________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[હું
નિશ્ચયથી પોતાના આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ મોક્ષ છે અને વર્તમાનમાં જેટલી અંતરમાં એકાગ્રતા છે તેટલો ધર્મ છે અને જેટલો શુભાશુભનો વિકલ્પ છે તે બધો અધર્મ છે. જે જીવ ભગવાન અરિહંત, સિદ્ધના સ્વરૂપને એટલે કે તેમનું દ્રવ્ય, અનંતી શક્તિઓ અને વર્તમાન અવસ્થાને જાણે તેને પોતાના આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાનો પ્રયત્ન થાય. આમ ભગવાન જેવા જ પોતાના આત્માનો સ્વીકાર કરવો, તેમાં એકાકાર થવું તે જ સ્વાનુભવની કળા છે.
સ્વભાવની કિંમત આવતાં રાગ-દ્વેષ, પૈસા, ભોગાદિની કિંમત ઊડી જાય છે. અતીન્દ્રિય સુખની દૃષ્ટિ થતાં ઈન્દ્રિયસુખ અને તેના નિમિત્તો સંયોગી પદાર્થ અને પુણ્ય-પાપભાવની કિંમત ઊડી જાય છે. મનુષ્યદેહમાં આ વસ્તુ પામવાનો અમૂલ્ય અવસ૨ છે તેને જો જીવ ચૂકી જશે તો ચોરાશીના અવતારની ખીણમાં ડુબી જશે.
ત્યાંથી તેને બચાવનાર કોઈ નથી.
р
આ અલ્પ આયુષ્ય અને ચંચળ કાયાને એ (મોક્ષ ) માર્ગમાં ખપાવી દેતાં જો ૫૨મ શુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિ:શ્રેયસની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણીરત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આરાધનાની ઉત્તરોતર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭. ( શ્રી આત્માનુશાસન )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com