________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૫૧
અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય આ ચાર અનંત ચતુષ્ટયથી પણ આત્માનું સ્વરૂપ વિચારી શકાય છે. આ અભેદ એકસ્વરૂપને ચારરૂપે વિચારવો તે વ્યવહાર છે. એ વ્યવહાર આવે ભલે, પણ તેની હોંશ કરવા જેવી નથી. સમ્યગ્દર્શન થયા પછી સર્વજ્ઞદશા તુરત જ પ્રગટતી નથી. તેની સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી ધર્મીને વચ્ચે આવો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી.
ચૈતન્ય ભગવાન આત્મા આનંદ, બોધ, ચૈતન્ય અને હોવાપણું એવા ચાર પ્રાણને ધરનારો છે. શ૨ી૨, વાણી, કર્મ આદિને તો વ્યવહારથી પણ આત્મા ધરતો નથી.
આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સ્વામી છે. અન્ય દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્રકાળ–ભાવનો સ્વામી નથી; અખંડ એકરૂપ આત્મદ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેમાં હું શાંત...શાંત ઉપશમરસનો કંદ છું-એવો વિકલ્પ ઉઠાવવો તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે.
પાંચભાવ સ્વરૂપે આત્માનો વિચાર કરવામાં આવે તો આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપે છે અથવા તો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને પરમ પારિણામિકભાવ એ પાંચ સ્વરૂપે આત્મા છે. ઉપશમ સમક્તિ અને ઉપશમ ચારિત્રરૂપે થવાની આત્મામાં શક્તિ છે, ક્ષયોપશમ જ્ઞાન, દર્શન, આનંદ આદિ રૂપે થવાની આત્મામાં શક્તિ છે, ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્રરૂપે થવાની આત્મામાં શક્તિ છે અને ઉદયભાવમાં રાગ-દ્વેષ આદિ વિકારરૂપે પરિણમવાની પર્યાયની યોગ્યતા છે. કર્મને લઈને કે પદ્રવ્યને કારણે આત્મા ઉદયભાવમાં પરિણમતો નથી. પોતાની પર્યાયની એ જાતની યોગ્યતાથી પોતે પરિણમે છે તે દ્રવ્યનો ત્રિકાળી ગુણ નથી પણ પર્યાયની એવી શક્તિ છે.
ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ નિર્મળ પર્યાય અને ઉદયભાવ એ વિકારી પર્યાય, આ ચાર પર્યાયો છે અને પંચમ પરમપારિણામિકભાવ એ આત્માનો ત્રિકાળી ગુણ છે. આવા પાંચભાવસ્વરૂપે એક આત્માને વિચારવો એ પણ વ્યવહા૨ છે. જ્યારે મુનિરાજ ઉપશમ શ્રેણીએ ચડે છે ત્યારે એ ઉપશમશ્રેણી, ક્ષાયિક સમ્યક્ દર્શન, ઉદયભાવ, ક્ષયોપશમ જ્ઞાન અને પરમપારિણામિકભાવ આ પાંચેય ભાવ મુનિરાજને
એક સમયમાં એકસાથે હોય છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠીના પદનો ધરનારો ભગવાન આત્મા પોતે એક છે. પાંચેય પદરૂપે થવાની દરેક આત્મામાં શક્તિ છે. એમ આત્માને પાંચ-પદના ધરનારરૂપે વિચારવો તે વ્યવહાર છે.
ધર્મી એમ વિચારે છે કે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારતિ અને પંચમ ગતિ-મોક્ષ તે રૂપે પરિણમવાની મારામાં તાકાત છે અને છ સ્વરૂપે મારા આત્માનો વિચાર કરું તો અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્રસ્વરૂપે હું બિરાજમાન છું. અથવા છ ગુણથી હું શોભાયમાન છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ અને અધો આ છ દિશાઓમાં ગમન કરવાની મારામાં શક્તિ છે. કોઈ કર્મ કે ધર્મદ્રવ્ય મને ગમન કરાવતું નથી અથવા આત્મા અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com