________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા]
[ ૧૯૫
છે, તો પછી પ્રશ્ન ઊઠે કે આનંદ કેમ થતો નથી? તો તેનું કારણ એ છે કે અજ્ઞાનદશામાં જીવની રુચિ પુણ્ય-પાપ આદિમાં છે તેથી આનંદગુણનું પરિણમન દુઃખરૂપે થાય છે. કોઈપણ ગુણની પર્યાય એક સમય પણ ન હોય એમ ત્રણકાળમાં કદી બનતું નથી. માટે આનંદગુણની પર્યાય તો દરેક સમયે હોય છે પણ તે અજ્ઞાનદશામાં દુઃખરૂપે છે અને સ્વભાવની શ્રદ્ધા થતાં આનંદગુણની પર્યાય પણ મુખ્યપણે આનંદ- રૂપે પરિણમે છે, ગૌણપણે સાધકને દુઃખ છે પણ તે વાત અહીં ગૌણ છે.
અનંતગુણ સમુદાય આત્માની અંતર્મુખ ષ્ટિ વડે શ્રદ્ધા-ભરોસો-વિશ્વાસ કરતાં આત્માના બધા ગુણોનું અંશે વ્યક્ત પરિણમન સમ્યગ્દર્શનની સાથે જ થઈ જાય છે. કેમ કે સમ્યગ્દર્શન આખા-પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ કરે છે તેથી દ્રવ્યમાં રહેલાં અનંત ગુણોનું પરિણમન પણ અંશે નિર્મળ થઈ જાય છે.
ભગવાન આત્મા પ્રગટ દ્રવ્ય છે. પ્રગટ એટલે ‘છે’ અને છે તે અસ્તિત્વવાળું-સત્તાવાળું તત્ત્વ છે તો એ સત્ તત્ત્વના ગુણો પણ સત્-શાશ્વત છે. આત્મા અજર-અમર છે તો તેના ગુણ પણ અજર-અમર છે અને ગુણ અજર-અમર છે તો દ્રવ્ય અજર-અમર છે.
મૂળ વાત તો એ છે કે જીવે આ તત્ત્વનો કોઈ દિવસ વિશ્વાસ કર્યો નથી. ભગવાન આત્માને પોતાની શ્રદ્ધાની સરાણે ચડાવ્યો નથી. જો શ્રદ્ધામાં આત્માને લે તો તો એક સેકંડના અસંખ્યાતમાં ભાગમાં અનંતગુણોની અંશે વ્યક્ત પર્યાય પ્રગટ થઈ જાય.
અજ્ઞાનદશા વખતે પણ આત્માને શરીર અને કર્મથી રહિત જુઓ તો આત્મા શુદ્ધ જ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ તો આસ્રવતત્ત્વ છે, તે જ્ઞાયકતત્ત્વથી ભિન્ન તત્ત્વ છે અને શરીર તથા કર્મ તો તદ્દન ભિન્ન અજીવતત્ત્વ છે. આસવ પણ અનિત્ય તાદાત્મ્યની અપેક્ષાથી આત્મા સાથે એકરૂપ દેખાય છે પણ નિત્ય તાદાત્મ્યભાવની અપેક્ષાએ તો તે પર્યાય પણ સંયોગીક છે-૫૨દ્રવ્ય છે. કર્તાકર્મ-અધિકા૨ની ૬૯-૭૦ ગાથામાં પણ આ વાત લીધી છે. કેમ કે એ આત્માનું સ્વરૂપ નથી.
વર્તમાનમાં જ આત્મા શરીર, કર્મ અને આસ્રવથી ભિન્ન છે તો તેનાથી ભિન્ન દષ્ટિ કરતાં શુદ્ધ આત્મા અનુભવમાં આવી શકે છે. જેમ માટીવાળા પાણીને, પાણીના સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો પાણી શુદ્ધ જ દેખાય છે. મેલપ છે એ તો માટીનો ભાગ છે, પાણીનો નહિ. તેમ વર્તમાનમાં આત્મા શુભાશુભ ભાવો સહિત છે તેને ભેદવિજ્ઞાનની શક્તિથી શ૨ી૨, કર્મ અને શુભાશુભ-રાગાદિથી રહિત જોઈ શકાય છે.
રાગાદિ ભાવો થવા તે આત્માનો અપરાધ છે, તે ભગવાન આત્માના સ્વભાવથી વિરૂદ્ધ છે માટે તે હેય છે. હવે તેને હૈય કહ્યા તો ઉપાદય શું? તો કહે છે-શુદ્ધ ભગવાન જ્ઞાયકભાવ ઉપાદેય છે. શરીરાદિ પરદ્રવ્ય તો જ્ઞેય છે અને રાગાદિ આત્માની અવસ્થામાં હોવા છતાં દુ:ખરૂપ ભાવ છે માટે હૈય છે, આશ્રય કરવા લાયક નથી. એ જ્ઞેય અને હૈય ભાવોથી રહિત નિર્મળ શુદ્ધાત્મા ઉપાદેય છે.
દરેક પાસે વર્તમાનમાં પણ દૃષ્ટિ તો છે-નજર તો છે પણ તે નજરમાં રાગ અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com