________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૨૧૧ તને સંવર છે-લાભ છે. આત્માના વેદન સહિત આત્માનું જ્ઞાન કરવું તે જ મોક્ષમાર્ગ છે તે સિવાય બીજે ક્યાંય મોક્ષમાર્ગ માનીશ તો તું છેતરાઈ જઈશ.
મુનિરાજ કહે છે કે શુદ્ધસ્વરૂપની ભાવના કરતાં કરતાં આત્મા પ્રાપ્ત થઈ જાય છે. શુદ્ધસ્વરૂપનું વેદન કરતાં કરતાં આત્મા પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય છે. માટે શાસ્ત્રવાંચન કરતાં પણ હેતુ તો એક આત્મપ્રાપ્તિનો જ રાખવો. “લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર લાવો; તોડી સકલ જગ વંદ-ફંદ, નિજ આતમ ધ્યાવો.”
આત્મા પોતાના સ્વભાવને પહોંચે-પ્રાપ્ત કરે, રુચિ કરે, જાણે, વેદે ત્યારે તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો કહેવાય! તેને જ સામાયિક અને પૌષધ કહેવાય.
ભાઈ ! આવી તારા ઘરની મીઠી વાત તને કેમ ન રુચે? ભૂખ લાગી હોય અને પોચા પોચા માખણ જેવા દહીંથરા, ખાજા વગેરે મળે તો કેમ ન રુચે ? રુચે જ. તેમ આ આત્મા કોણ છે, કેવો છે એની જેને અંદરથી જિજ્ઞાસા થઈ હોય તેને આ વાત કેમ ન ચે? રુચે જ. મૂળ તો અંતરથી ભૂખ લાગવી જોઈએ.
અહીં મુનિરાજ દાખલો મૂક્યો છે કે માટી સહિતનું પાણી વ્યવહારનયથી જોઈએ તો મેલું દેખાય છે. પણ ખરેખર નિશ્ચયથી એ માટીની મેલપથી પાણીની સ્વચ્છતા જુદી છે. નિશ્ચયથી માટી માટી છે અને પાણી પાણી જ છે, બન્ને એક થયાં નથી તેમ વ્યવહારનયથી જુઓ તો આત્માને કર્મ શરીરાદિનો સંયોગ છે પણ પરમાર્થદષ્ટિથી જુઓ તો આત્માને રાગ અને કર્મનો લેપ-સંયોગ છે જ નહિ. આવી દષ્ટિથી આત્માને જોવો તે સત્યદષ્ટિ છે. તે જ આદર કરવા યોગ્ય છે. માટે, વ્યવહારનયથી નવતત્ત્વ, અશુદ્ધતા આદિ જાણવા. પણ મૂળ પ્રયોજન તો શુદ્ધ આત્માને જાણવાનું જ રાખવું.
હવે યોગીન્દ્રદેવ પુરુષાર્થસિદ્ધિનો આધાર આપીને સરસ વાત કરે છે કે અજ્ઞાનીઓને સમજાવવા માટે વ્યવહારનયનો ઉપદેશ છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ તે તારા સ્વભાવમાં નથી. નિશ્ચયથી સંયોગ અને સંયોગીભાવથી તું પાર છો. માટે વ્યવહારનયના વિષયને તું જાણજે. પણ આદર તો નિશ્ચયના વિષયભૂત દ્રવ્યસ્વભાવનો જ કરજે.
એક નય અભેદને બતાવે છે અને એક નય ભેદને બતાવે છે. પરસ્પર વિરૂદ્ધ બે નય છે. એ જ અનેકાંત છે, વસ્તુના બન્ને ધર્મો છે. ભેદ પણ છે અને અભેદ પણ છે. નિશ્ચયદષ્ટિથી જુએ તો આત્મા પોતાને વ્યવહાર, ભેદ, વિકલ્પથી રહિત જ જુએ એ નિશ્ચયનયનો નિયમ છે અને ભેદ, વિકલ્પ, આશ્રય અને નિમિત્તને જુએ તે વ્યવહારનો નિયમ છે. ભેદ નિમિત્ત આદિ વ્યવહારનયનો વિષય છે, નથી એમ નથી. ન હોય તો તો તીર્થ, ગુણસ્થાન આદિ કાંઈ હોય જ નહિ. એમ બને નહિ અને નિશ્ચય ન હોય તો તો સ્વાશ્રય વિના પોતાને કાંઈ લાભ જ ન થાય. માટે બને છે, તે બન્નેને ન જાણે તે જ્ઞાતા-દષ્ટા થઈ શકતો નથી.
જેમ બાળકને બિલાડી બતાવીને સિંહનું જ્ઞાન કરાવવામાં આવે છે પણ જો તેને ક્યારેય સિંહું ન બતાવે તો તે બિલાડીને જ સિંહું માની લેશે. તેમ અજ્ઞાનીને વ્યવહારનયથી એકેન્દ્રિય તે જીવ, પંચેન્દ્રિય તે જીવ એમ બતાવાય છે પણ તે એકેન્દ્રિયપણું કે પંચેન્દ્રિય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com