________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[૭૭ અહા! નિશ્ચય હોય ત્યાં સાથે વ્યવહાર હોય છે, અને તેથી સાથે બતાવે છે. પણ પહેલો વ્યવહાર હોય ને પછી નિશ્ચય થાય એમ નથી કહેતા, તથા નિશ્ચય સાથે રહેલો વ્યવહાર છે તો બંધનું કારણ, પણ તેને નિમિત્ત તરીકે ગણીને, તે બેથી મુક્તિ થાય છે તેમ કહેવાય છે.
હવે પુણ્યકર્મની વ્યાખ્યા કરે છે કે શાતાવેદનીય, શુભઆયુષ્ય, શુભનામ, શુભગોત્ર, એ પુણ્યકર્મમાં આવે છે. આહારદાન, ઔષધદાન, અભયદાન ને વિધાદાનએ ચાર પ્રકારનું દાન આપે તો શાતાદની આદિ બાંધે છે. શ્રાવક ને મુનિનું વ્યવહારચારિત્ર પણ પુણ્યબંધનું કારણ છે. ક્ષમાભાવ, સંતોષપૂર્વક આરંભ, અલ્પ મમત્વ, કોમળતા, કષ્ટ સહન કરવું, મન-વચન-કાયાનું કપટ રહિત વર્તન, પરગુણ પ્રશંસા, આત્મદોષ નિંદા ને નિરાભિમાનતા આદિ શુભભાવ સ્વર્ગનું કારણ છે.
હવે પાપકર્મની વ્યાખ્યા કરે છે કે અશાતાવેદની, અશુભ આયુષ્ય, અશુભનામ ને અશુભગોત્ર તે પાપકર્મ છે ને તે અશુભભાવથી બંધાય છે, જ્ઞાનના સાધનમાં વિગ્ન કરવાથી, પરને દુ:ખ દેવાથી, તીવ્ર કષાય કરવાથી, અન્યાયપૂર્વક આરંભ કરવાથી, કપટ સહિત વર્તન કરવાથી. મન-વચન-કાયાને વક્ર રાખવાથી, ઝઘડા કરવાથી, પરનિંદા કરવાથી, આત્મપ્રશંસા કરવાથી, અભિમાન કરવાથી ને હિંસા-અસત્ય વચન આદિ પાંચ પાપોમાં પ્રવર્તનથી અશાતાદની આદિ બંધાય છે.
જુઓ, વ્રત, સંયમ વગેરે પાળવાથી શુભરાગ થાય છે. તેનાથી પુણ્ય બંધાય છે પણ અબંધપણું થતું નથી-તેમ કહે છે ને મોક્ષનું કારણ તો એક શુદ્ધોપયોગ જ છે. પરંતુ બીજું કોઈ કારણ નથી એમ પણ કહ્યું. ૩૨.
वउ तउ संजमु सील जिया इउ सव्वई ववहारु । मोक्खहं कारणु एक्कु मुणि जो तइलोयहं सारु ।। ३३।।
વ્રત-તપ-સંયમશીલ છે, તે સઘળાં વ્યવહાર
શિવકારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩. આત્મા મોક્ષનું કારણ છે. અર્થાત્ આત્માને આશ્રયે જે વીતરાગતા પ્રગટ થાય તે એક જ મોક્ષનું કારણ છે. જ્યારે વ્યવહારચારિત્ર બંધનું કારણ છે.
પ્રશ્ન:- તો પછી કુંદકુંદાચાર્યે પંચ મહાવ્રત શું કરવા પાળ્યા હતા?
સમાધાન:- અરે ! ક્યાં પાળ્યા હતા? જે નિમિત્તરૂપે હતા તેને જ્ઞાનના શેય તરીકે જાણીને ય ગયા હતા.
પ્રશ્ન- આપ તો એકાંત કરો છો? વ્યવહારથી કાંઈ લાભ ન થાય તેમ માનો છો !
સમાધાન- પણ ભાઈ ! અહીં આચાર્ય શું કહે છે? કે વ્યવહાર છે, હોય છે, પણ મોક્ષનું કારણ તો નિશ્ચય-આત્માનો આશ્રય કરવો તે જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com