________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨] પ્રદેશત્વ આ છ સમ્યક્રગુણનો ધરવાવાળો છે.
અનંત દર્શન-જ્ઞાન આદિ સાત ગુણથી અથવા તો સાત ભંગથી પણ આત્માના સ્વરૂપનો ધર્મી વિચાર કરે છે. પોતાનું હોવાપણું પોતાથી છે અને પરથી નહિ હોવાપણું પણ પોતાથી છે એ રીતે સમભંગીથી આત્માનો વિચાર કરે છે અથવા જીવની પર્યાયમાં રહેલાં સાત તત્ત્વો જીવ. અજીવ, આસ્રવ. બંધ, સંવર. નિર્જરા અને મોક્ષ તથા નૈગમ આદિ સાત નથી પણ આત્માનો વિચાર થાય છે. (આઠમો પ્રકાર પાઠમાં લીધો નથી.).
નવ પ્રકારે વિચાર કરીએ તો આત્મા નવ લબ્ધિરૂપ છે. કેવળી ભગવાનને નવ લબ્ધિની પર્યાય પ્રગટ થાય છે, એવી પર્યાય પ્રગટ કરવાની તાકાતવાળો હું છું.
સાધારણ જીવોને આ બધાં આંકડા યાદ ન રહે પણ ભાવ તો યાદ રહી શકે ને ! આપણે તો આંકડાનું કામ નથી, ભાવનું કામ છે.
આ રીતે વિવિધ પ્રકારે આત્માના ગુણોની ભાવના કરતાં કરતાં તેમાંથી ખસીને અંતરમાં એકાકાર થવું તે સ્વાનુભૂતિ છે. આવા ગુણોની ભાવના તે વિકલ્પ છે પણ તેની પાછળ રાગની પુષ્ટિ ન થતાં સ્વભાવની પુષ્ટિ થાય છે. હવે ૭૭ મી ગાથામાં બે ત્યાગી બે ગુણ સહિત આત્મામાં લીન થવાનું કહે છે
बे छडिवि बे-गुण-सहिउ जो अप्पाणि वसेइ । जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન;
શીવ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭. જિનેન્દ્ર ભગવાન એમ કહે છે હું આત્મા! તું રાગ-દ્વેષ ભાવને છોડી જ્ઞાન-દર્શન ધારી સ્વરૂપમાં વસી જા! નિજસ્વરૂપમાં સચિ, જ્ઞાન અને ઠરવું તે સ્વરૂપમાં વસવું કહેવાય. જિનના સ્વામી એવા જિનેન્દ્રભગવાન એમ ફરમાવે છે કે જે જીવ જાણવા-દેખવાના સ્વભાવવાળા એક આત્મામાં લીન થાય છે તે જીવ શીધ્ર નિર્વાણપદને પ્રાપ્ત કરે છે.
બંધનું કારણ રાગ-દ્વેષ છે. ભગવાન આત્મા અખંડ વીતરાગસ્વરૂપ છે. જ્ઞયોમાં આ ઠીક અને આ અઠીક એવા બે ખંડ કરવા તે રાગ-દ્વેષ છે. આ અનુકૂળ અને આ પ્રતિકૂળ એવા વિકલ્પ ઉઠાવવા એ આત્માનું સ્વરૂપ નથી. તેમ જ અન્ય પરદ્રવ્યોમાં પણ કોઈ અનુકૂળ કે કોઈ પ્રતિકૂળ એવું દ્રવ્યોનું સ્વરૂપ નથી.
અજ્ઞાની એમ માને છે કે નિરોગ શરીર હોય તો ધર્મ થાય, બધી જાતની અનુકૂળતા હોય તો ધર્મ થઈ શકે. તેને જિનેન્દ્ર ભગવાન કહે છે કે અરે પ્રભુ! અનુકૂળ કે પ્રતિકૂળ એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. શરીરાદિ તો જાણવા લાયક જ્ઞય છે. શેય પદાર્થો આત્માને ધર્મ કરવામાં રોકતા નથી. માટે ભાઈ ! તું રાગ-દ્વેષ છોડી દે અને સ્વભાવની સાધના કર !
આત્મા સિવાય અન્ય પદાર્થોમાં ઠીક-અઠીકપણાની માન્યતા કરવી તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લોભ છે. તેમાં ક્રોધ અને માન એ દ્રષસ્વરૂપ છે અને માયા અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com