________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[હું
ઉગ્રતાની ચારિત્રદશા-રમણતા હોય એની સાથે એ વખતે ઉગ્ર ચારિત્રમાં નિમિત્ત તરીકે વ્રત આદિના પરિણામ હોય તો એ ક્રમે રાગનો અભાવ કરી શુદ્ધતાને વધારી અને પૂર્ણ આનંદ-સિદ્ધિના સુખને મુક્તિના સુખને પામશે એમ જિનનાથે વર્ણન કર્યું છે. ૩૦. હવે ૩૧મી ગાથામાં કહે છે કે એકલો વ્યવહા૨ નકામો છે.
वढ तव संजमु सीलु जिय ए सव्वई अकयत्थु ।
जांव ण जाणइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ।। ३१ ।। જ્યાં લગી એક ન જાણિયો, ૫૨મ, પુનિત, શુદ્ધભાવ; વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ. ૩૧.
હે જીવ! જ્યાં સુધી એક ભગવાન આત્માનો વીતરાગભાવ શુદ્ધભાવ આનંદભાવ એવો એક આત્માનો અંતરભાવ, શુદ્ધ ધ્રુવસ્વભાવ, શાશ્વત આનંદ વીતરાગભાવ તેને ન જાણે, શુદ્ધ ઉપયોગ પ્રગટ ન કરે ત્યાં સુધી એના બધા વ્યવહાર વ્રતાદિ ફોગટ ફોગટ છે. વ્રત પાળે, વૈયાવૃત કરે, દેવ-ગુરુનો વિનય કરે, શાસ્ત્રસ્વાધ્યાય કરે, ઇન્દ્રિયનું દમન કરે એ બધું કષાયની મંદતાનો સ્વભાવ કૂણો કૂણો છે પણ એ બધું અકૃતાર્થ છે. એનાથી તારું કાંઈ સિદ્ધ થાય એમ નથી.
ભગવાન આત્મા વીતરાગભાવ, આનંદભાવ, શાંતભાવ, અકષાયભાવ, સદ્ભાવ, પ્રભુતાભાવ, પરમેશ્વભાવ, એવા અનંતા શુદ્ધ ભાવોનો ભરેલો ભગવાન, એવા શુદ્ધભાવને જ્યાં સુધી અંતર્મુખ થઈને ન જાણે ત્યાં સુધી અજ્ઞાનીના વ્યવહાર–ચારિત્ર વૃથા છે. એકડા વિનાના મીંડા છે, રણમાં પોક મૂકવા જેવા છે, પુણ્ય બાંધીને સંસાર વધારનારા છે.
ભગવાન આત્મા પોતાના શુદ્ધભાવના ભંડારનું જ્યાં સુધી તાળું ખોલે નહીં ત્યાં સુધી શુભભાવના એ શુભરાગની ક્રિયાને શુભ ઉપયોગ પણ કહેવાતો નથી. દષ્ટિ મિથ્યાત્વ છે તે ખરેખર અશુભ જ પરિણામ છે. આત્માનું સ્વરૂપ વીતરાગભાવ છે, તેનો અનુભવ શુદ્ધ ઉપયોગરૂપ ભાવ છે, આવો ભાવ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વ્રત-તપ-સંયમ-શીલ એ બધું અકૃતાર્થ છે, મોક્ષને માટે અકાર્ય છે. કરોડો જન્મ સુધી કોઈ વ્રત, નિયમ, તપસ્યા કરે પણ ભગવાન આત્માના અંતર અનુભવ ને સમ્યગ્દર્શન વિના એ ચાર ગતિમાં રખડવાના પંથે પડયો છે. શુભાશુભ પરિણામથી નિવૃત્તિ અને ભગવાન આત્માની દષ્ટિ સહિત શુદ્ધ ઉપયોગની ૨મણતા કરે એનું નામ ખરું ચારિત્ર અને એની સાથે અશુભની નિવૃત્તિ ને શુભભાવ હોય તે વ્યવહારચારિત્ર છે. વ્યવહારચારિત્ર બંધનું કારણ અને નિશ્ચયચારિત્ર સંવર ને નિર્જરાનું કારણ છે.
અનંત ભવ સુધી આત્માના અનુભવ વિનાની ક્રિયા અનંતવાર કરે તોપણ એને કાંઈ પણ લાભ થતો નથી. ૩૧.
આત્માનો જે દ્રવ્યસ્વભાવ છે એ દ્રવ્યસ્વભાવે પરિણમવું એ મોક્ષનું કારણ છે અને રાગાદિ તો પરદ્રવ્યસ્વભાવ છે. પંચમહાવ્રત દયા-દાન આદિના વિકલ્પો એ તો
પરદ્રવ્યસ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com