________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
[પ્રવચન નં. ૩૯] એકવાર “હું પરમાત્મા છું” એવી દષ્ટિ કર [ શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૦-૭-૬૬] આ શ્રી યોગસાર શાસ્ત્રની ૯૩ મી ગાથા ચાલે છે.
जो सम-सुक्ख णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ । कम्नक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।। શમ-સુખમાં લીન જે કરે, ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીધ્ર લહે શિવલાસ. ૯૩. અહીં આ ગાથામાં આત્મા પોતાના આનંદસ્વભાવને જાણીને વારંવાર આનંદનો અનુભવ કરે તો કર્મનો ક્ષય કરીને નિર્વાણને પ્રાપ્ત થાય એવા ભાવ ભર્યા છે.
જેમ સાકર ખાવાથી મીઠાશનો સ્વાદ આવે, લીમડો ખાવાથી કડવો સ્વાદ આવે અને લવણ ખાવાથી ખારો સ્વાદ આવે, તેમ અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની દૃષ્ટિ અને અનુભવ કરતાં આનંદનો સ્વાદ આવે. કોઈ પણ પદાર્થનો જે સ્વભાવ હોય તેનો સ્વાદ આવે. આત્મા પણ એક અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ વસ્તુ છે પદાર્થ છે, તેમાંથી અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે.
આત્મસ્વભાવની ચિ અને સ્વસમ્મુખ થઈને તેનું જ્ઞાન કરવું અને એ રૂપે પરિણમન કરવું, અનુભવ કરવો તે ધર્મની શરૂઆત-સંવર છે, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પછી અંતર સ્વરૂપમાં વારંવાર એકાગ્રતા કરતાં આસ્રવ થોડો થાય છે અને નિર્જરા વિશેષ થાય છે. મારા સ્વભાવમાં જ મારો આનંદ છે એમ જાણે ત્યાં આનંદ માટે લલચાય છે એ જીવ અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વૃદ્ધિ કરે છે એટલી તેને નિર્જરા વધારે થાય છે અને આસ્રવ ઓછો થાય છે. આ સાધકજીવની દશા છે.
જેને એકલો આસ્રવ જ છે તે મિથ્યાદષ્ટિ છે, જેને આસવનો સર્વથા અભાવ અને પૂર્ણ નિર્મળતા છે તે અરિહંતદશા છે અને થોડો આસ્રવ અને નિર્જરા બને છે તે સાધક જીવની દશા છે.
આત્માની સન્મુખ થવાથી જ સાચા સુખનો અનુભવ થાય છે, એકલા રાગ-દ્વેષ, હર્ષ-શોક-કર્મચેતના અને કર્મફળચેતનાનો અનુભવ કરવો તે અધર્મદશા છે, તે મિથ્યાષ્ટિની બાધકદશા છે.
હવે જ્યાં જીવ સ્વભાવની સન્મુખતા કરીને સાધક થયો ત્યાં તેને આસ્રવ ઘટે છે અને નિર્જરા વધી જાય છે. તેથી જ તેને સાધકપણું પ્રગટયું કહેવાય. જગતમાં ક્યાંય નથી એવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com