________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[ પ્રવચન નં. ૩]
શ્રી ગુનો કોલકરાર : પરમાત્મસ્વરૂપની દષ્ટિ કર, જરૂર પરમાત્મા થઈ જઈશ. [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૮-૬-૬૬ ]
આ યોગસાર ચાલે છે, તેમાં છઠ્ઠી ગાથા ચાલી. ત્રણ પ્રકારના આત્માનું વર્ણન ચાલ્યું; પરમાત્મા, અંતરાત્મા ને બહિરાત્મા. જોકે પરમાત્મામાં અંદર શક્તિમાં ભૂતનૈગમનયથી અંતરાત્મા ને બહિરાત્મા તો છે પણ આ તો પ્રગટ પર્યાયની વાત છે. પરમાત્માનું સ્વરૂપ જાણીને અંતરાત્મા થઈને બહિરાત્મપણું છોડીને પરમાત્માનું ધ્યાન કરવું એ ગાથાનો સાર છે. ત્રણ પ્રકારની પર્યાય બતાવીને હતું શું?-કે દરેક જીવમાં ત્રણ પ્રકારની શક્તિ પડી છે. તેમાંથી પરમાત્માનું સ્વરૂપ જાણી અંતરાત્મા થઈ બહિરાત્મપણું છોડી પરમાત્માનું ધ્યાન કરવું તે હેતુ છે, તે સાર છે. હવે સાતમી ગાથા
मिच्छा-दसण-मोहियउ परु अप्पा ण मुणेइ । सो बहिरप्पा जिण-भणिउ पुण संसार भमेइ ।।७।। મિથ્યા મતિથી મોહીજન, જાણે નહીં પરમાત્મ; તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
* બહિરાત્માનું સ્વરૂપ * મિથ્યાદર્શનથી મોહી થયેલો જીવ, રાગને પોતાનું સ્વરૂપ માને, પાપના ફળને પોતાનું માને, પાપના ફળમાં દુઃખી છું એમ માને, જ્ઞાનના ક્ષયોપશમથી થોડો વિકાસ થયો ત્યાં હું પંડિત છું એમ માને-એ બધા મિથ્યાદર્શનથી મોહિત થયેલા જીવો છે. મારુ સ્વરૂપ એક સમયમાં ત્રિકાળ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે-એનો આશ્રય કરતો નથી ને કર્મના ઉદયથી મળેલી બાહ્ય ને અત્યંતર સામગ્રીમાં, મિથ્યાશ્રદ્ધા દ્વારા હુંપણું સ્વીકારતો, એમાં હું છું, એ મારા છે એમ માનતો થકો મિથ્યાત્વથી મોહિત થયેલો પરમાત્માને નથી જાણતો. પોતાનું સ્વરૂપ જે અનંત જ્ઞાન, દર્શન ને આનંદ આદિની સમૃદ્ધિવાળું છે તેને તે જાણતો નથી. ફક્ત બહારની અલ્પજ્ઞ અવસ્થા, રાગની અવસ્થા અને બહારના અનુકૂળ-પ્રતિકૂળ સંયોગના અસ્તિત્વના સ્વીકારવામાં તેની દષ્ટિ પડી છે. પોતે અનંત લક્ષ્મીવાળો છે તેને ભૂલીને, થોડા પૈસાવાળો થાય ત્યાં હું પૈસાવાળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com