદેવે ૪૯ મી ગાથામાં કહ્યું કે આયુષ્ય ઘટતું જાય છે ને તૃષ્ણા વધતી જાય છે. કેમ કે એને આત્માના સ્વભાવનો પ્રેમ નથી. એક કોર રામ ને એક કોર ગામ. એમ એક કોર સત્ ચિદાનંદ અનાકુળ આનંદકંદ પદાર્થ છે અને એક કોર પુણ્યપાપના વિકાર, શરીર, કર્મ આદિ ૫૨૫દાર્થ છે. બેમાંથી જેને બાહ્યસામગ્રી પ્રત્યે પ્રેમ વધી જાય છે તેને તૃષ્ણા વધતી જાય છે અને આતમરામ પ્રત્યે જેને પ્રેમ વધી જાય છે તેને તૃષ્ણા ઘટતી જાય છે.
[ ૧૦૧
જેમ ઝાંઝવામાં પાણી નથી પણ સરોવરમાં પાણી છે. તેમ જગતના કોઈ પદાર્થમાં સુખ નથી પણ આત્મામાં સુખ છે પણ અનાદિથી ૫૨માં પ્રેમ કરીને દુઃખી થયો છે. ભગવાન આત્માને છોડીને ૫૨ પદાર્થમાં પ્રેમ એ તુષ્ણાવર્ધક જ છે. એમ ૪૯ મી ગાથામાં કહ્યું. હવે ૫૦મી ગાથામાં કહે છે કે હું યોગી! ખરેખર આત્મા જ પ્રેમને પાત્ર છે. આત્મામાં રમણ ક૨ના૨ નિર્વાણને પામે છેઃ
जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ ।
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।। ५० ।।
જેમ ૨મતું મન વિષયમાં, તેમ જો આભે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. ૫૦.
કહે છે કે હે જીવ! તારું મન જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ૨મે છે, એની જ રુચિ, રતિ અને પ્રેમ કરે છે, પુણ્ય-પાપના ફળમાં જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ જો આત્મામાં કર તો શીઘ્ર મુક્તિ થાય.
‘વિષયમાં મન રમે છે' એમ કહ્યું, એમાં વિષય શબ્દે એકલાં ભોગાદિ એમ નહિ. આત્મા સિવાય બધાં સ્પર્શ-૨સ-ગંધાદિનો એમાં સમાવેશ થઈ જાય છે. શાસ્ત્ર સાંભળવાનો પ્રેમ પણ રાગ છે.
દેહ, સ્ત્રી, કુટુંબ કે દેવ-શાસ્ત્ર-ગુરુ કોઈ પણ પ૨પદાર્થ પ્રત્યે તારો પ્રેમ છે, તે પ્રેમ કર્મ તને કરાવતું નથી. તારા ઉલટાં પુરુષાર્થથી તું પોતે જ એ પ્રેમ કરે છે. માટે હવે સવળા પુરુષાર્થથી, તું પોતે જ ગુલાંટ ખાઈને તારા આત્માનો પ્રેમ કર! તો શીઘ્ર મુક્તિ પામીશ.
તુલસીદાસ પણ કહે છે કે “જૈસી પ્રીતિ હરામસે, તૈસી હરસે હોય, ચલા જાય વૈકુંઠમેં પલા ન પકડે કોય.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com