________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ પ્રવચન નં. ૯] વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિનો સાર :
તું પરમાત્મા જ છો એમ અનુભવ કર | [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૫-૬-૬૬ ]
આ યોગસાર ચાલે છે. તેની ૨૧ મી ગાથામાં કહે છે કે આત્મા જ જિનવર છેએ સિદ્ધાંતનો સાર છે. ચાર અનુયોગનો સાર, સર્વે સિદ્ધાંતનો સાર, દિવ્યધ્વનિનો સાર શું છે? તે આ ગાથામાં કહેવામાં આવે છે.
जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धंतहं सारु । इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ।।२१।। જિનવર તે આતમ લખો, એ સિદ્ધાંતિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર. ૨૧. ભગવાનની વાણીમાં-ચારે અનુયોગમાં એમ આવ્યું કે જે જિનેન્દ્ર છે તે જ આત્મા છે એમ મનન કરો. પોતે સર્વજ્ઞ ને વીતરાગ થયા પછી જે વાણીમાં આવ્યું તે એમ આવ્યું કે અમે જે છીએ તેટલો જ તું છો ને તું છો તે અમે છીએ-સ્વરૂપે પરમેશ્વરના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી. વસ્તુ તરીકે બે ભિન્ન છે પણ ભાવ તરીકે ફેર નથી.
જે આત્માઓએ પોતાના સ્વરૂપને વીતરાગ જ્ઞાતાદષ્ટા તરીકે જાણીને ભેદનું લક્ષ છોડી દઈને અભેદ ચૈતન્યનું સાધન કર્યું તે આત્માઓની કથાને પુરાણ કહે છે. તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનું એમાં વર્ણન છે. એ બધાં વર્ણનમાં શું આવ્યું? કે એ બધા સલાકા પુરુષોએ વીતરાગ જેવો જ હું આત્મા છું, એમને મોક્ષ પ્રગટ થઈ ગયો ને મારે મોક્ષ સ્વભાવમાં પડેલો જ છે એમ આત્મતત્ત્વને વીતરાગ પરમાત્મા જેવો તે સલાકા પુરુષોએ જાણ્યો હતો એ જ પ્રથમાનુયોગમાં કહેવાનું તાત્પર્ય-સાર છે.
કરણાનુયોગનો સાર શું છે?-કે કરણાનુયોગમાં જે કહ્યું કે કર્મ નિમિત્ત છે, તેના નિમિત્તે વિકાર થાય, અનેક પ્રકારની અવસ્થાઓ થાય પણ એનાથી રહિત આત્મા છે એ કહેવાનો આશય છે. કરણાનુયોગમાં કહેવાનો આશય એ છે કે કર્મ એક ચીજ છે, તેના લક્ષે જીવની અનેક અવસ્થાઓ થાય છે અને એના લક્ષે કેવા પરિણામ હોય છે તે બતાવીને એ બધાં વિકારી પરિણામ ને કર્મથી રહિત તું છો એમ બતાવ્યું છે. પરંતુ કર્મના લઈને તું દુઃખી થયો છો કે તેનાથી સહિત તું છો એમ ત્યાં નથી બતાવવું. વર્તમાન પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com