________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮૭
પરમાત્મા ] થવા જેવું છે એમ માને છે. સ્વરૂપથી બહાર નીકળવું તે દુ:ખ છે, રોગ છે, શોક છે પણ સ્થિર થઈ શક્યું નથી તેથી બહાર વ્યવહારમાં આવે છે. સાધુ પણ સ્વરૂપમાં ઉપયોગ ન ટકે ત્યારે સ્વાધ્યાય સ્તુતિ-સંયમ-પ્રભાવના આદિ શુભ વ્યવહારમાં આવે છે પણ સુખરૂપ તો સ્વરૂપલીનતા જ છે એમ માને છે. બહાર વ્યવહારમાં તેમને હોંશ આવતી નથી, ઉલ્લસિત વીર્ય તો સ્વભાવ તરફ ઢળેલું છે. તેથી વ્યવહારમાં ઉદાસીનતા છે, આદર નથી.
મુનિને જેમ જેમ આત્મધ્યાનની શક્તિ વધતી જાય છે તેમ તેમ વ્યવહાર છૂટતો જાય છે. મુનિરાજને એટલે શુદ્ધિ તો પ્રગટી જ ગઈ છે કે અંતર્મુહૂર્તથી વધુ સમય બહાર ઉપયોગ જોડતા નથી. વિકલ્પ આવે છે પણ તેમાં તત્પરતા નથી. કમજોરીથી આવે છે પણ ભાવના તો વારંવાર શુદ્ધ સ્વરૂપમાં ઠરી જવાની રહે છે. વિકલ્પ આવે છે તેનો ખેદ થાય છે. જયધવલમાં આવે છે કે શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરી છે છતાં આહારનો રાગ આવ્યો તેમાં મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે માટે હું ફરી શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરું છું. મારે તો શુદ્ધ-ઉપયોગમાં જ રહેવું છે અહો! આવી દશા તે યથાર્થ મોક્ષમાર્ગ છે,
સ્વરૂપ લીનતા તે જ મોક્ષનો ઉપાય છે. તેમાં વચ્ચે વ્યવહારના વિકલ્પ આવે પણ તે બંધનું કારણ છે, તેનાથી દૂર થાવ.
સમ્યગ્દષ્ટિ-તત્ત્વજ્ઞાની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પોતાનો સહજ પુરુષાર્થ કામ કરે તે જોઈને પ્રતિજ્ઞા કરે છે. લોકોની સાથે વેગમાં આવીને કોઈ જાતની પ્રતિજ્ઞા કરતા નથી. જ્યાં સુધી સહજ વૈરાગ્ય ન આવે ત્યાં સુધી શ્રાવકપણે રહીને પોતાના પરિણામ અનુસાર દર્શનપ્રતિમા આદિનું પાલન કરે છે અને આત્માનુભવ માટે વધુ ને વધુ સમય મેળવતા રહે છે.
મોક્ષપાહુડમાં કુંદકુંદ આચાર્ય કહે છે કે
પોતાના શુદ્ધ દ્રવ્યની રુચિ થવી તે સુગતિ છે પરદ્રવ્ય, પરભાવની રુચિ થવી તે દુર્ગતિ છે. દુર્ગતિ નામ પોતાના સ્વભાવથી વિપરીત ગતિ છે.
યોગીન્દુ મુનિરાજ દેવસેન આચાર્યકૃત તત્ત્વસારનો આધાર આપે છે કે જ્યાં સુધી જીવ પરદ્રવ્યના વ્યવહારમાં રહે છે ત્યાં સુધી ભવ્ય જીવ કઠણ-કઠણ તપ કરતો હોય તોપણ મોક્ષ પામતો નથી અને જે પોતાના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં સ્વભાવનો લાભ મેળવે છે તે શીધ્ર મુક્તિને પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com