________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬]
આત્મા આનંદનું ધોકડું છે. શુભાશુભ વિકલ્પનો નાશ કરી સ્વભાવમાં લીન થતાં તે ધોકડામાંથી આનંદનો નમૂનો તને મળશે તેના ઉપરથી તને મોક્ષના પૂર્ણ સુખનો ખ્યાલ આવશે.
આ તો યોગસાર છે ને! સારામાં સાર વાત આમાં મૂકી છે. સુખી આત્મા જ પૂર્ણ સુખનું કારણ થાય છે. દુઃખી આત્મા સુખનું કારણ ન થાય તેથી બહુ પરીષહું સહન કરવાથી નિર્જરા થાય એ વાત રહેતી નથી. પરીષહુ સહન કર્યો તેમાં તો તને દુઃખ અને આકુળતા થઈ, તેનાથી નિર્જરા શી રીતે થાય ? સુખી આત્મા જ પૂર્ણ સુખને સાધી શકે છે. સુખસ્વભાવી તો આત્મા ત્રિકાળ છે પણ તેની દષ્ટિ-જ્ઞાન અને રમણતા કરતાં જે સુખદશા પ્રગટ થાય છે તે પૂર્ણ સુખને સાધે છે.
છઢાળામાં આવે છે કે “આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકો કષ્ટદાન.” જે ચારિત્રને કષ્ટદાયક સમજે છે, વેળુના કોળિયા ચાવવા જેવું કઠણ સમજે છે, તેને ચારિત્રનું સ્વરૂપ સમજાણું જ નથી. ભાઈ ! ચારિત્ર તો આનંદદાતા છે તેને તું દુ:ખદાતા કલ્પે છે તો તું ચારિત્રનું સ્વરૂપ સમજ્યો જ નથી.
પ્રભુ! તારી પ્રભુતા તો તારી પાસે છે ને ભાઈ ! એ પ્રભુતામાં આનંદની પ્રભુતા પણ તારી પાસે છે. તારે દુઃખદશાથી છૂટી સુખદશા પ્રગટ કરવી હોય તો સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર પ્રગટ કર!
આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે પોતાના સુખસ્વભાવી આત્મામાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટ કરવી. પ્રથમ ગાઢ શ્રદ્ધા કરે કે “હું જ સિદ્ધ સમાન શુદ્ધ છું.” આ શ્રદ્ધા એવી હોય કે પછી ઇન્દ્ર નરેન્દ્ર કોઈ આવે અને ફેરવે તો શ્રદ્ધા ન ફરે.
મારો ભગવાન કદી મારા મહિમાવંત સ્વભાવથી ખાલી નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણોની અનંતતાથી ભરેલો હું મહિમાવંત પદાર્થ છું.-આવો દઢ વિશ્વાસ આવ્યા વિના તેમાં કરી શકાતું નથી. દઢ વિશ્વાસ આવે તે જ તેમાં ઠરી શકે છે. જેટલો તેમાં ઠરે તેટલો આનંદ પ્રગટ થાય છે.
પ્રથમ તો સ્વભાવની રુચિ ક્યારે થાય?-કે તે સ્વભાવ જ્યારે તેના જ્ઞાનમાં ભાસે ત્યારે આત્માની રુચિ થાય. જ્ઞાનદશામાં સ્વભાવનો ભાવ ભાસે ત્યારે જ વિશ્વાસ આવે અને ત્યારે જ આમાં ઠરવાથી મારું કલ્યાણ થશે એમ નક્કી થાય. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું ભાવમાં ભાસન થયા વગર એટલે જ્ઞાનમાં ભાસ્યા વગર ક્યાંથી આવે ? માટે પહેલાં ભાવભાસન થવું જોઈએ.
જ્ઞાનસ્વભાવ એટલે સર્વજ્ઞસ્વભાવ. સર્વજ્ઞભગવાને આ સ્વભાવ પર્યાયમાં પ્રગટ કરી દીધો છે અને મારે પર્યાયમાં તે પ્રગટ થયો નથી પણ સ્વભાવે તો હું પણ સર્વજ્ઞસ્વભાવી છું એમ અંતરથી ભાવભાસન થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે અને સાચી શ્રદ્ધા થાય ત્યારે જ સાચું ચારિત્ર પ્રગટ થાય છે. એ વગરનું ચારિત્ર પણ સાચું હોતું નથી.
સમકિતીને સ્વાનુભવની કળા આવડી જાય છે. એકવાર જેણે ભગવાન આત્મામાં જવાની કેડી જોઈ લીધી તે ફરી ફરી જોયેલાં માર્ગે જઈને સ્વભાવમાં રમણતા કરે છે. ગૃહસ્થાશ્રમમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com