________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૯
પરમાત્મા]
આત્માનુભવનું ફળ કેવળજ્ઞાન અને અવિનાશી સુખ છે અને રાગ, પુષ્ય, પાપ વિકારીભાવનું ફળ ચાર ગતિનું દુઃખ છે. આ વાત હવે આચાર્યદવ દર મી ગાથામાં કરે છે.
अप्पई अप्पु मुणंतयहं किं णेहा फलु होई । केवल-णाणु वि परिणवइ सासय-सुक्खु लहेइ ।। ६२।। નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬૨. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ એટલે કે સર્વજ્ઞ શક્તિવાળા આત્માની દષ્ટિ જ્ઞાન ને સ્થિરતા કરતાં પૂર્ણ શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. જ્ઞાનની સાથે શાશ્વત નિત્ય અવિનાશી કાયમ ટકે એવા સુખને પણ પામે છે. પૂર્ણ જ્ઞાનરૂપે પરિણમતા સાથે પૂર્ણ સુખને પણ પામે એવું આત્માનુભવનું મહાન ફળ છે. અત્યંતર મોક્ષમાર્ગનું-અનુભવનું ફળ કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ છે.
જેને આત્માથી આત્માને જાણ્યો તેણે ૧૨ અંગ જાણી લીધા. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું. ઉપયોગને આત્મામાં જોડવો તે યોગસાર” છે. તે મોક્ષમાર્ગ છે. ઉપયોગને આત્મામાં જોડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય-તેની શી વાત! તે આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવની કાંઈ ગણતરી નથી. તે ઇન્દ્રપદ અને ચકવર્તીપદ તો પુણ્યના ફળ છે. આત્મજ્ઞાનના ફળમાં તો કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ પ્રગટ થાય છે તે જ વાત અહીં લીધી છે. વચ્ચે રાગના ફળમાં ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવો મળે છે તેની વાત અહીં યાદ કરી નથી, કારણ કે તે સાધ્ય નથી. સાધ્ય તો કેવળજ્ઞાન અને શાશ્વત સુખ છે અને તે જ આત્મજ્ઞાનનું સાચું ફળ છે. આત્મજ્ઞાનનો અપાર મહિમા છે. આમ આત્માને કઈ રીતે જાણવો અને તેનું ફળ કેવું મહાન છે તે આ ગાથામાં બતાવ્યું છે.
એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહિ કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે
-પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com