________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૧૩ વીતરાગતારૂપી સફેદી આત્મામાં ભરી છે. સંસારીઓને વ્હાલા એવા સોના-ચાંદીની ઉપમા આપીને આત્માને સમજાવે છે. ખરેખર તો આત્માને કોઈની ઉપમા જ લાગુ પડતી નથી એવો અનુપમ આત્મારામ છે.
જ્ઞાની આત્મારૂપી ચાંદીનો સદા વેપાર કરે છે, વીતરાગતારૂપી સફેદાઈ જ્ઞાની પ્રગટ કરે છે. એ જ એનો વેપાર-ધંધો છે. રાગ-પુણ્ય-પાપ કરવા તે જ્ઞાનીનો ધંધો નથી.
૮, આત્મા સ્ફટિકમણિ સમાન નિર્મળ છે અને પરિણમનશીલ છે. જેમ સ્ફટિકમણિ લાલ પીળી વસ્તુના સંયોગથી લાલ-પીળા રંગનું દેખાય છે છતાં નિર્મળતાને ખોઈ બેસતું નથી. તેમ આત્મા રાગાદિ અવસ્થાને ધારતાં છતાં સ્વભાવે નિર્મળ અને શુદ્ધ જ રહે છે. બંધપણે થવું એવો અબંધસ્વભાવી આત્માનો સ્વભાવ જ નથી. પરલક્ષમમતારૂપે પર્યાયમાં પરિણમે તે પરના લક્ષે થાય છે. સ્વભાવના લક્ષ પર્યાયમાં પણ અશુદ્ધતા ન આવે. આહાહા..! કેવું સીધું સટ-સરળ-સુલભ વસ્તુનું સ્વરૂપ છે! પોતાના ભાવ ( ગુણ ) છોડીને વિકારરૂપ થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સ્ફટિકમણિ સમાન નિર્મળ આત્મસ્વભાવની દષ્ટિ કરવાથી પર્યાયમાં પણ નિર્મળતા પ્રગટે છે.
૯. આત્મા અગ્નિ સમાન સદાય પ્રજ્વલિત ઝળહળ જ્યોતિ છે. જેમ અગ્નિમાં પ્રકાશ, દાહક અને પાચક ગુણ છે, તેમ આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિકાળી ગુણ છે. અગ્નિ પ્રકાશે છે, અનાજને પચવે છે ને ઇંધણને બાળે છે તેમ ભગવાન આત્મા સ્વપરને પ્રકાશનારો છે. પૂર્ણ ત્રિકાળીને પચાવનારો છે એક સમયમાં હું પૂર્ણ પ્રભુ છું એમ પચાવનારી શક્તિ આત્મામાં ત્રિકાળ ભરી છે અને ચારિત્ર નામનો ત્રિકાળ ગુણ એવો છે કે જે અજ્ઞાન અને રાગ-દ્વેષને બાળીને ખાખ કરે છે. આ જાજલ્યમાન જ્યોતિને કોઈ ઢાંકી શકે તેમ નથી. આત્મરૂપી અનુપમ અગ્નિ કર્મબંધનને બાળનારી, આત્મિકબળની પોષક અને સ્વભાવજ્ઞાન દ્વારા સ્વ-પરપ્રકાશક છે.
આ નવ દષ્ટાંતોથી આત્માને ઓળખીને પોતાના સ્વભાવનો પૂર્ણ વિશ્વાસ કરવાયોગ્ય છે એમ આચાર્યદવે આ ગાથામાં કહ્યું. હવે ૫૮ મી ગાથામાં કહે છે કે દેહાદિરૂપ હું નથી-એ જ્ઞાન મોક્ષનું બીજ છે.
देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु । सो लहु पावइ [ ? ] बंभु परु केवलु करइ पयासु ।। ५८।।
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮. જેમ આકાશને કોઈ પણ પદાર્થનો સંબંધ દેખાય છતાં તેને કોઈ સાથે સંબંધ નથી તેમ ભગવાન આત્માને દેહ-વાણી-મન-માતા-પિતા કુટુંબ-ઘરના ક્ષેત્ર-કાળ આદિના સંયોગો દેખાય છતાં એ બધાં સંયોગોથી તદ્દન નિરાળો છે. આકાશ સદા એકલું નિર્લેપ છે તેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com