________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૭૫ છે. પરદ્રવ્યસ્વભાવ તો દુર્ગતિ છે, બંધન છે. સ્વદ્રવ્યસ્વભાવ એ સતિ છે. માર્ગ તો એક હોય ત્રણ કાળમાં, “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ,” કાંઈ બે માર્ગ હોય નહીં. સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગદેવે કહેલો જે નિશ્ચય સ્વ-આશ્રય માર્ગ તે એક જ મોક્ષનો માર્ગ છે. પરાશ્રય તે મોક્ષમાર્ગ હોય જ નહીં. પુણ્ય ને પાપ બન્ને સંસાર છે તેમ હવે ૩ર મી ગાથામાં કહે છે:
पुर्णिण पावइ सग्ग जिउ पावएं णरय-णिवासु । वे छडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।। ३२।। પુણે પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ;
બે તજી જાણે આત્માને, તે પામે શિવલાસ. ૩ર. દયા-દાન-વ્રત-ભક્તિનો શુભભાવ કરે તો પુણ્યથી સ્વર્ગ મળે અને પાપ કરે તો નરકમાં જાય. શુભભાવ કરે તો સ્વર્ગમાં જાય પણ અંતે તો બધી ધૂળ જ છે. આચાર્યદવ કહે છે કે પુણ્ય કરીશ તો આ સ્વર્ગ આદિ ધૂળ મળશે ને પાપ કરીશ તો નરકમાં જઈશ. હિંસા-જૂઠું-ચોરી-ભોગ-કામ-ક્રોધ-વાસના-મહા વિષયવાસના-વિકાર, પરસ્ત્રી લપટાણા, દારૂ માંસના ખાવાના ભાવ હશે તો નરકમાં જઈશ. પરંતુ બન્નેને છોડીને આત્માનું શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્ર કરીશ તો મોક્ષે જઈશ.
ભાઈ ! એકવાર હરખ તો લાવ કે અહો ! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિ ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. “અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો....હવે મારું શું થશે!” એમ ડર નહિ, મુંઝા નહિ, હતાશ થા નહિ...એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ...સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ.
- પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com