________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૪૯ [ પ્રવચન નં. ૨૮] એકરૂપ નિજ-પરમાત્મામાં સ્થિરતા તે નિશ્ચય નિજ-પરમાત્માનો અનેકરૂપ ભેદ-વિચાર તે વ્યવહાર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૭-૬૬]
શ્રી યોગસાર એ આગમનો સાર છે. જેને આત્માનું હિત કરવું હોય તેણે ક્યાં જોડાણ કરવું અને ક્યાંથી ખસવું તેની આમાં મુદ્દાની વાત છે.
રાગ-દ્વેષાદિથી ખસી પોતાના પૂર્ણસ્વરૂપ ઉપર દષ્ટિ દેતાં આત્માનું હિત એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં ૭૬ મી ગાથામાં આત્માના ગુણોની ભાવના કરવાનું કહે છે. જો કે પોતાના પૂર્ણ સ્વરૂપમાં જ લીન થવાનું છે પરંતુ જ્યાં સુધી તેમાં પૂર્ણપણે લીન ન થઈ શકે ત્યાં સુધી તેના જુદા-જુદા ગુણોના વિચાર કરવા એમ અહીં કહે છે.
बे ते चउ पंच वि णवहं सत्तह छह पंचाहं । चउगुण-सहियउ सो मुणह एयई लक्खण जाहं ।। ७६ ।।
બે, ત્રણ, ચાર ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬ અનંત ગુણનું એકરૂપ આત્મસ્વરૂપ છે તેનું લક્ષ કરીને તેમાં સ્થિર થવું તે નિશ્ચય છે અને સ્થિર થવા પહેલાં પોતાના વિવિધ ગુણોનો વિચાર કરવો તે વ્યવહાર છે. નજીકનો વ્યવહાર આ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આદિની ભક્તિનો વ્યવહાર તે બહારનો દૂરનો વ્યવહાર છે-પોતાના ગુણોનો વિચાર કરવો તે નજીકમાં નજીકનો વ્યવહાર છે.
આનંદસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, અનંતગુણના ગોદામ સ્વરૂપ આત્માને જ્ઞાયકરૂપે ભાવવો-એકરૂપે ભાવવો તે ધર્મ કરનારનું મુખ્ય કર્તવ્ય છે પણ તેમાં સ્થિર ન થઈ શકે ત્યારે ધર્મી બે, ત્રણ, ચાર એમ વિવિધ પ્રકારે આત્માના ગુણોનો વિચાર કરે છે, ભાવના કરે છે તે વ્યવહાર છે. આ યોગસારનો વ્યવહાર પણ જુદી જાતનો છે. ટૂંકામાં બહુ સરસ વાત કરી છે.
મોક્ષાર્થી જીવ જ્યારે એક જ્ઞાયકસ્વભાવમાં સ્થિર ન થઈ શકે ત્યારે વ્યવહારનયથી આભા ગુણ-પર્યાયવાળો છે એમ વિચાર કરે છે. જાણનાર-દેખનાર આત્મા પોતાના મૂળ સ્વરૂપને જાણીને તેમાં ઠરે એ તો એનું મુખ્ય કર્તવ્ય છે પણ પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સ્વભાવમાં ઠરી ન શકે તો મારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, સુખસ્વરૂપ છે, વીર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત શક્તિસ્વરૂપે મારો આત્મા બિરાજી રહ્યો છે એવો વિચાર કરે તે વ્યવહાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com