________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[૧૧૭
વાત કરવી ! એની આબરૂની શું વાત કરવી! આવા આત્માનું ધ્યાન કરે તો અલ્પકાળમાં નિર્વાણ પામે. આવો અંતરનો માર્ગ છે. બહાર શોધવા જવો પડે તેમ નથી.
ભગવાનના જ્ઞાનમાં આત્માનું અનંતુ સામર્થ્ય આવી જાય છે પણ વાણીમાં તો તેના અનંતમાં ભાગે આવે છે. જેટલું જણાય છે તેટલું વાણીમાં આવી શક્યું નથી એવા આત્માના સામર્થ્યની શી આબરૂ! જે વસ્તુસ્વભાવમાં જન્મ-મરણ નથી તેનું ધ્યાન કરનારના જન્મ-મરણ પણ ટળી જાય છે.
જે જીવ શાંત...શાંત.વિકલ્પરહિત નિર્વિકલ્પ, રાગરહિત વીતરાગ તત્ત્વને જોવા માટે નિર્મળ ગંગા વહાવે-નિર્મળ પરિણતિ પ્રગટ કરે અને શરીર વિનાનો છતાં શ૨ી૨પ્રમાણ બિરાજિત એટલે કે શરીર જેટલાં ક્ષેત્રમાં રહેલો-જેટલાં ક્ષેત્રમાં શરીર છે એટલાં જ ક્ષેત્રમાં બિરાજમાન આત્માને અંતર સૂક્ષ્મ ભેવિજ્ઞાનદિષ્ટથી જોવાનો પ્રયત્ન કરે, રાગથી ભિન્ન વીતરાગ તત્ત્વને રાગ, સંયોગ, નિમિત્ત અને વિકલ્પ આદિરૂપ આંખ બંધ કરીને જોવાનો વારંવાર પ્રયત્ન કરે, વિકલ્પની વૃત્તિનો નાશ કરી અંતર નિર્વિકલ્પ તત્ત્વમાં ટગટગી લગાવે, તેમાં એકાકાર થાય તેને તે અત્યંતર મોક્ષનો ઉપાય છે. બહારમાં મોક્ષમાર્ગ નથી. અંતરમાં મોક્ષમાર્ગ છે. પ્રવચનસારમાં પણ કહ્યું કે અરે! બહારમાં મોક્ષનું સાધન શોધવા શા માટે જાવ છો ? તમારું સાધન તમારાં અંતરમાં છે.
અજ્ઞાની જીવ શાસ્ત્રમાં ક્યાંક વ્યવહારની વાત આવે ત્યાં તે બરાબર પકડી લે છે કે વ્યવહાર ટેકારૂપ છે. સહાયક છે એમ ભગવાને કહ્યું છે પણ ભગવાને જ એકલા વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે તેના તરફ લક્ષ આપતો નથી.
અહીં તો આચાર્યદેવ કહે છે કે જે આત્મામાં એકાગ્ર થવાની ભાવના કરતો કરતો એકાગ્ર થઈને અનુભવ કરી લે છે તેની અનુભવરૂપી ધ્યાનાગ્નિ કર્મને બાળીને બધી અંતરના ધ્યાનની ક્રિયા છે. બહારની ક્રિયા વિકલ્પ આદિ તો બધાં દૂર રહી જાય છે. વ્યવહા૨ મોક્ષમાર્ગ ખરેખર વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. અત્યંતર મોક્ષમાર્ગ પોતાની પાસે છે અને પોતે કરી શકે છે. નિશ્ચય સ્વરૂપમાં એકાગ્ર થવું તે જ સાચો મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:- આવો મોક્ષમાર્ગ ગુરુ બતાવે ને ?
ઉત્તર:- આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, તે પોતાને અત્યંતર માર્ગ બતાવે છે. જેને સમજાવે તે તેનો ગુરુ કહેવાય. હું આત્મા! તું જ્ઞાન છો, તું આનંદ છો, તું પૂર્ણ છો, તું શુદ્ધ છો, તું અનાદિથી રખડયો છો, એમ સમજાવીને આત્મા પોતે જ પોતામાં ઠરે છે માટે આત્મા જ પોતાનો સાચો ગુરુ છે. આત્મા ગુરુ અને તેની પર્યાયરૂપી પ્રજા તે તેની શિષ્ય છે. પર્યાય આત્મદ્રવ્યનો વિનય કરે છે. આત્મા અને પર્યાય ગુરુ-શિષ્ય છે. આત્મા અને પર્યાયનાં નામભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, ભાવ ભેદે ભેદ છે, અને પ્રદેશભેદે બન્ને અભેદ છે. દ્રવ્ય ધર્મ કાયમી અસલી ધર્મ છે અને પર્યાય ક્ષણિક ધર્મ છે. દ્રવ્યગુરુનો આધાર લઈને પર્યાયરૂપી શિષ્ય કામ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com